________________
૧૮
જૈન ઈતિહાસ આગ્રહથી તે જંબૂકુમારે આઠે કન્યાઓ સાથે લગ્ન કર્યા પણ લગ્નની રાતે જ તે આઠે કન્યાઓને પણ પ્રતિબોધિને તેઓ સહિત તેમણે શ્રી સુધર્મા સ્વામી પાસે દીક્ષા લીધી; તથા સુધર્મા સ્વામી મોક્ષે ગયા બાદ તેમની પાટે જંબૂ સ્વામી બેઠા.
- દશ વસ્તુઓનો વિચ્છેદ છેવટે જંબૂ સ્વામી પણ કેવળજ્ઞાન પામી વીર પ્રભુના નિર્વાણ પછી ચોસઠમે વર્ષે મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા બાદ મન:પર્યવ જ્ઞાન, પરમાવધિ જ્ઞાન, પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષપક શ્રેણિ, ઉપશમ શ્રેણિ, જિનકલ્પિ આચાર, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સપરાય ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર, એ ત્રણ પ્રકારનાં ચારિત્રો, કેવળજ્ઞાન, અને મોક્ષ પ્રાપ્તિ, એ દશ વસ્તુઓનો વિચ્છેદ થયો.
પ્રભવસ્વામીનું વૃત્તાંત જંબૂ સ્વામીની પાટે પ્રભવસ્વામી બેઠા; તેમનું વૃત્તાંત એવું છે કે, વિંધ્યાચળ પર્વતની પાસે જમપુર નામે નગર હતું, ત્યાં વિધ્ય નામે રાજા હતો; તેને પ્રભાવ અને પ્રભુ નામે બે પુત્રો હતા. વિધ્ય રાજાએ કોઈ કારણથી નાના પુત્રને ગાદી આપવાથી મોટો પુત્ર પ્રભાવ રીસાઈને દેશાંતરમાં ચાલ્યો ગયો, તથા ચોરી અને લુંટફાટ વગેરે કરીને તે પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. એક વખતે તે જંબૂ કુમારને ઘેર ચોરી કરવા માટે આવ્યો, તથા ત્યાં જંબૂ કુમારે આપેલા ઉપદેશથી પ્રતિબોધ પામીને તેણે પણ જંબૂ કુમારની સાથે જ દીક્ષા લીધી; તથા જંબૂ સ્વામી મોક્ષે ગયા બાદ તેમની પાટે તે પ્રભવ સ્વામી બેઠા; તથા પંચાસી વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરીને વીર પ્રભુ પછી પંચોતેર વર્ષે સ્વર્ગે ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org