________________
જૈન ઈતિહાસ
શય્યભવાચાર્યનું વૃત્તાંત પ્રભવ સ્વામીની પાટે શય્યભવાચાર્ય બેઠા. તેમનું વૃત્તાંત એવું છે કે, એક વખતે રાત્રિએ પ્રભવ સ્વામીએ વિચાર્યું કે, મારી પાટે બેસવાને કોણ યોગ્ય થશે? એમ વિચારી જ્ઞાનનો ઉપયોગ દીધો તો જૈનસંઘમાં તો કોઈ તેવો યોગ્ય પુરુષ જણાયો નહીં, અન્ય દર્શનીઓમાં ઉપયોગ દેવાથી રાજગૃહિ નગરના રહેવાસી શય્યભવ ભટ્ટને યોગ્ય જોયા, તેથી પ્રભવ સ્વામી વિહાર કરીને રાજગૃહિમાં આવ્યા, ત્યાં જોયું તો શäભવ ભટ્ટ યજ્ઞ કરે છે, તેથી તે યજ્ઞશાળામાં પ્રભવ સ્વામીએ બે સાધુઓને મોકલ્યા, અને તેઓએ કહ્યું કે, તમારે ત્યાં જઈ એમ કહેવું કે, “અહો ! આ તો મહા કષ્ટ છે, કંઈ પણ તત્ત્વ જણાતું નથી.” પછી તે બંને સાધુઓએ ત્યાં જઈ તેમ કહેવાથી શäભવ ભટ્ટે વિચાર્યું કે, આ મુનિઓ મહાવ્રતધારી શાંત મનવાળા છે, માટે તે જૂઠું બોલે નહીં. એમ વિચારી તેણે પોતાના ગુરુને પૂછ્યું કે, ખરું તત્ત્વ શું છે? ત્યારે ગુરૂએ અસત્ય ઉત્તર આપવાથી શય્યભવ ભટ્ટ ક્રોધાયમાન થઈ તલવાર કાઢી ત્યારે ગુરુએ ભયને લીધે કહ્યું કે, આ યજ્ઞસ્તંભની નીચે અરિહંત પ્રભુની પ્રતિમા છે, તેને અમો ગુપ્ત રીતે પૂજીએ છીએ, તેથી યજ્ઞમાં વિઘ્ન આવતું નથી. માટે તે અરિહંત પ્રભુએ કહેલો દયામય એવો જૈન ધર્મ સત્ય છે, તે સાંભળી શય્યભવ ભટ્ટ ખુશ થઈ યજ્ઞને છોડીને પ્રભવ સ્વામી પાસે આવી દીક્ષા લીધી. આ શ્રી શય્યભવાચાર્યજીએ પોતાના પુત્ર મનક મુનિ માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. તેનું વૃત્તાંત એવું છે કે, જ્યારે શથંભવ આચાર્યજીએ દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી ગર્ભવતી હતી.
મનકમુનિનું વૃત્તાંત, તથા
દશવૈકાલિક સૂત્રનું ઉદ્ધારણ પાછળથી તેણીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો, તથા તેનું મનક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org