________________
૨૦
જૈન ઈતિહાસ
નામ પાડ્યું, જ્યારે તે પુત્ર આઠ વર્ષનો થયો ત્યારે તેણે પોતાની માતાને પૂછ્યું કે, મારા પિતાજી ક્યાં છે ? ત્યારે તેણીએ કહ્યું કે તેમણે તો તારા જન્મ પહેલાં જ દીક્ષા લીધી છે; તે સાંભળી પિતાને જોવાની ઇચ્છાથી તે ચંપા નગરીમાં આવ્યો; ત્યારે માર્ગમાં જ શય્યભવાચાર્ય તેને મળ્યા. ત્યારે આચાર્યજીએ પૂછવાથી તેણે પોતાનો સઘળો વૃત્તાંત કહ્યો, તથા તેણે પણ દીક્ષા લીધી.
પછી જ્ઞાનના બળથી શય્યભવાચાર્યને માલૂમ પડ્યું કે, આ મનકનું આયુષ્ય ફક્ત હવે છ માસનું છે; માટે તેટલી મુદતમાં તેમને શ્રુતજ્ઞાની કરવા જોઈએ; એમ વિચારી પૂર્વોમાંથી તેમણે દશવૈકાલિક સૂત્રનો ઉદ્ધાર કરી, તે ભણાવી તેને શ્રુતજ્ઞાની કર્યા. છ માસ બાદ મનકમુનિ શાંત મને કાળ કરી સ્વર્ગે ગયા. તે દશવૈકાલિક સૂત્ર હાલ પણ જૈનોમાં પ્રસિદ્ધ છે. શય્યભવાચાર્ય શ્રી વીરપ્રભુ પછી અઠ્ઠાણું વર્ષે સ્વર્ગે ગયા.
ઓસવાળ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ
શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી સીત્તેર વર્ષ બાદ શ્રી પાર્શ્વનાથજીના સંતાનોમાં છઠ્ઠી પાટે શ્રી રત્નપ્રભસૂરિ નામે આચાર્ય થયા. તેમણે ઉકેશપટ્ટન નામના નગરમાં શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી; તથા ઓશ્યાનગરીમાં ક્ષત્રિયની જાતિઓને પ્રતિબોધીને ઓસવાળોની સ્થાપના કરી, અને શ્રીમાળ નગરમાં શ્રીમાળીઓની સ્થાપના કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org