________________
પ્રકરણ - ૩.
(યશોભદ્રસૂરિ, સંભૂતિવિજયજી, ભદ્રબાહુ સવામી, ઉમાસ્વાતિવાચક, તથા સ્થૂળભદ્રજી, નવ નંદોના રાજયનો નાશ, ચંદ્રગુપ્ત, ચાણાક્ય, શકટાલ મંત્રી)
યશોભદ્રસૂરિ શäભવાચાર્યની પાટે શ્રી યશોભદ્રસૂરિ થયા. તે મહાવીર પ્રભુ પછી એકસો ને અડતાળીશ વર્ષે સ્વર્ગે ગયા.
યશોભદ્રાચાર્યની પાટે સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામી થયા. તેઓમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીનું વૃત્તાંત નીચે મુજબ છે:
ભદ્રબાહસ્વામીનું વૃત્તાંત દક્ષિણ દેશમાં આવેલા પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામે બે બ્રાહ્મણો વસતા હતા, એક વખતે ત્યાં શ્રી યશોભદ્રસૂરિ પધાર્યા, તેમની દેશના સાંભળીને તે બંને બ્રાહ્મણોએ દિક્ષા લીધી. તેઓમાંથી ભદ્રબાહુસ્વામી ચૌદ પૂર્વધારી થયા; તેથી યશોભદ્રસૂરિએ તેમને પોતાની પાટે સ્થાપ્યા. આથી વરાહમિહિરને ઈર્ષા થઈ, તેથી તે દીક્ષા છોડીને જ્યોતિષશાસ્ત્રના બળથી લોકોને નિમિત્ત આદિ કહીને પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો, તેણે વળી વારાહી સંહિતા નામનું જયોતિષશાસ્ત્ર બનાવ્યું. એક વખતે પ્રતિષ્ઠાનપુરના રાજાને ઘેર પુત્રનો જન્મ થયો, ત્યારે વરાહમિહિરે તેનું આયુષ્ય એક સો વર્ષનું જણાવ્યું; પરંતુ ભદ્રબાહુસ્વામીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org