________________
૨૨
જૈન ઈતિહાસ જ્ઞાનના બળથી કહ્યું કે, તે પુત્રનું આયુષ્ય ફક્ત સાત દિવસનું જ છે. છેવટે ભદ્રબાહુ સ્વામીનું વચન સત્ય પડવાથી વરાહમિહિરની ઘણી નિંદા થવા લાગી; જેથી તે તાપસ થઈ અજ્ઞાનતપ તપી વ્યંતર થયો; તથા જૈન લોકોને ઉપદ્રવ કરવા લાગ્યો, ત્યારે ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહર સ્તોત્ર રચીને તે ઉપદ્રવનો નાશ કર્યો.
ભદ્રબાહુસ્વામીજીના વખતમાં દેશમાં બાર વર્ષ સુધી દુકાળ પડ્યો; તેથી સાધુઓને નિર્વાહ માટે મુશ્કેલી પડી. અને તેથી સુધાની વ્યાધિથી શાસ્ત્રોનું સારી રીતે પઠનપાઠન નહીં થવાથી ભૂલી જવાયાં. દુકાળનો નાશ થયા બાદ સર્વ જૈનસંઘ પાટલીપુત્રમાં એકઠો થયો, તથા ત્યાં મહા મુશ્કેલીએ અગ્યાર અંગોનાં સિદ્ધાંતો તો એકઠા કર્યા; પરંતુ બારમું દૃષ્ટિવાદ ક્યાંથી મેળવવું ? તે માટે સંઘ વિચારમાં પડ્યો; એવામાં ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળ દેશમાં વિચરતા હતા, તે ખબર મળવાથી તેમને બોલાવવા માટે સંઘે બે સાધુઓને ત્યાં મોકલ્યા; તેમણે જઈ ભદ્રબાહુસ્વામીજીને વિનંતી કરી કે, આપને પાટલીપુત્રનો સંઘ ત્યાં પધારવા માટે વિનંતી કરે છે; ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે, હાલમાં મેં અત્રે મહાપ્રાણા નામના ધ્યાનનો પ્રારંભ કર્યો છે, માટે હમણાં મારાથી આવી શકાશે નહીં. ત્યારે તે મુનિઓએ પાછા આવી પાટલીપુત્રના સંઘને તે વૃત્તાંત કહ્યો; ત્યારે કરીને સંઘે સાધુઓને પોતાની પાસે મોકલી કહેવરાવ્યું કે, હે ભગવન્! જે માણસ સંઘની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, તેને શું દંડ કરવો ? ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, તેને સંઘ બહાર કરવો જોઈએ; પરંતુ સંઘે મારા પર કૃપા કરી બુદ્ધિવાન સાધુઓને અત્રે મોકલવા. તેમને હું દષ્ટિવાદનો અભ્યાસ કરાવીશ. આથી પાટલીપુત્રના સંઘે સ્થૂળભદ્રજી આદિ પાંચસો બુદ્ધિવાન સાધુઓને ત્યાં મોકલ્યા; પરંતુ પૂળભદ્રજી સિવાય બાકીના સાધુઓ તે અભ્યાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org