________________
જૈન ઈતિહાસ
અને બલિ તથા પ્રહલાદ નામે પ્રતિવાસુદેવ થયા.
ત્યારપછી કેટલોક સમય ગયા બાદ મિથિલા નગરીમાં કુંભ રાજાની પ્રભાવતી નામની રાણીની કુક્ષિએ મલ્લિનાથ નામના ઓગણીસમા તીર્થંકર જન્મ્યા, તે પૂર્વે બાંધેલા કર્મના સંયોગથી પુત્રીપણે જન્મ્યા હતા.
ત્યારપછી કેટલોક સમય ગયા બાદ રાજગૃહી નગરીમાં સુમિત્ર રાજાની પદ્માવતી નામની રાણીની કુક્ષિએ મુનિસુવ્રત સ્વામી નામે વીસમાં તીર્થંકરનો જન્મ થયો, તેમણે દીધેલી ધર્મ દેશનાથી ભરૂચમાં જીતશત્રુ રાજાનો ઘોડો પ્રતિબોધ પામ્યો હતો, અને તેથી તે ભરૂચનું અશ્વાવબોધ નામનું તીર્થ પ્રસિદ્ધ થયું છે, તેમની મહાપ્રભાવશાળી પ્રાચીન મૂર્તિ હાલ પણ ભરૂચ નગરમાં બિરાજેલી છે. તેમના સમયમાં પદ્મ નામે ચક્રી, લક્ષ્મણ નામે વાસુદેવ, રામચંદ્ર નામે બળદેવ, તથા રાવણ નામે પ્રતિવાસુદેવ થયા છે. લંકાના રાજા રાવણે રામચંદ્રજીની સ્રી સીતાજીનું હરણ કરવાથી તેઓ વચ્ચે મોટું યુદ્ધ થયું હતું, અને તેમાં રાવણનો પરાજય થયો.
ત્યારપછી કેટલોક સમય ગયા બાદ મિથિલા નગરીમાં વિજયસેન રાજાની વિપ્રા નામની રાણીની કુક્ષિએ નમિનાથજી નામના એકવીસમા તીર્થંકર જન્મ્યા હતા, તેમના સમયમાં હરિષેણ અને જય નામે બે ચક્રીઓ થયા હતા.
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુનો સમય, પાંડવ, કૌરવ, શ્રીકૃષ્ણનું વૃત્તાંત
ત્યારપછી કેટલોક સમય ગયા બાદ સૌરીપુરી નામના નગરમાં સમુદ્રવિજય રાજાની શિવાદેવી નામની રાણીની કુક્ષિએ શ્રી નેમિનાથ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org