________________
જૈન ઈતિહાસ નામના બાવીસમા તીર્થંકરનો જન્મ થયો હતો. શ્રી નેમિનાથ પ્રભુ બાલ્યપણાથી જ બ્રહ્મચારી હતા તથા તીર્થકર હોવાથી અનંત બળવાળા હતા. એક દિવસે રમત કરતાં તે શ્રીકૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં જઈ પહોંચ્યા, ત્યાં તેમણે વાસુદેવનો પાંચજન્ય શંખ વગાડ્યો. તે શંખનો નાદ સાંભળીને સભામાં બેઠેલા શ્રીકૃષ્ણ વાસુદેવ ચકિત થઈ વિચારવા લાગ્યા કે શું કોઈ બીજો વાસુદેવ ઉત્પન્ન થયો? વાસુદેવ સિવાય મારો શંખ બીજા કોઈથી પણ વગાડી શકાય તેમ નથી. પછી તપાસ કરતાં માલૂમ પડ્યું કે, નેમિકુમારે તે શંખ વગાડ્યો છે, એવા ખબર મળવાથી શ્રીકૃષ્ણના મનમાં શંકા થઈ કે, ખરેખર આ નેમિકુમાર મારાથી પણ વધારે બળવાન છે, માટે રખેને મારું રાજ્ય લેશે, તેથી હું તેમને કોઈ કન્યા સાથે પરણાવીને તેનું બળ ઓછું કરાવું. એમ વિચારી તેણે નેમિકુમારની ઈચ્છા નહીં છતાં પણ ઉગ્રસેન રાજાની પુત્રી રાજુમતી સાથે તેમનાં લગ્નનું નક્કી કર્યું. માતપિતાના કથનને આધીન થઈ નેમિકુમાર રથમાં બેસી યાદવોના પરિવાર સહિત પરણવા ચાલ્યા, ત્યાં ઉગ્રસેન રાજાના મંદિર પાસે પહોંચતાં એક મકાનમાં હરણ, ગાય, બકરાં આદિ કેટલાંક જાનવરોને પૂરેલાં અને તેથી પોકાર કરતાં જોયાં, તેથી મહાદયાળુ એવા શ્રી નેમિનાથ પ્રભુએ પોતાના સારથિને પૂછ્યું કે, આ જાનવરોને આ મકાનમાં શા માટે પૂર્યા છે? ત્યારે સારથિએ કહ્યું કે, આપના લગ્નમાં જાનને ગૌરવનું ભોજન આપવા માટે આ સઘળાં જાનવરોને એકઠાં કરી અહીં પૂરેલાં છે; તે સાંભળી નેમિકુમારે વિચાર્યું કે, અરે ! મારે નિમિત્તે આ સર્વ પ્રાણીઓની હિંસા થશે !! એમ વિચારી પરણ્યા વિના જ ત્યાંથી રથ પાછો વાળી ગિરનાર પર જઈ સેસાવનમાં તેમણે દીક્ષા લીધી, કેવળજ્ઞાન પામી ભવ્ય જીવોને ધમપદેશ દઈ મોક્ષે ગયા. તેમના સમયમાં મથુરા નગરીમાં નવમા શ્રીકૃષ્ણ નામે વાસુદેવ, બળભદ્ર નામે બળદેવ થયા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org