________________
જૈન ઈતિહાસ તથા જરાસંધ નામે પ્રતિવાસુદેવ થયા. વળી તે જ સમયમાં હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ નામના પાંચ પાંડવો રાજ્ય કરતા હતા, તે પાંચે ભાઈઓને દ્રૌપદી નામે રાણી હતી. એ પાંડવોના દુર્યોધન આદિ કૌરવો પિત્રાઈ ભાઈઓ હતા. પાંડવોમાંના યુધિષ્ઠિરને જુગાર રમવાની બુરી ટેવ પડેલી હતી. તેનો લાભ લઈને દુર્યોધન યુધિષ્ઠિર સાથે જુગાર રમવા લાગ્યો. છેવટે યુધિષ્ઠિર દ્રૌપદી સહિત પોતાનું સમસ્ત રાજય હારી ગયા, જેથી પાંડવો શરત મુજ બાર વર્ષ સુધી દેશનિકાલ રહ્યા. છેવટે કૌરવો સાથે તેમને કુરૂક્ષેત્રમાં (પાણિપતના મેદાનમાં) મોટું યુદ્ધ કરવું પડ્યું, તેમાં શ્રીકૃષ્ણ વાસુદેવે અર્જુનના સારથિ થઈને પાંડવોને ઘણી મદદ આપી હતી, છેવટે દુર્યોધન આદિ કૌરવોનો નાશ થયો, અને પાંડવોની જીત થઈ. પછી પાંડવોએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવી જૈન ધર્મનો ઘણો મહિમા વધાર્યો, તથા છેવટે દીક્ષા લઈ તે પાંડવો મોક્ષે ગયા.
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનો સમય
તથા બૌદ્ધમતની ઉત્પત્તિ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્થપ્રભુની વચ્ચેના કાળમાં બ્રહ્મદત્ત નામે બારમા ચક્રવર્તી થયા, તે મહાપાપી હોવાથી મરણ પામી સાતમી નારકીએ ગયા.
શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ બાદ કેટલોક સમય ગયા પછી . . વાણારસી (બનારસ-કાશી) નામની નગરીમાં અશ્વસેન રાજાની
વામાદેવ નામની રાણીની કુક્ષિએ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનો જન્મ થયો હતો, તેમણે વૈરાગ્ય પામી દીક્ષા લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org