________________
જૈન ઈતિહાસ નામે બલદેવ, તથા મધુ નામે પ્રતિવાસુદેવ થયા છે.
ત્યારબાદ કેટલેક સમયે રત્નપુરી નગરીમાં ભાનુ રાજાની સુવ્રતા નામની રાણીની કુક્ષિએ શ્રી ધર્મનાથજી નામનો પંદરમા તીર્થંકર થયા, તેમના સમયમાં પુરુષસિંહ નામે વાસુદેવ, સુદર્શન નામે બલદેવ, તથા નિશુંભ નામે પ્રતિવાસુદેવ થયા છે, તેમજ મઘવા અને સનકુમાર નામે ચક્રીઓ પણ થયા છે.
સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજીથી એકવીસમા
તીર્થકર શ્રી નમિનાથજી સુધીનો સમય ત્યારબાદ કેટલેક સમયે હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજાની અચિરા નામે રાણીની કુક્ષિએ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજીનો જન્મ થયો હતો, તેમના જન્મ પહેલાં તે દેશમાં મારીનો (મરકીનો) ઘણો જ ઉપદ્રવ હતો, પરંતુ તેમનો જન્મ થયા પછી તે ઉપદ્રવ શાંત થવાથી તેમનું શાંતિનાથ નામ પાડ્યું હતું. આ સોળમા તીર્થંકરે પોતે જ ચક્રવર્તીની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
ત્યારબાદ કેટલોક સમય ગયા બાદ તે જ હસ્તિનાપુર નગરમાં સૂર નામે રાજાની શ્રીરાણી નામની રાણીની કુક્ષિએ સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથજીનો જન્મ થયો હતો, તથા તેમણે ચક્રવર્તીની પદવી પણ મેળવી હતી.
ત્યારબાદ કેટલોક સમય ગયા બાદ એ જ હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામના રાજાની દેવી નામની રાણીની કુક્ષિએ અરનાથ નામના અઢારમા તીર્થંકર જન્મ્યા, તથા તેમણે ચક્રીની પદવી પણ મેળવી હતી. તેમના નિર્વાણ બાદ સુભૂમ નામે ચક્રી થયા, તથા પુંડરીક અને દત્ત નામે વાસુદેવ, આનંદ અને નંદન નામે બલદેવ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org