________________
જૈન ઈતિહાસ
પામીને કિલ્બિષ દેવતા થયો. રાજા અને વનમાળા પણ વિજળી પડવાથી મરણ પામી હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયાં રૂપે થયા, ત્યારે તે દેવ વૈર લેવાની બુદ્ધિથી તેઓને ત્યાંથી ઉપાડી ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં લાવ્યો તથા ત્યાં તેઓનું હિર અને હિરણી નામ પાડી તે નગરીની રાજગાદી આપી; ત્યાં માંસાહાર કરવા વગેરે કારણથી તેઓ મૃત્યુ પામી નરકે ગયા, અને તેમના વંશજો હરિવંશી કહેવાવા
લાગ્યા.
ત્યારબાદ કેટલેક સમયે સિંહપુરી નામે નગરમાં વિષ્ણુ રાજાની વિષ્ણુશ્રી નામની રાણીની કુક્ષિએ શ્રેયાંસનાથ નામના અગ્યારમા તીર્થંકરનો જન્મ થયો, તેમના સમયમાં વાનરદ્વીપમાં વાનરવંશની ઉત્પત્તિ થઈ કે, જે વંશમાં રામાયણમાં પ્રસિદ્ધ વાળી તથા સુગ્રીવ આદિ વાનરવંશના રાજાઓ થયા છે. વળી, આ તીર્થંકરના સમયમાં જ ત્રિપુષ્ટ નામે પહેલા વાસુદેવ, અચલ નામે બલદેવ, તથા અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ થયા છે.
ત્યારબાદ ચંપાનગરીમાં વસુપૂજ્ય નામના રાજાની વિજયા નામની રાણીની કુક્ષિએ વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થયા, તેમના સમયમાં બીજા દ્વિપૃષ્ટ નામે વાસુદેવ, વિજય નામે બલદેવ, તથા તારક નામે પ્રતિવાસુદેવ થયા છે.
ત્યારબાદ કેટલેક સમયે કંપિલપુર નામના નગરમાં કૃતવર્મ રાજાની શ્યામા નામની રાણીની કુક્ષિથી તેરમા શ્રી વિમલનાથ નામે તીર્થંકર થયા, તેમના સમયમાં ત્રીજા સ્વયંભૂ નામે વાસુદેવ, ભદ્ર નામે બલદેવ તથા મે૨ક નામે પ્રતિવાસુદેવ થયા છે.
ત્યારબાદ કેટલેક સમયે અયોધ્યા નગરીમાં સિંહસેન નામની સુજશા નામની રાણીની કુક્ષિએ શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થંકર થયા છે, તેમના સમયમાં પુરુષોત્તમ નામે વાસુદેવ, સુપ્રભ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International