________________
જૈન ઈતિહાસ પર્વત પરના જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો તથા છેવટે શ્રી અજીતનાથજી પ્રભુની પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. અજિતનાથ પ્રભુ પણ ઘણા કાળપર્યત લોકોને જૈન ધર્મનો ઉપદેશ આપી કેવળજ્ઞાન પામી સમેતશિખર પર મોક્ષે ગયા.
ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથજીથી પંદરમા તીર્થંકર
શ્રી ધર્મનાથજી સુધીનો સમય શ્રી અજિતનાથ પ્રભુ મોક્ષે ગયા બાદ કેટલેક કાળે શ્રાવસ્તી નામની નગરીમાં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથજીનો જન્મ થયો, તેમના નિવણ બાદ અયોધ્યા નગરીમાં ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામીનો જન્મ થયો, ત્યાર બાદ ઘણા ઘણા સમયને અંતરે સુમતિનાથજી, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ તથા સુવિધિનાથ નામે તીર્થંકરો થયા. નવમા શ્રીસુવિધિનાથજી તીર્થકરના સમય સુધી સર્વ બ્રાહ્મણો જૈન ધર્મી હતા, તથા ભરતજીએ રચેલા ચારે વેદોનું પઠનપાઠન પણ આગળ કહ્યા મુજબ જૈન ધર્મને લગતું દયામય ધર્મવાળું હતું. એ નવમા તીર્થંકર મોક્ષે ગયા બાદ તે બ્રાહ્મણો મિથ્યાદષ્ટિ થયા તથા લોભ દૃષ્ટિથી તેઓએ પૂર્વે કહેલા વેદોને લોપી મતિકલ્પનાથી હિંસાના ઉપેદશવાળા નવીન ચાર વેદો બનાવ્યા, અને તે જ વેદોનું પઠનપાઠન હાલના બ્રાહ્મણોમાં પણ ચાલે છે.
નવમા તીર્થંકર પછી કેટલેક કાળે ભક્િલપુર નામના નગરમાં શ્રી શીતલનાથજી નામે દશમા તીર્થંકર થયા, તેમના વખતમાં હરિવંશની ઉત્પત્તિ થઈ છે. તેની હકીકત એવી છે કે, વીરા નામના એક કોળીની વનમાળા નામની એક ખૂબસૂરત સ્ત્રીને કોસાંબી નગરીનો રાજા બળાત્કારે પરણ્યો, તેથી તે કોળી દુઃખ પામી તાપસ થઈ મૃત્યુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org