________________
જૈન ઈતિહાસ ચંદ્રવંશી રાજાઓ આજે પણ ભરતખંડમાં રાજય કરતા માલુમ પડે છે.
બીજા તીર્થકર શ્રી અજીતનાથજીનો સમય - સગરચક્રી ગંગાનું જાનવી
અથવા ભાગીરથી નામ પડ્યું અયોધ્યા નગરમાં ભરતચક્રી પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા બાદ તેમના જ વંશમાં જિતશત્રુ નામે રાજા થયા, તેમના નાના ભાઈ સુમિત્ર નામે હતા, જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી, તેની કુક્ષિએ શ્રી અજીતનાથજી નામના બીજા તીર્થકરનો જન્મ થયો હતો અને સુમિત્રને યશોમતી નામે રાણી હતી, તેણીની કુક્ષિએ સગરચક્રીનો જન્મ થયો હતો. અજીતનાથજીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી ત્યારે તેમની ગાદીએ સગરચક્રી આવ્યા, તે સગરચક્રીને જનુકુમાર આદિ સાઠ હજાર પુત્રો હતા. એક સમયે તે કુમારોએ વિચાર્યું કે અષ્ટાપદ પર્વત પર ભરત રાજાએ જે રત્નમય જૈન પ્રતિમાઓને સ્થાપના કરી છે, તેની રક્ષા માટે આસપાસ જો ઊંડી ખાઈ કરી હોય તો ભવિષ્યકાળમાં તેની કોઈ આશાતના કરી શકશે
નહીં, એમ વિચારી તેઓએ દંડરત્નથી ત્યાં ઊંડી ખાઈ ખોદીને તેમાં : : ગંગાનો પ્રવાહ વાળ્યો. આથી પાતાળમાં રહેતા ભવનપતિઓનાં
ભવનોનો વિનાશ થવાથી ઈન્દ્રને ક્રોધ થયો, તેથી તેણે આવીને તે સર્વ કુમારોને બાળી ભસ્મ કર્યા. પછી સગરચક્રીના હુકમથી જ'નુના પુત્ર ભગીરથે દંડરત્નથી તે ગંગાનો પ્રવાહ પાછો જેમ આગળ હતો - તેમ જ વહેતો કર્યો, અને તેથી તે ગંગા નદીનું નામ જા'નવી અથવા
ભાગીરથી પડ્યું. સગરચક્રીએ ભરત રાજાએ બંધાવેલા શત્રુંજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org