________________
જૈન ઈતિહાસ રહિત અને શુદ્ધ અંત:કરણવાળા હોવાથી તેમના હૃદયમાં જૈન ધર્મની દયામય લાગણીની ઊંડી છાપ પડી હતી. ઋષભદેવજી ઘણા કાળ સુધી જૈન ધર્મનો ઉપદેશ આપી અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
- ભરતચક્રી તથા બાહાણોની ઉત્પત્તિ,
વેદોની ઉત્પત્તિ, સૂર્ય ચંદ્ર વંશની શરૂઆત ઋષભદેવજીએ વૈરાગ્ય પામી જ્યારે દીક્ષા લીધી ત્યારે અયોધ્યાની ગાદી તેમણે પોતાના મોટા પુત્ર ભરતને આપી હતી તે ભરતજીએ શુદ્ધ નીતિથી રાજય ચલાવ્યું હતું તથા ચક્રવર્તીની પદવી સંપાદન કરી હતી, તેમણે પોતાના પિતા ઋષભદેવજીનો ઉપદેશ સાંભળીને જૈન ધર્મનો ઘણો જ ફેલાવો કર્યો હતો. દયામય જૈનધર્મના ફેલાવા માટે તેમણે એક વિશાળ ભોજનશાળા સ્થાપી હતી, તેમાં વ્રતધારી શ્રાવકોને તે હંમેશાં પોતાના ખર્ચે ભોજન કરાવતા હતા, અને તે શ્રાવકો પણ “માહન” એટલે “હિંસા ન કરવી” એવો હંમેશાં પાઠ કરતા હતા. આગળ ચાલતાં તે “માહન” શબ્દનો પાઠ કરનારા શ્રાવકો બ્રાહ્મણના નામથી ઓળખાવા લાગ્યા. ભરતચક્રીએ અષ્ટાપદ તથા શત્રુંજય આદિ સ્થાનોમાં ઘણાં સુવર્ણમય જૈન મંદિરો બંધાવ્યાં હતાં. ભરત રાજાએ શ્રી ઋષભદેવ પ્રભુના ઉપદેશ અનુસારે દયા ધર્મનું શિક્ષણ આપનારા ચાર વેદો બનાવ્યા હતા, તે વેદોનું યથાસ્થિત પઠનપાઠન આઠમા તીર્થંકરના સમય સુધી ચાલુ રહ્યું હતું, પણ પાછળથી બ્રાહ્મણોએ સ્વાર્થ વગેરે માટે તેમાં ફેરફાર કરી હિંસામય શ્રુતિઓ દાખલ કરેલી જણાય છે.
ભરતના પુત્ર સૂર્યપશાથી સૂર્ય વંશની તથા બાહુબળીના પુત્ર ચંદ્રયશાથી ચંદ્રવંશની શરૂઆત થઈ છે, અને તે સૂર્યવંશી તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org