________________
જૈન ઈતિહાસ
૧૭૭ અને તે જિનાલય પણ તે શાહુકારે તેમના જ ઉપદેશથી બાંધેલું છે; એમ તે જિનાલયમાં રહેલા શિલાલેખથી માલૂમ પડે છે.
વર્ધમાનશાહ શેઠ, વિક્રમ સંવત ૧૬૮૦ વર્ધમાનશાહ શેઠ કાઠિયાવાડની ઉત્તર દિશાએ આવેલા કચ્છ નામના દેશમાં રહેલા અલસાણા નામે ગામમાં રહેવાસી હતા. તેઓ ઘણા ધનવાન અને વ્યાપારના કાર્યોમાં બહુ જ પ્રવીણ તથા લાલણ ગોત્રમાં જન્મેલા હતા. વળી તે જ ગામમાં રાયસીશાહ નામના પણ એક ધનાઢ્ય શેઠ રહેતા હતા. તેઓ બંને ઓસવાલ જ્ઞાતિના હતા, તથા તેઓ વચ્ચે વેવાઈઓનો સંબંધ હતો; તેમજ તેઓ બંને જૈનધર્મમાં ચુસ્ત હૃદયવાળા હતા. એક વખતે જામનગરના મહારાજા જામસાહેબે તે અલસાણાના ઠાકોરની કન્યા સાથે લગ્ન કર્યા; તે વખતે જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયજામાં પોતાના પિતા પાસે તે બંને શાહુકારો જામનગરમાં આવી નિવાસ કરે એવી માગણી કરી. તે માગણી તેણીના પિતાએ કબુલ રાખવાથી ઓશવાળ જ્ઞાતિના દશ હજાર માણસો સહિત તે બંને શાહુકારોએ જામનગરમાં આવી નિવાસ કર્યો. ત્યાં રહી અનેક દેશાવરો સાથે તેઓ વ્યાપાર કરવા લાગ્યા; અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. જામનગરના રાજ્યની મહેસૂલમાં પણ તેઓના વ્યાપારથી ઘણો વધારો થયો. વળી તે બંને શાહુકારોએ પોતપોતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં જામનગરમાં લાખો દ્રવ્ય ખર્ચીને મોટાં વિસ્તારવાળાં તથા દેવોના વિમાન જેવા જિનમંદિરો બંધાવ્યાં. એવી રીતે લાખો પૈસા ખર્ચીને તેઓએ પોતાનો જન્મ સફળ કરવા સાથે મોટી કીર્તિ સંપાદન કરી. તે જિનમંદિરો વિક્રમ સંવત ૧૬૭૬ માં સંપૂર્ણ થયાં. ત્યારબાદ વર્ધમાનશાહ શેઠે શત્રુંજય તથા ગિરનારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org