________________
૧૭૮
જૈન ઈતિહાસ આડંબરપૂર્વક યાત્રા કરીને ત્યાં પણ જિનમંદિરો બંધાવ્યાં. આથી કરીને વર્ધમાનશાહ શેઠનું રાજદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું, અને જામસાહેબ પણ ઘણું ખરું કાર્ય તેમની સલાહ મુજબ કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુહાણા જાતિના કારભારીને વર્ધમાનશાહ શેઠ પર ઘણી ઈર્ષા થઈ, અને તેથી તે વર્ધમાનશાહ પરની જામસાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. જામસાહેબની તિજોરી વર્ધમાનશાહ શેઠને ત્યાં રહેતી, જેથી જામસાહેબની રાજયની ઊપજનું દ્રવ્ય વર્ધમાનશાહ શેઠને ત્યાં ભરાતું, અને ખર્ચ માટે જોઈતા દ્રવ્યનો ઉપાડ પણ તેમને ત્યાંથી થતો. એક વખતે રાજ્યમાં દ્રવ્યનો ખપ હોવાથી નેવું હજાર કોરીની એક ચીઠી જામસાહેબે વર્ધમાનશાહ પર લખીને તે લુહાણા કારભારીને આપી. ત્યારે લાગ આવેલો જાણીને તે દુષ્ટ કારભારીએ તે નેવું હજાર કોરીની ચીઠી પર એક મીંડી વધારીને તે ચીઠી નવ લાખ કોરીની કરી; અને તે જ દિવસે તે કારભારી સાંજે વાળુ સમયે તે ચીઠી લઈને વર્ધમાનશાહ પાસે આવ્યો. અને શેઠને કહ્યું કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીઠી રાખીને આ જ વખતે નવ લાખ કોરી આપો. ત્યારે વર્ધમાનશાહે તે ચીઠી વાંચીને કહ્યું કે, આજે તો રાત પડવા આવી છે, વળી આ સમય અમારે વાળુ કરવાનો છે, માટે આવતીકાલે સવારમાં તમે આવજો. એટલે તેટલી કોરી હું તમને ગણી આપીશ. એવી રીતે વર્ધમાનશાહ શેઠે કહ્યા છતાં પણ તે દુષ્ટ કારભારીએ તે જ સમયે તેટલી કોરીઓ લેવાની હઠ લીધી. આથી કરીને વર્ધમાનશાહે તો તે જ વખતે કાંટો ચડાવીને નવ લાખ કોરી પોતાના વખારમાંથી જોખી આપી. તે કારભારીનાં આવાં કૃત્યથી વર્ધમાનશાહને ગુસ્સો ચડ્યો. તેથી પ્રભાતમાં રાયસીશાહ શેઠ સાથે મળીને તેમણે એવો ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા પર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી. માટે આપણે આજે જ અહીંથી
Jain Education International
For Personal & Private Use Only
Www.jainelibrary.org