________________
જૈન ઈતિહાસ
૧૭૯
ઊપડીને કચ્છમાં જવું. તે સમયે રાયસીશાહે પણ તે વાત કબુલ કરી, અને જ્યારે વર્ધમાનશાહે ત્યાંથી નીકળી કચ્છ તરફ પ્રયાણ કરવા માંડ્યું ત્યારે રાયસીશાહે કહ્યું કે, હાલ તો મારાથી આવી શકાશે નહીં. પછી વર્ધમાનશાહે તો ત્યાંથી પ્રયાણ કર્યું, તથા તેમની સાથે ઓસવાલોના સાડા સાત હજાર માણસો પણ જામનગર છોડીને કચ્છ તરફ રવાના થયા. તે સઘળા માણસોનું ખોરાકી વગેરે સર્વ ખર્ચ વર્ધમાનશાહે આપવું કબુલ કર્યું હતું. એવી રીતે જામનગરથી પ્રયાણ કરીને વર્ધમાનશાહ બાર ગાઉ ઉપર આવેલા ધ્રોળ મુકામે પહોંચ્યા. ત્યારે મહારાજા જામસાહેબને તે વાતની ખબર પડી; તેથી તેમણે પોતાના માણસોને વર્ધમાનશાહને પાછા બોલાવવા માટે ધ્રોળ મોકલ્યા. પરંતુ વર્ધમાનશાહ જ્યારે પાછા ન વળ્યા, ત્યારે જામસાહેબ પોતે ધ્રોળ પધાર્યા; અને આવી રીતે એકાએક પ્રયાણ કરી જવાનું તેમને કારણ પૂછ્યું. ત્યારે વર્ધમાનશાહે પણ જે હકીકત બની હતી તે નિવેદન કરી કે, હું આપની તિજોરી રાખું છું, જેમાં આપની ફક્ત પાંચ દશ હજાર કો૨ીની જુજ રકમ મારે ત્યાં બાલાસ હતી. અને આપે કંઈ પણ અગાઉથી ચેતવણી આપ્યા વિના એકદમ નવ લાખ કોરીની ચીઠી લખીને પાછી તે જ વખતે તે માગી. અમે આપની છાયામાં રહી વ્યાપાર કરીએ છીએ, પરંતુ અગાઉથી બે ચાર દિવસ પહેલાં અમને ચેતવ્યા વિના આવડી મોટી રકમની અમારા પર ચીઠી જો લખાય, તો તે વખતે અમારી આબરૂ જવાનો ભય રહે. ઇત્યાદિ હકીકત સાંભળીને મહારાજા જામસાહેબે તો આશ્ચર્ય પામી કહ્યું કે, મેં તો ફક્ત નેવું હજા૨ કોરીની ચીઠી મોકલી હતી. પછી તે લુહાણા કારભારી પર જામસાહેબને ઘણો જ ગુસ્સો ચઢ્યો. તેથી તેઓ એકદમ જામંનગરમાં આવ્યા; ત્યાં કલ્યાણજીના મંદિર હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો. જામસાહેબે પણ એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જુમિયાથી પોતાના હાથે મારી નાખ્યો. તે લુહાણા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org