________________
જૈન ઈતિહાસ
૫૭
માનદેવસૂરિ
શ્રી પ્રદ્યોતનસૂરિની પાટે માનદેવસૂરિ થયા, તેમનું વૃત્તાંત એવું છે કે, સપ્તશતી નામના દેશમાં એક કોરંટક નામે ગામ હતું, ત્યાં અત્યંત મનોહર શ્રી મહાવીરપ્રભુનું મંદિર હતું. તે મંદિરમાં દેવચંદ્ર નામે એક મહાવિદ્વાન ચૈત્યવાસી ઉપાધ્યાય વસતા હતા. એક દહાડો શ્રી સર્વદેવસૂરિ ત્યાં પધાર્યા, અને દેવચંદ્રજી ઉપાધ્યાયજીને ચૈત્યવ્યવહારથી છોડાવીને યોગ્ય જાણી તેમણે તેને સૂરિપદ આપી દેવસૂરિના નામથી પ્રસિદ્ધ કર્યા; તે દેવસૂરિ મહારાજ પણ પોતાની માટે પ્રદ્યોતનસૂરિને સ્થાપીને અનુક્રમે અનશન કરી સ્વર્ગે પધાર્યા; હવે તે નગરમાં એક જિનદત્ત નામે ધનાઢ્ય શાહુકાર વસતો હતો, તેને ધારિણી નામે મહાધાર્મિક સ્ત્રી હતી; તેઓને માનદેવ નામે અત્યંત બુદ્ધિવાન પુત્ર હતો. તે માનદેવે વૈરાગ્યથી પ્રદ્યોતનસૂરિજી પાસે પોતાની માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા લીધી. છેવટે તે માનદેવ મુનિ અગ્યાર અંગો વગેરે શાસ્ત્રોમાં પારંગામી થઈ બહુશ્રુત થયા; પછી તેમને યોગ્ય જાણીને પ્રદ્યોતનસૂરિજીએ પોતાની પાટે સ્થાપ્યા; તે માનદેવસૂરિજીના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા નામની બે દેવીઓ તેમને વાંદવા માટે આવતી. તે સમયે પાંચસો જિનમંદિરવાળી તક્ષશિલા નગરીમાં મરકીનો ઉપદ્રવ થયો, તેથી ત્યાં હજારો મનુષ્યો મરણ પામવા લાગ્યા, તેથી ત્યાંના જિનમંદિરોની પૂજા થતી અટકી ગઈ; અને સર્વ સંઘ ચિંતાતુર થયો; અને વિચારવા લાગ્યો કે, અરે ! આ સમયે સર્વ શાસનરક્ષક દેવો પણ આપણા અભાગ્યથી નજરે પડતા નથી. તે સમયે શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સંધને કહ્યું કે, મ્લેચ્છોના વ્યંતરોએ સર્વ દેવીઓને ઉપદ્રવ કર્યો છે, માટે અમે અશક્ત થયા છીએ; અને આજથી ત્રીજે વર્ષે આ નગરીનો તુરૂષ્ક લોકો નાશ કરશે. તો પણ સંઘના રક્ષણ માટે હું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org