________________
૧૭૩
જૈન ઈતિહાસ બાદશાહે પણ પ્રતિબોધ પામીને પોતાના રાજ્યમાં દર વર્ષે છ માસ સુધી હિંસા નહીં કરવાનો હુકમ કર્યો હતો. તે સંબંધી વૃત્તાંત નીચે મુજબ છે. એક વખતે અકબર બાદશાહે પોતાના મંત્રીઓના મુખથી સાંભળ્યું કે, જૈનોના ગુરુ શ્રીહીરવિજયસૂરિજી શાંત, દાંત, તથા વૈરાગ્ય આદિ મહાન ગુણોને ધરનારા છે. તે સાંભળી બાદશાહે તેમનાં દર્શન કરવા માટે પોતાની મહોરછાપવાળો વિનંતિ પત્ર આચાર્યજી મહારાજને લખ્યો. તે સમયે આચાર્યજી મહારાજ ગંધાર બંદરમાં બિરાજયા હતા. બાદશાહની વિનંતી વાંચીને શ્રી હીરવિજયસૂરિજી ત્યાંથી વિહાર કરી આગ્રા પાસે આવેલા ફતેહપુર નામના નગરમાં પધાર્યા. ત્યાં અકબર બાદશાહ તથા આચાર્યજીની મુલાકાત થઈ. તે વખતે બાદશાહે તેમને ઘણા આદરમાનથી પોતાની સભામાં બોલાવી દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ પૂછ્યું. આચાર્યજીના ઉત્તમ પ્રકારના ઉત્તરથી બાદશાહ બહુ ખુશ થયા. તે સમયે બાદશાહે આચાર્યજીને વિનંતી કરી કે, આપના ઉપદેશથી હું બહું ખુશ થયો છું, વળી આપ કંચન કામિનીના ત્યાગી તેથી આપને સુવર્ણદાન દેવું વાજબી નથી; પરંતુ મારા મકાનમાં જૈનધર્મનાં ઘણાં પ્રાચીન પુસ્તકો છે, તે આપ ગ્રહણ કરવાની મારા પર કૃપા કરો. પછી બાદશાહના ઘણા આગ્રહથી આચાર્જીએ તે પુસ્તકો લઈને આગ્રાના જ્ઞાનભંડારમાં સ્થાપન કર્યા. પછી ઘણા આદરમાનપૂર્વક આડંબરથી આચાર્યજી ઉપાશ્રયે પધાર્યા. તે સમયે ત્યાં જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. ચાતુર્માસ બાદ આચાર્યજી મહારાજ જ્યારે વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા, ત્યારે બાદશાહે તેમને વિનંતી કરી કે, મેં આપને ઘણા દૂરદેશથી બોલાવ્યા છે, પરંતુ આપ અમારી પાસેથી કંઈ લેતા નથી; માટે મારા લાયક અન્ય કાર્ય ફરમાવો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, આપના રાજ્યમાં પર્યુષણના આઠે દિવસોમાં કોઈ પણ જીવની હિંસા ન થાય એવો હુકમ બહાર પાડવો જોઈએ. તે સાંભળી રાજાએ બહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org