________________
૧૭૪
જૈન ઈતિહાસ ખુશ થઈને તે વચન માન્ય રાખી કહ્યું કે, આઠ દિવસ આપના તરફથી અને બીજા ચાર દિવસો મારા તરફથી એમ બાર દિવસો સુધી મારા રાજયમાં કોઈ પણ જીવની હિંસા ન થાય, એમ કહી અકબર બાદશાહે લખાણ મારફતે તે હુકમ પોતાના સર્વ રાજ્યમાં એટલે લગભગ આખા હિંદુસ્તાનમાં ફરમાવ્યો. ત્યારબાદ હીરવિજયસૂરિજીની અનેકવાર અકબર બાદશાહ સાથે મુલાકાત થઈ, અને તેમાં તેમણે શત્રુંજય આદિ પાંચે તીર્થો જૈનોની માલિકીનાં છે, તે તીર્થોની આસપાસ કોઈએ પણ જીવહિંસા કરવી નહીં, એવા પરવાના બાદશાહ પાસેથી તેમણે કરાવી લીધા. એવી રીતે મુસલમાન બાદશાહને પણ પ્રતિબોધીને તેમણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી છે. તેમણે અનેક જગ્યાઓએ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરેલી છે.
વિજયસેનસૂરિ, વેખહર્ષ, પરમાનંદ
| વિક્રમ સંવત ૧૬૨૮ શ્રી હીરવિજયસૂરિજીની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા. તે પણ ઘણા પ્રભાવિક થયા છે. તેમના શિષ્ય ખર્મ તથા પરમાનંદ અકબર બાદશાહના પુત્ર જાહાંગીર બાદશાહને પ્રતિબોધીને જૈનધર્મના ફાયદા માટે ઘણા પરવાના મેળવ્યા હતાં, તથા જૈન ધર્મની ઘણી ઉન્નતિ કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org