________________
૧૦૧
જૈન ઈતિહાસ નહીં ઓળખવાથી તેમને જવા દીધા; તેથી તે તુરત ધનપાળને ઘેર આવ્યા, ત્યારે ધનપાળે પણ તેમનો સત્કાર કરીને તેમને છૂપી રીતે ભોંયરામાં રાખ્યા; એવામાં કેટલાક તંબોળીઓ નાગરવેલનાં પાનના કરંડીયા ભરીને ગુજરાત તરફ જતા હતા, તેઓને ધનપાળે એકસો સોનામહોરો આપી કહ્યું કે, તમે આ મારા ગુરુને છૂપી રીતે એક કરંડીયામાં રાખીને તમારી સાથે લઈ જાઓ. તેઓએ પણ તેમ કરવાની કબુલાત આપવાથી તેઓની સાથે સૂરાચાર્યજી પણ છુપી રીતે કરંડિયામાં બેસી વૃષભ પર સવાર થઈને રવાના થઈ ગયા.
હવે અહીં મધ્યાહ્નકાળ વીત્યા છતાં પણ જ્યારે સુરાચાર્ય બહાર આવ્યા નહીં, ત્યારે રાજાનાં માણસો એકદમ ઉપાશ્રયમાં ઘુસી ગયાં, અને સિંહાસન પર બેઠેલા મોટા ઉદરવાળા એક ઘરડા સાધુને ઉપાડીને રાજા પાસે લઈ ગયા. તેને જોઈ રાજાએ તે પોતાના માણસોને કહ્યું કે, અરે દુષ્ટો ! તમે આ ડોકરાને અહીં કેમ લાવ્યા? ખરેખર તમને આંધળા બનાવીને તે મહાચતુર ગુર્જર સાધુ ત્યાંથી પલાયન કરી ગયો છે. તે સાંભળી તેઓએ જતાં જતાં કહ્યું કે, તે સ્વામી! એક તરસ્યા શ્રાવક સિવાય અમોએ તે ઉપાશ્રયમાંથી કોઈને પણ જવા દીધો નથી, તે સાંભળી રાજાએ અત્યંત ક્રોધ કરી કહ્યું કે, અરે ! અંધાઓ ! ખરેખર તે વેષ બદલી તમારી આંખો આંજીને ચાલ્યો ગયો છે તેમાં કોઈ પણ શક નથી. એમ કહી તેઓને રજા આપી રાજા તો શોકમાં નિમગ્ન થયો. હવે અહીં તે તંબોળીઓ પણ ચાલતો માર્ગ છોડી આડમાર્ગે ભયંકર જંગલો અને પર્વતો ઓળંગીને મહીનદીને કિનારે આવી પહોંચ્યા. ત્યારે સુરાચાર્યજી પણ ત્યાં ગુજરાતની હિંદ જાણીને પ્રગટ રીતે વિહાર કરવા લાગ્યા; તથા અનુક્રમે અણહિલ્લપુરપાટણમાં આવ્યા. તે સમયે ભીમરાજાએ પણ તેમનું મોટા આડંબરથી સામૈયું કર્યું, પછી તે સુરાચાર્યજીએ પોતાનો સર્વ વૃત્તાંત ગુરુમહારાજને તથા રાજસભામાં કહી બતાવ્યો, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org