________________
૧૦૨
જૈન ઈતિહાસ સાંભળી ભીમદેવ રાજાને ઘણો જ હર્ષ થયો. ત્યારબાદ સુરાચાર્યજીએ ગુરુમહારાજની સમક્ષ દેશાંતરમાં થયેલા અતિચારોની આલોચના લઈ પોતાના આત્માને પવિત્ર કર્યો. પછી તેમણે દ્વિસંધાન નામનો કવિત્વચમત્કૃતિવાળો કાવ્યગ્રંથ રચ્યો. પછી દ્રોણાચાર્યજી તેમને પોતાની પાટે સ્થાપીને સમાધિપૂર્વક કાળ કરીને સ્વર્ગે પધાર્યા. સુરાચાર્યજી પણ ત્યારબાદ જૈનશાસનની કેટલીક ઉન્નતિ કરીને સ્વર્ગ
ગયા.
વર્ધમાનસૂરિ તથા વિમળશાહ, વિક્રમ સંવત ૧૦૮૮
શ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વિક્રમ સંવત ૧૮૮૮માં વિદ્યમાન હતા, કેમ કે તે સાલમાં તેમણે આબુ પરના વિમળશાહ શેઠે બંધાવેલાં જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી હતી. આ વિમળશાહ શેઠ મહાધનાઢ્ય શ્રાવક હતા, તથા તે રાજાના મંત્રી હતા. તેમણે કરોડો દ્રવ્ય ખર્ચાને આબુ પર અત્યંત અદ્ભુત જૈનમંદિરો બંધાવેલાં છે. શ્રી વર્ધમાનસૂરિ પ્રથમ ચૈત્યવાસી જિનચંદ્રસૂરિના શિષ્ય હતા, પરંતુ પાછળથી પોતાના કબજાના ચોર્યાસી ચૈત્યોનો ભોગવટો છોડીને તે શ્રી નેમિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય થયા હતા. તેમણે ઉપમિતિભવપ્રપંચ, નામસમુચ્ચય તથા વાસુપૂજ્ય ચરિત્ર નામના અદ્ભુત ગ્રંથો રચ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org