________________
પ્રકરણ - ૧૩
વિક્રમ સંવત ૧૦૫૦ થી ૧૧૦૦ જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, તથા વાદિવેતાળશાંતિસૂરિ
જિનેશ્વરસૂરિને ખરતરનું બિરુદ (વિક્રમ સંવત ૧૦૮૦)
આ મહાન આચાર્ય ઉદ્યોતનસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિના શિષ્ય, તથા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના ગુરુ હતા. તે વિક્રમ સંવત ૧૦૮૦ માં વિદ્યમાન હતા; તેમને ગુજરાતના રાજા દુર્લભસેન તરફથી ખરતરનું બિરૂદ મળ્યું હતું. તેમણે હરિભદ્રસૂરિજીએ રચેલા અષ્ટકની ટીકા, પંચલિગી પ્રકરણ, વીરચરિત્ર, લીલાવતી કથા, કથારત્નકોષ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમનું વૃત્તાંત એવું છે કે, માળવામાં આવેલી ધારાનગરીમાં જ્યારે ભોજરાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં લક્ષ્મીપતિ નામનો એક મહાધનાઢ્ય વ્યાપારી વસતો હતો. એક વખતે ત્યાં શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણો દેશ જોવાની ઇચ્છાથી આવી ચડ્યા; તથા ભિક્ષા માટે તે લક્ષ્મીપતિ શેઠને ઘેર જવાથી તેણે તેઓએ ભક્તિપૂર્વક ભિક્ષા આપી. હવે તે શેઠના ઘરની ભીંત ઉપર એક ઘણો જ ઉપયોગી શિલાલેખ હતો, તે લેખને
આ બંને બ્રાહ્મણો હંમેશાં વાંચતા, તેથી તેઓને તે લેખ કંઠે થઈ . ગયો. એવામાં એક સમયે તે શેઠના ઘરમાં અકસ્માત આગ લાગી,
જેથી સઘળું મકાન તથા તે સાથે તે લેખ પણ બળી ગયો; આથી શેઠને ઘણી દિલગિરી થઈ; શેઠને દિલગિર થયેલા જોઈ તે બ્રાહ્મણોએ કહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org