________________
૧૦૪
જૈન ઈતિહાસ કે, હે શેઠ! તમે તે લેખ માટે કશી ફિકર કરો નહીં, અમે તે લેપ આપને જેવો હતો તેવો લખી આપશું. પછી તે બંને બ્રાહ્મણોએ તે. લેખ યથાર્થ રીતે લખી આપવાથી લક્ષ્મીપતિ શેઠ ઘણો ખુશ થયો, તથા તેઓને હંમેશાં પોતાને ઘેર જ રાખ્યા. તેઓને શીળવંત તથા ઉત્તમ ગુણવાળા જાણીને શેઠે વિચાર્યું કે, આ બંને બ્રાહ્મણોને જો આપણા આચાર્ય શિષ્ય કરે, તો ખરેખર તેઓ જૈનશાસનને દીપાવનારા થાય. એવામાં ત્યાં વર્ધમાનસૂરિજી મહારાજ પધાર્યા તેથી તે લક્ષ્મીપતિ શેઠ તે બંને બ્રાહ્મણપુત્રોને સાથે લઈને તેમને વાંદવા માટે ગયા; ત્યાં તે બંને બ્રાહ્મણોની હસ્તરેખા આદિ જોઈને ગુરુએ તેમને દીક્ષા યોગ્ય જાણીને તે લક્ષ્મીપતિની અનુજ્ઞાપૂર્વક તેમને દીક્ષા આપી. પછી તેઓ યોગવાહનપૂર્વક સર્વ સિદ્ધાંતોનો અભ્યાસ કરીને પાંચ મહાવ્રતોને અતિચારરહિત પાળવા લાગ્યા. છેવટે તેમને યોગ્ય જાણી ગુરુમહારાજે આચાર્ય પદવી આપી; તથા તેઓના અનુક્રમે જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ નામ પાડ્યાં. પછી શ્રી વર્ધમાનસૂરિજીએ તેઓને કહ્યું કે, આજકાલ અણહિલ્લપુરપાટણમાં ચૈત્યવાસીઓનું ઘણું જોર હોવાથી ત્યાં શુદ્ધ સામાચારીવાળા મુનિરાજોને રહેવાનું સ્થાન પણ મળતું નથી, માટે તે ઉપદ્રવ તમે બંને તમારી શક્તિ અને બુદ્ધિથી નિવારણ કરો કેમ કે આ વખતમાં તમારા સરખા બીજા વિચક્ષણો નથી. એવી ગુરુમહારાજની આજ્ઞા મસ્તક પર ચડાવીને તેઓ ત્યાંથી વિહાર કરીને અણહિલપુરમાં આવ્યા. ત્યાં તેઓ એક ઉત્તમ અને દયાળુ પુરોહિતના મકાનમાં ઊતર્યા; એટલામાં ચૈત્યવાસીઓને તેઓના આવવાના સમાચાર મળવાથી તેઓએ તેમની પાસે પોતાના નોકરોને મોકલ્યા; તે નોકરો ત્યાં આવી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરજીને કહેવા લાગ્યા કે, અરે ! સાધુઓ ! તમે તુરત આ નગરીની બહાર નીકળી જાઓ, કેમ કે અહીં ચૈત્યવાસીઓ સિવાય બીજા શ્વેતાંબર મુનિઓને રહેવાનો હક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org