________________
૧૦૮
જૈન ઈતિહાસ વચનથી આચાર્જીએ તે સ્તોત્રની બે ગાથાઓને ગોપવી રાખી, કે જેથી અદ્યાપિપર્યત તે સ્તોત્ર ત્રીસગાથાઓનું વિદ્યમાન છે. તે શ્રી સ્તંભનપાર્શ્વનાથજીની પ્રતિમા હાલ પણ ખંભાતમાં વિદ્યમાન છે. તે પ્રતિમાના આસનની પાછળ એવો લેખ કોતરવામાં આવ્યો છે કે, આ પ્રતિમા ગોડ નામના શ્રાવકે શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં બે હજાર બસો બાવીસ વર્ષે કરાવી છે; એવી રીતે શ્રી જૈનશાસનની પ્રભાવના કરીને શ્રી અભયદેવસૂરિજી વિક્રમ સંવત ૧૧૩૫ માં (બીજા મત પ્રમાણે વિક્રમ સંવત ૧૧૩૯માં) ગુજરાતમાં આવેલા કપડવંજ નામે ગામમાં સ્વર્ગે ગયા; તેમણે નવે અંગની ટીકાઓ ઉપરાંત હરિભદ્રસૂરિજીના પંચાસક પર સંવત ૧૧૨૪ માં ધોળકામાં રહીને ટીકા બનાવી; તેમ જયતિહુઅણ સ્તોત્ર, નિગોદષત્રિશિકા, પંચનિગ્રંથવિચારસંગ્રહણી, પુદ્રનગષત્રિશિકા, ષોડશક ટીકા વગેરે અનેક શાસ્ત્રો રચેલાં છે.
વાદીવેતાળ શાંતિસૂરિ, વિક્રમ સંવત ૧૦૯૬ ગુજરાતમાં અણહિલ્લપુરપાટણમાં જ્યારે ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં ચાંદ્રકુળના થારાપદ્રીય ગચ્છના વિજયસિંહસૂરિ નામે આચાર્ય વસતા હતા. તે સમયે તે નગરથી પશ્ચિમ દિશામાં આવેલા ઉન્નતાયુ નામના ગામમાં શ્રીમાળી વંશનો ધનદેવ નામે એક શ્રાવક વસતો હતો. તેની ધનશ્રી નામની સ્ત્રીની કુલિએ ભીમ નામના એક ઉત્તમ લક્ષણોવાળા પુત્રનો જન્મ થયો હતો. એક દહાડો તે શ્રી વિજયસિંહસૂરિજી તે ગામમાં પધાર્યા; અને તેમણે તે ભીમને તેના સામુદ્રિક લક્ષણોથી જૈનશાસનની ઉન્નતિ કરનારો જાણીને તેના માતપિતાની અનુજ્ઞાપૂર્વક તેને દીક્ષા આપીને તેમનું શાંતિસૂરિ નામ પાડ્યું; તેમને સર્વ શાસ્ત્રોના પારંગામી જાણીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org