________________
જૈન ઈતિહાસ
૧૦૯ તેમને પોતાની પાટે સ્થાપીને વિજયસિંહસૂરિજી દેવલોક પધાર્યા; ત્યાર બાદ ધારાનગરીના પ્રખ્યાત મહાકવિ ધનપાળે પોતે રચેલી તિલકમંજરી નામની કથાને તેમની પાસે સુધરાવી. એક વખતે તે શ્રી શાંતિસૂરિજી મહારાજ ધનપાળ પંડિતની પ્રેરણાથી ધારાનગરીમાં ગયા; અને ત્યાંના રાજા ભોજે તેમનો ઘણો આદરસત્કાર કર્યો. વળી ત્યાં તેમણે સરસ્વતીએ આપેલા વરદાનથી ભોજરાજાની સભાના સર્વ પંડિતોને જીત્યા, અને તેથી તે રાજાએ તુષ્ટમાન થઈને તેમને વાદિવેતાળનું બિરુદ આપ્યું. પછી તે શ્રી શાંતિસૂરિજી મહારાજ જયારે પાછા અણહિલ્લપુરમાં પધાર્યા ત્યારે ત્યાંના એક પદ્ધ નામના ધાર્મિક શ્રાવકને સર્પ ડંખ્યો હતો, પરંતુ આ પ્રભાવિક સૂરિરાજે પોતાના માંત્રિક પ્રયોગથી તે સર્પના વિષને દૂર કર્યું; સિદ્ધરાજની સભામાં દિગંબરોનો પરાજય કરનારા શ્રી મુનિચંદ્રસૂરિજીના શિષ્ય દેવસૂરિજીએ પણ તેમની પાસે અભ્યાસ કર્યો હતો. આ શ્રી વાદિવેતાળ શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયન સૂત્ર પર મનોહર ટીકા રચેલી છે; તેમનું સ્વર્ગગમન વિક્રમ સંવત ૧૦૯૬ માં થયેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org