________________
६४
જૈન ઈતિહાસ તેણીએ હાથ જોડીને પિતાને સૂર્ય સંબંધી વૃત્તાંત કહ્યું. પછી તે દિવાદિત્યે તેણીને વલ્લભીપુરમાં મોકલી આપી. ત્યાં તેણીએ એક પુત્રને અને એક પુત્રીને જન્મ આપ્યો; એમ કરતાં આઠ વર્ષ નિકળી ગયાં. એક વખતે નિશાળમાં ભણતાં તેઓને નિશાળીયાઓ સાથે ક્લેશ થવાથી કોઈએ તેને નબાપાનું મેણું આપ્યું, તેથી મનમાં ખેદ લાવી ઘેર આવી તે પુત્રે માતાને પૂછવાથી માતાએ સઘળું વૃત્તાંત કહ્યું. તે સાંભળી તેણે જ્યારે આપઘાત કરવાની ઇચ્છા કરી, ત્યારે સાક્ષાત સૂર્યે આવી તેને કહ્યું કે, હે વત્સ હું તારો પિતા છું, અને તેને જે કોઈ પરાભવ કરશે, તેનો હું વિનાશ કરીશ; એમ કહી સૂર્યે તેને એક કાંકરો આપી કહ્યું કે આ કાંકરો નાખવાથી તુરત તારા શત્રુનું મૃત્યુ થશે. પછી તે બાળક જે જે નિશાળીયાઓ તેને રંજાડતા હતા, તેઓને તે કાંકરાથી તેને માર્યા, છેવટે તે વૃત્તાંત વલ્લભીપુરના રાજાને માલુમ પડવાથી ક્રોધાયમાન થઈ તેણે તેને સભામાં બોલાવ્યો, અને કહ્યું કે, અરે ! દુષ્ટ તું બાળકોને કેમ મારે છે? ત્યારે તેણે કહ્યું કે, એટલું જ નહીં, પણ હું તો રાજાને પણ મારી શકું છું. એમ કહી તેણે કાંકરો નાંખી તે રાજાને પણ મારી નાંખ્યો. પછી ભય પામેલા પ્રધાન આદિએ તેનું શિલાદિત્ય નામ પાડી, તેને રાજગાદીએ બેસાડ્યો, તે શિલાદિત્ય રાજા પ્રથમ જૈનધર્મી હતા, તથા તેણે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો છે. એક વખતે મહાતર્કવાદી બૌદ્ધાચાર્યે શિલાદિત્યને કહ્યું કે, અમારી સાથે શ્વેતાંબરો વિવાદ કરે; જો તેઓ હારે તો તેઓ દેશપાર થાય અને જો અમે હારીએ તો અમે દેશપાર થઈએ; પછી તેઓ સાથે શ્વેતાંબરોને વાદ થયો. તેમાં શ્વેતાંબરો હારવાથી તે શિલાદિત્ય રાજા બૌદ્ધધર્મી થયા; તથા શત્રુંજયનું તીર્થ પણ બૌદ્ધને સ્વાધીન થયું; આ બાબતની મલ્લવાદીજીને ખબર મળવાથી મલ્લવાદીજીએ ત્યાં આવી ફરીને બૌદ્ધો સાથે વિવાદ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org