________________
જૈન ઈતિહાસ જિનાનંદસૂરિ ત્યાં પધાર્યા, અને સંઘની આજ્ઞાથી તેમણે મલ્લને સૂરિપદ આપ્યું; હવે ત્યાં જીતયશાએ પ્રમાણ ગ્રંથ રચ્યો, તથા યક્ષે નિમિત્ત સંહિતા બનાવી. એક વખતે મલ્લસૂરિએ વૃદ્ધ મુનિઓ પાસેથી સાંભળ્યું કે, બૌદ્ધોએ ભૃગુકચ્છમાં પોતાના ગુરુનો તિરસ્કાર કર્યો હતો, તે સાંભળી તે તુરત ભરૂચમાં આવ્યા, તથા ત્યાના સંઘે તેમનું ઘણું જ સન્માન કર્યું. મલ્લસૂરિને ત્યાં આવેલા જાણીને બૌદ્ધાચાર્ય આનંદ અત્યંત ગર્વિષ્ટ થયો. છેવટે ત્યાં રાજાની સભા સમક્ષ મલસૂરિએ તે બૌદ્ધાચાર્યનો પરાજય કર્યો અને તેથી શાસનદેવીએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી. રાજાએ પણ મલસૂરિને મહોત્સવપૂર્વક વાદીનું બિરુદ આપીને બૌદ્ધોને પોતાના રાજયમાંથી કાઢી મેલ્યા. છેવટે શોકનો માર્યો તે આનંદ નામનો બૌદ્ધાચાર્ય પણ ત્યાં જ મરણ પામ્યો; પછી તે મેલવાદીસૂરિએ પોતાના ગુરુને ત્યાં બોલાવ્યા, તથા સર્વ સમક્ષ નયચક્રનું વ્યાખ્યાન કર્યું તેમ તેમણે ચોવીસ હજાર શ્લોકોનું પદ્મચરિત્ર (જૈન રામાયણ) બનાવ્યું. વળી, તેમણે ધર્મોત્તરાચાર્યે કરેલા ન્યાયબિંદુ પર ટીકા રચી છે. આ મલવાદી આચાર્ય વિક્રમ સંવત ત્રણો ચૌદમાં વિદ્યમાન હતા.
શિલાદિત્ય રાજા ગુજરાતમાં ખેડા નામના નગરમાં દેવાદિત્ય નામે એક વેદાંતી બ્રાહ્મણ વસતો હતો, તેને સુભગા નામે એક બાળ વિધવા પુત્રી હતી; તેણીને કોઈક ગુરૂએ સૌર નામનો મંત્ર આપ્યો હતો; તે મંત્રથી
ખેંચાયેલા સૂર્યે તેણીની પાસે આવી, તે સાથે કામ વિકારથી સંભોગ - " કર્યો અને તેથી તેણીને ગર્ભ રહ્યો. અનુક્રમે તેણીના પિતાને તેણીનો
ગર્ભ સંબંધી વૃત્તાંત જણાવાથી તે દિલગિર થયા, અને તેણીને તે કહેવા લાગ્યા કે અરે દુષ્ટ ! તે આ નિંદાલાયક શું કાર્ય કર્યું? ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org