________________
૬૨
જૈન ઈતિહાસ તે ત્રણ પુત્રો સહિત જિનાનંદસૂરિજી પાસે દીક્ષા લીધી. પછી તે સર્વે વ્યાકરણાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગામી થયા. હવે પૂર્વે થયેલા આચાર્યોએ જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાંથી નયચક્ર નામનું શાસ્ત્ર ગુંચ્યું હતું, તે નયચક્ર સિવાય ગુરુ મહારાજે તેમને સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. એક વખતે ગુરુ મહારાજને કોઈ કારણથી બીજે ગામ જવાનું થયું; ત્યારે તેમણે વિચાર્યું કે, આ મહાબુદ્ધિવાન મલ્લ કદાચ તેના બાલ્યપણાથી પાછળથી જો આ નયચક્રનું પુસ્તક વાંચશે, તો ઉપદ્રવ થશે, એમ વિચારી તેમની માતાની સમક્ષ તેમણે મલ્લને કહ્યું કે, હું વત્સ ! આ પુસ્તક તમે ખોલીને વાંચશો નહીં, કેમ કે તેથી કદાચ મોટો ઉપદ્રવ થવાનો સંભવ છે. ગુરુના ગયા બાદ તે મલ્લે પોતાની માતાની નજર ચુકાવીને તે પુસ્તક ખોલીને તેનો એક શ્લોક વાંચ્યો; પણ એટલામાં શ્રુતદેવતાએ તે પુસ્તક તેની પાસેથી ખુંચવી લીધું તે જોઈ મલ્લ ઝંખવાણો પડી ગયો, અને તેની માતાએ તેનું કારણ પૂછયાથી તેણે તે વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી તેની માતા તથા સઘળો સંઘ પુસ્તક ગુમ થવાથી બહુ દિલગીર થયો; પછી તે મલ્લે શ્રુતદેવતાનું પર્વતની ગુફામાં રહી તપસ્યાપૂર્વક આરાધન કરવા માંડ્યું, પછી એક દહાડો તુષ્ટમાન થયેલ મૃતદેવતાએ તેની પરીક્ષા માટે અદશ્ય રહી તેને પૂછ્યું કે, આજે તે શાનું ભોજન કર્યું છે? ત્યારે તેણે કહ્યું કે, વાલનું. પછી છ માસ બાદ ફરીને તે દેવતાએ તેને પૂછ્યું કે, શાની સાથે ? ત્યારે મહાસ્મરણ શક્તિવાળા તેણે કહ્યું કે, ગોળ, ઘીની સાથે. તે સાંભળી શ્રુતદેવતાએ પ્રત્યક્ષ થઈ તેને કહ્યું કે, કંઈક વરદાન માગ. ત્યારે મલ્લે કહ્યું કે, તે નયચક્રનું પુસ્તક મને પાછું આપો, તે સાંભળી શ્રુતદેવતાએ કહ્યું કે, તે ગ્રંથ પ્રગટ કરવાથી વૈષી દેવો ઉપદ્રવ કરે તેમ છે, માટે હું તને એવું વરદાન આપું છું કે, તે ગ્રંથના ફક્ત એક જ શ્લોકથી તને તે ગ્રંથનો સર્વ અર્થ ધ્યાનમાં આવશે; એમ કહી તે દેવ અંતર્ધાન થયા. પછી એક દહાડો શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org