________________
८०
જૈન ઈતિહાસ
હયાત છે, તથા તેમાં પંચાસરાપાર્શ્વનાથજીની મૂર્તિ છે; તે સાથે તે જિનમંદિરમાં વનરાજની મૂર્તિ ઊભી છે, તથા તેના પર છત્ર ધારણ કરેલું છે. એવી રીતે આ વનરાજે સાઠ વર્ષ સુધી રાજ્ય કરી જૈનધર્મનો ઘણો મહિમા વધાર્યો હતો.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમ સંવત ૬૪૫ થી ૬૮૫)
આ યુગપ્રધાન શ્રી જિનભદ્રગણિ, ક્ષમાશ્રમણજીએ સંક્ષિપ્તજિતકલ્પ, ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બૃહત્સંગ્રહણી, વિશેષ્યાવશ્યક ભાષ્ય વગેરે ગ્રંથો રચ્યા છે, તેમનું સ્વર્ગગમન ૧૦૪ વર્ષની ઉંમરે થયું હતું.
બપ્પભટ્ટીસૂરિ તથા આમરાજા (વિક્રમ સંવત ૮૦૦ થી ૮૯૫)
ગુજરાત દેશમાં આવેલા પાટલા નામના ગામમાં જ્યારે જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં સિદ્ધાંતોના પારંગામી શ્રી સિદ્ધસેન નામે જૈનાચાર્ય વસતા હતા. એક દહાડો તે શ્રી સિદ્ધસેનસૂરિજી શ્રી વીરપ્રભુને નમસ્કાર કરવા માટે મોઢેરા નામના ગામમાં ગયા. તે ગામમાં એક દહાડો તેમણે રાત્રિએ સ્વપ્રમાં ચૈત્યના શિખર પર રહેલા એક સિંહના બચ્ચાને જોયો. પછી જાગ્યા બાદ તેમણે વિચાર્યું કે, આજે મને કોઈક ઉત્તમ શિષ્યનો લાભ થશે. પછી પ્રભાતે સિદ્ધસેનસૂરિજી પ્રભુનાં દર્શન કરવા માટે જિનાલયમાં ગયા. ત્યાં તેમની પાસે છ વર્ષની ઉમરનો કોઈક બાળક આવી ચડ્યો, ત્યારે આચાર્યજીએ તેને પૂછ્યું કે, તારું નામ શું છે ? તથા તું ક્યાંથી આવ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org