________________
જૈન ઈતિહાસ
છું ? ત્યારે તે બાળકે કહ્યું કે, મારું નામ બપ્પ છે, અને હું પાંચાળ દેશના રહેવાસી ભટ્ટીનો પુત્ર છું. ત્યારે આચાર્યજીએ તેના સામુદ્રિક લક્ષણોથી તેને જૈનશાસનનો ઉદ્યોતકારક જાણીને પૂછ્યું કે, તારે અમારી પાસે રહેવું છે ? ત્યારે તે બાળકે પણ હા પાડવાથી આચાર્ય મહારાજ તેને પોતાની પાસે રાખી શાસ્ત્રોનો અભ્યાસ કરાવવા લાગ્યા. પછી આચાર્યજીએ તે બપ્પના ગામમાં જઈ તેને દીક્ષા આપવા માટે તેના માતાપિતાની આજ્ઞા માગી; ત્યારે તેના માતપિતાએ કહ્યું કે, તે અમારે એકનો એક જ પુત્ર છે, અને અમારી સઘળી આશા તેના પર છે; તો પણ આપ જો તેનું બપ્પભટ્ટી નામ રાખો તો ભલે ખુશીથી એમને દીક્ષા આપો. પછી આચાર્યજીએ તે વાત કબુલ કરી, અને વિક્રમ સંવત ૮૦૭ ના વૈશાખ સુદી ત્રીજને ગુરુવારે બપ્પભટ્ટીજીસૂરિને દીક્ષા આપી. પછી સિદ્ધસેનસૂરિજીએ તેમને યોગ્ય જાણીને મોઢેરા ગામમાં સારસ્વત મહામંત્ર આપ્યો. તે મંત્રના પ્રભાવથી સરસ્વતી કે જે તે સમયે ગંગામાં સ્નાન કરતી હતી, તે તુરત જ નગ્ન વેશે ત્યાં હાજર થઈ. તેણીને તેવાં સ્વરૂપવાળી જોઈને બપ્પભટ્ટીજીએ પોતાનું મુખ ફેરવી નાખ્યું; ત્યારે સરસ્વતીએ તેમને પૂછ્યું કે, હે વત્સ ! હું તમારા મંત્રજાપથી તુષ્ટમાન થઈને અહીં આવી છું. તો તમે મારી સન્મુખ કેમ જોતા નથી ? ત્યારે બપ્પભટ્ટીજીએ કહ્યું કે, હે માતાજી ! તમારું આવું નગ્ન સ્વરૂપ હું કેમ જોઉં ? તે સાંભળી સરસ્વતીએ વિચાર્યું કે, અહો ! આમનું બ્રહ્મચર્યવ્રત ખરેખર અસ્ખલિત છે; પછી સરસ્વતીએ કહ્યું કે, હે વત્સ ! હવેથી જ્યારે પણ તમે મારું સ્મરણ કરશો, ત્યારે હું તમારી પાસે હાજર થઈશ; એમ કહી સરસ્વતી દેવી અંતર્ધ્યાન થઈ ગયાં. હવે એક દહાડો બપ્પભટ્ટીસૂરિજી કંઈક કારણસર તે ગામથી બહાર ગયા હતા, અને ત્યાં વરસાદ થવાથી એક ચૈત્યમાં જઈ ઉભા. ત્યાં તેમણે સુંદર લક્ષણોવાળા કોઈક યુવાન પુરુષને શોકમાં મગ્ન થયેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org