________________
૮૨
જૈન ઈતિહાસ
દીઠો; પછી વરસાદ બંધ રહ્યા બાદ બપ્પભટ્ટીસૂરિજી તે પુરુષને પોતાને ઉપાશ્રયે તેડી લાવ્યા. અને તેને પૂછ્યું કે, તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો ? ત્યારે તે પુરુષે કહ્યું કે, હે ભગવન્ ! મૌર્યવંશમાં થયેલા ચંદ્રગુપ્ત રાજાના ગોત્રનો અને કાન્યકુબ્જ દેશનો યશોવર્મ નામે રાજા છે, અને તેનો હું પુત્ર છું. એમ કહી તેણે ખડીના અક્ષરોથી પોતાનું ‘આમ' એવું નામ જમીન પર લખ્યું. તે સાંભળી આચાર્યજી મહારાજને યાદ આવ્યું કે, પૂર્વે આ પુરુષ જ જ્યારે છ માસનો હતો, ત્યારે મેં તેને જોયેલો છે. કેમ કે એક દહાડો અમોએ એક પીલુવૃક્ષની નીચે ઝોળીમાં સૂતેલા બાળકને જોયો હતો; અને તે વખતે વૃક્ષની છાયા પણ તેના પર અચળ રહી હતી; તેથી અમોએ જાણ્યું હતું કે, આ કોઈ પુણ્યશાળી જીવ છે. વળી તે વખતે ત્યાં નજદીકમાં જ વૃક્ષોનાં ફળો વીણતી એવી તેની માતાને અમોએ પૂછ્યાથી તેણીએ પોતાનું વૃત્તાંત અમોને કહ્યું હતું કે કાન્યકુબ્જના રાજા યશોવર્મની હું સ્ત્રી છું, પણ શોક્યની ઈર્ષાથી રાજાએ મને કાઢી મેલી છે, તેથી હું વનમાં રહીને મારા દિવસો નિર્ગમન કરું છું. પછી અમોએ તેણીને ધીરજ આપી હતી કે, તમે અહીં ચૈત્યમાં સુખે સમાધિપૂર્વક રહો. પછી કેટલેક કાળે તેણીની શોક્ય ગુજરી ગયા બાદ રાજાએ તેણીને પાછી બોલાવી હતી, માટે ખરેખર આ આમ તેણીનો તે જ પુત્ર છે. અને ખરેખર આનાં લક્ષણો તરફ દષ્ટિ કરતાં તે રાજા થવાનો છે. એમ વિચારી આચાર્યજીએ તેને કહ્યું કે, હે વત્સ ! તું અહીં સુખેથી રહે, અને શાસ્ત્રોનો અભ્યાસ કર. પછી એક દહાડો તે રાજપુત્રે બપ્પભટ્ટીજી મહારાજને કહ્યું કે, હે સ્વામી ! જ્યારે મને રાજ્ય મળશે, ત્યારે હું તે આપને સમર્પણ કરીશ. પછી એક વખતે તે કાન્યકુબ્જનો રાજા યશોવર્મ મૃત્યુ પામવાથી મંત્રીઓએ આમકુમારને શોધીને રાજ્ય પર બેસાડ્યો, ત્યારે તુરત આમરાજાએ પોતાના ઉપકારી એવા બપ્પભટ્ટીજીને બોલાવવા માટે પોતાના
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International