________________
જૈન ઈતિહાસ
સંગ્રહણી, જ્ઞાનપંચક વિવરણ, દર્શનસન્નતિકા, દશવૈકાલિકવૃત્તિ, દીક્ષાવિધિપંચાસક, ધર્મબિંદુ, જ્ઞાનચિત્રિકા, પંચાસક, મુનિપતિચરિત્ર, લગ્નકુંડળિકા, વેદબાહ્યતાનિરાકરણ, શ્રાવકધર્મ વિધિપંચાસક, સમરાદિત્યચરિત્ર, યોગબિંદુપ્રક૨ણવૃત્તિ, યોગદૃષ્ટિસમુચ્ચય, ખદર્શનસમુચ્ચય, પંચસૂત્રવૃત્તિ, પંચવસ્તુવૃત્તિ, અષ્ટક, ષોડશક ઇત્યાદિક સર્વ મળીને ચૌદસો ચુમ્માળીશ ગ્રંથો બનાવ્યા કહેવાય છે. પોતાના ઉત્તમ શિષ્યોના વિરહથી તેમણે પોતાના દરેક ગ્રંથને છેડે પોતાની કૃતિની નિશાની દાખલ ‘વિરહ’ શબ્દ મેલેલો છે, અને તેથી તે ‘વિરહાંકવાળા, ગ્રંથો તેમની કૃતિ સૂચવે છે; તેમ તેમણે પોતાની પ્રતિબોધક સાધ્વી યાકિની મહત્તરાનું નામ પણ દરેક ગ્રંથને છેડે તેમના ધર્મપુત્ર તરીકે તેમણે સૂચવ્યું છે. ગચ્છોત્પત્તિ પ્રકરણમાં કહ્યું છે કે, આ ચૌદસો ચુમાળીસ ગ્રંથના કર્તા હરિભદ્રસૂરિજીનું સ્વર્ગગમન, વિક્રમ સંવત ૫૩૫માં મતાંતરે ૫૮૫ માં થયું છે.
સિદ્ધસૂરિ (વિક્રમ સંવત ૫૯૨)
ગુજરાત નામના દેશમાં આવેલા શ્રીમાળ નામે નગરમાં શ્રી વર્મલાભ નામે રાજા હતો, તેને સુપ્રભદેવ નામે મંત્રી હતો, તેને દત્ત અને શુભંકર નામે બે પુત્રો હતા, દત્તને માઘ નામે એક મહાવિદ્વાન પુત્ર હતો; અને તેને અવંતીના રાજા ભોજ સાથે ઘણી જ મિત્રાઈ હતી. તેણે શિશુપાળવધ (માધકાવ્ય) નામે કાવ્ય ગ્રંથ રચ્યો છે. શુભંકરને લક્ષ્મી નામે સ્ત્રી હતી, અને તેણીની કુક્ષિએ આ મહાન આચાર્ય શ્રી સિદ્ધસૂરિજીનો જન્મ થયો હતો. આ સિદ્ધને તેના પિતાએ એક મહાસ્વરૂપવતી કન્યા પરણાવી હતી; સિદ્ધને તેના માતાપિતાએ વાર્યા છતાં જુગારનું વ્યસન પડવાથી તે હંમેશાં રાત્રિએ
* For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org