________________
૧૪
:
જનઈતિહાસ પોતાના મનમાં એવી ઈર્ષ્યા થઈ કે, હું બેઠાં છતાં અહીં તે સર્વજ્ઞપણું ધારી શકે એ હું સહન કરું નહીં, માટે હમણાં જ જઈ તે મહાવીરને વાદમાં જીતીને તેના સર્વજ્ઞપણાનું અભિમાન ઉતરાવી નાખું, એમ વિચારી ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર પ્રભુ પાસે આવ્યા, ત્યારે દૂરથી જ મહાવીર પ્રભુએ તેમને તેમના નામપૂર્વક બોલાવી સન્માન આપ્યું,. ત્યારે એણે વિચાર્યું કે, આ મારું નામ કેમ જાણે છે? વળી તેણે વિચાર્યું કે, અરે ! હું તો દેશ વિદેશમાં પ્રખ્યાત પંડિત છું, માટે મારું નામ તો પ્રસિદ્ધ જ છે, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. એટલામાં : પ્રભુએ તેને કહ્યું કે, હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં વેદના અમુક પદનો સંશય છે, પરંતુ તમો તે પદનો અર્થ સમજતી નથી; એમ કહી ભગવાને તે પદનો ખરેખરો અર્થ તેને સમજાવ્યો, આથી ઈન્દ્રભૂતિએ તો પોતાનું અભિમાન છોડીને તુરત પ્રભુને ચરણે નમીને દીક્ષા લીધી. એવી રીતે ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધાના ખબર સાંભળીને અગ્નિભૂતિ આદિ અગ્યારે વિદ્વાનો અનુક્રમે પ્રભુ પાસે આવવા લાગ્યા, અને પ્રભુ પણ તેઓના મનનો સંદેહ દૂર કરવા લાગ્યા; તેથી તેઓ સઘળાએ પ્રભુ પાસે દીક્ષા લીધી, તથા મિથ્યાત્વને તજીને શુદ્ધ ચારિત્ર ધર્મ પાળવા લાગ્યા. પ્રભુએ પણ તે અગ્યારે બ્રાહ્મણ પંડિતોને જૈન સિદ્ધાંતના પારંગામી કરીને ગણધર પદવી પર સ્થાપ્યા, એટલે તે અગ્યારે ગણધરોએ પોતપોતાના શિષ્યોના જે પરિવાર સાથે દીક્ષા લીધી હતી, તે તે પરિવારના તેમને નાયક બનાવ્યા. એવી રીતે કેવળજ્ઞાન પામ્યા બાદ શ્રી મહાવીર પ્રભુએ લગભગ ત્રીસ વર્ષો સુધી પૃથ્વીતલ પર વિચરીને લોકોને જૈન ધર્મનો ઉપદેશ આપી દયામય હૃદયવાળા કર્યા. ભગવાનના જે મોટા ગણધર જે ઇન્દ્રભૂતિ, તે ગૌતમ સ્વામિના નામથી પણ પ્રસિદ્ધ છે, કેમ કે તેમનું ગૌતમ કુળ હતું. આ ગૌતમ સ્વામીને મહાવીર પ્રભુ પર ઘણો સ્નેહ હતો; અને તે રાગદશાને લીધે મહાવીર પ્રભુની હયાતીમાં તેમને કેવળજ્ઞાન થયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org