________________
જૈન ઈતિહાસ
૧૫ નહીં. છેવટે મહાવીર પ્રભુ અપાપાનગરીમાં આવી ત્યાંના હસ્તિપાળ નામના રાજાની જીર્ણ થયેલી જગાતશાળામાં ચતુર્માસ રહ્યા. તથા ત્યાં કાર્તિક વદી અમાવસ્યાને દિવસે નિર્વાણ પામ્યા. તે વખતે તેમના ભક્ત નવ મલ્લ જાતિના અને નવ લચ્છ જાતિના રાજાઓએ અનેક પ્રકારના દીવાઓ કરીને દીપોત્સવ કર્યો, ત્યારથી દિવાળીનો મહોત્સવ લોકોમાં પ્રસિદ્ધ થયો.
ગૌતમ સ્વામીનું વૃત્તાંત જ્ઞાનરૂપી ચક્ષુથી શ્રી મહાવીર પ્રભુએ જ્યારે પોતાનો નિર્વાણ સમય જાણ્યો, ત્યારે વિચાર્યું કે, ગૌતમ સ્વામીને મારા પર ઘણો મોહ છે, તેથી તેને કેવળજ્ઞાન થતું નથી; એમ વિચારી તેમની તે મોહદશાને દૂર કરવા માટે તેમને પાસેના એક ગામડામાં રહેતા દેવશર્મા નામે બ્રાહ્મણને પ્રતિબોધવા માટે પ્રભુએ મોકલ્યા. ત્યાં તેને પ્રતિબોધિને પ્રભાતમાં જ્યારે પાછા આવ્યા, ત્યારે વીર પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળીને પ્રથમ તો મોહને લીધે હૃદયમાં ખેદ પામવા લાગ્યા; પરંતું પાછળથી અનિત્ય ભાવના ભાવતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. એવી રીતે એકમને દિવસે શ્રી ગૌતમ સ્વામિના કેવળજ્ઞાનનો મહોત્સવ થયો, તેથી તે દિવસ પણ આજ દિન સુધી તહેવાર તરીકે પાળવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળીને મોહને લીધે તેમના ભાઈ નંદિવર્ધનને શોક થયો, તેથી બીજને દિવસે ભગવાનની બહેન સુદર્શનાએ તેમને પોતાને ઘેર તેડી જમાડ્યા, અને ભાઈનો શોક મુકાવ્યો, ત્યારથી ભાઈબીજનો તહેવાર પણ પ્રસિદ્ધ થયો. નવ ગણધરો તો પ્રભુની હયાતીમાં જ રાજગૃહી નગરીમાં પરિવાર સહિત મોક્ષે ગયા હતા. વીર પ્રભુના નિર્વાણ પછી બાર વર્ષ સુધી કેવળીપણે વિચરીને શ્રી ગૌતમ સ્વામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org