________________
૧૪૦
જૈન ઈતિહાસ હોય તો હું આપને તે સઘળું દ્રવ્ય આપું. તે સાંભળી ખુશ થયેલા સિદ્ધરાજે કહ્યું કે, હે મંત્રીરાજ ! તે મારું દ્રવ્ય અત્યંત શુભ માર્ગે ખર્ચીને ખરેખર આ જગતમાં મારું નામ અમર કર્યું છે; અને ચુગલીખોરનાં વચનથી મને તમારા તરફ જે ગુસ્સો થયો છે, તે માટે મને માફ કરશો. એમ કહી રાજાએ તે ચુગલીખોરને તથા તેના જેવા બીજા પણ ચુગલીખોરોને એકઠા કરી મોઢે મશી ચોપડાવી ગધેડે બેસાડી ચૌટામાં ફેરવી નગરની બહાર કાઢી મેલ્યા. એવામાં તે ભીમાશાહે આવી સાજનદેને વિનંતી કરી કે, હે સ્વામી ! જિનમંદિરનો જીર્ણોદ્ધાર માટે આપ આ દ્રવ્ય ગ્રહણ કરો. ત્યારે સાજનદેએ તેમને કહ્યું કે, હે શેઠજી! હવે આપના દ્રવ્યનો ખપ નથી; આપે ખરેખરો અવસર સાચવીને મારા પર ઉપકાર કર્યો છે. તે સાંભળી ભીમાશાહે કહ્યું કે, હે મંત્રીશ્વર ! જે દ્રવ્ય મેં નિર્માલ્ય કર્યું છે, તે હવે હું મારા ઉપયોગમાં લઈશ નહીં. તે સાંભળી સાજનદેએ તે દ્રવ્યનો અમૂલ્ય હાર કરાવી શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિના કંઠમાં પહેરાવ્યો.
હેમચંદ્રાચાર્યજીનો જન્મ તથા તેમની દીક્ષા એક સમયે શ્રીદેવચંદ્રસૂરિજી વિહાર કરતા થકા અનુક્રમે ધંધુકા નગરમાં પધાર્યા. તે નગરમાં એક ચાચોશાહ નામનો મોઢ જ્ઞાતિનો વણિક વસતો હતો. તેને ચાહરી નામે એક સૌભાગ્યવતી સ્ત્રી હતી; એક દહાડો રાત્રિએ તેણીએ એવું સ્વપ્ર જોયું કે, મેં એક અમૂલ્ય ચિંતામણિ રત્ન ગુરુમહારાજને સમર્પણ કર્યું. તે સ્વમના ફળ માટે તેણીએ જયારે ગુરુમહારાજને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, હે શ્રાવિકા ! તમને એક મહાપુણ્યશાળી પુત્ર થશે; પરંતુ તે દીક્ષા લઈ જૈનધર્મની ઘણી જ ઉન્નતિ કરશે, અને જગતમાં ઘણો જશ મેળવશે. એમ કહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org