________________
૧૩૯
જૈન ઈતિહાસ કે, તમે તે સાજનદેને બાંધીને અહીં મારી પાસે લાવો ત્યારે તે માણસોએ સોરઠમાં જઈ સાજનદેને કહ્યું કે, રાજા તમને બોલાવે છે, માટે તુરત ચાલો. ત્યાં કોઈ ચુગલીખોરે તમારી ચાડી કરી છે. એમ સઘળું વૃત્તાંત તેઓએ તેને કહી બતાવ્યું. ત્યારે સાજનદેએ વિચારીને તેઓને કહ્યું કે, તમે રાજાને જઈ કહો કે, હાલ અહીં રાજનું કામ છોડીને આવી શકાય તેમ નથી, માટે જો આપને દ્રવ્યની ઈચ્છા હોય તો અહીં પધારી સુખેથી લઈ જાઓ. પછી તે માણસોએ ત્યાં જઈ સિદ્ધરાજને તે હકીકત કહેવાથી તેને ઊલટો વધારે ગુસ્સો ચડ્યો. અને તેથી તે લશ્કર લઈને સોરઠમાં આવ્યો, ત્યારે સાજનદે પણ તેમની સન્મુખ આવ્યો, તથા નજરાણા તરીકે ઘણું દ્રવ્ય રાજા પાસે મૂકીને રાજાને પગે પડ્યો; પરંતુ ક્રોધાતુર રાજાએ તો તેની સન્મુખ પણ જોયું નહીં; છેવટે ભૂકૂટી ચડાવી રાજાએ કહ્યું કે, આ સોરઠ દેશની ઊપજ ક્યાં છે? તેનો હિસાબ આપો. ત્યારે સાજનદેએ હાથ જોડીને કહ્યું કે, હે સ્વામી! તે સઘળું દ્રવ્ય હું આપને સમર્પણ કરીશ, પરંતુ સેવકની વિનતી સ્વીકારીને પ્રથમ આપ આ તીર્થાધિરાજની યાત્રા કરી આ દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરો. તે સાંભળી શાંત, થયેલો રાજા મનના ઉલ્લાસપૂર્વક ગિરનાર પર ચડ્યો. ત્યાં ઇંદ્રભુવન સરખાં મનોહર જિનમંદિરને જોઈ તેને ઘણો જ ઉલ્લાસ થયો; અને તે ઉલ્લાસના આવેશમાં જ તે બોલી ઊઠ્યો કે, ધન્ય છે તેના માતાપિતાને કે જેણે આવાં મનોહર જિનમંદિરનો ઉદ્ધાર કર્યો છે. અવસર આવ્યો જાણી સાજનદેએ પણ કહ્યું કે, ધન્ય છે તે મીણલમાતાને તથા કરણ મહારાજને કે જેમના પુત્રે આવાં મનોહર જિનમંદિરનો ઉદ્ધાર કર્યો છે. તે સાંભળી આશ્ચર્ય પામી સિદ્ધરાજે જયારે સાજનદે તરફ જોયું ત્યારે તેણે હાથ જોડીને કહ્યું કે, તે સ્વામી! આપની સોરઠ દેશની ઊપજનું દ્રવ્ય આ જિનમંદિરનો ઉદ્ધાર કરવામાં વાપર્યું છે; માટે જો હવે આપને તે દ્રવ્ય લેવાની ઇચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org