________________
જૈન ઈતિહાસ
૧૪૧ ગુરુમહારાજ તો અન્ય દેશમાં વિહાર કરી ગયા. અહીં તે ચાહરીએ પણ નવ માસ સંપૂર્ણ થયે કાર્તિક સુદિ પૂનમને દિવસે એક મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. માતપિતાએ પણ ઉત્સવપૂર્વક તેનું ચંગદેવ નામ રાખ્યું. હવે તે ચંગદેવ જ્યારે પાંચ વર્ષનો થયો, ત્યારે દેવચંદ્રસૂરિજી પણ અવસર જાણીને ત્યાં પધાર્યા. તે વખતે ચાહરી પણ સર્વ સંઘની સાથે તેમને વાંદવા માટે પોતાના પુત્ર સહિત આવી. તે સમયે તે ચંગદેવ રમતો રમતો ગુરુમહારાજના આસન પર ચઢી બેઠો. ત્યારે આચાર્ય મહારાજે ચાહરીને કહ્યું કે હે શ્રાવિકા ! તમે તે દિવસનું વચન યાદ લાવીને અમોને તમારો આ પુત્ર ભાવ સહિત આપી દ્યો. ત્યારે ચાહરીએ કહ્યું કે, હે પૂજય ! આપ વિચારો કે, મારો સ્વામી મિથ્યાત્વી છે, માટે મારાથી તે પુત્ર આપને શી રીતે અપાય? કેમ કે તેમ કરવાથી મારો સ્વામી મારા પર અત્યંત ગુસ્સે થાય. ત્યારે સર્વ સંઘે તે બાઈને કહ્યું કે તમે તે તમારો પુત્ર ગુરુમહારાજને આપો. અને તેથી તમને ઘણા પુણ્યનો લાભ થશે. તે સાંભળી તે ચાકરીએ શરમાઈને પોતાના તે પુત્રને ગુરુમહારાજને સોંપી દીધો. ગુરુમહારાજ પણ તે ચંગદેવને લઈને કર્ણપુરીમાં આવ્યા, અને ત્યાં ઉદયન મંત્રીને ઘેર રહી તે બાળક વિદ્યાભ્યાસ કરતો થકો વૃદ્ધિ પામવા લાગ્યો. હવે અહીં ચાચો શેઠ જ્યારે ઘેર આવ્યો ત્યારે પોતાના પુત્રને નહીં જોવાથી તેણે સ્ત્રીને પૂછ્યું કે, આજે ચંગદેવ ક્યાં ગયો છે? ત્યારે સ્ત્રીએ સર્વ હકીકત તેમને કહી સંભળાવી. તે સાંભળી તે ગુસ્સે થઈ પોતાની સીને ગાળો દેવા લાગ્યો, તથા અન્નપાણીનો ત્યાગ કરીને તે ગુરુમહારાજ પાસે આવ્યો. ત્યાં ગુરુમહારાજે તેને મિષ્ટ વચનોથી ઉપદેશ આપી શાંત કર્યો; તથા પછી ઉદયન મંત્રીએ તેમને પોતાના ઘેર તેડી જઈ ઉત્તમ ભોજન કરાવીને કહ્યું કે, હે શેઠ! આજે આપનો જન્મ સફળ થાયો છે, કેમ કે આપે આજે ગુરુમહારાજને પુત્રદાન આપી આપનું નામ અમર કર્યું છે; વળી આ ત્રણ લાખ સોનામહોરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org