________________
જૈન ઈતિહાસ
૪૩
નાગાર્જુન
સૌરાષ્ટ્ર દેશમાં આવેલી ઢંકા નામની નગરીમાં સંગ્રામ નામે એક ક્ષત્રિય રહેતો હતો; તેની સુવ્રતા નામની સ્ત્રીની કુક્ષિએ આ નાગાર્જુનનો જન્મ થયો હતો; તે યોગસાધના તથા રસાયન વિદ્યામાં ઘણો કુશળ થયો; એક વખતે ત્યાં આકાશગામિની વિદ્યાના પારંગામી શ્રીપાદલિપ્તસૂરિજી પધાર્યા; ત્યારે નાગાર્જુનને તેમની પાસેથી આકાશગામિની વિદ્યા મેળવવાની ઇચ્છા થવાથી તેમની મિત્રતા માટે તેણે પોતાના એક શિષ્ય સાથે સુવર્ણરસનું પાત્ર પાદલિપ્તસૂરિજીને મોકલ્યું; પરંતુ તે નિસ્પૃહી આચાર્યજીએ તે રસને ફેંકી દઈ તે પાત્ર ફોડી નાખ્યું, તથા તેને બદલે એક કાચના વાસણમાં પોતાનું મૂત્ર ભરીને તે પાત્ર નાગાર્જુનને ભેટ તરીકે મોકલ્યું; નાગાર્જુને તે મૂત્ર સુંધીને ક્રોધથી જમીન પર ફેંકી દીધું; એવામાં તે મૂત્રવાળી જમીન પર કોઈએ અગ્નિ સળગાવ્યો, જેથી તેટલી જમીન સુવર્ણમય થઈ ગઈ. તે જોઈ નાગાર્જુને આશ્ચર્ય પામીને વિચાર્યું કે, અહો ! આ તો કોઈક મહાલબ્ધિવાન્ છે, કે જેમના મળમૂત્રથી પણ સુવર્ણ થાય છે; અને હું તો ઘણાં કષ્ટથી અનેક પ્રકારની ઔષધિઓનું મર્દન કરું છું ત્યારે જ સુવર્ણ થાય છે; માટે તે જ ગુરુને મારે સેવવા, કે જેથી આગળ જતાં મને આકાશગામિની વિદ્યા પણ પાપ્ત થશે. એમ વિચારી તે આચાર્યજી મહારાજ પાસે આવી કહેવા લાગ્યો કે, હે ભગવન્ ! હું તો હંમેશાં આપ સાહેબની જ સેવા કરીશ. એમ કહી તે હંમેશાં આચાર્ય મહારાજના ચરણ પ્રક્ષાલન આદિ ક્રિયા કરવા લાગ્યો. પાદલિપ્તસૂરિ પણ હંમેશાં પોતાની આકાશગામિની વિદ્યાથી એક મુહૂર્તવારમાં પાંચે તીર્થની યાત્રા કરતા હતા; તથા જ્યારે તે પાછા પંધારતા ત્યારે નાગાર્જુન પણ તેમના ચરણોને ધોઈને તેમાંની ઔષધિઓને હંમેશાં સુંઘી તથા ચાખી જોતો; એમ હંમેશાં કરીને તેણે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org