________________
૪૪
જૈન ઈતિહાસ તેમાંથી એકસોને સાત ઔષધિઓને તો શોધી કાઢી તથા તે ઔષધિઓ મેળવીને તેના પગે લેપ કરીને તે આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરવા લાગ્યો; પરંતુ તેથી તો ફક્ત કુહાડાની પેઠે થોડે ઊંચે ઊડીને તે પાછો નીચે પડવા લાગ્યો અને તેના ઘુંટણ વગેરે છોલાવાથી તેને બીજા મુનિઓએ કહ્યું કે, હે નાગાર્જુન ! ગુરુગમ વિના આકાશ ગમન થાય નહીં; પછી નાગાર્જુન વિનયપૂર્વક ગુરુ, મહારાજને વિનંતી કરવાથી પાદલિપ્તસૂરિજીએ પણ કહ્યું કે, તે નાગાર્જુન ! જો તું જૈન ધર્મને અંગીકાર કરે, તો હું તને તે આકાશગામિની વિદ્યા આપું. પછી નાગાર્જુને તે કબુલ કરવાથી આચાર્યજી મહારાજે કહ્યું કે, હે નાગાર્જુનં ! જો તું તે સર્વ ઔષધિઓને સાઠિ ચોખાના ધોણમાં પીસીને લેપ કરીશ તો તું પણ આકાશમાં ઊડીશ. પછી તેમ કરવાથી નાગાર્જુનને પણ તે વિદ્યા સિદ્ધ થઈ. પછી તે કૃતજ્ઞ નાગાર્જુને ત્યાંથી શત્રુંજય પર જઈ ત્યાંની તળેટીમાં પાદલિપ્તસૂરિજીના સ્મરણ માટે પાદલિપ્ત (પાલીતાણા) નામનું નગર વસાવ્યું; તથા શત્રુંજય પર તેણે શ્રી વીરપ્રભુનું જિનમંદિર બંધાવ્યું; અને તેમાં પાદલિપ્તસૂરિજીની મૂર્તિને પણ સ્થાપન ઇત્યાદિ કરીને તે સિદ્ધ નાગાર્જુને જૈન શાસનની ઘણી ઉન્નતિ કરેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org