________________
૧૨૭
જૈન ઈતિહાસ જઈ આલોચના લીધી. પછી તે યોગી ભય પામીને ત્યાંથી ચાલ્યો ગયો.
હવે તે વાટ નગરમાં લલ્લુ નામે મહાધનાઢ્ય શેઠ વસતો હતો; તેણે એક મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો. તે યજ્ઞ કુંડ પર એક આંબલીનું વૃક્ષ હતું. તેમાંથી ધુમાડાને લીધે વ્યાકુળ થયેલો એક સર્પ નીચે આવીને પડ્યો; ત્યારે યજ્ઞ કરનાર બ્રાહ્મણે તે સર્પને પકડીને તે બળતા યજ્ઞકુંડમાં હોમ્યો, તે જોઈ દયાળુ લલ્લુ શેઠે કહ્યું કે, અરે ! આ દુષ્ટ કર્મ તમોએ શું કર્યું? જાણી જોઈ પંચેન્દ્રિય જીવની તમોએ હિંસા કરી; ત્યારે તે યજ્ઞ કરનાર બ્રાહ્મણે કહ્યું કે, હે શ્રેષ્ઠ ! આમ કરવામાં કંઈ પણ દોષ નથી; કેમ કે મંત્રથી સંસ્કાર કરેલા અગ્નિમાં પડેલો આ સર્પ ખરેખર પુણ્યશાળી જ છે. કેમ કે તે આ અગ્નિકુંડમાં મૃત્યુ પામીને દેવલોકમાં જઈ દેવતા થશે; માટે તમારે જરા પણ સંતાપ કરવો નહીં; વળી તમે કદાચ દયાળુ અને આસ્તિક હો તો પ્રાયશ્ચિત્ત માટે આ સર્પ જેવડા સોનાના બે સર્પો કરાવીને તમે બ્રાહ્મણોને તે સુવર્ણ વહેંચી આપો. પછી તે શેઠે તુરત જ સુવર્ણના તેવા બે સર્પો કરાવ્યા, જ્યારે બ્રાહ્મણો તેને વહેંચી લેવા માટે છેદવા લાગ્યા ત્યારે શેઠે વિચાર્યું કે, એક સર્પની હિંસા માટે મારે આ સુવર્ણના સર્પો કરવા પડ્યા છે, તો વળી આની હિંસા માટે મારે બીજા સુવર્ણના સર્પો કરવા પડે, માટે આ તો અનવસ્થાદોષ થાય છે; એમ વિચારી તેણે તે યજ્ઞ બંધ કર્યો, તથા સત્ય ધર્મની તે શોધ કરવા લાગ્યો. એવામાં બે શ્વેતાંબર મુનિઓ તેને ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા; ત્યારે તેણે ઘરના માણસોને હુકમ કર્યો કે, આ મુનિઓ માટે ઉત્તમ ભોજન તૈયાર કરીને આપો. ત્યારે તે મુનિઓએ કહ્યું કે, તેવું ભોજન અમારાથી લેવાય નહીં, કેમ કે તેમ કરવાથી તો ફક્ત અમારે માટે જ પૃથ્વીકાય આદિની હિંસા થાય. તે સાંભળી લલ્લુ શેઠે વિચાર્યું કે, અહો! આ સાધુઓ નિઃસ્પૃહી તથા નિરહંકારી છે, માટે સત્ય ધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org