SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન ઈતિહાસ અહીંથી જવા દેવા નહીં; એમ કહી તેણે છૂપી રીતે રસોઈયાને વિષ મિશ્રિત ભોજન તૈયાર કરવાનો હુકમ કર્યો. રાજાની આ ચેષ્ટાથી કુમારપાળ ચેતી ગયા કે, આજે ખરેખર આપણું હવે મૃત્યુ થશે. તો પણ બની શકે ત્યાં સુધી છૂટવાનો પ્રયત્ન કરવો, એમ વિચારી તેણે પોતાના ગળામાં આંગળીઓ ખોસી વમન કરીને પોતાનું આખું શરીર ખરડી મેલ્યું, આથી બીજા યોગીઓને સુગ થવાથી તેઓએ તેને ત્યાંથી કાઢી મેલ્યો. એવી રીતે પોતાનો છૂટકારો થવાથી તે કુમારપાળ ત્યાંથી ભાગીને એક આલિંગ નામના કુંભારને ઘેર પહોંચ્યો. એવામાં રાજા ઝેરવાળું ભોજન તૈયાર કરીને આવ્યો, પરંતુ ત્યાં કુમારપાળને નહીં જોઈને તે સુભટો પર ગુસ્સે થયો, અને ગમે ત્યાંથી તે યોગીને શોધી લાવવાનો તેણે પોતાના સુભટોને હુકમ કર્યો. ત્યારે તે સુભટો પણ તેના પગલાં જોતા જોતાં આલિંગ કુંભારને ઘેર ગયા. પરંતુ કુંભારે પ્રથમથી જ કુમારપાળને પોતાના નિભાડામાં છુપાવ્યો હતો. સુભટોએ કુંભારને ધમકી આપી, પરંતુ ત્યાં તે યોગી નહીં મળવાથી તેઓ નિરાશ થઈને પાછા ગયા. ત્યારે સિદ્ધરાજે બહુ જ ગુસ્સે થઈ તેઓને કહ્યું કે અરે ! દુષ્ટો ! તમે પાછા જાઓ અને તેને શોધી લાવીને જ તમે મને તમારું મુખ દેખાડજો. તે સાંભળી તે પાછા તે કુંભારને ઘેર આવવા લાગ્યા, પરંતુ કુંભારને તેની ખબર પડવાથી તેણે કુમારપાળને કહ્યું કે, હે રાજકુમાર ! હવે તમે અહીંથી તુરંત નાસી જાઓ, હવે મારાથી તમારું રક્ષણ થશે નહીં. તે સાંભળી કુમારપાળ તેનો ઉપકાર માની ત્યાંથી નાસીને એક ભીમ નામના ખેડૂતના ખેતરમાં છુપાયો. તે ખેડૂતે પણ તેને એક ખાડામાં સંતાડી તે પર ઝાંખરા નાખ્યા. સિદ્ધરાજના માણસો પગ જોતા જોતા ત્યાં આવી લાગ્યા તથા ખેડૂતને ધમકી આપી ખેતરમાં તપાસવા લાગ્યા. તેઓએ તે ઝાંખરાના ઢગલા પર પણ ભાલાની અણીઓ ખોસી, પરંતુ મહાપરાક્રમી કુમારપાળ કંઈ પણ હલ્યાચાલ્યા વિના ખાડામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy