________________
જૈન ઈતિહાસ
૧૮૩
જૈનાત્મજ્ઞાની તથા ચમત્કારી વિદ્યાઓના પારંગામી અને યોગવિદ્યામાં નિપુણ એવા શ્રીઆનંદઘનજી મહારાજ પણ વિદ્યમાન હતા. તેમની પાસે સુવર્ણસિદ્ધિ તથા આકાશગામિની નામની વિદ્યાઓ હતી. એક વખતે તેમણે વિચાર્યું કે આજના સમયમાં જૈનમુનિઓમાં આ શ્રી યશોવિજયજી પ્રભાવિક છે, માટે મારી પાસેની આ બંને ચમત્કારી વિદ્યાઓ મારે તેમને આપવી લાયક છે. એમ વિચારી તેમને પોતાની પાસે બોલાવવા માટે તેમણે માણસ મોકલ્યો. તે વખતે યશોવિજયજી મહારાજ દેહચિંતા માટે બહાર ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ તેમને ખબર મળ્યા કે, મને આનંદઘનજી મહારાજનો માણસ બોલાવવા આવ્યો હતો; તેથી આશ્ચર્ય પામી તેમણે વિચાર્યું કે, ખાસ્સુ કોઈ જરૂરનું કાર્ય હોવું જોઈએ. એમ વિચારી તેમણે લગ્નકુંડલિકા માંડી તપાસી જોયું તો જણાયું કે, મને તેમણે કોઈક અપૂર્વ વિદ્યા આપવા માટે બોલાવ્યો છે. એમ વિચારી તુરત તે તેમની પાસે ગયા. પરંતુ તે સમયે આનંદઘનજી મહારાજ તો સમાધિમાં હતા, તેથી યશોવિજયજી તો ત્યાં બેઠા. છેવટે સમાધી ખલાસ થયા બાદ કેટલીક જ્ઞાનગોષ્ટી તેઓ બંને વચ્ચે ચાલી. પરંતુ આનંદઘનજીએ પોતાના હૃદયની વાત હજુ કાઢી નહીં. આહા૨પાણીનો સમય થવાથી યશોવિજયજી અધીરા બની બોલી ઊઠ્યા કે, આપે મને જે કંઈ કાર્ય માટે બોલાવ્યો છે, તે સંબંધી આપ મને કેમ કંઈ કહેતા નથી ? ત્યારે આનંદઘનજીએ કહ્યું કે, મેં તમને શું કાર્ય માટે બોલાવ્યા છે ? ત્યારે યશોવિજયજીએ કહ્યું કે, આપે મને કંઈક વિદ્યા આપવા માટે બોલાવ્યો છે. તે સાંભળી આનંદઘનજીએ વિચાર્યું કે, આમના હૃદયમાં આટલી વાત પણ અધીરતાને લીધે જ્યારે રહી શકી નહીં, ત્યારે તે આવી ચમત્કારી વિઘાઓને શી રીતે જીરવી શકશે ? એમ વિચારી તેમણે તેમને કહ્યું કે, ‘ઓ કમબખત તો ચલ ગયા' એમ કહી તે વિદ્યાઓ તેમણે તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org