Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004516/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ગવત Gરતદેવ - જયભિખ્ખ OOO of a 'SHA dora Jain Educationem Copate & Personal use only ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ : - : E : : કદી Sિ : ચક્રવતી ભરતદેવ જયભિખ્ખ દિ C છે 5 દી મિ., * : ક ભા. 1 ) સરકાર www . - મ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Chakravarti Bharatdev A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 © સર્વ હક્ક લેખકના ISBN : 978-81-89160-73-9 પાંચમી આવૃત્તિ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ઓગસ્ટ, ૨૦૦૮ • પૃ. ૧૪ + ૨૧૮ કિંમત : રૂ. ૧૩૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ કરી દે રોકાણકારો તો મુખ્ય વિક્રેતા ગૂર્જર એજન્સીઝ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રતનપોળ નાકા સામે, ૫૧/૨, રમેશપાર્ક સોસાયટી ગાંધી માર્ગ, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : રજની વ્યાસ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ,૯૯૯, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્યા શિલ્પ-સ્થાપત્યની ઊંડી સૂઝ સાથે આબુ, રાણકપુર અને બીજાં તીર્થધામોનો જીર્ણોદ્ધાર કરી અદ્વિતીય વારસાને જાળવી રાખનાર, ગુજરાતના સપૂત શાહ સોદાગર, ઉદ્યોગક્ષેત્રે ગાંધીજીના ટ્રસ્ટીશીપના આદર્શને ચરિતાર્થ કરનાર, રાષ્ટ્રનાં શિક્ષણ, સંસ્કાર અને વેપારઉદ્યોગના ક્ષેત્રે આગવું યોગદાન કરનાર અને એ સર્વથી વિશેષ સત્ય, ન્યાય અને સદાચારનાં મૂલ્યોની ઇજ્જત કરનાર શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા આ ભવ્ય પરંપરાને સમુવલ રીતે વિકાસના પંથે લઈ જનાર અને વર્ષો સુધી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની ધુરા સંભાળીને તીર્થોદ્ધારનાં કાર્યો કરનાર તેમજ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના માર્ગદર્શક એવા સ્નેહ, સાદાઈ અને આભિજાત્ય ધરાવનાર શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને સાદર Page #5 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ નવલકથા ૧. વિક્રમાદિત્ય હેમુ ૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર ૪. કામવિજેતા ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૬. ભગવાન ઋષભદેવ ૭. ચવર્તી ભરતદેવ ૮. ભરત-બાહુબલી નવલિકાસંગ્રહ ૧. ફૂલની ખુશબો ૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાતો ભાગ – ૧ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ૫. માદરે વતન ચરિત્ર ૧. ભગવાન મહાવીર ૨. જયસિંહ સિદ્ધરાજ ૩. મહામંત્રી ઉદયન ૪. મંત્રીશ્વર વિમલ કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા ૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ ૪. જયભિખુ વાર્તાસૌરભ બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું ૨. તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૪. નીતિકથાઓ – ૧-૨ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (પ પુસ્તિકનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (પ પુસ્તિકનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ – ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્ર્મ આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જયભિખ્ખુએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારીસન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાની-મોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્ર્મો યોજાયા હતા. એ પછી એમના મિત્રોએ એમને સારી એવી ૨કમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખ્ખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ ૨કમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવૉર્ડ અર્પણ ક૨વામાં આવ્યા છે . પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખુ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય’ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા Page #7 -------------------------------------------------------------------------- ________________ આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખું જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને “જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખું લિખિત બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. જયભિખુની જન્મશતાબ્દી નિમિત્તે “જયભિખ્ખું : વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખુનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ૨૦૦૮ ટ્રસ્ટી મંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન (પ્રથમ આવૃત્તિ વખતે) ‘ભગવાન ઋષભદેવ' પ્રગટ થયા પછી, ઘણે વખતે, અને અનેક મિત્રોની માગણી પછી ચક્રવર્તી ભરતદેવ' પ્રગટ થાય છે. આ વિલંબ માટે અન્ય કાર્યવ્યવસાય ઉપરાંત જાળાવાળામાં ગૂંથાયેલા, અતિ ચમત્કારી બની ગયેલા, શ્વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં કંઈક ભિન્ન ભિન્ન રીતે સચવાયેલા ભરતદેવના જીવનચરિત્રને સુસ્પષ્ટ ને મનોવૈજ્ઞાનિક રીતે રજૂ કરવાની મહેનત ને મૂંઝવણ પણ જવાબદાર છે. મારા સાહિત્યનું નિર્માણ-ધ્યેય મોટે ભાગે આજના ‘તર્ક-પ્રધાન અને શ્રદ્ધાઅલ્પ’ સમાજને અને નવી ઊગતી તરુણ પેઢીને ગમે અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. હું માનું છું કે પ્રથમ પ્રેય થવાનું ને પ્રાન્તે શ્રેય કરવાનું સાચા સાહિત્યનું ધ્યેય હોવું જોઈએ. ધર્મ-ભંડારનાં અમુલખ જવાહિરોને નવલના સ્વરૂપમાં ખડાં કરવામાં મારા આ અને આ પૂર્વેના યત્નને અનેક જૈન-જૈનેતર વાચકો તરફથી વધાઈઓ મળી છે. એ વધાઈઓએ મને પ્રોત્સાહન આપ્યું છે. અનેકોએ ટીકાઓ પણ કરી છે, એણે મને મર્મગ્રાહી થવા પ્રેર્યો છે. થોડા લોકોએ કંઈ કંઈ કહ્યું – લખ્યું છે, તેઓએ મને રસ, કલ્પના ને રંગમાં સાવ તણાઈ જતો બચાવ્યો છે. સહુનો હું આભારી છું. સૂરજમાં પણ કલંક શોધનાર બુદ્ધિને કલંક મળી ૨હે, તો પછી મારા જેવો સામાન્ય જન કોણ ? પણ જો કોઈ હંસ આ સાહિત્યને તીરે નીર-ક્ષીર ન્યાયે આવશે, તો પાણી પાણી અળગું કરી મનભાવતું થોડુંઘણું દૂધ અવશ્ય આરોગી શકશે, એટલી ખાતરી આપું છું. ભરતદેવ લખતાં લખતાં સુદીર્ઘ થવાથી એને બે ખંડમાં વહેંચી નાખ્યું છે પહેલો ખંડ દિગ્વિજયનો, બીજો ભાગ આત્મવિજયનો.‘ આ પુસ્તકને એક પુણ્યાત્મા ને ઉદારચેતા સાધુજનની ટૂંકીટચ પ્રસ્તાવના લાધે છે, એ ખરેખર લેખક-વાચક ઉભયનું સુભાગ્ય છે. સુપ્રસિદ્ધ સ્થાનકમાર્ગી મુનિવર (મારે મન સ્થાનકમાર્ગી નહીં પણ મોક્ષમાર્ગી મુનિવર), કવિવર પૂ. ઉપાધ્યાય શ્રી અમરચંદ્રજી મહારાજનો અને મારો પરિચય સાવ તાજો જ છે. પણ તેઓશ્રીના પરિચય પછી જાણવા મળ્યું કે મારા સાહિત્ય સાથેનો તેઓશ્રીનો તથા તેઓશ્રીના સુજનમુનિમંડળનો + ભરતદેવનો ઉત્તરાર્ધ : "ભરત-બાહુબલી'ને નામે પ્રગટ થઈ ગયો છે. શે Page #9 -------------------------------------------------------------------------- ________________ પરિચય જૂનો છે. તેઓશ્રીએ મારા સાહિત્યને સદા પ્રશસ્યું છે ને ધન્યતાનાં અમી પાયાં છે, એ માટે હું તેઓશ્રીનો ઋણી છું. વિશેષમાં, આ પુસ્તક એક સંમાન્ય વ્યક્તિને અર્પણ થાય છે. અર્પણપત્રિકા ઘણી વાર અર્થપત્રિકા બની જાય છે, પણ મેં મારા સાહિત્યમાં તેવો લોભ કદી સેવ્યો નથી. પોતાના આત્મમાંથી જન્મેલી કૃતિ તો આત્મીય જન વા ગુણશાળી અધિકારી જનને જ અર્પણ થવી જોઈએ, અને તે પણ નિઃસ્વાર્થ ભાવે. એવા ભાવે આ કૃતિ એક અધિકારી સુજનને અર્પણ કરી છે. તાજેતરમાં જ શ્રી રાણકપુર અને ગિરિરાજ આબુક પરનાં દેલવાડાનાં દેરાં નીરખવાનો પ્રસંગ મળ્યો. એમાં રાણકપુરના દેવમંદિરે મારું ચિત્ત ખૂબ જ આકર્ષિત કર્યું. હિંદનાં બેનમૂન સ્થાપત્યોમાંનું એ એક ભાસ્યું. એ જીર્ણશીર્ણ સ્થાપત્યનો હાલમાં જ જીર્ણોદ્ધાર થયો છે. જીર્ણોદ્ધાર તો ઘણા થયા છે ને થાય છે, પણ એ જોઈને એમ જ ઇચ્છા થઈ જાય છે, કે આના કરતાં તો ખંડેર જ રાખ્યું હોત તો સારું થાત ! પણ શ્રી રાણકપુર તીર્થનો થયેલો જીર્ણોદ્ધાર ને આબુ.દેલવાડાનાં દેરાંનો થતો જીર્ણોદ્ધાર જોઈને મન ખરેખર પ્રસન્ન થઈ ગયું. જૂના સદ્અંશોને રક્ષવાની કાળજી ને નવી કારીગરીને એમાં આમેજ કરવાની આવડત અપૂર્વ લાગી. શિલ્પવિજ્ઞાન ને કલાસૌંદર્યભરી કોઈ આંખ એના પર સતત પહેરો રાખી રહેલી મને જણાઈ. દેલવાડાના જીર્ણોદ્ધારમાં બાદશાહી રકમ ખર્ચવાનો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નિરધાર કર્યો છે, ને એમાંના કેટલાય લાખ ખર્ચાઈ પણ ગયા છે. રાણકપુરમાં પણ કેટલાય લાખનું ખર્ચ થયું છે. આ રીતે જૈનોના બલ્ક ભારતનાં કલા, શિલ્પ ને ઉદાર ધર્મભાવભર્યા ભવ્ય ભૂતકાળની અપૂર્વ રક્ષા થઈ રહી છે. આ સર્વનું સર્વપ્રથમ શ્રેય શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ઘટે છે. એમની જીર્ણોદ્ધાર વિશેની ઝીણવટભરી દષ્ટિ, પ્રાચીન કળા વિશેનો ખ્યાલ ને તીર્થરક્ષાની તમન્ના – આ સર્વેએ મારું મન આપ્યું છે, એ અદ્યતન છતાં પુરાતન દષ્ટિને મારા મને પ્રશંસી છે ને એ કારણે આ પુસ્તક તેઓશ્રીને વગર રજાએ અર્પણ કર્યું છે. હિં. વૈશાખી પૂર્ણિમા, સં. ૨૦૦૯ - જયભિખ્ખું *** બીજી આવૃત્તિમાં નહિવતું સુધારો કર્યો છે. બાકી પુનર્મુદ્રણ જ છે. તા. ૧૫-૮-૬૧ - જયભિખ્ખ * મંત્રીશ્વર વિમલ' આ નામનું આ જ લેખકનું પુસ્તક જુઓ. Page #10 -------------------------------------------------------------------------- ________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખુ’ પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. વનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવધાતક સિદ્ધાંત તરીકે ક૨ીને ક્લેશ વહોરે છે. ‘જયભિખ્ખુ’ જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર'માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ'માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ’માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ’એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખ્ખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદ૨ ૨સભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન ९ Page #11 -------------------------------------------------------------------------- ________________ નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી “જવાંમર્દ” શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', “કંચન અને કામિની', યાદવાસ્થળી”, “પારકા ઘરની લક્ષ્મી”, “પ્રેમપંથ પાવકની વાલા”, “શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં “જયભિખ્ખનું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ Page #12 -------------------------------------------------------------------------- ________________ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. જયભિખ્ખનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર Page #13 -------------------------------------------------------------------------- ________________ - જે ૧ છે ૮ × ર ૩૩ ૪૧ % છે પ૮ 5 શું ૦૫ ? ८४ અનુક્રમણિકા માનવતાના સુકાતા મોલ સવી જીવ કરું શાસનરસી ભુવનમોહના આત્મસૌંદર્યનો ભોગી ચક્રવર્તીનાં ચૌદ રત્નો પૃથ્વીનું માનચિત્ર કવિ ને ચિંતકનો જન્મ જંગલમાં મંગલ પૂર્વસાગરનો અધિપતિ ભરતનાટ્યમ્ ૧૧. આપત્તિ કે ઇષ્ટાપત્તિ ? ૧૨. ઉત્તરાખંડ ૧૩. પ્લેચ્છ કુલ પર વિજય ૧૪. તમિસાનાં દ્વાર કસોટી સહસ કમલિનીઓનો એક સ્વામી ગર્વ કિયો સોઈ નર હાર્યો સ્ત્રીરત્ન ૧૯. નીતિશિક્ષણ ૨૦. નમિ–વિનમિ ઘર્ષણ જાગ્યું ૨૨. અતીન્દ્રિય બળ ૨૩. ચૌદમું રત્ન ૨૪. ગંગાવિહાર ૨૫. અયોધ્યા યાદ આવે છે ૨૬. ધન્ય નગર ! ધન્ય વેળા ! ૯૦ ૧૦૦ ૧ ૧૦ ૧૨૨ ૧૩૩ ૧૪૫ ૧૫૪ ૧૬૦ ૧૬૭ ૧૭૮ ૧૮૩ ૧૯૩ ૨૦૧ ૨૦૯ ૨ ૧૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ १३ # ચક્રવર્તી ભરતદેવ (ભગવાન ઋષભદેવ પછી આગળ વધતી નવલકથા) Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ માનવતાના સુકાતા મોલ કલ્પતરુઓનો યુગ આથમી ગયો હતો, ભોગભૂમિના દિવસો ગઈગુજરી બન્યા હતા. કઠિન કર્મભૂમિનો યુગ પૃથ્વીતલ પર પોતાનું આધિપત્ય પ્રસારી રહ્યો હતો. એ કર્મભૂમિના યુગનું એક પ્રભાત પ્લાન મુખશોભા સાથે ઊગતું હતું. નિષ્ફર હેયા જેવો વનપ્રદેશ સૂકો પડ્યો હતો. નદીઓ ગાતી નહોતી. હરણાં રમતાં નહોતાં. હવા ગુંજારવ કરતી નહોતી. પંખીઓ કિલ્લોલ કરતાં નહોતાં. વનરાજિના હૈયામાં આનંદના ઓઘ ઊભરાતા નહોતા. હૈયા પર હજાર મણનો બોજો લાવ્યો ન હોય, તેમ વાતાવરણ ગંભીર હતું. રડવું સહજ હતું. હસવું દુષ્કર હતું. આવે વખતે સુમેરુ પર્વત તરફથી આવતી મોટી પગવાટ પર એક પ્રવાસી ચાલ્યો આવતો હતો. એના મસ્તક પર લોહનું શિરસ્ત્રાણ હતું. પગ પર ચામડાનાં ઉપાન હતાં. કમર પર વ્યાઘચર્મનો કછોટો હતો. દેહ પર કુર્મચર્મનાં વસ્ત્રો હતાં. સ્નાયુબદ્ધ ભુજાઓ પર કંકણ હતાં. ખભા પર ધનુષબાણ હતાં. કમરે કપાણ હતું. હાથમાં ગદા હતી. ઉજ્જડ એની મુખમુદ્રા હતી – સ્વજનોને સદાને માટે વળોટાવીને આવતા સ્નેહીજન જેવી ! એનાં વસ્ત્રો લીરા લીરા થઈ ગયાં હતાં. આખા દેહ પર ધૂળનો બેવડો-ત્રેવડો થર જામ્યો હતો. એના પ્રચંડ બદન પર સેંકડો ઘા Page #17 -------------------------------------------------------------------------- ________________ થયાનાં. સેંકડો ઘા રૂઝાયાનાં, વળી તાજા અનેક ઘા થયાનાં ને વળી કોઈ કોઈ ઘા પાક્યાનાં ચિહ્નો દેખાતાં હતાં. એની આંખો વિકરાળ હતી, ફાટેલ હતી, બીધેલ હતી. એ નેત્રોમાં દેહપીડા કરતાં સવિશેષ મનપીડાના પડછાયા રમતા હતા. પ્રવાસી પોતાના પ્રવાસનો જલદી અંત આણવા ઇચ્છતો હોય તેમ જણાતું હતું. એના થાકેલા પગ વેગથી ચાલવા અફળ યત્ન કરતા હતા. જાણે આ પગવાટ અનન્ત હતી, કેમે પૂરી થતી નહોતી ! જાણે એનેય એનું દર્દ રડવાનું બાકી હતું. આ જ પગવાટ પરથી થોડા વખત પહેલાં આ પ્રવાસી પોતાની મંડળી સાથે આનંદપૂર્વક પસાર થયો હતો. એ વખતે એ સ્વચ્છ હતી, સુંવાળી હતી, સુવ્યવસ્થિત હતી; એની આજુબાજુ આમ્રકુંજો ને જાંબુની વાડીઓ હતી; ઇસુ ને વીહિનાં ખેતરો હતાં, કૂવા, વાવ ને સરોવરો હતાં; નવાણનાં નીરથી તરબતર નાનાં નાનાં ગ્રામો, નગર, પુર ને પાટણ વસેલાં હતાં. પગવાટથી દૂર, અદૂર, સુદૂર વનકુંજો માનવવસવાટથી વ્યાકુલ હતી. અહીં વ્રજની વાટો હતી. અહીં ગોપના વાડા હતા. ધેનુ, નંદી ને વૃષભ અહીં નિરાંતે ચર્યા કરતાં. પુરવધૂઓ ને ગોપસ્ત્રીઓ ગીત ગાતી ફરતી હતી. બાળકો પગવાટને પગથારે બેસી જતા આવતા પ્રવાસી સંઘોને નીરખ્યા કરતાં હતાં, ને રમ્યા કરતાં. નિર્ભયતા ચારે તરફ પથરાયેલી હતી. પણ એ બધું આજે ભૂતકાળનો અવશેષ બની ગયું હતું. અનેક નરપુંગવોની ચરણધૂલિથી પવિત્ર થયેલી એ પગવાટ આજે શીર્ણવિશીર્ણ પડી હતી. પ્રવાસીના ગાલમાં જેવા ખાડા પડ્યા હતા, તેવા ખાડાખડિયા પગવાટ પર પડ્યા હતા. પ્રવાસીની અવ્યવસ્થિત દાઢીમૂછ જેવાં ઝાડઝાંખરાં તેના પર પણ ઊગી નીકળ્યાં હતાં. ગાયોના વ્રજ ને ગોપની વાંસળીના ઠેકાણે વાઘવરુની બોડોમાંથી લોહીતરસી ડણક સંભળાયા કરતી હતી. આશ્રમોને ઠેકાણે અંધારી ખીણો હતાં. વાડીઓ વેડાઈ ગઈ હતી, ને માનવ કંકાલોથી ભર્યા ઘોર વન પ્રસરી ગયાં હતાં. માનવબાળને બદલે ભોરિંગબાળ ચારે તરફ ઘુમ્યાં કરતાં. સાગરની પાળો તુટી જઈને પાણી વહી ગયાં હતાં, ને એ જંગ્યાએ મૃત્યુની ખીણ જેવા ખાડા પડ્યા હતા. જે ભૂમિ સસ્પેશ્યામલા હતી, તે શાપિત ભૂમિ જેવી સાવ વેરાન પડી હતી. કાંટાળાં ઝાડ પર નાગ હીંચકા ખાતા હતા ને ઊંડી અંધારી ખોમાં ઝેરી ઘો આંટા દેતી હતી. ૨ ચક્રવર્તી ભરતદેવ . .......... . . . Page #18 -------------------------------------------------------------------------- ________________ માનવજાત દીઠી ક્યાંય કળાતી નહોતી. શિકારના સહેલાણીઓ, પશુરક્ષકો ને ગોપજનોનો અવાજ ક્યાંય સંભળાતો નહોતો. કોઈ વાર પાતાળમાંથી પૃથ્વીના પડને ચીરતો હોય એવો કરુણ ૨વ આવતો ને શમી તો. કોઈ વાર વનમાં ભૂત હીબકાં ભરીને રોતાં હોય એમ લાગતું. પ્રવાસી એ દિશા શોધવા યત્ન કરતો, પણ વ્યર્થ જતો. એક વેળાની આ સુંદર પગવાટની મનોવ્યથાને મનોમન પીતો હોય એમ પ્રવાસી વેગભર્યો ચાલ્યો તો હતો. એની દૃષ્ટિને આ પ્રભાતી દૃશ્યો દઝાડતાં હતાં. આ જ રસ્તેથી એ એક દિવસ પ્રવાસે ગયો હતો ને એ જ રસ્તે એ આજ પાછો ફરી રહ્યો હતો. પણ બે વચ્ચે કેટલું ભયંકર પરિવર્તન ! જીવંત સૃષ્ટિ મૃત્યુ પામી હોય ને એનું શબ પડ્યું હોય, એ શબને માંસખાઉ ગીધડાં ચૂંથવા આવતાં હોય ને ખાઉધરાં વનેચરોને પૂરતો ભક્ષ ન મળવાથી કાગારોળ કરતાં હોય, એવી બિભીષિકા સર્વત્ર વ્યાપેલી હતી. રે ! મધુની આ ભૂમિ, માધુર્યની આ ભૂમિ, દાનની આ ભૂમિ, દયાની આ ભૂમિ, દૈવતની આ ભૂમિ, આમ અકાળે વિધવા જેવી શ્રીહીન-શોભાહીન કાં બની બેઠી ! એ સુખદ દિવસો ભૂલ્યા કેમ ભુલાય ? જ્યારે એક પર્ણકુટીથી સ્ત્રીઓ હાથમાં મહી લઈને નીકળતી, ને બીજી પર્ણકુટીએ જઈને ત્યાં રમતાં બાળકોને હોંશે હોંશે ગોદમાં લઈ ખવડાવતી. એ પાછી વળતી ત્યારે એનો પાલવ નવધાન્ય ને નવતૃણથી છલકાયેલો રહેતો. રસિકાઓ એ ધાન્ય પાત્રમાં મૂકી, એમાં જળ નાખી, અગ્નિ પર પકવીને રસવતી તૈયાર કરતી, ને રસિયાઓને જમાડતી. નવતૃણ આંગણાની ગાયને, નંદીને, વૃષભને નીરતી. એમને ખવરાવતી ખવરાવતી ન જાણે એ પશુની સાથે કંઈ કંઈ સંભાષણ કરતી ! પશુ માનવની ભાષા સમજતું. માનવ પશુની ભાષા જાણતો. આમ પશુ પણ માનવની કોટિએ પહોંચ્યું હતું, તો માણસ દેવની કોટિએ કેમ પહોંચ્યો ન હોય? એ પ્રદેશ આજે શાપિત ધ૨ા જેવો ઉજ્જડ પડ્યો હતો. અહીં માનવી તો શું, કાળો કાગડો પણ ફરકતો નહોતો. પ્રવાસીનાં નેત્રો વિષાદ પી રહ્યાં. અચાનક એણે દૂર દૂર કંઈ પોકાર સાંભળ્યો. એ પોકારમાં મરણચીસના ઓથાર હતા. પ્રવાસી ઊભો રહ્યો. એ દિશામાં દષ્ટિ દોડાવી. ને એણે જે દશ્ય જોયું તે ખરેખર ભયંકર હતું. માનવતાના સુકાતા મોલ * ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ પહાડોમાંથી ને કંદરાઓમાંથી ઊડતા રીંછ જેવા આકારો છલાંગો મારતા કોઈ એક દિશામાં ધસી રહ્યા હતા. થોડી વારમાં આજુબાજુની કંદરાઓમાંથી પાંખોવાળા વાઘ જેવાં પ્રાણીઓ નીકળી આવ્યાં, ને મહાકાલના મૃદંગ જેવો વિકરાળ શોર મચાવતાં એ એક જ દિશામાં ધસી ગયાં. માનવીનું મન બહેર મારી જાય, વહેતું રુધિર સ્થિર થઈ જાય, ચાલતા શ્વાસ થંભી જાય એવી ભયંકરતા એ પોકારોમાં ભરી હતી. કાળો કકળાટ વ્યાપી રહ્યો. ગીધડાં એક શિકાર પર તૂટી પડે એમ એ બધાં એક ભક્ષ પર તૂટી પડ્યાં હતાં. પ્રવાસીના કદમ થંભી ગયા. એનું રોમ રોમ સળગી ઊઠ્યું. એણે પોતાનું પ્રચંડ ધનુષ ખભેથી ઉતાર્યું. ધનુષ્ય પર તીર ચઢાવ્યું. ત્યાં એક રીંછ નાસતું-ભાગતું તેના તરફ આવતું દેખાયું. નિરાશ શ્રમિત પ્રવાસીમાં આ આકસ્મિક ઘટનાએ ચેતન પૂર્યું. હોલવાતા દીપક જેવા એના હૈયામાં પરાક્રમનું તેલ સિંચાયું. એનો કંટાળેલો ચહેરો સજાગ બન્યો. એણે કાન સુધી પ્રત્યંચા ખેંચીને ધો૨ ૨૦ સાથે તીર ચલાવ્યું. તીર આબાદ નિશાન પર ગયું. પેલા રીંછને એણે ગબડાવી પાડ્યું. એ રીંછ લથડ્યું, સાથે એના હાથમાંથી કોઈ વસ્તુ પણ જમીન પર ગબડી પડી. ઊં ! ઊંઆં ! ઊંઆં ! કોઈ નવજાત બાળકની ચીસો પ્રવાસીના કર્ણને સ્પર્શી રહી. એ ચીસે એના વજહૃદયને ભેદી નાખ્યું. એનો પુણ્યપ્રકોપ ઝગી ઊઠ્યો. પ્રવાસી દોડ્યો. પેલા નાસતા રીંછને ગળાથી પકડ્યું. પણ રે ! જાણે એક રીંછમાંથી બીજું રીંછ નીકળીને નાસી ગયું ! જીવ ચાલ્યો જાય ને ખોળિયું પડી રહે તેમ એના હાથમાં માત્ર રીંછની ખાલ રહી ગઈ. પ્રવાસી તરત સમજી ગયો. એણે જેને પકડ્યું એ તો કોઈ બીજું જાનવર હતું. એણે માત્ર રીંછની ખાલ ઓઢી હતી, એ રીંછ ન હતું. પ્રવાસી એ જતા જાનવરને પકડવા વેગથી દોડ્યો. પેલું તો છલંગ મારતું, ઘડીમાં પૃથ્વીમાં પેસી જતું, ઘડીમાં ઝાડીમાં અલોપ થઈ જતું, દૂર દૂર સરવા લાગ્યું. પણ પ્રવાસી એમ હારે તેવો નહોતો. એણે હાથથી ઝડપવાનો પ્રયાસ છાંડી દીધો. એ ઊભો રહી ગયો. એણે ભાથામાંથી બીજું તી૨ કાઢ્યું. ને નિશાન લીધું. તીર નિશાન પર જઈ બેઠું ને પેલું જાનવર ગબડી પડ્યું. પ્રવાસી દોડતો ૪ : ચક્રવર્તી ભરતદેવ Page #20 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જઈ પહોંચ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં પ્રવાસીએ પોતાની કમર ૫૨ ૨હેલ કૃપાણ ખેંચી કાઢ્યું. જેવો ઘા કરવા જાય છે, એવું એની નજરે કંઈ ચડ્યું. “અરે ! આ તો માનવી ! માનવી અવધ્ય ! હતુ ધુતારા ! તેં મને છેતર્યો !' ... પ્રવાસી જાણે મનઅશ્વ પર સંયમની લગામ ચઢાવતો હોય તેમ ખેંચાઈને ઊભો રહ્યો. એના ઉગ્ર બનેલા મનને એ વારી રહ્યો : · માનવી ! માનવીએ જ માનવજાતના નંદનવન જેવા જીવનમાં આગ ચાંપી ! ઇચ્છા તો થાય છે કે એકેએકને ભૂ પીતા કરી નાખું, પણ મારા સ્વામીની આજ્ઞા છે ઃ બનતાં સુધી માનવની હત્યા ન કરવી. માનવમાં મહત્તા ખીલવાની પૂરી શક્યતા છે ! પ્રવાસીએ કૃપાણ કમરે ભરાવી દીધું, પેલા માણસને જોરથી એક લાત મારી ગબડાવી દીધો, ને તરત પાછો ફર્યો. પગવાટ પાસે પડેલું બાળક કરુણ સ્વરે રડી રહ્યું હતું. પ્રવાસીએ બાળકને ઉપાડ્યું, પણ તરત જ એની નજર પેલા ઘટનાસ્થળ પર થઈ. ત્યાં હજી ભયંકર કિકિયાટા ચાલુ હતા. પ્રવાસીએ કદમ લંબાવ્યા. કેટલુંક ચાલ્યો કે એની નજરે તમામ દશ્ય પડ્યું. એક હરિયાળા ખેતરમાં વાઘ અને રીંછના આકારો ઘૂમી રહ્યા હતા. એમના એક હાથમાં હાડકાંનાં શસ્ત્રો હતાં, મોટી ગદાઓ હતી, ને બીજા હાથમાં તાજા મરેલા માણસનાં અંગો હતાં. એ મધુની જેમ રક્ત ગટગટાવતા હતા, ને ઇશુની જેમ હાડકાં ચૂસતા હતા. સાથે સાથે આનંદમાં નાચતા હતા. પ્રવાસીને આ દશ્ય જોતાં જ કમકમાં આવી ગયાં. એ નીચે બેસી ગયો. શું એ આ દૃશ્યથી સાવ હિંમત હારી ગયો ? ના, ના, એમ તો એ લાહપુરુષ હતો. એણે વસ્ત્ર નીચેથી કંઈક કાઢ્યું, કંઈક ઘસ્યું. તરત દેવતા ઝર્યો. એણે પોતાના ભાથામાંથી કેટલાંક તીર કાઢ્યાં. એ તીરના છેડા દેવતામાં મૂકી સળગાવ્યા, ને ધનુષ પર ચઢાવી પૂરતા બળથી એને હવામાં છોડ્યાં. જ હાથમાંથી છૂટેલો શિકારી બાજ જેમ સીધો નિશાન પર જાય, એમ તીર સીધાં પેલા આકારો પર ગયાં. વાઘ ને રીંછની ગાઢ રુવાંટીને આગ લગાડી ત્વચા ભેદીને અંદર પેસી ગયાં. એક, બે ને ત્રણ, ચાર પાંચ ને છ, એમ થોડાંએક તીર આવ્યાં, ને એ આકારો કિકિયારી કરતાં નાઠાં. બેચાર ક્ષણમાં તો તમામેતમામ અદૃશ્ય થઈ ગયા. પ્રવાસી પેલા રડતા બાળકને લઈ એ છૂંદાયેલા ખેતરમાં ગયો. કોઈ માનવતાના સુકાતા મોલ * ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ સુંદરી પર જુલમ થયો હોય, ને એનો કંકુવરણો દેહ અને સુંદર કેશકલાપ અસ્તવ્યસ્ત થઈ ગયો હોય, એમ આ ધરા ને એની લીલોતરી સાવ છૂંદાઈ ગઈ હતી. સુંદરીના સોહાગના કંકુ જેવું રક્ત ચારે તરફ છંટાયેલું હતું. પ્રવાસીની આંખો દયાર્દ્ર બની. પોતે આ હાલતમાં શું કરી શકે એ વિચારવા તે ક્ષણભર ઊભો. ‘સર્વનાશ !’કચડાયેલા ઘાસની નીચે દબાયેલો એક પુરુષ એકાએક ઊભો - થયો – મસાણમાંથી મડું ખડું થાય એમ. પ્રવાસી તે માણસને જોઈ ક્ષણભર શોકાગારમાં ડૂબી ગયો. બીજી પળે આગળ વધ્યો ને પુરુષને ટેકો આપ્યો. પુરુષે ટેકે ટેકે થોડું ચાલીને ઘાસમાં રહેલી બખોલો એક પછી એક તપાસી. એ બખોલોમાં છુપાઈ જવાની પૂરી સગવડ હતી. પુરુષે ફરી ફરીને બખોલો તપાસી. બેમાંથી બે નાનાં બાળક મળી આવ્યાં. બીજી બધી બખોલ ખાલી હતી. બચ્યો ! માત્ર હું બચ્યો ! મડાને માથે વીજળી ન પડી ! બાકી બધા સાફ ! રે ! મને કોઈ મારી નાખો ! મને કોઈ ભરખી જાઓ !' પુરુષ પ્રવાસીના કૃપાણને અડીને પોતાના હાથથી પોતાની ગરદન ઉડાવી દેવા વીનવવા લાગ્યો. ‘આ રહ્યું તમારું એક બાળક !' પ્રવાસીએ પોતાના હાથમાં રહેલું બાળક બતાવ્યું. શું કરું બાળકને લઈને ? એ બાળકથી તો આ જુલમ વરસે છે. આ હત્યારાઓને સ્ત્રી ને બાળકનો ખાસ ખપ છે. ગમે તેટલાં છુપાવીએ તોય ગંધે ગંધે ખોળીને લઈ જાય છે. હાય રે ! મારું સત્યાનાશ વળ્યું !’ પુરુષ હિંમત હારીને રોવા બેઠો. પ્રવાસીએ એની પાસે બેસી ખૂબ દિલાસો આપ્યો, પેલાં ત્રણ બાળકોની સંભાળ લેવા આગ્રહ કર્યો. ધીમે ધીમે પેલા પુરુષનું હૈયું ઊઘડ્યું : ઓ પ્રવાસી ભાઈ ! હું જીવું છું જ હિંમતને લઈને ! અહીં વસેલાં વિપુલ નગરો ક્યાં ગયાં ? અહીં કેવું વેરાન બની ગયું! આ જોતાં હૈયું ફાટી જાય છે. જંગલનો મને સાદ પડે છે. પણ એક મહાપુરુષની યાદ મને ફરી જંગલજીવન તરફ જતાં રોકે છે.’ ‘એ મહાપુરુષ કોણ ?’ ભગવાન ઋષભદેવ ! આહ, એ કાળ ધન્ય છે !' મૃત્યુન્મુખ માનવીના ૬ * ચક્રવર્તી ભરતદેવ del I be prim ... ! = = Page #22 -------------------------------------------------------------------------- ________________ હૈયામાં આટલા શબ્દો બોલતાં ઉત્સાહનો સંચાર થયો. એણે કહ્યું: “એ નામમાં ન જાણે શો જાદુ છે ? ન જાણે એમાં કઈ અમર સંજીવનીના કૂપા છે ! કિશોર અવસ્થામાં અહીં થઈને એ પવિત્ર ચરણો અષ્ટાપદે ગયાં હતાં. એક જ રાત અહીં રોકાયેલા. એક જ રાત, રાતમાંય એક પ્રહર ! પ્રહરમાં વાતચીતની પળ તો એકબે ! એ એકબે પળમાં અમને જીવન આપ્યું, નવા સંસ્કાર આપ્યા વગર કહ્યું અને એમના સેવક બની ગયા, અમે પશુ પાળ્યાં, નવાણ ગાળ્યાં, ઘર સ્થાપ્યાં, ખેતર ખેડ્યાં, અગ્નિ પૂજ્યો, નવાં લગ્ન રચ્યાં, નવાં કુળ સ્થાપ્યાં. હજારો યોજન સુધી અમે ભગવાન ઋષભદેવની આણ વર્તાવી ! એક અજબ જીવન અમે જીવવા લાગ્યા.' ‘તો પછી આ કાળો કેર કેમ વર્યો, ભાઈ ?” ન જાણે વિM ક્યાંથી આવ્યું? પણ સૃષ્ટિમાં જેમ ગાય જેવું પ્રેમાળ તત્ત્વ છે, ને એ જ સૃષ્ટિમાં વાઘ જેવું હિંસક તત્ત્વ પણ છે, એમ માણસો પણ બે પ્રકારના લાગે છે. વાઘ જેવા નિરુદ્યમી ને નિરર્થક હિંસાશોખીન વર્ગને નાળિયેરના વૃક્ષ પર થતા શ્રીફળ કરતાં કુમળાં માનવમસ્તકનું શ્રીફળ વધુ ગમ્યું, ખેતરમાં ઊગતા અક્ષત કરતાં માનવીના જીવતા નખ એને વધુ આ, માટીની ખાણોના રૂપાળા રંગ કરતાં માનવરક્તના રંગ સુરંગ લાગ્યા. એ વર્ગ દબાયેલો હતો ત્યાં સુધી સીધો ચાલ્યો, પણ જ્યાં એની પ્રબળતા થઈ કે ફરી એ જંગલજીવન તરફ ચાલ્યો ગયો. રાતે ગામ સળગાવવા લાગ્યો. બાળકોને શેકીને ખાવા લાગ્યો. સ્ત્રીઓને ઉપાડી જવા લાગ્યો. સમૂહજીવન અકારું થયું. વસેલાં જનપદો ઊખડી ગયાં. એવા વખતમાં ખેતી તો કોણ કરે? ખેતી કરનારની સલામતી કેટલી ? મધપૂડો જોઈ મધ લેનાર જેમ દોડે, એમ આ માનવભક્ષકો કોઈ ગામ કે ખેતર વસેલું જોઈ ભક્ષને માટે ત્યાં ત્રાટકવા લાગ્યા.' “તો પછી તમે આ પ્રવૃત્તિ ચાલુ કેમ રાખી? તમારે સલામત સ્થળે ચાલ્યા જવું હતું ને ! પ્રવાસીને આ માનવી વિશે આશ્ચર્ય થયું. એ જોખમ જાણ્યા છતાં જોખમમાં જીવનારો જવાંમર્દ દેખાયો. મેં પ્રતિજ્ઞા લીધી હતી : જે દિવસે ભગવાન ઋષભદેવ અહીંથી ગયા, એ દિવસે એમના દેહને તો સ્પર્શી ન શક્યો, પણ એમની ચરણધૂલિને માથે ચડાવીને વ્રત લીધેલું કે ભગવાન, તારી શિક્ષા માનીશ, તારા સંસ્કાર સ્વીકારીશ, તેં આપેલું નવજીવન પ્રાણાતે પણ જીવીશ ને પ્રાણાતે પણ એનો પ્રચાર કરીશ !' માનવતાના સુકાતા મોલ ૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ! ધન્ય ) પ્રવાસીનું હૈયું એકદમ ખીલી ગયું. એણે કહ્યું : મહાપુરુષ ! હું ભગવાન ઋષભદેવનો સેનાપતિ સુષેણ છું. પૃથ્વીની પરકમ્મા કરીને આવ્યો છું. જે જોયું એથી જીવતર ભારે ભારે લાગે છે. મને ગર્વ હતો કે હું ભગવાન ઋષભદેવનો સાચો સેવક છું. વર્ષો સુધી એમની સાથે ખભા મિલાવી ઘુમ્યો . તારી વફાદારી જોઈ – દેહસ્પર્શ પણ નહિ, ચરણધૂલિના સ્પર્શની ખુમારી જોઈ – મારું અભિમાન ચૂરચૂર થઈ જાય છે. ધન્ય ! ધન્ય ! મહાપુરુષ !' ‘તમારા ધન્યવાદને શું કરું? હું મારા સ્વામી કાજે કંઈ કરી ન શક્યો. મારી વાણી વૃથા થઈ. રે ! એવી ઘોર નિરાશા સાથે મારે મરવું રહ્યું. સેનાપતિજી ! પભુ ગયા ને એમનો પ્રતાપે ગયો. પ્રભુએ આમ એકાએક રાજ છોડવું જોઈતું નહોતું. જોકે એવા માણસે જે કર્યું હશે એ ઠીક જ કર્યું હશે. ભાઈ ! ભગવાનને પ્રણામ !' “મહાપુરુષ ! ડાહ્યા માણસો એક દીવો હોલવાય એ પહેલાં બીજો પ્રગટાવીને જાય છે. એમણે રાજકુમાર ભરતને અયોધ્યાની ગાદી પર સ્થાપ્યા છે. હું તેમની વતી પૃથ્વચર્યા કરવા નીકળ્યો હતો. આપને ભરતદેવને કંઈ સંદેશો આપવો છે ?” ‘એટલો જ સંદેશ : પિતાજીએ સંસ્કાર વાવ્યા, માનવતાના મોલ પકવ્યા, તો એ સુકાય નહિ, વેડાય નહિ, સુરક્ષિત રહે, માટે ભરતદેવ એક સુવ્યવસ્થિત શાસન સ્થાપે ! પૃથ્વી પર તો મચ્છ-ગલાગલ જેવું યુગોથી ચાલ્યું આવતું. સબળો નબળાને પડે. ઋષભદેવે એમાં પરિવર્તન આણ્યું. ભારતદેવને કહેજો કે પૃથ્વીને મજબૂત હાથે શાસિત કરે. નબળાનું રક્ષણ ને સબળાનું નિયમન કરે. હું તો આ ચાલ્યો ! જય ભગવાન વૃષભ.૪ !?* એટલું બોલતાં એ પુરુષ ઢળી પડ્યો. એનું પ્રાણપંખેરુ ઊડી ગયું. પ્રવાસીએ પ્રેમ ને આદર સાથે એને પૃથ્વીના પેટાળમાં સુવાડ્યો. ભગવાન વૃષભધ્વજના આ અનામી પણ અણનમ સેવકને સદાની શાંત નિદ્રા આપતાં સેનાપતિ સુષેણ જેવા લોહપુરુષનું હૈયું પણ દ્રવી ગયું. મધ્યાહ થઈ ગયો હતો. પ્રવાસીએ ત્રણ ત્રણ નવજાત શિશુઓના બોજ સાથે પ્રવાસ આગળ ધપાવ્યો. * ભગવાન ઋષભદેવનું બીજું નામ વૃષભદેવ અથવા વૃષભધ્વજ છે. ૮ ચક્રવર્તી ભરતદેવ Page #24 -------------------------------------------------------------------------- ________________ સવી જીવ કરું શાસનરસી અયોધ્યા નગરીના સિંહાસન પર આરૂઢ થયેલા મહારાજા ભરતદેવ આસન પરથી અર્ધા ઊંચા થઈ ગયા. અષ્ટમીના ચંદ્ર જેવા મહારાજા ભરતદેવના લલાટ પર અષાઢની વાદળીઓ જેવી ગાઢ રેખાઓ એકાએક પંચાઈ આવી. એમના મસ્તક પર રહેલી કલગી થર થર કાંપી રહી. પૃથ્વી પર પ્રલયકારી રવ જાગ્યો હોય એમ એમના કંઠમાંથી શંખનાદ સરવા લાગ્યો. સદા શાન્ત રહેતાં નેત્રો એક વાર આત્મનિમજ્જન માટે બિડાઈ ગયાં, ને ત્રિનેત્રની ભયંકર લાલી સાથે એકાએક ઊઘડી ગયાં. પૃથ્વીની પરકમ્મા કરીને આવેલ સેનાપતિ સુષણ અંજલિ રચીને સામે ઊભો હતો. એણે જે વર્તમાન આપ્યા હતા, તેણે રાજા ભરતદેવની ચિત્તશાંતિમાં ભારે વિક્ષેપ નાખ્યો હતો. પાત્રના સમસ્ત વિશ્વનું પાન કરીને મહાશક્તિમાન શંકર જેમ ઓડકાર ખાય, તેમ સેનાપતિ સુષેણે પોતાના નિવેદનના પ્રાન્તભાગે એટલું કહ્યું : “મહારાજ ! માનવતાના મોલ સુકાવા લાગ્યા છે. જ્યાં બીજ-વપન થયું હતું. ત્યાં ધરા ઉજજડ બની છે. ને સીંચેલી ધરા જ્યારે ઉજ્જડ બની છે, ત્યારે વેરાન ધરાની તો વાત જ શી કરવી ? પ્રભુ ! તમે શાસન સ્થાપો ! સંસ્કારની રક્ષા કાજે, સંતાનની રક્ષા કાજે, સંસ્થાનની રક્ષા કાજે શાસન સ્થાપી. શાસન ન Page #25 -------------------------------------------------------------------------- ________________ માને તેને શિક્ષા કરો. ઓ ભગવાન ઋષભદેવના પરાક્રમી પુત્ર ! વસંત ઋતુ પૃથ્વીતલને પાવન કરે એમ આપ પૃથ્વી પર દિગ્ગવિજય સાધી ધરાતલને પાવન કરો. ફરી કહું છું કે શાસન સ્થાપો. આપને પગલે પગલે હિણાયેલું જીવન નવજીવન બની પાંગરશે, વિહ્વળ માનવતા નિર્ભય બનશે, સુષુપ્ત માનવતા જાગી જશે.” રાજા ભરતદેવનાં નેત્રો ફરી વાર આત્મવિમર્શ માટે બિડાયાં. હજી પિતા ઋષભદેવને ત્યાગના પંથે પળ્યા ગણ્યાગાંઠ્યાં વર્ષ વ્યતીત થયાં હતાં. હજી તો હમણાં જ એમણે પીઠ ફેરવી હતી, ને જાણે માણસજાતની આંખમાંથી શરમની સુશ્રી જ ધોવાઈ ગઈ ! હારમાંથી સૂત્ર સરી જતાં જેમ પુષ્પમાત્ર વેરાઈ જાય, એમ ભગવાન ઋષભદેવના જતાં સર્વ રાજાઓ, જનપદો સ્વચ્છંદ બની બેઠા હતા. સૂર્ય અસ્ત થતાં સૂરજમુખી મોં ફેરવી લે, એમ બધા રાજા ભરતદેવના શાસનથી વિમુખ બન્યા હતા. જ્યાં માનવતાનાં વાવેતરને મોલ આવ્યા હતા ત્યાં પણ ન જાણે કેમ, એ એકાએક સુકાવા લાગ્યા હતા. ભરતદેવે ઊંડું આત્મમંથન શરૂ કર્યું? પિતાજીની શાસનનીતિએ ભૂપૃષ્ઠોમાં ભારે પરિવર્તન આપ્યું હતું. ભૂમંડળમાં આવી રહેલા નવા પરાવર્તથી સુખના દિવસો સરી ગયા હતા, દુઃખના દિવસો એકાએક આવી લાગ્યા હતા. પણ ભગવાન ઋષભદેવે એવું સુંદર શાસન આપ્યું હતું, એવા અજબ સંસ્કારોનું સિંચન કર્યું હતું કે એ દુઃખ સુખમાં પરિવર્તન પામ્યું હતું. કલ્પતરુઓનો યુગ આથમી ગયો હતો. આજનાં ઉદ્યાનોમાં ને વન-ઉપવનોમાં કલ્પતરુ નહોતાં પાંગરતાં પણ કલ્પતરુ જેવા મેવા-મીઠાઈ આપનાર, ગૃહ માટે સ્તંભ અને છાયા પૂરાં પાડનાર, શરીર ઢાંકવા વલ્કલ આપનાર વૃક્ષો ઠેર ઠેર ઊગી ગયાં હતાં. એ કરામત તો ભગવાન ઋષભદેવની જ હતી ને ! આજે કામધેનુ વાતોમાં જ રહી હતી, એ ક્યાંય જોવા ન મળતી; પણ પહાડની તળેટીમાં ચરતી સુંદર મરી ગાયો એ ખોટ સાલવા ન દેતી. એ દૂધ ૧૦ ચક્રવર્તી ભરતદેવ Page #26 -------------------------------------------------------------------------- ________________ આપતી, બળતણ આપતી, ગૌમૂત્ર આપતી, વત્સ આપતી, નંદી આપતી, વૃષભ આપતી. | ચિંતામણિ રત્નો અવશ્ય ગઈગુજરી બન્યાં હતાં, પણ પુરુષાર્થી આદમીઓએ પહાડનાં પેટાળ, ગિરિકંદરાઓ ને ગાઢ અરણ્યો ફોડી–વીંધી સુંદર મણિ હાથ કર્યા હતા. એ પ્રકાશ આપતા, ઉષ્મા આપતા, દેહને શણગાર આપતા, અગ્નિ આપતા, અસ્ત્રનું કામ કરતા અને કરડનારાં ને ફાડી ખાનારાં જાનવરો સામે મંત્ર-ઔષધિનુંય કામ સારતા. પિતાજીએ આ સંસારને સ્વાયત્ત બનાવ્યો હતો, નિરુદ્યમી સમાજને ઉદ્યમનું નવલોહી આપ્યું હતું. એક જ માતાને પેટે જન્મ ધરવો, નાનપણમાં ભાઈ-બહેન જેમ રમવું, મોટપણે પતિ-પત્ની તરીકે જીવવું ને છેલ્લે માતા-પિતા બની માત્ર એક સંતાન-યુગલને જન્માવી અનિવાર્ય મોતને મરવું : આવો યુગલોનો નિર્દક યુગલિક યુગ આથમી ગયો. ભોગભૂમિનો એ યુગ આવ્યો. એ યુગ પર પણ સંધ્યા બેઠી, ને આજે કઠિન કઠોર કર્મભૂમિના દિવસો આવ્યાપરિશ્રમી, પ્રારબ્ધી, સફળ-અસફળ, આશ-નિરાશભર્યા ! છતાં ભગવાન ઋષભદેવે તો નવજીવન આપ્યું એમાં. અસિ, મસિ ને કૃષિથી એ યુગને કેવો ઉલ્લાસમય બનાવ્યો ! માણસ સંસ્કારી જીવન જીવવા લાગ્યો, જીવવાનો અર્થ સમજ્યો, જીવનની સુવાસનો શોખીન બન્યો. દુઃખમાંથી આવેલું સુખ અતિ મીઠું લાગ્યું. અનેક પ્રકારના જીવનધર્મો એણે વિકસાવ્યા. ભગવાન વૃષભધ્વજે સંક્ષેપમાં એક જ સંદેશ આપ્યો : “શક્તિમાન બનો, પછી પ્રકૃતિ તમને આપોઆપ લાડ લડાવશે, પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ તમારાં સેવક બનશે. જીવનના મહાવિજયો માટે પરાજય ને વિપત્તિની સીડી તો ચઢવી જ પડે. મોં કટાણું કર્યા વગર એ હોંશે હોંશે ચડો !” આત્મનિમજ્જનમાં ડૂબેલા ભરતદેવના ઓષ્ઠ સખત રીતે બિડાયા. તેમને થયું, ભગવાન ઋષભદેવે સ્થાપેલા આવા પ્રતિભર્યા અને પ્રતીતિભર્યા રાજશાસન સામે આ દ્રોહ ! એ જરા વધુ ઊંડા ઊતર્યા. આ માનવશાસનની સંસ્કૃતિ માટે માત્ર પિતાજીનો જ કાં ઋણસ્વીકાર કરવો ? પોતાના સમસ્ત કુલકર વંશે આ માટે સતત જાગૃતિ ને શ્રમ સેવ્યાં છે. સવી જીવ કરું શાસનરસી ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ રાજા ભરતદેવની નજર ક્ષિતિજને પેલે પાર પડેલા યુગયુગને વીંધતા કોઈ ઇતિહાસને સ્પર્શી રહી. જગત એ દિવસે જંગલોમાં હતું, માનવજીવન સાવ સુષુપ્ત હતું. પ્રથમ કુલકર થયા. કાલ-વિકરાલ ગાઢ જંગલ, જ્યાં સૂર્ય ને ચંદ્રની ગતિ અશક્ય હતી. ત્યાંથી માનવજંતુને એ બહાર લાવ્યા, તેઓ બળતી ભઠ્ઠી જેવા સૂર્યને જોઈ ડરતા ને ઠંડા મોત જેવા હિમ વરસાવતા ચંદ્રને જોઈ પૂજતા. તેમને સૃષ્ટિપરિવર્તનના નિયમો સમજાવ્યા. બીજા કુલકરે એમને આખું નિયમીકરણ સમજાવ્યું. માનવી આ બિહામણી સૃષ્ટિનો સ્વામી છે, એમ કહી ઉત્સાહ આપ્યો. એમના જ પ્રતાપે જંગલો ને ગિરિકંદરાઓ છોડીને માણસ ખુલ્લાં મેદાનોમાં વસવાની હિંમત કરી શક્યો. - ત્રીજા કુલકરે માનવસુધારણાના આ યજ્ઞને વધુ સતેજ કર્યો, પશુ અને માનવ વચ્ચેના ભેદ સ્પષ્ટ કર્યા. એને કરોડરજ્જુ, જડબાં ને મગજની અજબ તાકાત દાખવી અને એનો વિકાસ શીખવ્યો. માનવ સબળ અને અજેય બન્યો. ચોથા કુલકરે શસ્ત્રની આયોજના કરી. વિકરાળ પશુઓની સાથે હાથોહાથની લડાઈમાં નિર્બળ ઠરેલો માનવી, શસ્ત્રનિર્માણથી પશુરાજ્ય પર પોતાની આણ સહેલાઈથી વર્તાવી શક્યો. શસ્ત્રસર્જનથી માનવીમાં વિજેતાનો હુંકાર ને હકની લડાઈ જાગ્યાં. પાંચમા ને છઠ્ઠા કુલકરે એ હુંકારને ને હકને સીમાબદ્ધ કર્યા. એ પછીના વિમલવાહન કુલકરે પશુરાજ્યના વિજેતા માનવને પશુઓનો સ્વામી બનાવ્યો, પશુપતિ બનાવ્યો. આમ, માનવને વિજેતા બનાવી પછી વહાલપ શીખવી. પશુ પ્રત્યે પ્રેમાળ બનાવ્યો. ગાય જેવાં નમ્ર પ્રાણી તો ક્યારનાં આંગણે બાંધ્યાં હતાં, પણ હસ્તી, નંદી ને વૃષભને એમણે માનવીનાં આજ્ઞાંકિત બનાવ્યાં. પછી તો પ્રગતિ કૂદકે ને ભૂસકે આગળ વધી. સ્ત્રી સંતાનને જન્મ આપી મૃત્યુને વશ થતી. એની પ્રસૂતિ પ્રાણહરા હતી. પછીના કુલકરોએ એ પ્રસૂતિશાસ્ત્રને વિકસાવ્યું. એમાંથી ગૃહ ને પરિવાર આવ્યાં; સમાજ આવ્યો, જનપદ આવ્યાં. અંતિમ કુલકર ભગવાન ઋષભદેવે આમાં વેગ આણ્યો. હિંસા, દ્વેષ ને ૧૨ ચક્રવર્તી ભરતદેવ Page #28 -------------------------------------------------------------------------- ________________ અછત એમના વખતમાં એટલી જાગી કે પૃથ્વીને નવાં મૂલ્યાંકનો સમજાવવા પડ્યાં. સમય તો કસોટીનો ગયો. પણ આખરે માણસ પોતાના પગ પર ખડો થયો. પેટ માટે સ્વાધીન બન્યો ને સંતાન માટે સુવ્યવસ્થિત થયો. એક પ્રેમરાજ્યનો પૃથ્વી પર વિસ્તાર થયો. જગત પ્રેમનું મંદિર બની રહ્યું. આજ એ શાસન સામે દિશે દિશામાંથી બળવો થયાના સમાચાર સેનાપતિ સુષેણ લાવ્યો હતો. ફરી જગતમાં “મસ્ય-ગલાગલ" ન્યાય પ્રવર્તી રહ્યો હતો. લોકો વળી પાછા જૂની વિચારસરણી તરફ વળ્યા હતા. લોકો કહેતા હતા : ‘અમે તો ભાઈ-બહેન જ પરણીશું; એ જ સ્વાભાવિક છે. સાથે જન્મેલાંને સાથે રહેવાનો જ કુદરતી સંકેત છે.” જનપદો કહેતાં હતાં : “દાનને અમે ધિક્કારીએ છીએ. કયો પાગલ પોતાની ચીજ વગર કારણે અન્યને આપશે ? અમારી ચીજ અમારી ! એને જાળવતાં અમે મરી ફીટશું. વધુ હશે તો પણ એનું વિતરણ નહીં કરીએ. ભલે ચોર-લૂંટારા આવતા. અમે સામના માટે પૂરા સજાગ છીએ. એકએકનું લોહી પીશું.” કેટલાક દાંત કચકચાવતા કહેતા : “દયા ? એ સારહીન દયાને અમારે શું કરવી છે ? પહેલા અમે, પહેલું અમારું પેટ ! એ ભરવા અમે દયા-માયા જેવી છેતરનારી લાગણીઓને મનપ્રદેશમાં જન્મવા જ નહિ દઈએ !” ને દેવત? અરે, જ્યાં દેવતાની કૃપા જ સર્વસ્વ હોય ત્યાં વળી માનવીનું દૈવત ? અમે તો હરદમ એ દેવદેવીની જ કૃપા યાચીશું. એમને બલિ આપીશું. એમને પ્રિય સર્વ કંઈ અર્પણ કરીશું. દેવની સામે માનવ કોણમાત્ર ? આમ વસેલાં જનપદોમાં ફરી જંગાલિયત જાગી હતી. સબળ નિર્બળને ખાવા લાગ્યો હતો. નાનાં બાળકો ભક્ષ બન્યાં હતાં, જે સ્ત્રીઓ અપહરણની વસ્તુ બની હતી. એકમેકની સત્તા સ્વીકારવા કોઈ ઇચ્છતાં નહોતાં. તેમનો સ્વછંદી સ્વભાવ શાસન સામે ફરી બળવો જગાવી રહ્યો હતો. અગ્નિની સાચવણનો, એક ઘરમાં વસવાનો ને વહેંચીને ખાવાના સિદ્ધાંતનો એમણે તિરસ્કાર કર્યો. અરે ! જેના હાથમાં એના મોંમાં ! શક્તિમાન સો ખાય. નિર્બળને એક પણ ન મળે ! કૃષક જીવનનો તેમણે નિષેધ ભણ્યો. કુદરતે જીવને જીવની તૃપ્તિ માટે સરજ્યો હોય, પછી આ નકામી કપિની જંજાળ શા અર્થની ! સવી જીવ કરું શાસનરસી ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ધરા ખોદવાની, બીજ વાવવાની, જળ સીંચવાની, દિવસો ને રાતો એની જાળવણી માટે જાગતા બેસી રહેવાની ને છેવટે ઘેર લાવીને પણ દિવસો સુધી જાળવવાની માથાકૂટ કરવી ક્યો મૂર્ખ પસંદ કરે ? આકાશમાં સુંદર પંખી ઊડે છે, પૃથ્વી પર મીઠાં મૃગલાં મળે છે, સાગરમાં મત્સ્યોનો મીઠો માલ જ્યારે જોઈએ ત્યારે તૈયાર છે, પછી આ વાયદાનો વેપાર કોણ કરે? માનવસ્વભાવ એવો છે કે એણે તો એક સિદ્ધાંતને અવગણ્યો, એટલે એના જેવા બીજા સો સિદ્ધાંતોને પણ એ અવગણવાનો. કેટલાક તો એટલે સુધી તૈયાર થયા હતા કે ભગવાન ઋષભદેવે શીખવેલી ભાષા મોંએથી બોલવાનો પણ ઇનકાર કરતા હતા. તેઓ કહેતા કે એથી આપણા મનમાં રહેલ દ્વેષ કે ઘણા પ્રગટ થઈ જાય છે. એ તો મનમાં ને મનમાં ગોપવી રાખ્યાં સારાં. વાત સીધી હૈયામાંથી હાથ દ્વારા પ્રગટ થાય તે જ ઉચિત. વચ્ચે વળી હોઠની નિરર્થક અપેક્ષા કેવી ? જીભને બોલતી બનાવવાનો અર્થ શો? ચાર પગ, ચાર આંચળવાળાં પ્રાણીને ગાય' શબ્દથી જ બોલાવવાની ગુલામી શા માટે કેળવવી આપણને રુચે તે નામે ને તે રીતે ન બોલાવીએ? આમ એકત્ર થયેલાં જનપદો પણ છૂટાં થઈ ગયાં; નગરો ઉજ્જડ થઈ ગયાં; અનેક પરિવાર સર્પકુળની જેમ પરસ્પરનું ભક્ષણ કરી ગઈ કાલની વાત બની ગયાં. ખેડાયેલાં ખેતર, ખોદાયેલાં નવાણ, રચાયેલાં ઉપવન એમ ને એમ અવાવરું પડ્યાં રહ્યાં. ન મળે ધણી, ન મળે ધોરી ! માનવકુલની અંદર પરોવાયેલો પ્રીતિનો એક દોર અદૃશ્ય થતાં સહુ વેરવિખેર થઈ ગયાં. ગઈ કાલ સુધી તો ભગવાન ઋષભદેવના નામમાં ન જાણે શું વશીકરણ હતું કે એમનો શબ્દ ગુંજતો ને તે પ્રકારની સૃષ્ટિ ખડી થઈ જતી. એમની અભય મુદ્રા સામે અપરાધી આવતો કે વિનમ્ર બની જતો. શક્તિનો ઉપયોગ જ ત્યાં અશક્ય હતો. પ્રેમનાં બંધન એવાં અકાર્યા હતાં કે નરપિશાચ પણ જોતજોતામાં માનવશ્રેષ્ઠ બની જતો. અને આજે એ જ માનવ..... એને માનવ કહેવો એ પણ માનવતાનું અપમાન કરવા બરાબર હતું ! રાજા ભરતદેવે પોતાના આજાદીર્ઘ બહુ લાંબા કર્યા. પિતાજી જે દિશામાં રાજ ત્યાગીને ગયા હતા, એ દિશા તરફ દૃષ્ટિ મૂકી. અને ભરતદેવનાં નેત્રો ક્રોધથી ભભૂકી ઊઠ્યાં. એની રક્તિમા પાસે રક્ત કમલની આભા ઝાંખી પડી ગઈ. ૧૪ ચક્રવર્તી ભરતદેવ Page #30 -------------------------------------------------------------------------- ________________ મંત્રીરાજ સુમતિસાગર પાસે જ બેઠા હતા. એમણે પોતાના સ્વામીના પુણ્યપ્રકોપને જાણ્યો. સમુદ્રને શોષી નાખનાર વડવાનલની સંહારશક્તિ એ પ્રકોપમાં પડી હતી. એમણે એ શક્તિને વારવા ને અયોધ્યાપતિને શાંત પાડવા કહ્યું : મહારાજ આ બધો કાળનો પ્રભાવ છે. માણસ તો–' કાળનો પ્રભાવ ?” હા, સ્વામી ! કાળનો પ્રભાવ જ એવો છે કે કલ્પતરુ નાશ પામે, કામધેનુનો નિર્વશ જાય, ચિંતામણિ ખૂટી પડે. ઘટતાંની ઘડી છે. આ બધો કાળનો જ પ્રભાવ છે. માનવ તો બિચારો.....' કાળનો પ્રભાવ એ સાચું. પણ એ કલ્પતરુને ઠેકાણે પિતાજી કેવાં સુંદર વૃક્ષો લાવ્યા ! કામધેનુના ઠેકાણે કેવી સુંદર ધેનુઓ લાવ્યા ! કર્મભૂમિને ભોગભૂમિથી પણ કેવી સુંદર બનાવી ! માણસ મૃત્યુને ભૂલી ગયા – આવવું હોય ત્યારે આવે ! સ્વર્ગને વીસરી ગયા – હો તો હો ! દેવો એને ત્યાં ચાકરી કરવા આવ્યા. માણસ જેટલાં મહાન કોણ ? આ શું બતાવે છે ? નૃપપદના જનક પિતાજી પાસેથી હું તો આ સમજ્યો છું. માનવને બિચારો ન કહેશો. મારી અકર્મણ્યતાને કાળનો પ્રભાવ કહી ન છાવરશો. હું આ સમજ્યો છું. તમે બીજું સમજ્યા હો તો બીજું કહો.' સાચું સમજ્યા છો, સ્વામી ! બુદ્ધિમાનોને કેટલીક વાર બુદ્ધિ જ ભરમાવે છે !” સુમતિસાગરે પોતાની ભૂલ સ્વીકારી. ‘તમારો દોષ નથી. સ્નેહ વસ્તુ જ એવી છે.” ભરતદેવે કહ્યું : “સ્નેહ ઘણી વાર પોતાની જાતને છેતરે છે. સુષેણ ! તારે વિશેષ કંઈ કહેવું છે સુષેણે નમન કરતાં કહ્યું : મહારાજ! એક શાસન, એક સંસ્કતિ. એક ભાષાએક સંસ્કાર – આખી પૃથ્વીને એક દોરે સાંધવાનું પિતાજીનું સ્વપ્ન ઘડીભરમાં જોતજોતામાં અસફળ થયું છે. માનવ ફરી પશુતા તરફ ડગ દેવા મંડ્યો છે ! માનવને દેવ બનાવાય કે ન પણ બનાવી શકાય, પણ માનવને માનવ રાખવા આપ ફરી શાસન સ્થાપો.” ‘સુષેણ ! એની જવાબદારી કાળને માથે હો કે ન હો, પણ રાજા તરીકે એનું ઉત્તરદાયિત્વ મારું છે. એ સ્વપ્નને અસફળ ન થવા દેવું, એ રાજાનું સવી જીવ કરું શાસનરસી જે ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ જીવનકર્તવ્ય છે. એ સ્વપ્ન અસફળ રહે તો આપણું જીવન પણ અસંભાવ્ય બને !” સાચું કહ્યું, પ્રભુ ! એ વાત હું ક્યાં નથી જાણતો કે ભગવાને માનવજીવનમાં કેવી ઉત્ક્રાન્તિ આણી ! જીવન તો હતું, પણ જીવનનો અર્થ કોઈ જાણતું નહોતું. પ્રાણી તો હતાં, પણ પ્રાણધારણનો મર્મ કોઈની પાસે નહોતો. કર્મ તો સહુ કરતાં, પણ સુકર્મ ને દુષ્કર્મ, હેય, પ્રેમ ને શ્રેયને કોઈ પિછાનતાં નહોતાં. આટલું બધું જીવનઋણ ને છતાં એની આટલી ભયંકર ઉપેક્ષા !” મંત્રીરાજે પોતાનો ટેકો આપ્યો. ભરતદેવે જાણે ઘડીભરમાં નિશ્ચય કરી નાખ્યો હોય તેમ સુદઢ સ્વરે કહ્યું: ‘સેનાપતિ ! જાઓ, ઠેર ઠેર પ્રગટ કરો કે હું દિગ્વિજયે નીકળું છું, પૃથ્વીનો ખૂણેખૂણો જીતવા ચાહું છું, મત્સ્ય-ગલાગલ બનેલી પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવા માગું છું, ને શાસન પ્રચારવા માગું છું. કર્તવ્યને તો જીવન વા મૃત્યુ બન્નેથી અજવાળવું ઘટે.' “મહારાજ ! આપને જે કોઈ નીરખશે એ સહુ મૂંગે મોંએ આપનું શાસન સ્વીકારશે.” મંત્રીરાજે કહ્યું. “મને મારો અભિપ્રાય વ્યક્ત કરવા દો. પ્રીતિનું શાસન પિતાજી સાથે ગયું.' સેનાપતિએ લડાઈના નવા પ્રકાર તરફ રાજસભાનું વિશેષ લક્ષ દોર્યું : આજે તો ભય હોય તો જ જાગેલી ભૂતાવળ ભાગે તેમ છે. ભયથી પ્રેમ જાગશે.' “તો ભયથી પ્રતિ પેદા કરીશું. સુષેણ ! કદી ઘી સીધી આંગળીએ નીકળે, કદી વાંકી આંગળીએ. આપણે તો ઘી કાઢવાથી કામ છે. મનુષ્યત્વ જાય, પછી મનુષ્ય રહે કે ન રહે, એ મારે મન સરખું છે.” પણ, પ્રભુ ! એ માટે પ્રચંડ તૈયારીઓ કરવી પડશે.' સુષેણ ! એ દિવસો મને હજી યાદ છે. પિતાજીને પરમ જ્ઞાન–કેવળજ્ઞાન પ્રગટ્યું. અહીં આપણી આયુધ શાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. એક તરફ પ્રેમની જ્યોતિ ઝગી, એક તરફ શાસનની જ્યોત ઝગી. એમાં પણ કંઈક સંકેત હશે એમ લાગે છે. એક તરફ અભય, એક તરફ ભય ! માનવજીવનમાં વસી રહેલાં કંકોને સમજવાં જ પડશે ને !” “એ માટે પ્રચંડ લડાયક સામગ્રી પણ એકત્ર કરવી પડશે ને !” સુષેણે વળી ૧૬ ચક્રવર્તી ભરતદેવ Page #32 -------------------------------------------------------------------------- ________________ ‘કોઈ વાત મારા લક્ષ બહાર નથી. ભય ખડો કર્યો તો એવો ખડો કરવો કે સાંભળીને કે નીરખીને માણસનાં મન જળ વગરની માછલીની જેમ ફડફડી ઊઠે ! ને જેમ માછલી આપોઆપ જળ તરફ ખેંચાય એમ માનવમાત્ર આપણા શાસનને સામે પગલે આવીને વધાવે. એ માટે આવતી કાલે આયુધશાળામાં મળીશું. મહારથી સુષેણ ! યાદ રાખો કે જેણે ચક્રરત્ન જેવા અપૂર્વ રત્નને સુલભ કર્યું. એને બીજું કઈ દુર્લભ નહિ રહે ! અરિ-માત્રનો સંહાર ! જંગલોના અરિ, વન-પર્વતના અરિ, કુળના અરિ, માનવતાના અરિને સંહારવા ભરત જુદ્ધે ચઢશે. ભગવાન ઋષભદેવના કુળનો તો એ મહામંત્ર છે. બોલો, અરિના હણનારને નમસ્કાર ! નમો અરિહંતાણં.’ નમો અરિહંતાણં ! સ્વામી જયવંતા વર્તો ! છ ખંડની પૃથ્વીના વિજય માટે મનુષ્ય ને પશુ અનર્ગળ જોઈશે. જનપદ માત્રને—કૃષકને, પશુપાલકોને આમંત્રણ પાઠવું છું !’ પણ ભરતદેવે સંમતિસૂચક મસ્તક હલાવ્યું ને પુનઃ આત્મનિમજ્જન માટે વિચારમગ્ન બની ગયા. સેનાપતિ સુષેણ અને મહામંત્રી સુમતિસાગર નમસ્કાર કરી ચાલી નીકળ્યા. સવી જીવ કરું શાસન૨સી * ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ રજકો ફિક ભુવનમોહના સેનાપતિ સુષેણ પાસેથી છૂટા પડીને અયોધ્યાપતિ ભરતદેવ, બાલસખી સુંદરીના આવાસ તરફ ચાલ્યા. અયોધ્યા નગરીની દક્ષિણ દિશાના પ્રાન્તભાગમાં, સરયૂનાં રમતિયાળ જળ જ્યાં વળાંક વળીને નદીના અંગમરોડની છટા દાખવતાં વહી જતાં હતાં, ત્યાં ભગવાન વૃષભધ્વજની ભુવનમોહિની પુત્રી સુંદરીનો આવાસ આવેલો હતો. મહાદેવી સુંદરી અને ભરતદેવ ભગવાન ઋષભદેવનાં સંતાન હતાં. ફક્ત બંનેની માતાઓ જુદી જુદી હતી. સુમંગળાનાં પુત્ર-પુત્રી તે ભરત અને બ્રાહ્મી. સુનંદાનાં પુત્ર-પુત્રી તે સુંદરી અને બાહુબલિ. એ વખતે એક માતાનાં પુત્ર-પુત્રી યોગ્ય ઉમરે પતિ-પત્ની થઈને જીવતાં. ભગવાન ઋષભદેવે એમાં પરિવર્તન આણ્યું. એમણે પોતાના ઘરથી જ એનો પ્રારંભ કર્યો. ભરતની બહેન બાહુબલિને આપી, બાહુબલિની બહેન ભરતને આપી. આ ક્રાન્તિ અસાધારણ હતી. માણસનાં મન એકદમ એને અનુસરી ન શક્યાં, છતાં વૃષભધ્વજ તરફની શ્રદ્ધા અને ભક્તિએ એનો ઠીક પ્રચાર કર્યો. આ મૂંઝવણમાં બ્રાહ્મી ભગવાન ઋષભદેવ સાથે સંન્યાસ સ્વીકારી ચાલી નીકળી. સુંદરી પણ જવા તૈયાર થઈ, તો મહારાજ ભરતદેવે રોકી લીધી. એ સુંદરીના સૌંદર્યના પરમ પૂજારી હતા. Page #34 -------------------------------------------------------------------------- ________________ સુંદરીને જોવી ને જીવનનું મધુર સ્વપ્ન જોવું, બંને એમને માટે સમાન હતું. ઉલ્લાસની એ મૂર્તિનું દેહડોલન નવવસંતને શરમાવતું. ભગવાન વૃષભધ્વજને પુત્રો સો હતા, પણ પુત્રીઓ તો બે જ એક સુંદરી ને બીજી બ્રાહ્મી. ચાંદાસૂરજની જોડ જોઈ લો !* યુગલિક ધર્મના પરિવર્તન વખતે પ્રભુએ બ્રાહ્મીને બાહુબલિની સખી બનાવી હતી, ને સુંદરીને ભરતની છાયામાં મૂકી દીધી હતી. ભરત બાળપણથી સુંદરીને ચાહતો હતો. મોટપણે પણ એનો એ ચાહ અલ્પ થયો નહોતો. બ્રાહ્મી એની માતા જેવી સ્વસ્થ હતી. પિતાની પાછળ એ પણ અદશ્યની ખોજમાં, ભોગને ત્યાગથી શોભાવવા ચાલી નીકળી. સ્વસ્થ ને ગંભીર, શીલ અને સૌંદર્યભરી બ્રાહ્મીને સહુ ચિરવિદાય આપી શક્યાં, પણ જાજ્વલ્યમાન સુંદરી માટે એમ ન બની શક્યું. સુંદરી નગરીની શોભા હતી, રાજકુળનો પ્રાણ હતી. સ્વયં મહારાજ ભરતદેવ જ શરમને એક કોર મૂકી એની વિદાયની આડે આવી ઊભા રહ્યા. એમને લાગ્યું કે અયોધ્યાના આવાસમાંથી સુંદરી ચાલી જાય, તો જાણે અયોધ્યા નગરીમાંથી સમસ્ત રૂપમાધુરી વિદાય લઈ લે ! સુંદરી જ્યાં વિહરતી ત્યાં રૂપનું એક વાતાવરણ પાથરતી જતી. એ રૂપસુધાને સહુ વશવર્તી રહેતાં. સુંદરી ભરતદેવના દરબારની સમ્રાજ્ઞી બનીને જીવતી હતી. એના મિષ્ટ અધરો જરા ફરકતા ને એક એક સહસ કવિતાના મધુર ગીતાવલિના મનોહારી સ્વર જેવી એની વાણી સુધા પીવા સહુનાં હૈયાં લાલાયિત થઈ જતાં. એની ભૂકુટિ ચડતી ને નવમલ્લિકાનો યૌવનગંધ જાગી જતો. સુંદરી ખરેખર સુંદરી હતી. જ્યાં સ્પર્શ કરતી ત્યાં સૌંદર્ય જાગી ઊઠતું. કેળના વૃક્ષ નીચે ઊભી રહી એ મયૂરનું નૃત્ય જોતી ને સહુ એ આખા દૃશ્યને અંતરમાં આળખી લેતાં. કોણ સુંદર ને કોણ શ્રેષ્ઠ એ પ્રશ્ન જ ત્યાં શમી જતો. કેળ પણ જાણે સુંદરીથી શોભતી ને મયૂરનૃત્ય પણ સુંદરીની હાજરીથી ઓપતું. સરોવર તો અનેક હતાં, પણ જેમાં સુંદરી સ્નાન કરવા સંચરતી, એ સરોવર અમોઘ કીર્તિ પામી જતું. અન્યની તો શી વાત ! સ્વયં ભરતદેવ જ જીવનસખી સુંદરીને આમ ત્યાગના માર્ગ પર જવા દેવા રાજી નહોતા. આવું ભુવનમોહન સૌંદર્ય પૃથ્વી * અન્ય મત પ્રમાણે ૧૦૩ પુત્ર-પુત્રી હતાં. ભુવનમોહના ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ પર રઝળવા દેવા જેટલા એ સહિષ્ણુ ન થઈ શક્યા. ગાઢ અરણ્યો, ને લાહ્ય વરસાવતાં રણોમાં ભૂખ-પિપાસાભરી સ્થિતિમાં સુશ્રીભરી સુંદરીને તેઓ નિરાધાર ફરવા દેવા તૈયાર નહોતા. મનના મોહની વાત વિચિત્ર છે ને ! પૂજ્ય પિતાજીની સામે જ એમણે સુંદરીના સંન્યાસ માટે ન છાજતી ના કહી દીધી. સાગર સમ ગંભીર પિતાએ સામે એક વચન પણ ન ઉચ્ચાર્યું. છતાં ભારતના અંતરમાં પોતાની મનોદુર્બલતાથી ક્ષોભ તો અવશ્ય થયો. પણ એણે સુંદરીની નવજાત મેઘ સમી ભરી ભરી દેહયષ્ટિ સામે જોયું ને એનું હૈયું ક્ષોભ ભૂલીને મોરલાનો થનગનાટ અનુભવી રહ્યું. અરે ! રાજગૃહોની શોભા સમાન સુંદરી અગર ચાલી જાય, તો નિષ્કાંતિમાન અયોધ્યાના સિંહાસનને અને રાજઆવાસોને એ શું કરે? સુંદરી રાજા ભરતદેવની પ્રેરણામૂર્તિ હતી. એના સફળ ધનુષટંકાર પાછળ સુંદરીનું હાસ્ય ન હોય તો એ ટંકાર એને અફળ લાગતા. પ્રેક્ષકવર્ગમાં દ્રષ્ટા તરીકે સુંદરી ન હોય તો રાજા ભરતદેવ જેવો પણ મલ્લવિદ્યામાં નિપુણતા ન બતાવી શકતો. કમળની પાંખડી જેવાં સુંદરીનાં નેત્રો ફરતાં ને જાણે મુમુક્માં પણ નવજીવનની ઉખા પ્રસરી જતી ! ભરતદેવ જેવા વજકાય પુરુષ સ્ત્રીનું સર્જનજૂનું આકર્ષણ સુંદરીમાં અનુભવ્યું. સુંદરીને પોતાની કરી રાખવામાં એમણે ચિત્તની શાન્તિ અનુભવી. પણ સુંદરીનો મનમયૂર જુદી જ રમણામાં રાચી રહ્યો હતો. ગઈ કાલનું એનું નયનનર્તન, ગઈ કાલનું એનું દેહડોલન પિતાજીના રાજસંન્યાસથી પલટાઈ ગયું. સંસારને જે આજ સુધી પોતાના ઇશારા પર નચાવતી હતી. એમાં જ પોતાના સૌંદર્યનો વિજય લેખતી, એને આજે સમજાયું કે અહીં જાળમાં મત્સ્ય પકડ્યાનો માછીમારનો ગર્વ નિરર્થક છે. કારણ કે ખુદ માછીમાર જ કોઈ મોટા માછીમારની અકાટ્ય જાળમાં મત્સ્ય બનેલો છે. પિતાજી આ ઉન્નત વિચારસરણીમાં પૂજ્ય પ્રેરણામૂર્તિ બન્યા. પોતાનું અણુએ અણુ સૌદર્યભોગને ત્યાગની કલગી પહેરાવવા તૈયાર થયું આખું વાતાવરણ રણઝણી રહ્યું. ને છેલ્લી પળે રે, સાવ છેલ્લી પળે-જ્યારે નાનાંમોટાં અનેક પિતાજીના ચરણમાં મસ્તક ઝુકાવી રહ્યાં ને સંન્યાસનો માર્ગ સ્વીકારી રહ્યાં ત્યારેતે ઘડીએ પોતાનો જીવનસખા ભરતદેવ જ આડે આવ્યો ! એણે ૨૦ ચક્રવર્તી ભરતદેવ Page #36 -------------------------------------------------------------------------- ________________ પોતાની વિદાયને મંજૂર ન કરી ! ભરતદેવની નામંજૂરી એના પગની બેડી બની ગઈ. આજની પૃથ્વીનો માલિક ભરતદેવ હતો ! યુગલધર્મ મુજબ તો સુંદરી પર બાહુબલિનો જન્મજાત હક્ક હતો, કારણ કે એ એક માતાનાં ઉદરથી અવતરેલાં હતાં. બ્રાહ્મી ને ભરત સહોદર હતાં. ભાઈબહેન પતિપત્ની થઈને જીવે એવો જૂનો વ્યવહાર હતો. છતાં ગમે તેમ, નાનપણથી સુંદરી ભરત પ્રત્યે આકર્ષાયેલી રહેતી. દરેક રમત, પ્રત્યેક ક્રીડા ને તમામ હાસ્યખેલમાં ભારતનો જ સાથે એને ગમતો. ઘરડેરાં ચિંતા કરતાં કે આ ગૂંચ કેમ ઊકલશે ? ત્યાં તો ભગવાન વૃષભધ્વજે નવા યુગનું મંડાણ કર્યું, નવું પ્રીતિશાસન સ્થાપ્યું. ભાઈબહેન ન પરણે. એકાએક જૂનાં મૂલ્ય પલટાઈ ગયાં. ભાઈબહેનને પતિપત્ની બનવાનો નિષેધ થયો. યુગલિક ધર્મ ગઈગુજરી બન્યો. નવો યુગ આરંભાયો. એમાં સુંદરી ભરતની બની. બંનેને ઇસિત મળ્યું. પણ આજે એ ઇસિત જ સુંદરીને આડે આવ્યું. ભગવાને રાજા બનીને રાજમાર્ગ પ્રવર્તાવી, હવે યોગીનો માર્ગ લીધો. એ બતાવવા માગતા હતા કે સાચો રાજા સાચો યોગી છે, ને સાચો યોગી સાચો રાજા છે. આ રાજપદ જેટલું સાચું છે, એનાથી હવે જે હું આચરું છું તે ત્યાગપદ વધુ સારું છે, અથવા છેવટે એ જ સાચું છે. ભગવાને કહ્યું : જીવનને સંસ્કારથી શણગારો. ભોગને ત્યાગથી અજવાળો. મૃત્યુ તમને સંસારથી અળગા કરે, એ પહેલાં તમે જ સંસારથી અળગા થાઓ. ભોગમાત્ર તમને છોડી જાય, એ પહેલાં તમે એને છોડી જાઓ એમાં તમારી શોભા છે, તમારો વિજય છે. રાજા કે રાજદંડ તમને નીતિમાન રાખે, એમાં તમારી જાતનું અપમાન છે. ધર્મ તમારો નેતા હો ! ધર્મ તમને દોરે ! ધર્મના ચરણે તમારો વૈભવ રાખની ચપટી બને, ને એ રાખની ચપટી તમારા અંતરનો અલૌકિક રાજવૈભવ બને ! અંધારી દુનિયામાં તમે દીવાદાંડી બનો !' આ ઉપદેશે અનેકને અસર કરી. બ્રાહ્મીએ ભેખ લીધો, અનેકોએ લીધો. સુંદરી પણ એ રસ્તે જવા સજ્જ થઈ. ત્યાં રાજા ભરતદેવે એને રોકી લીધી. પણ આ સુંદરીના રોકવાના પ્રસંગે અજબ વિમાસણ પેદા કરી દીધી. ભુવનમોહના ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવ વિષે પણ સહુના મનમાં કિન્તુ આપ્યું. પણ શક્તિનો પ્રભાવ અચિંત્ય છે. સામાન્ય જનસમૂહ મને-કમને એને વશવર્તી થઈ રહે છે. સહુએ માન્યું કે જગતને પ્રકાશ આપનાર મહાદીપક પણ પોતાની નીચેનો અંધકાર દૂર કરી શકતો નથી, તો ભરત કોણમાત્ર ! એ સુંદરીને ચાહે છે, ને સુંદરીને સંન્યાસિની બનતી રોકે છે, એમાં વળી અનુચિત શું? અનુચિત તો એ થાત કે મનમાં એને માટે મોહ રાખત અને બહાર મોંએ જવાની અનુજ્ઞા આપત. અને પછી સુંદરીને મેળવવા માટે મિથ્યા યત્ન કર્યા કરત ! પણ નિષેધના એ દિવસ પછી જાજ્વલ્યમાન સુંદરી દિન દિન પલટાતી રહી. આજે તો એ સાવ પલટાઈ ગઈ હતી, જાણે પહેલાંની સુંદરી જ નહિ ! ખંજન પંખી જેવી સદા કૂદતી–નાચતી એ સુંદરી ક્યાં ને આજની ચિંતાભારભરી સદા વિચારમગ્ના સુંદરી ક્યાં ? ભરતદેવ આવાસમાં આવ્યા ત્યારે સુંદરી આવાસના છેડે આવેલી આમ્રકુંજમાં હતી, પણ પોતાની ઉપસ્થિતિ માત્રથી આખા વાતાવરણને મધુર રસથી છલકાવી દેનાર એ સુંદરી આજે નહોતી. આકાશમાં પૂર્ણરૂપે પ્રકાશતી પૂર્ણિમાની ચંદ્રિકા જેવી એ, હવે દિનાગને ખીણમાં પડેલી ચંદ્રિકા જેવી લાગતી હતી. થોડી રાતોએ અને થોડા દિવસોએ સુંદરીની કાયાપલટ કરી નાખી હતી. વેદનાનું માધુર્ય લઈને, ઘાયલની વ્યથા લઈને, ભગ્નાશની વ્યગ્રતા લઈને એ આજે જીવતી હતી. સોહામણી સ્ત્રીના કપોલ પ્રદેશનો ઘા પણ જેમ એના શૃંગારનું એક પ્રસાધન બની જાય છે, એમ આ વેદના, વ્યગ્રતા ને વ્યથા પણ સુંદરીના રૂપને જાણે નવું માધુર્ય અર્પતાં હતાં. એનાં ગતિ, વાણી, ભૂભંગ બધાંમાંથી સભાન સોંદર્ય ચાલ્યું ગયું હતું, પણ અભાન સૌંદર્ય ત્યાં આવી વસી ગયું હતું. એક નીચે નમેલી આમ્રવૃક્ષની શાખાને પકડીને સુંદરી ઊભી હતી. પાસે થઈને વહેતાં સરયૂનાં જળને દૂર દૂર વહી જતાં એ નિહાળી રહી હતી. એનો કલ્પનાપ્રદેશ નવનવી કાલ્પનિક સૃષ્ટિ રચી રહ્યો હતો. સુંદરી વિચારતી હતી: સરયૂના જળપ્રવાહ જેવો જ આ સંસારનો પ્રવાહ. અરે ! જેમ પ્રવાહ દૂર દૂરથી આપણી પાસે આવે છે, આપણી પાસે આવીને આપણા દેહને એનાં નવગંધભર્યા શીકરોથી નવરાવે છે, પ્રફુલ્લાવે છે, ને વળી આપણને તજીને એ પ્રવાહ દૂર દૂર ચાલ્યો જાય છે, અદશ્ય થઈ જાય છે — ઘડીભર એમ જ થઈ ૨૨ ચક્રવર્તીભરતદેવ Page #38 -------------------------------------------------------------------------- ________________ જાય છે કે, રે ! કોઈ કાળે પણ એ પ્રવાહ શું આપણી પાસે થઈને આપણને પરિપ્લાવિત કરતો–વહ્યો હશે ખરો ? જો ખરેખર વહ્યો હોય, તો શા માટે એની આડે પાળ બાંધીને સદાને માટે એને રોકી ન લીધો ? કેટલી મોટી ભૂલ !” વિચારમગ્ન સુંદરી દિવાસ્વપ્ન માણી રહી ! એ પુનિત પ્રવાહ ! એ પ્રવાહ પર થઈને પોતાની સિંહણસમી માતા સુમંગલા વહી ગઈ. માર્દવભરી માતા સુનંદા ચાલી નીકળી. અરે ! પેલી નર્તિકા નીલાંજના નીકળી ! દાદીમા મરુદેવી નીકળ્યાં! સહુ જાણે કહેતાં હતાં સુંદરી, ગઈ ગુજરી ભૂલી જા. એ તારી ભૂલ નહોતી, માનવજીવનનું ભાવિ હતું. સહુનું આ રીતે પ્રવાહપતિત થઈને પ્રવાસ કરવાનું સર્જન છે ! ગમે તેવો મીઠો ભૂતકાળ તું ફરી પાછો આણી શકીશ નહિ, વર્તમાનને ભૂત બનતો રોકી શકીશ નહિ; હવે તો ભવિષ્યની ચિંતા કર, જેથી એ બગડવા પામે નહિ.* ત્યાં તો ખુદ પિતા વૃષભધ્વજ આ પ્રવાહ પર નાનકડી મધુર ડોલતી નાવડી લઈને આવી પહોંચ્યા. કાંઠે ઊભેલાંને ઉદ્દેશીને એમણે કહ્યું : “ભવિષ્ય પણ તમને છેતરીને ચાલ્યું ન જાય, તેની સંભાળ રાખો ! કોઈ પણ પળને તમે આવતી રોકી નહિ શકો. આવેલી પળને પળવાર થંભાવી પણ નહિ શકો. ફક્ત સરી જતી એ પળને તમારા જીવનરંગથી રંગી દો ! એ ભૂતની કથા બને, એ પહેલાં એને તમારા પુનિત આચરણથી અજવાળી દો !” પિતા વૃષભધ્વજની વાણી ! અરે ! એવા નરપુંગવ તો આ પૃથ્વી પર થયા કે થશે ! કિનારા પરનાં સહુ નાચી ઊઠ્યાં. પિતાજીએ પોતાનો વરદ હસ્ત લંબાવ્યો. સહુ એ હાથ પકડી પકડીને નાવડી પર ચઢી ગયાં, રે સુંદરી! તું તો પિતાની લાડકવાયી પુત્રી ! તેં તો એમ માન્યું કે હમણાં જ હાથ પકડીને નાવડીમાં કૂદી પડીશ ને પિતાની હૂંફાળી ગોદમાં ફૂલદડાની જેમ આળોટી પડીશ. પિતાજી હસીને મારા લાલ કંકુવરણા ભાલ પર પ્રેમભર્યા નેત્રોથી અમી વરસાવશે ! મારા ઘનશ્યામ કેશકલાપ પર એમનો હસ્ત પ્રસારશે ! રે સુંદરી ! એ બડભાગી પળે તારા નાનાશા હૃદયપાત્રમાં એ હર્ષનો સાગર કેમ કરીને સમાશે ? સહુ નાવડીમાં બેસી ગયાં. હવે પોતાનો વારો આવ્યો. પિતાનો લંબાયેલો * જુઓ, આ લેખકનું “ભગવાન ઋષભદેવ'. ભુવનમોહના ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ હાથ ગ્રહવા એ જેવી હાથ લંબાવે છે, એવો એક બીજો સશક્ત હાથ વચ્ચે આડો આવી રહ્યો. રે! કોણ રોકે છે મને ? પિતા પાસે જતી રોકવાનું એ દુઃસાહસ કોણ આચરે છે ? સુંદરી પાછું વાળીને જુએ છે તો પોતાનો બાલસખા ભરત ! જેના સામર્થ્ય ઉપર, જેના વજનિર્ણય પર, જેની અદમ્ય કાંતિ પર, જેના સંસારદુર્લભ સદ્ગુણો પર ગઈ કાલ સુધી પોતે આફરીન હતી, એ જીવન સખા ભરતનો આડો હાથ ! પિતાની સાથે જવાનો નિષેધ ! સુંદરીને અનિવાર્ય રીતે રોકાઈ જવું રહ્યું ! રે ! પોતે કોને શું કહે ! એક તરફ પ્રાણપ્રિય પિતા, એક તરફ સદાનો સ્નેહી ભરત ! પિતાનો હાથ ધર્મધ્વજની જેમ લંબાયેલો જ રહ્યો, અને નાવડી મધુર નિનાદે તીર પરથી સરવા લાગી. અંદર પ્રવાસી બની બેઠેલાં બધાં મધુર રવે કૂજી ઊઠ્યાં. પ્રસન્ન ગીતલહરીથી આખું વાતાવરણ નાચી ઊઠ્યું. સહુ વિદાયના બોલ આપવા ને લેવા લાગ્યાં. પોતે વ્યાકુળ બની બેઠી. પ્રવાહમાં ઝંપલાવવા કદમ બઢાવ્યા, પણ વચ્ચે ભરતદેવે એને રોકી લીધી. એનાથી ચીસ નીકળી ગઈ : પિતાજી' મેઘગર્જના જેવો પિતાજીનો સ્વર આવ્યો : “સુંદરી ! હવે રોકાઈ જા ! સમયને ધીરજથી શોભાવ ! ભરતને નિરાધાર ન કર ! તારા નિરધારને શિથિલ ન કર !” નિરધાર ને નિરાધારતાનું કેવું કંઠ ! નાવ ચાલી ગઈ ! સુંદરી જોતી રહી ગઈ. જાણે પ્રાણ ચાલ્યા ગયા ને દેહ રહી ગઈ ! આમ વિસ્મૃતા બનીને સુંદરી દૂર દૂર પ્રવાહ પર દૃષ્ટિ છોડાવી રહી, એ પ્રવાહ પર એક પ્રેમભરી સૃષ્ટિ રચી રહી. પણ નાના હરણ-બાળ જેવી એની દૃષ્ટિ પણ કેટલે સુધી દોડે ! થોડે જઈને એ અટકી રહી ! એક આંસુ મોતી બનીને છીપમાંથી બહાર આવ્યું, ત્યાં સુંદરીને શોધવા આવતા વ્યગ્ર ભારતની બૂમ સંભળાઈ. સુંદરી !” ૨૪ ચક્રવર્તી ભરતદેવ Page #40 -------------------------------------------------------------------------- ________________ રે મ-મi જી વોr (ાધાર) पि.३८२००९ બીજી આત્મસૌંદર્યનો ભોગો ની તે આત્મર 'સુંદરી !' ભરતનો અવાજ. અવાજ કેવો મીઠો ! કેવો પ્રેમરસભર્યો! એ મધુર સ્વર પર સંસારની ગમે તે સુંદરી વારી જાય, તો સુંદરી કોણ માત્ર ! સુંદરી' ફરી અવાજ આવ્યો, મધુર ઘંટડીના રણકાર જેવો. ઘડી પહેલાં રાજસિંહાસને બિરાજીને પૃથ્વીને કંપાવનાર શંખનાદ કરતી જાણે એ આ વ્યક્તિ જ નહિ! સાવ રમતિયાળ છોકરા જેવો એ આતુર કંઠ હતો. એમાં સ્નેહ હતો, માર્દવ હતું, આર્જવ હતું ! કોણ મહારાજા ભરતદેવ ? સુંદરીએ પોતાની થાકેલી દૃષ્ટિને જલપ્રવાહ પરથી પાછી વાળતાં કહ્યું. એમાં થાક હતો – ઉલ્લાસ ન હતો. મૃત્યુ હતું – જીવન ન હતું. આ સ્વરે ભરતને શસ્ત્રના ઘા જેવી અસર કરી. શબ્દશાસ્ત્રની શોધ નવી હતી, એટલે મોટે ભાગે મૌન રહેનાર માનવીના શબ્દોમાં મંત્રાલર જેટલું સામર્થ્ય હતું. સુંદરી ! ભંગ ન કર ! હું તો માત્ર ભરત છું. સુંદરીનો બાલસખા ભરત! એ નથી મહારાજા કે નથી દેવ !” સુંદરીનો બાલસખા ?” સુંદરી તિરસ્કારભર્યા નેત્રોએ ભરત સામે જોઈ રહી. પણ ના, ના, ભરત તિરસ્કારવા યોગ્ય પુરુષ નહોતો. લલાટ પર અષ્ટમીના ચંદ્ર જેવી કાંતિવાળો: મુખ પર સૂરજના જેવી જ્યોતિર્માળ જેવો, Page #41 -------------------------------------------------------------------------- ________________ દુર્જનો માટે યમ જેવો ને સજ્જનો માટે વહાલસોયા મિત્ર જેવો ભરત પૃથ્વીનો પુરષશ્રેષ્ઠ હતો. એની સામે તિરસ્કાર ન શોભે ! પિતાજીએ જ એને સમર્થ સમજી પોતાના શાસનનો ભાર સોંપ્યો હતો... સુંદરી ! એ ભરત તરફ તને તિરસ્કાર ન શોભે ! સુંદરીનાં પોયણાં જેવાં નેત્રોમાં પ્રેમની કુમાશ ઝળકી રહી. ઘડીભર એમ થઈ આવ્યું કે ચાલ, ભરતને ભેટીને સરયૂના ઊંડા ઘૂનામાં જઈને જલવિહાર માણું ! પળવાર એવો ઉમળકો આવી ગયો કે ચાલ, ભરતના સ્કંધ પર ચઢીને હસ્તીના ગંડસ્થલ પર ઝૂલી જાઉં ને ઝૂલતાં ઝૂલતાં ભરતને આખો ને આખો ઊંચે ઉપાડી લઉં ! હા, ગઈ કાલ સુધી તો એના હૈયામાં પણ ભરત, ભરત ને ભરત જ ગુંજતો હતો ને ! સુંદરી ! આટલી ભારે ઉપેક્ષા ? મને સ્પષ્ટ કહે, ગઈ કાલનું મધુ આજે ભારોભાર વિષ કાં બની ગયું ?” ભરત બાળકના જેવા સ્વરે પ્રશ્ન કરી રહ્યો. સુંદરીએ ભરતના ચહેરા પરથી નજર હઠાવી લીધી. એમાં આપોઆપ મોહ જાગે તેવું આકર્ષણ હતું. સુંદરી જાણતી હતી કે ભારત અનેક નવયૌવનાઓના મનોમંદિરનો દેવ હતો. સિંહાસનારૂઢ ભરત જેટલો દમામદાર, અસ્પૃશ્ય ને તેજસ્વી લાગતો, એટલો એ સિંહાસનથી અળગો થતાં પ્યારો, સ્પર્શ્વ ને મધુરો લાગતો. એણે ભરતની સામે જોયા વિના જ કહ્યું : વિષ કયું ને મધુ કર્યું, એની જ મૂંઝવણમાં દીવાની બની ગઈ છું. ભરત! સ્નેહ રાગભરી રમત રમનારીને ખબર નહોતી કે એની પ્રેમરજુ એનું જ પગબંધન બની જશે !' ભરત તારું બંધન કે તું ભરતનું બંધન ! જે રસ્સી કોઈને બાંધે છે એ પહેલાં પોતાની જાતને પણ બંધનમાં નાખે જ છે. પિતાજીના નિર્ણયને માન આપ, સુંદરી !' પિતાજીએ નિયમ બનાવ્યા સંસારમાં રહેનાર માટે, સાથે સાથે એ નિર્ણય પણ આપ્યો કે સંસાર તજી વનજંગલમાં જનારને રાજશાસનનો કોઈ નિયમ પડતો નથી. રાજદંડથી પણ મહત્ત્વનો ધર્મદંડ છે. રાજચક્રથીય મોટું ધર્મચક્ર છે. ધર્મચક્ર સ્વીકારી વન-જંગલમાં જનારને રાજશાસન સ્પર્શી શકતું નથી. ભરત ! હું તો હવે જવા માગું છું, સુંદરી મૂળ વાત પર આવી: ‘જવા ઇચ્છતી સુંદરી પર ભરતનો કોઈ અધિકાર નહીં.” ૨૬ ચક્રવર્તી ભરતદેવ Page #42 -------------------------------------------------------------------------- ________________ કોઈ અધિકાર નહિ ? ભરતે વ્યાકુળતાથી પૂછ્યું સુંદરી મૌન રહી. એના નિશ્ચલ ઓષ્ઠ વધુ સખત રીતે બિડાયા. પણ એથી તો સુંદરી ભરતને વધુ આકર્ષી રહી. “સુંદરી પર ભરતનો કોઈ અધિકાર નહિ ? ફરી ભરત બોલ્યો. એના ટટ્ટાર દેહમાં જાણે શિથિલતા સ્પર્શ કરતી લાગી. ભરતના મોં પર મા વિનાના બાળકના જેવું ઓશિયાળાપણું છવાઈ રહ્યું ! ના, ના, ના !” એક વાર પણ નહિ, એકવીસ વાર પણ નહિ !” સુંદરીએ દઢતાથી હોઠ બીડીને કહ્યું. ફરીથી એ જલપ્રવાહને દૂર દૂર સરતો નીરખી રહી. પિતાજીએ ગણિત તને શીખવ્યું છે, એટલે એક વાર ને એકવીશ વાર વચ્ચેનું અંતર તો તું સમજી શકે. પણ તું જઈશ તો ભરતનું સ્વપ્ન છિન્નભિન્ન થશે. સુંદરી ! કપરી કસોટી ભરતને માથે આવીને ઊભી છે. માનવતાના મોલ સુકાયા છે. પિતાજીએ પ્રસારેલું શાસન ખત્મ થવાની અણી પર છે. એમણે પ્રસારેલી તત્ત્વત્રયી-અસિ, મસિ ને કૃષિ અને ગુણત્રયી–દયા, દાન ને દેવત– પૃથ્વીને પાટલેથી હણાતાં ચાલ્યાં છે !” ‘આપણી અસવિચારમાળાનો જ એ પડઘો હશે. અશુદ્ધ અંતઃકરણો પાસે સત્ત્વ પણ ક્યાં સુધી ટકી શકે ?” હું કારણમાં ઊતરવા માગતો નથી; હકીકત કહું છું. સંસ્કાર ને સુધારણામાંથી લોકની શ્રદ્ધા ઊઠતી જાય છે. માનવી ફરી જંગલ તરફ ચાલ્યો છે, ને જંગલના જીવો તો હજી અણઘડ શિલા જેવા ત્યાં ને ત્યાં છે. આપણા પૂર્વજોએ માનવ નિર્માણ કર્યો, અને પિતાજીએ માનવતા ઘડી. સુંદરી ! આજે બંને બગડ્યાં છે. મારે ફરી માનવ ઘડવો છે, ને એથીય વધુ તો માનવતાના શિલ્પી બનવું છે.' ‘તેની કોણ ના કહે છે ?” પણ સુંદરી! તું સાથ આપે તો જ એ સ્વપ્નસિદ્ધિ શક્ય છે.” સુંદરીની આશા હવે આકાશકુસુમ જેવી જાણજે.” ‘આકાશકુસુમ ? કેટલા ભારે શબ્દો ! પહાડનું શિખર ઉપાડીને ફેંકી આત્મસૌંદર્યનો ભોગી ર૭ . Page #43 -------------------------------------------------------------------------- ________________ શકાય, પણ મોંએથી આ શબ્દનો ઉચ્ચાર કરવો કઠિન છે : આકાશકુસુમ !” ભરતે જાણે હૃદય ચિરાઈ જતું હોય તેમ એ શબ્દો પર ભાર મૂકતાં કહ્યું, ‘સુંદરી ! સંસારમાં ગર્વ નિરર્થક છે. હું જાણું છું કે પિતાજીએ શિક્ષણમાં તમને પુત્રીઓને પહેલું સ્થાન આપ્યું. અમને પુત્રોને પાછળ રાખ્યા. પહેલાં તને અને બ્રાહ્મીને ખોળે બેસારીને શબ્દ-અંકની પંડિતા બનાવી. અરે ! તમારા પરથી વાણીને સરસ્વતી એવું સ્ત્રીનામ આપ્યું. બ્રાહ્મીને હંસ પ્રિય છે ઃ સદા વિવેકીનીરક્ષીર નીરખીને ચાલના૨. તને દિવ્યાનંદી મોર પસંદ છે, સદા નૃત્ય કરતો ને સાથે સાથે સાપને પણ ગળતો. તમારા પંખીશોખ એ પ્રકારના હોવાથી સરસ્વતીના વાહન તરીકે પણ સહુએ એ બેને કલ્પ્યાં છે !' ભરત ભૂતકાળમાં સરતો લાગ્યો. એ થોભ્યો ને વળી બોલ્યો : ‘પણ ઓ પંડિતા ! ક્ષણવાર માટે એ પાંડિત્ય ભૂલી જા ! એ જ્ઞાનનો બોજ હટાવી દે, ને એ નદી-કંદરાઓને યાદ કર, જ્યાં આપણે સાથે રમ્યાં હતાં; એ પહાડ-પર્વતોને સ્મૃતિમાં આણ, જ્યાં મારા ખભે તું ને તારા ખભે હું બેસીને ખેલ્યાં હતાં. સરયૂતીરની એ ફૂલવાડીઓ શું સાવ ભૂલી ગઈ કે જ્યાં સાથે બેસીને આપણે વેણીઓ ગૂંથી હતી. રે ! તારા હાથની ગૂંથેલી વેણી પહેરવા કેટલા સમવયસ્ક મિત્રો ઉત્સુક હતા ? તારા પર કેટલા મરી ફીટતા હતા, છતાં તેં નિર્લજ્જ થઈને નહોતું કહ્યું કે, હું તો મારા ભરત કાજે જ વેણી ગૂંથું છું, અન્ય કાજે નહિ ?” ભરત વળી થોભ્યો ને થોડી વારે ભાવાવેશમાં આવ્યો હોય તેમ બોલવા લાગ્યો, મારો ભરત ! સુંદરીનો ભરત ! એ મારો ભરત ક્યાં ગયો ? એ ભરતની સુંદરી ક્યાં ગઈ ? શું એ બધું છળ હતું ? શબ્દછળ હતું ? અરે ! હજી સુધી માણસ જિા સહેલાઈથી કપાવી શકે છે, પણ એટલી સહેલાઈથી અસત્ય વદી શકતો નથી.’ ભરત બોલતો બોલતો અટક્યો. સુંદરીના કાન ભરત તરફ હતા, અને દૃષ્ટિ પ્રવાહ તરફ હતી. સુંદરીએ ભરતના પ્રશ્નનો જવાબ ન વાળ્યો ! એનું મૌન ભરતને વધુ અકળાવી રહ્યું. વિહ્વળ બનતા ભરતે આગળ ચલાવ્યું. દિલનું જોશ એને બોલાવી રહ્યું હતું. ૨૮ : ચક્રવર્તી ભરતદેવ Page #44 -------------------------------------------------------------------------- ________________ સુંદરી ! હું કદી ખોટું બોલતો નથી, કદી દંભ સેવતો નથી. પિતાજી પાસે મેં દંભ સેવ્યો હોત ને તને જતી ન રોકી હોત તો ? મેં અંતરમાં ના સંઘરી મોંએથી હા ભણી હોત તો ? તો જરૂર મારી મર્યાદા જળવાઈ હોત પણ સાથે સાથે શું એ અશુભ કર્મ ન થાત? મનની સરસ્વતીને ભ્રષ્ટ કરવાનું એ દુષ્કર્મ ન કહેવાત? વાણી સત્યની પુત્રી છે, એમ પિતાજી કહે છે. શું એ અનર્થ મારા હાથે ન થાત ? અને પૃથ્વી પર અધર્મનો ભાર ન વધત ? બોલ સુંદરી ! મને ઉત્તર વાળ !” જરૂર અશુભ કર્મ થાત ! આપણા કુળમાં માણસ મનમાં કંઈ વિચારે ને મોંએ કંઈ બોલે, એવું કદી બન્યું જ નથી. વાચા લાગણીમાંથી જાગવી જોઈએ, લુચ્ચાઈમાંથી નહિ. અને ભરત ! તેં અપ્રિય છતાં હૃદયગત સત્યને પ્રગટ કર્યું એટલે તો પિતાજી નારાજ પણ ન થયા અને હું નાખુશ થયા છતાં તને તિરસ્કારી પણ શકી નહિ.” ધન્ય સુંદરી ! તો હવે ભરતના પહેલા પ્રશ્નનો ઉત્તર આપ ! બીજા કુમારોએ જ્યારે તારી પાસે માગણી કરી કે તારી ગૂંથેલી વેણી અમને પહેરાવ ત્યારે તે વખતે તે નિર્લજ્જ બનીને નહોતું કહ્યું કે હું તો ભરત કાજે જ વેણી ગૂંથું છું, અન્ય કાજે નહિ. ઉત્તર દે, સુંદરી ! નિરર્થક મૌનનો આશ્રય ન લઈશ. વાણી અંતરને પ્રગટ કરનારી છે. વાણી ને અંતર જુદાં જુદાં હોય એ તો મહાપાપ છે.' ભરતે સુંદરીના સુંદર ચિબુકને સ્પર્શ કર્યો ને એના આડા ફરેલા મોંને પોતાના તરફ ફેરવતાં કહ્યું. મેં કહ્યું હતું. હું ક્યાં ના ભણું છું ? જરૂર કહ્યું હતું. જાણે ભરતથી કેડો છોડાવવા માગતી હોય તેમ સુંદરીએ કંટાળાથી કહ્યું. ધન્ય! ધન્ય ! અને એ વખતે પિતાજીએ પ્રવર્તાવેલા નવા નિયમની તને ખબર નહોતી ?” ‘હતી.” “તો પછી વાણીનો દંભ કેમ સેવ્યો ?” વાણીનો દંભ ? વાણીનો દંભ નહિ તો બીજું શું? તેં તારા હાથે ઉછેરેલી માધવી ને માલતીનાં પુષ્પો સદા મારા વલય કાજે જ શું નથી ગૂંથ્યાં ? હાથીને ગંડસ્થળે આત્મસૌંદર્યનો ભોગી ર૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ આપણે શું નથી ઝૂલ્યાં ? અને એ બધી વખતે તેં બીજાની સાથે રમવાની શું ના નથી પાડી ?” ‘એ બધુંય સાચું છે,' સુંદરીએ કહ્યું. ‘તો સુંદરી ! સ્પષ્ટ રીતે જાણી લે, કે ભરતના વ્યામોહ માટે ભરત કરતાં સુંદરી વધુ જવાબદાર છે. તેં શા માટે મને પૃથ્વીના ષટ્ખંડ જીતી ભરતખંડનું એકચક્રી શાસન સર્જવા પ્રેરણા આપી ? તેં જાતે આયુધશાળામાં આવી અને ચક્રની ઉપાસના માટે શા માટે સદા સજગ રાખ્યો ? ને ચક્રવર્તી બનવાની પ્રેરણા શા માટે આપી ” ભરત આવેશભેર પૂછી રહ્યો. સુંદરી ચૂપ ખડી હતી. ભરત આવેશમાં લગભગ ચિત્કાર કરતો હોય તેમ બોલ્યો : ને ભરી સભામાં ભરતને છાંડીને ચાલ્યા જવાની પણ તેં માગણી કરી ને ? એ રીતે સત્યપુત્રી સરસ્વતીનું તેં અપમાન કર્યું, એ સમજી કે નહિ ? ભરી સભામાં તને જતી રોકી રાખી ભરતને તેં નીચાજોણું કરાવ્યું તે પણ તેટલું જ સાચું ને ?” ‘સાચું. પણ સુંદરીને ખબર નહોતી કે ભરત આટલો ઘેલો હશે ! એ દિવસની બે છોકરાંની રમત આજે આવું જીવનશલ્ય બની જશે, એનું એને ભાન નહોતું. ભરત ! પિતાજીનું અનુશાસન તો યાદ કર ! પિતાજીએ કહ્યું હતું કે ભોગ સુંદર છે, પણ એનો ત્યાગ ભવ્ય છે. એ રસ્તે જતા કોઈને ન રોકવા. ભરત ! પિતાનું અનુશાસન યાદ કર !” સુંદરીના દિલમાં ફરી ભરતનો છૂપો પ્યાર હુંકાર કરતો લાગ્યો. પિતાજીનો વારસદાર હું, પિતાજીનું અનુશાસન ઉથાપવા જેટલો નીચ હઈશ, એવી કલ્પના તેં કેમ કરી ?” નહિ તો સુંદરીનો તારે કયો ખપ ?? સુંદરીનો મારે ઘણો ખપ છે. એણે મને ચક્રવર્તી થવાની પ્રેરણા આપી છે. આ પૃથ્વીને પરાક્રમ ને પ્રભુતાથી છાવરી દેવાની ને એ દ્વારા આખી પૃથ્વીને ભરતખંડ કે ભારત વર્ષ નામ આપવાની પ્રેરણા પણ એણે આપી છે. પિતાજીના અનુશાસનનો અર્થ હું સમજ્યો છું. પુરુષ પોતાની પ્રે૨ણાને કોઈ કારણે છોડી ન શકે ! સંસારને તજીને જનાર સુખી છે, પણ સંસારમાં રહેનારને ઉપાધિનો પાર નથી. એ ઉપાધિમાં મને તારો ખપ પડશે, સુંદરી !’ ૩૦ * ચક્રવર્તી ભરતદેવ Page #46 -------------------------------------------------------------------------- ________________ મારો ખપ ?” હા.' અસત્ય. તને મારો ખપ નથી. તને સુંદરીના દેહસૌંદર્યનો ખપ છે.' સુંદરી ! વ્યર્થ તિરસ્કાર ન કર ! એના કરતાં પિતાજીનું પેલું રહ્યું ધનુષ્ય ! આ રહ્યું અમોધ બાણ ! એ તાકીને ભરતના હૈયાને વીંધી નાખ. ભરતને વાસનાના આવેશવાળો કોઈ પશુ ન માનીશ. હું પણ મહાન પિતાજીનો પુત્ર છું.’ તો તું શું ચાલે છે?” સુંદરીના આત્માનો પ્રેમ, અંતરનો સાથ, હૃદયની ઉષ્મા ! મારા વીરત્વને સૌંદર્ય અવશ્ય આકર્ષે છે, પણ એ વીરત્વ સિંહનું છે, શ્વાનનું નહિ ! ભરતને તારા સુંદર દેહનો મોહ નથી, પણ એમાં વસતા સુંદરતમ આત્માનો છે. જેની દેહમાં આટલું સૌંદર્ય એના આત્મામાં કેટલું સૌંદર્ય ભર્યું હશે ! કાલે સંસાર જીતવા જવું છે. તારા આત્માનો સૌંદર્યદીપ મને સદા પ્રકાશ આપતો રહેશે.” ભરત ! શું તું મને એવી રીતે ભજે છે ?' અવશ્ય, સુંદરી ! હું તારા આત્મસૌંદર્યનો ભોગી છું. પુષ્પમાં સુવાસ રહે, એમ સુંદરી મારામાં રહે એટલું વાંછું છું. મારા મુગટમાં એ કલગી પહેરાવે, મારા વિષયોમાં એ મંગળ તિલક કરે, પરાજયમાં મને હુકસાવે, વિજયમાં મને બિરદાવે ! સંક્ષેપમાં સુંદરી મારા જીવનનો શ્વાસોશ્વાસ બને !” “ધન્ય ભરત ! ખરેખર તું સમર્થ છે ! સાચા સમર્થને સંયમ સુસાધ્ય હોય છે. આ રીતે તો સુંદરી તારી છે. સુંદરીની વેણી પર તારો હક, સુંદરીનો કેશપાશ ગૂંથવાનો તારો હક્ક ! ભરત! ખરેખર ! પિતાજી ભવ્યાતિભવ્ય છે, પણ તેથી તું ઓછો ભવ્ય નથી ! ગિરિથી શિખર ભલે નાનું હોય પણ વામણું તો નથી જ. જા, નિરાંતે વિજય કરીને આવ ! તને ચક્રવર્તીના સિહાસને આરૂઢ થયેલો જોઈને હું જઈશ. તું ગમે ત્યારે આવીશ, તોય તારી રાહ જોતી બેસીશ. તું રજા આપીશ ત્યારે જઈશ !' સુંદરી ! સમજી લે કે ભરત આજે ચક્રવર્તીપદ પામી ગયો. હવે તો સંસારનું ચક્રવર્તીપદ હાંસલ કરવું મારે મન રમતવાત છે. જે ભરત નાના કિશોરની જેમ કૂદકા મારતો હતો. આત્મસૌંદર્યનો ભોગી ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ “ભરત ! જો ને મારી વેણી કેટલા દિવસથી વણગૂંથી છે. આપણા મનની ગૂંચ ઊકલી ગઈ. પણ એની ગૂંચ ક્યારે ઊકલશે ? સુંદરીએ ઘણે વખતે પોતાના મૂળ રમતિયાળ સ્વભાવ પર આવતાં કહ્યું. ભૂખ્યા ભરતને ભાવતું ભોજન મળ્યું. એ સુંદરીના સુદીર્ઘ કેશકલાપને સમારવા બેસી ગયો. આમ્રવૃક્ષોએ આ મિત્રો પર પોતાની નવમંજરી વેરી. સરયૂએ મીઠાં ગીત ગાયાં. ૩૨ ચક્રવર્તી ભરતદેવ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫ ચક્રવર્તીનાં ચૌદ રત્નો શરદ ઋતુના પૂર્ણ ચંદ્રનાં દર્શન કરીને સૂતેલો પ્રવાસી, ગ્રીષ્મના સહસ્રરશ્મિ સૂર્યનાં દર્શન કરતો જાગે ને જેટલું આશ્ચર્ય અનુભવે એટલું જ આશ્ચર્ય કોઈ પણ માનવી, આમ્રકુંજના ભરતને અને આજે આયુધશાળાના પ્રાંગણમાં યુદ્ધના દેવ બનીને ફરતા મહારાજ ભરતદેવને જોઈને અનુભવે ! ધનુષ્યની જેમ ટટાર દેહયષ્ટિ, નિશ્ચલતામાં બિડાયેલા હોઠ, દૃઢતાથી ઊંચું ઊઠેલું મસ્તક, પૃથ્વીને ધણધણાવતા પાય ને પ્રચંડ પ્રલયંકારી તેજથી ઝળહળતાં નેત્રય ! જોનારને એમ જ લાગે કે આ ભરતદેવ એ ભરત હોય જ નહિ ! એ જુદો, આ જુદા ! પેલો ભરત તો આપોઆપ વહાલસોયો લાગે તેવો. એના સંપર્કમાં મીઠાશ મણાય તેવા, ને હોંશે હોંશે એની સાથે વાર્તા-વિવાદ કરવાનું મન થાય એવો હતો; જ્યારે આ તો મેરુ સમાન અચલ, સમુદ્ર સમાન ગંભીર ને વડવાનલ સમ અસ્પૃશ્ય છે ! દૂરથી દર્શન કરવા જેવો પ્રતાપી અને દૂરથી નમસ્કાર કરવા જેવો પૂજનીય ! ભરતદેવની આયુધશાળા અયોધ્યાની ઉત્તર દિશાના એકાંત ભાગમાં આવેલી હતી. એ ખાસ મોટા વિસ્તારમાં પથરાયેલી હતી. એના મધ્યભાગમાં ચક્રરત્નનો આવાસ હતો. વર્ષોની તિતિક્ષા ને તપ પછી આ અવિજેય યુદ્ધ૨ત્નની પ્રાપ્તિ થઇ હતી. Page #49 -------------------------------------------------------------------------- ________________ સહસ્રરશ્મિ સૂર્ય જેવું ચળકતું આ ચક્ર એક પ્રલયંકારી અસ્ત્ર હતું. પૃથ્વીનો વિનાશ એમાં સંગ્રહિત હતો. એ ચક્ર અનેક તીક્ષ્ણ આરાવાળું હતું. એનો તેજભર્યો એક એક આરો અનેક સુતીક્ષ્ણ અસિધારાની ગરજ સારતો. મંત્રદ્રષ્ટા તપસ્વી પુરુષ સિવાય કોઈ એને ઉઠાવી શકતું નહિ. વજ્રકાયપુરુષ સિવાય કોઈ એને ઉઠાવી શકતું નહિ. જે એને સ્પર્શ કરી શકતો, હસ્તામલકવત્ કરી શકતો, એને સંસારમાં અજેય એવું કંઈ ન રહેતું. જીતવા માટે ઇંદ્ર પણ એને સામાન્ય પ્રતિસ્પર્ધી લાગતો. એ અપ્રતિસ્પર્ધીય ચક્રરત્નનો સ્વામી પણ આંધી અને ઉલ્કાપાત વર્ષાવનાર આ શસ્ત્રનો નછૂટકે જ ઉપાય કરતો. એનો જ્યારે ઉપયોગ થતો ત્યારે પૃથ્વી પર હાહાકાર વર્તી જતો. દુશ્મનનાં સૈન્યનાં સૈન્ય એના તેજમાં અભિભૂત થઈ જતાં ને હજી તેઓ નાસવા-ભાગવાનો વિચાર કરે એ પહેલાં તો એના તીક્ષ્ણ આરા એમનાં મસ્તકને દૂધીનાં ડીંટાની જેમ દેહથી ભિન્ન કરી દેતા. કોઈ ખેડૂત ખેતરમાં ઊભેલાં હજારો ડૂંડાની યંત્રથી એકસાથે લણણી કરે, એમ આ ચક્ર જીવતાં માનવીઓનું ખળું કરી નાખતું. આ ચક્રરત્ન જેની પાસે પ્રગટ થતું એનાં ચરણોમાં જગત આપોઆપો ઝૂકતું. આ ચક્રમાં એક એ પણ ખૂબી હતી કે કામ સંપૂર્ણ કર્યા પછી એ ચક્ર આપોઆપ એના સ્વામી પાસે પાછું આવી જતું. આ ચક્રરત્ન વિષે જે જાણતું એના મોતિયા મરી જતા. અલબત્ત, આખી પૃથ્વી ૫૨ એ વખતે મહારાજ ભરતદેવ સિવાય બીજો કોઈ એનો સ્વામી નહોતો. આ ચક્રરત્નનો સ્વામી આપોઆપ ચક્રવર્તી કહેવાતો; જગત જીતવા તો એ પછી નીકળતો ! જેને આ ચક્ર વશવર્તી છે, એવા મહારાજ ભરતદેવ પોતાના મંત્રી સુમતિસાગર અને સેનાપતિ સુષેણ સાથે જ્યારે આયુધશાળાના ચક્રરત્નના ખંડમાં પ્રવેશ્યા ત્યારે દુંદુભિનાદ ગાજી રહ્યો. મંત્રીરાજ ! રાજપુરુષો અસ્ત્રને પ્રત્યક્ષ દેવતા માને છે !” મહારાજ ભરતદેવે મહામંત્રી સુમતિસાગરને ઉદ્દેશીને કહ્યું, અને સહેજ ઝૂકીને ચક્રરત્નને પ્રણામ કર્યા. એમને અનુસરતો શેષ કર્મચારી વર્ગ પણ ચક્રને પ્રણામ કરી રહ્યો. ‘મહારાજ ! જેને ચક્રવર્તી થવું હોય એની પાસે ચૌદ ઉત્તમ વસ્તુઓ હોવી ઘટે–જેને આપ રત્ન કહો છો. ચક્રવર્તીને યોગ્ય આ ચૌદ રત્નોમાંથી સાત ૩૪ * ચક્રવર્તી ભરતદેવ Page #50 -------------------------------------------------------------------------- ________________ સજીવ રત્નો છે, ને સાત નિર્જીવ છે. મંત્રી સુમતિસાગરે આ પ્રસંગને અનુલક્ષીને કહ્યું, “આ ચૌદ રત્નોમાં અગિયાર રત્નોની આપની આજ્ઞા મુજબ રચના થઈ ચૂકી છે. પુરોહિતરત્ન, સેનાપતિરત્ન ને સ્ત્રીરત્નની નિમણૂક આપને માટે બાકી રાખી છે. શેષ રત્નોનું આપ નિરીક્ષણ કરી લો. વળી દેશદેશથી નિમંત્રેલું ને આપણા નિમંત્રણથી દિગ્વિજય માટે સજ્જ થઈને આવેલું સામંતમંડળ આપના આદેશને અનુસરીને એકત્ર થયેલું બહાર બેઠું છે. આપ તેઓને દિગ્વિજય સંબંધી કંઈક સંબોધશો, એવી તેઓ આશા રાખે છે.' અવશ્ય ! પંખીને જેમ પાંખો હોય છે, ને પીંછાં હોય છે, ને તેના બલ પર તે નિરાધાર આકાશમાં પણ નિર્ભય ઊડી શકે છે, એમ મારાં પણ આ બધાં પીંછાં ને પાંખો છે, જેના બળ પર હું નિર્ભર છું. પીછાંરૂપ તે આ સામંત વર્ગ ને પાંખરૂપ તે પુરોહિત ને સેનાપતિ ! મંત્રીરાજ સુમતિસાગર ! તમે મારા પુરોહિતરત્ન છો, ધર્મ-નીતિમાં સહાયક છો. ને આ કાલાગ્નિ જેવો દુસહ ને ગરુડની જેમ આખી પૃથ્વીને પેખનાર સુષેણ મારું સેનાપતિરત્ન છે. એ સર્વ આર્ય તથા મ્લેચ્છ ભાષાઓનો જ્ઞાતા ને લિપિપંડિત છે. શરીરધારી ધનુર્વેદ હોય તેમ એ સર્વ આયુધોમાં કુશળ અને ઇંદ્ર ને સૂર્યનો સમોવડિયો છે.” મહારાજ ભરતદેવે એક આદર્શ નેતાને છાજે તેવા પ્રેરક શબ્દોમાં સહુને સંબોધ્યા. ‘અમને રત્ન કહીને આપ અમારી યોગ્યતાથી પણ વધુ અમને માન આપો છો. સ્વામી, હજી તો અમારે સેવકપદ પણ ચરિતાર્થ કરી દેખાડવાનું બાકી છે. મંત્રી અને સેનાપતિએ વિનમ્રતાપૂર્વક કહ્યું. ‘એ તો પુત્રનાં લક્ષણ પારણામાંથી પરખાય. સેનાપતિજી ! ચાલો, અન્ય રત્નોની વિશેષ પિછાન કરીએ. યુદ્ધના ઝંઝાવાતો જાગશે ત્યારે તો ન જાણે કોણ ક્યારે મળશે !” - “સ્વામી ! એક ચક્રરત્ન, બીજું પુરોહિતરત્ન, ત્રીજું સેનાપતિરત્ન ને આ ચોથું ગૃહપતિરત્ન શ્રીશેખર : આપણા દિગ્વિજયની અંદર અન્ન-પાનની સમગ્ર જવાબદારી એમણે સ્વીકારી છે. આ અર્થે જંગમ અન્નશાળા એમણે ખડી કરી છે. ને તે માટે રાંધનાર, પીરસનાર, અન્ન એકત્ર કરનાર, અને શુદ્ધ કરનાર ચક્રવર્તી ભરતદેવ ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ અને એની વ્યવસ્થા કરનારાઓની એક આખી સેના ઊભી કરી છે. અન્નપાનનો પુરવઠો સદા સંતોષકારક રીતે મળ્યા કરે, એ માટે કૃષિકારોને સંયુક્ત કર્યા છે, ગોપકુળને સંયોજ્યાં છે. સેનાના પહેલાથી છેલ્લા આદમીને પથ્ય, પૌષ્ટિક ને સુસ્વાદુ ભોજન આપવાની તેમની હોંશ છે. આપણે યુદ્ધની કૂચનું માનચિત્ર (નકશો, તેમને આપીએ એટલી વાર છે. સેનાને યોગ્ય સમયે ભોજન મળી રહી તેવી વ્યવસ્થા કરનાર છે.' ખરેખર ! ગૃહપતિરત્નની સેવા જ આપણને તાકાતમાં રાખનારી વસ્તુ છે. પેટમાં પૂરતું પોષણ હોય તો જ સેનાના પ્રાણ થનગનતા રહે. શ્રીશેખર! એટલું યાદ રાખજો કે પાકશાસ્ત્ર એ ચિકિત્સાશાસ્ત્ર(વૈદક)નો બીજો પ્રકાર છે. અને અન્ન એ તો માણસના પ્રાણ છે. શ્રીશેખર ! તમારી સફળતા ઇચ્છું છું. તમને યોગ્ય સમયે કૂચનું માનચિત્ર મળી જશે. મહારાજ ભરતદેવ ગૃહપતિરત્નને બિરદાવતા આગળ વધ્યા. સુમતિસાગર મંત્રીએ આગળ વધતાં કહ્યું : “આ વિબુધશેખર આપણું વાર્ષિકરત્ન છે. વિશ્વકર્માની એ બીજી આવૃત્તિ છે. એક ક્ષણમાં એક નગર સર્જવાની શક્તિ એની પાસે છે. એણે સેનાના પડાવની વ્યવસ્થા સ્વીકારી છે. પહાડ ખોદીને રસ્તા કાઢવાની, ખીણ પર પુલ બાંધવાની, નદીઓ પર સેતુ બાંધવાની તમામ વ્યવસ્થા વિચારી રાખી છે. એક યોજનનો પહાડ એક રાતમાં ખોદીને સીધોસપાટ રસ્તો કરી શકાય તેટલા કારીગરો, તક્ષકો, વર્ધકો, મજૂરો ને શસ્ત્રાસ્ત્રની જોગવાઈ કરી છે. એ કહે છે, કે ભર જંગલમાં પડાવ નાખીને રહેલા ચક્રવર્તીના સૈન્યને પોતે અયોધ્યાના આવાસમાં છે, કે જંગલના મધ્યભાગમાં છે, એની એક વાર તો ભ્રાંતિ થઈ જશે.” ધન્ય ! ધન્ય ! મંત્રીરાજ, રત્નો તો તમે મારી ઇચ્છાનુકૂલ જ શોધ્યાં છે. વિબુધશેખરજી ! રસ્તા એવા બનાવજો કે ચાલતા માણસના પેટનું પાણી પણ ન હાલે, અબોલ પ્રાણીના પગમાં કાંટો પણ ન વાગે,' મહારાજ ભરતદેવ વાર્ષિકરત્નને ટૂંકાક્ષરી સૂચના આપી ત્યાંથી આગળ વધ્યા. આગળ ચાલતા પુરોહિતરત્ન સુમતિસાગર ને સેનાપતિ રત્ન સુષેણ, મહારાજ ભરતને અને તેમના મંડળને આવાસના એક ઊંચ ઝરૂખા પર દોરી ગયા. ૩૬ ચક્રવર્તી ભરતદેવ Page #52 -------------------------------------------------------------------------- ________________ દૂર દૂર સરયૂના પૂર્વ ભાગમાં હાથીશાળા આવેલી હતી. એના દક્ષિણ ભાગમાં અશ્વશાળા ને ગોશાળા આવેલી હતી. અશ્વોના હણહણાટ ને મદગળતા માતંગોના ચિત્કારો દિશાને ભરી રહ્યા હતા. ક્યાંક હાથીઓને કુસ્તી કરાવાતી હતી, ક્યાંક અથખેલન ચાલતું હતું. એમની પદરેણુથી દિશાઓ આવરાયેલી હતી. સેનાપતિ સુષેણે મંત્રીરાજનું સ્થાન લીધું ને કહ્યું : “સ્વામી ! પેલાં આપણાં ગજરત્ન અને પેલાં આપણાં અથરત્ન ! બંને આપની ઇચ્છાનુસાર વતાર્યા પર્વતમાંથી આણવામાં આવ્યાં છે. સમસ્ત અરિદળને સૂંઢના પ્રહારમાત્રથી ભગાડી શકે તેવા માતંગો પણ એમાં છે, ને ગતિમાં વાયુની હરીફાઈ કરે તેવા અશ્વો પણ એમાં છે. સેનાપતિજી ! આજ્ઞા કરતાં આજ્ઞાના હાર્દને સમજનારો સેવક જ સ્વામીનો સાચો મિત્ર છે. ગજરત્ન ને અથરત્ન તો ખરેખર ઉત્તમ એકત્ર કર્યા છે. પશુને કેળવીએ તો માણસ કરતાંય વધુ વફાદાર રહે છે, ને પેટના પુત્ર કરતાંય વધુ સેવા કરે છે, મહારાજ ભરતદેવે પ્રશંસાભર્યા શબ્દોમાં કહ્યું. ભરતદેવને તેમના પિતા ઋષભદેવે નીતિશાસ્ત્રમાં ને નૃત્યશાસ્ત્રમાં કુશળ કર્યા હતા. આવા પ્રસંગોએ સામાન્ય વાર્તાલાપ દ્વારા નીતિદર્શન કરવામાં ભરતદેવ અજોડ હતા. આ વાક્યોમાં પશુઓ તરફ માણસની કૃતજ્ઞતાનો ખ્યાલ હતો. હવે આપ આયુષ્માન ! ભંડાર તરફ પધારો ! આપે કહેલાં ખગ, કાકિણી ને મણિરત્નોનો સમૂહ ત્યાં મોજૂદ છે !” સેનાપતિએ હાથથી દિશા ચીંધતાં કહ્યું. ચંદ્રને નક્ષત્રમંડળ અનુસરે એમ મહારાજ ભરતદેવને સહુ અનુસર્યા. એક યોજનના વિસ્તારમાં આ ભંડાર આવેલો હતો. પહેલો વિભાગ ખગ્નનો હતો. ‘આ ખગરન બત્રીસ અંગુલ પ્રમાણ છે.” સેનાપતિ સુષેણે એક ખડ્ઝ ઉપાડી એની તીક્ષ્ણ ધાર પર આંગળી ફેરવતાં કહ્યું. પણ એમ કરતાં ઇરાદાપૂર્વક કે પછી અજાણતાં–કશુંય નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી–એ ખગરત્ન પર આંગળી ફેરવતાં, એની તીક્ષ્ણ ધાર સુષેણની આંગળીમાં ઊતરી ગઈ. દડ દડદડ કરતું રક્ત વહી નીકળ્યું. ચક્રવર્તીનાં ચૌદ રત્નો ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ અરે સુષેણ ! આ શું !' ને ભરતદેવે પોતાના વફાદાર સેવકનો અંગૂઠો હાથમાં લઈ તેના પર પોતાના ઉત્તરીયથી પાટો બાંધવા માંડ્યો. સુષેણની વેદના એમના મોં પર પણ પ્રસરી ગઈ. સ્વામીને આમ પોતાના માટે અડધા અડધા થઈ જતા જોઈ સેવકના હૈયામાં આનંદની છોળ ઊઠી. એણે એ રક્તનું પોતાના સ્વામીના કપાળમાં તિલક તાણી દીધું. સ્વામી ! આ રક્તતિલક એ વિજયતિલક છે. આપ જયવંતા વર્તો ! પ્રકૃતિ આ રીતે આપણા વિજયનો સંદેશ પાઠવે છે,’ સેનાપતિ સુષેણે હર્ષપૂર્વક ઘણી વાર સ્વામી કરતાં સેવકો વધુ મોટાઈ દાખવે છે; ને ખરે વખતે સેવકની એકાદ ભૂલ સાંખતાં સ્વામીને જાણે કંઈનું કંઈ થઈ જાય છે !' ભરતદેવે સેવકો પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરતાં કહ્યું. અમારા સ્વામી તો જગતમાં અદ્વિતીય છે.” મંત્રી અને સેનાપતિએ આભારવશ મસ્તક નમાવતાં કહ્યું. જનસમાજ કહે છે કે રાજા ભરતે કોઈ મહામંત્ર જગ્યા છે, અને તેથી તે અવિજેય છે. એ બિચારાઓને ક્યાં ખબર છે કે ચક્રવર્તી ભરતના વિજયનો મૂળ મંત્ર કયો છે ?” ભરતદેવે પોતાના સેવકોની પ્રશંસા કરતાં કહ્યું ને આગળ વધ્યા. આ મણિરત્ન અને આ કાકિણીરત્ન ! સ્વામી ! આ કાકિણીરત્ન સેનાને રાત્રે કૂચ કરવા માટે સૂર્યના પ્રકાશની ગરજ સારશે. ભૂગર્ભને ભેદવા માટે એ સુરંગનું કામ પણ કરશે. અઘોર વનોવેડવામાં એ અગ્નિની ગરજ સારશે. અને આ મણિરત્ન ! મસ્તક પર કે મંચ પર બાંધવાથી યોજન સુધી પ્રકાશ વેરશે. આ ચૂડા-મણિ શેષનાગની ફણાઓ પરથી મેળવવામાં આવેલા છે. જે પૃથ્વીનો પ્રવાસ આપણે કરવાનો છે, એ પૃથ્વી ઘણી ભયંકર છે. કેટલાક પ્રદેશોમાં સદા રાત છે, ક્યાંક અર્ધ વર્ષ જેવડી રાત ચાલે છે, ક્યાંક તો સૂર્ય જ હજી સુધી દેખાયો નથી. આ મણિરત્ન ત્યાં સૂર્યની ગરજ સારશે.” ભરતદેવે એક મણિરત્નને પોતાના મુગટ પર મૂક્યું. આખી આયુધશાળા પ્રકાશથી ઝળહળી ઊઠી. થોડી વારે તેઓ ચક્રરત્નના આવાસમાં આવ્યા. મહામંત્રીએ એક છત્રને ઊંચું કરતાં કહ્યું: “સ્વામી ! અજબ જેવી પૃથ્વીઓ ૩૮ ચક્રવર્તી ભરતદેવ Page #54 -------------------------------------------------------------------------- ________________ આપણે વીંધવાની છે. એવા એવા પ્રદેશોમાં થઈને આપણી સેનાઓ પસાર થશે કે જ્યાં ધરતી આગ પર મૂકેલા લોઢાના તવા જેવી તપતી હશે. ઊકળતી વરાળોના ગોટેગોટ ત્યાં ઉષ્ણ જળ વરસાવતા હશે, ભયંકર વાવંટોળો પૃથ્વી ૫૨થી જીવજંતુઓને આકાશે ચડાવી, વાદળરૂપે મત્સ્યના વરસાદ, વીંછીના વરસાદ, સર્પના કણાઓના વરસાદ, કરચલાઓના વરસાદ વરસાવતા હશે. માણસ બે ઘડી ત્યાં ઊભો રહે તો નીચે ને ઉપરથી ઢોકળાં બફાય એમ જીવતો બફાઈ જાય. એ વખતે મસ્તકનું રક્ષણ આ છત્રરત્ન કરશે, પગનું રક્ષણ આ ચર્મરત્ન કરશે. કેટલાક પ્રદેશો પર રાતદિવસ વરસાદ જ વરસ્યા કરતો હશે ? પૃથ્વી ઉપર પણ પાણી ને આકાશમાંય પાણી ! એ વેળા સૈનિકો ચર્મનૌકા પર તરશે ને છત્રથી દેહનું રક્ષણ કરશે.’ સઘળી તૈયા૨ીઓ મારી ઇચ્છાનુકૂલ જ થઈ છે,' ભરતદેવે છેલ્લે છેલ્લે પ્રમાણપત્ર આપતાં કહ્યું, “હવે હું પૃથ્વીને હાથવેંતમાં જિતાયેલી જોઉં છું. કેટલીક વાર યુદ્ધ કરતાં યુદ્ધની હવા વધુ કામ કરે છે. માણસને મોત કરતાં મોતનો વિચાર જેમ પાંગળો બનાવી મૂકે છે, એમ પ્રતિસ્પર્ધીઓને યુદ્ધ કરતાં યુદ્ધનો વિચાર નબળો પાડી દેનાર થાય એવી તૈયા૨ીઓ થવી જોઈએ. ચક્રવર્તીનાં ચૌદ રત્નોના પરિબલ વિષે સઘળે સ્થળે સ્પષ્ટ જાહેરાત કરતા રહો. ચક્રવર્તી કરતાં તેનું સાધનબલ વિશેષ કાર્યસાધક છે.’ ‘સ્વામીનું નામ જ વિજયનો મૂળ મંત્ર છે. સ્વામી ! આટલાં રત્નો તો આપે જોયાં. હવે આ દંડકરત્ન બાકી છે. વજ્રકપાટ ખોલવા માટે, દુર્ગ કે દ્વાર તોડવા માટે એની રચના કરી છે, નાની-મોટી, લઘુ-દીર્ઘ શ્રેણીઓ એમાં રાખેલી છે,’ મહામંત્રીએ તેરમા રત્નનું વર્ણન કરતાં કહ્યું. ‘હવે રહ્યું સ્ત્રીરત્ન જે રત્ન સ્વામીને પ્રવાસમાં સાથ આપે, યુદ્ધમાં સહાય આપે, મંત્રણામાં પરામર્શ આપે ! સ્વામી કદી થાકે તો નેતૃત્વ પણ લે અને સેનાનું સંચાલન પણ કરે. આવા સર્વથી શ્રેષ્ઠ રત્નનું નામ આપે આપવાનું છે.’ સેનાપતિ સુષેણે વાતવાતમાં સ્પષ્ટતા કરી દીધી. એ લશ્કરી સ્વભાવનો નિખાલસ યોદ્ધો હતો, મોં ૫૨ વાત કરવામાં ને સામે મોંએ ઘા કરવામાં માનનારો હતો. ‘એનું નામ હું યોગ્ય સમયે પ્રગટ કરીશ,’ મહારાજ ભરતદેવે વાત વાળી લેતાં કહ્યું, ‘ચાલો, હવે દેશદેશથી એકત્ર થયેલા સામંતો, સેનાનીઓ ને ચક્રવર્તીનાં ચૌદ રત્નો * ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ સૈનિકોને મળીએ. એમને ઠીક ઠીક રાહ જોવી પડી. મંત્રીરાજ ! ચક્રવર્તીનાં ચૌદ રત્નોનો તેમને પણ પરિચય આપવો જ પડશે.” ‘સ્વામી ! મારે ચૌદ નહિ, તેર રત્નોનો પરિચય આપવાનો રહેશે, મહામંત્રીએ જરા મશ્કરીમાં કહ્યું. સેવક-સ્વામી વચ્ચે આવો મીઠી મશ્કરીનો સંબંધ હતો. મહારાજ ભરતદેવ સાંભળ્યું - ન સાંભળ્યું કરી આયુધશાળાના પ્રાંગણ તરફ ચાલ્યા. પ્રાંગણમાં એકત્ર થયેલા સામંતો, સૈનિકો ને સેનાનીઓએ ભગવાન વૃષભધ્વજની જય ને મહારાજ ભરતદેવની જયથી વાતાવરણ ગજવી મૂક્યું. ૪૦ ચક્રવર્તી ભરતદેવ Page #56 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું માનચિત્ર જયજયકારનો નિનાદ શમી જતાં મહારાજ ભરતદેવે એક વાર આખી સભા પર પોતાનાં નેત્રો ફેરવ્યાં. મરુદેશની સૂકી ભૂમિ પર અષાડનાં પહેલાં વાદળ વરસી રહેતાં જે તૃપ્તિ ને આનંદ પ્રસરી રહે, એવાં આનંદ ને તૃપ્તિ સહુને સ્પર્શી રહ્યાં. ભરતદેવે મુષ્ટિ વાળેલો જમણો હાથ હૃદય સુધી ઊંચો કરી, એના પર ડાબે હાથે અંગુલિસ્પર્શ કરતાં મીઠે સ્વરે પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો. વેણુવન વીંધીને આવતી મલય પર્વતની મીઠી અનિલ લહરી જેવો એ સ્વર હતો. ચક્રવાક સ્વાતિનાં બુંદેબુંદને જે આતુરતાથી ઝડપી લે, એ આતુરતાથી આખી સભા ભરતદેવની શબ્દાવલિને ઝીલી રહી. એ શબ્દાવલિ અદ્ભુત હતી. કદી વર્ષાનો મીઠો ઝરમર ધ્વનિ એમાં ગુંજતો, કદી માતા બાળકને હાલરડાં ગાય એવી મમતા ગુંજતી, કદી દેવમંદિરની ઘંટા જેવો રણકાર એમાં પ્રગટ થતો, કદી કેસરીની ગર્જના સમા ઘેરા રવ ત્યાં પ્રગટ થતા અને કદી યુદ્ધના શખસ્વર એમાં વિકસતા. શબ્દચાતુરીની એ નવી જાગેલી દુનિયામાં ભરતદેવની વાણી સાંભળવાનું સૌભાગ્ય જેને લાગ્યું અને પોતાનો જન્મ સાર્થક લાગતો. ‘સભાજનો !” ભરતદેવની વાણીનો ગંભીર મેઘરવ ગુંજ્યો, “ભગવાન વૃષભધ્વજ આપણા સહુનું કલ્યાણ કરો ! તેઓ તો આપણને માનવજીવનનો Page #57 -------------------------------------------------------------------------- ________________ મર્મ દાખવી, આપણા અંતિમ વિકાસનું દર્શન કરાવવા સર્વસ્વ છાંડીને સાધુ થઈ ગયા. એમનું દર્શન આપણો આદર્શ હો! એમણે આપણને મનુષ્ય બનાવ્યા - મનુષ્યત્વનું દાન કરીને ! એમણે આપણને માનવતા આપી–દયા, દાન ને દેવતના સંસ્કાર આપીને. એક આખું શાસન રચીને, રાજવ્યવસ્થા સ્થાપીને અને અસિ, મસિ, કૃષિના જીવનવ્યવહારો પ્રવર્તાવીને પિતાજી અગમનિગમના રાહે ચાલી નીકળ્યા.' ભરતદેવ બોલતાં બોલતાં થોડું થોભ્યા. પછી આગળ ચલાવ્યું: ‘એ પછી દિવસો વીત્યા. દુનિયા સુખી છે કે દુઃખી, પિતાજીનું શાસન કેવું પ્રવર્તે છે, એ જાણવા મેં સેનાપતિ સુષેણને પૃથ્વીની પરકમ્માએ મોકલ્યો હતો. એ એના સાથીદારો સાથે ફરીને આવ્યો છે. આર્યભૂમિ ને અનાર્યભૂમિને એણે પોતાના પગ નીચેથી કાઢી નાખી છે; પણ જે વર્તમાન એ લાવ્યો છે, તે અત્યંત દુ:ખદ છે,” ભરતદેવ થોડી વાર થોભ્યા. દુઃખભારથી ભરેલા એ સ્વરો આખી સભા શ્વાસ રોકીને સાંભળી રહી. “અનાર્ય ખંડોની દુર્દશા તો ચાલુ જ છે, પણ આર્યખંડમાં પણ અવ્યવસ્થા ને ઉશ્રુંખલતાનું મોજું પ્રસરી ગયું છે. ફરીથી સબળ નિર્બળને ખાય એવો મચ્છગલાગલ ન્યાય પ્રવર્તી ગયો છે. ફરીથી મનુષ્યત્વ લોપાય તેવી ઘડી આવી ઊભી છે. માણસ પોતે પશુ છે, એ ન જાણે કેમ પણ કદી ભૂલી શકતો નથી ! દુઃખકહાણી શું કહું ? ફરીથી અગ્નિને સહુએ હોલવી નાખ્યો છે. કૃષિના બળદોને કૃષિકારની સાથે ઝનૂની લોકો આરોગી ગયા છે. ઝૂંપડીઓમાં વસનારા પ્રજાજનો નરભક્ષકો માટે પીરસેલી પતરાવળી જેવા બન્યા છે. નરમાંસભક્ષકો મિજબાની માટે ઝુંપડીઓ જ શોધતા ફરે છે : એટલે સમૂહજીવન જીવતા લોકો ફરી વનગુફાઓમાં વસવા ચાલ્યા ગયા છે. ગામ, નગર, પુર, પાટણ વસાવવાની કલ્પના જ જાણે ઓસરી ગઈ છે. બલ્બ જેઓ આ રીતે ગામ વસાવીને રહ્યા ને નરભક્ષકોથી હેરાન થયા, તેઓ આપણને ઉપાલંભ આપી રહ્યા છે. તેઓ આપણા શુભ સંકલ્પમાં શંકા આરોપી રહ્યા છે. માણસોમાં પેટ ભરવા માટે પરિશ્રમની વૃત્તિ ખતમ થતી જાય છે. એ કહે છે કે નાનકડું પેટ ભરવા ગોપજીવનની કૃષિજીવનની આટલી લાંબી જંજાળ કોણ વહોરે ? આટલી ચિંતા ખેદભરી શુશ્રુષા કોણ કરે ? અમે તો ભૂખ લાગી ને બહાર નીકળ્યા. સામે માણસ. પશુ, ગાય, મસ્ક કે પંખી જે મળ્યું તે મારીને ૪૨ ચક્રવર્તી ભરતદેવ Page #58 -------------------------------------------------------------------------- ________________ ખાધું. નિરાંત વળી ! મહાનુભાવો! સારાંશમાં માણસ ફરી પશુતા તરફ વળ્યો છે. દયા, દાન ને દેવતની સાથે પિતાજીએ સ્થાપેલી અસિ, મસિ ને કૃષિની સંસ્કૃતિ પણ જોખમમાં આવી પડી છે !” ભરતદેવ થોડી વાર થોભ્યા. વેણુનાદ જેવા એ સ્વરો હતા. સ્વામી અમને આજ્ઞા કરે; એ કાજે જે કરવાનું હોય તે કહે. અમને કર્તવ્યપાલન પ્રિય છે. એની સામે પ્રાણરક્ષા અપ્રિય છે.' સામંતોએ કહ્યું. હું તમને આજ્ઞા આપું મને મારો રાજધર્મ આજ્ઞા આપે. હું અને તમે બંને, એકસરખા આજ્ઞાબંધનથી બંધાયેલા છીએ. મહાનુભાવો ! મનુષ્યત્વ જાય ને માણસ રહે; એનું મારે મન કંઈ મહત્ત્વ નથી. અને એવા માણસો પૃથ્વી પર જીવે એ પહેલાં એના રાજાએ મરવું જોઈએ ! લોકને સુખકારી ન થાય તો રાજા શા કામનો ?” ભરતદેવની વાણીમાં ધનુષ્યનો ટંકાર હતો. આયુષ્યમાન હો ભરતદેવ !' બધેથી પોકાર ઊઠ્યા. આયુષ્ય તો મને – તમને – સહુને પ્રિય છે. પિતાજીના શાસનનો મૂળ મંત્ર જ એ છે, કે આયુષ્ય ને સુખ જેમ આપણને પ્રિય છે, તેમ સહુને પ્રિય છે. જેને શિક્ષા કરવા જઈએ છીએ, તેમને પણ એ પ્રિય છે. પણ માત્ર પ્રિય હોવાથી શું ? જે આયુષ્યની સાથે શાસન નથી, સંસ્કાર નથી, એ આયુષ્ય વનના વિકરાળ વાઘ જેવું છે. એ સદા પરપીડક રહે છે !' ‘સત્યે કહ્યું, “સ્વામી ! અમે એ પરપીડકોને વશ કરવા માટે શક્ય હશે તે સઘળું કરી છૂટીશું.' મને વિશ્વાસ છે તમારી વફાદારી ને બહાદુરી પર. પણ એ પરપીડકો સામાન્ય નથી. શત્રુનું મૂલ્યાંકન કદી ઓછું ન કરવું હોય તેનાથી સવિશેષ કરવું ! વળી આપણે બધું નવે નામે કરવાનું છે. માર્ગો ખોદાઈ ગયા છે. કંદરાઓ ભરાઈ ગઈ છે. દ્રોણી ને દ્રહ ઊતરવાને યોગ્ય રહ્યાં નથી. વીંછી પોતાની પીઠ પર પોતાનું ઘર રાખે તેવા આ લોકો છે. હવાને પકડવી ને એમને પકડવા સરખા છે. પહાડોની અભેદ્ય પર્વતમાળમાં તેઓ વસે છે. આડાં વજલાર ભિડાયેલાં છે. કેટલાક સાગરક્ષિતિજોને સ્પર્શીને અભેદ્ય જલદુર્ગોમાં રહે છે. ઘણા ધારે તો યોજનપર્યત અગ્નિ વરસાવી શકે છે, ધારે તો જળબંબાકાર કરી શકે છે. તેઓને જીતવા ગયેલા કોઈ જીવતા પાછા આવ્યા જાણ્યા નથી. એ માટે પૃથ્વીનું માનચિત્ર ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તીનાં ચૌદ રત્નોની આયોજના છે. એ આયોજના એવી વ્યવસ્થિત ને કાર્યસાધક છે, કે શત્રુનાં હાડ ને ચામ એના વર્તમાનમાત્રથી ખડખડી ઊઠશે. મંત્રીરાજ એ વિષે પછી તમને વિગતે સંભળાવશે.” અમને કૂચનો માર્ગ કહેવાની કૃપા કરો.' યુદ્ધના નિયમ પ્રમાણે કૂચનો માર્ગ હંમેશાં અછતો રાખવો જોઈએ. પણ મારું ધ્યેય માત્ર શત્રુનો વિસ્તાર નથી, સંસ્કૃતિનો પ્રસાર પણ છે. એટલે સહુ કોઈને આપણો માર્ગ વિદિત હો ! ‘આ પ્રસંગે મારે તમને પૃથ્વીની ભૂગોળ તરફ થોડું લક્ષ કરાવવું પડશે. પ્રત્યેક સૈનિકે પૃથ્વીનો ઇતિહાસ, પોતાના સ્થાન ને વિજયના પ્રદેશ વિષે, એની રચના વિષે, નદી, સરોવર ને સાગર વિષે અને ત્યાંની લોકભાષા વિષે જાણવું જરૂરી છે. પ્રથમ લોકનું સ્વરૂપ સમજાવું : બે પગ પહોળા રાખી, બે હાથને કમર, પર મૂકવાથી, ઊભેલા મસ્તકહીન મનુષ્યદેહનો જે આકાર થાય, એ આકાર આ લોકનો છે. “લોકની મધ્યમાં મૃત્યુલોક આવેલો છે. આ મૃત્યુલોક અથવા મધ્યલોકની વચમાં એક લાખ યોજન લાંબો અને એટલો જ પહેળો ગોળ જંબૂદ્વીપ આવેલો છે. આ જંબૂઢીપની મધ્યમાં સુમેરુ પર્વત આવેલો છે. પિતા ઋષભદેવે જેને મારા નામથી અંકિત એવું ભરતક્ષેત્ર નામ આપ્યું, એ ભરતક્ષેત્ર જંબુદ્વીપના દક્ષિણ ભાગમાં અર્ધચંદ્રાકારે આવેલું છે. ‘આ અર્ધચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં, પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુ લવણસમુદ્રને સ્પર્શતો દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ પર્વતથી ભરતક્ષેત્ર ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે. ભરતક્ષેત્રની ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલો હિમવાન પર્વત છે, અને મધ્ય ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. હિમવાન પર્વત પર એક દ્રહ છે, જ્યાંથી સિંધુ અને ગંગા નદી નીકળી છે, જે હિમાવાન પર્વતને વીંધતી વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણસમુદ્રમાં જઈ મળે છે. લવણસમુદ્રથી લઈને હિમવાન પર્વત સુધીની ભરતક્ષેત્રની પહોળાઈ પર યોજન છે. ૪૪ ચક્રવર્તી ભરતદેવ Page #60 -------------------------------------------------------------------------- ________________ વલણસમુદ્રથી વૈતાઢ્ય પર્વત સુધીનો પ્રદેશ દક્ષિણ ભરત કહેવાય છે. અને વૈતાઢયથી હિમવાન સુધીનો પ્રદેશ ઉત્તર ભરત કહેવાય છે. અને હિમવાન પર્વતમાંથી નીકળી આખા ભરતક્ષેત્રને અને વૈતાઢય પર્વતને વધી લવણસમુદ્રને મળતી ગંગા અને સિંધુ નદીઓ ઉત્તર ભારતને અને દક્ષિણ ભરતને ત્રણ-ત્રણ ભાગમાં વહેંચી નાખે છે. આ રીતે ભરત ક્ષેત્રના છ ખંડ થાય “છ ખંડમાં વહેંચાયેલ ભરતક્ષેત્રમાંનો દક્ષિણ ભારતનો વચલો ખંડ આર્ય ખંડ છે, અને બાકીનાં પાંચ ક્ષેત્રો મ્લેચ્છ ખંડ છે. “પ્લેચ્છ અને આર્ય, આ બે જાતિમાં ભેદ એટલો છે, કે જેઓએ આપણી સંસ્કૃતિ અપનાવી, આપણો વિચારેલો જીવનધર્મ સ્વીકાર્યો, એ આર્ય, અને બાકીના અનાર્ય અથવા સ્વેચ્છ. “આપણે જે સ્થળે વસીએ છીએ એ પ્રદેશને જંબૂદ્વીપને નામે ઓળખીએ છીએ. જંબૂદ્વીપની મધ્યમાં સુમેરુ પર્વત આવેલો છે. આ જંબૂદ્વીપમાં આપણા ભરતક્ષેત્ર ઉપરાંત બીજાં છ ક્ષેત્ર છે. એમનાં નામ હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્ય, હરણ્ય ને ઐરવત છે. આ બધાં ક્ષેત્રોને દક્ષિણ-ઉત્તર જુદા પાડનાર હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી પર્વતો છે. દરેક ક્ષેત્રમાં જેમ એક એક મુખ્ય પર્વત છે, એમ બબે મુખ્ય નદીઓ છે. આપણા ક્ષેત્રની અંદર ગંગા અને સિંધુ મુખ્ય નદીઓ છે. આ નદીઓ ચૌદ હજાર નદીઓથી પરવરેલી છે, ને પૂર્વ-પશ્ચિમ સાગરને ભેટે છે.' જંબૂદ્વીપમાં છ વર્ષધર (સીમા સ્થાપતા) પર્વતો, સાત માનવથી ભરેલાં ક્ષેત્રો, નદીઓ, દ્રહો વગેરે આવેલાં છે. વળી વચલું મહાવિદેહ ક્ષેત્ર બત્રીશ વિજયોમાં વહેંચાયેલું છે, અને દેવકુરુ અને ઉત્તરકુરુ નામના પ્રદેશો પણ ત્યાં આવેલા છે. વૈતાઢ્ય પર્વત આજ સુધી અજેય રહ્યો છે. સુવર્ણ ને રત્નોનો ભંડાર, મણિમાણેકનું નિવાસસ્થાન, દેવ, યક્ષ, કિન્નરોથી અધિવાસિત એવા વૈતાઢચ પર્વત પર દશેક યોજન ઉપર જઈએ એટલે અવનવી વિદ્યા અને વિજ્ઞાનના સ્વામી વિદ્યાધરો વસે છે. એ આકાશમાં ઊડતાં વાહનોમાં વિચરે છે. દરેક પ્રકારના ભોગો ભોગવે છે. એમના સ્વરૂપનો પાર નથી, સૌંદર્યનો પાર નથી, સમૃદ્ધિનો પાર નથી. પૃથ્વીનું માનચિત્ર ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ જાણવું હોય તો એટલું જાણી લો કે જંબુદ્વીપને ફરતો વલયાકાર લવણ સમુદ્ર આવેલો છે. પણ એ સમુદ્ર એ કંઈ પૃથ્વીની સીમા નથી. એના પછી માણસોથી વસેલા ધાતકીખંડ ને પુષ્કરાઈ નામના દ્વીપો છે. કાળોદધિ નામનો સમુદ્ર છે. “આ પુષ્કરાઈ દીપને ફરતો માનુષોત્તર પર્વત આવેલ છે. તે એક કિલ્લાની ગરજ સારે છે. એની બહાર મનુષ્ય નથી. અલબત્ત, એ પછી પૃથ્વી છે, ક્ષેત્ર છે, દ્વીપ છે, પણ માણસ નથી. અત્તમાં સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ સમુદ્ર આપણા લવણ સમુદ્રની જેમ ખારો નથી, પણ કાળોદધિ પુષ્કરોદધિની જેમ મીઠા પાણીવાળો છે. આ સ્વયંભૂરમણ સમુદ્ર એ લોકાકાશની અંતિમ સીમા ગણાય છે. પછી અલોકાકાશ આવે છે. હવે તમને એમાં વસતા મનુષ્યો વિષે પણ કંઈક સમજાવવું પડશે. એમાં ત્રણ પ્રકારના લોકો છે : એક આર્ય –- જેઓ ધર્મ સમજે છે; બીજા મ્લેચ્છ – જેઓ બીજું બધું સમજે છે, પણ ધર્મ નામક અક્ષરને પણ જાણતા નથી; ત્રીજા યુગલિક લોકો છે – જેમને ધર્મ કે અધર્મ જેવી કંઈ સૂઝ જ નથી. “આ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં ગંગાસિંધુના મધ્ય ભાગમાં આપણી વિનીતા નગરી આવેલી છે. આ થયું પૃથ્વીનું આછું માનચિત્ર. હવે આપણી કૂચનો માર્ગ તમને બતાવું છું.' ભરતદેવ થોડી વાર વિશ્રામ લેવા થોભ્યા. આખી સભા ભરતદેવની વિચક્ષણતા પર મુગ્ધ બની બેઠી હતી. ઘેર બેઠાં આખી પૃથ્વીને જાણે હસ્તામલકવતુ* જાણી લીધી હતી. થોડી વારે ભરતદેવે આગળ ચલાવ્યું વિનીતા નગરીમાંથી નીકળીને ગંગા નદીના કિનારે કિનારે આપણી સેના પ્રસ્થાન કરશે. ત્યાંથી દેવગંગાની દક્ષિણમાં ઉપલવણ સમુદ્ર આવેલો છે. તેની જમણી તરફ બે પાંખે આગળ વધતી સેના પૂર્વ સમુદ્રને કાંઠે પહોંચશે. એ પૂર્વસમુદ્રના અધિપતિ માગધદેવ નામનો વ્યંતર છે. એ એના શાસન દ્વારા આપણા શાસનની કુસેવા કરે છે. એના શાસનને છેદીને, આપણા શાસનને * આ જૂના વખતનો બહુ પ્રસિદ્ધ ને પ્રચલિત શબ્દપ્રયોગ છે. એનો અર્થ એમ છે કે હળેથીમાં રહેલા આંબળાને જેમ માણસ પૂર્ણ રીતે જોઈ શકે છે, તેમ અમુક વસ્તુને તે સંપૂર્ણપણે જાણે છે. ૪૬ ચક્રવર્તી ભરતદેવ Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્થાપીને, છ માસ ત્યાં વ્યતીત કરશું, જેથી ત્યાંની પ્રજા આપણામાં વિશ્વાસ ધરાવે, આપણા દર્શનમાં શ્રદ્ધા ધરાવે. આપણા સંસ્કારમાં રસ જગાવે.' જય હો પ્રભુ વૃષભધ્વજનો !' ‘પૂર્વસમુદ્રના અધિપતિ પાસે શાસન માન્ય કરાવ્યા પછી, દક્ષિણસમુદ્ર તરફ આપણે કૂચ કરીશું. સુવર્ણ ને મોતી ભરેલો એ પ્રદેશ છે. પણ એના પર વરદામ નામના દેવનો કબજો છે. એ પૃથ્વીના સુવર્ણનો પરીક્ષક છે. પણ જીવનના સુવર્ણની એને તમા નથી. સાગરને તળિયે જઈ અમુલખ મોતી લઈ આવે છે, પણ જીવનસાગરમાં પડેલાં મોતી લેવા અંતરમાં પ્રવેશ કરવાની તેની જરા પણ શક્તિ નથી. આપણી શક્તિ વડે એને એ સુષુપ્ત શક્તિનું ભાન કરાવીશું. ત્યાંથી વર્ષાનાં વાદળો જ્યાં જઈને ઇંદ્રધનુની રચના કરે છે, ને જ્યાં દેવાંગનાઓ નિત્ય જળવિહાર કરવા આવે છે, એ પૂર્વસમુદ્ર ભણી વળીશું. આ સમુદ્રના અધિપતિ પ્રભાસ નામનો અમર છે. એ છે તો સજ્જન, પણ એને કોઈ દર્શન આપનાર નથી. આપણું નામ સાંભળશે, ત્યાં દોડ્યો આવશે.” પણ, સ્વામી ! શત્રુને સજ્જન માનવો એ રાજનીતિની વિરુદ્ધ છે ને ?” સેનાપતિ સુષેણે વચ્ચે શિષ્ય ગુરુને પૂછે તેમ પ્રશ્ન કર્યો. ‘સત્ય છે. પણ આપણી રાજનીતિ ધર્મનીતિને અનુસરનારી છે. એનું અવલંબન એકમાત્ર માનવધર્મ જ છે. અગર શત્રુને પરાસ્ત કર્યા પછી પણ એને શત્રુ જ રાખીએ, તો યુદ્ધનો કંઈ અર્થ નથી. લડાઈ એ શત્રુને મિત્ર કરવાનો છેલ્લો પ્રકાર છે.” અદ્ભુત !” સેનાપતિ સુષેણના મસ્તિષ્કમાં પોતાના સ્વામીની આ વાત ન ઊતરી, પણ એ શ્રદ્ધાપુરુષ હતો. એણે સ્વામીના શબ્દોને આશ્ચર્યથી વધાવ્યા. પૂર્વ, દક્ષિણ ને પશ્ચિમ દિશાના સાગરસીમાડા સર કર્યા પછી, ત્યાં શાસન સ્થાપ્યા પછી, આપણે ઉત્તર દિશાની વાટ પકડીશું ને વાદળથી વાતો કરતા તાત્ય અને હિમખંડોથી આચ્છાદિત હિમવાન પર્વત તરફ વળીશું. લોકગંગાની જેમ દક્ષિણ તરફથી વહેતી ને પશ્ચિમમાં જઈ મળતી સિંધુ નામની નદી છે. એ નદીના દક્ષિણ કિનારે આપણી કૂચ થશે. કયારેક કંદરાઓમાં ઊતરવું પડશે, ક્યારેક પહાડ પર ચઢવું પડશે. આપણાં વાઈકીરત્ન ને ચર્મરત્ન પૃથ્વીનું માનચિત્ર ૪૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ પોતાની કુશળતાની ત્યાં પરીક્ષા આપશે. કોઈ વાર આડા આવતા પર્વતોના પર્વતો ઉડાવી દેવા પડશે. એ વખતે એમાંથી રત્નસુવર્ણ ઊછળીને બહાર આવશે.” સ્વામી ! અમે એનો લોભ નહિ કરીએ.’ જે પરાર્થે શ્રમ કરે છે, એ પ્રશસ્ત લક્ષ્મીના અધિકારી છે, છતાં આપણે તે લેવા નહિ થોભીએ. આપણે તો જીવનસુવર્ણના શોધકો છીએ ! આપણી કપરી મજલ તો તે પછી શરૂ થશે. કેટલાક દિવસની મજલ બાદ પૂર્વ કે પશ્ચિમ સમુદ્રને સાંકળીને ઊભો હોય ને માત્ર રજતનો બન્યો હોય તેવો ગગનચુંબી રૂપેરી પહાડ આવશે. એને વૈતાઢ્ય કહે છે. વૈતાઢ્ય પર્વત પર આજ સુધી કોઈ આરોહણ કરી શક્યું નથી. ત્યાં જવાનો માર્ગ હોય તો તમિસ્રા નામની ગુફામાં થઈને છે. ચિલ્લાત નામના દુર્દમ લોકો ત્યાં વસે છે. કૃતમાલ નામના વિદ્યાધર દેવો ત્યાં આધિપત્ય રાખે છે. આ દેવો સ્થળને જળ ને જળને સ્થળ કરવાની શક્તિ ધરાવે છે. આ તમિસા ગુફાનાં વજહાર હજી સુધી કોઈ ખોલી શક્યું નથી. એની પાછળ વસનારા લોકો આ કારણે અભિમાનવાળા થયા છે, ને કોઈના શાસનની પરવા કરતા નથી. “તમિસા ગુફાના મુખ પાસેથી મહાનદી સિંધુ વહે છે. ત્યાંથી દક્ષિણ નિષ્ફટ તરફ જલરસ્તે જતાં યવનદીપો આવેલા છે. જુદી જુદી જાતનાં ચામડા ઓઢતા, પ્રાણીની ચરબીથી નાહતા ને રક્ત પીનારા લોકો ત્યાં વસે છે. કાલમુખ, જોનક ને વૈતાઢ્યની નાની ચૂલિકાઓ પાસે યવન, બર્બર, ટંકણ જાતિના લોકો રહે છે. “આ વૈતાઢ્ય પર્વતના દક્ષિણ નિતંબમાં (ભાગમાં) એકસો દશ નગરો છે. વિદ્યાધરો એમાં વસે છે. વૈતાઢય પર્વતના દક્ષિણોત્તર ભાગમાં વિદ્યાધરોનું સ્વતંત્ર રાજ્ય ને સ્વતંત્ર નિવાસ છે. ‘આમ, આપણી કૂચ ઠેઠ સુદ્ર હિમવંત ને લવણસમુદ્ર સુધી થશે. ગંગા નદીનો આખો માર્ગ સંકુલ છે. હિમાચ્છાદિત હિમવાન પર્વતના ખંડપ્રપાતા નામના વજપાટને ત્યાં ભેદવું પડશે. હજી સુધી એ અભેદ્ય દ્વાર છે. આમ, ગંગાના તમામ નિષ્ફટો સાધીશું. વનજંગલ, પહાડપર્વત, દ્રોણમુખ, પત્તન, ૪૮ ચક્રવર્તી ભરતદેવ Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્બટમંડળ, અંબાધ, ખેટક, આકર વગેરેને વશ કરીશું, નવાં વસાવીશું ને વિજય કરીને પાછા ફરીશું.' જય હો મહારાજ ભરતદેવનો !” ચારે તરફથી હર્ષનાદ થયો. આ પછી પુરોહિતરત્ન મહામંત્રી સુમતિસાગર ઊભા થયા ને ચૌદ રત્નો વિષે વિગતવાર માહિતી આપવા માંડી. આ માહિતી જેમ જેમ રજૂ થતી ગઈ, તેમ તેમ સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. પરિણામે મહારાજ ભરતદેવના વિજયમાં સર્વ કોઈ નિઃશંક થયા. નિઃશંક થવાથી શ્રદ્ધાવાન બન્યા. શ્રદ્ધાવાન થવાથી કાર્યકુશળ થયા. મહામંત્રી છટાદાર બાનીમાં ને પ્રવાહબદ્ધ ભાષામાં રત્નોનું વર્ણન કરી રહ્યા હતા, પણ તેર રત્નોનું વર્ણન કરીને એ થોભ્યા. તરત જ સભામાંથી અવાજ આવ્યો : અમે ચૌદમા સ્ત્રીરત્ન વિષે જાણવા ઉત્સુક છીએ.' એ વિષે સ્વામી પોતે કહેશે.” મહામંત્રી એટલું કહીને સ્વસ્થાનકે બેસી ગયા. મહારાજ ભરતદેવ પળવાર વિમાસણમાં પડી ગયા. પછી તરત જ તેઓ ઊભા થયા ને તેમણે જાણે હવે કંઈ કહેવાનું બાકી ન હોય તેમ જાહેર કર્યું : “સ્ત્રીરત્નનું નામ યોગ્ય સમયે પ્રગટ થશે. આજની સભાનું વિસર્જન થાય છે. સહુ સજ્જ રહેશો ને પ્રસ્થાન-ભેરીની સમીપના ભાવિમાં જ રાહ જોશે.' - સ્ત્રીરત્ન વિષેની સભાની ઉત્કંઠા અણપૂરી રહી અને રાજસભાનું વિસર્જન થયું. પૃથ્વીનું માનચિત્ર ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ કવિ ને ચિંતકનો જન્મ પ્રસ્થાન-ભેરી વાગવાના ભણકારા વાતાવરણમાં ગુંજતા હતા. મહારાજ ભરતદેવની વિજયકૂચમાં મોટી વિશાળ સેના જવાની હતી. ગ્રામ, નગર, ખેડાં, દ્રોણી ને પલ્લીઓ બધું ખાલી થઈ રહ્યું હતું. માનવોનો એક મોટો પ્રવાહ અયોધ્યા તરફ દિનરાત અવિરત વહી રહ્યો હતો. મૃત્યુકાંઠે બેઠેલાં વૃદ્ધ સ્ત્રીપુરુષો, સાવ નાનાં બાળકો ને ગ્રામ-નગર-રક્ષકો સિવાય કોઈ પાછળ રહેવાનું નહોતું. ખૂબ ખૂબ લાંબો પ્રવાસ થવાનો હોવાથી ને યુદ્ધનો પ્રસંગ હોવાથી વખતે જીવતા પાછા ફર્યા કે ન ફર્યા એ આશંકાથી યોદ્ધાઓ ને જોધારમલ્લો ઘરનાં વડીલો, વૃદ્ધો, બાળકો ને સ્ત્રીઓ પાસેથી દર્દભરી વિદાય લઈ રહ્યા હતા. જોકે યુવાન પુરુષો ને યુવતીઓને સાથે લેવાની રાજ-આજ્ઞા હતી – યુગલધર્મના નિવારણ પછી પ્રીતિના બંધ ગાઢ રાખવા માટે પણ આ જરૂરી હતું; છતાં ઘણી સ્ત્રીઓ યુદ્ધના નામથી કંટાળતી. યુગલધર્મનિવારણ પછી સંતાનની જંજાળ ને ઘરનો મોહ એને બહાર નીકળવાની પ્રેરણા ન આપતો. અને છતાં ઘણી શોર્યવંતી યુવતીઓ રણાંગણ શોભાવવાની પણ હતી. આજે એ વર્તમાન મળ્યા હતા કે પ્રાથમિક તૈયારીઓ માટે નાની નાની સેનાઓ સાથે ગૃહપતિરત્ન ભોજનશાળાની યોજના માટે, અને વાર્ધકીરત્ન ડેરા, તંબુ ને નિવાસોની રચના માટે આગળ વિદાય થવાનાં છે. ખુદ મહારાજ ભરતદેવ એમને વિદાય-મંગળ આપવા નગરદ્વાર પર આવ્યા છે. સાથે મહાદેવી સુંદરી પણ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવ ને મહાદેવી સુંદરીના નામ પર જનસમૂહ ઘેલો હતો. નર ને નારીની એવી સુંદર જોડ તો પૃથ્વી પર થઈ કે થશે ! ભરતદેવ ને સુંદરીને એકસાથે જોવાં એ નેત્રોનું સાર્થક હતું! આખું નગર બહાર નીકળી પડ્યું હતું. મહારાજ ભરતદેવે બદન પર વજનું કવચ ધારણ કર્યું હતું. મસ્તક પર સૂર્યરાશિમ સાથે સ્પર્ધા કરતું શિરસ્ત્રાણ પહેર્યું હતું. બાણથી પૂરેલા બે ભાથા પૃષ્ઠભાગે બાંધ્યા હતા, ને ભુજદંડમાં યમરાજના દંડ જેવું પ્રચંડ ધનુષ્ય ધારણ કર્યું હતું. વિજયલક્ષ્મીને વરવા નીકળેલ કોઈ વરરાજા જેવી એમની શોભા હતી. પણ સાથે આવેલાં મહાદેવી સુંદરીએ તો સાદાં વસ્ત્રો જ પહેર્યા હતાં. સાદાં વસ્ત્રોમાંય સુંદરીનું ભુવનમોહક રૂપ ઝગમગી ઊઠતું હતું. ઉન્નત દેવદારુ જેવી એની દેહયષ્ટિ સાક્ષાત્ યુદ્ધની ધ્વજા જેવી શોભતી હતી. આવી સ્ત્રીના નેતૃત્વ નીચે પુરુષને જીવવું તો ગમે જ – લડવુંય ગમે ને મરવું પણ ગમે! કોઈ પણ નર આ નારીનો સેવક થવામાં પોતાનું અહોભાગ્ય માને ! સુંદરીના દેહની ગંધ સાથે સત્તાની અકથ્ય ખુમારી ઊઠતી જોવાતી. એનાં ભવાનો તીરછો વળાંક મહારાજ ભરતદેવના ધનુષ્યને ફિક્કુ પાડતો, અને એનો એક કૃપાકટાક્ષ તીર કરતાં વધુ ચોટદાર હતો. પુરોહિતે શાંતિનો ઉચ્ચાર કર્યો. સેનાપતિએ પોતાના દંડવત્નને ઊંચો કર્યો. મહારાજ ભરતદેવે વિદાય-મંગલ ઉચ્ચાર્યું. સુંદરીએ બે સુંદર હસ્તોમાં શ્વેત શંખ ગ્રહીને ફૂંકયો. નાગરિકોએ પુષ્પવર્ષા કરી. બંદીજનોએ જયજયકાર શબ્દ કહ્યા. સેનાએ કુચ કરી. પાછળ ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્ન રવાના થયા. આખી વિનીતા નગરી આ દશ્ય જોવા તળેઉપર થઈ રહી. બીજે દિવસે બીજો જથ્થો રવાના થયો. દરેક પ્રભાત કોઈ ને કોઈ વિદાયમંગળ સાથે ઊગવા લાગ્યું. - હવે દિવસો ઉલ્લાસભર્યા ને રાતો ઉત્કંઠાભરી વીતવા લાગી. ગિરિકંદરાઓ ભેદીને આવતી નદીઓ જેમ સાગરમાં ઠલવાઈ રહે, એમ ચારે દિશામાંથી આવી રહેલા ભિન્ન ભિન્ન શ્રેણીના સૈનિકોના જથ્થાના જથ્થા આવીને અયોધ્યાના મેદાનમાં પડાવ નાખી રહ્યા. તેઓમાં બળવાન ઘણા હતા, શસ્ત્રવાન ઘણા હતા, અસ્ત્ર, અશાસ્ત્ર, વ્યસ્ત્રના જાણવાવાળા પણ ઘણા હતા, પણ યુદ્ધને વિષે એનો ઉપયોગ હજી ઘણા ઓછા જાણતા હતા. ભગવાન વૃષભધ્વજનું શાસન તો પ્રીતિશાસન હતું. આવાં યુદ્ધ આજ સુધી થયાં નહોતાં. કવિનેચિંતકનો જન્મ ૨૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની આ પ્રકારની રચના પહેલી હતી. અલબત્ત, પહેલી હતી છતાં સર્વશ્રેષ્ઠ હતી. અને એની પાછળ ભરતદેવની ઉગ્ર તપશ્ચર્યા હતી, મહાદેવી સુંદરીની અજબ પ્રેરણા હતી, મહામંત્રી ને સેનાપતિની સતત કાર્યરતતા હતી. સેનાપતિ સુષેણ પ્રત્યેક દિવસે એ જથ્થાઓને વિનીતાના મેદાનમાં દોરતો ને યુદ્ધના વ્યૂહો શીખવતો, શસ્ત્ર-અસ્ત્રને સમૂહમાં વાપરવાના પ્રયોગો બતાવતો. એ સાથે યંત્ર દ્વારા એનો ઉપયોગ પણ બતાવતો. એકનું એક અસ્ત્ર યંત્ર દ્વારા જ્યારે ફેંકાતું ત્યારે અજબ વેગ ધારણ કરતું ને અદ્ભુત કામ કરી બતાવતું. શસ્ત્ર વાપરનારાઓમાં પણ ભિન્ન ભિન્ન રુચિને ભિન્ન ભિન્ન આવડતવાળાં સ્ત્રીપુરુષો હતાં. મોટો ભાગ કોઈ પણ પ્રકારના વાહન વગર પગપાળા લડવામાં રુચિ ધરાવતો. પગપાળા લશ્કરમાં પણ કેટલાકને ખડ્ગથી લડવું ગમતું; કેટલાકને મુદ્ગરથી લડતાં ફાવતું; કેટલાકને ભિંડિમાલ, શૂલ કે ચક્રથી લડવું પસંદ પડતું; કેટલાક દ્વાર કે દુર્ગ તોડવાના કામમાં શિલા, શતઘ્ની કે કાળચક્રના ઉપયોગમાં કુશળ દેખાતા. પગપાળા સિવાય કેટલોક વર્ગ અશ્વ પર ચઢીને અપાસ્ત્ર ચલાવવામાં કુશળતા બતાવતો. આ અશ્વારોહી સેનાને અશ્વખેલન, અશ્વસંચાલન વગેરે વિદ્યા શીખવવામાં આવતી. આ પછીનો વર્ગ હાથીસેનાનો આવતો. એ સેનાના સંચાલન માટે એક મહાવત આપવામાં આવતો, જે દમવાની, ભમાવવાની ક્રિયા જાણતો; પણ ગજયુદ્ધ-વિદ્યાના ખાસ પ્રકારો સિંહાવલિ, દંતાવલિ, ગાયલીન શાર્દૂલલંઘન, પુચ્છગ્રહણ, વગેરે તો પ્રત્યેક યોદ્ધાએ જાણી લેવા પડતા. આ ઉપરાંત કેટલાક ૨થીઓ પોતાના રથ લઈને યુદ્ધ માટે નીકળ્યા હતા. તેઓ મુખ્યત્વે ધનુષ્ય, ગોફણ ને ચક્રના પ્રયોગમાં કુશળ હતા. વળી વિશિષ્ટ મહત્તા તો એ હતી કે રથના સારથિપદે મોટો ભાગ યુવતીઓનો હતો. સેનાપતિ સુષેણે, મહામંત્રીએ અને રાજા ભરતદેવે આ યોદ્ધાઓને શ્રેણીબદ્ધ વિભાજિત કર્યા હતા. મુખ્યત્વે ચાર ભાગમાં સેના વિભક્ત કરી હતીઃ પાયદળ, અશ્વદળ, હસ્તીદળ ને થદળ. આમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારનાં શસ્ત્ર વાપરવામાં કુશળ યોદ્ધાઓનાં જજુદાં જુદાં જૂથ રચ્યાં હતાં. મહારાજ ભરતદેવ ને મહાદેવી સુંદરી આ ચતુરંગ સેનાને નીરખવા આવ્યાં. કૂચની ઘડીઓ ગણાતી હતી. છતાં ચૌદ રત્નોમાં બાકી રહેલા સ્ત્રીરત્નનું નામ હજી પ્રગટ થયું નહોતું. પ્રજાજનો સુંદરી અને ભરતની મેઘ ૫૨ * ચક્રવર્તી ભરતદેવ Page #68 -------------------------------------------------------------------------- ________________ અને વીજળી જેવી શોભતી જોડી જોઈને અંતરમાં ને અંતરમાં વિચાર કરતાં કે ભરતદેવ શા માટે સ્ત્રીરત્નનું નામ પ્રગટ કરવામાં વિલંબ કરે છે? શું હજી મહારાજાને આથી વધુ સુંદર કોઈ બીજું સ્ત્રીરત્ન લાવવું છે ? મહાદેવી સુંદરીથી વધુ કુશળ, તેજસ્વી, મનહર, મનભર સ્ત્રીરત્ન પૃથ્વી પર કયાંથી સાંપડશે ? ઘણા કહેતા : “ભાઈ, મોટા માણસોની વાત મોટી હોય છે. આપણને જે વાત વગર દવે સૂઝે, એ એમને કેટલીક વાર હજાર દીવાના તેજમાં પણ સૂઝતી નથી ! મોટા દીવાનો મોટો પડછાયો.' ‘સાચી વાત છે. ઋષભપુત્રી મહાદેવી સુંદરીને જોઈએ છીએ, ને જાણે આપણાં મન, દેહ ને સકળ ચિત્તવ્યાપાર એના સ્મરણમાં પરોવાઈ જાય છે.” એક પ્રજાજને બંનેને જતાં જોઈને કહ્યું. અરે! તમને ખબર નથી ? એ રાજહંસીને જોઈને બિચારા હંસ શરમાઈને માનસરોવરમાં જઈ રહ્યા છે. મહાદેવની પગની પાની નીરખી ત્યારથી એમને એમના લાલતંબોળ પગનું અભિમાન ઊતરી ગયું છે.” એકે સુંદરીની હિંગળોક વર્ણની પાની જોઈને કહ્યું. વાહ ! શો શબ્દોનો આનંદ ! અરે ! જાણે સ્વાદિષ્ટ મધુ પીધું હોય તેટલો આસ્વાદ આવ્યો. મેં સાંભળ્યું છે કે મહાદેવી જ્યારથી અરણ્યોમાં ફરી આવ્યાં છે, ત્યારથી હરણાંએ પોતાનાં નેત્રોનું અભિમાન છાંડી દીધું છે. એક માગધ પુરુષે પોતાની આંખો પટપટાવતાં કહ્યું. આમ, અકસ્માતુ લોકકવિનો જન્મ થયો. ભાઈ ! આ તો સાંભળેલી વાત છે. સાચી માનો તો ઠીક, ન માનો તો તમારી મરજી ! કહે છે કે દેવપૂજામાં મુકાતી કેળે-કદલીવૃક્ષે એક વાર દેવોને કહ્યું કે મહાદેવી સુંદરીના હસ્તને કદલીદળની ઉપમા અપાય છે, પણ લોકો એ જોઈને પછી અમને જુએ છે, ત્યારે અમારો તિરસ્કાર કરે છે. કહે છે કે આ તો ચંદ્ર ને આગિયાની ઉપમા થઈ. આ પછી તો કેળ બિચારી મહાદેવી સુંદરીના હસ્તની સુકોમળતા પ્રાપ્ત કરવા દર વરસે કાશી કરવત મુકાવે છે.* પણ, ભાઈ ! આ તો જનમ-જનમની સિદ્ધિ ! કેળ બાપડી એને શું પહોંચે ?” * કેળને દર વરસે કાપવી પડે છે, તો જ તે ફળે છે. કવિ ને ચિંતકનો જન્મ પ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ એ તો વળી કેળનાં ભાગ્ય કે માથું કપાવીને પણ અહીં પૃથ્વી પર રહી શકી ! પણ કહે છે કે શેષનાગને પોતાના નાગપાશનું ખૂબ અભિમાન હતું. ગમે તેની સાથે હરીફાઈ કરે. એક વાર એમણે સરયૂતીરે સ્નાન કરતી મહાદેવી સુંદરીનો નાગપાશ સમો કેશકલાપ જોયો ને બિચારો એવો શરમાયો કે પાણીમાં મોં ઘાલી સીધો પાતાળ ભેગો થઈ ગયો. આજનો દિવસ ને કાલની ઘડી ! કોઈ કોઈ એમને પૃથ્વી પર આવવા નિમંત્રણ મોકલે છે, તો કહેવરાવે છે કે મારે માથે પૃથ્વીનો ભાર છે, શેં આવું ? એ તો બહાનું ! પણ શેષનાગના ન આવવાનું સાચું કારણ જાણકારો તો જાણે જ છે !' સુંદરીની પ્રશંસામાં પ્રજાજનો હદ વટાવવા લાગ્યા, સ્વયં કવિ બની રહ્યા. અરે ! જુઓને, મહાદેવી પેલા હસ્તીબાળને કેવાં ૨માડી રહ્યાં છે ! હસ્તીબાળ પણ કેવું બે પગે થનકતું ચાલે છે !' ન ચાલે તો કરે શું ? એનું તો શું, એના બાપદાદાનું પણ અભિમાન મહાદેવીએ ઉતારી નાખ્યું. હાથીભાઈને એમ કે ચાલ તો અમારી ! અમારી ચાલની સુંદરતાને કોઈ ન પહોંચે ! પણ એક વાર મહાદેવી સુંદરીની ચાલ એ ગજકુળના જોવામાં આવી, ત્યારથી શરમાઈને બધા થઈ ગયા વૈતાઢ્ય પર્વત ભેગા ! મહારાજ ભરતદેવે હસ્તીસેનાની યોજનાનો વિચાર કર્યો, તો એકે હાથીભાઈ ન મળે ! આખરે મહામહેનતે વનજંગલોમાંથી દાબથી, દબાવથી, મારથી તેમને અહીં આણ્યા છે. શરમ આંખમાં રહે છે. જુઓ ને, શ૨મમાં ને શરમમાં આવડા મોટા પ્રાણીની આંખ કેટલી નાની થઈ ગઈ છે! ભાઈ, શરમ તે આનું નામ !’ લોકપ્રશંસાનો પ્રવાહ વહી રહ્યો. પ્રશંસા એવી પ્રવાહી ચીજ છે કે વહેવી શરૂ થયા પછી અટકતી નથી. ‘તમારી વાત સાચી છે.’ એક જીવાને ટાપસી પૂરતાં કહ્યું : “શરમ ચીજ જ એવી છે. કહેવાય છે કે પહેલાં સિંહ ને માનવ સાથોસાથ વસતા. સિંહને પહેલાં પોતાની કુશ કમરનું અને એના વળાંકનું ભારે અભિમાન હતું. પણ મહાદેવીની કટિ જોઈ ત્યારથી આપણી ફટ્ટા કરીને વનજંગલમાં જઈ, દાઢીમૂછ ઉગાડી, યોગી થઈ ગયા છે. કોઈ માણસને જુએ છે, ને સિંહ બધા સમજે છે કે અમને તેડવા આવ્યા છે. એમને તેડું ગમતું નથી. એથી કોઈ મળે તો સામાં નખોરિયાં ભરાવે છે.’ અરે ! આવા નારીરત્નને જોઈ માણસ યોગી શું થાય ભોગી થાય ! કહે છે કે ભરતદેવને ચક્રવર્તી થવાનાં સ્વપ્ન આપનાર મહાદેવી સુંદરી જ છે ! ૫૪ : ચક્રવર્તી ભરતદેવ – Page #70 -------------------------------------------------------------------------- ________________ નહિ તો ભલા, બધા ભગવાન પાછળ ચાલી નીકળ્યા, તો એમનું અહીં શું દાટ્યું હતું !' તો પછી યુદ્ધપ્રવાસમાં સ્ત્રીરત્ન તરીકે શા માટે સુંદરીનું નામ પ્રગટ કરતા નથી ?” એકે મુખ્ય વાત પર આવતાં સવાલ કર્યો. એ વાતની તો ચોરે ને ચબૂતરે ચર્ચા થાય છે. સુંદરીથી તે વળી બીજી સુંદર સ્ત્રી કોણ છે ? એક વાર મહારાજ ભરતદેવ આઘાપાછા હોય તો આખી સેનાનો ભાર ખેંચે તેવા છે ! યુદ્ધમાં તો એ જોવા જેવાં છે !” વાત સાચી છે. પણ કહે છે, કે હમણાં હવા બદલાઈ ગઈ છે. ભગવાન વૃષભધ્વજ સાથે એ જવા ચાહતાં હતાં, ને ભરતદેવે રોકી લીધાં. કહે છે કે ત્યારથી એમના ચિત્તને ઉદાસી વ્યાપી ગઈ છે.' કોઈ જાણકાર લાગતા માણસે કહ્યું. વાત સાચી છે. પહેલાં તો એક માના પેટે જન્મેલાં સ્ત્રી-પુરુષ પતિ-પત્ની તરીકે યોગ્ય લેખાતાં. હવે તો ભગવાન વૃષભધ્વજે આખી વાત ફે૨વી નાખી, દિવસ ને રાતને જુદાં જુદાં કરી નાખ્યાં. એમને ભાઈ-બહેન ઠરાવ્યાં. ને પતિપત્ની માટે તો જુદાં જુદાં સ્ત્રીપુરુષોને નક્કી કર્યાં. આમ કરતાં ભરતને સુંદરી સોંપી, બ્રાહ્મી બાહુબલિને સોંપી. આવી સુંદરી જેવી સ્ત્રી મળી, પછી કોઈ એને તજી શકે ખરો ? ભરતદેવ સત્યના પૂજારી છે, એટલે એમણે સ્પષ્ટ રીતે ના કહીને જવા ન દીધાં, અંતરનો પ્રેમ એમ રોક્યો રોકાય ખરો ?” પ્રેમ ન કહો. હવે બધા એને મોહ કહે છે.' ‘અલ્યા ! સ્ત્રી-પુરુષનો સર્જનનો સંબંધ, એનેય વખોડો છો ?” હા, હા, હવે તો બધી વાતો ઊંડી ઊંડી ગઈ છે. સમજ્યા વગર, વિચાર્યા વગર કંઈ સૂઝે જ નહિ, કહે છે કે સ્ત્રીપુરુષ જો વાસનાને તૃપ્ત કરવા એકબીજાને ચાહે, તો એ મોહ. એમાં બંનેને કંઈક સ્વાર્થ છે, કંઈક લેવા-દેવાનું છે. સાચો પ્રેમ તો કશા પણ સ્વાર્થ વગરનો હોય. બાહુબલિ ને બ્રાહ્મીદેવીનો સંબંધ એ પ્રેમસંબંધ !’ ને મહારાજ ભરતદેવ ને સુંદરીનો સંબંધ એ મોહસંબંધ ? સ્વાર્થસંબંધ ?” પ્રશ્ન કરનાર આટલો ઊંડો ઉત૨વાથી જાણે થાકી ગયો હતો. એને તનના પરિશ્રમ કરતાં મનનો આ પરિશ્રમ ભારે લાગ્યો. ‘તો પછી, ભઈલા ! આ સંસાર ચાલી રહ્યો ! અલ્યા, મોહ હતો તો કવિ ને ચિંતકનો જન્મ * ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ આપણે બધા જન્મ્યા ! જો બધા બ્રાહ્મીની જેમ વન-જંગલમાં ચાલી જાય, તો આ બ્રહ્માંડ સૂનું થઈ જાય ! ભગવાન વૃષભધ્વજને શિષ્ય-શિષ્યા કયાંથી મળે, ને ભરત ચક્રવર્તીને સેના પણ ક્યાંથી મળે ?” અલ્યા, ભગવાને આટલાં વર્ષ તમને સમજણ આપી પણ તમે ભોટના ભોટ રહ્યા !' ભાઈ ! વૈતાઢ્ય પર્વત ચઢવો સહેલો છે, ત્યાં વસતો ગાંડો હાથી નાથવો સહેલ છે, એને નાથીને પકડી લાવવો સુકર છે, લાવીને એને ડાહ્યો કરવો પણ સુલભ છે, પણ આ તમારા વિચારોની ખીણોમાં ઊંડા ઊતરવું, એનું મનન કરવું, એમાંથી નવનીત તારવવું મુશ્કેલ લાગે છે ! આ તો અંધારા કૂવામાં ઊતરવા જેવું આકરું લાગે છે. હં, આગળ કહો, શું કહેતા હતા ?” અલ્યા, આ તો નિસરણીનાં પગથિયાં છે. ભગવાને પહેલાં માણસ બનવાનું કહ્યું. પછી શિલ્પ શીખવ્યા ને શિલ્પકાર બનાવ્યા. એ પોતે રાજા બન્યા ને આપણને પ્રજા બનતાં શીખવ્યું. પછી પોતે સર્વસ્વ ત્યાગીને સાધુ બન્યા ને આપણને ત્યાગ કરતાં શીખવ્યું. ત્યાગી બનવું ઉત્તમ છે, પણ કંઈ બધા ત્યાગી થોડા બની શકે છે ?” ‘હવે સમજ્યો. જેમ ત્યાગી બનવું ઉત્તમ છે, પણ બધા ત્યાગી બની શકતા નથી, એમ જ આ મોહ ને પ્રેમની વાત છે. મોહ થવો સ્વાભાવિક છે, પણ પ્રેમ તો સર્વશ્રેષ્ઠ છે.’ મહાદેવી સુંદરીને એ સર્વશ્રેષ્ઠ વસ્તુનો ચાહ જાગ્યો છે !' “સમજ્યા ! સમજ્યા ! પણ આ વિચાર, ચિંતન, મનન પણ એક અજબ વસ્તુ છે, હો ભાઈ ! માણસનું રૂપ જ ફેરવાઈ જાય છે. એક માણસ અત્યારે સામાન્ય લાગતો હોય, કાલે મોટો લાગે. આજ મોટો લાગતો હોય, ને ઊંડા ઊતરીએ એટલે વળી પાછો નાનો લાગે. આ વિદ્યા તો સાવ નવી હો !' અરે ! આ ચિંતનવિદ્યાનો વધુ પ્રચાર થશે, ત્યારે તો આખી દુનિયા પલટાઈ જશે. જોજો ને ! અજબ ચમત્કારી વસ્તુ છે. ત્યા૨ે તો માણસ માણસનો દુશ્મન મટી જશે. બધા ભાઈભાઈ થઈ જશે.’ ભાઈ ! ત્યારે તો મહારાજ ભરતદેવના ખગ કરતાંય એ વિદ્યા વધુ તીક્ષ્ણ ખરી !' ખરી ! ખરી ! કોઈ મારે તોય આપણે એને ન મારવો.’ ૫૬ ૨ ચક્રવર્તી ભરતદેવ Page #72 -------------------------------------------------------------------------- ________________ “તો શું કરવું? ઊભા ઊભા રોવું?” ના, ના, એને માફી આપવી. કહેવું કે મારવા ધારું તો મારી શકું છું, પણ જા, નથી મારતો. તારા જેવો હલકો નથી બનતો !' “કોઈ આપણને મારે, અને આપણે એને મારીએ, એમાં વળી હલકું શું ને ભારે શું? એક જણ આપણા પર કાદવ ઉડાડે, આપણે એના પર કાદવ ઉડાડીએ, કહો, આમાં બંને બરાબર ને ?” હા, બંને બરાબર.' અને એક ઉડાડે ને બીજો ન ઉડાડે, ઊલટો ઉડાડનારના હાથ લૂછે, તો બેમાં સારો કોણ ?” ભાઈ ! વિચારવા જેવું તો ખરું! માળું, આ વિચારનું ભૂત પણ કંઈ અજબ જેવું વળગતું જાય છે !” ‘પણ આ આડીઅવળી વાતમાં ખરી વાત તો રહી ગઈ! સ્ત્રીરત્ન તરીકે કોનું નામ આવશે ?” ‘એ તો જે આવશે તે. મને તો લાગે છે કે મહાદેવી સુંદરીનું જ નામ આવશે.” આવવું તો એ જ જોઈએ. પણ રંગઢંગ કંઈક જુદા લાગે છે. મહાદેવી સુંદરીનો આવાસ હજી પ્રવાસની તૈયારીઓ વગરનો સાવ શાત્ત છે. - અરે ! હવે આજકાલમાં જ ખબર પડશે. જુઓ ને પેલો બુંગિયો વાગી રહ્યો છે!” બુંગિયા ઢોલનો અવાજ ગાજી રહ્યો હતો. એ દ્વારા સ્પષ્ટ જાહેરાત થતી હતી કે બે દિવસ પછી મહારાજ ભરતદેવ પોતાની વિજયી સેના સાથે કૂચ કરશે. બુંગિયા ઢોલના મેઘગંભીર અવાજમાં નગરજનોની સ્ત્રીરત્ન સંબંધી જિજ્ઞાસા કયાંય લુપ્ત થઈ ગઈ. કવિ નેચિંતકનો જન્મ ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં મંગલ ઉત્સુકતાભર્યો શરદઋતુનો એ દિવસ ઊગ્યો ને આથમી પણ ગયો. આખી વિનીતાનગરી સવારથી સાંજ સુધી હાલકડોલક થઈ ગઈ. મહારાજ ભરતદેવની સવારી પૃથ્વી પર દિગ્વિજય સાધવા અર્થે વિનીતાનગરી છોડી ગઈ, સાથે માનવમેદનીથી ધમધમી રહેલી નગરી પણ સાવ સ્મશાનવત્ શૂન્ય બની ગઈ. એ સવારી નીરખનારનાં નયન તો ધન્ય બન્યાં, પણ જીવન પણ ધન્ય બન્યાં. ચક્રરત્ન સાથે જયમંગલ હસ્તી પર બેઠેલા મહારાજ ભરતદેવ ને દંડરત્ન સાથે કુવલયાપીડ અશ્વ પર બેઠેલા સેનાપતિ સુષેણ ને કાકિણીરત્ન સાથે રથમાં બેઠેલ પુરોહિતરત્ન સુમતિસાગરની ત્રિપુટી ઇંદ્રનાં તેજ, સૂર્યનો પ્રતાપ ને ચંદ્રની સુધા લઈને નીકળેલી લાગતી હતી. ઉગ્ર, ભોગ, રાજન્ય ને નાગ ક્ષત્રિયોની સેનાનો દેખાવ પણ હૈયાને મુગ્ધ કરી નાખે તેવો હતો. ચારે દિશાઓ મંગલ સ્વરોથી બધિર બની ગઈ હતી. પૃથ્વી ને આકાશ ચરણરેણુથી આચ્છાદિત થઈ ગયાં હતાં. શરદકાળનો સૂર્ય કમળવનોને વિકસાવતો જાય, એમ આ ભરતદેવની સવારી પૃથ્વીને પાવન કરતી આગળ ને આગળ ધપવા લાગી. વસંત ઋતુનું આગમન થાય, ને જેમ ઉજ્જડ અરણ્ય ઝાડપાનથી પ્રફુલ્લિત થઈ જાય, એમ જ્યાં જ્યાંથી આ સવારી પસાર થતી, ત્યાં ત્યાં જંગલમાં મંગલ વર્તી જતું. Page #74 -------------------------------------------------------------------------- ________________ સર્વપ્રથમ તો ત્યાં ભરત-શાસન સ્થપાઈ જતું. શાસન એટલે અસિ, મસિ ને કૃષિના શિક્ષણનો પ્રારંભ ને દયા, દાન ને દેવતના સંસ્કારોનું આરોપણ. સબળો નબળાનું રક્ષણ કરે, એ શાસનનો પહેલો મહામંત્ર હતો. ગિરિકંદરામાં રહેતાં માનવજૂથો ગિરિતળેટીમાં રહેતાં માનવજૂથો સાથે હમેશાં શત્રુતા ધરાવતાં. જુદાં જુદાં જંગલમાં વસતા વાઘની ધ્વંસક નીતિ ત્યાં પ્રવર્તતી. એ બધાને ભરતસિંહાસન પાસે એકત્ર કરવામાં આવતાં. એક જથ્થાની કન્યા બીજા જથ્થાના કુમારને વરતી. બંને જથ્થાના આગેવાનો એકત્ર થઈ ગ્રામ, નગર, વાડીની રક્ષાનો ભાર લેતા. આમ, આપોઆપ નાનાં ગ્રામ, નગર ને ખેડાં રચાવા લાગ્યાં. બીજી તરફ વાર્ધકીરત્ન રસ્તા બનાવતું, નવાણ ગાળતું, નાના નાના આવાસો ખડા કરતું. સરિતા પર સેતુ રચતું, સ્વછંદ સરોવરોની પાજ બાંધતું, ટેકરા ઉખેડી સમતલ ભૂમિ કરતું. વિકરાળ પશુઓને હાંકી ઉપવન રચતું, ખેતરો ખેડાવતું, મધુમંડપો રચાવતું, ગોચરો બનાવતું આગળ ને આગળ કૂચ કરી રહ્યું હતું. સેના નરમાંસભક્ષકોને કંદરાઓમાંથી પકડી લાવતી, એમને સુધારતી. શિકારજીવન ગાળનારને ગોપજીવન બતાવતી. ગોપજીવન જીવનારને કૃષિજીવન શિખવાડતી. કૃષિજીવન જીવનારને નગરજીવન જીવવા પ્રેરતી. ભરતદેવનો આદેશ હતો કે ભય દર્શાવીને પણ પ્રીતિનું શાસન ખડું કરવાનું છે. રાજાનો ધર્મ માણસને હીન નહિ, ક્રોધી નહિ, વેરી નહિ, વિલાસી નહિ, પણ ઉચ્ચ બનાવવાનો છે ! કેટલાંક વૃક્ષ એમ ને એમ જલસિંચનથી વધે છે. કેટલાંક વૃક્ષને નિયત સમયે કાપકૂપ કરો, કલમ કરો, અરે, કેટલાકને તો છેદો તો જ ફળ આપે છે. બધે મૂળની રક્ષા જરૂરી છે. વૃક્ષને ફળદાયી બનાવતાં મૂળ છેદવું ન જોઈએ. એમ માણસને સુધારતાં મનુષ્યત્વ ન જવું જોઈએ. યુદ્ધથી શત્રુતા વાવવાની નથી, મિત્રતા માટેનું આ યુદ્ધ છે ! કેટલાક માણસો પોતાનું હિત પોતે સમજતા નથી. સમજાવવા જઈએ તો સહેલાઈથી સમજતા નથી. એમને સમજાવવાની આ જરા કડક પણ અંતરની પ્રેમાળ રીત છે. સૂર્યોદય થતાં જેમ સૂરજમુખી પૂર્વ તરફ મોં ફેરવે એમ બધે રાજા જંગલમાં મંગલ પ૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવનો સત્કાર થવા લાગ્યો, એમનું શાસન સ્વીકારાવા લાગ્યું. ન એક તીર છોડવું પડ્યું, ન એક રક્તનું ટીપું પાડવું પડ્યું! રક્તહીન ક્રાંતિ પ્રવર્તી રહી. સેના દડમજલ કૂચ કરતી, શાસનનો પ્રચાર કરતી ગંગા નદીના દક્ષિણ તટ પર આવી પહોંચી. વર્ષાઋતુ નજીકમાં જ પૂરી થવાથી નદી બે કાંઠે વહેતી હતી. સેનાએ અહીં થોડા દિવસ માટે વિશ્રામ કર્યો. ચર્મરત્ન ગંગાપાર કરવાની તમામ આયોજન કરી રાખી હતી. હસ્તીઓના ગંગાસ્નાનથી પ્રવાહ જાણે વ્યાબાધ થયો. અશ્વોએ ગંગાતટને પોતાના ડાબલાથી ચૂર્ણ ચૂર્ણ કરી નાખ્યો. કેટલોક વખત અહીં વિતાવી, જંગલો, વનો, ઉપવનોને નિરુપદ્રવી બનાવી, નાનાં નાનાં ગામ-ખેડાં વસાવી, કૃષિ વિકસાવી ભરત-સેના ગંગા પાર કરી ગઈ. ધીરે ધીરે વિનીતા નગરી દૂર દૂર થતી હતી, પણ માર્ગમાં ઠેર ઠેર થતા શાસન-પ્રચારથી સહુને હજી નગરનિવાસ જેવું જ લાગતું. છેલ્લા વખતથી સેના ખારાપાટમાં સફર ખેડતી હતી. ખારું ધૂધ પાણી, ખારી ખારી હવા, ખારી ખારી જમીન ! જીવજંતુ, પંખી કે પશુનું નામ કેવું ! સેના એ પ્રદેશમાંથી આગળ વધી. દૂર દૂર ક્ષિતિજ પર હવે જળચર પક્ષી ઊડતાં દેખાતાં હતાં. દિશાને આવરી બેઠેલાં બિલોરી કાચ જેવાં સાગરનાં નીર તબકવા લાગ્યાં હતાં. ભરતીનો ગર્જારવ હાથીઓના ગર્જારવને ક્ષીણ કરી દેતો હતો. અપૂર્વ જળરાશિ ઉછાળતો પૂર્વસમુદ્ર દૃષ્ટિપથમાં આવ્યો. સમુદ્રના અધિપતિ માગધદેવના આવાસો પરના સોનેરીરૂપેરી કળશો ને રંગબેરંગી પતાકાઓ હવે નજરે પડવા લાગ્યાં. પૂર્વ સમુદ્ર અનંત સુધી આંટો લઈ ગયો હતો. એમાં અગાધ જળ હતું. અનેક તરંગો પહાડ પહાડ જેટલો જળરાશિ ઉછાળી ક્ષણે ક્ષણે સર્જન ને વિસર્જનનો ખેલ ખેલી રહ્યા હતા. સેનાને પડાવ નાખવાનો આદેશ આપતો શખસ્વર જાગ્યો. હાથી, અશ્વરથ થંભી ગયા. ત્યાં સાગરકિનારે પડાવ થયો. ત્યાં તો દરિયો હેલે ચડ્યો. સૃષ્ટિના આ ચેતન સમૂહને ભણવા માગતો હોય તેમ મોટાં મોટાં મોજાં ઉછાળી પૃથ્વી પર પ્રલયકાળનું ડમરુ બજાવવા લાગ્યો. ૬૦ ચક્રવર્તી ભરતદેવ Page #76 -------------------------------------------------------------------------- ________________ પવન વેગથી ફૂંકાવા લાગ્યો. દિશાઓ ઘનઘોર શોર મચાવવા લાગી. જળરાક્ષસ જેવા મોટા તરંગો મોં ફાડી ફાડીને સૈન્યને ભરખી જવા ધસી આવવા લાવ્યા. રેતાળ ખડકો પરથી ઘસાઈને આવતો વાવંટોળ રેતીના ચાબુકો વીંઝવા લાગ્યો. સૂર્ય તો પ્રખર રીતે તપી રહ્યો હતો. દિવસ તો જેમતેમ વિતાવવામાં આવ્યો, પણ રાત ભારે ભેંકાર બની ગઈ. આકાશના તારા ખૂની આંખવાળાં જંતુઓની તગતગતી આંખો જેવા લાગવા માંડ્યા. ચારે દિશામાં નિશાચર પક્ષીઓ ઘૂમવા લાગ્યાં. સમુદ્રમાંથી એકસાથે હજારોનાં ટોળાંમાં મહાકાય સર્પ ને મગરો ક્ષુધાથી દાંત કચકચાવતાં બહાર નીકળી આવ્યા. હવામાં લોહી પીનારા નાનાં જંતુઓના થર બાઝી ગયા. આટલું અધૂરું હોય એમ સાગરિકનારા પરની બખોલોમાંથી મોટાં મોટાં વિકરાળ પ્રાણીઓ તીક્ષ્ણ દંષ્ટ્રા ને કાતિલ પંજા સાથે ધસી આવ્યાં. ભરતદેવની સેનાનો અગ્ર ભાગ અજબ મૂંઝવણમાં પડી ગયો. આ જનાવરો સામે જન લડે તોપણ કેવી રીતે લડે ? વળી, મહારાજા ભરતદેવની યુદ્ધનીતિ માણસોને ડરાવવાની હતી, મારવાની નહિ તો એ નીતિ આ માણસથી પણ હલકા પ્રકારનાં પ્રાણીઓના નાશની આજ્ઞા આપે જ કેમ ? અને આજ્ઞા આપે તોપણ આ પૃથ્વી, જળ ને વાયુનાં તમામ તત્ત્વોનો સામનો સફળ રીતે કેમ કરી થઈ શકે ? અજબ મૂંઝવણમાં બધા પડ્યા હતા, ત્યાં હસ્તી પર બેસીને મહારાજ ભરતદેવ તથા મહાસેનાપતિ આવતા નજરે પડ્યા. સૈનિકોએ દોડીને એમની પાસે પોતાની આપત્તિ રજૂ કરી. મહારાજ ભરતદેવે કહ્યું : ‘આવો ઉપદ્રવ આવશે, એનો અમને ખ્યાલ હતો જ. એ ઉપદ્રવનો ઉપાય પણ વિચારી રાખ્યો છે. સેનાની ચારે તરફ કાકિણીરત્ન અને ચાર દિશામાં મણિરત્ન ગોઠવી દો.’ પ્રારંભમાં તો કોઈને પણ એનું મહત્ત્વ ન સમજાયું. પણ થોડી વા૨માં ચારે તરફ મશાલો અને તાપણાંઓ સળગી ઊઠ્યાં. ઊંચા ઊંચા વાંસ પરથી મણિરત્નો ઝળહળી રહી, દિશાઓમાં દૂર દૂર સુધી પ્રકાશ ફેંકવા લાગ્યાં. વાતાવરણમાં જરાક ધમાલ મચી રહી. મોટાં મોટાં વડવાગળાં સમુદ્ર તરફ ઊડી રહ્યાં. એક તરફી ધસારો લઈ આવતા મહાકાય સર્પો ને કાચબાઓ જંગલમાં મંગલ : ૬૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ વાર થંભી ગયા, ગરમી એમને અકળાવી રહી, એમની આંખોમાં ભય વ્યાપ્યો ને થોડી વારમાં તો એ બધાં મોં ફેરવી સાગરના જળમાં પાછાં ડૂબકી મારી ગયા. સાગરની બખોલોમાંથી નીકળેલાં વિકરાળ પ્રાણીઓ દાવાનળ જેવો અગ્નિ જોઈને પહેલાં તો ફૂગરાયાં, ઉશ્કેરાયાં, આગળ ધસ્યાં, પણ મશાલોનો તાપ ન જીરવાયાથી પાછાં ફરીને ઊભી પૂંછડીએ ભાગ્યાં. હવામાં લોહી ચૂસ જીવાત, જે ઊડતાં વાદળો જેવા થર જમાવીને ઊડી રહી હતી, તે હવે વીખરાવા લાગી. તમામ ઉપદ્રવ થોડી વારમાં શમી ગયો. સહુ કહેવા લાગ્યા : “અરે ! ભગવાન ઋષભદેવે જ આપણને અગ્નિનો પ્રયોગ શિખવાડેલો, પણ આપણે સાવ ભૂલી ગયેલા. મહારાજ ભરતદેવે તેનો કેવો સુંદર પ્રયોગ કર્યો! વસ્તુ જાણવી એના કરતાં એનો ઉપયોગ જાણવો વધુ જરૂરી છે. ખરે વખતે વીસરાઈ જાય એ વિદ્યા શા કામની ?” આ સમય દરમ્યાન મહારાજ ભરત હાથી પરથી નીચે ઊતર્યા, ને કિનારાનું એક સ્થળ પસંદ કરી ત્યાં આસન વાળ્યું. ઉપદ્રવ શાંત થતાં તે તરફ સહુનું લક્ષ ગયું. સેનાપતિ સુષેણે પ્રશ્ન કર્યો : સ્વામી ! આપ આ બાલ રમત જેવું શું કરો છો ?” ‘સેનાપતિજી ! હવે ગણતરીના સમયમાં આપણા યુદ્ધનો આરંભ થશે. યુદ્ધમાં આપણા આવેશોને અને ઈર્ષ્યાવૃત્તિઓને વિકાસ પામવાની ઘણી તકો સાંપડે છે. એ માટે યુદ્ધ કરતાં પહેલાં હું મન-ચિત્તને નિર્મળ કરવા ઇચ્છું છું જેથી નિર્મળ ચિત્તથી કરેલા કાર્યનો સદ્હેતુ શત્રુના દિલમાં પણ વસી જાય. વળી, શક્તિનો દુરુપયોગ આપણાથી ન થઈ જાય, અથવા શક્તિનો વધુ પડતો ઉપયોગ પણ ન થઈ જાય, શુદ્ધ અંતકરણનાં શક્તિ-સામર્થ્ય વિષે તો પિતાજી ઘણું કહેતા. હું આ યુદ્ધ ફક્ત શાસનના પ્રચાર માટે, માનવતાના પ્રસારણ માટે ખેડવા માગું છું – એટલું અંતરથી શત્રુને જાહેર કરવા માગું છું. અંતરના સ્વરને શત્રુની પાસે પહોંચાડવા માટે ચિત્તશુદ્ધિ કે મનશુદ્ધિ જેવો અન્ય કોઈ માર્ગ નથી.” શત્રુ પ્રત્યે પણ આટલી સહાનુભૂતિ !” સેનાપતિ ! તમે કાં ભૂલો ? પિતાજીનાં પ્રીતિશાસનનો વારસો હજી ગઈ ૬૨ ચક્રવર્તી ભરતદેવ Page #78 -------------------------------------------------------------------------- ________________ કાલની વાત છે. એમાં શત્રુને કે શત્રુતાને સ્થાન નહોતું. આજે શત્રુ શબ્દ એટલા માટે વાપરું છું કે તેઓએ આપણા શાસનનો સ્વીકાર કર્યો નથી. શાસનના સ્વીકારની સાથે એ આપણા મિત્ર બની રહેશે. બાકી તો માનવમાત્રને મિત્ર માનવાની પિતાજીની આજ્ઞા છે. પશુયુદ્ધમાં ને માનવયુદ્ધમાં ફેર પણ આટલો જ ને !” “જેવી સ્વામીની ઇચ્છા ! સ્વામીની ઇચ્છા એ અમારા માટે આજ્ઞા સમાન છે.' સેનાપતિ સુષેણ હજારો શત્રુઓના ઘેરામાંથી બહાર નીકળી શકવાનું સામર્થ્ય ધરાવતો હતો, પણ આ વિચારોના વર્તુળમાં પ્રવેશ કરવાની એની તાકાત નહોતી. સ્વામી પ્રત્યેની અવિચળ શ્રદ્ધા જ આવા કૂટ પ્રસંગે એને દોરી રહેતી. મહારાજ ભરતદેવ ત્યાં જ સાગરકિનારે આસન જમાવી બેસી ગયા. ન ખાન, ન પાન, ન આરામ ! ત્રણ દિવસ ને ત્રણ રાત એમ ને એમ વ્યતીત થઈ ગયાં. વાર્ધકીરને ત્યાં આવાસ ખડો કર્યો. ચર્મરને સમુદ્રના પાણીને ખાળ્યું. કાકિરણીરને પ્રકાશ વેર્યો. મણિરત્ન દિશાઓને અજવાળી. દંડરત્ન લઈને સેનાપતિ સુષેણ સ્વામીની પરિચર્યા માટે ત્યાં પથ્થરની મૂર્તિની જેમ ખડો રહ્યો. પુરોહિતરત્ન શાન્તિનો જાપ કર્યા કર્યો. બધાં રત્નોને કામ મળ્યું, પણ ગૃહપતિરત્નનાં રાંધ્યાં ધાન એમ ને એમ પડ્યાં રહ્યાં. અરે ! આપણો સ્વામી ન જમે, ને આપણે કેમ જમીએ? ધૂળ પડી એ જમણમાં! એ ત્રણ દિવસ સંસ્કારજીવનના એક વ્રત ઉદ્યાપન સમા વીત્યા. પ્રેમના શ્વાસ ચાલ્યા. હેતના ઉચ્છુવાસ હાલ્યા. સહાનુભૂતિના દોર ખડા થયા. શ્રદ્ધાનાં ફૂલ ખીલ્યાં. ચોથા દિવસના સૂયોદયની સાથે મહારાજ ભરતદેવે આસન છોડ્યું. પાતાળમાં રહેલો હિમવાન પર્વત પૃથ્વી વીંધી બહાર ઊપસી આવે, એમ મહારાજ ભરતદેવ આવાસ છોડી બહાર આવી ઊભા. બધેથી જયજયકાર વર્તી રહ્યો. મહારાજ ભરતદેવનું મુખમંડળ તદ્દન સૌમ્ય હતું. ઘડી પછી યુદ્ધ ચઢવાનું જંગલમાં મંગલ ૬૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ છે એની રેખામાત્ર પણ મુખ પર નહોતી. સૂર્યને અભિનંદી તેમણે અન્નપ્રાશન કર્યું. સાથે સાથે આખા સૈન્યમાં આનંદ આનંદ વર્તી રહ્યો. ગૃહપતિરત્નના હર્ષને પણ આજે સીમા નહોતી. રોજ રાંધ્યાં ધાન રખડ્યાં હતાં ; આજ એનું અન્ન હોંશે હોંશે સહુએ આરોગ્યું. મહાસાગરનો જળરાશિ તરંગો ઉડાડ્યે જતો હતો. ભરતદેવે પછી પોતાનું ધનુષ્ય લીધું. થોડાએક કદમ ચાલીને તેઓ સાગરજળમાં જઈને ઊભા રહ્યા. તેમણે પોતાના ભાથામાં સંગ્રહેલું સાંધિ-વિગ્રહિક તીર ખેંચ્યું ને ધનુષ્ય પર ચઢાવ્યું, વિશાળ ભવાંને સંકોચ્યાં, તીરના શિરોભાગને અને માગધદેવના આવાસને નેત્રોથી એક સીધાણમાં આણ્યાં. ધનુષ્યનો આકાર શુક્લ પંચમીના ચંદ્રના જેવો થઈ રહ્યો. પણછ ખેંચાઈ, વધુ જોરથી ખેંચાઈ ને તીર છૂટ્યું ! સુમેરુમાં વસનારું ગરુડ પક્ષી હવા વીંધતું ભક્ષ ઉપર જાય, એમ એ તીર સડસડાટ ચાલ્યું. મહારાજ ભરતદેવ તી૨ને જતું એક ક્ષણ જોઈ રહ્યા, ને પછી પાછા ફર્યા. સાગર એમનાં ચરણ પખાળી રહ્યો ! ૬૪ ૨ ચક્રવર્તી ભરતદેવ Page #80 -------------------------------------------------------------------------- ________________ G પૂર્વસાગરનો અધિપતિ પૂર્વસમુદ્રનાં અગાધ જળ જ્યાં વલયાકાર થઈને સીમાનગરીના ઉત્તુંગતુંગ આવાસોને પરિપ્લાવિત કરતાં વહી રહ્યાં હતાં, ત્યાં એ સીમાનો અધિરક્ષક માગધદેવ વસતો હતો. એ સર્વતંત્રસ્વતંત્ર હતો. એક પંખી પણ એની આજ્ઞા વિના સીમાડામાં સંચરી શકતું નહિ. એ માગધદેવ સમુદ્રના એક સુંદર અંતરદ્વીપમાં સવારના સૂર્યનો ઉપભોગ કરી રહ્યો હતો. એના મિત્ર, સેવકો ને અંતેવાસીઓ સાથે હતા. તેઓ ઊંચાં ઊંચાં નારિયેળનાં વૃક્ષોનાં પત્રોના પંખા વીંઝતા, હાથમાં રહેલાં શ્રીફળનાં અમૃત જળ પીતા, ધીરે ધીરે વૈદૂર્યમણિનાં આસન પર ગોઠવાયા. સમુદ્ર પરથી આવતી મંદમંદ અનિલલહરીનું તેઓ આસ્વાદન લઈ રહ્યા. પરવાળાનાં પાત્રોમાં સુસ્વાદુ મધુ આસ્વાદવા સાથે વિનોદલહરી ચલાવી રહ્યા. પ્રકૃતિ શાંત હતી. દરિયાની તરંગલોલા મધુર હતી. પંખી મીઠાં ગીત ગાતાં હતાં. પવન પણ રમતિયાળ બાળકની જેમ લાડતો હતો. એકાએક આ મધુર શાન્તિને ભેદતો એક કઠોર અવાજ આકાશમાંથી ઊઠતો જણાયો. આખી સભા ચમકી ઊઠી. બધા કાન એ દિશામાં એકલક્ષ બન્યા. અવાજ ધીરે ધીરે વેગ પકડી રહ્યો હતો. સાપના ફૂંફાડા જેવો લાગતો અવાજ ધીરે ધીરે વધતો વધતો રાની પશુની ત્રાડ જેવો ઘોર થયો. થોડી વારમાં અષાડનાં પહેલાં વાદળો સામે જાણે કેસરી ગર્જા૨વ કરતો હોય એમ પર્વતોમાં ઘનગર્જના થવા લાગી. સૃષ્ટિમાં આવું આ પહેલી વાર જ બનતું હતું. Page #81 -------------------------------------------------------------------------- ________________ માગધદેવની આંખો નવીન ભયથી ચમકી ઊઠી. એણે ખડગ કાઢીને હસ્તમાં ગ્રહ્યું, ગદાને છૂટી કરી. અન્ય પરિજનોએ તેનું અનુકરણ કર્યું : આવતા અજાણ્યા ભયને ક્રોધાન્વિત નજરથી ડા૨વા સહુ એકપગે તૈયાર થઈ રહ્યા. હવા સાથે પ્રલયનો ગુંજારવ વધતો હતો. પંખી ચૂપ થઈ ગયાં. વનના વરાહ બોડમાં મોં ઘાલી ગયા હતા. સાપ દરમાં જઈ ભરાયા હતાં. એકાએક માગધદેવે બે કદમ આગળ આવીને, પોતાના સભાજનોને પીઠ પાછળ રક્ષણ આપીને કહ્યું : આહ ! આજ નવી નવાઈ જેવી ઘટના ઘટે છે ! વાદળ ચિરાતાં હોય એવો અવાજ ! પૃથ્વીના બંધ તૂટતા હોય એવો ઘોર! આહ ! એ અવાજને રસ્તે ઘનઘોર અવાજ કરતું, આકાશવિહારી ગરુડરાજની જેમ વિકરાળ પાંખો પ્રસારતું એક તીર ચાલ્યું આવે છે ! અહા ! શી એની તીક્ષ્ણતા છે. શો એનો વેગ છે ! શું એનું ઝનૂન છે ! સભાસદો ! તમે એને જોઈ શકો છો ?” ‘હા, પ્રભુ ! જેમ મેઘના થર વીંધીને વીજળી પૃથ્વી પર પડવા આવે એમ એ ચાલ્યું આવે છે !’ મંત્રીએ કહ્યું. આકાશમાંથી ઉલ્કાગ્નિ ઝરે એવું એનું તેજ છે !’ સેનાપતિએ કહ્યું. પાતાળમાંથી શેષનાગ ફૂંફાડા નાખતા આવે, એમ એ પ્રલયનો ઘંટનાદ બજાવતું આવે છે !' સેનામાંથી એકે કહ્યું. એના અવાજમાં ભય છુપાયો હતો. નિશ્ચિંત રહો. હું જીવતો છું ત્યાં સુધી કોઈને પણ ઊની આંચ સુધ્ધાં નહિ આવવા દઉં !’ માગધદેવે રાજા તરીકેના પોતાના કર્તવ્યને પ્રગટ કર્યું. ‘પહેલો હું, પછી તમે !” માગધદેવ આશ્વાસનના આટલા શબ્દો બોલે છે, ત્યાં તો તીર આવીને માગધદેવની સામે જ જમીનમાં ખૂંતી ગયું ! જાણે આકાશમાંથી પાતાળ ભેદતું વજ્ર આવીને પડ્યું. માગધદેવે ઘવાયેલા વાઘ જેવી રાડ નાખી : આહ ! કોણે વિષધર સર્પના બિલમાં હાથ નાખવાની હામ ભીડી છે ? ભૂત હો, વિદ્યાધર હો, દેવ હો કે દાનવ હો, જે કોઈ હો તે ભલે હો ! એણે હજી માગધદેવના હાથ જોયા લાગતા નથી !’ માધવદેવ બે કદમ પાછો હઠી આગળ વધ્યો. તેની બ્રૂકુટિ ધનુષ્યની જેમ ૬૬ : ચક્રવર્તી ભરતદેવ Page #82 -------------------------------------------------------------------------- ________________ ખેંચાઈ ગઈ, નેત્રોમાંથી અંગારા ઝરવા લાગ્યા, નાસિકા ધમણની જેમ ફૂલી રહી. દબાયેલો સાપ ફૂંફાડા નાખે એમ એના અધરદ્રય ફૂંકાર કરી રહ્યા. કોણ છે એ મૃત્યુના મુખમાં પેઠેલો મેંડક ? ' સેનાપતિએ માગધદેવની પાછળ જઈને પોતાની ગદાને ચારે દિશામાં ઘુમાવીને કહ્યું. કોણ છે એ બે-માથાળો, જે ગગનવિહારી ગરુડની પાંખો કાપવાનું દુસ્સાહસ કરીને પોતાનો મુગટ શણગારવા ઇચ્છે છે ?” એક દરબારીએ વધુ પાસે જઈને કહ્યું. “કોણ છે એ અરાવત હાથીના દંકૂશળને હાથે કરીને ઉખેડવા માગતો અહંકારી ?” બીજા દરબારીએ કહ્યું. કોણ મૂર્ખ એ શેષનાગના મસ્તક પર રહેલા મણિનું આભૂષણ બનાવવા માગે છે?” સ્વામીના હુંકારે મરવા-મારવા તૈયાર થયેલા સામંતવર્ગે કહ્યું. “અરે ! જેમ ગરુડ સર્ષના પ્રાણ હરે, એમ એ મુમૂર્ષના પ્રાણ હું નિશ્ચય હરીશ !” માગધદેવે આગળ વધીને કહ્યું અને વેગથી તીરને ખેંચ્યું. તીર ઠીક ઠીક ઊંડે ઊતરી ગયું હતું. માગધદેવથી એ સહજ રીતે ખેંચી ન શકાયું. એની શક્તિને એક આછો ફટકો પડ્યો. એના મનોભાવે એની વિરપ્રકૃતિને એક ચૂંટી ખણી. એને મનમાં ઊગી આવ્યું કે પ્રતિસ્પર્ધી લાગે છે તો સમર્થ! તીર ખેંચીને જોયું તો એના પર કંઈ ચિતરામણ જેવું લાગ્યું. માગધદેવે મંત્રીને પાસે બોલાવીને કહ્યું: “મંત્રીરાજ! જાઓ તો, તીર કંઈ કહેવા માગે છે ! હમણાં હમણાં તો લાકડા ને પથરા પણ બોલતા થયા છે ને !” હા, પ્રભુ! ભગવાન ઋષભદેવે પ્રવર્તાવેલી એ વિદ્યાઓ છે. મંત્રીએ કહ્યું ને તીણ નજરથી તીરને જોઈ રહ્યા. થોડી વારે બોલ્યા “આનું નામ બોલતું તીર છે. ભગવાન ઋષભદેવના શાસનનું એ તીર છે. ત્યાં જડ પણ ચેતનની જેમ બોલે છે ! આ તીર પર ચિતરામણ છે. એ દ્વારા એ કહેવા માગે છે કે ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરત સંસાર પર દિગ્વિજય કરવા નીકળ્યા છે. એ દિગ્વિજય દ્વારા પોતાનું શાસન પ્રસારવા ઇચ્છે છે. આ તીર સંદેશવાહક બનીને આવ્યું છે. એ કહે છે કે ચક્રવર્તી મહારાજ ભરતદેવનું શાસન સ્વીકારી મિત્ર બને, નહિ તો શત્રુ થઈ મોતને અધીન થવા તૈયાર રહો !” આહ ! અરે, છે કોઈ હાજર ! જાઓ, આકાશમાર્ગે જઈને એ મૂર્ખ જંગલમાં મંગલ ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ ભરતને એટલો સંદેશો આપો કે સંસારમાં સર્પ દેડકાને ગળે છે. દેડકો ગમે તેવો મોટો હોય, પણ સર્પને ગળી શકતો નથી. માટે, ઓ ભરત ! તારા પિતા તરફ અમને પૂજ્યવૃત્તિ હોવાથી ચેતાવીએ છીએ કે મૃત્યુચેષ્ટા જેવી આ બાલચેષ્ટા છાંડી દે ! માગધદેવ અજર, અમર ને અબાધિત છે.’ એક દૂત આકાશમાર્ગે તરત રવાના થયો. માગધદેવ કિનારા પર ટહેલતો ટહેલતો કહેવા લાગ્યો : અધીનતા ? માગધદેવે જીવનમાં કોઈની અધીનતા સ્વીકારી નથી.’ પૂર્વસમુદ્રના અધિવાસીઓ માગધદેવ સિવાય કોઈને પોતાના અધિપતિ તરીકે સ્વીકારતા નથી.’ સેનાપતિ બોલ્યા. નથી દેવ, નથી વિદ્યાધર, નથી ભૂત, નથી પિશાચ - માત્ર એક માનવ ! જે આકાશમાં ઊડી ન શકે, જળમાં ડૂબી ન શકે, વનપર્વતમાં વિહરી ન શકે, અગ્નિને સ્પર્શી ન શકે, એવા નિર્બળ માનવનો આટલો ગર્વ ? એ શાસનની વાત કરે ? અધીનતાની વાત કરે ? નાના મોઢે કેટલી મોટી વાત કરે છે ? અને વળી તે વિદ્યાધરો, વ્યંતરો કે દેવોની સામે જેના પગ પખાળી પખાળીને - માનવજાત આજ સુધી જીવી છે ! મંત્રીરાજ ! તમે કેમ કંઈ બોલતા નથી ? અમે તો માત્ર લડનાર હાથપગ છીએ. અમારું મગજ તો તમે છો. બોલો, ભરત નામના એ માનવજંતુનો નાશ કરતાં મને કેટલી ક્ષણ લાગશે ?” મહારાજ ! અપ્રિય લાગે તો ક્ષમા કરશો. મંત્રીનો ધર્મ છે કે કટુ હોય તોપણ સત્ય કહેવું. ભગવાન ઋષભદેવનું શાસન અભેદ્ય છે. એ પ્રીતિશાસન છે. અનેક દેવ-વિદ્યાધરોએ એ સ્વેચ્છાથી સ્વીકારેલું છે. કેટલાકોએ એને પડકારીને પ્રમાણ્યું છે. કેટલાકે એનો પ્રથમ તિરસ્કાર કરીને પછી શિરસાવંદ્ય કર્યું છે. વહેલું કે મોડું, મને કે કમને, પ્રેમબળથી કે ભયબળથી, પણ જેણે જેણે સ્વીકાર્યું છે, એ સુખી થયા છે. તેઓની પછી ભરતદેવ એમની ગાદીએ આવ્યા છે, એમણે માનવતાના શાસનનો પ્રચાર આરંભ્યો છે. એમને કોઈ દેવ, કોઈ વિદ્યાધર, કોઈ ભૂત, પ્રેત કે પિશાચ હરાવી શકશે નહિ.’ મંત્રીરાજ ! સર્પના કણાને શેષનાગનું રૂપ તો આપતા નથી ને ?” માગધદેવે કહ્યું. મારા સ્વામીને હું અસત્ય ન કહું. મંત્રી તરીકે, આવી રહેલી આ સેના ૬૮ : ચક્રવર્તી ભરતદેવ Page #84 -------------------------------------------------------------------------- ________________ તરફ ઘણા વખતથી મારું લક્ષ છે. મેં એની ઘણી માહિતી મેળવી છે. એમણે ફેંકેલું એક સામાન્ય તીર ખેંચતાં પણ સ્વામીને પરિશ્રમ પડ્યો, તો યુદ્ધ નાનીસૂની વાત નથી ! વળી, ભરતદેવ શાસનનો પ્રચાર કરી કોઈની સ્વતંત્રતા હણવા નીકળ્યા નથી. એમને અધીન થનારો સર્વથી સ્વતંત્ર થશે ! ભરતદેવ જેના શિરછત્ર બન્યા એને દુનિયામાં કોઈ છછડી ન શકે. મહારાજ ! જરા આમ ઊંચે ચઢીને એમના સૈન્યને તો નિહાળો ! એ ધારે તો દરિયાને પૃથ્વી કરી શકે તેમ છે ! ખીણને સમતલ ભૂમિ કરી શકે તેમ છે! આમાં ગર્વ નકામો છે. કોઈને પણ હજી મનમાં હુંકાર રહેતો હોય, તો આવેલું તીર પોતાના ધનુષ્ય પર ચઢાવી, ફરી એ ભરતની છાવણી સુધી પહોંચાડે !' મહામંત્રીના શબ્દોનો તિરસ્કાર કરતા ન હોય, તેમ તરત જ કેટલાક બળવાન યોદ્ધાઓએ, ભાથામાંથી તીર ખેંચ્યાં, ધનુષ્ય પર ચઢાવ્યાં ને ખૂબ ખેંચીને છોડ્યાં. પણ રે ! ચોથા ભાગ જેટલે પણ દૂર એ જઈ ન શક્યાં ! પૂર્વસાગરનાં જળ ઊછળી ઊછળીને જાણે એમનો ઉપહાસ કરી રહ્યાં. - દૂધના ઊભરા પર પાણી છંટાય ને એ શમી જાય એમ સર્વની શક્તિનો ગર્વ શમી ગયો. માગધદેવ ઊંચા વૃક્ષની ડાળ પર ચઢીને દૂર દૂર દૃષ્ટિ ફેરવી રહ્યો. ભરતદેવની અનન્ત વિસ્તારમાં પથરાયેલી વિશાળ સેના જોઈ એનું ચિત્ત શાંત બની ગયું. પોતાનાથી વડેરી શક્તિને નિઃસંકોચ રીતે સ્વીકારવામાં એ વખતના સમર્થ પુરુષો શોભા સમજતા. નિરર્થક મિથ્યાભિમાની બની પોતે ખુવાર થવું ને પોતાનોને ખુવાર કરવાં, એ અધર્મ મનાતો. માગધદેવે કહ્યું: “પ્રજાજનો ! મેઘગર્જના સામે નિષ્ફળ ગર્જના કરી માથું ફોડતા ઈર્ષાળુ કેસરી સિંહ જેવો હું નથી. જેઓનાં મસ્તકનું મૂલ્ય બેનમૂન મોતી કરતાં પણ વધુ છે, એ માથાને હું નિરર્થક હોડમાં મૂકનારો પણ નથી. ગંધહસ્તીના મદની ગંધથી જેમ અન્ય હાથીઓના મદ શાન્ત થઈ જાય છે, એમ મારો મદ આજે શાન્ત થઈ ગયો છે. દેવ કરતાં માનવ મોટો, એમ લાગે છે. ચાલો, સામે પગલે એમનું સ્વાગત કરીએ, એમના મિત્ર બનીએ સમર્થે સમર્થની મિત્રતા શોભે.” માગધદેવની આજ્ઞા થતાં બધા તૈયાર થઈ ગયા. થોડી વારમાં સાગરના ચક્રવર્તી ભરતદેવ ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ તટ પર હસમુખી, વાનરમુખી, ગજમુખી, મયૂરમુખી નૌકાઓ હાલકડોલક થઈ રહી. દીર્ઘમુખ, દીર્ઘશરીરી, દીર્ઘનેત્રી વીરશ્રેષ્ઠ માગધદેવ પોતાની વિશાળ નૌકા પર આરૂઢ થયા કે બધી નૌકાઓ દરિયાના શાંત જળ પર સરવા લાગી. નૌકાના અગ્રભાગ પર ઊભા થઈ થઈને બધા ભરત-સેનાને નીરખી રહ્યા. આકાશમાર્ગે સંચરેલો દેવદૂત સંદેશો આપીને પાછો ફરતો હતો. એણે માગધદેવને નૌકા પર જોઈને ત્યાં જ ઉતરાણ કર્યું અને ભરતદેવનો સંદેશો કહ્યો : “માગધદેવ ! શબ્દનું પણ મૂલ્ય છે, ને શબ્દની અસર પણ છે. નિરર્થક શબ્દવ્યયનો અર્થ શો ? સર્પ કોણ ને મેંડક કોણ એનો નિર્ણય સમરાંગણમાં કરવો હોય તો અમો તૈયાર છીએ. બાકી અમારું શાસન શત્રુતા પર નહીં, મિત્રતા પર નિર્ભર છે.” મંત્રીશ્વરે તરત જ બીજો સંદેશો મોકલી માગધદેવ વતી ભરતદેવને કહેવરાવ્યું કે ગંધહસ્તીની સાથે મદભર્યો ગમે તેવો હાથી પણ મિત્રતા જ ઇચ્છે છે, ન કે શત્રુતા ! ખેચર દૂત ફરી ઊડ્યો. એને સહુ ભરતદેવની સેના તરફ જતો જોઈ રહ્યા. નૌકાઓ ધીરે ધીરે કિનારે આવી પહોંચી. માગધદેવે છલાંગ મારી કિનારા પર પગ મૂકયો. એની પ્રચંડ દેહયષ્ટિ સહુનાં નેત્રોને ભરી રહી. મંત્રીરાજ સુમતિસાગર કિનારા પર એમનું સ્વાગત કરવા તૈયાર હતા. ધર્મધજા જેવું એમનું તેજસ્વી શરીર ને વિશાળ લલાટ આભા પાથરી રહ્યાં હતાં. માગધદેવે એમનું ભરતદેવ સમજી સ્વાગત કર્યું. તેઓના સમાગમથી પોતે ખૂબ રાજી થયો છે, તેમ કહેવા પોતાના મંત્રીને કહ્યું. હું તો ભરતદેવનો ચરણકિંકર છું. તેઓની આજ્ઞાથી આપના સ્વાગત આવ્યો છું. મંત્રીરાજ સુમતિસાગરે કહ્યું. “ઓહોહો ! તમે ભરતદેવ નથી એમ કે ? જ્યારે તમે આટલા પ્રભાવશાળી છો, તો તમારા સ્વામી તો કેવા હશે ! ચાલો, ચાલો, હું તેમને મળવાને ઉત્કંઠિત છું.” મંત્રીરાજ સુમતિસાગર આગળ ચાલ્યા. માગધદેવ પોતાના પરિજનો સાથે તેમને અનુસર્યા. કેટલેક દૂર તેઓ ચાલ્યા હશે કે મધ્યાહના સૂર્ય સમો ૭૦ ચક્રવર્તી ભરતદેવ Page #86 -------------------------------------------------------------------------- ________________ તેજભર્યો એક પુરુષ સામેથી આવતો દેખાયો. નકરો લોહીથી ઘડાયેલો હોય એવો એનો દેહ હતો. વૈતાઢ્ય પર્વત પર લાગેલા દાવાનળ જેવી એની બે આંખો ભભૂકતી હતી. પહાડના કોઈ અણનમ શિખર જેવું એનું મસ્તક હતું. માગધદેવને લાગ્યું કે નક્કી આ ભરતદેવ હોવા જોઈએ. એણે ઝડપથી આગળ વધીને એમનું અભિવાદન કરતાં ઉચ્ચાર્યું, ભરતદેવ ઘણું છે !' ભરતદેવ ઘણું જીવો ! માગધદેવ ! ભરતદેવ આપની ઉત્કંઠાપૂર્વક રાહ જુએ છે. હું સેનાપતિ સુષેણ આપનું સ્વાગત કરું છું. આગંતુક વ્યક્તિ, જે સેનાપતિ સુષેણ હતો, એણે કહ્યું. “વાહ! જેને હું પર્વતરાજ સુમેરુ તરીકે ઓળખું છું, એ તો હજી પરિકરના જ પર્વતો છે, તો એ પોતે કેવા હશે !” આશ્ચર્યભર્યા બોલ બોલતા માગધદેવ આગળ વધ્યા. એના કલ્પના પ્રદેશમાં ભરતદેવની એક અજબ તસ્વીર દોરાઈ રહી. વરુણદેવ જેવી એ સમર્થ હશે? એક ક્ષણમાં જીવિતને મૃત્યુના ફાંસલામાં ફાંસી દે તેવી હશે ! સુમેરુ પર્વતના ભાખંડ પક્ષીની જેમ એ વેગવંત હશે, જે હાથીઓને તણખલાની જેમ આકાશમાં ઉપાડી જાય ? માગધદેવના હૃદયમાં ભયની એક આછી કંપારી વહી ગઈ. ભય જેણે જીવનમાં જાણ્યો નહોતો, એણે આજ ભયનું એક ક્ષણ માટે દર્શન કર્યું ! ભય એક એવી ચીજ છે કે જેમાં એ હંમેશાં મોટો ને વિકરાળ લાગે અને માનવી પોતે નાનો ને નગણ્ય લાગે. કદી શ્રમને ન જાણતા માગધદેવના પગમાં અજાણ્યો શ્રમ ભરાયો. જેની આંખોએ કદી ફડકારો જાણ્યો નહોતો, એની આંખોમાં ફડકારો ઊપડ્યો. આછી ઝાકળ જેવો પ્રસ્વેદ પણ રોમરોમમાં જામી ગયો. કપાળ પરનો પ્રસ્વેદ લુછવા એણે પોતાનો હાથ ઊંચો કર્યો, ને પ્રસ્વેદ લૂળ્યો. ત્યાં એણે એક સૌંદર્યવાન પુરુષને સામેથી આવતો નિહાળ્યો. સુંદર ઘાટીલાં અંગ, નૃત્ય કરતી હોય એવી પગશ્રેણી, મધુપર્કના ભરેલા હોય એવા અધરદ્રય, બહેની વીરાને વહાલ કરતી હોય એવાં વહાલભર્યા નયન, પહાડની કોઈ સ્ફટિક શિલામાંથી નખશિખ સપ્રમાણ કોતરી હોય એવી રૂપાળી દેહયષ્ટિવાળો એ પુરુષ, બાલસૂર્ય જેવી પ્રભા પાથરતો સ્મિતભર્યા ચહેરે ચાલ્યો આવતો હતો. એણે આવી માગધદેવનું સ્વાગત કર્યું. પૂર્વસાગરના અધિપતિ ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ આપ ભરતદેવના કોણ છો ? પાર્શ્વચર કે અનુચર ? કૃપયા મારાં ઉત્કંઠિત નયનોને શીઘ્ર ભરતદેવનાં દર્શન કરાવો !’ ચાલો ! ભરતદેવ પણ આપનું જ સ્મરણ કરી રહ્યા છે. આગંતુક વ્યક્તિએ કહ્યું ને માગધદેવની આંગળીમાં આંગળી પરોવી ચાલવા માંડ્યું. માગધદેવે આખે રસ્તે ભરતદેવના સ્વરૂપ વિષે જ વાતચીત કરી. એ કેવા હશે ને કેવા નહિ !' થોડી વારમાં બધા ભરતદેવના આવાસમાં આવીને ઊભા રહ્યા. પણ રે ! ખુદ ભરતદેવ જ ત્યાં નહિ ! મને ભરતદેવ બતાવો !” માગધદેવે ઉત્કંઠાપૂર્વક કહ્યું : ‘હું એમને મળવા આવ્યો છું. મારે એમના મિત્ર બનવું છે.’ જરૂર ભરતદેવ મળશે. આવો, આ સિંહાસન પર બેસો.’ પેલા સુંદર પુરુષે સિંહાસન ત૨ફ લક્ષ કરતાં કહ્યું. ‘થોભો, મહારાજ !’ સેનાપતિ સુષેણનો અવાજ ગાજ્યો. કોણ મહારાજ ! અહીં ભરતદેવ સિવાય વળી બીજા કોઈ મહારાજ છે કે ” માગધદેવ આશ્વર્યમાં ડૂબી ગયો. એણે જોયું કે સહુની વિનમ્ર દૃષ્ટિ એની સાથે સાથે આવેલા પુરુષ પર મંડાઈ ગઈ હતી. ‘કોણ, આ મહારાજ ભરતદેવ ? ન હોય !’ અને માગધદેવે પોતાની સાથેના પુરુષ પર પોતાની દૃષ્ટિ ઠેરવી. બાલસૂર્યની શીળી પ્રભા જાણે અદૃશ્ય થઈ રહી હતી. ને મધ્યાહના સૂર્યનો પ્રખર તાપ ત્યાં આવીને તેજ પ્રસારતો હતો. માંડી મીટ મંડાતી નહોતી. નક્કી એ જ ભરતદેવ ! માગધે આશ્ચર્ય સાથે નક્કી કર્યું. * શું કહો છો, સેનાપતિ ” ભરતદેવના અવાજમાં ટંકાર હતો. સ્વામી ! માગધદેવે આપની નિંદા કરી હતી.' સેનાપતિ સુષેણે મસ્તક નમાવીને કહ્યું : ‘કોઈ પણ નિંદકને સ્વામીના સિંહાસનની સમીપ સ્થાન ન મળી શકે ! એણે તો પહેલાં ગુનેગાર તરીકે ખડા થવાનું હોય, અપરાધની આલોચના કરવાની હોય. આખી ભરત-સભા આ મંતવ્યમાં માનતી હોય એમ મસ્તક ધુણાવી રહી ને નેત્ર ખેંચી રહી. ભરતદેવે એ સામે કંઈ ન કહ્યું, ફક્ત પોતાનાં પ્રભાવંત ૭૨ * ચક્રવર્તી ભરતદેવ Page #88 -------------------------------------------------------------------------- ________________ નયનો માગધદેવ સામે ફેરવ્યાં. માગધદેવે તરત ઇંગિત સમજી લીધું, ને કહ્યું: મહારાજ ! અગર નાની નદી સાગરની નિંદા કરે, તો સાગર શું કરશે ‘એનાથી છેડાશે નહિ, નદીને પોતાનામાં સમાવી દેશે.” ભરતદેવે કહ્યું. અગર ઘુવડ હંસની નિંદા કરશે, તો હંસ શું કરશે ?” માગધદેવે કહ્યું. એનો જવાબ મંત્રીરાજ દેશે. ભરતદેવે મંત્રી તરફ જોતાં કહ્યું. ‘એ તો એનો મોતીનો ચારો ચર્ચા કરશે.” મહામંત્રીએ વચ્ચે જવાબ આપવાની પોતાની ફરજ અદા કરી. એવી રીતે માગધદેવ અગર ચક્રવર્તી ભરતદેવની નિંદા કરે, તો મહારાજ એને શું કરશે ?' એનો ઉત્તર સેનાપતિ સુષેણ વાળશે.’ નીતિશાસ્ત્રના જ્ઞાતા ભરતદેવે સુષેણ સામે જોઈને કહ્યું. સુષેણે લેશ પણ અચકાયા વગર જવાબ આપ્યો: ‘એ નિંદકની જીભ ખેંચી લેશે.” ના, ના, સુષણ તું ભૂલ્યો, સાગર જેમ નદીને પોતાનામાં સમાવે, એમ એ નિંદક માગધદેવને પોતાના હૈયામાં સમાવશે ! શક્તિ શક્તિ તો જ રહે, જો શક્તિમાં વિનમ્રતા હોય, સેનાપતિ ! માગધદેવે આપણી મિત્રતા માગી છે. એ આપણા મિત્ર થયા છે. મનનો રોષ છોડી મિત્ર તરીકે એમને સ્વીકારો. ' મહારાજ ભરતદેવે આગળ વધીને માગધદેવનું સ્વાગત કરતાં કહ્યું. જેવી સ્વામીની ઇચ્છા ! માગધદેવને અમે પણ મિત્ર તરીકે સ્વીકારીએ છીએ. સેનાપતિ સુષેણે ને મહામંત્રી સુમતિસાગરે કહ્યું. સ્વામી મને સ્વીકારે ! મને પોતાનો દાસ કરે ! રાજકર્મચારી વર્ગ પણ મને તેઓમાંનો એક લેખે ” માગધદેવે કહ્યું. “જે ભરતશાસન સ્વીકારે છે. એને ભરત પોતાનો કરે છે, સન્માને છે. નાના-મોટાનો પ્રશ્ન નથી. સેવ્યસેવકની ઝંઝટ નથી. માગધદેવ ! મારે મન શાસન સર્વશ્રેષ્ઠ છે ! હવે તમે અમારા મિત્ર થયા છો. માબાપ બાળકને જેમ ભય બતાવે, પણ અંતરમાં તો પ્રેમ વરસાવે, એમ મારું શાસન છે. બે કઠોર શબ્દો કહ્યા હોય તો હું તમારી ક્ષમા માગું છું. ભરત તમારો પ્રતિભાજન થવા ઇચ્છે છે, ભીતિભાજન નહિ !' પૂર્વસાગરનો અધિપતિ ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવના શબ્દોએ આખી સભાને હચમચાવી મૂકી. માગધદેવ ને એના પરિજનો તો અંતરથી લળી લળીને ભરતદેવને વંદન કરી રહ્યા. શક્તિનાં દર્શનથી તેઓ વશ તો થયા હતા, પણ આ સહૃદયતાનાં દર્શનથી તો તેઓ સાવ જિતાઈ ગયા. ‘હું આપ દેવનો આજ્ઞાકારી બની અંતપાલ સીમા૨ક્ષક સેવક તરીકે સેવા કરવા ચાહું છું.’ તમારી સેવાનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ. અમે અમારું શાસન અસિ, મિસ ને કૃષિનું; દયા, દાન ને દેવતનું પ્રસરાવીને પછી આગળ વધવા ઇચ્છીએ છીએ. ત્યાં તમારો ખપ પડશે.’ ‘સદા સજ્જ છું, મહારાજ ! કૃપયા, આપ અમારા આવાસોમાં પધારો અને કન્યા, કનક, અશ્વ, વસ્ત્ર, આભૂષણ ને હસ્તીની ભેટ સ્વીકારી અમને કૃતાર્થ કરો !’ જેવી તમારી ઇચ્છા !” ભરતદેવે ઉચ્ચાર્યું ને માગધદેવને લઈને તેઓ સૈન્યના નિરીક્ષણ માટે નીકળ્યા. પ્રસ્થાનભેરીનો ઘોષ ગાજી રહ્યો. થોડી વારમાં માગધદેવના આવાસો ત૨ફ જવા માટે ચર્મરત્ને પૂરતી તૈયારીઓ શરૂ કરી દીધી. ૭૪ * ચક્રવર્તી ભરતદેવ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભરતનાટયમ્ ચર્મરત્ને બાંધેલા સેતુ ૫૨ થઈને આખી ભરતસેના માગધદેવના રાજ્યવિસ્તારમાં પ્રવેશી ગઈ. આટલી વિશાળ સેનાને ઉતારો દેવો એ જેવુંતેવું કામ નહોતું. માગધદેવની એ ચિંતા વિશાળ બની ગઈ, પણ ત્યાં તો ભરતસેનાએ પોતાના નિવાસો પોતે ઊભા કરી લીધા. જાણે નાની નાની જાદુઈ નગરીઓ વસી ગઈ. જ્યાં વિકરાળ હસ્તીઓ, વિષધર સર્પો ને ભારડ પક્ષીઓ ભમ્યા કરતાં, જ્યાં ખીણોનાં જળમાં ખૂની મગરો ઘૂમ્યા કરતા, જ્યાં પહાડોની ગુફાઓમાં અગ્નિના ફુવારાઓ છૂટ્યા કરતા, ત્યાં આ સેનાએ પોતાનાં ઘર કર્યાં. ઘર કરીને આ માનવશત્રુઓને સદાને માટે દેશનિકાલ આપ્યો. જોતજોતાંમાં સુંદર અલબેલી નગરી વસી ગઈ. ક્યાંક આવાસો છે, ક્યાંક પર્ણકુટીઓ છે, ક્યાંક દુકાનો છે, ક્યાંક ચોરાઓ રચાઈ ગયા છે. પૂર્વસાગરનાં રહેવાસીઓ પોતાનાં કન્યારત્નો, પશુરત્નોને સ્ફટિકરત્નો લઈને ભેટણે આવ્યાં. ભરતદેવની આજ્ઞા હતી કે પરસ્પરનો સંપર્ક વધે એવી સર્વ ભેટો સ્વીકારવી. સંસારમાં સાચું સગપણ લોહીનું છે. માટે લોહીના સંબંધો વધારવા. શાસન-પ્રચાર માટે લોહીસંબંધો ખૂબ આવશ્યક છે. શાસનનો પ્રચાર તો જ થશે, ને શાસનની પરંપરા પણ તો જ રચાશે. આપણે તો આજે અહીં છીએ, Page #91 -------------------------------------------------------------------------- ________________ ને કાલે નથી. પાણીનું પૂર ભલે ચાલ્યું જાય, પણ એણે ભૂમિને પોતાનાં જળથી એવી પરિપ્લાવિત કરી નાખવી જોઈએ કે નવા રોપ, નવાં ગુલ ને નવા બાગ ત્યાં સ્વયં ઊગ્યા જ કરે, ને સ્વયં ખીલ્યા જ કરે. આ નગરપુરુષોને સાગરસુંદરીઓ હોંશે હોંશે વરી. પરદેશી પ્રીતમ સાથેનું એમનું સખ્ય મધુ જેવું રોમાંચક બન્યું. આ જુદા, અમે જુદા, એમ જુદાઈના ગઢ જમીનદોસ્ત થયા. અજબ અદ્વૈત રચાઈ ગયું. એ સુંદર બેલડીઓના વનવિહારો, જલવિહારો ને વિનોદપ્રકારો સામંજસ્યનું અજબ વાતાવરણ રચી રહ્યા. જાણે તેઓ કદી જુદાં હતાં જ નહિ, તેઓની સંસ્કૃતિ જુદી હતી જ નહિ ! ધીરે ધીરે શાસન-પ્રચાર પ્રારંભાયો. ભરતદેવે પશુપાલનનો નવો ધર્મ એમને સમજાવ્યો. કૃષિનો આખો પ્રયોગ આચરી બતાવવામાં આવ્યો. અગ્નિની શક્તિના ઉપયોગો સમજાવવામાં આવ્યા. ગાય જેવું પશુ સહુને આંગણે બાંધવું વહાલું લાગ્યું. વાહન તરીકે નંદી વહાલો લાગ્યો. ગૂંચળું વળીને રહેતાં સહુ સાગરકિનારેથી દૂર દૂર સુધી જઈ વસ્યાં. ઇક્ષુનું વાવેતર કરવામાં આવ્યું. પૂર્વસાગરના રહેવાસીઓ વિચારતા કે જંગલમાં ઊગતા વાંસ જેવા આ ઘાસ પાછળ, આવા ડાહ્યા માણસો વ્યર્થ સમય કાં બરબાદ કરતા હશે ? આવા ઘાસનાં તો જંગલોનાં જંગલો આપણે ત્યાં ભર્યાં છે. પણ ભલા, મોટા માણસોને કોણ કહે કે તમે આ ખોટું કરો છો ? વાઘને કંઈ કહેવા જવાય કે તારું મોં ગંધાય છે ? એક તરફ ખેતરમાં ઘઉં પાક્યા ને બીજી તરફ ઇક્ષુ પાકી. આ વખતે મહારાજ ભરતદેવે જાહેર કર્યું કે. આવતી કાલે નાટક ભજવશે, ઇક્ષુ૨સ ઉપર ! આ સમાચારે સહુને આશ્ચર્યમુગ્ધ કરી નાખ્યા. મોટાની વાતો મોટી, એમ માની સહુ એ ઘડીની રાહ જોઈ રહ્યા. અરે ! ઇક્ષુ-બિથુ તો ઠીક, પણ ભારે મેળો જામશે. નાવલીઓ નાચશે, નાવલિયા બંસી વાશે. ઇક્ષુના એક વાડામાં – જે એક સરિતાને કાંઠે આવ્યો હતો ત્યાં આ આનંદસમારંભની આયોજના કરવામાં આવી. જનસમુદાય તો સવારથી આવીને ગોઠવાઈ ગયો હતો. સમયથી ઘણા પહેલાં માગદેવ ને એમનું રાજમંડળ પણ આવી ગયું હતું. ૭૬ ૭ ચક્રવર્તી ભરતદેવ Page #92 -------------------------------------------------------------------------- ________________ આકાશમાં વૈશાખી તૃતીયાનો ચંદ્ર દેખાયો, ને પડદો ઊપડ્યો. સાવ સાદો લાગતો પડદો ઊપડતાં લોકોના આશ્ચર્ય વચ્ચે ત્યાં એક આખું ગામ વસેલું દેખાયું. અરે ! આ તો જાદુમંતર લાગે છે ! આખું ગામનું ગામ આટલી જગામાં લાવીને મૂકી દીધું ! દરેક આવાસના આંગણામાં અગ્નિ છે. પરસાળમાં ગાય છે. ઘાસની પર્ણકૂટી છે. શસ્ત્રમાં ફરસી ગોખે લટકે છે ને ઓસરીમાં કુહાડી પડેલી છે. માટીનાં પાત્ર ચૂલે ચડ્યાં છે, ને પનિહારીઓ કૂવે દોરી પાસીને મીઠું મીઠું પાણી કાઢે છે. ખેતરમાં લૂંબેઝૂંબે ઊગેલ શેરડી ને ઘઉં હવામાં ઝૂમે છે. એવા ગામમાં ઊંચો ઊંચો એક રાજાનો આવાસ છે. એ આવાસમાં ત્રણ જણા બેઠા છે; એકને માથે મુગટ છે, એ રાજા લાગે છે. એકને માથે ઊનની પાઘડી છે, એ શેઠ લાગે છે. એકને ઓડિયા વાળ છે, એ રાજકુમાર લાગે છે. ત્રણે જણા કંઈક વિચારમાં બેઠા છે. વાત ભારે વિચિત્ર બની છે. અરે ! ત્રણેને - શેઠ, રાજા અને કુંવરને એક જ સમયે એક જ પ્રકારનાં સ્વપ્ન આવ્યાં છે ! રાજા કહે છે: “અજબ હતું મારું સ્વપ્ન ! મેં સુવર્ણનો સુમેરુ જોયો. પણ કેવો ? સાવ શ્યામ ! સુવર્ણને જાણે કાટ લાગ્યો ! પછી મારા પુત્ર શ્રેયાંસે આ મહાપર્વતને દૂધથી ધોઈને ઊજળો કર્યો !' આખી મેદની હસી પડી. પહાડને તે વળી દૂધે ધોવાતો હશે ? અને સ્વપ્નના તે કંઈ અર્થ કઢાતા હશે ? અજબ ગામ ને ગજબ આ માણસો ! ત્યાં તો પેલો પાઘડીવાળો શેઠ બોલ્યો : “સૂર્યને મેં ઠરી ગયેલો જોયો. મોરનાં પીંછાં નીકળી જાય ને કેવો શોભાવિહીન લાગે, એમ સૂર્ય પણ એનાં કિરણો સરી જતાં સાવ વરવો લાગતો હતો. આપણા રાજકુમાર શ્રેયાંસે એ સરી ગયેલાં કિરણો જાણે સૂર્યમાં ફરી સ્થાપ્યાં, ને સૂર્ય ફરી સહસ કળાએ ઝગમગતો થઈ ગયો.” લોકો હસ્યા: “વાહ રે ડાહ્યા માણસો ! શી ઘેલી તમારી વાતો !' રાજકુમાર, જે ત્રીજો જણ હતો ને જેનું નામ શ્રેયાંસ હતું તે બોલ્યો : “મને પણ સુબુદ્ધિ શેઠ જેવું જ સ્વપ્ન આવ્યું. મેં એક મહાપરાક્રમી રાજા નીરખ્યો, પણ જાણે ચારે તરફથી દુશ્મનો વડે ઘેરાઈ ગયેલો. મેં દુશ્મનોને મારી હઠાવ્યા, ને રાજાનો માર્ગ સ્વતંત્ર કર્યો.' ભરતનાટ્યમ્ ૨૭૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ આ સ્વપ્નનો ભેદ શો હશે?” ત્રણે જણાએ એકીસાથે પૂછ્યું. રાજાએ શેઠ સામે જોયું. શેઠે રાજકુમાર સામે જોયું. રાજકુમારે રાજા સામે જોયું. ત્રણે જણા પરસ્પર માં તાકીને બેઠા, પણ કંઈ સૂઝ ન પડી. એટલામાં વગડાનો પવન વેણુ વાતો વહેવા લાગ્યો. આકાશમાં વાદળનગરી રચાય ને જેમ અલોપ થાય એમ પડદા પરથી ગામનો દેખાવ એકદમ પલટાઈ ગયો. ઊંચા ઊંચા પહાડ દેખાયા. બાજુમાં વહેતી નદીઓ નજરે પડી. એ વચ્ચે થઈને આવતી એક સ્વચ્છ પગદંડી સહુનું લક્ષ ખેંચી રહી. એ પગદંડી પર થઈને આભ-પૃથ્વીને એક કરતો કોઈ પુરુષ ચાલ્યો આવતો હતો. ઘણો ઊંચો, ઘણો મજબૂત, જાણે સુમેરુ પર્વત માનવદેહ ધરીને ચાલ્યો આવતો હોય ! પણ રે ! સાવ શ્યામ ! કયા ઝંઝાનિલે, કયા આંધીઉલ્કાપાતે એ સુવર્ણના સુમેરુને ઝાંખો કરી દીધો હતો ? અરે ! મુખ પર સહસરશિમ સૂર્ય જેવો પ્રતાપ લાગે છે ! આકાશનો સૂર્ય પૃથ્વી પર નરદેહ ધરીને રમવા તો નથી નીકળ્યો ને ! પણ આમ રહિમહીનકિરણાવલિથી વંચિત કેમ લાગે છે ! પૃથ્વીનાં દુઃખ જોઈને દુભાયેલો હશે કે શું? પહાડ, કંદરા, ગિરિખીણ વટાવતો એ પુરુષ ચાલ્યો આવે છે. રે ! પૃથ્વીના ચક્રવર્તી રાજવી જેવું એનું તેજ છે, ને છતાં મુખમુદ્રા આમ વિવર્ણ કાં ? શત્રુઓથી ઘેરાયેલા રાજવી જેવો એનો ચહેરોમહોરો કાં? પહાડની તળેટીમાં ઝાંઝર ઝમક્યાં. અદ્રિશંગ પરથી શરણાઈઓ ગહેકી ઊઠી. ગિરિકંદરાઓમાંથી ગાતું ગાતું સ્ત્રીવૃંદ આવ્યું. સાગરપાળેથી ફૂલની છાબ લઈને જનકુળ આવ્યાં. પધારો પૃથ્વીના પહેલા સ્વામી ! અમે આપનાં શાં શાં સ્વાગત કરીએ! ધન્યભાગ્ય આજ હમારાં ! આજ અહોભાગ્ય જાગ્યાં હમારાં ! ચિરકાળ પછી વસંત ઋતુ પધારે એમ આપ પધાર્યા છો. પધારો, દેવ ! કેટલાંક સ્ત્રીપુરુષો આગળ આવ્યાં. કોઈએ હાથમાં માળા લઈને, કોઈએ જળ, દધિ ને દુધના કુંભ મસ્તકે ધારણ કરીને, કોઈએ ચંદન, કપૂર, કસ્તુરીની છાબ હાથમાં લઈને, કોઈએ આમ્રફળના ગુચ્છને ખભે ધરીને, કોઈએ ૭૮ ચક્રવર્તી ભરતદેવ Page #94 -------------------------------------------------------------------------- ________________ તાંબૂલવલ્લીને દેહ પર ધારણ કરીને એ પ્રતાપી પુરુષની આસપાસ નૃત્ય કર્યું ! શું સુંદર નૃત્ય ! શું સુંદર નાટક ! પૂર્વસાગરના પ્રદેશનાં પોરજનો હર્ષથી રોમાંચિત થઈ ગયા. ગીત, નૃત્ય ને વાઘથી વાતાવરણ મુખરિત થઈ ગયું. પેલા મહાપુરુષ આ બધાથી પર હોય એમ એ બધાંને વીંધીને આગળ વધ્યા. અરે ! મનોમંદિરના આ દેવતાને ચરણે સર્વસ્વ ધરી દો ! સર્વસ્વ ધરીને પણ એને સન્માનો ! આજુબાજુનાં પાર્વતીય જનપદોમાંથી વિધવિધ પ્રકારની ભેટ લઈને જાતજાતના ને ભાતભાતના જનસમૂહો બહાર નીકળી આવ્યા. એકે આગળ આવીને કહ્યું : “સ્વામી ! સુગંધભરી માટી તૈયાર છે. સ્વચ્છ સ્નાનજળના કુંભ છલકાય છે. પ્રભુ ! બે ઘડી થોભી જાઓ ! શરીરે પીઠી ચોળી અંઘોળ કરાવીએ ! રે ! સુવર્ણની આ કાયાને ઝંખવાયેલી જોઈ અમને રોવું આવી જાય છે. પ્રભુ ! થોભો ! સ્નાન કરીને આપ પ્રસન્ન થાઓ !’ જળના કુંભ ને માટીનાં પાત્રો વિષે નિરપેક્ષ એવા સ્વામી તો આગળ જ વધ્યા. ત્યાં બીજા જનકુળે આવીને કહ્યું : પ્રવાસનો શ્રમ આપને પીડતો હશે. એકાકીપણું મનને ઉદાસ બનાવી રહ્યું હશે. દેવકુમારી તુલ્ય અમારી દુહિતાઓનો સ્વીકાર કરી અમને કૃતાર્થ કરો ! રે ! દિવસોથી આપની આ કાકવેણીને કોણે સ્વચ્છ કરી હશે ? આપને કોણે નરમ બિછાનાં બિછાવી દીધાં હશે ? આપના ચરણને કોણે ચાંપ્યા હશે ? પ્રભુ ! અમારા દાંપત્યનાં આ સુંદર ફળોને આપને ચરણે ધરી અમે ચરિતાર્થ થવા ઇચ્છીએ છીએ !’ નક્ષત્રમાળને પૂંઠ પછાડી રાખી રસરાજ ચંદ્ર આગળ વધે એમ એ ઉત્સુક સ્ત્રીવૃંદને ભેદી મહાપુરુષ આગળ વધ્યા ! ‘જય હો વૃષભધ્વજનો !” હાથી પર આરૂઢ થઈને આવેલાં જનકુળોએ ઝડપથી નીચે ઊતરી ચરણવંદના કરતાં કહ્યું : “પ્રભુ ! આપે તો અનેક હસ્તીઓને અશ્વની જેમ ખેલાવ્યા છે. સ્વીકારો અમારા હસ્તી ને એના ઉપર આરૂઢ થઈ પધારો અમારી વસ્તીમાં ! શું આ પાદપદ્મ આવી કંટકાકીર્ણ ભૂમિ ૫૨ સ્પર્શ કરવા માટે છે ? હજી હાથીઓનો તોટો નથી પડ્યો, સ્વામી !’ પણ વૃષભધ્વજ તો ગિરિશૃંગ પરથી ઊતરતી ગંગા નદીની જેમ, સર્વથી અલિપ્ત, અસ્પૃશ્ય આગળ ને આગળ ચાલ્યા. એમના માર્ગ રત્નના ઢગથી, ભરતનાટ્યમ્ ૨ ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ માણેકની આવલિથી, સુવર્ણ-રીખનાં પુષ્પથી આચ્છાદિત થઈ ગયા. પણ ભગવાન વૃષભધ્વજ બધાથી સાવ નિરપેક્ષ નીકળ્યા. જનસમૂહ ઓશિયાળો થઈ ગયો. બધા ગદ્ગદ કંઠે કહેવા લાગ્યા : અરે ! કયા અમારા અપરાધથી ભક્તોનો આટલો તિરસ્કાર કરો છો, સ્વામી ! રાજા હતા ત્યારે સદા અમારું મન રાજી રાખ્યું છે, ને સંન્યાસ ગ્રહીને સાવ દયા-માયા વિસારી મૂકી ! જનકુળો રોવા લાગ્યાં. એમને આ વખતે એમને રાજો યાદ આવ્યો. અરે! બોલાવો એને ! અજબ એવી મૂંઝવણમાંથી માર્ગ કાઢે એ ! અમથો કંઈ રાજો કરી માથે ચઢાવ્યો નથી! બોલાવો રાજાને ! ભગવાન વૃષભધ્વજ ભલે બધાથી નિરપેક્ષ હોવાનો દેખાવ કરે, પણ કંઈક અપેક્ષા એમના મુખ પર જરૂર દૃષ્ટિગોચર થાય છે. હવે તો આપણો રાજો આવીને જે કહે તે સાચું, કરે તે સાચું. આપણે તો મૂંઝાયા. બોલાવો એ રાજાને ! ઉત્સુકતામાં આગળ પ્રભુ ને પાછળ પીરજનો – એમ સહુ ચાલ્યા. તેઓના જયજયકારના ધ્વનિથી દિશાઓ ગુંજી ઊઠી. આ તરફ એક રાજા, બીજા શેઠ ને ત્રીજા રાજકુમારને કાને આ કોલાહલ આવ્યો. રાજાએ કહ્યું : કરે ! આ કોલાહલ કેમ થાય છે? ગોવાળની પાછળ ગાયો જાય. એવો ૨વ કેમ સંભળાય છે ? છડીદાર ! તપાસ કરો ? વયોવૃદ્ધ છડીદાર હાજર થયો ને તપાસ કરવા ચાલ્યો ગયો. તપાસ કરીને નાચતો નાચતો પાછો ફર્યો. એની શ્વેત દાઢી આનંદમાં ડોલી રહી હતી : રાજાજી ! ધન્ય ભાગ્ય આપણાં ! રાજાના રાજા, દેવોના દેવ, પૃથ્વીપતિ વૃષભધ્વજ પધાર્યા છે. આજ તો રાજપાટ છાંચે વર્ષો વીત્યાં; ભરતદેવને ગાદીએ સ્થાપ્યાનેય વખત વીત્યો; પણ વખતના જવા સાથે જાણે એ પુરુષ પણ બદલાઈ ગયા ! જાણે જમાનો બદલાઈ ગયો ! હવા બદલાઈ ગઈ ! રૂપ છે, પણ પ્લાન ! કાંતિ છે, પણ ભારેલા અગ્નિ જેવી ! જાણે આપણા એ પ્યારા પ્રભુ જ નહિ ! જાણે સુમેરુ ખરો, પણ સુવર્ણનો નહિ ! સૂર્ય ખરો, પણ વાદળછાયો ! રાજા ખરા, પણ શત્રુથી ઘેરાઈ ગયેલા જેવા ! અરે ! એમણે ટાઢ ને તાપ એકસમાન કર્યા છે. સોનું ને માટી એકસરખાં ગણ્યાં છે. સાપ કાંચળી તજે એમ ધનદોલત, સુખસાહ્યબી તજ્યાં છે. વંદન હો એ પ્યારા પ્રભુને !” ૮૦ ચક્રવર્તી ભરતદેવ Page #96 -------------------------------------------------------------------------- ________________ અરે ! તો તો દાદાજી આવ્યા ! પિતાજી ! હું આવું છું !” આંબલીપીપળી રમતા છોકરા જે રીતે કૂંડાળામાંથી કૂદીને ભાગે એમ રાજકુમાર શ્રેયાંસ આવાસમાંથી કૂદીને બહાર દોડ્યો. એને ન માથે છત્ર મૂકવાની સૂઝ રહી, ન પગમાં ઉપાન પહેરવાની ! રાજા દાઢી પર હાથ પસવારતાં વિચારે છે : રે શ્રેયાંસ ! જન્મ ધરીને તો તે દાદાજીને જોયા નથી, પછી અત્યારે નવી ઓળખાણ કરતાં તારાં ચર્મચક્ષુ નહિ છેતરાય ? દાદાને બદલે કોઈને દાદા નહિ કહી દે ? એ વખતે તારી ચતુરાઈ કેવી શરમાશે ? તારો કેવો ઉપહાસ થશે? પણ એવા દીર્ઘસૂત્રી વિચારો અત્યારે શ્રેયાંસને સ્પર્શે તેમ નહોતા. શ્રેયાસે દાદાને જોયા – જન્મ ધરીને કદી જોયા નહોતા, તોય જાણે કેટલી ગાઢ પિછાણ હોય તેમ જોતાંની સાથે ઓળખ્યા. એણે બૂમ પાડીને કહ્યું : “દાદા ! દાદા ! ભગવાન વૃષભધ્વજનો જય હો !” પાછળ આવી રહેલા પિતાએ કહ્યું: ‘તેં કેવી રીતે માન્યું કે એ તારા દાદા છે ? તારી ઓળખાણ કે દાડાની ? જનમ ધરીને કદી આંખે તો દીઠા નથી !' પિતાજી !' શ્રેયાંસનું દિલ ચકોર પક્ષી જેવું બની ગયુ હતું. ચંદ્ર જેવા દાદાને જોઈ એ સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. એણે કહ્યું: “મારી આંખોમાં હર્ષનાં પૂર એવાં વાધ્યાં છે કે ચર્મચક્ષુ તો અહીં નિરર્થક બન્યાં છે. હું તો અંતરચલુથી સર્વ નીરખી રહ્યો છું. અમો તો ભવોભવના સંબંધી છીએ. જનમજનમના સાથી છીએ. પૂર્વે પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ભગવંત વજનાભ નામે ચક્રવર્તી હતા; હું એમનો સારથિ હતો. પૂર્વે એટલે ક્યારે?” બધેથી પોકાર પડ્યો. ગત ભવમાં!' શ્રેયાંસ ? આવી અઘરી – ન સમજાય તેવી – કાલીઘેલી વાતો ન કર. અમને બનાવવાની વાત મૂકી દે. તારા કરતાં અમે વધુ ચોમાસાં જોયાં છે. લોકમેદની એકત્ર થઈ ગઈ હતી, તેમાંથી બેચાર જણાએ પૂછ્યું. બરાબર છે. તમે તો એમ જાણો છો કે વર્તમાનમાં જીવતો માણસ એ જ માણસ. એની પહેલાં એ કંઈ નહોતો, એની પછી એ કંઈ હશે નહિ, જે છે તે અહીં ને આ ભવમાં છે. પણ તે ખોટું છે. આપણું જીવન તો પરંપરાના સળંગ સૂત્રનો એક તંતુ છે. એ હતું, છે ને હશે. કદી એ તંતુ ફૂલનો હાર ગૂંથે છે, તો ભરતનાટ્યમ્ ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ કદી કમરબંધ બને છે, કદી માછીમારની જાળ બને છે, ને કદી હાથીને નાથવાનો પાશ પણ બને છે! કોઈ રાજા બને છે, કોઈ રંક બને છે; કોઈ સ્વામી બને છે, કોઈ સેવક બને છે ! વેશ જુદા છે, વસ્તુ એક છે. ફૂલ જુદાં છે, હાર ગૂંથવાનો દોર એક જ છે.” “વાહવાહ ! સરસ વાત કરી. અમને એમ થતું કે કંઈ સારું કર્મ કર્યું, એનું ફળ આ જિંદગીમાં ન મળ્યું તો સારું કર્મ કરવું શા અર્થનું ? દયા, દાન ને દેવતનો અર્થ આજ સુધી સમજાયો નહોતો. ખરેખર ! અહીં તો વૃક્ષ વાવવાનાં છે. સંભાળથી વાવીએ તો જરૂર ફળવાનાં : કોઈનાં વહેલાં, તો કોઈનાં મોડાં ફળ મળવાનાં જ! નિરર્થક અહીં કંઈ નથી. અમારા મનને આ શંકા ઘણા દિવસોથી પડતી હતી. પણ વારુ, એક સ્વામી ને બીજો સેવક એમ કઈ રીતે થતું હશે, ભલા?” સારાં ને નઠારાં કર્મથી. સારાં કર્મથી સારું ફળ મળે છે, નઠારાં કર્મથી નઠારું ફળ મળે છે. બાવળ વાવે એને કાંટા મળે, આંબો વાવે એને આમ્રફળ મળે.' ‘વારુ, અમને એ અગમનિગમની વધુ વાત સમજાવો. ફરી પોકાર પડ્યો. જીવમાત્ર જીવિત ને સુખ ઇચ્છે છે. એ જેમ આપણને પ્રિય છે, તેમ સહુને પ્રિય છે. તમારા સુખ માટે ને જીવિત માટે અન્યના સુખને અને અન્યના જીવિતને ન હણો. પ્રભુના અગમનિગમનો આ સંક્ષેપ છે, આ સાર છે. પણ– પણ શ્રેયાંસે સહુને શાન્ત રહેવા નિશાની કરી, કારણ કે ભગવાન ઋષભદેવ ધીરે ધીરે નજીક આવી રહ્યા હતા. એમને ભેટ ધરેલી ચીજોનો ડુંગર ખડકાઈ ગયો હતો, પણ શરદની ખાલી વાદળી જેવા ભગવાન રિક્તપાણિ આગળ વધતા હતા. રે! પ્રભુને શું ખપે છે ? હૃદયેહૃદયમાં આર્તનાદ ઊઠ્યો. શ્રેયાંસકુમાર - આગળ ધપ્યો. એના અંતરના તારેતાર રણઝણી ઊઠ્યા. એનું ચિત્તતંત્ર પ્રભુની મુખમુદ્રાનાં દર્શનથી ખળભળી ઊઠ્યું. એનાં અંતરકપાટ ઊઘડી ગયાં. એનો આત્મા પ્રભુના આત્મા સાથે જાણે એકતાર થઈ ગયો; આત્માએ આત્માનું જાણે અત સધાઈ ગયું. એના હૃદયસાગરમાં વિચારતરંગો ઊઠી રહ્યા. રે, જળની તાણ નથી, પણ ૮૨ ચક્રવર્તી ભરતદેવ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચક્રવાકને જેમ સ્વાતિજળ સિવાય અન્ય જળ ખપતું નથી, તેમ પ્રભુને એષણીય ખોરાક જોઈએ છે – ડગમગતી કાયાને સ્થિર કરવા. શ્રેયાંસના અંતરમાં નિર્દોષ ખોરાક વિષે વિચારણા ઝગી. આપોઆપ કંઈ ઊગી આવ્યું. એ ઊડ્યો, એ ધસ્યો, આગળ ધસ્યો, અને તાજા ઇશુરસથી ભરેલા ઘડાઓ ઉપાડી પ્રભુ સમીપ હાજર થયો. પરિજનો અને નગરજનોએ ભારે અચરજ સાથે જોયું કે, જે હાથ આટઆટલી ધન-સમૃદ્ધિ સામે લંબાયા નહોતા, એ આ માટીના શુદ્ર ઘડામાં રહેલ મામૂલી ઇક્ષરસ માટે લંબાયા ! રે ! આ મનસ્વી મહાત્માઓ ઇંદ્રના વૈભવ કરતાં ગરીબની ઝૂંપડીને વધુ પસંદ કરનારા લાગે છે ! ઘટક ! ઘટક ! ને નાટક પૂરું થયું. પડદો પડી ગયો. જોનારા એક અજબ સ્વપ્નસૃષ્ટિમાંથી જાગ્યાં હોય તેમ આંખ ચોળતાં સાવધ થયાં. શું આ માત્ર નાટક જ હતું” બધાં પૂછવા લાગ્યાં. ‘હા, જીવન પણ એનાથી વધુ મોટું નાટક જ છે ને ! આપણે ન જાણ્યું ને એ પૂરું થયું. એમ આ પણ આપણે નહિ જાણીએ તેમ પૂરું થશે. માટે સુકૃત્ય આજથી કરવા માંડો ! પળનો પણ ભરોસો ન કરશો !' શ્રેયાંસ કે જે માત્ર પ્રભુદર્શન માત્રથી જ્ઞાનચક્ષુવાળો બની ગયો હતો, એણે કહ્યું. પણ આ નાટક ભજવ્યું કોણે ” પ્રજાજનોએ પશ્ન કર્યો, “ભગવાન વૃષભધ્વજ તો હાલમાં કેલાસ પર્વત પર વિહરે છે.' “હા, મહારાજ ભરતદેવ કુશળ નીતિવેત્તા છે, તેમ કુશળ અભિનેતા પણ છે. આ નાટકમાં તેઓ ભગવાન ઋષભદેવ બન્યા હતા, ને મહામંત્રી બન્યા હતા શ્રેયાંસ !' પ્રતાપી મહારાજા ભરત આવા આનંદી છે, એમ સહુએ જાણ્યું ત્યારે બધા પ્રશંસાની લાગણીથી એમની પ્રત્યે ઝૂકી રહ્યા. એ ભરતનાટ્યએ પ્રજાને ઘણું ઘણું સમજાવ્યું ને શીખવ્યું. તે કાળે અને તે સ્થળે ભરત-શાસન મિઠું મધુરું બની રહ્યું. ભરતનાટ્યમ્ ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આપત્તિ કે ઇષ્ટાપત્તિ 2 પૂર્વસમુદ્રના પ્રદેશમાં દિવસો સુધી ભરતનાટ્યમ્ની ચર્ચા ચાલી રહી. જેમણે જોયું હતું એમને એ અજબ લાગ્યું, ને જેમણે નહોતું જોયું એમને એથીય અજબ ભાસ્યું. આ નાટ્ય દ્વારા દાન, દયા ને દેવત; અસિ, મસિ ને કૃષિના શાસનનો વેગથી પ્રચાર થઈ રહ્યો. ભરતનાટ્યમ્ પણ વિજયનો એક પ્રકાર બની રહ્યું. શાસન-પ્રચારનું કાર્ય પૂરું થતાં છએક માસ લાગ્યા. બધા આનંદસાગરમાં આકંઠ નિમગ્ન હતા, ત્યાં કૂચ કરવાનું રણશિંગું ગાજ્યું. તરતમાં ગૃહપતિરત્ન ને વાર્ષકીરત્ન આગામી તૈયારીઓ માટે વિદાય પણ થયા. સૈન્યને ઊપડવાની ઘડીઓ ગણાવા લાગી. આ વખતે રસિયાઓને એક વાતની વિમાસણ જાગી. સાગરસુંદરીઓના આ કંથડાઓનાં હૈયાંમાં વિજોગની વાદળી ઝબૂકી રહી. સૈન્ય સાથે સ્ત્રીઓ તો રહેતી, પણ આ તો ઉદરમાં ઓધાનવાળી ! એને સાથે રાખી યુદ્ધને ન પાલવે અને સાથે ન રાખી મનને ન પાલવે. ત્યારે કરવું શું ? મૂંઝવણની વાત ભરતદેવ પાસે ગઈ. એ વખતે મૂંઝવણ આવ્યે પ્રજા રાજા પાસે જતી; ૨ાજા પ્રજાનો વડીલ હતો. ભરતદેવે હસીને કહ્યું : એ માતાઓનાં મન સંતોષો. એમને અહીં રાખો. બાળકોને જન્મ આપે, કેળવણી આપે ને ભરત-શાસનનો પ્રચાર કરે. વહેલા-મોડા આપણે અહીં Page #100 -------------------------------------------------------------------------- ________________ આવીશું તો ખરા. વાર થશે તો શિશુ-ઉછેર પૂરો થયે તેમને તેડાવી લઈશું. આપણે ઉગાડેલાં વૃક્ષ, પાળેલાં પશુ ને આ નવજાત શિશુ – સહુની અહીં સુંદર સૃષ્ટિ ભલે રચાય. માતાઓ એના પર શાસન કરશે, માતૃસંસ્થા સ્થપાશે. અહીં કુળની મુખી માતા ગણાશે.’ તોડ બહુ સુંદર આવ્યો. વિદાય દર્દમધુર બની રહી. જનારાઓ ને રહેનારાઓનાં અંતઃકરણો એક તંતુએ બંધાઈ ગયાં. જેમ વર્ષા આવે ને વરસીને ચાલી જાય, પણ પૃથ્વીના હૈયામાં અંકુર મૂકી જાય, એમ પૂર્વસમુદ્રના સીમાપ્રદેશમાં ભારત-શાસનના સાચા પ્રચારકોને મૂકીને તેના આગળ વધી. રથ અને અશ્વ જેમ વેગથી દક્ષિણસમુદ્ર તરફ ચાલ્યા, એમ સૈનિકોના મનના રથ પાછળ રહેલી સાગરસુંદરીઓને વધુ નિકટ બનતા ગયા. સૈન્યની કૂચથી ધૂળની ડમરી ચઢીને આકાશને ઢાંકી દેવા લાગી. વાયુવેગે આગળ વધતી સેનાના સમાચાર દક્ષિણસાગર સીમાના અધિપતિ વરદામદેવને મળી ચૂક્યા. સાથે સાથે એ વર્તમાન પણ સાંપડ્યા કે પૂર્વથી દક્ષિણ વચ્ચે આવતો આખો પ્રદેશ અજબ રીતે ભરતશાસનનો હોંશે હોંશે સ્વીકાર કરતો ચાલ્યો છે. કોઈ વશીકરણ મંત્ર કામ કરી રહ્યો છે, અજબ ક્રાંતિ પ્રસરી રહી છે. વરદામદેવે કહ્યું: ‘નહિ, નહિ, આ ભરતશાસન એ પ્રીતિશાસન નથી. પ્રીત કરવી હોય તો આ યમરાજના સહોદર સમી સેના ને ભયંકર વજ જેવો શસ્ત્રસરંજામ સાથે શા માટે ? માથા ઉપર તલવાર તોળી રાખવી છે ને પછી માનવીને મિત્ર બનાવવાની વાતો કરવી ? વ્યર્થ છે આ યત્ન ! ભરતે ભલા ભાઈ જેવા માગધદેવને ભલે છેતર્યો, પણ મને એ છેતરી નહિ શકે. એને વનજંગલના સામાન્ય સિંહ ભેટ્યા હશે, પણ વૈતાઢ્ય પર્વતના કેસરી સિંહથી કદી પાની નહિ પડ્યો હોય. વરદામદેવે તરત પોતાના શાસનસેવકોને એકત્ર કર્યા, આવી રહેલા ઉલ્કાપાતથી એમને વાકેફ કર્યા, સાથે સાથે કહ્યું કે “ભરત-શાસનની કીર્તિ તમે સાંભળી હશે, પણ ગમે તેવું સારું શાસન હોય, પણ એ શાસન છે. આપણી સ્વતંત્રતાને તો હાનિ કરનારું હશે જ. તલવારની ધાર પર લગાડેલું મધુ ભલે સ્વાદમાં અન્ય મધુ જેવું જ મીઠું હોય, પણ આસ્વાદ કરનારની જીભ માટે એમાં પૂરું જોખમ છે, એ ન ભૂલશો.” આપત્તિ કે ઇષ્ટાપત્તિ ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ વરદામદેવે ભાગ્યે જ આ શબ્દો પૂરા ઉચ્ચાર્યા હશે કે સણણણ કરતું એક તીર તેમની સભામાં આવી પડ્યું. વરદામદેવે તીર લીધું ને વાંચ્યું : ભરતદેવ શાસનપ્રચાર માટે નીકળ્યા છે. શાસન સ્વીકારો વા યુદ્ધને અર્થે જાગ્રત રહો !' આ સંદેશે વરદામદેવની આંખોને અગ્નિઝરતી બનાવી મૂકી. એણે પોતાની કોપાનલથી દઝાડતી દૃષ્ટિ ચારે તરફ ફેરવી, ને પોતાના કોપની કેવી અસૂર થઈ તે જાણવા ચાહ્યું. પણ આશ્ચર્ય સાથે એને જણાયું કે પોતે તો ભભૂકતો જ્વાલામુખી બની બેઠો હતો, ત્યારે એના સેવકો સાવ શાન્ત સરોવર જેવા થઈ બેઠા હતા. મનથી જાણે આપત્તિને એ ઇષ્ટાપત્તિ માની રહ્યા હતા. આ જોઈ વરદામદેવે આવેશમાં આવતાં કહ્યું : ‘શું તમે મારો તિરસ્કાર કરી, નવો સ્વામી ઇચ્છો છો ? તો મને પહેલેથી કહેજો.’ ‘અમે સ્વામીદ્રોહી નથી’ બધા સેવકોએ કહ્યું : “પણ શાસનપ્રેમી જરૂર છીએ. જ્યાં જ્યાં ભરત-શાસન પ્રવર્યું છે, ત્યાં ત્યાં આખી સૃષ્ટિનું પરિવર્તન થઈ ગયું છે. અમારા તો આપ સ્વામી છો. આપ એમને સ્વામી તરીકે સ્વીકારી અમને અનુગૃહીત કરો !' ‘અવશ્ય !’ દૂરથી અવાજ આવ્યો : ‘વરદામદેવ ! મારી પણ એ જ સોનેરી સલાહ છે.’ આવી વણમાગી સલાહ આપનાર આગંતુક વ્યક્તિ ઝડપથી આવી રહી હતી. વરદામ ક્ષણભર મુમૂષુ સર્પની નજરથી એને નીરખી રહ્યો. ? ‘કોણ હતો એ ? કોણ છે એ બે માથાનો માનવી, જે મને શિખામણ આપવાની હામ ભીડી રહ્યો છે?” વરદામદેવે કોપાનલ વર્ષાવતાં કહ્યું. આગંતુકે ખડખડ હસતાં કહ્યું ઃ છે તો તમારા જેવો સાગરતટવાસી. માથું પણ એને એક જ છે. પગ, હાથ ને આંખો પણ એને બે જ છે. એ પગથી ચાલીને આવ્યો છે, હાથથી એ વિનંતી કરવા આવ્યો છે. આંખોથી એણે જે જોયું છે, એ મુખથી કહેવા આવ્યો છે.' આમ બોલતો બોલતો આગંતુક નજીક આવ્યો કે તરત ઓળખાયો. અરે ! કોણ માગધદેવ ? પૂર્વસાગરસીમાના અધિદેવ ?” ૮૬ ૦ ચક્રવર્તી ભરતદેવ Page #102 -------------------------------------------------------------------------- ________________ ‘હા, હું માગધ-ભરતશાસનથી અનુગૃહીત અનુચર ! વરદામદેવ ! ભરત-શાસનને મેં સ્વીકાર્યું છે. તમે જરૂર સ્વીકારો. એ શાસનમાં સ્વચ્છેદ અવશ્ય હણાય છે, પણ જીવનની સ્વતંત્રતા અખંડ રહે છે.' સાગરસીમાના અધિદેવોને માથે કોઈ સ્વામી ન ભૂતો ન ભવિષ્યતિ. માગધદેવ ! એક શિયાળની પૂંછડી કપાણી, એટલે એણે આખી દુનિયાના શિયાળોને પૂંછડી વગરના કરવાનું કાવતરું વિચાર્યું, એમ તો તમે કર્યું નથી ને? તમે ડૂળ્યા, એટલે બીજોને ડુબાડવા તો નથી નીકળ્યા ને ” વરદામદેવે કહ્યું. ‘વરદામદેવ ! સાગરતટવાસીના હિસાબે તમે મારા પહેલા સ્નેહી છે. તમારું ખોટું એ મારું પહેલું ખોટું છે. માટે ગમે તે ઉપાલંભ વેઠીને પણ સાચું તમને સમજાવવું એ મારી ફરજ છે. ટૂંકી ને ટચ વાત કહું. કદાય મેં ભરતશાસનો ઇન્કાર કર્યો હોત, યુદ્ધ માટે પડકાર આપ્યો હોત, તો આપણે એક તરફ રહી જાત ને આપણી પ્રજા એનો સ્વીકાર કરી લેત, એટલું એનું અજબ વશીકરણ છે !” એક આંટો તમે મારા પ્રદેશમાં જઈ આવો, તો સમજ પડે કે ભારતશાસનના પ્રચારથી કેવી સુંદર શાન્તિ સંતોષ ને હર્ષની સૃષ્ટિ ખડી થઈ છે ! હિંસાનું નામ હટી ગયું છે. કજિયાનું મોં કાળું થયું છે. પૃથ્વી પર અપાર ધાન્ય પાકે છે. ફળફૂલનો પાર નથી. ઋતુઓ નવી સુંદરતા ને નવા રસ સાથે ઊગવા લાગી છે. અરે ! સહુ કોઈ પોતાના જીવ જેવો અન્ય જીવ પર પ્યાર કરે છે. વનનાં બીકણ મૃગલાં આપણાં ગૃહોની પછીતે શીંગડાં ઘસે છે, ને મયૂર ભય છાંડી આપણા આંગણામાં નાચે છે. રૂપાળાં સસલાં રમતાં રમતાં આપણી ગોદમાં આવી લપાઈ જાય છે. પેટની પ્રજા જેવો એના પર પ્રેમ થાય છે.” રાજા ભરત નીતિશાસ્ત્ર ને નાટ્યશાસ્ત્રના પારંગત છે; શસ્ત્ર ને શાસ્ત્ર બંનેના સ્વામી છે. એમણે પેટના ખાડાનું એક નાટક ખેલેલું. એમાં એ બતાવ્યું કે સાચો માણસ પેટનો ખાડો ખાલી રાખે છે, પણ પાપથી ભરતો નથી. પાપની પણ સુંદર વ્યાખ્યા કરી બતાવી છે. જીવો ને જીવવા દો, એ પુણ્ય. આપણે જીવીએ અને આપણા સુખ માટે પરને પીડીએ એ પાપ. પાપ એ જંગલી ઘોડો છે. એ ગમે ત્યારે માણસને પછાડે છે. ભરતદેવ ઇચ્છે છે– સાચો માણસ! સારો માણસ! સુંદર માણસ! માણસ સર્જવાના એ રસિયા છે.” આપત્તિ કે ઇષ્ટાપત્તિ? જ ૮૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ એમનું નીતિશાસ્ત્ર જ જુદું છે. એ કહે છે કે કરશો તેવું પામશો. કોઈને હણશો, તો તમે હણાશો. કોઈને બચાવશો, તો તમે બચશો. એ કહે છે કે મારે એવા માનવ જોઈએ જે દેવથી પૂજાય ! વિદ્યાધરોથી સેવાય ! મેં મારી જાત તેમને અપર્ણ કરી, ત્યારે ભરતદેવે મને કહ્યું : તમારા આ સુંદર પ્રદેશના તમે સ્વામી છો, અવિચલ રાજ ભોગવો. પણ ભાઈ ! મને તો ભરતદેવની એવી મોહિની લાગી છે કે પુત્રોને રાજ સોંપી તેમની સેવામાં જોડાઈ ગયો છું. વરદામદેવ ! સૂર્ય સામે ધૂળ ઉછાળવા જેવું ન કરશો. ભરતદેવના સુખદ શાસનને સ્વીકારો !' વરદામદેવ એક ક્ષણ સ્તબ્ધ બની ઊભો રહ્યો. બીજી પળે એ માગધદેવને ભેટી પડ્યો. એણે કહ્યું : મિત્ર ! તારું કહેવું સાચું છે. હું ભારતનું શાસન સ્વીકારું છું. ખબર આપો મહારાજને ! માગધદેવ હેતથી વરદામને ભેટી પડ્યો ને અતિહર્ષમાં આવીને કહ્યું : મિત્ર હજો તે તારા જેવા હજો ! હું તરત ભરતદેવને ખબર આપું છું.” ભરતદેવને પ્રવાસમાં ખબર પહોંચાડવામાં આવ્યા. ભરતદેવે કહ્યું : આવા સજ્જનને મિત્ર કરવામાં હું મારી જાતને ધન્ય માનીશ. હું તેમની સમીપે જવા ઇચ્છું છું. મને જોયા વગર, મારા શાસનને સ્વીકારનાર ખરેખર સજ્જન જ હોય.' ભરતદેવે સામે પગલે જવાની તૈયારી કરી, ત્યાં તો વરદામદેવ પોતાના મંત્રીઓ ને શ્રેષ્ઠ નાગરિકો સાથે ત્યાં આવી પહોંચ્યો. આખી સભા વરદામદેવને જોઈ રહી. માગધદેવ અવશ્ય સુંદર હતો, પણ આ તો એનાથી પણ વધુ દર્શનીય હતો. એનો ચહેરો ખીલેલી ચંપાકળી જેવો હસમુખ હતો. એ દીર્ઘદહી હતો, સુવર્ણવર્ણો હતો. એણે ભરતદેવની ભેટ કરતાં કહ્યું “રાજસૂર્ય ભરતદેવ ! ભલે અમે આકાશના વિચરનારા હોઈએ, સમુદ્રના વસનારા હોઈએ, પણ આખરે તો કૂવાના દેડકા છીએ. તમે સુંદર શાસન પ્રવર્તાવ્યું છે. મને દેવનો આજ્ઞાકારી અંતઃપાલ સમારક્ષક નીમો!” ‘વરદામદેવ ! મારું શાસન તમારા જેવા શાણાઓ પર જ નિર્ભર છે. તમે ૮૮ ચક્રવર્તી ભરતદેવ Page #104 -------------------------------------------------------------------------- ________________ તમારી સીમમાં સ્વતંત્ર છો. ભરતને મિત્ર તરીકે સ્વીકારી આભારી કરો. સજ્જનની મૈત્રી સાટે તો પૃથ્વી આખીનું સુવર્ણ મૂલવવા તૈયાર છું. તમે સ્વતંત્ર ! તમારી સ્વતંત્રતા અબાધિત !' પૂર્વે આપના ગુણશ્રવણ થકી ને અત્યારે આપના દેહદર્શન થકી સ્વતંત્રતાનો મારો મોહ શમી ગયો છે. હું તો શું, મારી સ્વતંત્રતા પણ આપની ચરણકિંકરી થઈ ગઈ છે. સાંભળ્યું છે કે આપ શ્રીમાન્ પશ્ચિમસાગરસીમા પર વિજય માટે જવાના છો. જો દેવ કૃપા કરે તો હું ને માગધદેવ એ વિષયમાં આપની યત્કિંચિત્ સેવા બજાવીએ. પ્રભાસદેવને અત્રે જ આપની સેવામાં ઉપસ્થિત કરીએ. એ સજ્જન છે.’ ‘વરદામદેવ ! તમારી ભાવના સુંદર છે. પણ જો હું માત્ર વિજેતા તરીકેના મારા હુંકારને પોષવા નીકળ્યો હોત, માત્ર મારા નામની વિજયપતાકા ફરકાવવા જ નીકળ્યો હોત, માત્ર મારા અંતરની પ્રશંસાપ્રિય લાગણીઓને પંપાળવા નીકળ્યો હોત, તો તમારી કૃતજ્ઞ-ભાવનાને અવશ્ય વધાવી લેત. પણ હું તો શાસન પ્રચારવા નીકળ્યો છું. આપણે સહુ ચાલીએ -- પ્રભાસદેવને સામે પગલે જઈને ભેટીએ !” ભરતદેવે નિખાલસતાથી કહ્યું. “પણ આપ મારી સીમમાં અલ્પ સમય તો સ્થિરતા કરશો ને ?” ‘અવશ્ય ! શાસન-પ્રસારનું કામ એ વિના કેમ થશે ? અહીં રહીને અમે નાટક પણ ભજવશું !’ ભરતદેવે પ્રસન્ન થઈને ઉચ્ચાર્યું. સુંદર ! જય હો સ્વામીનો ’ વરદામદેવે કહ્યું. એનું અનુકરણ સહુએ કર્યું. દક્ષિણસાગરસીમા ભરતશાસનથી વ્યાપ્ત બની ગઈ. ટૂંક સમયમાં પશ્ચિમસાગરસીમા પર પણ ભરત-સેના દૃષ્ટિગોચર થઈ. આપત્તિ કે ઇષ્ટાપત્તિ ? * ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાખંડ ત્રણ ત્રણ દિશાના સાગરસીમાડાઓને નાથીને, ત્રણે સીમાઓમાં રક્તસંબંધો સ્થાપીને હવે ભરતદેવનું સૈન્ય કોઈ મહાકાય અજગર સરતો હોય તેમ સિંધુ નદીના દક્ષિણકિનારાને અનુસરીને ચાલ્યું જતું હતું. પૂર્વસાગર ને દક્ષિણસાગર કરતાં પશ્ચિમસાગરના પ્રભાસદેવને વશવર્તી કરવામાં સ્વલ્પ જેટલો પણ સમય લાગ્યો નહોતો. ભરતદેવે એને સજ્જન તરીકે પિછાણ્યો હતો, ને ખરેખર એ સજ્જન જ નીકળ્યો. એણે ખૂબ ઉલ્લાસપૂર્વક પોતાની સીમમાં ભરત-શાસનનો પ્રચાર કર્યો. સબળાનું નિયમન ને નબળાના રક્ષણની નીતિ સ્વીકારી. આ ભરતશાસનની નીતિ માત્ર માનવ પૂરતી સીમિત નહોતી, એ જન ઉપરાંત જાનવર-પશુ-પક્ષીઓને પણ પોતાનામાં સમાવી લેતી હતી. પશુઓ તરફ પ્રવર્તતા અન્યાયની આડે પણ એ આવતી. વર્ષાના નવીન જળની જેમ પ્રારંભમાં એ શાસન જરા ભારે ને કંઈક કડછું લાગ્યુંપણ પછી તો સહુએ પ્રેમથી એનો સ્વીકાર કર્યો. રેવતાચળ નામનો ગિરિ અહીં હતો. ભરતદેવના પગલે એ પાવન બન્યો. એના પથરાઓ વર્ષો સુધી એક મીઠું સ્મરણ સંઘરીને બેઠા. પ્રભાસની ત્રિવેણીમાં સૈનિકો ને અશ્વ-ગજોએ પુણ્યોદક સ્નાન કર્યા. ધરતી ખેડાઈ રહે, અનુકૂળ ખાતર પુરાઈ જાય, પૂરતા જળનું પોષણ Page #106 -------------------------------------------------------------------------- ________________ આપીને ખેડૂત જેમ બીજ વાવી દે ને પછી કેટલાક દિવસ નિશ્ચિંત થઈ બેસે, એમ બીજવપન જેટલો કાળ નિશ્ચિંતતાથી ત્યાં ગાળી ભરતદેવ આગળ વધ્યા. સિંધુ, સાગરની સખી જેવી નદી હતી. સહુ એને સિંધુસાગર કહેતા. આ મહાનદીના દક્ષિણ તટે પડાવ નાખતા નાખતા ભરતદેવ ઠેઠ ભરતાર્ધની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતાઢ્ય પર્વતની તળેટીમાં આવી પહોંચ્યા. માર્ગમાં સર્વ સ્થળે ભરતશાસનનો જયજયકાર પ્રવર્તો. ઉત્તર ભરતખંડ અહીંથી શરૂ થતો હતો. દક્ષિણ ભરતખંડ તો જિતાઈ ગયો હતો. પરિસ્થિતિ પણ પરાક્રમી નરના ચરણને હમેશાં ચૂમતી હોય છે. સાવ અજાણ્યા આ પ્રદેશમાં ખુદ સિંધુ નદીના અધિદેવે ને વૈતાઢ્ય પર્વતની ઉપત્યકાના સ્વામીએ અનેક ચિત્રવિચિત્ર ભેટોથી એમનું સ્વાગત કર્યું. ભરતદેવે પોતાની નીતિ મુજબ તેમનું સ્વાગત કરી, તેમને સત્કારી, ત્યાં પોતાનું શાસન પ્રવર્તાવ્યું. પૂર્વ અને પશ્ચિમના બે સમુદ્રોને અવગાહીને ઊભેલો વૈતાઢ્ય પર્વત અહીં ઊંચે આભને ટેકો દઈને ઊભો હતો. માનવી તો શું, કોઈ પંખીરાજને પણ એનો પાર પામવો અશક્ય હતો. ઉત્તર ભરત અને દક્ષિણ ભરતને વિભાજિત કરનારો એ પર્વત હતો. બે સીમાનો એ ચોકીદાર હતો. આ દુર્ભેદ્ય વૈતાઢ્ય પર્વત એક અચિંત્ય મહિમા લઈને ખડો હતો. વિદ્યાધરો કે દેવો સિવાય એને કોઈ ભેદી શકતું નહોતું. આજ સુધી કોઈ માનવે એને ભેદવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો જાણવામાં નહોતો. છતાં ભરતદેવનો નિશ્ચય હતો કે વૈતાઢ્ય પર્વત ભેદીને એને પાર વસતી દુનિયાનો અવશ્ય પરિચય કરવો ; ભરતશાસન ત્યાં પણ પ્રવર્તાવવું. અલબત્ત, આ કાર્ય કંઈ સહસાધ્ય નહોતું. પણ કાર્ય કઠિન હોય તો ન કરવું એવી વૃત્તિ વીર પુરુષોની હોતી નથી. કઠિનતમ કાર્યોમાં જ શક્તિના સ્ફુલિંગ ઝગારા મારતા જોવા મળે છે. ભરતદેવનો નિશ્ચય અટલ હતો. એમના નિશ્ચયની રેખા વજની હતી. કાર્ય કપરું બને તેમ નિશ્ચય વધુ અફર બનતો. વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ભરતસેનાએ પડાવ નાખ્યો. વાર્ધકીરત્ને ત્યાં જોતજોતાંમાં બીજી અયોધ્યાનગરી ખડી કરી દીધી. આ પ્રદેશના અધિપતિ કૃતમાલદેવે એમની સુકીર્તિ, એમનું સામર્થ્ય ને એમની સેના નિહાળી, ભરતશાસન સ્વીકારી, તેમને અનેક પ્રકારની માહિતી આપી. ઉત્તરાખંડ : ૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ માહિતી આપતાં કહ્યું: ‘આપે આજ સુધી જે સાધ્ય કર્યું, એ સઘળું હવે જે સાધ્ય કરવાનું છે, એને હિસાબે કંઈ નથી. ત્રણ ત્રણ સાગરસીમાડાઓ જીતવા જેટલું કપરું કામ અહીં એક એક યોજન ભૂમિ જીતવા પાછળ રહેલું છે. પર્વતારોહી બનીને આ પર્વત ઉલ્લંઘવો અશક્ય છે. પર્વતને ભેદવા માટે કેટલીક યોજન સુધીની ઊંડી ગુફાઓ પસાર કરવાની જરૂર પડશે. પણ એ ગુફાઓ ઘોર અંધકારથી વ્યાપ્ત છે.” “તમિસા ગુફા એમાં પ્રખ્યાત છે. એ ગુફાનાં સાંકડાં વજકપાટ હજુ સુધી કોઈએ ખોલ્યાં નથી. માર્ગમાં અગ્નિ વરસાવતા પ્રદેશો ને વરસાદથી જળબંબાકાર અરણ્યો આવેલાં છે. આડે એવી એવી નદીઓ આવેલી છે, જેમાં પથ્થર પણ તુંબડીની જેમ તરે છે, ને કેટલીક એવી પણ નદીઓ છે, જેમાં બીપાત્ર પણ પથ્થરશિલાની જેમ ડૂબી જાય છે. કેટલીક નદીઓ એવી છે કે માણસ એમાં પ્રવેશે કે સીધો પાતાળમાં પધરાવી દે, કાં તો આકાશમાં ઊંચો ફંગોળી દે. એ નદીઓને કાળા માથાનો કોઈ માનવી હજી સુધી પાર કરી શક્યો નથી.' ‘હવે ત્યાંની પૃથ્વીની વાત કરું કેટલેક સ્થળે પૃથ્વી એવી પોચી છે કે દૂધ સાકરને ગળી જાય, એમ માણસને જોતજોતાંમાં આખો ને આખો ગળી જાય. કેટલીક જમીન એટલી કઠણ છે કે માણસના પગ જાણે કાંટાની વાડમાં ચાલતા હોય. ચઢાવ-ઉતારનો તો કોઈ પાર નથી.' અંધકાર તો આઠે પ્રહર ત્યાં બિછાયેલો છે. ને એ અંધકારને લીધે અનેક જાતનાં વિષભર્યા કીટાણુ ને રક્તચૂસ પ્રાણીઓ ત્યાં ઘૂમ્યાં કરે છે. ફક્ત પગની આંગળીને સ્પર્શ કરીને આખા દેહનું લોહી પી જનારી જળો, ને માણસના નાકમોં પર બેસી આંખો ઠોલી ખાનારાં ચામાચીડિયાંનો ત્યાં પાર નથી. ત્યાંના કરોળિયા એવી જાળ ગૂંથે છે કે અન્ય કે હાથી પણ એ બંધનમાં ગૂંચવાઈ જાય. હવામાં પણ એવી જીવાતનાં ધણનાં ધણ ઊડ્યા કરે છે કે જેના પર બેઠાં, પછી એ માનવ હોય, અશ્વ હોય કે હસ્તી હોય, તેનાં રક્ત માંસ ને મેદ સુધ્ધાં ચાટી લઈ, ચૂસી લઈ, ફક્ત કંકાલ બાકી રહેવા દે. સ્વામી ! સારાંશમાં, અહીંની દિશાઓ દાવાનળ જેવી છે, પવન પ્રલયાગ્નિ જેવા છે, પૃથ્વી અસિધારા જેવી ‘આટલાં સંકટો વેઠીને વૈતાઢ્ય પાર કરનારને તરત જ આપાત ને ચક્રવર્તી ભરતદેવ ૯૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચિલ્લાત નામના દુર્મદ ભિલ્લોના રાજ્યનો સામનો કરવાનો આવે છે. આ લોકો સુવર્ણના મહેલોમાં રહે છે, રૂપાના રસ્તાઓ પર ચાલે છે, ને એમના એશ્વર્યનો કોઈ પાર નથી. દાસ-દાસીઓ પણ અપાર છે. યુદ્ધમાં તો એ યમરાજના ભાઈ છે. કપિની જેમ પર્વત ચઢે છે, ઘોની જેમ કંદરાઓમાં સરી જાય છે, પંખીની જેમ એક શિખરથી બીજે શિખર જાય છે.' ‘આ લોકોના પક્ષકાર મેઘમુખ ને કાલમેઘ નામના દેવો છે. એ આંધી, વાવાઝોડાં ને ઉલ્કાપાત આણવામાં કુશળ છે. આ લોકોનાં અન્ય કુળો દક્ષિણ સિંધુ નિષ્ફટમાં વસે છે. કોઈ આ રસ્તે આગળ વધે કે તેઓ પાછળથી આવીને આ ગુફાનાં દ્વાર ઘેરી લે છે. આભઅડતી જ્વાળાઓ સળગાવે છે. આમ આગળ અને પાછળથી ઘેરાયેલો શત્રુ ભલે ઇંદ્રનો અવતાર હોય તોપણ કરુણ દશામાં અસહાય રીતે નાશ પામે છે ! પર્વતના દક્ષિણ ભાગમાં આ આવેલ છે. દક્ષિણોત્તર ભાગમાં વિદ્યાધરો, કિન્નરો, યક્ષો ને દેવો રહે છે.’ - અહીંથી પણ આગળ એક પર્વતકૂટ છે. કહે છે કે દેવ, વિદ્યાધર કે માનવી સુધ્ધાં આજ સુધી કોઈ ત્યાં ગયું જાણ્યું નથી.’ કૃતમાલદેવની આ વાતોને ભરતદેવ શાન્તિથી એકચિત્ત થઈને સાંભળી રહ્યા. એ પછી વિચારમગ્ન બનીને થોડી વાર ખંડમાં ફર્યા, ને પછી મહામંત્રી તરફ ફરતાં કહ્યું : મંત્રીરાજ ! આપણે વૈતાઢ્ય વીંધવો જ પડશે.’ હા, સ્વામી ! બીજા માટે નહિ તો સ્ત્રીરત્ન માટે તો ખરો જ ! પૃથ્વીની કોઈ પુત્રી આપને પસંદ ન પડી, તો હવે કદાચ વિદ્યાધરની કોઈ પુત્રીને સ્વામી સ્ત્રીરત્ન તરીકે પસંદ કરે !' મંત્રીરાજે સ્વામી પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતાં કહ્યું. સેવકને એટલા સ્પષ્ટ થવાનો અધિકાર હતો. મંત્રીરાજ ! મારો વિચાર તમને વારંવાર સતાવે છે. મારું સુખ તમને આવા દુર્ભેદ્ય પહાડો ભેદવા માટે પણ પ્રેરે છે. હું જાણું છું કે તમે બાહ્ય રીતે જેટલો પ્રેમ બતાવો છો, એના કરતાં વિશાળ પ્રેમસાગર તમારા દિલમાં લહેરાઈ રહ્યો છે. પણ એટલું યાદ રાખો કે ભરતને ભરત કરતાં ભરતનું શાસન વધુ પ્રિય છે. કારણ ભરતદેવે શિક્ષકની અદાથી મંત્રીને પ્રશ્ન કર્યો : મંત્રીરાજ ! એનું કારણ કહેશો ?” ઉત્તરાખંડ * ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ‘હા સ્વામી ! એનું કારણ એ છે કે એ શાસન પિતાજીનું પ્રવર્તાવેલું છે.’ ધન્ય, મંત્રીરાજ ! તો હવે શાસનપ્રચાર માટે હું વૈતાઢચની દુર્ગમ ગિરિમાળને ભેદવા ઇચ્છું છું. એ પ્રસંગે મારા અંગત સુખનો વિચાર તમને તમારા ધર્મથી ચ્યુત કરે, ને ધ્યેયથી ભ્રષ્ટ કરે, એમ હું ન ઇચ્છું. તમે તો ફક્ત શાસનનો જ વિચાર કરો. ઉત્તર ભરતખંડને જીતવાનું કામ કપરું છે. એ માટે બે પ્રકારની તૈયારીઓ કરવી પડશે.’ ભરતદેવે કહ્યું. ‘હા, પ્રભુ ! એક તૈયારી તે વૈતાઢ્ય પર્વતના દ્વાર સમી મિસ્રા ગુફામાં પ્રવેશવાની, અને બીજી તૈયારી તે સિંધુના દક્ષિણ નિષ્ફટોને જીતવાની. પહેલાં કયા કાર્યનો આરંભ કરવો તેનો વિચાર કરવાની જરૂ૨ છે.’ મંત્રીરાજ ! કામ કઠિન હોય ત્યાં કાર્ય પણ ત્વરિત થવું જોઈએ. સમયનો અતિવ્યય કાર્યને વધુ કઠિન બનાવે છે. માટે બહુ વિલંબ સારો નહિ. બંને કામ સાથે ઉપાડવાં જોઈએ. દક્ષિણ નિષ્કૃટો સાધ્યા વગર તમિસ્રા ગુફામાં પ્રવેશ નિરર્થક છે. આપણે ગુફા-પ્રવેશ માટેની તૈયારીઓ કરીએ, ને સેનાપતિ સુષેણ દક્ષિણ કૂટોનાં મ્લેચ્છ કુલો પર વિજય કરવા જાય.’ ભરતદેવે કહ્યું. આ સાંભળી વચ્ચે કૃતમાલદેવે કહ્યું : “સ્વામી, દક્ષિણસિંધુ નિષ્કુટના મ્લેચ્છો ભારે ક્રૂર, દગાબાજ ને છદ્મવેશી છે.’ સેનાપતિ સુષેણ તેને પૂરો પડે તેવો છે. દુષ્ટોને દંડ દેવામાં એ યમરાજ જેવો છે !' મહામંત્રીએ સેનાપતિરત્નના સ્વાભાવિક રીતે વખાણ કર્યાં. થોભો, મહામંત્રીજી ! ભરત-શાસનનો તમે જ આવો અર્થ કરશો, તો પછી હું બીજાને શું કહેવા જઈશ ? આપણું શાસન ધર્મરાજનું છે, યમરાજનું નહિ ! વૈદ કડવી દવા આપે છે, ખાધેલું વમન કરાવે છે, પેટમાં પડેલાનું રેચન કરાવે છે, સડેલાં અંગ પર શસ્ત્ર ચલાવે છે, પણ એ બધું શા માટે કરે છે ?” રોગીના કલ્યાણ માટે.' મહામંત્રીએ જવાબ આપ્યો. ભરતદેવની નીતિચર્ચાભરી આવી પ્રશ્નોત્તરીથી એ ટેવાયેલા હતા. મા કદી કદી ક્રોધમાં આવી પુત્રનું તાડન કરે છે, એ શા માટે ?” ભરતદેવના સ્વરમાં જુસ્સો હતો. ‘પુત્રના શુભ માટે,’ ૯૪ : ચક્રવર્તી ભરતદેવ Page #110 -------------------------------------------------------------------------- ________________ મદારી જંગલના વિષધરને પકડી એની દંષ્ટ્રાને ઉખેડી નાખે છે, એ શા માટે ?” એ નિરુપદ્રવી બને તે માટે. પિતા પુત્રનો તિરસ્કાર કરી એને ઘરબહાર કાઢી મૂકે છે, તે શા માટે ?” બગડેલા પુત્રને સુધારવા માટે.' “તો રાજાનું પણ એમ જ સમજવું. એ પ્રજાનો પિતા, મિત્ર ને સખા છે. જો હિતબુદ્ધિના આ ધર્મથી એ ચૂકે, તો એ એના રાજાપદને લાંછનરૂપ બને. એનું કાર્ય માનવ ઘડવાનું છે, માનવતા રક્ષવાનું છે. જો રાજા માનવને નષ્ટ કરે, માનવતા હશે, તો એનું રાજપદ નિરર્થક છે. તો પછી એને રાજા ન કહેવો, પ્રજાનું ધન ને ધર્મ લૂંટનારો ચોર કહેવો. ભરતશાસનનો ગર્ભિતાર્થ આ છે, મંત્રીરાજ ! સેનાપતિને બોલાવો. તમે મારી બુદ્ધિ છો, સુષેણ મારી શક્તિ છે. શક્તિ ભલે સંગ્રામ ખેલે, પણ એનેય સંયમની સીમા સૂચવવી જોઈએ.’ ' જેવી આજ્ઞા મંત્રીરાજે આમ કહી, સુષેણને બોલાવવા અનુચર રવાના કર્યો. થોડી વારમાં સુષેણ હાજર થયો. વૈતાઢ્યના અધિવાસી કૃતમાલદેવને ઘડીભર એમ લાગ્યું કે ભરતદેવની બુદ્ધિ ને શક્તિ સાકાર રૂપ ધરીને સુમતિસાગર ને સુષેણરૂપે સામે જીવંત ખડી છે. ‘સુષણ જી, સ્વામી !” અમે તને સ્વતંત્ર નેતા બનાવવાનો નિશ્ચય કર્યો છે !” ભરતદેવે માર્દવપૂર્વક કહ્યું. ભરતદેવના શાસનમાં સ્વતંત્રતાની મહત્તા ઘટી ગઈ છે. પિતા પાસેથી પુત્રને સ્વતંત્રતા મેળવવાની કેવી ? એ પરતંત્રતા તો પ્રેમથી નભાવવા જેવી ! મસ્તકના છત્ર જેવી ! સદા શીળી છાયા ઢોળનારી ! સુષેણના માથે ભરતદેવનું છત્ર છે. એણે પોતાનું શિરછત્ર અળગું કરવા કદી ઇછ્યું નથી, ને કદી ઇચ્છતો પણ નથી. સુષેણે પોતાની સ્વામિભક્તિ પ્રગટ કરતાં કહ્યું. સ્વતંત્ર કરવાનો અર્થ તને અળગો કરવાનો નથી. કાર્ય અતિ છે, સમય સ્વલ્પ છે, અને આપણે હવે વેગ આણવા ઇચ્છીએ છીએ. અમે તમિસા ગુફાના દ્વાર વાટે અંદર પ્રવેશ કરવાની તૈયારીઓ કરીએ, તું સિંધ નિષ્ફટો જીતી આવ. ઉત્તરાખંડ ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ નદી, સમુદ્ર ને દ્રહનો એ જળમય પ્રદેશ છે. ચર્મરત્ન વડે લડી શકાય એવું એ યુદ્ધ છે !” સુમતિસાગરે ભરતદેવ વતી કહ્યું. નૌકાયુદ્ધ જાણું છું. બાકી તો સ્વામીની આજ્ઞા હોય તો યમનું રાજ્ય પણ જીતી લાવું. સુષેણે કહ્યું. “સુષણ ! મારી આજ્ઞા છે – અરે ! તારે માટે આજ્ઞા શબ્દનો ઉચ્ચાર મને ઘણો ખૂંચે છે – મારી ઇચ્છા છે. મારી ઇચ્છા એ જ તારું જીવન સર્વસ્વ છે, એ હું જાણું છું. તું મ્લેચ્છ કુળોને જીતી આવ ! તું સર્વતંત્રસ્વતંત્ર સેનાપતિ ! પણ યાદ રાખજે કે મ્લેચ્છ ક્રૂર, કપટી ને છદ્મવેશી છે. તેમની સાથે તું યુદ્ધનું કેવી રીતે સંચાલન કરીશ?” યુદ્ધની રીતથી, સ્વામી ! આટલે લાંબે ગાળે એમ કાં પૂછવું પડ્યું ?” સુષેણને આટલાં વર્ષના સતત પરિચય પછી ભરતદેવનો આવો પ્રશ્ન સાંભળી આશ્ચર્ય થયું. યુદ્ધ એ આખરે યુદ્ધ છે. એમાં લોહી દેવાનું – એમાં લોહી લેવાનું. એમ લઈ – દઈને વિજય વરવાનો.' જરૂર ! સુષેણ ! યુદ્ધ એ યુદ્ધ છે. પણ મારા યુદ્ધમાં જરા ફેર છે. બને ત્યાં સુધી માનવને હણ્યા વગર માનવતા ઘડવા ઇચ્છું છું. હું રક્તહીન ક્રાન્તિ માર્ગ છું.” ભરતદેવ ઊભા થયા, સુષેણની પાસે આવ્યા, ને એને ખભે હાથ મૂકી વળી બોલ્યા : સુષેણ ! વર્તમાનને ઘડતી વખતે ભૂતકાળ તરફ જરૂર નજર કરવી. એમાં ઘણા બોધપાઠો હોય છે. માણસ સર્જવા માટે, માણસને સુખી કરવા માટે, માણસનો જન્મ સુકર કરવા માટે અમારા વડવાઓએ કેટલા પ્રયત્નો કરેલા, એ યાદ કરું છું ત્યારે એક પણ માનવને હણતાં મારો જીવ ચાલતો નથી.' ભરતદેવ જાણે વિલીન થતી સંધ્યા તરફ જોઈ રહ્યા. ત્યાં આકાશપટલ પર પોતાના પ્રતાપી પૂર્વજોનો ઇતિહાસ આલેખાયેલો હોય તેમ તે ઉકેલી રહ્યા : આજે જેમ સાપણનાં જેટલાં જણ્યાં એટલાં જીવતાં નથી, એમ કોઈ કાળે માનવજન્મની પણ એ જ કહાણી હતી. બે સંતાનને એકસાથે જન્માવ્યાં કે માતાનું મૃત્યુ પાછળ પિતાનું. બે જન્મ્યાં તો બે જીવનાં ગયાં. બે વધ્યાં તો બે ઘટ્યાં. આમાં માનવકુળ રચાય ક્યાંથી ?' આ માટે અમારા એક પૂર્વજ આખી જિંદગી એ કાર્ય પાછળ ગાળી. અને ૬ ચક્રવર્તી ભરતદેવ Page #112 -------------------------------------------------------------------------- ________________ અંતે તેઓ સંતાનને જન્મ દેતાં માબાપને ક્ષણભર વધુ જિવાડી શક્યા. માનવકલ્યાણનું આ કાર્ય અમારા બીજા પૂર્વજ શરૂ રાખ્યું. ત્રીજાએ પણ એ જ કાર્ય કર્યું. આખરે સંતાનને સ્વસ્થ કર્યા, માતાપિતાને જીવિત રાખ્યાં. હવે માતા એક સંતાનને જન્માવતી, પણ નીરોગી રીતે ! આમ મૃત્યુપ્રમાણ ઘટાડી દીધું, પણ એક વાત વળી નવી નીકળી. ' બાળકો માંસમજ્જામય ઓરથી લપેટાયેલાં જન્મતાં. આ ઓરમાંથી મુક્ત કરતાં ઘણાં બાળકો મૃત્યુશરણ થતાં. આ ઓર ફાડવાના નાનકડા કાર્ય માટે અમારા એક પૂર્વજે પોતાની સંપૂર્ણ કાર્યશક્તિ વાપરી. એમણે માનવમાં જ, જીવનના અંતિમ કલ્યાણની શક્યતા નીરખેલી – ન પશુ, ન દેવ કે ન વિદ્યાધરમાં ! આથી માનવ-તરુના વાવેતર પાછળ ને સ્વસ્થ ઉછેર પાછળ અમારા પૂર્વજોએ પોતાની અમૂલ્ય પળો ખર્ચી નાખી.” આવી અમારા પૂર્વજોની માનવકલ્યાણની સતત ચિંતા જોતાં માનવને હણતાં મન સદા આઘાત અનુભવે છે. યુદ્ધ એ ભયનું સંતાન છે. ભય એવો જગાવો કે માણસ એનાથી જ આપણું શાસન સ્વીકારી લે ! નિરુપાયે જ યુદ્ધને જન્મવાનો અવકાશ આપવો.” પ્રભુ ! આપની ભાવના ઘણી ઊંચી છે, પણ સંસાર ઘણો નીચો છે. પાદપ્રહારને યોગ્ય જીવો પુષ્પહારથી માનતા નથી.' સુષેણ ! સાચો શ્રમ કદી અફળ જતો નથી. માણસના કલ્યાણ માટે લડાતા યુદ્ધમાં માનવને જ ભૂલી જઈએ, ને એ રીતે યુદ્ધ જો આપણું પતન કરે, તો એ યુદ્ધ શા ખપનું ?” સંસારને આપણી કક્ષાએ ઉઠાવવા માટે તો આ લોમહર્ષણ યુદ્ધોની અગ્નિપરીક્ષા દઈએ છીએ. જો એનાથી આપણે નીચા ઊતરીએ, તો યુદ્ધ કરતાં ઘર શું ખોટું ? કડક શિક્ષક નઠોર વિદ્યાર્થી પર સદા હાથ ઉગામેલો રાખે છે, જેથી વિદ્યાર્થી ડરતો રહે ને સાચા પંથે જાય. ‘આપણે પણ હાથ ઉગામેલો રાખવાનો છે. હાથથી બને ત્યાં સુધી ઈજા કરવાની નથી. સેનાનો દેખાવ લડાયક છે એ તો માત્ર દેખાવ પૂરતો, પણ વાસ્તવમાં તો એ જનપદોનો મેળો છે. આપણો દેખાવ છોડ નીંદવાનો છે, પણ અંદરખાનેથી આપણો કાર્યક્રમ બીજવપનનો છે.” ભરતદેવના શબ્દોને સુષેણ, કૃતમાલદેવ ને મહામંત્રી શેરડીના રસની ઉત્તરાખંડ ૯૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ જેમ પી રહ્યા. એમની લોહીતરસભરી યુદ્ધની કલ્પના દૂર થઈ ગઈ, ને જે યુદ્ધોને વિષે તેઓ પોતાની જાતને નિષ્ણાત માનતા હતા. એ વિષે પોતે સાવ અજ્ઞ નીકળ્યા ! ભરતદેવે પોતાના માનીતા સેનાપતિરત્નને વિશેષ શિખામણ આપતાં કહ્યું : યુદ્ધમાં દોસ્ત-દુશ્મનને પારખવો. દોસ્ત થઈ શકે તેવા દુશ્મનને પારખવો. લાભાલાભ જોવો. માત્ર સડેલા અંગ પર જ શસ્ત્રક્રિયા થવા દેવી. માનવજાત તરફ ભારે આદરમાન રાખવું. ભરતયુદ્ધનો આ આદર્શ છે. એવું ન થાય કે જે માનવજાતનાં શુભ, મંગળ ને કલ્યાણ માટે આ યુદ્ધ કરીએ છીએ, એ માનવજાતને આપણું યુદ્ધ અકલ્યાણરૂપ ને શાપરૂપ બને. ભય અને પ્રીત બે જ સાધનો પર વિશેષ ભાર રાખવો. યુદ્ધ અને મોહ બેથી બને ત્યાં સુધી અળગા રહેવું.” સ્વામી ! મારે માથે શક્તિથી વધુ બોજો લાદવામાં આવે છે ! હું તો આપના નેતૃત્વ નીચે રહેવા ઇચ્છું છું. કદાચ સ્વતંત્ર રીતે વર્તતાં આપના આદેશનો યથાયોગ્ય અમલ ન પણ કરી શકું. આજે સમજાય છે કે ખડગ વીંઝવું જુદી વાત છે, અને ભરતશાસનનું યુદ્ધ અલગ વાત છે.' સુષેણ ! એમ નિરાશ ન થા. માનવ શું નથી કરી શકતો ભરતના શાસનનો પ્રથમ પંક્તિનો પુરુષ જ્યારે આવી નિરાશાભરી વાતો કરે, ત્યારે હું કોના પર આશા રાખું. સુષેણ !” જી, સ્વામી સુષેણે હારી ગયેલા મનથી પ્રત્યુત્તર આપ્યો.' એમ નિરાશ વદને ન બોલ ! એક વાર ભગવાન વૃષભધ્વજની જય બોલ ! સિંહના જેવો ગર્જારવ કરીને બોલ ! સુષેણ ! મેઘના જેવો ગડેડાટ કરીને બોલ !” ભગવાન વૃષભધ્વજનો જય હો ” સુષેણે એ જ નિરાશ રીતે કહ્યું. ફરી કહે ! ભગવાન વૃષભધ્વજનો જય હો !" સુષેણે કંઈક ઉત્સાહથી કહ્યું. ધન્ય ! અષ્ટાપદ ને સુમેરુના પ્રવાસી સુષેણ ! ધન્ય ! ફરી એક વાર એ પવિત્ર નામનો ઉચ્ચાર કર !” ભરતદેવ નીતિશાસ્ત્રના વેત્તા હતા. એમનું ૯૮ચક્રવર્તી ભરતદેવ Page #114 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્ર આ રીતે કામ કરી રહ્યું. શબ્દોમાં મંત્રાક્ષર જેવો પ્રભાવ પ્રગટ થતો હતો. “જય વૃષભધ્વજ ! સ્વામી ! પ્રભુના નામમાં અચિંત્ય પ્રભાવ છે, મંત્રાલર જેવી સિદ્ધિ છે. મારા અંતરમાંથી નિરાશામાત્ર ધોવાઈ ગઈ છે. હું સમજ્યો. કુલકર વંશની મહત્તાને મેં આજ સાક્ષાત કરી. યુદ્ધનો તો રંગ છે, બાકી સુલેહનો જંગ છે. આ જંગ દ્વારા કુળના ગઢ રચીશ, લોહીના સંબંધ સાધીશ, મૈત્રીનાં તોરણ બાંધીશ, સાથીપણાનાં બંધન રચીશ. નિશ્ચિંત રહો, સ્વામી ! ભરતના શાસનની સિદ્ધાંત-વેદી પર સુષેણ લોહી લઈને નહિ, લોહી આપીને એને ઉજ્વળ કરશે. નિશ્ચિંત રહો, સ્વામી ! વિજય આપનો જ છે.' ભરતશાસનનો વિજય હો !” પોતાની જાત કરતાં ભરતશાસન મહત્ત્વનું હોય તેમ ભરતદેવે જય પોકારતાં કહ્યું. ઉત્તરાખંડ ૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મ્લેચ્છ કુલ પર વિજય ચર્મરત્નના યુદ્ધના સેનાની બનીને સેનાપતિ સુષેણે થોડા દિવસોમાં સિંધુના દક્ષિણ નિટો સાધવા પ્રયાણ કર્યું. એની સૈન્ય-૨ચના જ અપૂર્વ હતી. દરેક સેનિક તરવાની વિદ્યામાં કુશળ હતો, જળના માપામાપમાં કાબેલ હતો, જળમંડપો ને જલદ્રોણીઓના પરિચયથી જ્ઞાત હતો, જળચરોની ખાસિયતો અને એની સાથેના સામનાથી સુવિદિત હતો. દરેક સૈનિકના ખભા પર ચર્મરત્ને સર્જેલી નાની નાની ચર્મનૌકાઓ હતી, ને બબ્બે હલેસાં હતાં. સેનાપતિ સુષેણ આજે મૂર્તિમંત યુદ્ધદેવ બન્યો હતો. તાજા સ્નાનની આભા એના દેહ ૫૨ ૨મતી હતી. તાજા વિલેપનથી એનું મુખ ઝળહળતું હતું. એણે અલ્પ પણ બહુમૂલ્ય અલંકારો ધારણ કર્યા હતા. કંઠમાં દિવ્ય રત્નહાર પહેર્યો હતો, જે એના મેરુશિખર જેવા અણનમ મસ્તકનાં અનેક પ્રતિબિંબો પાડી એને દશાનન કે સહસ્રાનન બનાવતો હતો. કમર પર ખડ્ગ હતું ને સુવર્ણના બે ભાથા ખભા પાછળ ભરાવ્યા હતા. ભરતદેવનો સુષેણ પર અનહદ પ્યાર હતો. એમણે જ આગ્રહ કરીને પોતાનાં છત્ર ને ચામર એને આપ્યાં હતાં. સુષેણે આ મર્યાદાભંગ માટે ઘણી આનાકાની કરી, પણ સ્વામીના પ્રેમ પાસે એનું કંઈ પણ ન ચાલ્યું; બલકે સ્વામીએ તો સેના સમક્ષ કહ્યું કે એને મારી જેમ જ માનજો ! એ મારું બીજું રૂપ છે એ મારો પ્રતિનિધિ છે; રાજાને મન પોતા કરતાં પોતાના પ્રતિનિધિનું અપમાન વધારે અસહ્ય હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ સેનાનો કેટલોક ભાગ હાથી પર હતો, કેટલોક ભાગ અશ્વ પર હતો, અને મોટો ભાગ પગપાળો હતો. એ હાથી ને એ અશ્વ જલક્રીડનમાં કુશળ હતા. સેનાપતિ સુષેણ પોતાના પ્રિય અશ્વ કુવલયાપીડ પર આરૂઢ હતો. એ અશ્વ ઉત્તમ અશ્વ તરીકેનાં સર્વ લક્ષણોથી યુક્ત હતો. એનો દેહ સપ્રમાણ હતો. એ એંશી આગળ ઊંચો હતો, નવાણું આગળ વિશાળ હતો, એકસો ને આઠ આંગળ લાંબો હતો. એના મસ્તકનો અગ્રભાગ બત્રીસ આંગળની ઊંચાઈએ રહેતો. ચાર આંગળના એના બાહુ હતા, સોળ આંગળની એની જંઘા હતી, ચાર આંગળના ગોઠણ હતા, અને ચાર આંગળ ઊંચી એની ખરીઓ હતી.* કુવલયાપીડ અશ્વ સંસારનો આદર્શ અશ્વ હતો. એ શ્રેષ્ઠ એવાં લક્ષણોથી લલિત હતો. એનો મધ્યભાગ ગોળાકાર ને જરા નમેલો હતો. એની પૃષ્ઠભાગ વિશાળ ને ભરાવદાર હતો. દશ આવર્ત ચિહ્નોથી એ યુક્ત હતો. હીરાગળ વસ્તુના તંતુ જેવી એના દેહ પર રોમરાજિ હતી. યૌવનને પ્રાપ્ત થયેલા પોપટનાં પીંછાં જેવી લીલી એની કાંતિ હતી. આરોહીના ઇશારા પર ચાલનારો એ જીવ હતો. ચાબુકનો પ્રહાર એણે કદી અનુભવ્યો નહોતો. આરોહીના રક્ષણ માટે જાન કાઢી આપનાર એ જાનવર હતું. એના પર રહેલી સુવર્ણની ઘૂઘરમાળ રણઝણતી હતી. પતાકા જેવું એનું મુખ હતું. પંચવર્ણના મણિઓથી યુક્ત એની લગામ હતી. એના કપાળમાં સુવર્ણ કમળનું તિલક હતું. ઇંદ્રના અશ્વ ઉચ્ચે થવાનો એ બીજો અવતાર હતો. એનો શ્વાસ કમળના જેવો સુગંધી હતો. પૃથ્વી પર પગ ઠરતા ન હોય એમ ગગનવિહારી ગરુડરાજ જેવો એ હતો. એ વાંકાચૂંકાં પગલાં મૂકતો ચાલતો ત્યારે ગતિભંગમાં નટરાજને પણ શરમાવતો. પાંચ પ્રકારની ગતિમાં એ નિષ્ણાત હતો. જળ અને સ્થળ અને સમાન હતાં. પર્વત એને મેદાન સમા હતા. ગમે તેવી કંદરા એની હરણફાળ આગળ અદુષ્કર હતી. કુવલયાપીડને નાટારંભ કરાવતો સુષેણ સિંધુ નદીના તટ પર આવ્યો. મહારાજ ભરતદેવે એને વિદાય આપવા ગજરત્ન પર ચઢીને આવ્યા હતા. સુષેણે એમને પ્રેમભર્યા નમસ્કાર કર્યા ને પોતાના અને સિંધુ નદીના પ્રવાહમાં હાંક્યો. થોડી વારમાં ગજસૈન્ય ને અશ્વસેન્ચે એનું અનુકરણ કર્યું. * ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના આધારે પ્લેચ્છ કુલ પર વિજય ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ સિંધુ નદી સુભિત બની ગઈ. મોજાં પર મોજાં ઉછાળી જાણે એ પોતાના અંતરનો હર્ષ વ્યક્ત કરવા લાગી. ગજસૈન્ય ને અશ્વસૈન્ય થોડોએક પંથ કાપ્યો, એટલે પદાતિસૈન્ય પોતાની ચર્મ-નૌકાઓને ખભેથી ઉતારી જળમાં ફેલાવી નૌકાઓ પણ જળનો સંસર્ગ પામી જીવંત અશ્વ જેવી સજીવન બની ગઈ. જય વૃષભધ્વજ!” ચારે તરફથી નિનાદ ઊઠ્યો ને એ સાથે સૈનિકો ચર્મનૌકા પર ચઢી ગયા. સિંધુનો પ્રવાહ તરત એમને ઉપાડી વહેતો થયો. એ જાય, ઓ જાય, ઓ ક્ષિતિજમાં ભળી જાય ! – એમ કરતા તટ પર ઊભેલા સૈનિકો થોડી વાર આંખ ખેંચી ખેંચીને જોઈ રહ્યા. ધીરે ધીરે જળસેના અદશ્ય થતી ચાલી. આખરે એ દૃષ્ટિ બહાર થઈ ગઈ. શેષ સેના ભારે હૃદયે પાછી ફરી. પણ પાછા ફરતાંની સાથે મહારાજ ભરતદેવે કાકિણીરત્નના અધિપતિ અગ્નિદેવ ને મણિરત્નના અધિનાયક સૂર્યદેવને બોલાવ્યા. એમને હજી સુધી ખાસ કામગીરી સોંપાઈ નહોતી, એટલે સ્વકર્મપ્રાપ્તિ માટે તેઓ થનગનતા હતા. ભરતદેવે એમને વૈતાઢ્ય પર્વત પાર કરવાનું દુઃસાહસ વિગતથી સમજાવ્યું કે એ પાર કરવા માટે તમિસા ગુફા વાટે પ્રવેશ કરવાના માર્ગનો ખ્યાલ આપ્યો. એ પચાસ યોજનના અંધારા ગુહામાર્ગમાં જો ખરેખર કોઈની આવશ્યકતા પડશે તો તે કાકિણીરત્નની ને મણિરત્નની ! વધારામાં ભરતદેવે કહ્યું : માતાના પેટ જેવો અંધકાર એ ગુફામાં પ્રસરેલો છે. વાવંટોળો વેગીલા ઘુમ્યા કરે છે. ઝેરી વિષધરોના નિ:શ્વાસ ભલભલા પ્રકાશને પણ આવરી લેવા સમર્થ છે. સૂર્ય, ચંદ્ર કે તારા-નક્ષત્રનો પડછાયો પણ ત્યાં શક્ય નથી ! ત્યાં સહુથી વધુ કાર્ય કરી બતાવવાનું તમારા પર રહેશે. તમે અમારાં નેત્રોનું કામ કરશો.” “નિશ્ચિત રહેજો, દેવ ! અંધકારને પ્રકાશથી રંગી નાખવા જેટલી તૈયારી અમે આરંભી છે. સાથે સાથે પાછળ પ્રકાશનાં સાધનો મૂકી જવા માટે શમી, અશ્વત્થ વગેરે ઉદરમાં અગ્નિ સંઘરનારાં વૃક્ષોનું પણ રોપણ કરવાનું વિચાર્યું છે. ૧૦ર ચક્રવર્તી ભરતદેવ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવની સેના જે માર્ગે જાય, એ માર્ગે ધોરી માર્ગ રચાવો જોઈએ. પ્રકાશના અભાવે આપણી સેનાને કે ભવિષ્યના એકલદોકલ પ્રવાસીને પણ હવે રોકાવું નહિ પડે !” “ધન્ય ! ધન્ય ! ખરેખર, મારાં રત્નો માટે હું મગરૂર છું. આવાં રત્નો અન્ય કોઈની પાસે હોય તો એ ત્રણ લોકના સ્વામિત્વની ઝંખના કરે. પણ મારે તો માત્ર પૃથ્વીલોકમાં જ શાસન સ્થાપવું છે, સંસારમાં સુવ્યવસ્થા આણવી છે, જગતમાંથી મત્સ્યગલાગલ - ન્યાય મિટાવવો છે ! અને રાજના ભયથી નિયમનમાં આવેલા મનુષ્યો ધર્મ તરફ જઈને સ્વયં નિયમન શીખે એ આ બધા પ્રયત્નોનો સારાંશ છે.' ભરતદેવ ઊંડા વિચારમાં ઊતરી ગયા. અગ્નિદેવ ને સૂર્યદેવ હાથ જોડીને સામે ખડા જ રહ્યા. સમય આમ નિગૂઢ શાન્તિમાં પસાર થતો ચાલ્યો. ભરતદેવનો મનોવ્યાપાર લાંબો ચાલ્યો. એમાં વળી સુંદરી આવી, સુષેણ આવ્યો, પિતા ભગવાન ઋષભદેવ આવ્યા. ન જાણે આ મનોવ્યાપાર ક્યાં સુધી લંબાત, પણ એમાં હમણાં જ આવેલા મંત્રીરાજ સુમતિસાગરે ભંગ પાડ્યો. એમનું કર્તવ્ય સ્વામીને હિતાહિતનું, કર્તવ્યાકર્તવ્યનું સૂચન કરવાનું હતું. એ કર્તવ્ય બજાવતાં એમણે કહ્યું : મહારાજ ! સૂર્યદેવ ને અગ્નિદેવ આપના વિદાયબોલ ઇચ્છી રહ્યા છે.” ‘જીવમાત્રનું શિવ હો ! તમારું શિવ હો” નિદ્રામાંથી જાગતા હોય તેમ ભરતદેવે કહ્યું : “સુમતિસાગર ! ભરત ખોવાઈ ગયો હતો ને ? તમે શોધી કાઢ્યો, ખરું?” હા, સ્વામી! ચર્મચક્ષુની સીમાબહાર વિચરતા, ગગનવિહારી ગરુડરાજ સામાન્ય માનવીને તો ખોવાઈ ગયેલા લાગે, પણ એ તો ઊંચે ઊંચે ઊડીને ગગનાંગણને પોતાના અસ્તિત્વથી સુશોભિત કરી રહ્યા હોય છે, એની સમજ તો અન્ય કોઈ ગગનવિહારીને જ પડે છે ” પુરોહિતે કહ્યું. ‘વારુ ! દંડરત્નને બોલાવો. તમિસા ગુફાનાં દ્વાર ખોલવા માટે એની જરૂર પડશે.” દંડરત્નનો અધિપતિ પવનવેગ તરત જ હાજર થયો. પવનવેગને જોવા એ પણ જીવનનો એક લહાવો હતો. ભારતી સૈન્યમાં આવો પડછંદ ને લાલ પ્લેચ્છ કુલ પર વિજય ૧૦૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ આંખવાળો બીજો કોઈ પુરુષ નહોતો. ભરતદેવે યોગ્ય સૂચના આપી એમને વિદાય કર્યાં. કાર્યવેગભર્યાં એ દિવસો ને રાત્રિઓ ભારે ઉલ્લાસભર્યાં વીતવા લાગ્યાં. આઠે પ્રહર પ્રવૃત્તિઓથી ધમધમતા પસાર થવા લાગ્યા. તમિસા ગુફાનું વજ્રદ્વાર સહુનું લક્ષ બન્યું હતું. યુગોથી એ અસ્પર્થ રહેલું દ્વાર શું ખરેખર ખૂલશે, એમ ભરતદેવની અચિંત્ય, અમોઘ શક્તિમાં વિશ્વાસ રાખનારાઓને પણ ઘણી વાર શંકા થઈ જતી ! ચક્રરત્ન જેવું ચક્રરત્ન પણ અહીં કશું કરી શકે તેમ લાગતું નહોતું ! સેનાની વચ્ચે ફરી રહેલા ભરતદેવે અચાનક વાર્ધકીરત્નને તેડાવ્યું. વિબુધશેખરની કાર્યવાહી તો એ અયોધ્યાથી નીકળ્યો ત્યારથી જરાય અલ્પ બની નહોતી. ભરતદેવનું તેડું મળતાં એ દોડતો આવ્યો. ‘વિબુધ ! સુષેણ સાથે તારી કેટલી સેના ગઈ છે ?” ભરતદેવે પૂછ્યું. અર્ધ સેના !’ તો તારે શેષ અર્ધ સેનાથી એક મહત્ત્વનું કાર્ય પાર પાડવું પડશે. તમિસા ગુફાનાં વજદ્વાર ખૂલશે ત્યારે એમાંથી અગ્નિ ઝરશે. એ અગ્નિ બાર બાર યોજન સુધીમાં લીલું કે સૂકું કંઈ બાકી નહિ મૂકે. માટે સિંધુ નદીના પશ્ચિમ ભાગમાં ખાઈ ખોદો, દક્ષિણમાં સિંધુ નદીના બન્ને કિનારા સુધી ખાઈ ખોદો, અને એમાં સિંધુનો પ્રવાહ વાળો !’ વાર્ધકીરત્નનો અધિનેતા વિબુધ ઘડીભર વિચાર કરી રહ્યો. એણે સાગર પર સેતુ બાંધ્યા હતા, સમુદ્ર પર પાજ બાંધી હતી, નદી આડા બંધ રચ્યા હતા, કૂવા, વાવ ને તડાગ ખોઘાં હતાં, પણ આ પ્રકારની ખાઈથી એ અજાણ હતો. એ અજાણ જરૂર હતો, પણ અબુધ નહોતો. એણે થોડી વાર વિચાર કરીને કહ્યું : સ્વામીની ઇચ્છા પ્રમાણે જ થશે !’ એ ખાઈ રચવાની તૈયારીમાં ગૂંથાયો. રચતાં રચતાં એનો આનંદ વધી ગયો. આ પ્રયોગમાં એને ભાવિની મોટી મોટી શક્યતાઓ દેખાઈ. આ પરિશ્રમમાં એ સફળ થાય તો સાગર, સરિતા કે ઝરાનાં જળ જ્યાં ચાહે ત્યાં વાળીને લઈ જઈ શકાય અને મરુભૂમિને પણ જળબંબાકાર કરી શકાય ! સૂકી ધરામાં જીવનારા લોકો ખેતીની ના કહ્યા કરતા. અતિ આગ્રહે એ ૧૦૪ * ચક્રવર્તી ભરતદેવ Page #120 -------------------------------------------------------------------------- ________________ કરતા તો એ નિષ્ફળ જતી. સૂકી ધરાના એ નિવાસીઓને મને કે કમને કૃષિકારના બદલે શિકારીનું જીવન જીવવું પડતું. વિબુધ મનોમન પ્રસન્નતા અનુભવતો વિચારી રહ્યો :‘અરે ! ભરતદેવની ઇચ્છાપૂર્તિની સાથે સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાની વિદ્યા પણ મને હાંસલ થશે !' વિબુધ રાતદિવસ એમાં ગૂંથાઈ ગયો. આઠે પ્રહર ખોદનારાઓના અવાજથી પૃથ્વી ધણધણી રહી. વૈતાઢ્યની ગિરિમાળામાં વસતાં પશુઓ ને હિંસક માનવીઓ ડરી ડરીને ઊંડી બખોલો તરફ સંતાવા માટે સ૨વા લાગ્યાં. ખાઈ ખોદાઈ રહી. સિંધુનો જલપ્રવાહ એમાં પ્રવેશ કરવાને તલપાપડ થઈ રહ્યો હતો. નાનીશી દીવાલ માત્ર એ પ્રવાહને થંભાવી રહી હતી. અલબત્ત, જલના લોઢ એની એક એક કાંકરીને ધીરે ધીરે ખેરવી રહ્યા હતા, પણ એને હજી સમય લાગે તેમ હતો. વિબુધ ગણતરી કરીને બેઠો હતો કે નિશ્ચિત સમયે દીવાલ ખોદાઈ જશે, ને ખાઈમાં જળ પ્રસરી જશે. એણે મહારાજા ભરતદેવને એ સમયની જાણ પણ કરી દીધી હતી. ભરતદેવ ખાઈના દ્વાર પર આવવાની તૈયારીમાં હતા, ત્યાં એમને સુષેણ સાંભર્યો ; એને આપેલો રક્તહીન ક્રાંતિનો આદેશ સાંભર્યો ઃ લોહી દેવું પડે તો દેવું પણ બને ત્યાં સુધી લેવાની ઇચ્છા ન કરવી’ એને સમજાવેલી આ ફિલસૂફી યાદ આવી ! દિવાસોથી એના કંઈ વર્તમાન નહોતા રખેને પોતાના આદર્શવાદની વેદી પર એનો બિલ ચઢી ગયો ન હોય ! મ્લેચ્છ લોકો ક્રૂર, કપટી ને છદ્મવેશી તો હોય જ છે. ન — - ભરતદેવને ઘડીભર પસ્તાવો થઈ આવ્યો. એમને થયું કે આ પ્રકારનો ઉપદેશ, જ્યાં પોતાના બદલે બીજો કોઈ નેતા બનીને યુદ્ધ ખેડવા જતો હોય ત્યાં, આપવાની જરૂર નહોતી ! એ એમાં અપવાદ નહિ કરી શકે, આત્મબલિ કરી દેશે ! મહારાજ ભરતદેવના મુખ ૫૨ ગમે તેવા ભયંકર સંગ્રામમાં પણ સૌમ્ય કાન્તિ પથરાયેલી રહેતી. પણ આવા સુકોમળ માનસિક આઘાતો એમને મ્લેચ્છ કુલ પર વિજય × ૧૦૫ · Page #121 -------------------------------------------------------------------------- ________________ વિદ્વલ બનાવી દેતા. એમણે બહાર ઊભેલા સૈનિકને વ્યાકુળ ચિત્તે પૂછ્યું : ‘સુવેગ આવ્યો ?” ના પ્રભુ ! હજી એને ગયે ક્યાં વધુ દિવસો થયા છે ?” સૈનિકે કહ્યું. થોડા દિવસ જ થયા ? અરે ! સુવેગ તો પવનવેગી છે. આટલા દિવસ પણ મારે માટે તો એક કલ્પ જેટલા બન્યા છે !” સ્વામી નિશ્ચિત રહે. સુવેગ ભરતશાસનનો વેગવંતો દૂત છે. એ વિવેકી છે અને વિચક્ષણ પણ છે. આપના અંતરનો એ અભિન્ન હોવાથી એક પળ પણ નિરર્થક નહીં રોકાય. ઓ પણે ધૂળની ડમરી ચઢે; સુવેગ જ વાવાઝોડાની જેમ આવતો હોવો જોઈએ ! મંત્રીરાજે આશ્વાસન આપતાં કહ્યું. સ્વામી અને સેવકે એ દિશામાં દૃષ્ટિ દોડાવી. ડમરી પાસે ને પાસે આવતી હતી. થોડી વારમાં તો સુવેગ દેખાયો! આવ્યો સુવેગ ! આવ્યો સુવેગ !” ભરતદેવ આકાશમાં મેઘ જોઈને મયૂર નાચે તેમ નાચી રહ્યા. સેવક ભક્તિભર્યા હૃદયે સ્વામીને નીરખી રહ્યો. એણે મનોમન કહ્યું કે પ્રચંડ પહાડને પણ પ્રેમ કેવો તણખલાની જેમ ધ્રુજાવે છે! સુવેગ ધસમસતો આવ્યો. એ ચક્રવર્તીનાં ચરણમાં નમવા જાય છે, ત્યાં તો ભરતદેવે એને બે હાથમાં ઝીલી લઈ છાતી સાથે ચાંપ્યો. સુવેગ ! બધા વર્તમાન વિસ્તારથી પછી કહેજે. પહેલાં સંક્ષેપમાં કહે કે સમાચાર કેવા છે?” ભરતદેવનું હૃદય ઉતાવળું હતું. શુભ ! શુભ? આવ તુવેગ ! મને મનભરીને ભેટી લેવા દે !” ભરતદેવ જેવા ચક્રવર્તીની આ બાલિશતા કેટલાકને ન રુચી. પણ સુવેગ આ વખત દરમ્યાન તો ભરતદેવનાં ચરણોમાં ઢળી ચૂક્યો હતો; ભરતદેવ એને ઉઠાડીને ભેટ્યા. સુવેગ ! કહે, યુદ્ધ હજી ચાલે છે ? યુદ્ધ-પ્રયાસ સંપૂર્ણ થયો છે. હવે શાસન-પ્રચારનું કાર્ય ચાલે છે.” શાબાશ ! બોલો, સેનાપતિ સુષેણનો જય ” ભરતદેવે મોટા મનથી અને અતિ હર્ષથી ઉચ્ચાર્યું, પણ તેમનું અનુકરણ કોઈએ ન કર્યું ! ભરતદેવે ગુસ્સે થઈને પોતાની ઇચ્છાનો અનાદર કરવાનું કારણ પૂછ્યું. ૧૦૬ ચક્રવર્તી ભરતદેવ Page #122 -------------------------------------------------------------------------- ________________ મંત્રી સુમતિસાગરે કહ્યું: “સેવક પ્રત્યે સ્વામીનો આવો અહોભાવ જોઈને એક તો શું દશ દશ મસ્તક હોય તો દશેદશ ટૂલ કરવાનું દિલ થઈ જાય. બાકી સેવક એ સેવક, અને સ્વામી એ સ્વામી ! કીડી ને કુંજર વચ્ચે ગમે તેટલો અભેદભાવ હોય છતાં કીડી એ કીડી રહેશે, ને કુંજર એ કુંજર રહેશે !” અરે ઘેલા લોકો ! કર્તવ્ય મોટી વસ્તુ છે, માણસ નહિ ! ભરત મોટો નથી. એનું કર્તવ્ય મોટું છે. અંધ છે તમારી ભક્તિ ! વારુ, વારુ ! ચર્ચા કરવાનો અત્યારે સમય નથી. સુવેગ ! હવે મને સુષેણની ચઢાઈનો સર્વ વૃત્તાંત વિસ્તારથી કહે.” સુવેગે પોતાના વૃત્તાંતનો વિગતથી ને વિશિષ્ટ છટાથી પ્રારંભ કર્યો. ‘સ્વામી ! મ્લેચ્છ ખંડોના વિજયનું કામ ચર્મરને ઘણું જ સરળ બનાવ્યું. એણે સૈનિકો સાથેની નૌકાઓને જળમાં તેલ તરે તેમ તરાવી, ને સેનાપતિ સુષેણ જાણે પગવાટ પર પ્રવાસ કરતા હોય તેમ સૈન્યસહિત સિંધુના દક્ષિણ નિષ્ફટોમાં ઊતર્યા. પ્રલય સમયે સાગરનાં જળ જેમ પૃથ્વીને આવરી લે, તેમ એમની સેનાએ તમામ નિષ્ફટોને આવરી લીધા.' કુશળ છાત્રની જેમ સુષેણે મારા શિક્ષણને ગ્રહણ કર્યું ! હં, પછી પહેલું યુદ્ધ કોની સાથે થયું ” ભરતદેવે વચ્ચે અભિપ્રાય વ્યક્ત કરતાં પૂછ્યું. પહેલે પગલે સિંહનાદી સિંહલ લોકોને યુદ્ધમાં પરાજિત કર્યા. સિંહલ લોકો અજબ ધનુર્ધર છે. સેનાપતિ સુષેણે એ સિંહલ ધનુર્ધરોને પોતાની સેનામાં યોજી એક નવી સેના ખડી કરી છે.!” વાહ, યુદ્ધ તો ખરેખર મિત્રતા માટે છે. હાં, પછી ?' બીજો સામનો બર્બરકુલનો આવ્યો. આ બર્બરો મલ્લ વિદ્યામાં કુશળ હોય છે, શિલ્પશાસ્ત્રમાં નિષ્ણાત હોય છે, અને ભુલભુલામણીઓ એવી રચી શકે છે કે અંદર પ્રવેશેલો માણસ કદી બહાર ન આવી શકે. આ બર્બરકુળના સ્વામીને સેનાપતિએ પોતે મલ્લકુસ્તી માટે આમંત્રણ આપ્યું. બન્ને વચ્ચે એમ ઠર્યું કે જે હારે તે ગુલામ, એના માણસો પણ ગુલામ ! ભારે આકરી શરત કહેવાય !” ભરતદેવથી ન રહેવાયું; એમણે વચ્ચે બોલી નાખ્યું, “આ તો યુદ્ધ છે. યુદ્ધ પણ ધૂતની જેમ નસીબ પર આધાર રાખે છે. કોઈ વાર સામાન્ય ચૂક થાય અને હારી પણ જવાય ! પ્લેચ્છ કુલ પર વિજય ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ મહારાજ ! સુષેણ કહે કે હું ન હારું ! મારે માથે ભરતદેવ જેવો સ્વામી છે ! પણ વાત તો ભારે અઘરી હતી ; તાડ જેવો બર્બરકુલપતિ ક્યાં ને ક્યાં પારિજાતકના વૃક્ષ સમા સુષેણ ! મલ્લયુદ્ધ થયું. સહુના આશ્ચર્ય વચ્ચે એમણે બર્બરપતિને ચારખાના ચિત્ત પછાડ્યો. બધે જયજયકાર વ્યાપી ગયો. મહારાજ! બીજી બધી વાતે આ લોકો ગમે તેવા હોય, પણ એકવચની તો પૂરા ! દાસની જેમ બધા મસ્તક નમાવતા સામે આવીને ઊભા. બર્બરપતિએ પોતાની પાંચસો સ્ત્રીઓ પણ સેનાપતિને અર્પણ કરી, પણ સેનાપતિ સુષેણ કોનું નામ? એમણે કહ્યું કે તમારી સ્ત્રીઓ પર તો શું, પણ તમારા બાગના ફૂલ પર પણ અમારું આધિપત્ય નથી. તમે સ્વતંત્ર છો. શરત માત્ર એટલી કે ભરત-શાસનને સમજો ને તેનો પ્રચાર કરો.” આ સાંભળીને તો તેઓ બેવડા ગુલામ બન્યા. યુદ્ધના વિજય કરતાં અંતઃકરણનો વિજય એ સાચો વિજય છે. એ જ ઋષભી સિદ્ધાંત છે. સુષેણને એ બરાબર હસ્તગત થયો છે.” ભરતદેવે કહ્યું. સુવેગે આગળ ચલાવ્યુંઃ “બર્બર ને સિંહલના વિજયોએ ટાંકણ લોકો પર સારી અસર કરી. તેઓ સ્વયે વશ બન્યા. જોકે એ લોકોએ થોડો સામનો કર્યો, પણ એય થાકીને શરણે આવ્યા. આમ આખો દક્ષિણ યવનદીપ સેનાપતિએ સાધ્ય કર્યો. આ પછી સેનાને વિરામ આપવા સિંધુને કાંઠે આવેલા કચ્છ દેશની સુક્કી ને સમતલ ભૂમિમાં નિવાસ કર્યો. આ નિવાસ દરમ્યાન ચર્મરને પોતાની વ્યવસ્થાને ફરી વાર અવલોકી લીધી. હવે તેઓ પાછા આવવા રવાના થયા છે. વળતો પ્રવાસ એમના શાસન-પ્રચારનો છે. થોડા વખતમાં તેઓ આવ્યા સમજો !” સુંદર વર્તમાન ! સુવેગ ! જા, તું અયોધ્યા પાછો ફર ને નિવૃત્તિનું સુખ માણ. તે તારી કપરી ફરજ સુંદર રીતે બજાવી છે.” ભરતદેવે સુવેગની પીઠ થાબડતાં કહ્યું, ને તરત કંઈ યાદ આવ્યું હોય તેમ બોલ્યા : “અરે ! વિબુધશેખર આપણી રાહ જોઈને બેઠો હશે.' ભરતદેવ તરત ગજારૂઢ થયા. અનેક જણા એમને અનુસર્યા. તેઓ વેગથી ધસ્યા, પણ થોડા મોડા પડ્યા હતા. સમયનો પરિપાક થઈ ગયો હતો. સિંધુનાં પ્રચંડ મોજાંરૂપી મુગરોએ વચ્ચેની માટીની દીવાલને પ્રહાર પર પ્રહાર કરી ઢાળી નાખી હતી. સિંધુનાં મોજાં વર્ષોનાં પૂરની જેમ ગાંડાંતૂર બની ખાઈમાં ધસી રહ્યાં હતાં. ખાઈની બંને ૧૦૮ ચક્રવર્તી ભરતદેવ Page #124 -------------------------------------------------------------------------- ________________ બાજુ સૈનિકો ખડા હતા. આ સુંદર દશ્યને તેઓ નેત્રો વિકાસીને જોઈ રહ્યા હતા. જ્યાં સ્થળ ત્યાં જળ ! કેવો ચમત્કાર ! જય હો ભરતદેવનો !” ચારે તરફથી જયનાદની વર્ષા થઈ. ભરતદેવ ગજ પરથી ઊતરીને ત્યાં આવીને ઊભા રહ્યા. એમણે થોડી વાર આ જળલીલા નિહાળી ને તરત નાની ચર્મનૌકા લઈ એમાં તરતી મૂકી. નૌકા પાણીના પૂરના વેગમાં ચકરડીભમરડી ફરી રહી. તરત જ ભરતદેવે છલાંગ મારી – એક ઘડીમાં ચર્મનૌકા પર ! અરે, પણ સ્વામી આમ મોત સાથે શા માટે ખેલે ? – દરેક સ્થળેથી હાહાકાર ઊઠ્યો. પણ એ હાહાકારને ચીરતો ભરતદેવનો સ્વર આવ્યો : “એ આવે સેનાપતિ સુષેણ! ચાલો, સામે જઈએ ! જઈને એનું સ્વાગત કરીએ !” કાંઠા પરની ચર્મનૌકાઓ ટપોટપ જળમાં ઊતરવા લાગી. બધા જાણતા હતા કે ભરતદેવનો સ્વભાવ સ્વામીભક્ત સેવકોના સન્માન માટે પાગલ બની જવાનો હતો. એ વેળા કોઈના રોક્યા એ રોકાતા નહીં ; અને જીવસટોસટના સાહસને બાળકના ખેલ સમજતા ! પણ સૈનિકો તરત જ ચર્મનૌકાઓ પર કૂદ્યા. થોડી વારમાં આ જળસૈન્યને લઈને ભરતદેવ સિંધુ-સાગરમાં પ્રવેશ્યા. જળનો રાક્ષસ પ્રચંડ મોજાં ઉછાળી આ નૌકાઓને ગળી જવા પ્રયત્ન કરતો હતો. પણ મરજીવાઓનો આ સંઘ તો અજબ હિંમતથી એની છાતી પર હસતો-ખેલતો આગળ વધતો હતો. જેમાં જોખમ નહિ, એ કાર્યની શી મજા ? આમ, ભરતદેવ મંત્રીરાજને પાછળ મૂકીને સુષેણના સ્વાગતે સિંધુની છાતી પર આરોહણ કરી રહ્યા. પ્લેચ્છ કુલ પર વિજય ૧૦૯ · Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તમિત્રાનાં દ્વાર પૃથ્વીના આ ગોલાર્ધ ૫૨ સૂર્ય ઊગ્યો ન ઊગ્યો ને પ્રચંડ ૨વ સંભળાયો. ધરતી ચિત્કાર કરી રહી. પહાડો પોકાર કરી રહ્યા. પવન પડઘા પાડી આકાશના ગુંબજને ગજાવી રહ્યો. રવ પ્રચંડ હતો. પંખીઓએ આકાશમાં ઊડવું છાંડી દીધું. વિકરાળ પશુઓ પાછાં ફરીને બોડમાં લપાયાં. સર્પ, ધો ને કાચિંડાઓએ બહાર ભમવું છોડીને દર શોધી લીધાં. સિંધુનાં પાણી પણ આ અવાજથી થરથરી ઊઠ્યાં. પર્વતવાસીઓ તો મોતની સવારીને સામે પગલે આવતી નિહાળીને ગુફાઓ, પર્ણકુટીઓ ને કંદરાઓની આડસે લપાઈ ઊભાં ઊભાં લાંબી નજર દોડાવી રહ્યાં. સહુ જૂની આંખે નવો તમાશો જોતા હતા. કોઈ જન કે જાનવર આજ સુધી અહીં આવ્યું નહોતું. પર્વત ચઢવો દોહ્યલો હતો, પણ તમિસાનું ગુફાદાર પ્રવાસીને પ્રવેશ કરવા લલચાવે એવું એકમાત્ર સ્થળ હતું ! એ ગુફાદ્વારને ભેદવા ઘણા આવ્યા હતા, પણ તેઓ માટે એ મૃત્યુદ્વાર બન્યું હતું. એની સાથે અટકચાળા કરનારાઓનાં બેચાર દિવસે માત્ર શબ જ ત્યાં જોવા મળ્યાં હતાં. આ અભેદ્ય દ્વાર સાથે આજે વળી અટકચાળા આરંભાયા હતા. પૃથ્વીનો વિજય સાધવા નીકળેલ ભરત ચક્રવર્તી આ પ્રદેશ પર પોતાનું શાસન સ્થાપવા માગતા હતા. એ માટે એ ગુફાનાં વજદ્વાર ઉઘાડવા આવી ઊભા હતા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપરાઉપરી ઘણના ઘા થતા હતા. પર્વતવાસીઓ મનમાં મલકાતા હતા, અરસપરસ કહેતા હતા : “આ વજાર કોઈથી ખૂલ્યાં છે કે આનાથી ખૂલશે ?” બીજો કહેતો : “અને કદાચ ખૂલ્યાં તો છેવટે લોહઘર્ષણથી જાગેલો અગ્નિ એમને શેકી ખાધા વગર રહેશે ખરો ?” ત્રીજો બોલ્યો : “હું તો એમ કહું છું કે દ્વાર ઊઘડશે પણ ખરાં, તેઓ અગ્નિ બૂઝવશે પણ ખરા, પણ પછી આંધળા ભીંત ! પચાસ જોજનની લાંબી નાળ પસાર કરવી એ કંઈ બચ્ચાંના ખેલ નથી. આ તો ત્યાં વસતાં ભૂખ્યાં ડાંસ શ્વાન, શૃંગાલ ને ચામાચીડિયાં વગેરે જીવજંતુના ભાગ્ય જાગ્યાં. ઘણે દિવસે એમને માનવજાતનું તાજું ફળફળતું મિષ્ટ લોહી પીવા મળશે !' માનવ-રક્તના સ્વાદીલા આ લોકોનાં મોંમાં પાણી છૂટ્યું. તેઓ પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવવા લાગ્યા. ચોથો બોલ્યો : “અરે ! હું તો એની ના નથી પાડતો. પણ પેલી બે નદીઓનું શું? એક પર તરાય જ નહિ, અને બીજી પર જવાય જ નહિ, જાય એને ટપ લઈને પેટમાં ગળી જાય ! ઓહિયાં !” બોલનાર બોલીને ખૂબ હસ્યો. બીજા પણ હસવા લાગ્યા. પણ અચાનક ભયંકર ગર્જના સંભળાઈ. પહાડનાં શિખરો વૃદ્ધ માણસના મસ્તકની જેમ ધ્રુજી રહ્યાં હતાં ! ચારેકોરથી પૃથ્વી, પાણી, પવન ને આકાશને વીંધતો અવાજ ઊઠ્યો ! ફરી ગર્જના સંભળાઈ, સાથે સાથે જયનાદ સંભળાયો : સેનાપતિ સુષેણનો જય ! “ચક્રવર્તી મહારાજનો જય ° સેનાપતિ સુષેણનો સામો પડછંદો આવ્યો ને ગુફાનાં દ્વાર પર હાથમાં રહેલ ગદાથી દંડરત્નથી એક વધુ પ્રહાર થયો. પ્રહારની સાથે બે વાદળ ચિરાય એમ ભયંકર નિર્દોષ કરતાં દ્વાર ખૂલી ગયાં. પણ સાથેસાથે વાદળના ઘટાટોપમાંથી વીજ ઝબૂકે એમ અગ્નિનો એક મોટો ધોધ સામે કાળરાક્ષસની જેમ ધસી આવ્યો. માત્ર ભરતદેવ અને સેનાપતિ સુષેણ સિવાય અહીં કોઈ નહોતું. તેઓ દ્વારની બાજુમાં ખસી ગયા. ભયંકર લાલ વાળાઓ પૃથ્વી અને આકાશને ભરખતી બહાર ધસી આવી – હમણાં બધું બળીને ખાખ સમજો ! તમિસ્યાનાં દ્વાર - ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ખાઈને પેલે પાર સજ્જ થઈને ઊભી રહેલી સેના પણ ઘડીભર આ અગ્નિજ્વાલાઓથી હેબતાઈ ગઈ. અત્યાર સુધીના વિજયો બહુ સરલ બન્યા હતા. પણ, અહીંના અધિષ્ઠાતા કૃતમાલદેવે કહ્યું હતું તેમ, હવે જ ખરી મુશ્કેલીનો સામનો કરવાનો આવશે, એમ સહુને લાગ્યું. જ્વાળાઓ આગળ વધી. પૃથ્વી, આકાશ ને પાણી ત્રણે લાલ અંગારા જેવાં બની ગયાં. સહુને ડર લાગ્યો કે હમણાં ભરખ્યા કે ભરખશે ! પણ એ જ્વાળાઓ થોડે આવીને થંભી ગઈ. લાલ રંગનો કોઈ અજગર પહાડની ગુફામાંથી નીકળીને સરિતાના પેટાળમાં સરતો હોય તેમ, એ જ્વાળાઓ સિંધુ નદીનાં પાણીમાં પ્રવેશ કરવા લાગી, ને એમાં વિલીન થવા લાગી. અજબ એ દૃશ્ય હતું. પૃથ્વીનાં પ્રલયંકારી તત્ત્વો એકબીજાંને ગળી જવા મથી રહ્યાં હતાં. અગ્નિ જળનું આચમન કરવા માગતો હતો. જળ અગ્નિને ગર્ભવતી સ્ત્રીની જેમ ઉદરમાં ભરવા માગતું હતું. પ્રાકૃતિક તત્ત્વોનો આ દ્વંદ્વખેલ ઠીકઠીક સમય ચાલ્યો. પણ પછી તમિસ્રા ગુફાનું દ્વાર સાવ સ્વચ્છ બન્યું. બુઝાયેલા અંગાર ને રાખોડી સિવાય ત્યાં કંઈ ન રહ્યું. થોડી વારમાં ગૃહપતિરત્ન એ પણ સ્વચ્છ કરી દીધું. અપૂર્વ એવા જયનાદ સાથે ભરતદેવે એમાં પ્રવેશ કર્યો. તેઓ ગજરત્ન પર આરૂઢ થયેલા હતા. એમણે પ્રકાશ માટે મસ્તક ૫૨ ચૂડામણિ ધારણ કર્યો હતો. એ ઘણા અંતર સુધી નિર્મળ પ્રકાશની ચાદર બિછાવતો હતો. સેનાપતિ સુષેણ ને મંત્રીરાજે પણ મણિ પહેર્યો હતો. મહિનાઓના ઉપવાસી ભગવાન વૃષભધ્વજને ઇક્ષુરસ આપી મહાપુણ્ય હાંસલ કરનાર શ્રેયાંસકુમારનો પુત્ર જયકુમાર પણ સૈન્ય લઈને વૈતાઢ્યની ચઢાઈમાં આવી મળ્યો હતો. એનું સ્થાન સેનાપતિ સુષેણ સાથે હતું. એણે પણ ચૂડામણિ ધારણ કર્યો હતો. અને નાના નાના ચૂડામણિ તો અનેકે ધારણ કર્યા હતા. દિવસોથી ઘોર અંધકારમાં રહેલી ગુફા પ્રકાશનાં પહેલાં કિરણોથી વ્યાકુલ બની ગઈ. ત્યાં વસતાં જીવજંતુ નાસભાગ કરવા લાગ્યાં. ત્યાં તો સળગતી મશાલોની પંક્તિઓ લઈને કાણિીરત્ને ગુફાનો કબજો લીધો. ગુફાની બે બાજુઓને કાકિણીરત્ન અજવાળે, અને નીચે-ઉ૫૨ મણિઓનો પ્રકાશ વેરાય; સહુને લાગ્યું કે સૂર્ય ને ચંદ્ર પોતપોતાનાં ગ્રહનક્ષત્રો સાથે અહીં આવીને ચક્રવર્તીની સેવામાં ખડા થયા છે ! ૧૧૨ * ચક્રવર્તી ભરતદેવ Page #128 -------------------------------------------------------------------------- ________________ કવિઓ વીર કાવ્ય કરવા લાગ્યા. બંદીજનો વાતને બહેલાવવા લાગ્યા. મણિરત્ન ને કાકિણીરત્ન સેનાની સાથે ચાલતાં હતાં, ત્યારે વાર્ધકીરત્ન સહુથી આગળ ચાલતું હતું. આગળ ચાલનારને જોખમ ઘણું હતું, પણ આ તો જોખમમાં જીવનારા જવાંમર્દોનો સંઘ હતો ! સેના મિસ્રા ગુફાનો અર્ધો પ્રવાસ પૂરો કરી રહી. અહીં સુધી કોઈનો પણ સામનો કરવાનો વખત ન આવ્યો. અર્ધો પ્રવાસ પૂરો કરી સેના આગળ વધી, ત્યાં નદીના વેગવંત પ્રવાહનો સરસર ધ્વનિ કાને પડ્યો. આહ ! નદીનો વેગ તે કેવો ? પ્રવાહનો અવાજ જ મનને થડકાવી નાખે એવો હતો. એ જળધારાની પાસે ફૂંકવાની પણ હિંમત ચાલે તેમ નહોતી. સેના થંભી ગઈ. અહીં પદ પદ પર અંતરાયો હતા ને અભેદ્ય પ્રાકૃતિક કિલ્લેબંધી હતી. એ કિલ્લેબંધી, જેને દેવો કે વિદ્યાધરો પણ નહોતા ભેદી શક્યા, એને કાળાં માથાંના માનવીઓ ભેદવા નીકળ્યા હતા ! સહુ કહેતા કે જોતા રહો, થશે તો જોવા જેવી, હો ! પૂર્વ-પશ્ચિમ વહી આવીને સીમા બાંધતી નિમ્નગા નામની નદી ત્યાં વહેતી હતી. એનાં જળમાં એક ખૂબી હતી : એમાં એક પાંદડું પણ મૂકો કે તરત એ તળિયે જઈને ઠરતું. ઉન્મગા નામની નદીમાં વળી બીજી વિચિત્રતા હતી. એના જળમાં કોઈ વસ્તુ પડી કે અધ્ધર આકાશમાં ફેંકાઈ જતી. છેલ્લા વિજયોમાં અજબ કામગી૨ી બતાવનાર ચર્મરત્ન અહીં નિષ્ફળ ગયું હતું. આ નદીનાં પાણીના દગાખોર સ્વભાવ વિષે પ્રથમથી માહિતી મળી ચૂકી હતી. ભરતદેવ સો ગાળણે ગળીને પાણી પીએ તેવા હતા. નહિ તો ખંડોના ખંડો પર વિજય સાધનારી આ પ્રચંડ સેનાનું અસ્તિત્વ અહીં ક્ષણવારમાં નષ્ટ થઈ જાત. ભરતદેવ વિચક્ષણ પુરુષ હતા. એમની દૃષ્ટિમાં સફળતા ને નિષ્ફળતાના આંક અંકાઈ જતા, આથી દરેક સ્થિતિના સામના માટે તેઓ સુસજ્જ હતા. એમણે વાર્ધકીરત્નને જળથી અસ્પૃશ્ય રહીને સેતુ રચવા આજ્ઞા કરી. જોતજોતામાં સેતુ રચાઈ ગયો. સેતુ રચવામાં ખરી તકેદારી એ રાખવાની હતી કે કોઈ પણ વસ્તુ જળને સ્પર્શ ન કરે. આખરે સેતુ રચાયો એટલે આખી સેના એના પરથી ઊતરીને બંને નદીઓ પાર કરી ગઈ. તમિલાનાં દ્વાર ૨ ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાખંડના અણુએ અણુમાં આશ્ચર્ય પ્રસરી રહ્યું. અરે. જેની તમિસ્રા ગુફા અભેદ્ય હતી, એ ભેદાઈ ગઈ ! જેની સીમા આ નદીઓથી સુરક્ષિત હતી, એ સીમા લોપાઈ ગઈ ! એક સામાન્ય માણસ પણ હવે એ રસ્તે સહેલાઈથી અહીં સુધી આવી શકશે ! આ પ્રદેશની નિર્ભયતા હણાઈ ગઈ ! નિર્જનતા લોપાઈ ગઈ ! નિર્દઢતા છેદાઈ ગઈ ! આ પ્રદેશ હવે સુરક્ષિત નહીં રહી શકે; આડે દિવસે દુશ્મનોનાં દળ આવ્યાં કરશે; અવિરત યુદ્ધપ્રયાસ ચાલ્યા કરશે– વનેવનમાં આ પ્રફરનો અશ્રાવ્ય પોકાર પ્રસરી ગયો. ભરત સેના જંગલોને ગજવતી, અનેક પ્રકારનાં રણદુંદુભિ વગાડતી પશ્ચિમ બ્લેચ્છ ખંડમાં આગળ વધી. અહીં ઠેરઠેર ગિરિશિખરો પર, ગિરિતળેટીનાં વન-જંગલોમાં, નાનાં પણ સમૃદ્ધિભર્યા નગરો વસેલાં હતાં. સોને રસેલા ને રૂપે લીંપેલા ભવ્ય આવાસો હતા. તળાવોમાં રંગબેરંગી માછલીઓ તર્યા કરતી. આંગણામાં મણિના ચોક પૂરેલા હતા. માણસોના આવાસો તો સુંદર હતા, પણ અહીં પંખીના આવાસો પણ કળામય હતા. પશુના વાડા પણ સુંદર સુખસગવડવાળા હતા. વાડામાં જ હરિયાળાં ગોચરો હતાં, ને વાડામાં જ નવાણ હતાં પણ એક વાતનું સહુને આશ્ચર્ય થતું હતું : નગરનાં નગરો શાપિત ધરા જેવાં નિર્જન પડ્યાં હતાં; જીવતું મનુષ્ય-પ્રાણી ક્યાંય જોવા મળતું નહોતું. શણગારેલાં ઘર હતાં, બિછાવેલી શય્યા હતી, તાજાં ખાદ્ય હતાં, મિષ્ટ પેય હતાં, પણ જાણે એનો ભોગવનાર અલોપ થઈ ગયો હતો. સ્ત્રી, પુરુષ કે બાળક – કોઈ કરતાં કોઈ – ત્યાં નજરે ચડતાં નહોતાં. ભરત સેના દડમજલ કરતી આગળ વધતી ચાલી. તેઓ આ પ્રદેશના લોકોના પંખીપ્રેમની ને પશુપ્રેમની કદર કરી રહ્યા. એમણે કહ્યું: ‘દયા, દાન ને દેવતનો મહિમા આ લોકો જાણતા લાગે છે. જુઓ ને, પંખીને કેવાં પાળ્યાં છે! પશુને કેવાં હૃષ્ટપુષ્ટ રાખ્યાં છે ! આ લોકોની દયા તો ધર્મી માનવને પણ શરમાવે તેવી લાગે છે !' ભરતદેવે જરા ઓષ્ઠમાં હસતાં કહ્યું : કોઈ પણ સદ્ગણ પોતાની સગવડ માટે વપરાયો એટલે એ દુર્ગુણ બને છે. દાન, દયા ને દેવતનો અહીંનો મહિમા સ્વાર્થ પૂરતો છે ! આ લોકોની પશુ તરફની ને પંખી તરફની સારસંભાળ ખૂની ને સ્વાર્થપૂરતી છે!' ૧૧૪ ચક્રવર્તી ભરતદેવ Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થપૂરતી એટલે ?” આ પશુ-પંખી તેઓનાં ભોજન છે. આપણે જેમ ઘરમાં સારામાં સારા અન્નને સારામાં સારા સ્થળે સંહિત કરીએ છીએ, એને વધુ તાપમાં રાખી સળગવા દેતા નથી, વધુ ભેજમાં રાખી બટાઈ જવા દેતા નથી, ઉંદરો એને ખાઈ ન જાય તે રીતે એને જાળવીએ છીએ, તેમ આ પશુ-પંખી પણ એમનાં ભક્ષ છે. તાજેતાજું ખાદ્ય મળે એ માટેની એમની આ યોજના છે. પોતાના ભક્ષને જાળવે એમાં એ જાળવણી સ્વાર્થપૂરતી જ થઈ કહેવાય ને ! આટલી જ સાચવણ જો સ્વાર્થહીન હોય તો તેઓ ખરેખર વંદનીય ઠરે !' પણ આ તો બધા દંડનીય, ખરું ને ?” સેનાપતિ સુષેણે ગંભીર વાતાવરણને હળવું કરવા પ્રયાસ કર્યો. દંડનીય, અવશ્ય દંડનીય ! પેટનો વૈતનો ખાડો પૂરવા માટે જે માણસ ક્રૂરતાભર્યો વ્યવહાર કરે છે, સુંદર પ્રકૃતિને રોળે છે, અમૂલ્ય જીવોને હણે છે, એ ખરેખર દંડનીય છે. કામ પેટ ભરવાનું છે. એ જો અન્ય જીવોને ઈજા કર્યા વગર યા ઓછામાં ઓછી ઈજાથી સાધ્ય થતું હોય તો આ ક્રૂરતા શા માટે ? પિતાજીનો સિદ્ધાંત છે કે જે માણસ એક સ્થળે દૂર થાય છે, તે બીજે પણ દૂર હોય છે. પારકા માટે જે આચરે છે, એ એક દિવસ પોતાના માટે પણ આચરવાનો ! માંસાહારી લોકો સ્વાર્થી, કૂર ને પોતાનું ભલું જોનારા હોય છે. આ લોકો પણ સુધરશે. પિતાજીનું દર્શન એમને હજી પ્રાપ્ત થયું નથી !” ભરતદેવે કહ્યું, ને આખું વાતાવરણ ભારે થઈ ગયું. સેનાની કૂચ આગળ જારી હતી. હવે સમીસાંજનો સૂર્ય પોતાની પરકમ્મા સમાપ્ત કરી અસ્તાચળ તરફ સરકી રહ્યો હતો. થોડી વારમાં નિશાદેવી પોતાનો શ્યામ અંચળો ફેલાવતી આવી પહોંચી. આકાશમાં નવલખ તારાઓ પ્રકાશી રહ્યા. ભરત-સેના વિશ્રામની તૈયારીમાં લાગી. આજનો પ્રવાસ ખૂબ કપરો નીવડ્યો હતો. બધા થાકીને લોથ જેવા થઈ ગયા હતા. જલદી જલદી શસ્ત્રાસ્ત્ર છોડીને અને હાથી-અશ્વને અલગ બાંધીને સહુ આનંદ-વિનોદ કરતા આડા પડ્યા. કોઈ ઘસઘસાટ ઊંઘમાં પડી ગયા, તો કોઈ વળી ખગોળ નિહાળવા લાગ્યા. કોઈ ભૂગોળની ચર્ચા કરતા હતા, કોઈ પહાડની સુંદરીઓનાં સૌંદર્યને જોયા વગર વખાણતા હતા, તો કોઈ ગાવા-નાચવામાં મસ્ત હતા. આમ તમિત્રાનાં દ્વાર ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ આસાયેશની સુખદ પળોમાં સહુ ગરકાવ હતા, એ વખતે સેનાના અંતિમ ભાગમાં, દરિયામાં આવી રહેલા ભયંકર વાવાઝોડાના રવ જેવો કંઈ કોલાહલ સંભળાયો. ગાઢ તિમિર છવાયેલું હતું. કાકિણીરત્ન ને મણિરત્ન અકિંચિત્કર જેવાં લાગતાં હતાં. એમણે પણ કપરી કામગીરી બજાવ્યા બાદ લાંબી સોડ તાણી હતી. ભય ક્યાંય હતો નહિ. શંકા કરવા જેવું પણ લાગતું નહોતું. દુશ્મનનો અણસારો સરખો નહોતો. ત્યાં એકાએક વેગભર્યા વાયરા વાવા લાગ્યા – જાણે ઝંઝાવાત જાગ્યો. ચારે દિશામાંથી તીડ ધસારો કરે એમ કંઈક અકથ્ય ધસારો થઈ રહ્યો. અંધકારમાંથી ભૂત ઊઠે, પાતાળમાંથી પ્રેત પ્રગટે, દિશાઓમાંથી દાનવો જાગે એમ એકાએક આક્રમણકારોનાં ટોળેટોળાં સેના પર તૂટી પડ્યાં. ધસારો કરનારા એટલા વેગવંત હતા કે ભરત સેના સાવધ થાય તે પહેલાં તેઓ એમની છાતી પર આવીને પહાડની જેમ ખડા થઈ ગયા ! ચોમાસામાં દેડકાં બહાર કૂદી આવી ભૂમિને આવરી લે એમ એ ભૂતાવળ અંધકારની ગુફામાંથી મોટા જથ્થામાં બહાર આવી રહી. જોતજોતામાં ભયંકર યુદ્ધ મચી ગયું. ભારતી સેના ભયંકર વિસ્મય સાથે સાવધ થઈ. એણે છાતી પર યમ જોયા. પણ એય વીરનરો હતા. જેઓને જે શસ્ત્ર હાથમાં આવ્યાં તે શસ્ત્ર લઈને, શસ્ત્ર ન મળ્યાં તેઓ જે મળ્યું તેનાથી અને જેઓને શોધતાં કંઈ પણ હાથ ન પડ્યું તેઓ હાથોહાથ લડાઈમાં લાગી ગયા. પણ અંધકારનો અંચળો ઓઢીને લડવા આવનારા સશક્ત હતા, યુદ્ધમાં નિષ્ણાત હતા, ઘા કરવામાં ઝનૂની હતા, ચિત્રવિચિત્ર શસ્ત્રથી સજ્જ હતા. પહેલો મારે એ કદી ન હારે, એમ પહેલો ઘા કરવાનું ભાગ્ય એમને વર્યું હતું ! છાવણીમાંથી કરુણ કંદન જાગ્યું. હોંકારા-પડકારાથી આકાશનો ગુંબજ થડકારા ખાવા લાગ્યો. આજ સુધીની વિજયયાત્રામાં ભરતસેનાને આવું ઘમસાણ યુદ્ધ લડવાનો પ્રસંગ પડ્યો નહોતો. સર્વત્ર માત્ર ભયદર્શનથી જ પ્રતિદર્શન થયું હતું, અને અલ્પ આયાસે વિજય પ્રાપ્ત થઈ ગયો હતો. સહેલા વિજયોએ એમને કંઈક સુંવાળા, કંઈક બેપરવા અને કંઈક ગર્વિષ્ઠ પણ બનાવી દીધા હતા ! અરે, જેને ૧૧૬ ચક્રવર્તી ભરતદેવ Page #132 -------------------------------------------------------------------------- ________________ માથે ભરત જેવો સ્વામી હોય, જેના નામમાત્રમાં કાર્યસાધનાની અમોઘ મંત્રશક્તિ હોય, એના સેવકોને વળી ચિંતા કેવી, ઉપાધિ કેવી ! પણ આજ બધી મોજમજાના સરવાળાની એકસામટી બાદબાકી થઈ જાય તેવી કપરી ઘડી આવી પહોંચી હતી. ઘડીભર તો એમ લાગ્યું કે ચક્રવર્તીની સેના હવે વૈતાદ્ય પર્વતમાં જ અસ્તિ-નાસ્તિ થઈ જશે. બધા ભારતી વીરો અહીં છેલ્લી સોડ તાણશે. ભરત-શાસન પણ અહીં જ અન્તિમ શ્વાસ પૂરા કરશે! અસ્તિત્વના આંકડા માંડતા પૃથ્વી પર દેવ, વિદ્યાધર ને વ્યંતરોને પણ મોહિની લગાડે તેવા માનવ ઇતિહાસની ઘોર અહીં જ ખોદાશે ! માનવ મહાન, દેવથી પણ મહાન, એ સુત્ર હવે વાયુના ઝપાટા સાથે વિલીન થશે ! શાન્તિ, નિક્ષેતન શાન્તિ ! મૃત્યુની શાન્તિ અહીં ફરી પ્રસરી વળશે ! અંધકારની ચાદરમાં ગૂંથાયેલું યુદ્ધ આગળ વધી રહ્યું. ચારે દિશામાંથી તીડનાં ટોળાંની જેમ શત્રુઓના જથ્થા આવી રહ્યા હતા. આવનારાઓમાં કોઈ તાડ જેવડા હતા, કોઈ વામનજીઓ હતા, કોઈ પુરુષ હતા, કોઈ સ્ત્રી હતી, કોઈ જાવાન હતા, કોઈ બાળક હતું. જાત-ભાતનાં અસ્ત્રો એમની પાસે હતાં – નાના સોયાથી લઈને તે ભાલા સુધીનાં ! દંડ, કોદંડ ને મુગરો પણ હતા. તેઓએ ગજબંધ તોડી નાખી સેનાના હાથીઓને છૂટા મૂક્યા, અશ્વો ખીલેથી મુક્ત કર્યા. માણસ ને પશુનાં હૈયેહૈયાં દળાઈ રહ્યાં. વગર લત્યે ભરત-સેનાનો કચ્ચરઘાણ વળી ગયો. સેનાપતિ સુષેણ વ્યાઘ્રચર્મની શય્યામાં આરામ લેવા હમણાં જ લાંબો થયો હતો. ઋષભી જમાનાના એ વીરતાના અવતારને હવે વૃદ્ધત્વ દેખાતું હતું. જોકે વૃદ્ધત્વ એના વીરત્વને ઠંડું નહોતું કરી શક્યું, પણ ભરતદેવને થયા કરતું હતું કે હવે એને આરામ આપવો ઘટે. નવો સેનાપતિ શ્રેયાંસપુત્ર જયકુમાર પહેલે પગલે પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો. સુષેણ પણ હવે એને ધૂસરે જોડવા માગતો હતો. જયકુમાર સાથે હમણાં જ એની ચર્ચા કરીને એ આવ્યો હતો. એના જ એ વિચાર કરી રહ્યો હતો, ત્યાં એણે દિશાઓને બધિર કરતા ચિત્કાર સાંભળ્યા, સાંભળતાંની સાથે એ સફાળો ખડો થઈ ગયો. એણે હાથમાં દંડરત્ન પકડ્યું ને કૂદીને એ બહાર આવ્યો. કાજળ ઘૂંટાતું હોય એમ ચોમેર અંધકાર ઘૂંટાતો હતો. નાખી નજર પહોંચતી નહોતી. પરિસ્થિતિ પળે પળે વિકટ બનતી જતી હતી. તમિસ્યાનાં દ્વાર ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ સેનામાંથી ભયંકર ચિત્કાર સંભળાતા હતા. સુષેણે મૂંઝવણ જોઈ. મૂંઝવણમાં દંડ ઘુમાવ્યો. પણ રે ! પોતાની જ સેનાને એ હણતો લાગ્યો. સુષેણ કિંકર્તવ્યમૂઢ બની ગયો. લાખેણો માણસ પળવારમાં કોડીનો બની ગયો ! એની પ્રચંડ ભારતી સેના નજર સામે શત્રુઓથી પદદલિત થઈ રહી. નાસતા-ભાગતા માણસો, ઝનૂનથી ઉપર પડતા આવતા શત્રુઓ, ઘાંઘાં થઈને દોડતાં પશુઓ એકબીજાને કચડી રહ્યાં હતાં. સેનાપતિ સુષેણે પોતાનું દંડરન અહીં નિરર્થક જોયું. એણે આગળ વધવા માટે પોતાના અશ્વને શોધ્યો, પણ એનો ખીલો ખાલી હતો પ્રિય અશ્વ કુવલયાપીડનો પત્તો નહોતો. - સુષેણ જેવો મહાન યોદ્ધો, પાંચ પાંચ મ્લેચ્છ કુળોનો અપ્રતિરથ વિજેતા, આજે આ નાનકડા જુદ્ધમાં મૂંઝાઈ ગયો ; સાગર તરીને જાણે ખાબોચિયામાં ડૂબવાની ઘડી આવી ગઈ ! ત્યાં તો નવા સેનાપતિ જયકુમારનો શખસ્વર સંભળાયો. એ શખસ્વરની પાછળ ભરતદેવની રણહાક સંભળાઈ. કાકિણીરત્નને સજ્જ કરવા પડકારા થવા માંડ્યા. સૈનિકો મણિરત્નોને ઊંચે ઊંચે ગોઠવવા માંડ્યા, પણ એ શ્રમ વ્યર્થ ગયો. મણિરત્નોના માંચડા થોડી વારમાં દૂર ફેંકાઈ ગયા. કાકિણીરત્નો બુઝાઈ ગયાં. માત્ર ચક્રવર્તી મહારાજ ભરતદેવનો ચૂડામણિ અંધારી રાતના શુક્રતારક સમો પ્રકાશતો હતો. સેનામાંથી ભયંકર ને કરુણ પોકાર ઊઠીને આકાશને ભેદી રહ્યા હતા. સેનાપતિ સુષેણે કર્તવ્યપાલનની આખરી ઘડી પિછાની લીધી. એને પોતાના સ્વામી ભરતદેવના શબ્દો યાદ આવ્યા : ‘કર્તવ્યને તો જીવન કે મૃત્યુ બંનેથી અજવાળવું ઘટે.' એણે સમસ્ત જીવન કર્તવ્યપાલનમાં હોમી દીધું હતું. ઋષભ જમાનાના આ યોદ્ધાએ પ્રત્યેક શ્વાસમાં શાસનપ્રચાર જ વણી લીધો હતો. આજ એ પ્રચારમાં એણે દેહ હોમી દેવાનો નિરધાર કર્યો. એણે જોયું કે પહેલાં સ્વામીને સહીસલામત કરવાની જરૂર છે. એમના મસ્તક પર રહેલો ચૂડામણિ શત્રુઓને એમને પિછાનવા માટે સગવડભર્યો બન્યો હતો. સુષેણે આગળ વધીને ભરતદેવના મસ્તક પર ઝળહળી રહેલો ચૂડામણિ ખેંચીને પોતે પહેરી લીધો, જેટલા મળ્યા તેટલા કાકિણી પુરુષોને એકત્ર કર્યા, હાથ આવ્યો તે હસ્તી લઈ લીધો. પણ ભૂલથી એણે જે હસ્તી ગ્રહ્યો તે હસ્તી ૧૧૮ચક્રવર્તી ભરતદેવ Page #134 -------------------------------------------------------------------------- ________________ વૈતાઢ્ય પર્વતનો વિકરાળ વનહસ્તી હતો. અંધકારની ચાદર ઓઢીને લડવા આવેલા શત્રુઓ અવ્યવસ્થા માટે આવા જંગલી હાથીઓનાં ટોળાં પણ સાથે ઘેરતા આવ્યા હતા. હાથીએ ભયંકર ચિત્કાર કર્યો ને પોતાના દેહ પર વાનરની જેમ કૂદી આવેલા સુષેણને ફેંકી દેવા મથવા લાગ્યો. આ વિપત્તિના પહાડ સામે સુષેણને જીવલેણ લડાઈ લડવી પડી. વિપત્તિમાં વિપત્તિ ! એક વાર તો એને ઉપાડીને નીચે ફેંક્યો, દંતૂશળમાં પરોવી દેવાની તૈયારી કરી, પણ સુષેણ કોનું નામ ? એણે એ જ દંતૂશળ પકડીને એની પીઠ પર કૂદકો માર્યો. સુષેણ ગજમદમર્દક હતો. એણે હાથમાં રહેલા દંડરત્નનો હાથીના ગંડસ્થલ પર ભયંકર પ્રહાર કર્યો. અન્ય કોઈ પ્રાણી હોત તો એ યમશરણ જ થઈ જાત, પણ આ તો વૈતાઢ્ય ગિરિનો દુર્મદ ગજરાજ હતો. એ યમશરણ તો ન થયો, પણ એનો મદ ગળી ગયો. એના સાંધેસાંધા શિથિલ થઈ ગયા. એને ગુરુ ભેટી ગયો, એ આંગણાની ગાય જેવો વિનમ્ર થઈ રહ્યો. સુષેણે એના ગંડસ્થલ પર ફરી પ્રહાર કર્યો ને એને યુદ્ધની વચ્ચે હાંક્યો. એના મસ્તક પર રહેલ ચૂડામણિ ચારે તરફ તેજ વેરી રહ્યો હતો. એની રણહાક હવે દિશાઓ ગજવવા લાગી. પ્રકાશ સ્થિર થવા લાગ્યો. અને જેમ એ સ્થિર થવા લાગ્યો, એમ સેનાના ઊખડી ગયેલા પગ સ્થિર થવા લાગ્યા. એ પ્રકાશના લીધે એ દંડરત્ન નિર્બાધ રીતે ઘુમાવી રહ્યો. એટલી વારમાં જયકુમાર ચૂડારત્ન સાથે એના પીઠરક્ષક તરીકે આવી પહોંચ્યો. મહારાજ ભરતદેવ પણ આવી પહોંચ્યા. એ અજબ વિમાસણમાં પડ્યા હતા. બીજાં શસ્ત્રો નિરર્થક બન્યાં હતાં, ને ચક્રરત્ન વાપરવા જેટલી પરિસ્થિતિ ઉગ્ર બની છે કે નહિ, એ એ તપાસી રહ્યા હતા. શસ્ત્ર જેટલું વધુ વિનાશકારી, તેટલી એને વાપરવાની જવાબદારી પણ વધુ : રખેને હળવી પરિસ્થિતિમાં વપરાઈ ન જાય, રખેને ભારે પરિસ્થિતિમાં એમ ને એમ રહી ન જાય ! પરિસ્થિતિનો તાગ કાઢવો મુશ્કેલ હતો. આ વિશ્વવિજયી શસ્ત્રને વાપર્યા પછી પણ પોતાનાંને અને પારકાંને જુદાં કરી શકાય તેમ નહોતું રહ્યું. પણ મણિરત્ન ધીરે ધીરે કાર્યસાધક બન્યાં હતાં. પ્રકાશ પ્રસરતાં સેનાની સ્થિતિ જરા સુધરી. તેઓ શત્રુમિત્રનો સ્પષ્ટ ભેદ કરી શકવા લાગ્યા. સહુએ તમિસાનાં દ્વાર * ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ જોયું કે હલ્લો લઈ આવેલા દગાખોર લોકો પશ્ચિમ મ્લેચ્છ ખંડના આપાત અને ચિલ્લાત લોકો હતા. એ તરત પરખાઈ ગયા. સુષેણે દંડરત્ન મૂકી ધનુષ્ય ગ્રહ્યું. પ્રકાશની રેખાના પથ પર અનુસંધાન કરીને એ અમોધ તીરો છોડવા લાગ્યો, ધાર્યાં નિશાન લેવા લાગ્યો. તીરોનો ત્યાં વરસાદ વરસી રહ્યો. કાળરાત્રિની કાળચાદર ઓઢેલા શત્રુઓ આ લક્ષવેધી તી૨વર્ષાથી ગભરાયા, શું કરવું તેની વિમાસણમાં પડ્યા. આ તકનો લાભ ભરતસેનાને મળી ગયો. કાકિણીરત્નની અસંખ્ય મશાલો અરણ્યપ્રદેશને અજવાળી રહી. મ્લેચ્છોના પગ ઊખડવા લાગ્યા. ભયંકર તીરવર્ષા ઝીલતો ને સામે ગજબની તી૨વર્ષા કરતો ઋષભી જમનાનો જોદ્ધો સુષેણ બધું નિરીક્ષણ કરી રહ્યો હતો, ત્યાં એના પ્રિય અશ્વ કુવલયાપીડનો હણહણાટ સંભળાયો. સુષેણે નજર નાખી તો મ્લેચ્છ કુળના નાયકને પીઠ પર લઈને એ નીચે ખડો હતો. મ્લેચ્છ કુલનાયક એને પોતાના માર્ગે દોરવા મથી રહ્યો હતો. અશ્વ પોતાના માર્ગે વહી રહ્યો હતો. અશ્વ અને આદમી બંનેનો ગજગ્રાહ જામ્યો હતો. પણ એમાં લોહી નીતરતો અશ્વ જીત્યો હતો. એની કુશળતા જીતી હતી. એ મોં મ્લેચ્છપતિની ઇચ્છિત દિશામાં રાખતો, ને ઊંધા પગે ચાલતો. પાછા પગે એ યોજનના યોજન સુધી ચાલી શકતો. આમ એ પાછા પગે ચાલતો ચાલતો મ્લેચ્છપતિને અહીં સુધી ખેંચી લાવ્યો હતો. એક જાનવર પણ કેવું સ્વામીભક્ત ! મ્લેચ્છ નાયક આ હઠીલા ને ભયંકર અશ્વને પોતાનું કહ્યું ન કરવા માટે ગુસ્સામાં શસ્ત્રના ઉપરાઉપરી પ્રહાર કરી રહ્યો હતો. પણ કુવલયાપીડની કૂચ તો પોતાના સ્વામીની દિશામાં જ ચાલુ હતી. પીઠ પર બેઠેલા શત્રુએ આ ચાલાક પ્રાણીને પારખી લીધું. એના પરથી ઊતરવા એણે મહેનત કરવા માંડી, તો એની મહેનતને એ વ્યર્થ ક૨વા લાગ્યો. ધીરે ધીરે એ વગર બંધને બંદીવાન બની ગયો, ને સિપાહી ગુનેગારને પકડીને સિંહાસન સમક્ષ હાજર કરે તેમ અશ્વ એને ત્યાં લઈ આવ્યો. પણ સુષેણનું લક્ષ મ્લેચ્છ રાજવી પર નહોતું, લોહીથી નીંગળતા અશ્વ પર ચોટ્યું હતું. એણે હાથી ૫૨થી નીચે કૂદકો માર્યો. પણ એ તકનો લાભ લઈને મ્લેચ્છ રાજા નીચે ઊતરી નાસી ગયો. સુષેણે ઘાયલ કુવલયાપીડને થાબડ્યો. પીઠ ફેરવીને નાસતા મ્લેચ્છ રાજાને એ તિરસ્કારથી નીરખી રહ્યો. ૧૨૦ × ચક્રવર્તી ભરતદેવ Page #136 -------------------------------------------------------------------------- ________________ રે ! ભારતી સેનાના વિજયને એક અશ્વે આજે સુલભ કર્યો ! યુદ્ધનો રંગ પલટાઈ ગયો. પોતાના પ્લેચ્છ રાજાને નાસતો જોઈ તીડનાં ટોળાં જેવા આવેલા લોકો, હવે તોડનાં ટોળાંની જેમ પાછાં નાઠાં. એમાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો ને જુવાનો સુધ્ધાં હતાં. સ્ત્રીઓ તો વિકરાળ હતી જ, પણ બાળકો પણ નાનાં નાનાં ઝેર પાયેલાં તીરો લઈને આવ્યાં હતાં ! શત્રુના દેહમાં તીર ઘોંચી દેવામાં એ કુશળ હતાં. સુષેણ અને એની સેના નાસતા શત્રુની પીઠને તીરના પ્રહારથી વીંધી રહ્યાં. તરત ભરતદેવે કહ્યું : “સુષેણ ! ધન્ય છે તને ! હવે પ્રાણ બચાવવા નાસી છૂટતા મ્લેચ્છોને નાસી છૂટવા દે ! પ્રાણ સહુ કોઈને પ્રિય હોય છે !” મહારાજ ! આ લોકો વંચક છે, વિશ્વાસઘાતી છે, પીઠ પાછળ ઘા કરવાની નીતિમાં માનનારા છે. અહીં દયાની જરૂર નથી.' અહીં જ દયાની જરૂર છે. એ ગમે તેવા હો ! જો એ એમની નીતિ ન છોડે, તો આપણે આપણી નીતિ કાં છોડવી ? બિલ્લી ધૃતપાત્ર એક વાર ઢોળી શકે છે, દરેક વાર નહિ, એમને મારીને મુક્ત નથી કરવા, તેઓને પણ બને તો ઋષભ શાસન આપવું છે.” જેવી સ્વામીની આજ્ઞા !” સ્વામીની શાસન-પ્રીતિને સુષેણ વંદી રહ્યો ! અલબત્ત, એને મ્લેચ્છ લોકો તરફ અંતરમાં ભારે તિરસ્કાર જાગ્યો હતો. એણે કહ્યું : “મહારાજ ! કયાંક શાસનના મોહમાં શિરનો સોદો ન થાય તે જોશો !' જવાબમાં ભરતદેવ જાણે પ્લેચ્છોને કંઈ ન ગણતા હોય તેમ હસ્યા. થોડીએક પળોમાં તીડનાં ટોળાં જેવા પ્લેચ્છો અદૃશ્ય થઈ ગયા. ફક્ત તેમણે વેરેલો વિનાશ, સર્જેલી અવ્યવસ્થા ને અંગે અંગે ક્ષતવિક્ષત થયેલ સુષેણ ને કુવલયાપીડ બાકી રહી ગયાં. આખી રાત સેનાએ સુવ્યવસ્થિત થવામાં ગાળી. હવે તેઓ ગમે તેવા વંચક ને વિશ્વાસઘાતીઓનો સહેલાઈથી સામનો કરી શકે તેટલા સુસજ્જ થઈ ગયા હતા. સુષેણ વિશેષ જખમી થયો હતો. કુવલયા ડ પણ હવે ખડો રહી શકતો નહોતો. બંનેએ બિછાનાં પાથર્યા. તમિત્રાનાં દ્વાર ૧૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કસોટી ભરતસેના ઉત્તરાપથના પ્રદેશને અવગાહીને દિવસો સુધી પડી રહી. સહુના અંતરમાં એકમાત્ર ઝંખના હતી કે ફરી એકાદ વાર આ દુર્મદ લોકો સાથે સામનો કરવાની તક મળે, ને એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈએ ! પણ એ ઇચ્છા જ રહી ! દિવસો એક પછી એક પાણીના પૂરની જેમ પસાર થતા ચાલ્યા. પણ દુર્મદ લોકોનું એક બાળક પણ નજરે ન પડ્યું! જાણે સાપ તો ગયો તે ગયો, પણ સાથે લિસોટોય લેતો ગયો ! એમ ને એમ દિવસો પસાર થવા લાગ્યા. દૂર દૂર હિમાવાન પર્વતનાં શિખરો દેખાતાં હતાં. હવે સેનાને આગળ વધવાનો સમય નજીકમાં હતો. છેલ્લા યુદ્ધમાં સેનાપતિ સુષેણ ઠીક ઠીક ઘવાયો હતો. કુવલયાપીડ અશ્વ પણ ધારી રીતે સાજો થતો નહોતો. પણ સેનાપતિ સુષેણે અને એના આ પ્રિય અશ્વે છેલ્લા યુદ્ધમાં અપૂર્વ નામના મેળવી હતી. ભગવાન ઋષભદેવના શબ્દો સહુ યાદ કરી રહ્યા હતા કે પશુને પણ પ્રેમથી પાળો તો પેટના દીકરા કરતાં વધુ કામ કરે ! વાત સાચી ઠરી હતી. કુવલયાપીડ અશ્વે એ કરી બતાવ્યું હતું. ઊપડવાની અવધિ નજીકમાં હતી, ડેરાતંબૂ વીંટાતા હતા, ત્યાં એકાએક આકાશમાં વાદળો દેખાયાં. વર્ષા ઋતુ હજી દૂર હતી, પણ આકાશમાં કાળમુખ મેઘના થરના થર ખડકાવા લાગ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવે પોતાના ઉત્તુંગ આવાસના ઝરૂખે આવી સૃષ્ટિનું આ નવમેઘમંડાણ નીરખ્યું, ઠંડી ઠંડી પવન-લહ૨ીઓનો આસ્વાદ લીધો ને મંત્રીરાજને કહ્યું : ‘આ દેશનાં ઋતુચક્ર પણ અજબ લાગે છે !’ મહારાજ ! બાર બાર યોજને પૃથ્વી નવા અણુપરમાણુ ધરે છે. મેઘ ભારે વેગથી એકત્ર થઈ રહ્યા છે ! વૃષ્ટિ થાય તો ના નહિ. પંખી પણ માળા શોધી રહ્યાં છે.’ ઋતુ ઋતુનું કામ કર્યે જશે. ઉષ્ણતાથી કંટાળેલા આપણને આ નવા મેઘ શાન્તિ અર્પે છે; પણ ચિંતા એટલી છે કે સેનાપતિ સુષેણના જખમ પર આ હવા વિપરીત અસર કરશે. ચાલો, એને વિશેષ સાવધાન રહેવા સૂચવીએ !’ મહારાજ અને મંત્રી બંને સુષેણના આવાસ તરફ જવા સજ્જ થયા. પણ એટલામાં તો ભયંકર ગડેડાટ કરતી મેઘગર્જના થઈ, જાણે આકાશના કટકા થઈ ગયા, અને ધરતી ને આભને વીંધવા વીજળી હીંચકા ખાઈ રહી. મંત્રીએ દ્વારની બહાર પગ મૂકતા મહારાજને અંદર ખેંચી લીધા, ને કહ્યું ઃ મહારાજ ! ઋતુ અનુકૂલ થવા દો. તોફાન આવવાની આ બધી આગાહીઓ છે. થોડી વાર થોભી જઈએ.’ ફરી આકાશી ઢોલ ૫૨ મેઘની દાંડીઓ ગાજી, ને પ્રલયસુંદરી જાણે વીજળીનું રૂપ ધરી પૃથ્વી પર ઊતરી આવી. ભારે ધડાકા સાથે નજીકના પહાડનું શિખર ચિરાયું, ને એમાંથી ઊનો ઊનો પાણીનો ધોધ વહી નીકળ્યો. દક્ષિણ ભાગની સેના એકાએક એ પાણીથી તરબોળ થઈ ગઈ. એની સાધનસામગ્રી જલના નવપ્રવાહ સાથે ક્યાંની ક્યાં વહી ગઈ ! અને આટલું અધૂરું હોય એમ પ્રચંડ મેઘમુખ ને કાલમુખ વાદળોના જથ્થાના જથ્થા આવીને આકાશમાં ખડકાઈ ગયા. આ ઘટાટોપે સૂર્યને ઢાંકી દીધો. દિશાઓ પર અંધકારની ચાદરો વીંટળાઈ વળી. ઘન-તાંડવ ચાલતું જ રહ્યું ને પ્રત્યેક પળે ઘટવાને બદલે વધતું રહ્યું. આ તાંડવથી ભડકીને અશ્વો ખીલા સાથે મોં પછાડવા લાગ્યા, ગજરત્નો મોંમાં સૂંઢ નાખીને બેસી ગયા. પાર્વતીય વર્ષાનો વેગ અજબ હોય છે. થોડી વારે ઝંઝાવાત શરૂ થયો. તમાલ-લતાઓ તલવારની જેમ વીંઝાવા લાગી. નાળિયેરીઓ કડાકા સાથે ભૂમિશરણ થવા લાગી. ઝંઝાવાત ધીરે ધીરે કસોટી : ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ વધ્યો, ને સૈનિકોના આવાસો વૃક્ષનાં પત્રોની જેમ આકાશમાં ઊડવા લાગ્યા. સૈનિકો નિરાધાર થઈને ઊભા રહ્યા. પ્રારંભમાં ગ્રીષ્મથી કંટાળેલા સૈનિકો કુદરતના આ તાંડવને કંઈક હર્ષથી વધાવી રહ્યા. હમણાં તોફાન શમી જશે, એવી અપેક્ષા રાખી કેટલાક ગિરિકંદરામાં તો કોઈ પાસેની વનકુંજોમાં જઈ ભરાઈ બેઠા. કોઈકે બંસી કે મેઘમલાર છેડી દૂર દૂર રહેલી પ્રિયતમાને યાદ કરવા માંડી ! વર્ષા તો વિજોગીને સહયોગી કરનારી ઋતુ ખરી ને ! થોડી વારે ઝંઝાવાતના પ્રલયગીત સાથે મુશળધાર વૃષ્ટિ શરૂ થઈ. ભયંકર ગર્જનાઓ, પાતાળ ભેદતા ઉલ્કાપાતો, માણસ જેવા માણસને પાંદડાની જેમ ઉડાડી મૂકતા વાવંટોળો. આ બધી આકાશી સેના સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ભરતદેવ મંત્રી સાથે વરસાદ થંભી જવાની રાહ જોતા જ બેઠા. પણ કુદરત જળદેવને વધુ અધીન બનતી ચાલી. પૃથ્વી પર જળઘ ઊભરાવા લાગ્યા અને ડુંગરાઓ પરથી નીચે ધસી આવીને સેનાના બાકી રહેલા આવાસોને ખેંચી ગયા. પર્વતની ખીણોમાં ઊભરાયેલાં પાણી મહાસાગર બનીને જરા આઘાપાછા થતા ગજ અને અશ્વને આખા ને આખા ગળી જવા લાગ્યાં. પર્વતના આ પ્રદેશોમાં ઠેરઠેર પાણી જામવા લાગ્યાં. પૃથ્વી આખી જળબંબાકાર થઈ ગઈ. થળને જળ માનીને સર્પો, મગરો, જળહાથીઓ એ તરફ આવવા લાગ્યા. છતાં સેનાને હૈયે આ પ્રકૃતિ-ખેલ સામે ધરપત હતી : દરેક ઋતુને ઋતુના ધર્મ છે, હમણાં વાદળ વરસીને ખાલી થઈ જશે. પર્વતનાં પાણીને વહી જતાં શી વાર ? ઘન, ગોવન, ડુંગરા પાન વ૬ ના જિનમેં— થોડી વાર સમાલી લઈએ ! પણ એ આશા ઠગારી નીવડી. પરિસ્થિતિ ઉત્તરોત્તર વિશેષ ખરાબ બનતી ચાલી. વાદળોનો ઘટાટોપ વિશેષ જામવા લાગ્યો. વીજળી કાળજાં તોડી નાખવા લાગી. ગર્જના કાન ફાડી નાખવા લાગી. પહાડ જેવા કાળમેઘ આકાશને ઘેરી વળ્યા. વરસાદ હવે હેલી માંડી. પર્વતનાં પાણી, જે જલદી વહી જવાં જોઈએ, એ જાણે કોઈએ આડી પાળ બાંધીને રોકયાં હોય તેમ ત્યાં જ સેનાના પડાવની જગ્યાએ જમા થવા લાગ્યાં. હાથી ને ઘોડા આકંઠ ડૂબી ગયા. શસ્ત્રાસ્ત્રનું કંઈ ઠેકાણું ન રહ્યું! ખાદ્યસામગ્રી ક્યાં વહી ગઈ એનો પણ પત્તો ન રહ્યો. ૧૨૪ ચક્રવર્તી ભરતદેવ Page #140 -------------------------------------------------------------------------- ________________ કૂદકે ને ભૂસકે વધતાં પાણીથી બચવા સૈનિકો ઊંચાણવાળા સ્થળે જઈ જઈને બેસવા લાગ્યા, પણ જાણે પાણી પ્રતિસ્પર્ધા કરી રહ્યાં ન હોય તેમ વધી વધીને ત્યાં સુધી પહોંચવા લાગ્યાં ! સર્વત્ર હાહાકાર વર્તી ગયો. એક આખો દિવસ ભયંકર હેલીમાં વ્યતીત થયો. સૂર્ય તદ્દન ઢંકાઈ ગયો હતો. મુશળધારે વરસતી મેઘલીરાત કાઢવી દોહ્યલી થઈ રહી. મણિરત્ને એ અંધકારને ભેદવા સતત પ્રયત્ન કર્યો. બીજો દિવસ પણ એ જ રીતે પસાર થયો. હવે તો હિમાળાના વાયરા શરૂ થયા હતા. સૈનિકોના ખુલ્લા બદનની ચામડી ઉનાળે તરડાયેલા નદીના કાંપની જેમ તરડાઈ ગઈ ! ચક્રવર્તી ભરતદેવ અધીરા બની ગયા. પોતાના દ્વિતીય પ્રાણ જેવી સેનાને સ્વલ્પ સમયમાં પણ ખૂબ સહન કરવાનું આવ્યું હતું ! એમણે શંખ ગ્રહ્યો ને મહારવપૂર્વક બજાવ્યો. મેઘનાં નગારા પર પડતી ડાંડી જેવી ગર્જનાઓ સાથે મળીને એ શરણાઈનું રૂપ ધરી રહ્યો. એ સ્વરની ક્રૂર મશ્કરી કરવા માટે જ ન હોય તેમ, પહાડની શિલાઓ પાછળથી ક્રૂર મશ્કરી કરતું કોઈકનું અટ્ટહાસ્ય સંભળાયું. અટ્ટહાસ્યની સાથે પહાડ પરથી એક મોટું શિખર જુદું થઈને ભયંકર કડાકા સાથે નીચે તૂટી પડ્યું. પાણી વધતું જ ચાલ્યું હતું. હવે એ વહી જવાને બદલે ચારે તરફ એકત્ર થઈને કોઈ સરોવરમાં ઠલવાય એમ પડાવના મેદાનમાં ચારે તરફથી ઠલવાઈ રહ્યું. હાથી ને ઘોડા, જે નીચાણવાળા ભાગમાં હતા, તેઓ ધીરે ધીરે પાણીમાં ડૂબવા લાગ્યા. અલ્પ સમય પૂરતું આ તોફાન હોત તો બહાદુર પ્રાણીઓ જળમાં તરી લેત, પણ રાત ને દિવસ ત૨તા રહેવું અશક્ય હતું. ધીરે ધીરે થાકીને તેઓ જળશરણ થતા ને યમશરણે પહોંચી જતા. પોતાનાં પ્રાણીઓનો આ સંહાર ભરતદેવ જોઈ ન શક્યા ! તેઓ વ્યગ્ર બનીને આ બાજુથી પેલી બાજુ ઘૂમવા લાગ્યા; મનમાં ને મનમાં કોઈ મહાન સંકલ્પબળ એકત્ર કરી રહ્યા. એ વખતે એક મોટી ચર્મનૌકામાં બેસીને નવા સેનાપતિ જયકુમાર ઉતાવળે ઉતાવળે આવતા દેખાયા. એમણે ચર્મરત્નને પોતાની કામગીરી બજાવવા હાકલ કરી, પણ સૈન્ય નાનું નહોતું. ચક્રવર્તીની અજોડ ને અમાપ સેના માટે ચર્મનૌકાઓ પૂરી પાડવી, એ કપરી કસોટી હતી. પણ જયકુમારે જેટલી હતી એટલી ચર્મનોકાઓ જળ પર તરતી મૂકી ને છત્રરત્નને એના પર છત્ર મૂકવાનો આદેશ આપ્યો. કસોટી * ૧૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ થોડી વારે એક બંધ નૌકામાં સેનાપતિ સુષેણ પણ આવતા દેખાયા. તેઓ આ વ્યથાની સામે પોતાના દેહની વ્યથાને જાણે સાવ ભૂલી ગયા હતા ! ભરતસેનાનું દુઃખ એમને વ્યાકુલ કરી રહ્યું હતું. એમનું અંગેઅંગ હજી ક્ષત-વિક્ષત હતું, પણ એમનો ઉત્સાહ અજબ હતો. એ ઉત્સાહ સેનામાં પ્રાણ પૂર્યો. ચર્મરત્ન ને છત્રરત્નની સેનામાં સહુ જોડાઈ ગયાં. જોતજોતામાં પાણીના પટ પર ચર્મનૌકાઓ પથરાઈ ગઈ. આખી સેના પાણી પર બાંધેલાં નૌકાઘરોમાં ચઢી ગઈ, ને તરવા લાગી. મેઘ તો હજી પણ દેકારો બોલાવતા વરસી જ રહ્યા હતા, પણ છત્રરત્ન કમર કસીને ચર્મનૌકાઓ પર પોતાના માંડવા ખડા કરી દીધા હતા. વરસતું પાણી છત પર થઈને નીચે ઢળી જવા લાગ્યું. બબે ત્રણ ત્રણ દિવસના ભીંજાયેલા, ભૂખ્યાતરસ્યા સૈનિકો હવે કંઈક સ્વસ્થ થતા લાગ્યા. પણ મેઘનું તાંડવ તો અવિરત ચાલુ જ હતું. ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ થયા પણ એ શમ્યું નહિ; હવે જાણે એ કદી શમશે જ નહિ! એ શમવાનાં કોઈ ચિહ્ન દૃષ્ટિગોચર થતાં નહોતાં ! જાણે અનન્તકાલીન આ મેઘવર્ષા હતી. સેનાને તો ચર્મરત્ન ને છત્રરને ઉગારી લીધી, પણ પેટનાં પુત્ર જેવાં પશુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. મહારાજ ભરતદેવનો કોપાનલ ધીરે ધીરે જાગતો હતો. ભયંકર નિશ્ચલતાથી બિડાયેલા એમના હોઠ જોઈને કોઈની વાત કરવાની પણ હિંમત ચાલે તેમ નહોતી. સેનાને ઉગારવાના દિવસો સુધીના સતત પ્રયત્નોથી ફરી બિછાના પર પટકાયેલા સુષેણનો જીવનદીપ અસ્તાચળની પ્રભા દાખવતો હતો. અને એ સમાચાર ભરતદેવને માટે અસહ્ય હતા. સુષેણને કંઈ થાય તો એમનો દિગ્વિજય કોડીની કિંમતનો બની જાય ! - સેનાપતિ સુષેણ સ્વામીનો પ્રેમ જાણતો હતો. એણે કહેવરાવ્યું હતું કે સ્વામી વગર બોલાવ્યા ન આવે, મને સારું છે. સ્વામીની વિષાદભરી મુખમુદ્રા જોઈશ તો મોત મને વહેલું ઘેરી લેશે. મહામંત્રી ભલે આવે ને સમાચાર લઈ જાય. મહામંત્રી હમણાં સેનાપતિની મુલાકાત લઈને જ ચાલ્યા આવતા હતા. તેમણે બીજા વર્તમાન તો ઠીક આપ્યા, પણ એટલું ઉમેર્યું કે જો હવે વરસાદ બંધ ન રહે તો વકરેલા ઘા સુધરવા સહેલ નથી ! અને તો એ નિશ્ચિત છે કે વૈતાઢય ૧૨૮ ચક્રવર્તી ભરતદેવ Page #142 -------------------------------------------------------------------------- ________________ પર્વતની ગિરિમાળને ચરણે સેનાપતિરત્નનો આપણે મહામોંઘો બિલ ધરવો પડશે.’ અને વર્ષા થંભવાની તો કોઈ નિશાની નજરે પડતી નથી!” ભરતદેવે ઘનઘોર આકાશ તરફ જોતાં કહ્યું. વર્ષાની પણ ચિંતા નથી. જો એનાં પાણીને ક્યાંક માર્ગ મળે ને અહીં સંચય થવાને બદલે બીજે રસ્તે સરી જાય, તોપણ ઘણી રાહત રહે ! આજે તો આખી સેનાનું ભાવિ ચર્મરત્ન ને છત્રરત્ને રચેલા આ નવા બ્રહ્માંડ પર જ અવલંબે છે,’ મહામંત્રીએ કહ્યું. એ વખતે અચાનક અટ્ટહાસ્ય સંભળાયું. વાદળોમાં પડઘા પાડતું, પહાડોમાં ગર્જારવ કરતું એ હાસ્ય સમસ્ત પાર્વતીય પ્રદેશ પર બિભીષિકા પાથરી રહ્યું. કાચાપોચાનાં કાળજાં થરથરી ગયાં ભરતદેવ ને મંત્રીરાજ પણ ચમકી ઊઠ્યા ! મંત્રીરાજ, આ અટ્ટહાસ્ય સાંભળ્યું ?” ‘હા દેવ ! આ છ દિવસોમાં એક વાર નહિ, અનેક વાર સાંભળ્યું. કયાંથી આવે છે, એની શોધ કરી પણ પત્તો ન લાગ્યો. કોણ કરે છે, એ જાણવા મથ્યા, પણ પ્રયત્ન મિથ્યા થયો. આ ભયંકર, રોમરોમ કંપાવતું, અનિષ્ટના પડછંદા પાડતું વિકરાળ અટ્ટહાસ્ય સેનાની અર્ધી હિંમત હણી નાખે છે. મને તો અમાં કંઈક વહેમ પડે છે. પણ તમે મને વહેમી કહેશો એટલે બોલતો નથી!” ‘કહો, મંત્રીરાજ ! કહેવાનો તમારો ધર્મ છે. હું ગમે તેમ કહું, પણ કહેવાનો તમારો ધર્મ તમે ન ચૂકશો. હું તો કંઈ જ નથી. જે છો તે તો તમે બધા જ છો ! પાંખ વિનાનાં પંખીની શી કિંમત !' આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતે કંઈ ન કરી શક્યા, એવી અસહાયતાની વ્યથા ભરતદેવના શબ્દોમાં ભરી હતી. ‘હંમેશાં તમે બધાએ જાતે મરવાનું પસંદ કરીને મને જાળવ્યો છે. તો કહો, કેવો વહેમ પડે છે?” ‘કાવતરાનો.’ ‘કાવતરું ? કોણ કરે કાવતરું ?” મ્લેચ્છ લોકો ! એ લોકો ક્રૂર ને કપટી હોય છે.' તેઓની આ શક્તિ નથી.’ કસોટી * ૧૨૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ ‘તેઓએ કોઈ દેવની મદદ લીધી હોય. દેવો પણ અનેક પ્રકારના હોય છે ને ! કેટલાક માનવમાત્રના વિરોધી. કેટલાક માનવના મિત્ર ને માનવ તરફ પ્રેમભાવવાળા ! માનવવિરોધી દેવોએ આમાં સાથ આપ્યો હોય એમ લાગે છે. તેઓ બનાવટી વરસાદ વરસાવવાની હિકમત જાણતા હોય છે.' ભરતદેવ વિચારમાં પડી ગયા : અરે ! ભલભલા દેવોને નમાવનાર ને અનેક દેવોને મિત્ર માનીને ચાલનાર મને જ શું દેવો નષ્ટભ્રષ્ટ કરવા ઇચ્છે છે? ત્યાં વાદળની ગર્જનાની વચ્ચે ફરી રોમાંચક અટ્ટહાસ્ય સંભળાયું. ભલભલાનાં મોતિયાં એણે મારી નાખ્યાં. ભરતદેવનો સીનો એકદમ ખેંચાઈ ગયો. આંખમાં પ્રલયનો અગ્નિ જ્વાલા નાખી રહ્યો આકાશને ભેદવા ઊઠનાર ભાલાની જેમ અટલ નિશ્ચયમાં એમનું મસ્તક ઊંચે ઊઠી ગયું. એમણે ભયંકર શબ્દોમાં કહ્યું : મંત્રીરાજ! તમે સત્ય કહ્યું. નક્કી કોઈ દેવોએ આ ષડ્યુંત્ર રચ્યું છે. મારો સુષેણ મરણપથારીએ પડ્યો છે ને આ લોકોને આવી દુષ્ટ રમત સૂઝે છે ! હજી એમણે મારા હાથ નથી જોયા લાગતા ! દેવ હો, વિદ્યાધર હો, વ્યંતર હો, જે હો તે જાણી લે કે પૃથ્વીનો પહેલો ચક્રવર્તી ભરત એમને સસ્તા નહિ છોડે ? આ શબ્દો નહોતા, પણ પૃથ્વીને પ્રજાને તેવા ભડકા હતા. એમના પગ લોહથંભ જેવા ટટાર થઈ ગયા. હાથમાં પ્રલયંકર વેગ ભરાવા લાગ્યો. નસેનસ ફૂલી ગઈ. ભરતદેવ જાણે જ્વાળામૂર્તિ બની ગયા. ઓષ્ટ સજ્જડ રીતે બિડાયા. ગળું પર્વત જેવું કડક થયું. એમણે એક કદમ પાછું ભર્યું. એક આગળ ભર્યું. એક હાથ લંબાવ્યો ને જરા ઝૂક્યા; ઝૂકતાંની સાથે પાસે પડેલા ચક્રને હાથ પર લીધું. અને એને ધીરેથી આંચકો આપ્યો, નિશ્ચલ ચક્ર જરા ચલ બન્યું. ખણણણ કરતો ભયંકર રવ પેદા થયો. ચક્ર એક આંટો ફર્યું, બીજો આંટો ઘૂમ્યું, ને વાદળની ગર્જના સામે જાણે હજારો શેષનાગ પોતાના હૂંફાડા ફેંકી રહ્યા. ચક્રનો રવ ભયકારક રીતે વધી રહ્યો ને એની સામે ન ધારી રીતે મેઘગર્જના શિથિલ થઈ ગઈ. પડું પડું થતી વીજળી આકાશમાં થંભી ગઈ, ને પોતાના પેટાળમાં હજારો વીજળીનાં વલયો સંઘરનારું ચક્ર સન સન કરતું વેગીલું બની ઘૂમવા લાગ્યું ! ચારે તરફ પોકાર પડી રહ્યો કે જીવમાત્રનું મોત હવે જાગ્યું છે. ચક્ર આવે છે. સાવધ રહો! ૧૨૮ ચક્રવર્તી ભરતદેવ Page #144 -------------------------------------------------------------------------- ________________ ચક્ર ધીરે ધીરે ઘૂમતું ઘૂમતું એકદમ ઊછળીને ઊંચે અવકાશમાં ચઢીને નિરાધાર ઘૂમી રહ્યું. એના આરાઓ ભયંકર વેગ પકડી રહ્યા હતા. એનો અવાજ દિશાઓને ધ્રુજાવી રહ્યો હતો. આખી સેના આજે ચક્રરત્નનો પ્રયોગ નીરખી રહી. મહારાજ ભરતદેવ તો અગ્નિદેવની પ્રજાળતી પ્રભા લઈને ખડા હતા. ઊછળેલું ચક્ર ફરી ચકર ચકર ઘૂમતું એમની આંગળી પર આવી ગયું ! પ્રાણીમાત્રની જ્ઞાનેન્દ્રિયો બહેર મારી ગઈ. વાતાવરણમાં મરણ-પોકાર વ્યાપી ગયો. ચક્રે હવે પૂરો વેગ પકડ્યો હતો. એના વેગ સિવાય બીજું કંઈ કાને પડતું નહોતું. ઇંદ્રિયમાત્ર શૂન્ય બની. સહુના કાન નિરર્થક બન્યા. નેત્ર મીંચાઈ ગયાં. પગ વળી જવા લાગ્યા. હાથ જાણે નિશ્ચેતન થઈ સૂકાયેલા ઝાડની ડાળ જેવા દેહ પર લબડી રહ્યા. પૃથ્વીમાં પણ કંપ જાગ્યો. પવન તો જાણે પહેલેથી થડકારો લઈને બેઠો હતો. ‘જય ઋષભ !’ ભરતદેવના ભયંકર નિર્દોષ સાથે ચક્ર વળી અવકારામાં ઊછળ્યું. જાણે બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. જાણે આકાશ જમીનદોસ્ત થવા લાગ્યું. સન્ સન્ સન્ કરતું ચક્ર સમસ્ત અવગાહમાં ઘૂમવા લાગ્યું. એનો વેગ ને એની ઝડપ ભરતદેવની આંગળીએથી છૂટા પડ્યા પછી વિશેષ વધી ગયાં ! અને ક્રમે ક્રમે વધતાં જ ચાલ્યાં ! એ હજી એની ધરી પર વેગીલું બની ઘૂમતું હતું. નિમેષ માત્ર સમય વીત્યો, ત્યાં દિશાઓ અવાજથી, વિદિશાઓ હાહાકારથી ધ્રૂજી રહી, અરે ! પૃથ્વી, આકાશ ને પાતાળ પ્રલયના પંજામાં ઘેરાયાં. કોઈ બચાવો ! માનવ, દેવ, વ્યંતર, વિદ્યાધર કોઈ મદદે આવો ! પણ કોણ આવે ? જ્યાં સહુને પોતપોતાની પડી હોય ત્યાં પારકી પંચાત કરવા કોણ જાય ? શિખરો ફાટ્યાં. શિલાઓ ઊડી. પવન સ્થિર થઈ ગયો. પાણી જડ થઈ ગયાં. હવામાં અગ્નિઝાળ ઝગી. રે, આ તો મોત આવ્યું ! આ ચિત્કાર સાથે શિખર પરથી કેટલીક શિલાઓ ગબડતી ગબડતી નીચે આવતી દેખાઈ. શિલાઓ પર તો ચક્ર ઝપાટા બોલાવી રહ્યું હતું. પહાડના હમણાં ભુક્કા બોલ્યા સમજો ! પેલી ગબડતી શિલાઓ ભરતદેવ ઊભા હતા ત્યાંથી થોડે દૂર આવીને કસોટી * ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ થંભી ગઈ. પાષાણમાંથી માનવમૂર્તિઓ પ્રગટે એમ એ શિલાઓ આપમેળે ઊભી થઈ. જોયું તો શ્યામ દેહવાળા માનવો : બે હતા દેવ; બે હતા માનવ. ચારે દોડ્યા, ચક્રવર્તીના ચરણમાં પડીને, નમીને બોલ્યા : 'હે માનવશ્રેષ્ઠ ! તમારો ક્રોધ સંહરો !” ‘તમે કોણ છો ?” ભરતદેવના શબ્દોમાં પણ જ્વાળાઓ હતી. પગની છેલ્લી આંગળીના મારથી પણ માણસ મરી જાય એટલી શક્તિ ચક્રવર્તીના દેહમાં અત્યારે જાગી હતી. અમે કાલમુખ ને મેઘમુખ નામના દેવો છીએ. અમે આપની શક્તિ ન જાણી. હે સ્વામી! અમે હવે આપથી ખરીદાયેલા આપના દાસ છીએ ! અમને કંઈક સારું કરવાની આજ્ઞા આપો !” અને આ બે કોણ છે?’ સેનાપતિ જયકુમારે ક્રોધાવેશમાં પૂછ્યું. એનું ખડગ સાહ્યું રહેતું નહોતું. ચક્રવર્તી મહારાજ સામે ઊભા ન હોત તો, એ આટલા સવાલ-જવાબની તક આપ્યા વગર જ ખડગ ચલાવી દેત, એટલો કોપ એના દિલમાં વ્યાપી ગયો હતો. અમે આ પ્રદેશના બે પ્લેચ્છ રાજાઓ છીએ : ચિલાત ને આવર્તક !” કૂર ને કપટી મ્લેચ્છો ! રે સ્વામી ! આજ્ઞા આપો સજા કરવાની. અબઘડી એમનાં મસ્તક અલગ કરી નાખું! ન પાપી રહેશે, ન પાપ રહેશે. ધરાનો ભાર હળવો થશે.' જયકુમારનું ખડગ ચમકારા કરી રહ્યું. દિશાઓ પરથી વાદળના શ્યામ પડદા દૂર થતા હતા. દૂર દૂર સૂરજ કોર કાઢી રહ્યો હતો. આછાં અજવાળાં વચ્ચે વરસાદની ધારા પણ ધીમી પડતી હતી; ને એ બધું તો ઠીક, પણ મહાસાગર સમા બનેલા મેદાનમાંનાં જળ જાણે પૃથ્વીમાં સમાઈ જવા ચાલ્યાં હતાં. પૃથ્વી કોરી પડતી હતી. “માણસને ત્રાસ આપવો એ સાચી સજા નથી. સજામાં તો એવું શિક્ષણ હોવું ઘટે કે જેથી માણસ સુધરે. આ ચારેનો ન્યાય કાલે થશે. ચક્રવર્તીએ કહ્યું. ન્યાય જ્યારે કરવો હોય ત્યારે કરજો મહારાજ ! અમે તો આપની ચરણરજ બન્યા છીએ, આપના દ્રીત દાસ થયા છીએ. પણ કૃપા કરી આપનું ચક્ર પાછું સંહરી લો! નહિ તો આ પ્રદેશના પહાડ મૃણમય બની જશે ને માણસ પણ મૃણમય બની જશે. એ મિશ્રણમાંથી ફરી રચના દુસ્તર થશે,” બંને સ્વેચ્છ રાજાઓએ કરગરતાં કહ્યું. ૧૩૦ ચક્રવર્તી ભરતદેવ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવ થોડી વાર આત્મનિમજ્જન કરી ગયા, કેટલીક વારે એમણે નેત્રો ખોલ્યાં. જાણે એ નયનોમાંથી ગ્રીખનો આતાપ ચાલ્યો ગયો હતો ને શરદની સ્વચ્છ પ્રભા ચમકતી હતી. એમનો હાથ ઊંચો થયો. નેત્રો ચક્ર પર મીટ માંડી રહ્યાં. ચક્રવર્તીનો મનસંકેત પામી થોડી વારમાં ચક્ર આવીને એમની આંગળી પર ઘૂમવા લાગ્યું. એનો વેગ ધીરે ધીરે ઓછો થતો ચાલ્યો. પણ એના તેજે દિશાઓને જાણે આંધળી બનાવી દીધી હતી. હવે વરસાદ થંભી ગયો હતો. સાત સાત દિવસે પંખીઓ માળા છાંડી રહ્યાં હતાં. ઠંડો તીર જેવો તીક્ષ્ણ વાયુ હવે કંઈક ઉષ્માભર્યો બન્યો હતો. રાતથી ઓસરવા માંડેલું જળ હવે સાવ ઓસરી ગયું હતું. સૈનિકો ઠેકડા મારી જમીન પર કૂદી પડ્યા, ધરણીને લળી લળીને ચુંબન કરવા લાગ્યા. ધરતી માતા છે, એ વાતન મર્મ એ એ દિવસે સમજ્યા. માત્ર સાત જ દિવસો એના ખોળે બેસવા ના મળ્યું, એમાં કેટલી વ્યગ્રતા અનુભવી ! મહારાજ ભરતદેવ તરત જ સેનામાં ફરવા નીકળ્યા. એ રાત ને દિવસ ફરતા જ રહ્યા, એકેએકની ખબરઅંતર પૂછી રહ્યા. કુટુંબવત્સલતા જેવી પોતાના સ્વામીની આ વત્સલતા જોઈ બધા આપત્તિને ભૂલીને સ્વામીને અહોભાવથી વધાવી રહ્યા. ચક્રવર્તી આ સમય દરમ્યાન અનેક વાર મહાસેનાપતિ સુષેણના ખબર કાઢી આવ્યા હતા. થોડા ઋતુપરિવર્તનથી પણ એને કંઈક આસાએશ જણાતી હતી. આમ ને આમ આખો દિવસ પસાર થઈ ગયો. બીજા દિવસનું પ્રભાત પ્રગટ્યું કે સેનાપતિ જયકુમાર તરત જ પેલા બંને ગુનેગાર મ્લેચ્છ રાજાઓને લઈને ઉપસ્થિત થયા, ને ભરત-સેના સામે કાવતરું કરનારાઓને માટે પ્રાણદંડની સજાની માગણી કરી રહ્યા. પ્લેચ્છ રાજાઓએ નમ્રતાપૂર્વક કહ્યું : “જિવાડશો તો ભરતદેવની જય બોલાવીશું ને ભરત-શાસનનો પ્રચાર કરીશું. મારશો તોપણ આપની જય બોલીશું. અમે તો જીવન અને મરણ આપને ચરણે અર્પણ કરીને બેઠા છીએ.” “મહારાજ ! મ્લેચ્છો તો કૂર ને કપટી હોય છે, એ દયાને પાત્ર નથી, સેનાપતિ જયકુમારે કહ્યું. આ આપત્તિમાં બજાવેલી સેવાએ એમને ખૂબ ઊંચું માન અપાવ્યું હતું. પ્લેચ્છ રાજાઓ મસ્તક નમાવી ખડા રહ્યા : કાં જીવન, કાં મૃત્યુ – પળમાં કંઈનું કંઈ થઈ જવાનું હતું! કસોટી - ૧૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘જયકુમા૨ ! એમના મસ્તક પરથી મુગટ આંચકી લઈ, એ મુગટને લાત મારી પર્વતની ખીણમાં જ્યાં પશુઓનાં શબ પડ્યાં છે ત્યાં ફેંકી દો !’ જયકુમારથી કંઈ ન સમજાયું. એણે કહ્યું : “સ્વામી ! પણ શિક્ષા શી ?” બસ, આ જ શિક્ષા !’ ભરતદેવે શાંતિથી જવાબ વાળ્યો. આ નવજવાન યોદ્ધો અકળાઈ ઊઠ્યો. એણે કહ્યું, આ તો પ્રાણદંડને યોગ્ય વ્યક્તિઓને આપ પાઘડી બંધાવો છો ! મુગટ લાત મારીને ઉડાડી નાખવાથી, એ શું સમજવાના હતા ?' “સમજે તો ઘણું સમજવા જેવું છે. કોઈ પણ વ્યક્તિને હણવાથી આપણી હાનિ સંપૂર્ણ થતી હોય તો એ એક વાત છે; ફક્ત હણવાથી આપણા કમજો૨ મનને શાંતિ થતી હોય તો એ બીજી વાત છે. જીવનને હણતાં ખૂબ વિચાર ક૨વા જેવો છે. જે વસ્તુ આપણે આપી ન શકીએ, એ લેવાનો આપણો અધિકાર નથી. એમાં રાજપદની અશક્તિ છે, માનવસુધાર તરફની અશ્રદ્ધા છે. જીવવા દો ! એ માનહીનોને સંસારમાં હડધૂત થઈને જીવવા દો ! જીવતું મોત એમને માણવા દો ! સુધરે તો સુધરવા દો ! એમના દિલમાં ઋષભી દર્શન જાગે તો એમને ભરત-શાસનને સન્માનવા દો ?” ભરતદેવના સાગર સમ વિશાળ હૃદયને સહુ અભિનંદી રહ્યા. ૧૩૨ * ચક્રવર્તી ભરતદેવ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - સહસ્ત્ર કમલિનીઓનો એક સ્વામી પ્રલય પછીનું એક પ્રભાત ખીલતું હતું. સૃષ્ટિ નવા નવા રંગે ચમકતી હતી. સંધ્યા પોતાનાં રૂપ ઠાલવવા ને ઉષા પોતાની તેજકિરણાવલિઓ પાથરવા ફરી આવી પહોંચી હતી. પંખીઓ રંગીન પાંખો પ્રસારતાં ગાવા લાગ્યાં હતાં, ને ચિત્રવિચિત્ર રંગોવાળાં પતંગિયાં મધુ આસ્વાદવા ઠેરઠેર ભમતાં હતાં. દિશાઓ નવા રંગે ધોળાઈ રહી હતી. માર્ગો ધોવાઈને સ્વચ્છ બન્યા હતા. દૂર દૂર વહેતો સિંધુનો પ્રવાહ પ્રવાસીઓનાં નેત્રોને ઘેરા લીલા રંગે આકર્ષી રહ્યો હતો. - સાત દિવસ સેનાને એક દુઃસ્વપ્ન સમા વીત્યા. એ પ્રસંગ યાદ કરતાં સૈનિકોનાં મસ્તિષ્ક ચક્કર ખાતાં હતાં. એ પ્રસંગના યોજકો દેવ અને દુર્મદ પ્લેચ્છો પર એમને આપોઆપ રોષ પેદા થઈ જતો હતો. મનમાં સ્વાભાવિક રીતે એમ ઊગી આવતું કે, મહારાજ ભરતદેવે કુપાત્ર પર કૃપા વરસાવી; પણ સાથે સાથે ક્ષમામૂર્તિ ભરતદેવનું એ વખતનું ભવ્ય મુખ ને એ વેળાની ક્ષમા ભરી તેજસ્વી વાણી યાદ આવતાં તેઓ આપોઆપ નિર્વેરધર્મના પૂજારી બની જતા. તેઓ પરસ્પર કહેતા : જેના પિતાએ નિર્વધર્મ સ્વીકાર્યો, એનો પુત્ર એનું પાલન કરે, એ જ શોભાસ્પદ લેખાય. ભરતશાસન શત્રુનો ઉચ્છેદ કરનારું નથી, શત્રને મિત્ર કરનારું છે. એ શાસનના પેટાળમાં માનવ પ્રત્યેનો નિરવધિ પ્રેમ વહે છે. કારણ કે એ જાણે છે કે માણસ વારંવાર ભૂલ કરનારું પ્રાણી છે.” Page #149 -------------------------------------------------------------------------- ________________ સેનાની પુનર્વ્યવસ્થા કરવાનું કામ ઘણા દિવસ સુધી ચાલ્યું. અન્ય સેનાઓની જેમ ત્રાસ કે આતંક જમાવી પોતાનું કાર્ય સાધી લેનાર આ સેના નહોતી. આ તો દાન, દયા ને દેવતના સંસ્કારોનો પ્રચાર કરનાર એક ધર્મસેના હતી. વળી, આ સેના કોઈ વિજયી સેનાપતિની માત્ર કીર્તિપરાયણ ને કાંચન ભૂખી સેના પણ નહોતી, પણ એક હાલતાચાલતા આદર્શ નગરની જીવંત પ્રદર્શની હતી. એ જ્યાં છાવણી નાખતી ત્યાં આદર્શ નગરની રચના જઈ જતી, કઠોર સૈનિક જીવન એકાએક અદશ્ય થઈ જતું ને સુંવાળું નાગરિક જીવન ધબકારા લેતું અનુભવાતું. સેનાની નવવ્યવસ્થાનો ભાર નવા સેનાપતિ જયકુમાર પર પડ્યો. જૂની વ્યવસ્થા જાય ત્યારે અનિવાર્ય એવું પુનર્વિધાન આવે છે. એ પુનર્વિધાનને નવા સેનાનાયકે ખૂબ ઝડપી બનાવ્યું. એણે નવી નવી શ્રેણીઓ રચવા માંડી, કેટલીક વ્યવસ્થાઓ સુધારવા માંડી. ગજ, અશ્વ ને રથની શ્રેણીનો છેલ્લી અનરાધાર વૃષ્ટિમાં ઘણો નાશ થઈ ગયો હતો, એ રથને સમજાવવાનું, અને એ પ્રાણીઓને ફરીથી લાવવાનું કેળવવાનું ને સેનાને ઉપયોગી બનાવવાનું કામ ભારે જહેમતનું હતું. પણ વૈતાઢ્ય પર્વતે એમાં ભારે મદદ કરી. જે વૈતાઢ્ય પર્વતે એનો નાશ કરવામાં યોગ આપ્યો હતો, એણે જ એની પુનર્રચના માટે સાથ આપ્યો. એણે જ અનર્ગલ પશુધન પૂરું પાડ્યું. - પશુઓનો પ્રશ્ન આ રીતે હળવો બની રહ્યો હતો, ત્યાં એક નવો પ્રશ્ન ઊભો થયો. આ સેનાની સાથે નારી સમુદાય પ્રારંભથી જ હતો. ભરતદેવે શાસનપ્રચાર માટે એને પણ સાથે લેવાની આજ્ઞા કરી હતી. એ નારી સમુદાયમાં બે ભાગ હતા : એક સેનાજીવન જીવતો અને બીજો કૌટુંબિક જીવન જીવતો. નારીસેના મુખ્યત્વે રથસંચાલન ને ધનુર્ધરનું કાર્ય સુચારુ રીતે સંપાદન કરતી. અને કુટુંબ-પ્રિય સ્ત્રીઓ લગ્નજીવન માણતી. માર્ગમાં પણ વિજિત પ્રદેશોમાં લગ્ન સંબંધો દ્વારા લોહીની સગાઈ સાધવા ભરતદેવની અનુમતિ હતી. આ લોહીની સગાઈએ આજ પર્યંતના દિગ્વિજયોમાં સુંદર સાથ આપ્યો હતો. જીતેલા પ્રદેશોમાં સંબંધો એટલા ઝડપથી વણાઈ જતા કે તદ્દેશીય અભિમાન સાવ શાન્ત થઈ જતું. કોઈ પોતાની જાતને ભરત-શાસનથી અલગ પાડવાનો વિચાર કરતું, તો કાં તો એની માતા ભિન્ન જાતિની નીકળતી કે એની પત્ની જુદી જાતની નીકળી આવતી. ઘરના કલહ સામે બહારનો કલહ ૧૩૪ ચક્રવર્તી ભરતદેવ Page #150 -------------------------------------------------------------------------- ________________ શાન્ત થઈ જતો. આ રીતે જાતીય અભિમાન ભરત-શાસન સામે બળવો પોકારી ન શકતું, બલ્કે એની મોહિનીમાં લપટાઈ જતું. આમ, લોહીની સગાઈ અને સ્ત્રીઓ દ્વારા કેટલાએક પ્રશ્નો હલ થયા, ત્યારે એકાએક એક નવો પ્રશ્ન ખડો થયો : ભારતી સેના સાથેની સ્ત્રીઓમાં એક મોટું જૂથ એવું નીકળી આવ્યું, કે જે ઘરબાર છોડી સેના સાથે જોડાયું જરૂ૨ હતું, સેનામાં જ વસતું હતું, સેનાનું જ કાર્ય કરતું હતું, છતાં પણ સેનાના કોઈ પણ પુરુષના સહચારમાં આવતું નહોતું, બલ્કે પોતાનો કાર્યપ્રદેશ પણ સ્વતંત્ર રચતું હતું. એ નવા લગ્ન માટે તૈયાર નહોતું, લડાઈ ત૨ફ પણ એને ભારે અરુચિ હતી. સેનાપતિ જયકુમારને આ વાતનું આશ્ચર્ય થાય એ સ્વાભવિક હતું. એણે લગ્ન અથવા લડાઈ, બેમાંથી એક પણ કાર્ય માટે ઉત્સાહ ન બતાવનાર આ નારીજૂથને ટાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો. સેના સાથે એ નિરર્થક બોજો હતો, એમ એને લાગતું. એણે જૂના જોગી જેવા મહાસેનાપતિ સુષેણની આ અંગે સલાહ લીધી. આ જૂથ ઘણું મોટું હતું, અને એ દૂર થાય તો સેનાનો બોજ ઘણો હળવો થાય એમ પણ એણે કહ્યું, પણ સુષેણનો એ વિષેનો અનુભવ સાંભળીને નવા સેનાપતિ આશ્ચર્યમુગ્ધ બની ગયા. ઋષભી જમાનાના યોદ્ધા સુષેણને પણ પ્રારંભમાં તો સ્ત્રીઓનું આ જૂથ વિચિત્ર લાગ્યું હતું. એને થતું કે જ્યારે માનવ-સંખ્યાની જરૂર હોય ત્યારે આ માનવ-ફળને ઉત્પન્ન કરનાર કલ્પતરુઓ શા માટે અફળ રહે ! લગ્ન પણ યુદ્ધ જેટલું જ કાર્યસાધક હતું, બલ્કે યુદ્ધમાં તો કંઈ ભય જેવું રહેતું, પણ લગ્નમાં તો નિર્ભેળ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ વહેતો. આટલું મોટું જૂથ જો મનપસંદ પુરુષોનો સહયોગ સાધે તો શાસન પ્રચારમાં ભારે વેગ આવે. પણ આ જૂથ પુરુષો તરફ તિરસ્કાર જ દાખવતું, ત્યાં બીજું શું થાય ? એના મનમાં આ પ્રશ્ન વારંવા૨ ઘોળાયા કરતો. એક વાર એણે આવી બધી સ્ત્રીઓને એકત્ર કરી. એ સ્ત્રીઓમાં સામાન્ય લોક-પુત્રીઓ સાથે અસામાન્ય રાજ-પુત્રીઓ પણ હતી, ને દિવ્ય અંગનાઓ પણ હતી. સહુની મત્ત જુવાની હેલે ચઢી હતી, ને રસસાગરમાં બધી નિર્મગ્ન હતી. સૌંદર્યના આ ભંડારમાં સેનાપતિ સુષેણે એકને જુઓ ને બીજાને ભૂલો એવાં અદ્ભુત રત્નો જોયાં. અરે, આવો રૂપરાશિ તો પૃથ્વી પર કેવાં રૂપવાન સહસ્ર કમલિનીઓનો એક સ્વામી * ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ બાળકો જન્માવી શકે ! અંધારી સૃષ્ટિમાં અજવાળાં રેલાવી શકે ! સૌંદર્ય માટે ઝંખતી સૃષ્ટિને આ સ્ત્રીરત્નો જ પોતાની કૂખેથી અન્ય અમૂલખ રત્નો પેદા કરીને સૌંદર્યથી ઝળાંહળાં કરી મૂકે ! પણ જ્યાં આમ્રવૃક્ષો અફળ રહેતાં હોય ને બાવળનાં વૃક્ષ ફળ દેતાં હોય, ત્યાં મનહર આમ્રફળોની આશા જ ક્યાંથી ૨ખાય? સેનાપતિ સુષેણે એ સર્વને એક દિવસે : પૂછ્યું : ‘તમે પુરુષોથી અસહકાર કેમ આદર્યો છે ? કોણે કહ્યું?” એક રાજકુમારીએ જવાબ આપ્યો. હું કહું છું, તમારી પરિચર્યા કહે છે, તમારું વર્તન કહે છે. તમને પુરુષો દીઠા ગમતા નથી !' ‘સાવ અસત્ય વાત સેનાપતિજી ! તમારી વાત સાવ ખોટી છે !” કેવી રીતે ? સેનાપતિએ ખુલાસો માગ્યો. ‘અમારા મનોમંદિરમાં પુરુષ જ વસે છે. કોઈ પણ સ્ત્રીના મનોમંદિરમાં એ જ હોય – જેમ પુરુષના મનોમંદિરમાં સ્ત્રી હોય તેમ. અને એમ ન હોય તો સમજવું કે પુરુષ પુરુષ નથી, સ્ત્રી સ્ત્રી નથી. અમે સ્ત્રીઓ છીએ. અમે નિશદિન અમારા ઇષ્ટ પુરુષને જ ઈશ્વરની જેમ ભજીએ છીએ; એના નામમાં જ તન્મય થઈને રહીએ છીએ. અરે, અમારી આંખોની પૂતળીમાં એ નાચે છે. અમારી ભુજાઓને પકડીને એ અમને સદા વનવિહારે લઈ જાય છે !” બોલનારીની આંખો વાત કરતાં તો ઘેનમાં અડધી મીંચાઈ ગઈ. એ કોઈ અગમ્ય રસસૃષ્ટિમાં પ્રવેશી ગઈ હોય તેમ મૂંગી બની માત્ર હોઠ ફફડાવી રહી. સુષેણ આશ્ચર્યથી આ સ્ત્રીને જોઈ રહ્યો, ત્યાં એક નવકિસલય જેવી ષોડશી સુંદરીએ વાત ઉપાડી લીધી : થોડા દિવસો પહેલાંની વાત છે. મનોમંદિરના એ દેવે અમને સિંધુને કાંઠે જળવિહારમાં ખેંચ્યાં. શું વિહાર કરાવ્યો, શું આનંદસાગર લહેરાવ્યો ! આજ પણ એ પ્રસંગ અમારા સ્મૃતિપંથે ચઢતાં રોમરાજ હર્ષથી નાચી રહે છે. હાય રે ! આ આનંદની અનુભૂતિમાં તો મરવુંય મીઠું લાગે !' નગરકન્યકા બોલતી બોલતી જાણે દિગંતમાં કોઈને નીરખી રહી. એ સ્થળ-કાળ ભૂલી ગઈ ને અન્યમનસ્ક બની દિવાસ્વપ્ન દેખી રહી. એની વાતને વળી એક બીજી સુંદરીએ ઝડપી લીધી : ૧૩૬ ચક્રવર્તી ભરતદેવ Page #152 -------------------------------------------------------------------------- ________________ અરે ! એ રસિયાએ તો અમને પ્રારંભમાં ખૂબ લાડ લડાવ્યા. હેમંતની હૂંફાળી રાતોમાં અમારો એ રસિયો રોજ સ્વપ્નમાધુરી લઈ આવતો. અગ્નિનો મધુરો તાપ અમને એની સોડ પાસે નિરર્થક લાગતો. દેવવારુણીની ઉષ્મા એની અંગઉષ્મા પાસે અમે સાવ ભૂલી ગયેલાં. અમે આખી રાત એકબીજાની સોડમાં ભરાઈ વાતો કરતાં. અમારી વાતો ન ખૂટતી ને રાતો ખૂટી જતી; અને અળખામણી ઉષાનાં પગલાં પડતાં ! એ પગલાંની સાથે એ રસિયાનાં પગલાં પણ ફરી જતાં !' સોંદર્યઝરણ સમી વાત કરનારી સુંદરી જાણે એનો પતિ હમણાં જ એને વિછોડીને ચાલ્યો ગયો હોય ને એ રસતરસી ઝરતી રહી ગઈ હોય, એમ ખેદમાં ડૂબી ગઈ ! ‘તમે પુરુષો ઉષાના દર્શનને અનેક રીતે વખાણો છો. એ જ તમારી ઉષા અમને પતિવિરહને કારણે આંખમાં પડેલા કણા જેવી અળખામણી લાગે છે. અમે તો સંધ્યાદેવીને રોજ નૈવેદ્ય ને ધૂપથી પૂજીએ છીએ. સલૂણી સંધ્યા અમારા સ્વામીને અમારી સમીપ ખેંચી લાવે છે, સંયોગ સુખ આપે છે. તે તમારી લાડકી ઉષા અમને રોવરાવે છે. એનું પહેલું કિરણ પૃથ્વી પર રમવા આવ્યું કે અમારો સાહ્યબો અમારી સાથેની રમત છાંડી દે છે. લીંબુની ફાડ જેવાં મોટાં નયનોવાળી એક કિશોરીએ કટિભંગ કરતાં કહ્યું. ‘તમે બધી પ્રેમદીવાની લાગો છો ! જો પુરુષો તમને આટલા પ્રિય હોય તો પછી અમારી ફરિયાદનું લેશ પણ કારણ ન રહે અને તમારી સંખ્યા પણ કંઈ સાધારણ નથી. ને એટલી મોટી સંખ્યામાં તો શું, એક પણ પુરુષને મેં અહી આવતો-જતો જોયો નથી ! તમારા તરફથી કોઈને નિમંત્રણ મળ્યું હોય તેવું પણ અમે જાણ્યું નથી. તમે વિનોદ કે હાસ્યના કોઈ પ્રસંગે એકત્રિત થયેલ પુરુષોનાં મોં સામે રાગભરી દૃષ્ટિ ફેંકવા પણ તૈયાર હોતાં નથી ! બલ્ક એવી ફરિયાદ છે, કે તેઓના તરફ તમે ખૂંચે તેવી ઉપેક્ષાવૃત્તિ દાખવો છો !” સુષેણે પોતાની શંકા ને ફરિયાદ વ્યક્ત કરતાં કહ્યું. એના શબ્દોમાં આછો ઉપાલંભ પણ ભર્યો હતો. “સાચું કહ્યું? અમને તમે જે વિશેષણ આપ્યું તે યોગ્ય છે !” એક યુવતીએ કહ્યું, “અમે પ્રેમદીવાની છીએ. અને તમને જાણીને આશ્ચર્ય થશે – એક દિવસ અમને પણ જાણીને આશ્ચર્ય થયું હતું કે અમારા સહુનો સ્વામી એક જ નરપુંગવ છે ! અનેક સુંદરીઓનો એ એક જ સ્વામી – હજાર કમલિનીઓને કિલ્લોલ કરાવનાર માત્ર એક રસરાજ સૂર્યદેવ છે તેમ !' સહસ કમલિનીઓનો એક સ્વામી ૧૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ અજબ ! જો આ તમારી વાત સત્ય હોય તો ખરેખર, એ પુરુષ અદ્ભુત હોવો જોઈએ.” અમે પણ, અમ સહુનો અંતર્યામી એ એક જ પુરુષશ્રેષ્ઠ છે, એ વાતને સાચી માનતાં નહોતાં. મૂંગો માણસ મિષ્ટાન્ન ખાય ને મનમાં ને મનમાં એની લહેજત માણે, એમ જ્યારથી અમે એ પુરુષને રણાંગણે સૂર્યદેવ સમો રાજતો જોયો ત્યારથી અમને એ પુરુષની મોહિની લાગી, ને ગૃહાંગણ-સગાંવહાલાં સહુ છાંડી અમે એની પાછળ નીકળી પડી. ત્યારથી કમળ ને ભ્રમરની પ્રીત અમે જીવવા લાગ્યાં.' રસિક નારી વાત કરતાં આનંદસમાધિ અનુભવી રહી. થોડી વારે એ આગળ બોલી : ‘દિવસે ભ્રમર ભલે ગમે ત્યાં ભમે, રાતે તો કમળની કેદમાં આવ્યા વિના ન જ રહે; આમ, પ્રેમનો આસ્વાદ અમે અંતરમાં જ છુપાવી બેઠાં હતાં. પ્રેમના વિષયમાં સ્ત્રી જેવું ઊંચા મનવાળું કોઈ બીજું કોઈ પ્રાણી નથી. પોતાનું સુખ અન્ય સમક્ષ પ્રગટ કરતાં અનુભૂત સુખથી પણ વધુ સુખાનંદ પ્રાપ્ત થાય છે. એક ઘેલીએ રોજ રાતે પોતાની સાથે રમવા આવતા પોતાના રસિયાની વાત પોતાના જેવી બીજી એક પ્રેમદીવાની સખીને કરી. વાત જો રસભરી હોય તો કહેનારને કહેતાં તૃપ્તિ થતી નથી, શ્રવણ કરનારને શ્રવણ કરતાં તૃપ્તિ થતી નથી! એ રસિયણે પોતાના રસિયાનાં અંગોપાંગનું કવિત્વભરી બાનીમાં વર્ણન કર્યું, હાવભાવની રજેરજની ચર્ચા કરી, વાર્તાવિનોદના પ્રકારની સર્વ વિશેષતાઓ કહી સંભળાવી.' વળી વાત કરનારી થોભી. એનું અંતર એમ ને એમ ઓળઘોળ થતું હતું. થોડી વારે એ બોલી : કહેનારી કહી રહી. પણ એ સાંભળી પેલી શ્રવણ કરનારીના અંતરમાં થયું કે, રે ! આવા જ અંગભંગવાળો પોતાનો સ્વામી છે, આવા જ હાવભાવ એ દાખવે છે; આ પ્રકારનો વાર્તાવિનોદ એ રચે છે. રખે ને રસિયો મને શ્રમિત અને સૂતેલી જાણી એને ત્યાં જતો ન હોય ! સંસારમાં કમલિનીને એક જ સૂર્યપુરુષ હોય છે, પણ સૂર્યપુરુષને તો અનેક કમલિનીઓ હોય છે. આજ તપાસ કરું.” બોલનારી થોભી. એનું વક્ષસ્થળ મનોરમ રીતે ઊછળી રહ્યું હતું. સુષેણ પણ એક નવી પ્રેમદીવાની સૃષ્ટિમાં પ્રવેશ્યો હોય એમ બેઠો હતો. પેલી સુંદરીએ વાત આગળ ચલાવી : ૧૩૮ ચક્રવર્તી ભરતદેવ Page #154 -------------------------------------------------------------------------- ________________ ‘સેનાપતિ ! તમે ભલે તીરથી માણસના દેહને વીંધી શકો. પણ અંતર કેમ વીંધાય એની સમજ તમને ન પડે ! અમારી પ્રેમદીવાની સખી સમીસાંજે રસિયા સાથે આલાપસંલાપ, વિશ્રેમાલાપ કરી સૂઈ જવાના મિષે સૂઈ ગઈ. ને મોડી રાતે, એ દબાતે પગલે પોતાની સખીના દ્વાર ખોજ કરવા જઈ પહોંચી, તો વાત સાવ સાચી નીકળી. એને ત્યાં જ એનો રસિક પ્રિયતમ રસનાં રંગછાંટણાં કરતો હોય. ક્રોધથી ધમધમતી એ પાછી ફરી, પણ આવીને જુએ છે તો એની શયામાં એ જ રસિકવર પોઢેલો. પેલી નારી વધુ ખીજે બળી ને કહેવા લાગી : લુચ્ચો નહિ તો ! મને જોઈને પોતાની વાત છુપાવવા મારી પહેલાં અહીં પહોંચી ગયો ?’ સેનાપતિજી ! ભારે કલહ થયો ! પણ મીંઢો મોંએથી કંઈ બોલે તો ને! નવેલી ઘણી રિસાય, પણ નાવલીઓ રિસાવા દે તો ને ! ઘણી એ મનમાં નિશ્ચય કરે કે એની સાથે સંબંધ ન રાખું, પણ પેલાને જુએ કે ખરે વખતે બધું ખોટું થઈ જાય ! પ્રેમદીવાની બની જાય ! “બોલનારી ખોવાઈ ગયેલા જેવી લાગવા માંડી. નક્કર પૃથ્વીથી ટેવાયેલા સુષણને લાગ્યું કે એ કોઈ ચિત્તભ્રમિતોની સૃષ્ટિમાં આવી પહોંચ્યો છે. એ પણ આ ઘેલી સુંદરીઓની સૃષ્ટિમાં વગર પાંખે વિહરવા લાગ્યો. પેલી સુંદરી તો જાણે કોઈ સુમધુર સ્વપ્નમાં ખોવાઈ ગઈ. એની વાતને બીજી એક રૂપવતીએ ઉપાડી લીધી : “આ પ્રેમકલહની વાત મને મારી સખીએ કરી. એના મનમાં એમ કે હું એ બેની વચ્ચે સમાધાન કરાવી આપીશ. પણ એ બેનો કલહ શમાવવા જતાં મારી સ્થિતિ પણ એવી જ થઈ પડી. મારા મનમાં થયું કે અરે ! આ બે જણી જેવા પુરુષની વાત કરે છે, એવો જ પુરુષ મારો પ્રીતમ છે ! રખે ને એ મને છેહ આપતો ન હોય ! હું પણ મધરાતે શોધમાં નીકળી તો, એ જ ચિત્તચોર પેલીની સંગે રમતો હતો, રે ધુતારા ! મારી સખીને બોલાવી તારી હમણાં જ ખબર લઈ નાખું ! હું મારી એક બીજી બહેનપણીને બોલાવવા ગઈ ને એના દ્વારમાં ડોકિયું કર્યું તો પેલો ચિત્તચોર ત્યાં પણ પોતાની રંગત જમાવી બેઠેલો ! એ સખી પર મનમાં દુઃખ લાવીને હું બીજે ગઈ તો ત્યાં પણ એ જ કહાની ! હાય બાપ ! હું તો થાકી ગઈ ! લથડિયાં ખાતી ખાતી પાછી ફરી તો પાછો મારા મંદિરમાં પેલો નટખટ હાજર ! એણે મને રિસાયેલીને એવી મનાવી કે હું તો પાછી એના નયનકટાક્ષ પર નાચ કરવા લાગી !' સહસ કમલિનીઓનો એકસ્વામી ૧૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ બોલનારીના પગ થનગની રહ્યા. હાથ હવામાં વીંઝણાની જેમ ફરવા લાગ્યા. ‘તે ચક્રવર્તીની આ રૂપસુંદર સેનાને પેલા લુચ્ચા રસિકવર સાથે યુદ્ધ ઊતરવું પડ્યું હશે ! પ્રેમનું યુદ્ધ તો જોવા જેવું ! નવેલી હારી કે રસિયો નર, એનો કર્યો કંઈ નિર્ણય ?” સુષેણે પૂછ્યું. એના ચહેરા પરનું ગાંભીર્ય સરી ગયું હતું, ને જાણે એ વર્ષો પહેલાં અયોધ્યાની સુંદરીઓની અલકલટો સાથે રમનાર રસિક યુવાન બની ગયો હતો. નિર્ણય એક જ કર્યો : બધી સુંદરીઓએ નક્કી કર્યું કે ધુતારાનું નામ પૂછી લેવું !” એક સુંદરીએ કહ્યું. એનું પોપટિયું નાક એક નવી સુશ્રી પેદા કરી રહ્યું. ‘તે તમે હજી સુધી એનું નામ નહોતું પૂછ્યું? ના !' “કેવાં ભુલકણાં ! નામ પૂછ્યા વગર જ પ્રીત ?” પ્રેમની દુનિયા ભુલકણાની જ છે ! એમાં તમે ગઈ કાલની વાત ભૂલો નહિ તો પ્રેમ કરી ન શકો, સેનાપતિજી ! તમે ગમે તેવા બાહોશ હો, પણ સ્ત્રી તો નથી ને? સ્ત્રી થયા વગર સ્ત્રીના આ દીવાનાપણાની તમને ગમ ન પડે ! સ્ત્રી એટલે સર્વસ્વ અર્પણ કરનારી ! એને વળી નામ-રૂપની તમા કેવી ?” પછી ?’ સેનાપતિ સુષેણે જોયું કે આ સુંદરીઓ પાસે તર્ક નિરર્થક હતો, એમને દલીલોથી જીતવી અશક્ય હતી. એમની દલીલમાં દુન્યવી ડહાપણ નહોતું, પણ દૈવી ભાવ ગુંજતો હતો. ‘અમે બધી સખીઓએ સાથે મળીને એ બહુરૂપી ધુતારા નરનું નામ જાણવા એક ત્રાગડો રચ્યો. રાતે એ રસિયો આવીને અમને રમવા માટે હસ્ત ગ્રહીને ખેંચવા લાગ્યો, ત્યારે અમે અબોલાં લઈને બેસી ગઈ. પ્રેમની દુનિયામાં મૌન તો મૃત્યુથી પણ વિશેષ ભયંકર લાગે છે. એણે અમને હાથે-પગે પડીને મનાવવા માંડી તો અમે પહેલાં એને નામ જણાવવા હુકમ કર્યો. નામ ? નામ ? નામ ? કહેતો રસિયો જરા પાછો હઠવા લાગ્યો, ને પછી અદશ્ય થઈ ગયો. અમે એને ખોજવા આખો વૈતાઢ્ય ખૂંદી વળ્યાં પણ એ હાથ ન આવ્યો. ઘડી આ ગિરિવનની કુંજમાં દેખાય, ઘડીમાં શિખર પર ચમકે, ઘડીમાં સરોવરના જળમાં એનું પ્રતિબિંબ દેખાય પણ ક્યાંય હાથ ન આવે ! શોધ કરતાં રાત ખૂટી ગઈ, એટલામાં ઉષા આવી ને એને પગલે એ પાછો ફરી ગયો !” ૧૪૦ ચક્રવર્તી ભરતદેવ Page #156 -------------------------------------------------------------------------- ________________ વાત કરનારી પળવાર થોભી ને વળી પાછી વાતે વળગી; આવી વાતો કરતાં જાણે એને થાક જ નહોતો લાગતો : “અમ વિયોગણોની એ રાત અમારી ઊગી. રે, જેના વિના ઘડી ભર ચેન ન પડે, એનું નામ જાણવાની વળી ઘેલછા કેવી ? દેહ પ્રાણને પૂછે છે, તારું નામ શું ? એ તો હૈયું ધબકારા મારે એટલે આપોઆપ સમજાય, કે દેહી આવ્યો ! અમે નક્કી કર્યું કે હવે એનું નામ ન પૂછવું! અરે, સાકરના નામનું આપણે શું કામ ? ગરજ તો ગળપણથી જ છે ને!” વાત કરનારી સુંદરીના શબ્દોમાં એટલી શ્રદ્ધા ગુંજતી હતી, કે એના કથનમાં શંકાની વાદળી ઊઠવી જ અસંભવિત હતી. ઘેલા લોકોની દુનિયા અજબ હોય છે. ડાહ્યાનું ડહાપણ ત્યાં ચાલતું નથી. કદાચ એ એમ કહે કે આ દશ્ય જગત સત્ય નહિ પણ મિથ્યા છે, તો સુષેણ જેવા વાસ્તવવાદીને પણ એને મિથ્યા જ કહેવું પડે, આ નરી આંખે દેખાય એ અસત્ય ને અમે પ્રેમની આંખે જોઈએ એ સાચું, તો સેનાપતિ જેવા સેનાપતિને પણ એ જ સાચું કહેવું પડે ? આપણે કહીએ કે એક પુરુષ તે એક વ્યક્તિ, એક વ્યક્તિ એક કાળે બે વ્યક્તિ થઈને જુદે જુદે સ્થળે રહેતી બે પ્રિયતમાઓને રીઝવી ન શકે, પણ જો એ ઘેલા લોકો કહે કે જો એક જ સૂર્યનું અનેક વસ્તુઓમાં એકસરખું પ્રતિબિંબ પડી શકે, તો પછી એક રસિયો અનેક રસિકાઓને કાં ન રીઝવી શકે ? – તો પ્રશ્નકારે નિરુત્તર જ રહેવું પડે. વિદ્વાનો, તર્કશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓથી ન સમજાય તેવો આ કોયડો હતો. સેનાપતિ સુષેણે પણ આ સામાન્ય કોયડાના ઉકેલમાં પોતાની અશક્તિ નીરખી, માત્ર આગળ પ્રશ્ન કર્યો : ‘પછી એનું નામ તમને જાણવા ન મળ્યું, ખરું ને ?' મળ્યું! એ જ ખૂબી છે ને અમારી દુનિયાની ! દૂધ હતું ત્યાં સુધી તો માત્ર મિષ્ટ જ હતું, પણ એમાં વિજાતીય દ્રવ્ય મળ્યું કે સુંદર ખટમીઠું દહીં બન્યું. વળી એ દહીંને પ્રચંડ રવૈયો લઈ ને છુંદેશૃંદા કરનારા પણ નીકળી આવ્યા. એ બહાદુરોએ દહીંને પાણી પાણી કરી નાખ્યું. છંદજીંદા કરનારને ગર્વ વ્યાપ્યો કે બસ, હવે બરાબર વિજય મેળવ્યો! પણ એ ભલા માણસોને પ્રેમની સૃષ્ટિનો શો ખ્યાલ ! અહીં તો પોતાનું મસ્તક કાપીને ભૂમિ પર મૂકનારનું જ મસ્તક સલામત રહે. દહીંની સૃષ્ટિને નષ્ટભ્રષ્ટ કરનારે ગર્વથી એ જળમાં હાથ નાખ્યો,. તો એકાએક નવનીત હાથ આવ્યું. પ્રેમની સૃષ્ટિમાં આમ વિજયી સહસ કમલિનીઓનો એક સ્વામી ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ પરાજિત બન્યા, પરાજિત વિજેતા બન્યા. પરાજિત બનેલી અમને એક દિવસ એણે જ પોતાનું નામ આપ્યું !” ‘નામ આપ્યું? શું નામ આપ્યું?” સુષેણે ઇંતેજારીમાં પૂછ્યું. ભરત.” કોણ ભરત ?” છ ખંડના સ્વામી ભરત–એ અમ સહુના સ્વામી ! રે, અમે પ્રેમદિવાની !' સુંદરી સાહજિકતાથી બોલી. એના બોલમાં કવિતાના ભાવ ભર્યા હતા. નામ દેવું હોય તો ભલે દો. સારાનાં સો સગાં, પણ વ્યર્થ આવી તોછડાઈ શા માટે ? મહારાજ ભરતદેવ ચક્રવર્તી કહો ને?' સેનાપતિએ ઠપકામાં કહ્યું. “અમારી સૃષ્ટિમાં વિવેકનો દંભ નથી ચાલતો. તું! તું! તુંહી તુંહી ! કેવો પ્યારો શબ્દ ! સુષેણ, સમર્પણવાળું હૈયું પામવા તમારે સ્ત્રી બનવું પડશે. સ્ત્રીનો અવતાર લેવા ન જાણે કેટલા ભવ તપ કરવું પડશે !' સુષેણને સ્ત્રીના આ પ્રેમદીવાના સ્વભાવની મોહિની લાગી ગઈ. એને પણ ખાતરી થઈ કે સ્ત્રી છે, તો આ સુખદ સૃષ્ટિ છે! પુરુષ જીતી શકે છે, કચડી શકે છે, પણ એક ફૂલને પણ ખીલવી શકતો નથી. હારીને જીતવાનું, કરમાઈને ખીલવાનું, અર્પણ કરીને અમર થવાનું તો સ્ત્રી પાસે જ છે ! આ સુંદરીઓએ કહેલી કોઈ વાત સેનાપતિ સુષેણથી અસંભાવ્ય માની શકાય તેમ નહોતું. તત્કાળ તો એણે પણ એ સહુ કમલિનીઓના એક સૂર્યપુરુષ તરીકે ભરતદેવનો સ્વીકાર કરી લીધો. પણ થોડી વારે વળી ભ્રમ જાગ્યો. શાંત સરોવરમાં મોટો પથ્થર નાખતા હોય તેમ એ બોલ્યા : “ભરતદેવનું નામ આપો છો, પણ એ તમારો ભ્રમ લાગે છે. કોઈ દેવ, વ્યંતર કે વિદ્યાધર હશે – એ આવાં રૂપો સહેલાઈથી સર્જી શકે ! ભરતદેવ તો રાત-દિવસ સેનાની ને શાસનપ્રચારની ચિંતામાં જ પડ્યા છે. આવા રસવિહારો માટે તો એમને એક પળ પણ મળવી અશક્ય છે.' “ભ્રમ ! સૃષ્ટિમાં ભ્રમ જ મુખ્ય હોય – ધન એક ભ્રમ, વૈભવ બીજો ભ્રમ, સત્તા ત્રીજો ભ્રમ, આ મારું આ તારું એ ચોથો ભ્રમ, આ નાનું આ મોટું એ પાંચમો ભ્રમ, એમ અનેક ભ્રમ જ જ્યાં સત્ય તરીકે સ્વીકારાતા હોય ત્યાં અમારી સૃષ્ટિના સત્યો તમને ભ્રમ જ લાગે એમાં નવાઈ શી ? પણ ઓ ભલા સેનાપતિ ! સ્ત્રીને પોતાના પતિ-પુત્રની ઓળખાણમાં પણ ભ્રમ જાગે ખરો કે ? ૧૪૨ ચક્રવર્તી ભરતદેવ WWW.jainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિજી! આંખે પાટા બાંધીને પણ અમે પતિ કે પુત્રની એક આંગળીને જ સ્પર્શ કરીએ તો કહી આપીએ કે એ સ્વ છે કે પર ! અમારા સ્વામી તો ભરતદેવ પોતે જ છે. દેવ, વ્યંતર કે વિદ્યાધરને અમારા પગની પાની પણ જોવાની કેવી?’ પણ મહારાજ તો હજી સ્ત્રીરત્નની શોધમાં જ છે !” ‘એ ગમે તેમ હોય. અમે તો એમના અંતરના અંતઃપુરની દાસીઓ છીએ! એ અમને રોજ રાતે લાડ લડાવે છેઅમે એને રોજ રસસાગરમાં સ્નાન કરાવીએ છીએ.* ‘સ્વપ્નસૃષ્ટિની તમે સુંદરીઓ છો. મોહ-ઘેલછાની હદે જતો આટલો બધો મોહ તો મેં તમારામાં જ જોયો.” ‘સેનાપતિ ! એ ઘેલછા છે તો જ જીવીએ છીએ. સ્વપ્ન કે સત્યની ચર્ચા અમારે કરવી નથી. સ્વપ્ન હોય તો સ્વપ્ન, પણ અમારી એ સૃષ્ટિને તમારા દુન્યવી ડહાપણથી વિદારશો નહિ !' સુષેણ સ્વપ્નજગતમાં જીવતી આ સ્ત્રીઓને વિશેષ કંઈ કહી ન શક્યો. બલ્ક તે દિવસથી એણે એ જૂથ તરફ ખૂબ જ આદરભાવ રાખવા માંડ્યો. નવા સેનાપતિ જયકુમારે આ વિષે જ્યારે ઉલ્લેખ કર્યો ને માર્ગદર્શન માંગ્યું ત્યારે સુષેણે એટલું જ કહ્યું: ‘એમને બને તેટલું વધુ માન આપો. આપણું જગત મિથ્યા છે, એમનું જગત સત્ય છે. આપણી સ્વામીભક્તિ કરતાં એમની સ્વામીભક્તિ નિરાળી છે. કોઈને આદર્શ સ્વામી ભક્તિ શીખવી હોય તો એણે સ્ત્રી પાસે જવું પડશે. એક પક્ષીય અર્પણ કરનાર, બીજા પક્ષે સાવ નિરપેક્ષ, સ્વકર્તવ્ય સાવધાન, પરકર્તવ્ય નિરપેક્ષ, સંસારમાં આદર્શ ભક્તિનું એકમાત્ર પ્રતીક સ્ત્રી જ છે !' * ચક્રવર્તીની સ્ત્રીઓ બાબત ઘણી ઘણી મોટી સંખ્યા લખવામાં આવી છે. એક ઉલ્લેખ પ્રમાણે ૩૨ હજાર ઉચ્ચ કુલની માનવકન્યા, ૩૨ હજાર મ્લેચ્છ કન્યાઓ, ૩૨ હજાર વિદ્યાધર કન્યાઓ એને પરણે છે; બીજા ઉલ્લેખ પ્રમાણે ૬૪,OOO અંતઃપુરની સ્ત્રીઓ ને દરેકને બબે દાસી (વારાંગના) એમ, ૧,૯૨,000 સ્ત્રીઓ હોય. પણ એક વાતનો ખાસ ઉલ્લેખ છે, કે સ્ત્રીરત્ન સિવાય બીજી સ્ત્રી ચક્રીભોગને સહન ન કરી શકે. એટલે બા બધી સ્ત્રીઓ સાથે ચક્રવર્તી પોતાના વૈશ્યિ (બનાવટી) રૂપે ભોગવે છે, મૂળ રૂપે નહિ ! સહરત્ર કમલિનીઓનો એક સ્વામી ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ આ પછી સિંધુ નદીનો જળપ્રવાસ કરતાં કરતાં હિમવાન પર્વત સુધી પહોંચેલા આ ભારતી સંઘમાં નવા સેનાપતિ જયકુમારે સહુથી વિશેષ સગવડ કોઈને આપી હોય તો આ સ્ત્રી-સંઘને ! વાદળથી વાતો કરતો, મૃત્યુના અનંત હાસ્ય સમો, હાડ થિજાવતો હિમવાન પર્વત દેખાયો. હાડ થિજાવી દે એવા ઠંડા પવનના સુસવાટા બોલવા લાગ્યા. એ રાતે શેકતાપનાં સાધનો આ સુંદરીવૃંદ પાસે પહોંચ્યાં, ત્યારે એણે કહ્યું : “અહીં શિશિર કેવી ને શીત કેવી ! આ સાધનો અમારે તો નિરર્થક છે. અમારા સાહ્યબાની સાથે રમત રમતાં વાતવાતમાં રાત ટૂંકી થઈ જશે. શીતઉષ્ણતાથી પીડાતા અન્યને એ પહોંચાડો !' જયકુમારે જોયું કે એ પ્રેમદીવાના વૃંદને ખરેખર કોઈ ગરમ રાખી રહ્યું હતું. એની અશ્રદ્ધા પણ શ્રદ્ધામાં પરિવર્તિત થઈ ગઈ. દુનિયાનું એક ગુપ્ત રહસ્ય એ દિવસે એ પામ્યો. ૧૪૪ ચક્રવર્તી ભરતદેવ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૭ . ગર્વ કિયો સોઈ નર હાય હિમવાન પર્વતનાં રૂપેરી શિખરો પર ઉષા પોતાનો સપ્તરંગી સાધુનો પાલવ ફરફરાવી રહી હતી. ઔષધિભર્યા પર્વતશૈલોમાંથી કસ્તુરી મૃગ નીકળીને દિશાઓને સુગંધથી તરબતર કરતા સ્વૈરવિહાર માણી રહ્યા હતા. પુણ્યોદકથી છલબલતાં સરોવરોને કાંઠે ઊગેલાં દેવ-દારૂનાં વૃક્ષો પ્રકૃતિની જયપતાકા સમાં મંદમંદ અનિલ લહરીમાં ડોલી રહ્યાં હતાં. યક્ષ, ગંધર્વ ને કિન્નરોથી ભરેલાં ક્રીડાવનો પર થઈને રાતી ચાંચવાળા રાજહંસો માનસરોવર તરફ જઈ રહ્યા હતા. પર્વતની ટેકરીઓ પર મીઠી દૂર્વા ચરતી સુરભિ ને ચમરી ગાયો વાતાવરણને આત્મિક બનાવતી હતી. હિમવંત પર્વતની અધિત્યકામાં એ વખતે મહારાજ ભરતદેવ રાજમંડળ સાથે આવીને ઊભા રહ્યા. તાજા જ દર્ભની શય્યા પરથી ઊઠીને આવ્યા હતા. યુદ્ધના આદર્શવાદને અનુસરીને એમણે ત્રણ દિવસથી આહાર પણ ગ્રહણ કર્યો નહોતો.* ભગવાન ઋષભદેવનું નામ લઈને એમણે વીરાસન વાળ્યું. કોઈ અદશ્ય * પ્રાચીન માન્યતા એવી છે, કે ચક્રવર્તી દરેક વિજયની પહેલાં – અર્થાતુ યુદ્ધ માટે શરસંધાન કરે તે પહેલાં – ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરે, આ મુજબ છ ખંડ સાધતાં ચક્રવર્તીને ૧૩ અઠ્ઠમ કરવા પડે. પૂર્વસાગર, દક્ષિણસાગર અને પશ્ચિમસાગરના માગધ, વરદામ ને પ્રભાસ દેવના ત્રણ; સિંધુ ને ગંગાદેવીના ૨; વૈતાઢ્ય પર્વતના Page #161 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટદેવને નમતા હોય તેમ ઘડીભર એ નમી રહ્યા. પછી એમણે એક ગોઠણ ઊંચો કર્યો, ખભેથી ધનુષ્ય ઉતાર્યું, પીઠ પરના ભાથામાંથી તીર ગ્રહ્યું અને કાન સુધી પ્રત્યંચા ખેંચીને તીર છોડ્યું! કમલરજથી સુરભિત સરોવર પરથી આછો ટંકારવ કરતું એ તીર આગળ વધ્યું. પદ્યપરાગ પીવા અહીંતહીં ઘૂમતા ભ્રમરવૃંદની વચ્ચેથી એ આગળ ધપ્યું. પોતાની રૂપેરી પાંખો પ્રસારીને જતા હંસો સાથે રવ કરતું એ વધારે આગળ ચાલ્યું. અને છેવટે હિમાચળદેવના દ્વાર પર જઈને ભૂમિમાં ફણાથી ખૂંતી ગયું અને દરમાંથી ડોકું કાઢીને ડોલતા ફણીધરની જેમ ડોલી રહ્યું એકાએક રવ ઊઠ્યો: જય જય નંદા ! જય જય ભદ્દા ! નટરાજની મધુર મૂર્તિ શો હિમાચલદેવ તરત બહાર આવ્યો. એણે તીર લીધું, વાંચ્યું ને મિષ્ટ સ્વરે સાદ કર્યો : અરે યક્ષો, રે ગંધર્વો, રે કિન્નરો, યક્ષપત્નીઓ, ગંધર્વવધૂઓ ને કિન્નર કન્યાઓ ! આવો, શીધ્ર આવો ! પૃથ્વીનો સ્વામી ભરતદેવ પૃથ્વીને સનાથ કરતો આપણે આંગણે આવ્યો છે. ચાલો એને વધામણે !” સાદ સાંભળીને દેવભૂમિમાં રહેનારા આ અલબેલા આવો દોડી આવ્યા. કોઈના દેહ પર વસ્ત્ર જ નહિ દેખાય ! વસ્ત્ર ખરાં પણ દેવદૂષ્ય ! સુવર્ણ, રત્ન, મણિ, માણેકથી જ આખો દેહ મઢેલો ! દેહ પણ કેવો ગોરો ગોરો ! આંખો પણ કેવી કામણગારી ! ઓષ્ઠ પણ કેવા સુધાસંચિત ! ગયૂથોનાં ગંડશલોમાંથી વેરાયેલી મૌક્તિકોની આવલિ પર, કમળપુષ્પના ગુચ્છાઓથી અંતરના વર્તનને વ્યક્ત કરતાં એ સ્વાગતે આવ્યાં! દેવનો ૧; તમિસા ગુફાને ખંડપ્રપાતા ગુફાના કૃતમાલદેવ ને નાટ્યમાલદેવના ૨. હિમાચલવાસી હિમવાન દેવનો ૧; વૈતાઢચ પર્વતના વિદ્યાધરોનો ૧; નવનિધાનના દેવનો ૧; રાજધાનીની દેવીનો ૧; અને રાજ્યાભિષેકનો ૧ – એમ ૧૩ અઠ્ઠમ કરે. ૬ ખંડમાં ૫ ખંડ અનાર્યના ને એક ખંડ આર્યનો; તેમાં પણ આર્યખંડના ૫,૩૨૦ દેશ છે, તેમાં રૂપો દેશ જ આર્ય. આ આર્ય ભૂમિમાં જ ધર્મ, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ વગેરે જન્મ. અનાર્યખંડના ૫,૩૧૮ દેશ છે. ૧૪૬ ચક્રવર્તી ભરતદેવ Page #162 -------------------------------------------------------------------------- ________________ કોઈના હાથમાં કલ્પવૃક્ષના પુષ્પની માળા હતી. કોઈના હસ્તમાં ગોશીષચંદન હતું. કોઈના હાથમાં ઔષધિસમૂહ હતો. કિન્નરીઓ મધુર સ્વરે કંઈ કંઈ આલાપી રહી હતી. ગંધર્વકન્યાઓ પદ્મદ્રહના સુગંધિત જળનો બધે છંટકાવ કરી રહી હતી. યક્ષકન્યાઓ આવર્તકો રચી નયનકટાક્ષો રચતી પોતાના નવા મહેમાનોનું સ્વાગત કરતી હતી. ભરત-શાસનનો બધેથી જયજયકાર પ્રવર્તી રહ્યો. એ વખતે હિમવાન કુમારે વિનંતી કરી : “અહીં એક મહાન શંગ છે. એ સો યોજન ઊંચો અને તળેટીમાં સો યોજન પહોળો છે; વિજેતાઓની કસોટી સમાન છે.' - “આપણે અવશ્ય ત્યાં જઈશું ! અગમ અગોચર પ્રદેશો ખેડવાના અમે રસિયા છીએ ! કુલકરના વંશજોને મળેલી એ પ્રકૃતિભેટ છે,” ભરતદેવે પોતાનો નિર્ણય વ્યક્ત કરતાં કહ્યું. ભરતદેવના નિર્ણય સાથે જ એ કઠિન પ્રદેશ વિધવા માટે સાહસિકોની એક મંડળી તૈયાર થઈ ગઈ. વાયુ હિમ જેવો શીતળ વાતો હતો. હિમખંડોથી આખી ભૂમિ છવાયેલી હતી, અને આ હિમખંડોની વચ્ચે જ મોટા પાણીના ધરા છુપાયેલા હતા. પ્રવાસીનો ભૂલથી એમાં પગ પડે કે એ અનંત ભૂગર્ભમાં ચાલ્યા જાય; પછી ન એને કોઈ સંભાળી શકે. ન એને કોઈ ઉગારી શકે. પર્વતારોહી મંડળીની હિમવાનદેવે આગેવાની લીધી. સેનાપતિ સુષેણને ભરતદેવે સાથે આવવાની ના કહી, પણ એ ઋષભી યોદ્ધો હવે લગભગ સ્વસ્થ થઈ ગયો હતો. કોઈ પણ વિજયમાં પાછળ રહી આસાયેશ ભોગવવાનું એ જાણતો નહોતો. એને પાછળ રાખી શકે તો માત્ર મૃત્યુ જ રાખી શકે. એણે ભરતદેવની આગળ પ્રયાણ કર્યું. - પ્રભાતનો સૂર્ય આછાં વાદળોના ગોટ વચ્ચે રમતો હતો. શિખરો પર સોનેરી કળશોમાંથી રંગ ઢોળાતા હતા. એક એક ડગ ખૂબ જ સંભાળીને મૂકવાનું હતું. એ યત્ન અને સાવધાનીમાં, આટલી શીતલ હવા વચ્ચે પણ, બધાનાં વદન પર પ્રસ્વેદનાં બિંદુ જામવા લાગ્યાં. “માનવ-પગ પહેલી જ વાર આ ભૂમિને સ્પર્શ કરતા લાગે છે !' મહામંત્રીએ કઠિન વાટ ખુટાડવા વાત આરંભી. ગર્વ કિયો સોઈ નર હાર્યો ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ “આનંદો મહાનુભાવો ! હર્ષની ને ગૌરવની બીના એ છે કે ચક્રવર્તી તરીકે મહારાજ ભરતદેવ જ પ્રથમ અહીં પદારોહણ કરી રહ્યા છે', સેનાપતિ જયકુમારે કહ્યું, “આ પથ્થરો પર આપણા એવા અમર લેખ લખો, જેથી યક્ષ, ગંધર્વ, દેવ કે કિન્નર જે કોઈ એ જુએ કે વાંચે તે ભરત-પ્રતાપને પિછાણે.” “તો સ્વર્ગ, પાતાળ કે પૃથ્વી ત્રણે પર ભરતશાસનની પ્રતાપરેખાઓ અંકિત થયેલી જોઉં છું ! સૂર્યના સહસ્ર રશ્મિઓમાં પણ એ જ નિહાળું છું.' ગૃહપતિરને એમાં પોતાનો સાથ આપ્યો. મહારાજ ભરતદેવની મુખ મુદ્રા પર આ પ્રશંસાએ જરા ગર્વની રેખાઓ આણી. એમનો રત્નજડિત મુગટ ઊંચો ઊડ્યો ને એની કલગી ભરતકુલની યશપતાકા સમી ફરકી રહી. બહુ જ ઓછું બોલવા ટેવાયેલા મહારાજ ભરતે મુખ મલકાવ્યું. આ મુખમલકાટને મૌન સંમતિ લેખી રાજમંડળે પોતાની સ્તુતિનો પ્રવાહ વહેતો મૂક્યો. પૃથ્વી પર ભૂત, વર્તમાન કે ભાવિમાં ક્યારેય આવું શાસન પ્રવર્તે નહિ હોય કે પ્રવર્તવાનું નહિ હોય !” એકે કહ્યું. દેવો, વિદ્યાધરો ને વ્યંતરો પાસે માનવશક્તિનો સ્વીકાર કરાવવાનો આ પ્રયોગ ખરેખર અનુપમ ને અજોડ છે. પૃથ્વીને પાટલે ભરતદેવ થયા કે હવે થશે. ભરતયુગમાં જીવનારને ખરેખર ધન્ય છે !” બીજાએ કહ્યું. ‘સ્વર્ગની દેવસેનાને પણ શરમાવે એવી ભરતસેનાના યુદ્ધને જોવા દેવો પણ આકાશમાં પડાપડી કરે છે,' ત્રીજાએ કહ્યું. અરે ! મેં જોયું છે કે મહારાજ ભરતદેવનું શરસંધાન થાય છે, ત્યારે દેવીઓના ગર્ભ ગળવા લાગે છે, રાજમંડળના એક સભ્ય કહ્યું. અરે ! દેવીઓને ગર્ભ રહે તો ગળે ને ! પણ મહારાજ ભરતદેવ સ્વર્ગભૂમિ પર તો હુમલો નહિ લઈ આવે, એ ચિંતામાં બિચારા દેવો અકાળે વૃદ્ધ થઈ ગયા છે !” પ્રશંસાનું પૂર વધતું જ ચાલ્યું. એ પૂરમાં સાચું ને ખોટું બધું એકસરખું વહી નીકળ્યું. પ્રશંસા સાચી કે ખોટી પણ સહુને પ્રિય હોય છે. એ માનવીને પોરસ ચઢાવે છે. એ પોરસમાં ને પોરસમાં ભરતદેવ બોલી ઊઠ્યા : “મહત્તા પાસે મેરુ ૧૪૮ ચક્રવર્તી ભરતદેવ Page #164 -------------------------------------------------------------------------- ________________ પણ વામણો લાગે. આ મહાન ગિરિશૈલ ૫૨ સંસારના પહેલા ચક્રવર્તી તરીકે હું ડગ દઉં છું. મારી પૂર્વે ડગ દેનાર થયા નથી. મારી પછી ડગ દેનાર હજી જન્મ્યા નથી ! બધી જ દિશાઓ કંઈ સૂર્યને જન્મ આપી શકતી નથી ! અહીં શૈલ શૈલ પર હું ભરતની પ્રતાપમુદ્રા અંકિત થયેલી નિહાળું છું.’ મંડળ ખૂબ આગળ વધી ગયું. હવે માર્ગ વિકટ બન્યો હતો. અને માત્ર પગનું કામ નહોતું રહ્યું; આંખોને પણ પૃથ્વી પર પગ માંડીને ચાલવાનું હતું; સહેજ નજર ફરી કે ગડથોલું ખાધું સમજો ! આ તકેદારીમાં જીભ કામ કરતી બંધ થઈ ગઈ. વાટ ધીરે ધીરે વસમી થઈ રહી હતી. નાના નાના હિમખંડો પર થઈને ચાલવાનું હતું. યોદ્ધાઓ એક પછી એક પાછળ પડતા જતા હતા. થોડે થોડે છેટે થોડા થોડા માણસો કાં પડીને, કાં હાથપગ ભાંગીને, કાં એક નજરની બે નજર થઈ જવાથી રોકાઈ ગયા હતા. આગળ વધનારા પાછળ નિરીક્ષણ કરી શકે તેવી સ્થિતિ નહોતી. તેઓને પોતાને જ પાતળા દોર પર સ્થિર રહેનાર નટની જેમ એકાગ્ર થવું પડતું હતું. આખરે, ગણ્યાગાંઠ્યા સહચારીઓ સાથે, ભરતદેવ દુર્ગમ શૈલ પર આવી પહોંચ્યા. સ્વર્ગ પણ જેની પાસે તુચ્છ લાગે એવું મનોહારી વાતાવરણ ત્યાં હતું. આત્માના હાસ્ય જેવી ત્યાંની હવા આનંદજનક હતી. સહુએ એક વાર મહારાજ ભરતદેવનો જય' પોકાર્યો. ત્યાં પથરાયેલી ગાઢ શાન્તિ માનવ૨વથી જાણે પહેલી જ વાર કંપી રહી. પૃથ્વીનાં પંખીઓ તો ત્યાં સુધી પહોંચી ન શકતાં, પણ વ્યોમવિહારી ગરુડરાજે આ કોલાહલ સાંભળી પોતાની પાંખો ફેંકાવી. મહારાજ ! આ શૈલેન્દ્રના કિનારાની શિલાઓ પર આપનું નામ ચક્રવર્તી તરીકે અંકિત કરો !’ હિમવાનદેવે કહ્યું. ભરતદેવે એ માટે અનુમતિ આપતાં કાકિણીરત્ન અગ્નિમય અસ્ત્ર સાથે હાજર થયું. એણે કહ્યું : સ્વામી દર્શાવે તે શિલા પર લેખ કોતરું !’ ભરતદેવે કિનારાની એક સ્ફટિક શિલા પર દૃષ્ટિસંકેત કર્યો. કાકિણીરત્ન તરત જ ત્યાં ગયું, ને એણે એના ૫૨ હાથ પસવાર્યો, તો ત્યાં કંઈ ગર્વ કિયો સોઈ નર હાર્યો. ૨ ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ કોતરાયેલું માલુમ પડ્યું! એણે પાસે બેસી તીક્ષ્ણ નજરથી જોયું ને આશ્ચર્ય સાથે કહ્યું : “સ્વામી ! યુગોની પહેલાં કોઈ ચક્રવર્તી અહીં આવી ગયા લાગે છે. એણે પોતાની પ્રશસ્તિ અહીં કોતરાવેલી છે ! શું આપણા પહેલાં પણ કોઈ અહીં આવ્યું છે ? અસંભવ !” મહારાજ ભરતદેવના ગર્વને અણધારી ઠેસ વાગી. અને આવનાર તે પણ ચક્રવર્તી ? સુષેણના શબ્દોમાં વધારે આશ્ચર્ય ભર્યું હતું. હા, ચક્રવર્તી ! છ ખંડના વિજેતા !” કાકિણીરત્ન નીચે વળીને ધ્યાનથી લેખ વાંચતાં દઢતાપૂર્વક ઉચ્ચાર્યું. અસંભવ ! પણ હું કાં ભૂલું? સંસારમાં ઘણી વાર અસંભવ જ વિશેષ સંભવિત થતું નીરખાય છે. આ પક્ષપાતહીન પાષાણ જૂઠું શા માટે બોલે ?” ભરતદેવ વિચાર કરી રહ્યા. એમના ગર્વના દુર્ગને વિવેકરૂપી હસ્તી ખળભળાવી રહ્યો. મહારાજ ભરતદેવે તરત જ ભગવાન ઋષભદેવનું ધ્યાન કર્યું ને ગર્વને વશ કર્યો, અને પછી સહજ સ્વાભાવિકતાથી કહ્યું : “હોઈ શકે છે, સુષેણ ! બહુરત્ના વસુંધરા. યુગે યુગે કોઈ એકાદ વિરલો ન પાકે તો ધરતી રસાતાળ જાય. વારુ, પેલી બીજી શિલા પર આપણો લેખ કોતરો !” કાકિણીરને બીજી શિલા પાસે પોતાનું આસન વાળ્યું, અને લેખ કોતરવાની તૈયારી કરી, ત્યાં તો વળી એણે ત્યાં પણ કંઈક જોયું ને એનાથી ચીસ પડાઈ ગઈ : “અરે ! અહીં પણ કોઈની પ્રશસ્તિ આલેખાયેલી છે ? ‘ઘેલો છે રે ! જ્યાં ને ત્યાં પ્રશસ્તિ જ જુએ છે ! આટલા દુર્ગમ પહાડો ભેદી, આટલી દુર્મદ જાતિઓને વશ કરી અહીં આવવું કંઈ સહેલ નથી. આ તે કંઈ ધોરી માર્ગ છે કે જે હોય તે આવે ને પોતાનો લેખ લખી જાય?” ભરતદેવ એકદમ લાગણીવશ બનીને પાસે સર્યા. પણ જઈને જુએ છે તો ખરેખર, એક યુગ પહેલાં થયેલા ચક્રવર્તીનો શિલાલેખ ! ભરતદેવના વિજેતા તરીકેના ગર્વને ફરી એક વાર સજ્જડ ફટકો પડ્યો. સેનાપતિ સુષેણ તો ચક્રવર્તીપદને આટલું સામાન્ય બનતું જોઈ આશ્ચર્યમાં અવાક્ બની ગયો. ‘વારુ, પેલી શિલા પર લેખ કોતરો !” સેનાપતિ જયકુમારે દૂરની શિલા તરફ આંગળી ચીંધતાં કહ્યું. ૧૫૦ ચક્રવર્તી ભરતદેવ Page #166 -------------------------------------------------------------------------- ________________ કાકિણીરત્ન પોતાની સાધન-સામગ્રી લઈ ત્યાં આગળ ગયું. પણ ન જાણે આજે એ કેવા શુકને નીકળ્યું હતું કે ત્યાં પણ જઈને જુએ છે, તો કોઈ ભૂતકાળના યશસ્વી ચક્રવર્તીનો લેખ ! એણે સાધેલા છ ખંડની ભારે વિસ્તારપૂર્વક પ્રશંસા ત્યાં કવિત્વભરી રીતે કોતરેલી હતી. મહારાજ ભરતદેવ તો મૌન બની ગયા. એમના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પછી તો કાકિણીરત્ને ને મંત્રીરાજે આ શૈલની તમામ શિલાઓ તપાસી લીધી. પણ એક ઉપર પણ નવા વિજયલેખ આલેખવા જેટલી ખાલી જગ્યા નહોતી ! મહારાજ ! આ બધી શિલાઓનો એક પણ ભાગ પ્રશસ્તિલેખ વગર ખાલી નથી. અનેક ચક્રવર્તીઓ અહીં આપણા પહેલાં આવ્યા છે ને ગયા છે ! આ પૃથ્વીને પહેલી વાર સેવવાનો આપણો ગર્વ નિરર્થક છે. ભૂત, ભાવિ ને વર્તમાન ન જાણે કેવા કેવા નરપુંગવો સાથે ખડાં છે ! અસ્તુ ! એક શિલા પરથી કોઈ પણ ચક્રવર્તીનું નામ ભૂંસીને ત્યાં આપણો લેખ કોતરીએ.’ હા, અહીં અપૂર્વનો ગર્વ નિરર્થક છે. આ પૃથ્વી પર ન જાણે મારા જેવા તો કેટલાય ચક્રવર્તીઓ થઈ ગયા હશે, ને કેટલાય મૃત્યુની ગોદમાં સદાને માટે છુપાઈ ગયા હશે ! દરેક ચક્રવર્તીએ પોતાના સામર્થ્યનો ગર્વ કેળવ્યો હશે. એણે કહ્યું હશે, કે સંસારમાં આવાં પરાક્રમો કરનારો તો હું એકલો જ ! અરે, એ પણ આપણા જેવા જ ગર્વથી આ શૈલ પર ચઢ્યો હશે ને આપણી જેમ એના ગર્વના પણ આ હિમખંડની જેમ ખંડખંડ ટુકડા થયા હશે. લખો, કાકિણીદેવ ! હું લખાવું એ રીતે આપણો લેખ લખો !' મહારાજ ભરતદેવ બોલતાં બોલતાં દિગંત પર મીટ માંડી રહ્યા. એમનું ઊંચું ઊઠેલું મસ્તક આપોઆપ નીચે નમી ગયું હતું. કાકિણીરત્ને એક શિલા પરથી જૂનો કીર્તિલેખ ભૂંસી નાખ્યો ને નવો લેખ લખવા એ તૈયાર થઈ રહ્યું. મહારાજ ભરતદેવે લેખ લખાવવાનો પ્રારંભ કર્યો : ‘સ્વસ્તિશ્રી, ઇક્ષ્વાકુકુલોત્પન્ન, ઋષભદેવપુત્ર, ચારે દિશા સમેત છ ખંડ પૃથ્વીનો સ્વામી ભરતદેવ હું પોતે આ લેખ લખું છું – લખાવું છું – ‘હું ધર્મવિજયી ભગવાન ઋષભદેવનો પુત્ર છું. ગર્વ કિયો સોઈ નર હાર્યો * ૧૫૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ એમના સો પુત્રોમાં હું યેષ્ઠ પુત્ર છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સીમાઓની રાજલક્ષ્મીનો હું એકમાત્ર સ્વામી મેં સમસ્ત દેવ, વિદ્યાધર, વ્યંતર ને નૃપતિઓને વશ કર્યા છે. હું માનવતાના શિરોમણિ કુલકર વંશનો વારસ છું. ‘આવા ભરતની સેનામાં ૧૮ કરોડ ઘોડા ને ૮૪ લાખ હાથી છે. આવા ભરતને વશવર્તી ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ અને ૩૨ હજાર દેશો છે. ‘આવા ભરતના ચરણને ૧૮ હજાર મ્લેચ્છ રાજાઓ સદા સેવે છે. આવો મહાન ચક્રવર્તી ભરત,. જેણે આખી પૃથ્વી હસ્તામલકવત્ કરી છે, જે નાભિરાજાનો પોત્ર, ભગવાન ઋષભદેવનો પુત્ર છે. છ ખંડ પૃથ્વીનો શાસ્તા છે, એ દિગ્વિજય કરતો કરતો આ અતિ દુર્ગમ પર્વતશૈલ પર આવીને પોતાની ચક્રવર્તીની કીર્તિને અંકિત કરી ગયો છે. એ અસિ, મસિ ને કૃષિના યુગધર્મના પ્રવર્તક, દયા, દાન ને દેવતના ઉપદેશક ભગવાન વૃષભધ્વજનો પુત્ર છે. એનું એકલાનું બળ છ ખંડના મનુષ્યો, પશુઓ ને દેવાદિકોમાં જેટલું હોય છે, એનાથી પણ વિશેષ છે. એ નૃત્યશાસ્ત્રનો શિરોમણિ અને નીતિશાસ્ત્રનો પારંગત છે. ‘એ લખે છે – લખાવે છે કે કર્યાનો ગર્વ નિરર્થક છે; થયાનો સંતોષ સાર્થક છે. દિગ્વિજયો કરતાં ધર્મવિજયો મહાન છે. મારા સરખો જે કોઈ ચક્રવર્તી ભવિષ્ય કાળમાં અહીં આવે, એ અહીં પોતાના ગર્વને નિરર્થક જાણી ધર્મવિજયનો વિચાર કરે.' ભરતદેવ બોલતાં થોભ્યા. “મહારાજ ! એટલું લખો કે આ શિખરને હવેથી ભરતકૂટ નામથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. એથી સૂર્ય ને ચંદ્ર ચમકે ત્યાં સુધી ભરત-કીર્તિ વિસ્તરતી રહે !' મત્રીરાજે કહ્યું. કાકિણીરત્ન એ લખવા જેવો હસ્ત ઉઠાવ્યો કે ભરત મહારાજે એને રોકીને કહ્યું : “મંત્રીરાજ ! રાજસત્તા તો ક્ષણભંગુર છે. ધર્મ ચિરંજીવ છે રાજચક્રનું મહત્ત્વ નથી, ધર્મચક્ર જ સત્ય છે. લખો કે અનેક ચક્રવર્તીઓ આવ્યા ને એમનાં નામ આ પૃથ્વી પાટ પરથી સદાને માટે ભૂંસાઈ ગયાં. પણ જે ૧૫ર ચક્રવર્તી ભરતદેવ Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મચક્રવર્તીનું નામ યાવચંદ્રદિવાકરૌ રહેવાનું છે, એ ભગવાન ઋષભદેવના પવિત્ર નામ સાથે આ શેલના નામને જોડું છું. આજથી એ વૃષભ-કૂટ કહેવાશે.' ‘જય હો પ્રભુ ઋષભધ્વજનો !' ચારે તરફથી જયનાદ ઊઠ્યો. થોડી વાર બધા એ શૈલને માનભરી રીતે નિહાળતા ઊભા રહ્યા. ફરી ભરતદેવનો જયનાદ કર્યો. ભરતદેવને એ ન રુચ્યો હોય તેમ લાગ્યું. થોડી વારે ચક્રવર્તીમંડળ પાછું ફર્યું. વાટમાં અધવચ્ચે રોકાઈ ગયેલા રાહ જોતા જ બેઠા હતા. એમણે રાજમંડળને જોતાં જ લલકાર્યું : જય હો ! આ પર્વતફૂટ પર સર્વપ્રથમ પાદપદ્મ અંકિત કરનાર મહારાજ ભરતદેવનો જય હો !' ‘અરે ! પૂર્વ દિશા જ જેમ સૂર્યને પ્રગટાવી શકે છે, એમ ભરત ચક્રવર્તી જ આ ગગનચુંબી શૈલને પાવન કરી શકે છે; બીજા નહિ !’ બીજા પ્રશંસકે કહ્યું. આજે આ પહેલો દિવસ છે ને આ છેલ્લી ઘડી છે, જ્યારે આ શૈલને માનવસ્પર્શ સાંપડ્યો છે !' આ પ્રશંસા ચક્રવર્તી – મંડળને હૈયે છાની ઝાળ જગાવી રહી. ભરતદેવે કહ્યું : ‘તમે જેને પ્રશંસા માનીને ઉચ્ચારો છો, એ ખરેખર તો મારી નિંદા છે !” એમ કેમ ?” પ્રશંસા કરનારા છોભીલા પડ્યા. મરણાધીન માણસને અમર કહેવો, પામરને શ્રેષ્ઠ કહેવો, સામાન્યને અસામાન્ય કહેવો એ શું શોભાસ્પદ છે ? કામ કર્યાનો ગર્વ નિરર્થક છે, કામ થયાનો સંતોષ એ જ માનવ માટે ઉત્તમ છે.’ એ સહુને સેનાપતિ જયકુમારે સાચી સ્થિતિ સમજાવી. આ પછી નીચે ઊતરતાં સુધી કોઈ કંઈ બોલ્યું નહિ, છતાં સહુના અંતર તો આપોઆપ બોલતાં હતાં. પર્વત ચડતાં જે મસ્તકો ગર્વોન્નત હતાં, એ પર્વત ઊતરતાં વિનમ્ર બન્યાં હતાં ! ગર્વ કિયો સોઈ નર હાર્યો. * ૧૫૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્ત્રીરત્ન મનોહારી હિમવાન પર્વતનાં અનોખાં રૂપ ઢળતાં હતાં. હિમખંડોના સ્ફટિકશા ફ્લૅકો પર આકાશી ચિતારો સોનેરી-રૂપેરી શાહીથી ચિત્રકાવ્ય આળેખી રહ્યો હતો. એ દિવ્ય ચિત્રકાવ્યના એક અંગશા રાજહંસો કેસરનો ચારો લઈને વ્યોમમાં વિહાર કરતા હતા, ને દ્વિતીય અંગ સમાં કસ્તૂરી મૃગો કસ્તૂરીનો ૨જભાર લઈને મૃગનયની સાથે વાર્તાલાપ કરતાં ત્યાં વનરાજિમાં ભમતાં હતાં. યક્ષકન્યાઓ ને કિન્નરવધૂઓ હમણાં ક્રીડા કરીને ગઈ હોય એવી ચારુ શિલાઓ પર કર્પૂર, કેસર, અગરુ ને ચંદન ઢોળાયેલાં હતાં. મધુર પવન સુગંધભાર સાથે વહેતો હતો. મુગ્ધ કન્યકાઓ સમાં ઝરણાં પહાડ પરથી પગનાં ઝાંઝર રણઝણાવતાં ઊછળતાં—કૂદતાં ચાલ્યાં જતાં હતાં. પ્રકૃતિના આ અનુપમ સૌંદર્યનો ઉપભોગ કરવા પહાડની તળેટીમાં પડેલી ભરતસેનાના કેટલાક લહેરી જુવાનો વહેલા વહેલા બહાર નીકળી પડ્યા હતા. તેઓ પર્વતની કેડીઓ પર ચઢતા ચઢતા કદી લતામંડપોમાં, કદી નિર્ઝરગૃહોમાં, કદી શિલાખંડોમાં વિશ્રામ લેવા થોભતા હતા. વાદળનગરોની રચના જોઈ એમને ઘરની યાદ આવતી. આ યાદને મીઠી બનાવવા એ કદી બંસી વાતા, કદી મીઠી મીઠી કવિતા રણઝણતા. આ લહેરી જુવાનોએ હાસ્યખેલ માટે એક ગજબાળ સાથે લીધું હતું. Page #170 -------------------------------------------------------------------------- ________________ નાનાશા ડુંગર જેવડા દેહવાળા એ ભારે પ્રાણીને આવી ભૂમિમાં, આવા ચઢાવઢોળાવમાં ચાલવું મુશ્કેલ હતું. પણ સૈનિક કોનું નામ ! સૈનિકનો નિવૃત્તિ વિનોદ પણ પરિશ્રમ ને સાહસથી ભરેલો હોય છે. એ રસ્તો બનાવતા, ખાડાખડિયા પૂરતા, પાછળથી ટેકો આપતા આ ગજબાળને ધીરે ધીરે ઉપર લેતા ચાલ્યા. એમની ઇચ્છા શિલાઓ ઉપર ચઢી શકાય તેવો રસ્તો બનાવી ગજબાળને ધીરે ધીરે એક ઊંચા શિખર પર લઈ જવાની હતી. તે પછી ચઢવા માટે બનાવેલો શિલાઓનો રસ્તો કાઢી નાખી, એકાકી શિખર પર ગજબાળને ઊભું રાખી, સેનાને આનંદ સાથે અચરજ પમાડે તેવું આ દૃશ્ય દેખાડી રમૂજ આપવાની એમની મનોવૃત્તિ હતી. અરે ! એ વખતે આ ભોળા ગણપતિ દાદાની મૂંઝવણ કેવી હશે, એની કલ્પના પણ સૈનિકોને અત્યારથી હસાવી રહી હતી. શંકરપુત્ર ગજાનનને આ ભાવિ મુશ્કેલીનો કંઈ ખ્યાલ નહોતો. મીઠી મધ જેવી લતાઓની કૂંપળો ચરતાં ચરતાં એ પણ ગેલમાં આગળ વધ્યે જતા હતા. સૈનિકોએ ગોઠવેલા ચોરસ હિમખંડોના રસ્તા પર ઠમક ઠમક પાય મૂકતા એ ઉપર ને ઉપર કૂચકદમ કરતા હતા. આવી આનંદલહરીઓમાં સહુ ડોલી રહ્યા હતા. પણ ત્યાં તો એક હિમખંડ પર પગ ટેકવતા ગજભાઈ ચૂક્યા, લથડ્યા; લથડવા સાથે ગબડ્યા. એમને ગબડતા અટકાવવા ઘણા પ્રયત્ન થયા, પણ મૂળમાંથી ઊખડેલો એ નાનોશો ડુંગર ગબડતાં ગબડતાં એક હિમખીણમાં જઈ પડ્યો. એ આનંદી જીવથી વેદનાની કારમી ચીસ પડાઈ ગઈ. સૈનિકોને હસવામાં હાણ થઈ ગઈ. એ જાણતા હતા કે મહારાજ ભરતદેવ ને સેનાપતિજી પ્રાણીઓ તરફ ભારે લાગણીવાળા હતા. એમાં પણ ગજ, અશ્વ, ગાય કે વૃષભ પર તો એમને પેટનાં જણ્યાનું હેત હતું. એવાં પ્રાણીઓને બે ઘડીની મોજ ખાતર નિરર્થક ત્રાસ આપ્યાના ખબર મળે તો ભારે ઠપકો સહન કરવો પડે ! કર્તવ્યપરાયણ સૈનિકોને સ્વામીનો ઉપાલંભ દેહાંતદંડથી પણ વિશેષ વ્યથા પહોંચાડતો. દસ-બાર સૈનિકો ગજબાળને કાઢવા ખીણમાં ઊતર્યા. આજુબાજુના શિલાખંડો તેઓ દૂર કરવા લાગ્યા, પણ એ પ્રાણી તો બિચારું બરફમાં ઊંડું ને ઊંડુ ઊતરતું ચાલ્યું, એની રમતિયાળ આંખોમાં કરુણાજનક વેદના ઊભરાઈ આવી ! સૈનિકો પુરુષાર્થમાં પાછો પગ માંડે તેવા નહોતા. એમણે એ હિમખીણ સ્ત્રીરત્ન ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ સુધી પહોંચે તેવો રસ્તો તૈયાર કરવા માંડ્યો. બીજા સૈનિકોને મદદે આમંત્ર્યા. ખૂબ પરિશ્રમ પછી હિમશિલાઓ વચ્ચે લાંબી નેળ તૈયાર કરી, ને વચ્ચે શિલાખંડ પૂરીને કાચો નાનો રસ્તો બનાવ્યો. પણ આટલું કાર્ય પૂરું થયા પછી જ ખ્યાલ આવ્યો કે કાર્ય હજી એટલું જ કઠિન રહ્યું છે. તેઓએ ગજબાળને એ નળ વાટે બહાર લાવવા પ્રયત્ન કર્યો, પણ એનો પગ નેળમાં ચઢતાં જ ફસક્યો. પહેલાં પડ્યો હતો એનાથી ભૂંડી રીતે એ પડ્યો. પડતાં પડતાં એણે ફરી કરુણ ચીસ નાખી. એ કરુણ ચીસે પહાડના ગાળે ગાળે પડછંદા જગાવ્યા. સૈનિકો ભારે વિમાસણમાં પડ્યા. એમની સમજ અને શક્તિ બંને વ્યર્થ નીવડી હતી. આખરે આ સ્થિતિમાંથી ઊગરવાનો તેમણે નિશ્ચય કર્યો; શસ્ત્રના ઘાથીય વધુ તીણ ઉપાલંભ સહેવાના નિરધાર સાથે એમણે સેનાપતિજીને મદદે બોલાવવાનો નિશ્ચય કર્યો. કેટલાક હિંમતવાન સૈનિકોએ એ માટે છાવણીમાં જવા પાછા પગ કર્યા, કે તેમણે એક સુંદર દશ્ય જોયું ! એક અનુપમ લાવણ્યવતી યુવતી હિમખંડો પરથી એમના તરફ ચાલી આવતી હતી; ચાલી આવતી હતી, એમ ન કહીએ, બલ્ક રૂપાળા પતંગિયાની જેમ ઊડતી આવતી હતી. હિમાવાન પર્વત પર દિવસે ઊગતી ઉષા જાણે આજે સદેહે આ તરફ આવી રહી હતી. હંસલક્ષણ વસ્ત્ર એના ખભા પરથી બંને બાજુ લહેરિયા લેતું હતું. એના હાથમાં રત્ન, મણિ ને માણેકનો સમૂહ હતો. બે આંગળીની ચપટી વચ્ચે એ મણિ કે રત્નને દબાવી એનું ચૂર્ણ કરી જ્યાં ને ત્યાં એ રંગોળી અંકિત કરતી આવતી હતી ! કનકકળશ જેવા ઘાટીલા એના વિશાળ મસ્તકમાં જળના નાનાશા સાયર જેવાં બે નયનો હતાં. એ નયન-સાગરમાં નૃત્ય કરતાં બે મત્સ્ય જેવી એની બે પાણીદાર કીકીઓ હતી. દેવદારુને પણ શરમાવે એવો ઊંચો, પડછંદ ને સશક્ત એનો દેહ હતો. એના કમળવેલથી શોભતા બે હસ્ત હસ્તીની સૂંઢને પણ શરમાવતા હતા. એ રમણી પર્વતના જોખમી શિલાખંડો પર ચાલવાની રોજિંદી ટેવવાળી લાગતી હતી. પગ લપસી જવાની કે ઠોકર લાગવાની લેશ પણ ભીતિ વગર, ખંજન પક્ષીની જેમ ઠેકતી કૂદતી એ અવાજના માર્ગે આવી રહી હતી ! ૧૫૬ ચક્રવર્તી ભરતદેવ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગજબાળનો ચિત્કાર એણે સાંભળ્યો હતો, ને એ ચિત્કાર એની ચિંતાનો વિષય બન્યો હતો : રખેને કોઈ સિંહના પંજામાં એ ફસાઈ ગયું ન હોય ! ગજબાળની રક્ષા એ પર્વતવાસીઓનું પવિત્ર કાર્ય હતું. એ પવિત્ર કાર્ય બજાવવા સુંદરી ઝડપથી આવી રહી હતી. અને હવે તો એણે હાથમાં રહેલ કઠિન રત્ન, માણેક ને મણિઓનું ચપટીથી ચૂર્ણ બનાવી ચક્રવાલ રચવાનું પણ છોડી દીધું હતું. રત્ન-માણેક એમ ને એમ મૂઠીમાં રહી ગયાં હતાં. સૈનિકો આગંતુક સુંદરીને અનિમેષ નયને નીરખી રહ્યા. એમણે જીવન ધરીને આજ લગી આવી સર્વાંગસુંદર નારી નીરખી નહોતી. પુરુષમાત્ર જેના સૌંદર્ય પાસે હિમખંડની જેમ દ્રવી જાય એવા ચંદ્રકાન્ત મણિનું તેજ એના અંગેઅંગમાંથી ઝરતું હતું. ધનુષના ટંકાર જેવા એના ભૂભંગ હતા. કેસૂડાના ફૂલ જેવો એનો રંગ હતો. એના પગમાં પતંગિયાનો વેગ હતો. એના ભાલપ્રદેશમાં અગ્નિની તેજસ્વિતા હતી. સમતલ ભૂમિની રહેનારી સુંદરીઓને, પહાડોમાં વસનારી પદ્મિનીઓને અને જલતીરે વસનારી જલસુંદરીઓને આ સૈનિકોએ અનેક વાર જોઈ હતી, પણ આ યુવતી તો એ સર્વથી જુદી તરી આવતી હતી. એનું સૌંદર્ય પુરુષત્વાભિમાનીને પણ રૂપસમાધિ લગાડી દે તેવું કાતિલ હતું. છ ખંડ ઘૂમેલા સૈનિકો વિચારી રહ્યા કે આપણાં સુદીર્ઘ પ્રવાસી નયનો ખરેખર સાર્થક થયાં કે આવી અદ્ભુત નારી આજે નજર ભરીને નીરખવાનો અવસર મળ્યો ! હિમખંડો પર પોતાની લાલચટક પાનીઓની છાપ અંકિત કરતી એ સુંદરી ક્ષિતિજ પરથી સોહામણી ઉષા ચાલી આવે એમ ચાલી આવતી હતી. એ છાપે છાપે જાણે ક્ષીરસમુદ્રમાં લાલ કમળો ઊગ્યાં હોય એવી શોભા પથરાઈ ગઈ હતી. સેનિકોએ જોયું કે પોતાનાં જેવાં ત્રણ ત્રણ પગલાં સમાવતું એ એક એક પગલું હતું. એ પગલાંના ભારથી શિલાઓ પણ ચંપાઈ જતી હતી. ધ્યાનસ્થ પુરુષ કોઈ અભુત પ્રતિમાનાં દર્શન કરી મૂક થઈ જાય, એમ બધા સૈનિકો આ અજબ સૌંદર્યદર્શને મૂક થઈ ગયા. એ સુંદરી આવી, સહુ એને એકીટશે નીરખી રહ્યા. બધા જુએ તેમ એ નેળમાં ઊતરી. કોઈને સ્ત્રીને સહાય કરવાનો પુરુષધર્મ પણ યાદ ન આવ્યો. રે ! પુરુષત્વનું ભાન સાવ ચાલ્યું ગયું, સ્ત્રીરત્ન ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ પછી શું કરે? આવી સ્ત્રી પાસે પુરુષત્વનું અભિમાન કોઈ સહજ વાત નહોતી. એણે કંઈક મિષ્ટ રવ કર્યો. ગજબાળ તરત, તેને પિછાનતો હોય તેમ, સૂંઢ ઊંચી કરી કરીને એને અભિવાદન આપવા લાગ્યો ! સુંદરીએ હાથમાં રહેલાં સ્વસ્તિક પૂરવા માટેના મણિને રત્નોનું ચૂર્ણ કરી આ બાજુ વેરી દીધું. એ મણિ-રત્નોના વિધવિધ રંગોએ એક નવું રૂપવાદળ ખડું કર્યું. એ રૂપવાદળની વચ્ચે ઊભેલી સુંદરી અજબ આકર્ષક લાગી. પણ સહુથી વધુ તો વૈતાદ્યવાસી ગજબાળને એનું આકર્ષણ જાગ્યું. એણે એ વાદળમાં ઇંદ્રધનુ જોયું. દર ઇંદ્રધનુએ એનાં વાસસ્થાન સમાં જંગલો લીલી હરિયાળીથી મહેકી રહેતાં એ યાદ આવ્યું, મીઠા મધ જેવા વાંસ ફૂટતા ને પેટપૂર ચારો મળી રહોતો, એ પણ સ્મૃતિપંથે ચડ્યું. એને એણે ઉત્કંઠામાં સૂંઢ લાંબી કરી. સુંદરીએ સામે પોતાનો મૃણાલદંડ શો હસ્ત લંબાવ્યો. એ હસ્ત ગ્રહીને– એના અવલંબને – ગજબાળ ઉપર આવવા યત્ન કરી રહ્યું. સેનિકો ફરી મૂંઝાયા. એમને થયું કે ક્યાંક આ મૂર્ખ ગજબાળ પોતાની સાથે સાથે આ અનુપમ રૂપવતી સુંદરીને પણ ઊંડી હિમખીણમાં મરવા લઈ જશે. રે ! આવા રૂપને તે આમ નિરર્થક રગદોળાવા દેવાય ? એક હાથી અગર ભૂગર્ભમાં ચંપાઈ ગયો તો તેથી શું થયું? આવી ત્રિલોકવિજયી રૂપવતી સુંદરીના ચરણ પાસે તો હજાર હજાર ગજરાજ ન્યોછાવર કરી શકાય. પણ સૈનિકો કંઈ પણ આનાકાની માટે આગળ આવે તે પહેલાં તો સુંદરીએ પોતાના એક હાથના અવલંબન માત્રથી ગજબાળને ઉપર ખેંચી લીધું. સુંદરીની શંખ જેવી સુંદર ડોકમાં પોતાની સૂંઢ નાખી ગજબાળ ભેટી રહ્યું રે, આ તો ગજની શોખીન લાગે છે ! ગજગામિની ! સુંદરી ઉતાવળમાં લાગતી હતી, રમત અધૂરી મૂકીને આવી લાગતી હતી. એને વિલંબ પોસાતો ન હોય તેમ જલદી જલદી એણે ગજબાળને ટેકો આપીને માર્ગ ઉપર લાવી મૂકી દીધું. ગજબાળ ચારે પગે થનગની રહ્યું. સુંદરીએ એક વાર ગજબાળના ગંડસ્થળને પંપાળ્યું, ને એક ઉપેક્ષાભરી નજર સૈનિકો પર નાખી – જાણે એમને કંઈ પણ ન લખતી હોય તેવો ભાવ એમાં ભર્યો હતો. ૧૫૮ચક્રવર્તી ભરતદેવ Page #174 -------------------------------------------------------------------------- ________________ ને, દિનાન્ત સંધ્યા જેમ પોતાનો રંગપિછોડો હિલોળતી અદૃશ્ય થઈ જાય એમ, એ હિમશિખરો પર કૂદતી નાચતી વનની લહેરો સાથે અદશ્ય થઈ ગઈ ! સૈનિકો કોઈ સોંદર્યજાદુની સૃષ્ટિમાંથી મુક્ત થતા હોય તેમ આસાયેશ અનુભવી રહ્યા. ‘રે ! નક્કી કોઈ દેવકન્યા ! સ્વપ્નસૃષ્ટિની પરી !” એક સૈનિક સુંદરીના તેજથી અંજાયેલી પોતાની આંખોને સ્વસ્થ કરતો બોલ્યો. ‘દેવકન્યા તો નહિ ! જોયું નહિ, એની પાંપણો પલકારા લેતી હતી !' બીજાએ કહ્યું. ‘ને એ દેવપ્રતિમાનો પડછાયો પણ પડતો હતો !' ત્રીજાએ કહ્યું. નક્કી ત્યારે કોઈ ઋષિની માનસ-કન્યા !” “અરેમાનવકન્યા કહો !” હું તો એને સ્ત્રીરત્ન કહું છું.” અરે ! એવા સ્ત્રીરત્નને પુરુષરત્ન કેવું જોઈએ ?' કેવું જોઈએ વળી ? આપણા ચક્રવર્તી ભરતદેવ જેવું!” અરે ! એને માથે તો એવાનું જ ઓઢણું હોય, જે એની જેમ શસ્ત્રથી પણ ન કપાય એવાં મણિ અને રત્નોનું હાથની ચપટીથી ચૂર્ણ કરી શકે !” ‘એ તો આપણા ચક્રવર્તી મહારાજને શોભે તેવું રત્ન છે ! ચાલો, ચાલો, ચક્રવર્તી મહારાજને નિવેદન કરીએ. ચૌદ રત્નોમાંનું બાકીનું સ્ત્રીરત્ન આજે મળી ગયું!” સૈનિકો હોંશમાં આવી ગયા. આવી સુંદર ઘટના વર્ણવવાનો એમનો ઉત્સાહ અપૂર્વ હતો. તેઓ દોડ્યા. તેઓને ભાન ન રહ્યું કે બિચારું ગજબાળ હજી પણ સુંદરીની દિશાને નીરખતું ભાન ભૂલ્યા જેવું ત્યાં ઊભું છે ! સ્ત્રીરત્ન જ ૧૫૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નીતિશિક્ષણ મહાન ચક્રવર્તી પોતાના સ્વામિભક્ત સૈનિકો પાસેથી એમને હિમવાન પર્વત પર ભેટેલી રૂપસુંદરીની વાત સાંભળી ખિલખિલાટ હસી પડ્યા. પણ જેમ આશાની પાછળ નિરાશા છુપાઈને ખડી હોય છે, એમ એમનું હાસ્ય ક્ષણવારમાં વિષાદનું રૂપ ધરી રહ્યું. એમના મનના ૨થ અયોધ્યાના આવાસો ને હિમવાન પર્વતની અધિત્યકા વચ્ચે દોડાદોડ કરવા લાગ્યા ! રે ! શુક્રતારક સમું એક સુંદર મુખ એની લાંબા કાળથી રાહ જોતું દેખાયું; અયોધ્યાના આવાસો પર ચઢીને દિગદિગંતમાં જોતું યાદ આવ્યું. એનો ભરત ચક્રવર્તી બનીને પાછો આવે એની એ રાહ જોતું હશે ! જાણે ભરતદેવના અંતરમાં અયોધ્યાના સુંદર આવાસો તરી આવ્યા; એમાં બેઠેલી સૌંદર્યતેજભરી મહાદેવી સુંદરી યાદ આવી. એના શબ્દો યાદ આવ્યા : ‘ભરત ! જા, તું વિજય કરીને આવ, ત્યાં સુધી તારી રાહ જોઈશ. તું રજા આપીશ પછી જ વિદાય લઈશ !’ એક રૂપસુંદરીની તો આ દશા કરી ! ને વળી બીજી રૂપસુંદરીની કેવી દુર્દશા કરવી છે, ભરત ! જાણે ચક્રવર્તીને અંતરમાં કોઈ ચૂંટી ખણી રહ્યું. આંતર યુદ્ધમાં પરાજિત નીવડ્યા હોય એવા ભાવ એમની મુખમુદ્રા પર અંકાઈ રહ્યા. પણ અંતર ચીરીને કોઈને થોડું દેખાડી શકાય છે ? અંદર રોતું હોય, જ્યારે માણસ બહાર હસતો હોય. ચક્રવર્તી મલકી રહ્યા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ‘મહારાજ ! વીફરેલા હાથીઓને નાથી શકે, વકરેલા ગેંડાને નસાડી શકે, વિકરાળ વનેચરોને વશ કરી શકે, ને ઘનઘોર અરણ્યો ને આભઊંચા હિમછાયા પર્વતોને ૨મતવાતમાં વીંધી શકે તેવું એ નારીરત્ન છે !’ ‘તમારી વાત હું સાચી માનું છું, પણ એની ગરજ સારે એવા એક નહિ, બબે સેનાપતિ મારી પાસે છે,’ ચક્રવર્તીએ વાતને મજાકનું રૂપ આપવા માંડ્યું. ‘સ્વામી ! ખુલ્લા ખડ્ગને મ્યાન કરાવે એવું એ જાજરમાન સ્ત્રીરત્ન છે !’ ‘ચક્રવર્તીના મ્યાન કરેલા ખડ્ગને હવે ખુલ્લું કરાવે તેવો કોઈ શત્રુ શેષ નથી. ખડ્ગ જ મ્યાનમાં હોય પછી ખુલ્લું કરવું ને વળી એને મ્યાનમાં કરાવનાર લાવવું એવા બેવડા શ્રમની કંઈ જરૂર ?’ ચક્રવર્તી આડું આડું બોલી રહ્યા હતા. ‘મહારાજ ! એ નારીરત્ન, સ્વયંશક્તિના અવતાર સમું છે. કઠણ એવા હીરા, રત્ન ને માણેકને ચપટીમાં ચોળીને એની રજ બનાવતું અમે અમારી આંખોએ જોયું છે.’ સૈનિકો સ્વામીને ગમે તે રીતે પ્રસન્ન કરવા ઇચ્છતા હતા. અયોધ્યાના ભંડારોમાં હીરા, રત્ન ને માણેક હજી સચવાય તેટલી જગા છે. એ કીમતી રત્નોની રજ કરવાની જરૂર નથી. ભલે એ આખાં રહ્યાં ને ધૂળ સાથે ભળે એના કરતાં ભરતખંડની સુંદરીઓના શણગાર બને !’ ચક્રવર્તીના એ શબ્દોમાં હાસ્ય સાથે થોડું દર્દ હોય એમ લાગતું હતું. ‘છ ખંડ ફર્યા, પણ અંધારામાં અજવાળાં પાથરે એવું રૂપ તો અમે અહીં જ નીરખ્યું !’ સૈનિકોની આંખમાંથી એ જાદુઈ સૌંદર્યની પૂતળી કેમે કરીને ખસતી ન હતી ! ‘સેનાપતિજી ! જુઓ, તમા૨ા જ સૈનિકો તમારાં જ રત્નોનું અપમાન કરે છે ! શું મણિરત્ન ને કાકિણીરત્ને વૈતાઢ્યની દુર્ગમ તમિસ્રા ગુફામાં અંધારામાં અજવાળાં નથી પાથર્યાં ?' ચક્રવર્તીએ બનાવટી ક્રોધ દેખાડતાં કહ્યું. ‘અમારા સ્વામી મલ્લ-કુસ્તીમાં ત્રિલોકમાં અજોડ છે, એ અમે જાણીએ છીએ. પણ વાક્-કુસ્તીમાં પણ સ્વામી કોઈને પહોંચવા દે તેમ નથી, તે તો આજે જ જાણ્યું, ' સુષેણે ચક્રવર્તીના પ્રશ્નનો અનોખી ઢબથી ઉત્તર વાળ્યો. સૈનિકોની વાતમાં એની ઊંડે ઊંડે સહાનુભૂતિ લાગી. નીતિશિક્ષણ * ૧૬૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ‘મહારાજ, સત્યની પુત્રી વાચા જેવી એ પવિત્ર છે.’ બહેન બ્રાહ્મીની પવિત્રતા પાસે સંસાર ભરની પવિત્રતા ઝાંખી પડે તેમ છે. સૈનિકો ! બ્રાહ્મીની પવિત્રતાનો તો હું બાળપણથી પૂજારી છું.’ સ્વામી અમને શબ્દ-છલથી છેતરે નહિ. શું શબ્દોની ભુલભુલામણી તો સ્વામી રચી રહ્યા નથી ને ? ઇક્ષ્વાકુ વંશના તેજને સંઘ૨ના૨ી પવિત્ર સમિધ જેવી એ સુંદરી છે. સ્વામી પોતાની હઠ છોડી દે !’ સૈનિકોએ ફરી વાર વિનંતી કરી. " ‘વારુ, એ સુંદરી ક્યાં રહે છે ? ' ભરતદેવે એકદમ નવીન પ્રશ્ન કર્યો. ‘સૈનિકો આ પ્રશ્નનો તરત ઉત્તર ન આપી શક્યા; તેઓ એકબીજા સામે જોઈ રહ્યા. એક જણાએ ધીરેથી કહ્યું : “એ અમે હજી સુધી જાણી શક્યા નથી, પણ જાણવાનો યત્ન કરીએ છીએ.’ ‘સુંદર ! વારુ, એનાં માતા-પિતાનું નામ ?’ ભરતદેવે બીજો પ્રશ્ન કર્યો. ‘એ પણ અમે જાણી શક્યા નથી.’ ‘વારુ ! એનું પોતાનું નામ ?’ ભરતદેવની પ્રશ્નોત્તરી આગળ વધી. વગર કહ્યું સૈનિકોનો ઉત્સાહ ઠંડો પડતો ગયો. “એ પણ અર્મ જ્ઞાત કરી શક્યા નથી.’ ‘સુંદર ! અતિસુંદર ! પારકાની વહુ–બેટી વિષે સૈનિકોની આટલી ઉદાસીનતા ખરેખર પ્રશંસનીય છે ! વારુ, એ વિવાહિતા છે કે અવિવાહિતા ? ભરતદેવે સૈનિકોને નિરુત્તર બનતા જોઈ ઉચ્ચાર્યું. તેઓ ધીરે ધીરે નીતિશાસ્ત્રવેત્તાનો સ્વાંગ ધરી રહ્યા. ‘એ પણ જાણી શક્યા નથી.’ “સારું. કેટલીક વાતોનું અજ્ઞાન પણ સુખદ છે. તમે એને તમારા ચક્રવર્તીની વાત કરી છે ?’ ‘એમાં વાત કરવાની કેવી ? ચક્રવર્તી જેવો સ્વામી મળતો હોય તો સ્વર્ગની સુંદરી પણ ના ન પાડે, તો આ સુંદરી તો કોણ માત્ર ? ના પાડનાર મૂરખ જ કહેવાય !’ ‘સૈનિકો ! તમે શસ્ત્રની દુનિયા જોઈ છે, સ્ત્રી-પુરુષની દુનિયા નથી જોઈ. તમારે મન તમારો ચક્રવર્તી કંઈ કેવોય હોય, પણ સ્ત્રીને મન તો એને જે ભાવ્યો ૧૬૨ * ચક્રવર્તી ભરતદેવ Page #178 -------------------------------------------------------------------------- ________________ તે ચક્રવર્તી ! ભલે પછી એ કુંભાર હોય ને એની સંપત્તિમાં માત્ર ચક્રને બદલે ચાકડો જ હોય. આપણી દુનિયાના ડાહ્યા એ દુનિયામાં મૂરખ ઠરે છે. ત્યારે તમે એની રૂપ-છટાથી અંજાઈ એના નામ-ઠામ જાણ્યા વગર, એની સાથે કંઈ પૂછપરછ કર્યા વગર, તમારી મેળે તમારા ચક્રવર્તી માટે એનું નક્કી કરી નાખ્યું, કાં ?” ‘હા સ્વામી !” સિપાઈઓ, હાર કબૂલ કરતા હોય તેમ, છોભીલા પડીને બોલ્યા. જેમ એક ભક્ત સારુ ફૂલ જોઈ પોતાના ઇષ્ટદેવને ચઢાવવા ઇચ્છે તેમ !” સેનાપતિ જયકુમારે સ્વામીભક્ત સૈનિકોનો બચાવ કરતાં કહ્યું. પછી એ ફૂલ આપણું છે કે નહીં, આપણા બાગનું છે કે નહીં, એ ચઢાવવા યોગ્ય છે કે નહીં, એ કશું જ નહીં જોવાનું, કેમ ? સુંદર ફૂલ જોયું એટલે હક આપણો, એમ જ ને ? આપણા હકને ન માને એની પાસે બળ દાખવી એ હક કબૂલ કરાવવો, કેમ? સેનાપતિજી ! આ ન્યાય ક્યાંનો ? આ શાસન કોનું?' ભરતદેવે જરા ભાર દઈને કહ્યું. સૈનિકો કંઈ ઉત્તર વાળી ન શક્યા. તેઓ પોતાની ભૂલને સમજ્યા; સમજીને શરમાઈ રહ્યા. શરમાશો નહિ. સૈનિકો ! આ ભૂલની પાછળ પણ તમારી નિઃસ્વાર્થતા ને તમારા સ્વામી પ્રત્યેનો તમારો નિઃસ્વાર્થ પ્રેમ જ રહેલાં છે એ હું સમજી શકું છું. પ્રેમ ભૂલ કરે જ. ભૂલ ન કરે તો પ્રેમ નહિ. પણ એ ભૂલ નિર્દોષ હોય. તમે જાણો છો કે એક સત્તાધારી રાજા પ્રજા કરતાં વધુ બંધનોથી બંધાયેલ છે. દરેક માણસ પોતાની સત્તા વાપરે તો એમાં વિવેક ન રહે, અર્થનો અનર્થ થાય, માટે ડાહ્યા માણસોએ સત્તાનું એક કેન્દ્ર રચ્યું, અને બધી સત્તા ત્યાં એકત્ર કરી, ને એક વિવેકીને સત્તાસંચાલન માટે નીમ્યો. એ સંચાલક તે, જેને તમે રાજા કહો છો તે. “એ રાજા વિવેકી બનીને પ્રજાના ભલા માટે સત્તા વાપરે ત્યાં સુધી સત્તાધારી, અને જ્યારે સત્તાને પોતાના શોખ ખાતર વાપરે ત્યારે સ્વેચ્છાચારી ને સ્વચ્છંદી. સુંદર ફૂલ હોય, સ્વયં આવે, પ્રફુલ્લે, બાગને શોભાવે, એવાં બીજાં ફૂલડાં ખિલાવે, એમાં તમારા ચક્રવર્તીની સંમતિ જ હોય ! એમાં તો તમારા ચક્રવર્તીની શોભા જ વધે ! બાકી ક્યાંક સંપત્તિ જોઈ કે એ તમારા ચક્રવર્તીની, નીતિશિક્ષણ ૧૬૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ : ક્યાંક શક્તિ જોઈ તો એય ચક્રવર્તીની ને ક્યાંક રૂપ જોયું તો એય ચક્રવર્તીનું એમ થશે ત્યારે અનર્થ થશે, અન્યાય થશે, પૃથ્વી પર હાહાકાર વર્તશે ! જાણો છો ને, એક રાજા ખરાબ થયે આખું કાળતંત્ર ખરાબ થાય ઃ કુરાજા હોય ત્યાં કુમેલ હોય, કુરાજા હોય ત્યાં કુઋતુ હોય, કુરાજા હોય ત્યાં કમોત હોય !’ સૈનિકો નત મુખ કરીને ઊભા રહ્યા. સ્વામીની નીતિશાસ્ત્ર પ્રસારવાની આવી પ્રશ્નોત્તરીવાળી રીત તેઓને જાણીતી હતી. નીતિને આ પ્રકારે તેઓ સમજી રહ્યા. સ્વામી ને સેવકોની આ પ્રમાણે વાતો ચાલતી હતી, ત્યાં વાર્ધકીરત્ન ને ગૃહપતિરત્ન શ્વાસભર્યા દોડતાં આવતાં દેખાયાં. પોતાનાં અજેય, અસ્પર્ધેય રત્નોને આમ ભયભર્યાં આવતા જોઈ ખુદ ચક્રવર્તીને આશ્ચર્ય થયું. ચાલતાં ચાલતાં એ ઠોકરો ખાતા હતા. ચક્રવર્તી ઊઠ્યા ને ધસ્યા. બંને જણાને પગમાં પડતા ઝીલી લઈને એમણે છાતીએ લગાવ્યા અને પીઠ પર હાથ ફેરવીને કહ્યું :‘ રે, કદી નહિ ને આજે આટલા બહાવરા કાં ?’ દેવ ! કંઈ વાત કરવા જેવી નથી. જરા અમારી પીઠ તો જુઓ !' ચક્રવર્તીએ એમની પીઠ જોઈ, ને એમનો ક્રોધ સળગી ઊઠ્યો. એમણે ઊંચે સ્વરે કહ્યું : ‘રે કોણ છે એ બે માથાળો, જે હાથે કરીને શેષનાગના દરમાં હાથ નાખે છે ? એણે જાણી લેવું જોઈએ કે ભરત પોતાના સેવકની એક આંગળીની રક્ષા ખાતર પોતાનો આખો હાથ કપાવી શકે છે !’ ‘ને સાથે સાથે એણે એ પણ જાણી લેવું ઘટે કે સ્વામીની આબરૂ ખાતર ભરત-સેવકો પોતાનાં મસ્તકનો કંદુકની જેમ છૂટો ઘા કરી શકે છે !’ સેનાપતિ સુષેણે પડકાર કર્યો. ‘કહો તમારી કથા ! કોણ એ કમોતનો માગનારો ખડો થયો છે ? એનાં નામઠામ જલદી કહો !” વાર્ધકીરત્ને કહેવા માંડ્યું; એની આંખોમાં હજી ભય તરવરતો હતો : ‘ચક્રવર્તીની સેના જે રસ્તે પાછી ફરવાની છે, એનું માનચિત્ર અમને મંત્રીરાજ તરફથી મળી ગયું એટલે અમે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ-ઉત્તર શ્રેણીમાં પ્રાથમિક વ્યવસ્થા માટે પ્રયાણ કર્યું. આપણી વ્યવસ્થામાં દખલ કરનાર હજી સુધી કોઈ નહોતું મળ્યું, એટલે અમે નિશ્ચિંત હતા. વૈતાઢ્યની આ દૂરસ્થ પર્વતશ્રેણીઓમાં વિદ્યાધરો વસે છે, પણ આપણા માર્ગથી એ વિદ્યાધરોના આવાસો તો ખૂબ દૂર ૧૬૪ * ચક્રવર્તી ભરતદેવ Page #180 -------------------------------------------------------------------------- ________________ હતા. અમે વચ્ચે અમારા ડેરાતંબૂ નાખ્યા ને આવાસો ખડા કરવા લાગ્યા. પાકશાળાઓ પણ થોડા વખતમાં કામ કરવા લાગી. એક રાતે અમે થાક્યાપાક્યા આરામ લેતા હતા, કે એક મોટું સશસ્ત્ર ટોળું અજાણી દિશામાંથી વાવંટોળની જેમ ધસી આવ્યું. એણે અમારી વ્યવસ્થાને તોડી પાડવા માંડી. અમે સામનો કરતાં કહ્યું : “ભરત ચક્રવર્તીની આ સેના છે. અને વિદ્યાધરો અમારા સ્વામીના સદાના મિત્ર છે.' તેઓ બોલ્યા : “અહીં વિદ્યાધરોનો કોઈ ભાવ પૂછતું નથી. ભરત ચક્રવર્તી જેવા જેને ત્યાં દ્વારપાલ છે, એ રત્નપુરચક્રવાલનગર ને ગગનવલ્લભનગર જેવી રાજધાનીઓના સ્વામી નમિરાજ ને વિનમિરાજનું અહીં રાજ ચાલે છે !' “અરે નમિ-વિનમિ ?” મહારાજ ભરતદેવ કંઈ યાદ કરતા હોય તેમ બોલ્યા, ‘અયોધ્યાની પાઠશાળામાં અમે સાથે કુસ્તી કરતા, સાથે ગજ ખેલવતા, એ તો નહિ હોય ? પિતાજી સાથે ગયેલા કચ્છ–મહાકચ્છ રાજાના એ પુત્રો ! પણ એ અહીં સુધી ક્યાંથી પહોંચે ?' મહારાજ ! ક્યાં ઘરઆંગણાના એ શુદ્ર દીપકો ને ક્યાં વનનાં વન બાળનારા આ ! દાવાનલ ! આ તો કોઈ મહાન શક્તિશાળી પુરુષો લાગે છે. અમે આપના વિષે ઘસાતું બોલાતું સાંભળી અમારી જાતને કાબૂમાં ન રાખી શક્યા. અમે યુદ્ધ આપ્યું, પણ અમને મગતરાની જેમ એમણે મસળી નાખ્યા, અને ક્યાંય સુધી ઘસડી જઈને પછી દૂર ફેંકી દીધા.' આ તો કોઈ દેવ, કોઈ વિદ્યાધર કે કોઈ વ્યંતર હોવા જોઈએ.” સેનાપતિ જયકુમારે કહ્યું. ના, માત્ર માનવ ! હતપ્રાણ જેવા અમે દૂર દૂર ખાડમાં પડ્યા પડ્યા બધું જોઈ રહ્યા. થોડી વારમાં આકાશમાં પ્રચંડ રવ જાગ્યો અને એક વિમાન આકાશમાં તરી રહ્યું. અમે એમાં એ બે રાજાઓને બેઠેલા જોયા. માત્ર માનવ ! આપણા જ જેવા ! પણ શું એમનો પ્રતાપ છે ! શું એમનો પ્રભાવ છે ! દેવો પણ એમની સીમાના આકાશમાં ફરકતા ડરે છે. વિદ્યાધરો ત્યાં ક્ષણવિદ્યા બની જાય છે. એમની હાકે પર્વતોનાં અચલ શિખરો ડોલતાં અમે જોયાં છે. પારણાંમાંથી બચ્ચાં પડી જાય, એમ એમને જોઈ હાથીના હોદ્દામાંથી મોટા જોધારમલ્લો નીચે ગબડી પડે છે !” નીતિશિક્ષણ ૧૬૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ અજબ કોઈ વ્યક્તિ લાગે છે ! ચક્રવર્તી ભરતના હાથ એમને દેખાડવા પડશે. માનવતાના દ્રોહીઓનો નાશ એ ભરતની પ્રથમ પ્રતિજ્ઞા છે ! ' ભરતદેવના ચહેરા પર શૌર્યનું તેજ આભા પ્રસારી રહ્યું. એમનાં નેત્રોમાંથી આખા ને આખા પહાડને ભસ્મ કરી નાખે તેવી જ્યોતિ નીકળી રહી. મહારાજ ! શત્રુ છે, ભયંકર શત્રુ છે, પણ સાથે સાથે અજબ શત્રુ છે. શત્રુનું સારું પણ કહેવું જોઈએ. શત્રુ થયો એટલે એનું સારું હોય તે બધુંય ખરાબ એમ ભારતનીતિ નથી માનતી, માટે કહું છું કે અમે પાછા ભાગતા જોયું, જાયું ને અનુભવ્યું કે ત્યાં એક વાતનો સખ્ત બંદોબસ્ત છે. કોઈ પણ વિદ્યાધાર કે દેવ ત્યાં માનવસ્ત્રીને સતાવી ન શકે તેમજ સ્ત્રી સાથે પુરુષ હોય તો એને પણ વિદ્યાધર, વ્યંતર કે ખુદ દેવ પણ હણી ન શકે ! આ પ્રતિજ્ઞાનો રજમાત્ર પણ ભંગ કરનારને આ બે રાજાઓ કદી જીવતો છોડતા નથી. ત્યાંની પ્રજા ખૂબ સુખી લાગી.” અનિષ્ટમાં પણ ઇષ્ટ રહ્યું છે, તે આનું નામ ! ચાલો, એને આપણે રણમેદાનમાં નોતરીએ, તે પહેલાં તેના વિષે પૂરતું જાણી લઈએ. આપણી માન્યતા હતી કે માનવજાત તરીકે આ અઘોર ને દૂર દૂર પડેલા પ્રદેશોના પ્રથમ પ્રવાસી આપણે જ હઈશું. પણ ના, ના, હજી એવા વીરજાયાઓ પણ આ માતા વસુંધરા પર મોજૂદ છે, કે જેઓ અકળ પ્રદેશો ખેડવાના રસિયા અને અણખેડી ભોમ ખેડવામાં ખબરદાર છે. મંત્રીરાજ ! સબળ શત્રુનો બધો ભેદ પ્રથમ મેળવવો જોઈએ. એ ભેદ લેવા હું પોતે જવા ઇચ્છું છું ' ભરતદેવે કહ્યું. ના મહારાજ ! મંત્રીનો ધર્મ તીરનો છે, અને રાજાનો ધર્મ ધનુષ્યનો. ધનુષ્ય તો તીર ફેંકે એટલું જ. બાકી લક્ષ વેધવાનું તો તીરને ભાગે જ હોય છે. યોગ્ય માહિતી મેળવીને, બની શક્યું તો એ બંને રાજાને આપના ચરણારવિંદમાં સવેળા લાવ્યો જ સમજો !” મંત્રીરાજે તરત પ્રવાસને યોગ્ય તૈયારીઓ કરી. ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્ન ફરી વ્યવસ્થામાં ગૂંથાયાં. ૧૬૬ ચક્રવર્તી ભરતદેવ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નમિ-વિનમિ વૈતાઢય પર્વતની દુર્ગમ શ્રેણીઓને વીંધીને ઊડતાં કાષ્ઠપાષાણનાં પારેવાં લઈને જ્યારે વેપારી ૨થનૂપુર-ચક્રવાલપુરમાં પ્રવેશ્યો ત્યારે ત્યાંની અદ્ભુત શોભા જોઈ છક્ક થઈ ગયો : આ તે નગરી હતી કે ઇંદ્રની અલકાપુરી જે મનોરમ કલ્પના હતી તે સાકાર થઈ હતી ! મહારાજ ભરતદેવ છ ખંડ જીતીને અયોધ્યાને જેવી અજબ રીતે સર્જવા માગતા હતા, એવી નગરી તો અહીં સર્જાયેલી મોજૂદ હતી ! અરે ! જે દુર્ગમ પર્વતોમાં માનવબાળની સંભાવના પણ કલ્પાતી ન હતી ત્યાં આજે માનવજીવોથી વ્યાપ્ત સો-સો નગરીઓ વસેલી હતી. શ્રેણી, કુલ, શિલ્પ વગેરેનો પણ એમાં અદ્ભુત વિસ્તાર થયેલો જોવાતો હતો. ત્યાંનાં શેરીઓ, વીથિકાઓ, પણ્ય-બજારો પણ સર્વાંગસંપૂર્ણ હતાં. પ્રવાસીને લાગ્યું કે આપણા જ્ઞાનને જરૂ૨ સીમા છે, પણ પરાક્રમની પૃથ્વીને સીમા નથી. સંસારમાં તો એક એકથી સવાયા લોકો વસે છે. પારેવાં લઈને આવનાર પ્રવાસીના ગર્વના અહીં ચૂરેચૂરા થઈ ગયા. થોડી થોડી વારે ગગનાંગણમાં મધુર ૨વે ઊડતાં વિમાનો જોતો એ એક વૃદ્ધ ડોશીના ગૃહાંગણમાં જઈ ઊભો. * આકાશગામી યંત્રો તથા આકાશગામી સ્ફટિક પથ્થર વિષે જુઓ ‘વસુદેવવિરંડી.’ Page #183 -------------------------------------------------------------------------- ________________ ‘લ્યો રે ઊડતાં પારેવાં !’ એણે લહેકાથી કહ્યું. ગૃહાંગણમાં ૨મતી છોકરી સુંદર કંડોરેલું યંત્ર-પારેવું લેવા બહાર દોડી આવી. એના હાથમાં બદલામાં આપવા માટે થોડું સુવર્ણ હતું. પારેવાના વેચનારે એટલા સુવર્ણથી પારેવું આપવાની ના પાડી, ને કંઈક વધુ સુવર્ણ માગ્યું. છોકરી વધુ સુવર્ણ લેવા પોતાની માતા પાસે અંદર દોડી ગઈ ! થોડી વારે ગૃહના કંડોરેલા દ્વા૨માંથી એક વૃદ્ધા સ્ત્રી બહાર આવી. એ વૃદ્ધાએ સ્ફટિકનાં કૃત્રિમ નેત્રો ચઢાવ્યાં હતાં, કાન પર સાંભળવા માટે એક વૃક્ષની તંતુનાલ રાખી હતી. રૂપાની નકશીદાર લાકડીના ટેકે એ આવતી હતી. રૂપાની લાકડીમાં ઊછળતો પારદરસ દેખાતો હતો. આપમેળે માંડ માંડ ઊભી થઈ શકતી વૃદ્ધા, લાકડી લઈને જુવાનની જેમ ચાલતી હતી. પેલો પારદરસ એના દેહમાં વીજળીનો વેગ પહોંચાડતો લાગ્યો. અરે, ન જાણે આ વૃદ્ધાને કંઈ કેટલાં વર્ષ થયાં હશે ! બીજી સ્ત્રી હોય તો બિચારી ઊભી પણ ન થઈ શકે, પૂરું બોલી પણ ન શકે, પછી સાંભળવાની તો વાત જ કેવી ? વૃદ્ધાએ આવતાંની સાથે કહ્યું : ‘ભાઈ ! જય વૃષભધ્વજ ! એક યંત્ર પારેવાના અવેજમાં તમને કેટલું સુવર્ણ ખપશે ?’ પારેવાં વેચનારનું મગજ આશ્ચર્યથી ભરાઈ ગયું : વૃદ્ધાએ કયા નામનો જયોચ્ચાર કર્યો ? પોતાના ઇષ્ટદેવ વૃષભધ્વજનો ! અરે, વૃષભધ્વજ તો પોતાના પ્યારા સ્વામીના પિતાજીનું નામ ! એ પવિત્ર નામ દુનિયાના અજાણ્યા ખૂણે વસતા આ લોકો ક્યાંથી જાણે ? અને આ જયજયકાર ઉચ્ચારતી વખતે વૃદ્ધાના મુખની શુભ્ર દંતપંક્તિ કેવી ઝળહળી ઊઠી ! આ ઉંમરે દાંતની બત્રીસી આટલી સાબૂત ! આશ્ચર્યમાં ડૂબેલો પારેવાનો વેપારી તરત સામો જવાબ વાળી ન શક્યો; એ તો મૂંગો બનીને દાડમકળી જેવી દંતપંક્તિઓને આશ્ચર્યભરી નજરથી નીરખી જ રહ્યો. પરદેશી લાગો છો, ભાઈ ! અમારા રાજા વિનમિરાજની આજ્ઞા છે કે દરેક વાતનો આરંભ, પ્રત્યેક કાર્યનો સમારંભ ને દિવસનો પ્રારંભ ‘જય વૃષભધ્વજ’ના નામના પુણ્યોચ્ચારથી કરવો. એ જયજયકારનો પ્રતાપ સમજો કે અમારા રખડતા-રઝળતા નમિ-વિનમિને આ રાજ મળ્યું, આ પાટ મળ્યું, આ ૧૬૮ * ચક્રવર્તી ભરતદેવ Page #184 -------------------------------------------------------------------------- ________________ શક્તિ મળી, આ વૈભવ મળ્યો. આ દેશમાં અમારે કોઈ વાતનું દુઃખ નથી, દુઃખ હોય તો માત્ર મૃત્યુનું છે!” વૃદ્ધાએ છેલ્લું વાક્ય ઉચ્ચારતાં નિશ્વાસ નાખ્યો. મૃત્યુ સિવાય કોઈ દુઃખ અહીં નથી ?' ના, ભાઈ અમારા રાજા નમિરાજ ને વિનમિરાજના નામનો ચારે દિશમાં ડંકો વાગે છે. અહીં ન ચોર છે, ન ચખાર છે; ન લૂંટારા છે, ન ધુતારા છે; ન દુકાળ છે, ન દાવાનળ છે કે ન દેવદાનવનો ત્રાસ છે. ભલભલા વિદ્યાધરની વિદ્યા પણ અહીં તો જાણે બકરી બેં !.....' વૃદ્ધાએ બકરી જેવો ઉચ્ચાર કરી હાસ્ય કર્યું. એની છોકરીએ એનું અનુકરણ કર્યું, ત્યારે તો પારેવાના વેપારીથી પણ હસ્યા વગર ન રહેવાયું. વૃદ્ધાએ આગળ ચલાવ્યું: “સ્વર્ગમાં પણ આટલું સુખ હશે કે નહીં એની અમને શંકા છે. અહીં કોઈ વાતની કમીના નથી. અન્નના ઢગ, સુવર્ણના ઢગ, મધુના ઢગ, કૂપ-તડાગના ઢગ–પછી જોઈએ શું? લોકોને બુઢાપાનું દુઃખ હોય એ પણ આ અમારા વિદ્યાધરેન્દ્ર નમિરાજ-વિનમિરાજે પ્રાયઃ ટાળ્યું છે. આ જ્યેષ્ઠિકા ઝાલનાર વૃદ્ધ પણ જુવાનની જેમ ચાલી શકે છે. આ સ્ફટિક પથ્થરનાં ચશ્માં આંખના દેવતને દ્વિગુણિત કરે છે. આ કૃત્રિમ માણેકપાષાણની દંતાવલિથી રત્ન પણ તોડી શકાય છે. બધી વાત અહીં બની છે, પણ એક વાત હજી નથી બની, અને તે મોતને દૂર હાંકી કાઢવાની. જોકે, કહે છે કે, અષ્ટાપદ પર્વત પર એ મૃત્યુનું દુઃખ દૂર કરવા અર્થે જ ભગવાન વૃષભધ્વજ તપ તપી રહ્યા છે. ભાઈ ! મૃત્યુ દૂર થવાનો કીમિયો હાથ લાગ્યો કે બસ, પછી અહીં સુખ, સુખ ને સુખ જ છે ! દુઃખનું કોઈ નામનિશાન જ નહીં.' “માજી ! હું પરદેશી વેપારી છું. તમે તો મને કેવી સુંદર સુંદર વાતો કહી ! મારે દેશ જઈને હું સહુને એ સંભળાવીશ. કેવી સુંદર ભૂમિ ! લ્યો. આ કાષ્ઠપાષાણનું પારેવું; બહેનને રમવા આપજો. મારે પણ એક આવી રમકડા જેવી નાની બહેન હતી. માજી ! રમકડાંનો તો મારે ત્યાં કંઈ પાર નહોતો, પણ બિચારી રમવા ન રહી. લ્યો માજી ! મારે એના બદલામાં સુવર્ણ નથી જોઈતું ! જાણે મારી બહેનને હું આપું છું.” વેપારીએ પોતાના અંતરનું દુઃખ પ્રગટ કરીને વૃદ્ધાની સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કર્યો. છોકરી પારેવું લઈને બહાર દોડી ગઈ. એનું પારેવું આકાશમાં સહેલગાહ કરવા લાગ્યું. ભાઈ ! અહીં કોઈની ચીજ કોઈ મફત લેતું નથી; સુવર્ણ તો લેવું જ નમિ-વિનમિ ૨ ૧૬૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ પડશે. અને આ દેશની આટલી તો શું, પણ તને સમય હોય ભાઈ, તો માંડીને પૂરેપૂરી વાત કહીશ.” વૃદ્ધાએ વેપારીના હાથમાં સુવર્ણ ધરતાં કહ્યું. એને વેપારી આત્મીય જન જેવો લાગ્યો. માજી ! સમયની ચિંતા આવાં કાર્યોમાં ન હોય. અજબ તમારો આ દેશ છે. મને અહીંની બધી વાતો કહો. તમારા રાજા કોણ છે, આ તમારું રાજ ક્યારે સ્થપાયું, આ વૃષભધ્વજ કોણ છે – એ વાતોના બદલામાં આ બધાં યંત્રપારેવાં મારી બહેનને રમવા આપું છું. ના કહો તો તમને મારા સમ ! માજી, મનેય તમારો દીકરો જ સમજો !” વેપારીએ કહ્યું. “ના ભાઈ ! સુવર્ણ તો લેવું જ પડશે. કોઈનું મફત લેવું એ અહીં બહુ લજ્જાનું કામ લેખાય છે. આવ ભાઈ ! આજ તો તું અમારો અતિથિ ! અતિથિ અમારો દેવ ! તને પેટ ભરીને જમાડીશ પણ ખરી ને મન ભરીને વાતો પણ સંભળાવીશ.” વૃદ્ધા વેપારીની વાણીને વશ થઈ ગઈ. પારેવાંના વેપારીને તો ભાવતું મળ્યું. એણે વૃદ્ધાના નિમંત્રણનો સ્વીકાર ર્યો. છોકરીને એકને બદલે દશ પારેવાં મળતાં એ તો એમાં ગુલતાન બની ગઈ હતી. વૃદ્ધાએ વેપારીને જમાડીને પોતાના રાજાની વાત માંડી : ભગવાન વૃષભધ્વજ સહુનું કલ્યાણ કરો ! ભાઈ, ભરતખંડ નામનો એક ખંડ છે. એમાં વૃષભધ્વજ કરીને એક મહાત્મા વસે છે. એમણે દુનિયાને અંધકારમાંથી અજવાળામાં આણી અને માણસને પશુતામાંથી માનવતામાં આપ્યો. આજે જે માનવનો મહિમા તમે જુઓ છો, એ માનવને એમણે ઘડ્યો. એમને જેમ ભરત-બાહુબલી જેવા પુત્રો હતા, એમ કચ્છ-મહાકચ્છને નમિ-વિનમિ નામે પુત્રો હતા. એક વાર કોઈ કારણસર નમિ-વિનમિને એમણે દૂરદેશાંતર મોકલ્યા-- ડાહ્યા દીકરા દેશાવર સારા એમ સમજીને ! આ તરફ એમને થયું કે મેં રાજા બની માણસોને સુખી કર્યા, પણ સુખી માણસોના માથા પર પણ, ચકલીના માળામાં બાજ બેઠું હોય એવું મૃત્યુ બેઠું છે. દૂધના ભર્યા સો ઘડામાં વિષનું ટીપું પડ્યું હોય, ત્યાં સુધી એ ઘડા શા કામના, ભાઈ ? માટે માણસને મોતનો ભય ટળે એવો માર્ગ બતાવું. દરેક સારા કામમાં પહેલો કુહાડો પોતાના પગ પર લેવો પડે છે. આ માટે એમણે પોતે રાજપાટ છોડી ઍકાત જંગલનો આશરો લીધો, પણ મોતને શોધવું અને તેને જીતવું કંઈ સાધારણ વાત છે? આપણે જેમાં ૧૭૦ ચક્રવર્તી ભરતદેવ Page #186 -------------------------------------------------------------------------- ________________ જેમાં સુખ માનીએ એ બધું એમણે આ મહાન શોધ પાછળ છાંડી દીધું ! આપણને ખાધાનું સુખ તો એમણે ભૂખ્યા રહેવા માંડ્યું. આપણને મહેલમાં રહેવામાં સુખ લાગે, અને એમણે રાનમાં ભટકવા માંડ્યું ! આપણને કપડાં પહેરવાં સુખદ લાગે, તો એમણે વસ્ત્ર જ તજી દીધાં ! સોનું અગ્નિમાં તપવા માંડ્યું. ભગવાને આપણા માટે આકરાં તપ કરવા માંડ્યાં.” “હા માજી ! એ તો મનેય ખબર છે. મેં તો એમનાં નજરોનજર દર્શન કર્યા છે.' પારેવાના વેપારીને ડોસીને વાત લંબાવતી જોઈ કંટાળો ચડ્યો. આ વાતો તો એ જાણતો હતો. એને તો જે વાત જાણવી હતી એ વાત હતી નમિવિનમિની. “ભાઈ ! તેં એ પુણ્યાવતારને સગી નજરે નિહાળ્યા છે? ભાઈ ત્યારે તો તું ભારે પુણ્યશાળી જીવ ! ખરેખર, આજ મારે ઘેર લાખેણો અતિથિ આવ્યો ! ભાઈ, ધન્ય તને, ધન્ય તારાં બડભાગી ચક્ષુને !” માજી ! તમારી વાત આગળ ચલાવો. મારે તમારા રાજા વિષે જાણવું છે.” ભલે. ભગવાન વૃષભધ્વજ તો બધું છોડીને ચાલ્યા ગયા વનમાં ને અમારા નમિ-વિનમિ ઘણાં વર્ષો પછી દેશદેશાવર ખેડીને પાછા ફર્યા. માતા-પિતાના મોહ તો સહુને હોય. શીધ્ર ઘેર જઈ પિતાની ચરણવંદના કરવાની એમને ઉત્કંઠા હતી. એકદા ગંગા નદીના દક્ષિણ કિનારા તરફથી તેઓ ઉતાવળા ઉતાવળા આગળ વધતા હતા, ત્યારે તેઓએ જોયું કે પોતાના પૂજ્ય પિતાશ્રી— નામે કચ્છ અને મહાકચ્છ——તાપસના વેષમાં એક પર્ણકુટીની બહાર બેઠા હતા ! વગડો વેઠવાથી એમનાં મોં શ્યામ પડી ગયાં હતાં. વૃક્ષની છાલનાં પ્રતિકૂળ વસ્ત્રો પહેરવાથી અંગ બધાં ઉઝરડાઈ ગયાં હતાં. જંગલના વાવંટોળો વચ્ચે નિત્ય શ્રમભર્યો પાદવિહાર ને પરિશ્રમ કરવાથી કાયા કૃશ બની ગઈ હતી. અને જ્ઞાન-વિલેપનનો ત્યાગ કરવાથી એમની જટામાં ને દેહ પર રજ ભરાયેલી હતી. પોતાના પ્રવાસોનાં સાહસોને અને કાર્યના વિજયોને પિતૃચરણે ધરવા માટે ઉત્સુક આ બે જુવાનોથી પિતાજીની આ દુર્દશા દેખી દેખાઈ નહિ. એમણે ચિત્કાર કરીને કહ્યું : પિતાજી ! ક્યાં ગયું તમારું રાજ? ક્યાં ગયા તમારા મહેલો ? ક્યાં ગયા તમારા એ વૈભવો ? કયા શત્રુએ તમારી આ દુર્વ્યવસ્થા કરી ? નામ આપો. એને શિક્ષા કરી અમે કંઈક પિતૃઋણ અદા કરીએ, અને આપની સમક્ષ અમારા પરાક્રમની પણ પરીક્ષા આપીએ. દેવ, નમિ-વિનમિ ૧૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ દાનવ, વિદ્યાધર, વ્યંતર કે માનવ–શત્રુ ગમે તે હોય ને ગમે તેવો હોય—એની અમને પરવા નથી.' પિતૃચરણમાં કર્તવ્યપાલનની આજ્ઞા માગવા નમેલા જુવાનોની પીઠ પર પ્રેમથી હસ્ત પસવારતા કચ્છ ને મહાકચ્છ બોલ્યા : “જેને માથે ઋષભદેવ જેવો સ્વામી હોય એને શત્રુનો સંતાપ કેવો ? પણ વત્સ ! મન અને તન નામના બે શત્રુના હરાવ્યા અમે હાર્યા. ભગવાન ઋષભદેવ પૃથ્વીને સમભાગે વહેંચી આપી પોતાના સર્વસ્વનું દાન કરીને મુનિ બનીને ચાલી નીકળ્યા ત્યારે અમને થયું કે અમે શા સુખે અહીં મહેલોમાં પડ્યા રહીએ ? અમે પણ બધું તજીને એમની પાછળ ચાલી નીકળ્યા. અમે પણ તેમના જેવા ત્યાગી બન્યા અને તેમની જેમ ભૂખ-તરસ, થાક, અનિદ્રા સહન કરવા લાગ્યા. પણ થોડા વખતમાં અમને ભાન થયું કે આ તો શક્તિ બહારનું પગલું ભરાઈ ગયું ! સહન કરવું એ તો ભગવાનના સ્વભાવમાં વણાઈ ગયું છે, ત્યારે અમે તો બધું દેખાદેખી કરતા હતા. જંગલમાં અમને રાજમહેલના વૈભવ યાદ આવવા લાગ્યા. દુઃખ પર મનનો રંગ ન ચઢ્યો, બલ્ક દુઃખ મન પર ચઢી બેઠું ! ભગવાન સિવાય એક જ ધોંસરીમાં જોડાયેલ અમે બધા ગળિયા બળદની જેમ ધૂંસરું ફગાવીને નાઠા.” નમિ-વિનમિએ પૂછ્યું: “તો પછી રાજમાં પાછા કેમ ન ગયા ? પિતાઓએ કહ્યું : “રણક્ષેત્રમાંથી પાછી પાની કરીને ઘેર જનારનો સહુ તિરસ્કાર કરે, એમ તપક્ષેત્રમાંથી પાછી પાની કરીને ઘેર જતાં અમને લોકલજ્જા આડી આવી. કાયરતા હંમેશાં જનસમુદાયથી મોં છુપાવે છે. અમે કાયર કર્યા હતા, મેદાન છોડીને નાઠા હતા, સંસારને માટે અમારું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાછા જતાં ભરત જેવાનો ઠપકો સાંભળવો પડે, એના કરતાં આ સ્વતંત્ર જીવન શું ખોટું? સુખ ને વૈભવ તો આખરે મન પર આધાર રાખનારી વસ્તુ જ છે ને! ભગવાન જેટલા અતિ કઠોર તો નહિ, પણ સામાન્ય દુઃખ સહન કરતા અમે અહીં તાપસધર્મ સેવીએ છીએ. ભાઈ ! એ તો કર્યું એટલું કામ !” નમિ-વિનમિએ પૂછ્યું : “તો હવે અમારું શું ? ભગવાને સહુને વહેંચીને ભાગ આપ્યો, તો પછી અમને કેમ ન આપ્યો ? અરે ! એમની નજરમાં તો અમે સહુ સરખા હતા, શું ભરત કે શું નમિ !” “ભાઈ ! એ તો જેવાં આપણાં નસીબ ! વાદળ તો એના વખતે વરસે; આપણી રાહ ન જુએ ! આપણે એની રાહ જોવાની હોય.' પિતાએ બંને પુત્રોને ૧૭૨ જ ચક્રવર્તી ભરતદેવ Page #188 -------------------------------------------------------------------------- ________________ નિમ-વિનિમ પોકારી ઊઠ્યા : · ખોટી વાત ! વાદળને મન પૃથ્વી માત્ર સરખી. વરસે ત્યારે ધરતીમાત્રને ધરવી દે ! અમે જઈશું ભગવાનની પાસે ને માગીશું અમારો ભાગ. યાંચા તો એકની જ સારી ! શ્વાનની જેમ ઘેર ઘેર યાંચા શું કરવી ? આપવું હોય તો ભગવાન ઋષભદેવ આપે, નહિ તો બીજાનું આપ્યું લીધે શી વશેકાઈ ?’ બસ, નમિ ને વિનમિ પૂરા પોતાના રાજમાં પણ ન ગયા, ને નીકળ્યા ભગવાન ઋષભદેવની શોધમાં. રાત ને દિવસ, પગ ને મસ્તક એક કરીને ઘૂમ્યા. ઘોર અરણ્યોમાં પ્રવેશીને છેવટે એમણે ભગવાનને શોધી કાઢ્યા, અને લાગી ગયા એમની સેવાભક્તિમાં. રાત જેમ ચંદ્રને સેવે અને દિવસ જેમ સૂરજની ભક્તિ કરે એમ બંને ભાઈ ભગવાનની સેવાભક્તિ ક૨વા લાગ્યા. ભગવાન તો દિવસોથી મૌન હતા. એમની દેહ પર તો એક ૨જ જેટલુંય સુવર્ણ નહોતું, તો બીજાને શું આપે ? એ તો પોતાની પાસે જે હતું તે જ આપી શકે...અને એ તો હતું માત્ર ભૂખ, દુ:ખ, ત્રાસ ને પરેશાની ! નમિ-વિનમિએ પ્રભુની સાથે રહીને ભૂખ, દુઃખ, ત્રાસ ને પરિષહોને પ્રેમથી અપનાવ્યાં. તેઓ પ્રકાશ ને છાયાની જેમ એમને વીંટળાઈને રહેવા લાગ્યા. ભગવાન જ્યાં જાય ત્યાં માર્ગ સ્વચ્છ કરે, મચ્છ૨-ડાંસ ઉડાડે, આખી રાત ખુલ્લા ખડગે રક્ષણ કરે ! ન પૂરું ખાય, ન પૂરું ઊંધે ! એ તો ભગવાનની સેવામાં એવા તન્મય થઈ ગયા કે જાણે તૃષા પોતે જ જળને ભૂલી ગઈ, ક્ષુધા સ્વયં અન્નને વીસરી ગઈ અને દેહ પોતે જ આરામને વીસરી બેઠો ! સહુ કહેવા લાગ્યા કે સેવકધર્મનો સાચો આદર્શ જોવો હોય તો જઈને જુઓ નમિને ને વિનમિને ! ભાઈ ! માણસ પાષાણને પણ દેવ માનીને પૂજે તો અંદર દેવ જાગે, તો આ તો સ્વયં જીવિત કરુણાર્દ્ર ભગવાન ! તેઓ મુખેથી કંઈ બોલતા નથી, હસ્તથી કંઈ આપતા નથી, પણ આ સેવા, વસંત ઋતુ બેઠે વન ફળે એમ, મિવિનમિને ફળવા લાગી. આ સેવાભક્તિથી એમના દેહમાં વજ્રપુરુષની શક્તિ સંચિત થઈ રહી. દેવ, વિદ્યાધર કે વ્યંતરને સહેલાઈથી પરાસ્ત કરી શકે એટલું પરાક્રમ એમનામાં જાગ્યું, ભગવાન પાસે આવનારા વિદ્યાધરો પણ આ બે ભાઈઓની સેવાભક્તિ જોઈ પોતાની પાસેની અલૌકિક વિદ્યાઓ એમને અર્પવા લાગ્યા. નમિ-વિનમિ * ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ આમ વર્ષો વીત્યાં. છતાં તેઓ ભગવાનની છાયાને તજી ગયા નહીં. આ પછીની વાત માટે બે પ્રકારની કિંવદન્તી છે : કેટલાક કહે છે, કે ખુદ ભગવાને એમને દિશાસૂચન કર્યું; કેટલાક કહે છે, કે એક વાર નાગેન્દ્ર નિકાયનો રાજા ધરણેન્દ્ર ભગવાન પાસે આવ્યો. એણે આ બે અપૂર્વ સેવકોની ભક્તિની ખ્યાતિ સાંભળી જ હતી; એને નજરે નિહાળી એ બહુ પ્રસન્ન થયો. એણે બંનેનાં દિલનું ઊંડાણ માપી જોવા પૂછ્યું : ‘અરે ! બે ચાતક જેમ મેઘરાજાને ભજે, એમ પ્રભુને ભજનારા તમે બે કોણ છો ?” ‘અમે ભગવાનના અનુચરો છીએ.’ ‘પૂર્ણિમાની રાત્રિના પ્રાંતભાગે શોભતા સૂર્ય ને ચંદ્ર સમા તમારાં નામ શાં છે ?" ધરણેન્દ્રને આ યુવાનોની યુવાની ભાવી ગઈ. ‘અમે નમિ ને વિનમિ છીએ. પ્રભુનાં અમે સગાં છીએ; પ્રભુ અમને પુત્ર સમ પાળતા. તેમના જ આદેશથી અમે દેશાંતર ગયા હતા. પ્રભુએ રાજધર્મ પ્રવર્તાવી આત્મધર્મ માટે અયોધ્યા તજી ત્યારે સહુને પૃથ્વી વહેંચી આપી. અમે એ વખતે ક્રૂર હતા, તેથી સાવ કોરા રહી ગયા. એટલે અમારો ભાગ માગવા અમે અહીં આવ્યા છીએ.” ‘ભલા શરદ ઋતુના મેઘ પાસે ચાતક કદી જતું હશે ?’ ધરણેન્દ્રે હસતાં હસતાં કહ્યું, ‘ભગવાન આજે જળરહિત સરોવર સરખા, છાયા વિનાના વૃક્ષ સરખા, ને વરસી ચૂકેલા વાદળ જેવા છે. પાનખરમાં વૃક્ષ પર્ણમાત્રનો ત્યાગ કરે એમ પ્રભુ સર્વસ્વનો ત્યાગ કરી તપશ્ચર્યા કરે છે. એમની પાસે માગવાનું શું ? અને એ તમને આપે પણ શું ?’ ‘ચિંતામણિ રત્ન કોનું નામ ? એ હંમેશાં મનોવાંછિત આપે જ. ચંદ્રને લીધે ચંદ્રકાન્તમણિ આર્દ્ર બને, એમ અમે પ્રભુની સેવાથી કૃતકૃત્ય તો થયા છીએ જ. અત્તર મળવાનું હશે તો મળશે, સુવાસ તો મળી જ રહી છે. ભગવાન પ્રસન્ન થઈને આપશે તો લઈશું. બાકી કમળ સૂર્ય વિના અન્ય કોઈથી પ્રફુલ્લિત નહિ થાય.’ ‘ભગવાને તો પૃથ્વી ભરતને આપી દીધી છે; તમે ભરત પાસે જઈને ભાગ માગો,’ ધરણેન્દ્રે વાતને પલટો આપ્યો. ૧૭૪ ૨ ચક્રવર્તી ભરતદેવ Page #190 -------------------------------------------------------------------------- ________________ ભરત ગમે તેવો હોય, પણ એ કંઈ અમારો સ્વામી નથી ! ભગવાન ભલે ગાયની ખરી જેટલી જમીન અમને આપે, પણ લેવું છે એમનું આપ્યું જ. સ્વામીની ઉપસ્થિતિમાં સ્વામીપુત્રની અપેક્ષા નહીં કરીએ. ભગવાનને ભરત કરતાં અમારા પર વધુ પ્રીતિ હતી. રાજેન્દ્ર, શાણા થઈને ચકોરને મેઘજળ છાંડી પૃથ્વીજળ પીવાનું કાં કહો ? કંઈ આપવું હોય તો સ્વામી આપે. યાચના એકની. મસ્તક એકને જ નમે. સંસારમાં એ એકનું જ આપ્યું અમારે લેવાનું છે. અમને બંને પ્રકારે પ્રસન્નતા છે : રાજ મળશે તો તો પ્રસન્નતા છે જ છે, પણ નહીં મળે તો છેવટે સેવનીય પુરુષની સેવાનો લાભ તો છે જ. ધરણેન્દ્રદેવ ! શાણા થઈને અમને કલ્પવૃક્ષ છાંડી કેરડા પાસે જવાનું ન કહેશો.” ધરણેન્દ્ર આથી ખૂબ પ્રસન્ન થયો. એણે કહ્યું : “તમારી અનુપમ સ્વામીભક્તિથી હું પ્રસન્ન થયો છું. સ્વામીભક્તિ હો તો તમારા જેવી હજો ! વસુંધરા વિશાળ છે. કોઈ ચક્રવર્તી પણ એનો પાર પામ્યો નથી. સિંહ અને શૂરવીર જનો માટે દેશ, કાળ ને ભૂમિનો તૂટો નથી. જાઓ વૈતાઢ્ય પર્વતની ઉત્તર-દક્ષિણ શ્રેણીને સનાથ કરો ! એ ઉજ્જડ ભૂમિને અલંકાર સમી બનાવો. ત્યાં ગામ, ખેડાં ને જનપદ વસાવો. મારી વિદ્યા ને મારું વિમાન તમને અર્પણ કરું છું. આ વિદ્યાઓ પાઠસિદ્ધ છે, સ્મરણમાત્રથી ફળ આપનારી છે. જાઓ, પ્રભુના શાસનનો પ્રચાર કરો.' નમિ-વિનમિ કહે : “પ્રભુ આદેશ આપે તો લઈએ ! સંસારમાં ભગવાન સિવાય અમારો કોઈ સ્વામી નથી. એમના સિવાય બીજા કોઈનું આપ્યું અમે લેતા નથી.” ડોશીમા અહીં અટક્યાં ને પછી બોલ્યાં : લોક કહે છે કે ભગવાને એ આદેશને અનુમોદન આપ્યું. બસ, અનુમોદનની જ વાર હતી. તેઓ તો વૈતાઢ્ય પર્વતના શૃંગ પર આવ્યા. પણ અહીં તો વિદ્યાધરોનું રાજ ! બધા માયાવી રાજ! મનુજબાળને તો દીઠો ન મેલે ! એમાંય માનવસ્ત્રીના તો એ ભૂખ્યા ! ક્યાં ક્યાંથી ઉપાડી લાવે ! અંધારી રાતો એ અનાથ અપહૃતા સ્ત્રીઓના કરુણ વિલાપથી વિશેષ અંધારી લાગે ! માનવી અહીં આવતા ફડક ખાઈ જાય. * શાસ્ત્રપાઠ એવો છે, કે ભગવાનના દેહમાં પેસી ધરણેન્દ્ર કહ્યું કે જાઓ અને વસાવો. ભગવાનના દેહમાં આમ અન્ય ભૂતનો પ્રવેશ અસંભવ છે. નમિ-વિનમિ ૧૭પ Page #191 -------------------------------------------------------------------------- ________________ પણ નમિ-વિનમિ કોનું નામ ? એમણે એકેએકે બધાની ખબર લેવા માંડી. બીજી તરફથી ભરતખંડમાંથી શૂરવીરોને આમંત્ર્યા. ગામ, ખેડાં ને જનપદ વસાવવા માંડ્યાં. પ્રારંભમાં પુરુષો જ આવ્યા. પણ પુરુષોથી પૃથ્વી વશ થાય, પણ વસે નહિ. એ માટે તો સ્ત્રી જ જોઈએ. પણ સ્ત્રીઓને અહીં લાવવામાં ભારે જોખમ હતું. આખરે નમિ-વિનમિના પરાક્રમ પાસે વિદ્યાધરોને નમતું તોળવું પડ્યું. તેઓએ કબૂલ કર્યું કે અમે બળાત્કારે કોઈ માનવસ્ત્રીનું સેવન નહીં કરીએ; સ્ત્રીપુરુષની જોડીને કદી ખંડિત નહિ કરીએ ! બસ, આ સમાચાર ભરતખંડમાં પ્રસરતાં અનેક સ્ત્રી-પુરુષો અહીં આવીને વસી ગયાં. જોતજોતામાં સોળ નિકાય, સોળ જાતિ ને ગામ નિર્મિત થયાં. દક્ષિણ દિશામાં નમિ વિદ્યાધરે પચાસ નગર વસાવ્યાં; રથનૂપુરચક્રવાલ નામનું રાજધાનીનું નગર વસાવ્યું. ઉત્તરશ્રેણીમાં વિનમિ રાજે સાઠ નગર વસાવ્યાં, ને રાજધાનીનું ગગનવલ્લભપુર વસાવ્યું. દયા, દાન ને દેવત, તેમ જ અસિ, મસિ ને કૃષિવાળું ભગવાનનું શાસન અહીં પ્રવર્તાવ્યું. એમણે ઢંઢેરો પિટાવ્યો કે, આ બધી કૃપા ભગવાન વૃષભધ્વજની છે, માટે દિનારંભે, કાર્યારંભે એ નામનો પુણ્યોચ્ચાર કરવો. ' ડોસીમા છેલ્લે છેલ્લે બોલ્યા: “ભાઈ ! એ ભગવાનના નામનો આ બધો મહિમા છે. નહિ તો માથા ફરેલા ને વિવિધ વિદ્યાઓના સ્વામી વિદ્યાધરો વચ્ચે માનવીને વસવું સહેલ નથી. હર્ષની આ સૃષ્ટિ છે. સુખની આ દુનિયા છે. અહીં ખૂબ આનંદ છે. ભય માત્ર મૃત્યુનો છે. પણ ભલા, ભગવાન વૃષભધ્વજે એ વિદ્યા શોધી કે નહિ? કંઈ જાણમાં છે ખરું?” પ્રવાસીએ ડોકું ધુણાવી ના કહી. ડોસીમા બોલ્યાં : “બેટા ! હવે અમારું તો જે થાય તે ખરું. ખૂબ દયા ને દાન કર્યા છે, એટલે મોત આવે તો મોતનો ડર નથી, પણ જો વહેલુંમોડું મોત ટળે તો આ મારી દીકરીને સુખ થાય ! એને તો મરવાનું ન રહે; આ ભોગ સુખે ભોગવે.' “માજી ! વિનમિરાજને મળી શકાય ખરું? ૧૭૬ ચક્રવર્તી ભરતદેવ Page #192 -------------------------------------------------------------------------- ________________ હા ભાઈ ! પ્રાતઃકાલમાં એ બધાને મળે છે. રાય કે રંક એની પાસે જઈને બેસી શકે છે, વાત કરી શકે છે, વિનોદ કરી શકે છે. આ રાજા તો સગા ભાઈબાપ જેવો છે.” “માજી ! ચક્રવર્તી ભરતદેવનું નામ સાંભળ્યું છે?” ના ભાઈ , જન્મ ધરીને આજ સુધી એ નામ સાંભળ્યું નથી. કોણ છે એ ? રથનો હાંકનારો સારથિ છે કે ચાકડાનો ચલાવનાર પ્રજાપતિ છે ?' એ તો છ ખંડ પૃથ્વીનો રાજા છે, રાજા !” “છ ખંડ પૃથ્વીનો રાજા? પારેવા ઉડાડનાર ભાઈ ! તને રાજાનો મહિમા શું સમજાય ? રાજા તો નમિ-વિનમિ, બાકી બધી વાતો ! હશે કોઈ રથવાળો ભરત ! ભાઈ ! તારે વિનમિરાજનાં દર્શન કરવાં હોય તો સવારે વહેલો ઊઠજે !” માજીને બીજી વાતો તરફ રુચિ ન લાગી. પ્રવાસીએ પારેવાં પલંગ નીચે મૂકી માંડ્યું ઊંઘવા. વહેલી થાય સવાર ! નમિ-વિનમિ ૧૭૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઘર્ષણ જાગ્યું જગ્યું ૨થનૂપુરચક્રવાલ નગરના રાજેંદ્ર વિનમિરાજ પ્રભાતકાલે સહુની ભેટ કરતા બેઠા હતા. એમની પાસે સિંહાસન પર એક સુંદરી બેઠી હતી. કમલવનમાંથી નીકળીને આવેલી પદ્મશ્રી જેવી એની શોભા હતી. પોતાના સુકોમળ લાગતા હસ્તથી એ ઇન્દ્રનીલમણિઓને ચપટીથી ચૂરચૂર કરતી ચક્રવાલ રચતી હતી. ગાયકો, વાદકો, બંદીજનો, પૌરજનો, સામંતો એક પછી એક ભેટશે આવતા હતા. આપણો પરિચિત ઊડતાં પારેવાંનો વેપારી પણ ધીરે ધીરે આવી રહ્યો હતો, પણ અત્યારે એની વેશભૂષા જુદા પ્રકારની હતી. . એ રાજદૂતના લેબાસમાં હતો. એણે “જય વૃષભધ્વજ કરીને વિનમિરાજને પ્રણામ કર્યા ને કહ્યું: ‘છ ખંડના વિજેતા મહારાજાધિરાજ, ચક્રવર્તી ભરતદેવનો હું દૂત છું.' ‘ચક્ર-બક્ર અમે ન સમજીએ. રાજદૂત ! હમણાં સીમા પરથી વર્તમાન આવ્યા હતા, કે કોઈ અભિમાની રાજા ભરતદેવના માણસોએ અમારી સીમામાં ડેરા-તંબૂ નાખેલા અને અમારા સેવકોની સામે કંઈક મિથ્યાભિમાન પણ કરેલું. એ કારણે સેવકોને કંઈક કડક થવું પડેલું. અરે ભાઈ ! એ તમારા રાજા ભરતદેવ છે ક્યાંના?’ વિનમિરાજના શબ્દોમાં સ્વાભાવિકતા ગુંજતી હતી. - “અમારા મહારાજા ભરતદેવ અયોધ્યાપતિ ભગવાન ઋષભદેવના પુત્ર છે.” Page #194 -------------------------------------------------------------------------- ________________ “અરે ! એમ ? ભરત કહો ને !” વિનમિરાજ પ્રેમમાં ઊછળ્યા, ‘આવ ભાઈ ! આવ ! કહે, ભાઈ ભરત કુશળ તો છે ને? બાહુબલી શું કરે છે? બહેન સુંદરી ક્યાં છે ? અરે, સુભદ્રા!' વિનમિરાજે સુભદ્રા તરફ ફરતાં કહ્યું, “સુભદ્રા ! પુત્રી ! સુંદરીને તે નથી જોઈ. એના જેવી રૂપ ગુણવાળી છોકરી મેં સંસારભરમાં નીરખી નથી! વારુ, આ ચક્ર-ચક્ર કહેવાથી કંઈ ન સમજાયું. શું હમણાં હિમવાન પર્વત પાસે પડાવ નાખીને જે સેના પડી છે, એ ભરતની છે ?” જી હા. આપ ત્યાં પધાર્યા હતા ?' ના, ના. હમણાં તો હું એ તરફ નીકળ્યો નથી, પણ મારી પુત્રી સુભદ્રા હિમાવાન પર્વતની ઉપત્યકામાં ઘણી વાર વિહાર કરવા જાય છે. એ બધી વાત કહેતી હતી. સાથે સાથે એ એ પણ કહેતી હતી, કે હિમવાન પર્વતની અધિત્યકામાં એક અજબ પુરુષને મેં ફરતો જોયો–મન મોહી જાય એવો. અરે ! એ જ આ તમારો ચક્રવર્તી ભરત ! એ તો નાનપણથી જ મોહિની લગાડે તેવો હતો !' “શું હિમખીણમાં પડેલા ગજબાળનો ઉદ્ધાર કરનાર સ્ત્રીરત્ન તે આપ પોતે જ ?' રાજદૂતે એકાએક પ્રશ્ન કર્યો; એને જૂની વાત યાદ આવી ગઈ. સુભદ્રાએ પૂર્ણિમાના ચંદ્ર જેવું પોતાનું સુડોળ મસ્તક હલાવી હા કહી. અમારા સૈનિકો આપનાં ખૂબ વખાણ કરતા હતા; ભરતદેવ પાસે હજાર મોંએ કહેતા હતા, કે આ તો ચક્રવર્તીને યોગ્ય સ્ત્રીરત્ન !' રાજદૂતે જીભ લાંબી કરી, પણ એના છેલ્લા શબ્દોનો અર્થ કોઈ ન સમજ્યુ. વિનમિરાજ બોલ્યા: ‘ચક્રનો ને રત્નનો મહિમા તમારે ત્યાં વધુ લાગે છે, અમારે ત્યાં તો ભૂમિ શણગારવા સિવાય એ બધાં નિરર્થક છે. ન જાણે મારી આ પુત્રીના હાથે જ અત્યાર સુધીમાં કેટકેટલાં રત્ન ધૂળમાં રજ થઈને પૃથ્વીને શણગારી રહેતાં હશે. આ નગરની રજ, એ રત્ન ને માણેકની રજની બનેલી છે.” વિનમિરાજ ! અમારા ચક્રવર્તી ભરતદેવ રત્નોના ભારે શોખીન છે.” રાજદૂતે પોતાની વાત ચાલુ રાખી, “એમણે ચૂંટી ચૂંટીને પૃથ્વીનાં તેર રત્નો એકત્ર કર્યા છે. બસ, હવે એક ચૌદમા રત્નની આવશ્યકતા છે. એ મળી જાય તો એમનું મન પ્રસન્ન થઈ જાય, અને પ્રજાનું મન પણ મોરની જેમ નાચી ઊઠે ! એક જ રત્ન .... એક જ રત્ન....' ફક્ત એક જ રત્નની ભૂખ ?' હાજી !” ઘર્ષણ જાગ્યું ૧૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ અરે, અમારી સુભદ્રા તો તમને એવાં કેટલાંય રત્ન આપી શકશે.' જો સુભદ્રાદેવી જેવું રત્ન અમારા ચક્રવર્તીને મળે તો અમે ધન્ય બની જઈએ,’ રાજદૂત ભોળપણનો ડોળ કરીને બોલતો હતો. “હું રત્ન ? સુભદ્રાને આ રાજદૂતનું બોલવું સાંભળવામાં રમૂજ પડતી હતી. અરે ! રત્ન તો પાષાણ હોય, ને હું તો માણસ છું ! ભરતદેવને કોનો ખપ છે ?” આપનો.’ મારો ?’ સુભદ્રાદેવીના મોં પર શરમના શેરડા પડ્યા. હાજી ! આપ અગર ભરતદેવની પાસે પધારો તો ....” અરે! અમે તો તૈયાર છીએ.” વિનમિરાજે વચ્ચે કહ્યું. ‘તો આપને સુવર્તમાન આપું : ભરતદેવ છેક આપની સીમમાં જ આવી પહોંચ્યા છે અને આપને યાદ કરે છે. તો આપ શીધ્ર પધારો !” અરે એનાથી રૂડું શું? અમે બાળપણમાં ખૂબ સાથે રમેલા, ખૂબ મજા કરેલી. સુભદ્ર, ચાલો, આપણે બધાં ભરતને મળવા જઈએ !” ‘તમે જાઓ ! અને તું?” હું નહીં આવું?' સુભદ્રાના મોં પર શરમની સુરખી છવાઈ રહી. અરે ! તેં કેટલીય વાર હિમાવાન પર્વતની અધિત્યકામાં નીરખેલા એ પુરુષનાં મારી પાસે વખાણ કરેલાં. મને એક વાર એને જોવા માટે લઈ જવાનો તેં આગ્રહ પણ કરેલો. ને હવે શરમ આવે છે? નહિનહિ, તારે સાથે આવવું જ પડશે. પણ હાં.... અરે, નમિને પણ બોલાવો. એ આવે એટલે બધાં સાથે જઈએ.” થોડી વારમાં પ્રભાતની મંદ મંદ લહેરો પર પ્રવાસ કરતું વિમાન ગગનવલ્લભપુરના અધિપતિ નમિરાજને તેડવા રવાના થયું. એ વખત દરમ્યાન વિનમિરાજ ભરતદૂતને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા. એમાં ભાવ હતો, વાત્સલ્ય હતું, લાગણીનાં પૂર હતાં. સુભદ્રા મૌન રહીને આ વાર્તાલાપનો મીઠો રસ પી રહી. ભરતનું નામ આવતાં, ન જાણે કેમ, એ આપોઆપ અડધી અડધી થઈ જતી ! થોડી વારમાં ગગનવલ્લભપુર ગયેલું વિમાન પાછું ફર્યું, ને છલાંગો ભરતા નમિરાજ આવી પહોંચ્યા. સૂર્ય તો જાણે એક જ હતો, પણ એક પ્રભાતનો ૧૮૦ ચક્રવર્તી ભરતદેવ Page #196 -------------------------------------------------------------------------- ________________ હતો મધુર; બીજો હતો મધ્યાહનો વિનમિરાજ ને નમિરાજમાં એ ફેર દેખાયો. માંડી મીટ ન મંડાય તેવો ઉગ્ર. મિરાજે આવીને સુભદ્રાની પાસે આસન લીધું. જાણે એક પૂર્ણિમાની બે બાજુ બે સૂર્ય આવીને બેઠા. નિમરાજે આટલી શીઘ્રતાથી પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું. સુભદ્રાએ અત્યંત મિષ્ટ સ્વરે બધી વાત કરી, ને રાજદૂત તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘ભરતદેવ આપણી સીમા પાસે આવી ગયા છે. આ એમના કૂત આપણને એમની પાસે તેડી જવા આવ્યા છે.’ ‘વારુ, પણ ભરત પોતે જ અહીં આવ્યા હોત તો ?’ નિમરાજે લાગલો જ પ્રશ્ન કર્યો. એના મોં પર મુસદ્દીવટ દેખાતી હતી. “એ ન આવ્યા તો આપણે જઈએ, એમાં શું ?’ સુભદ્રાએ કહ્યું. ‘એમાં શું ? સુભદ્રા, તું સ્ત્રી છે. ભરત પોતે ન આવ્યો ને આપણને બોલાવ્યા એનું આંત૨ રહસ્ય હું જાણી શકું છું. થોડા દિવસ પર જ આપણા સૈનિકોને એના સૈનિકોની સાથે ઝપાઝપી થઈ હતી. મોટા ભાઈ તો ભગવાનના માણસ છે, પણ હું તો કાન ને આંખ ચારે તરફ ફેરવતો રહું છું. ભરત વિષે મેં જે સાંભળ્યું છે, તે આપણા માટે સારું નથી, એનાથી તો દૂર રહેવામાં જ સાર છે. હું જાણું છું કે સુભદ્રાને ભરત ૫૨ મોહ થયો છે. ભરતની પાછળ મોહિત થઈને ભટકનારી હજારો સ્ત્રીઓને હું પિછાણું છું. સ્ત્રી તો માત્ર પ્રેમને જ પેખનારી હોય છે. પ્રેમને વખતે એ સત્તા, રુઆબ, વૈભવ, માનાપમાન, એ કંઈ પણ વિચારતી નથી. પણ શું વિનમિરાજ ! આપે પણ એમાં સંમતિ આપી છે ? વિનમિરાજે મસ્તક હલાવી હા કહી. તમને કોઈને શત્રુ–મિત્રની પિછાણ નથી લાગતી ! ભરતને આપણા પર જો પ્રેમ હતો, તો એ શા માટે મળવા ન આવ્યો ? મેં સાંભળ્યું છે, કે એને ચક્રનું ઘેલું લાગ્યું છે. એણે ચક્રવર્તીનું બિરુદ લીધું છે. ચક્રવર્તીનો અર્થ આપણે માટે અનર્થકારક છે. ચક્રવર્તી એટલે રાજાઓનો રાજા; એણે રાજામાત્રને વશ કરવા જોઈએ. તો શું સામે પગલે જઈને તમારે આવા મહત્ત્વાકાંક્ષી ભરતની સત્તા સ્વીકારવી છે ? એના ચરકિંકર બની બાવા થઈ જવું છે ?’ ‘ના,’ વિનમિરાજે કહ્યું. ‘તો રાજદૂત ! આ રહ્યું વિમાન. જાઓ, તમારા રાજા ભરતને અહીં તેડી લાવો. ગઈગુજરી ભૂલી જવા ને એમનું સ્વાગત કરવા માટે અમે તૈયાર છીએ. ગમે તેમ તોય એ અમારા સ્વામીનો પુત્ર છે.’ ઘર્ષણ જાગ્યું ઃ ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ રાજદૂતને બીજું કંઈ બોલવાનું નહોતું; એને તો માત્ર માહિતી મેળવવાની હતી. અને એણે તો એથી પણ વિશેષ પગલું ભર્યું હતું. એટલે હવે એ ચૂપચાપ વિમાનમાં આરૂઢ થયો ને વિમાન ભરતસેના તરફ પાછું ફર્યું. ગયેલું વિમાન થોડી વારમાં પાછું ફર્યું. પણ એમાં ભરતદેવ કે રાજદૂતને બદલે મંત્રીરાજ સુમતિસાગર બેસીને આવ્યા હતા. એમણે પોતાના સ્વામીનો સંદેશ બંને ભાઈઓને કહી સંભળાવ્યો : ‘ચક્રવર્તી રાજા ભરતદેવ છ ખંડ પૃથ્વીને પોતાના શાસન નીચે લાવવા નીકળ્યા છે. એ કહેવરાવે છે કે ભરતશાસનને સ્વીકારો, પછી હું આવું. મારાં રત્નોને તમારી સીમામાં ત્રાસ વેઠવો પડ્યો છે, એટલે તમારે ક્ષમાયાચના માટે સર્વપ્રથમ અમારી સમક્ષ ઉપસ્થિત થવું.’ ‘એટલે શું ભરત અમને પણ આંખ દેખાડે છે ? અરે, એ નમિ—વિનમિની તાકાતને પિછાણતો નથી લાગતો ! જેનાથી વિદ્યાધરોય થર થર ધ્રૂજે છે, એ નમિ—વિનમિ ભરતને નમતું તોળશે ? અમે જીવનમાં કોઈની લાચારી કરી નથી, ને કરીશું પણ નહિ !’ નમિરાજે કહ્યું. ‘રે ! આ તો આપણો સગો છે ! એમાં લાચારી કેવી ?’ વિમિરાજે કહ્યું. ‘સાચું છે તમારું કથન !' સુભદ્રાદેવીએ વચ્ચે કહ્યું. એને આ વિલંબ અસહ્ય થતો જતો હતો. ‘તમને બંનેને ભરતનો મોહ વળગ્યો લાગે છે. પણ યાદ રાખો કે રાજકાજમાં સગપણ બધાં ભુલાઈ જાય છે. જે પળે તમે એનું શાસન સ્વીકાર્યું ત્યારથી તમે સેવક ને એ સેવ્ય ! આંગળી આપતાં પોંચો ખોશો ! મંત્રીજી ! જઈને તમારા ભરતને કહેજો કે સગા તરીકે આવો. એ રીતે આવશો તો સન્માન પામશો. ને સત્તાધીશરૂપે આવવું હોય તો શત્રુ તરીકે તમારો સખ્ત સામનો થશે.' મંત્રીરાજ પાછા ફર્યા. કેટલેક વખતે એક તીર આવીને સીમામાં પડ્યું એમાં ભરતદેવનો આદેશ હતો કે ‘ભરત-શાસનને સત્વર સ્વીકારો, નહિ તો જે દૃઢતાથી મુનિજનો રાગ-દ્વેષને જીતે છે, એ રીતે જ હું તમને જીતી લઈશ.’ નમિરાજ ને વિનમિરાજે આ પડકાર સામે યુદ્ધના પડહ બજાવ્યા. જોતજોતામાં ધમસાણ યુદ્ધ ચાલુ થઈ ગયું. ૧૮૨ * ચક્રવર્તી ભરતદેવ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અતીન્દ્રિય બળ યમરાજનેય થકવી નાખે એવું યુદ્ધ બાર બાર વર્ષથી ભરત અને મિવિનમિ વચ્ચે ચાલી રહ્યું છે, છતાં ન એનો કોઈ આરો છે, ન ઓવારો છે. યુદ્ધ દિવસે દિવસે ઉગ્ર–અતિ ઉગ્ર બની રહ્યું છે. પણ યુદ્ધ જેટલું ઉગ્ર બની રહ્યું છે, એટલાં હૈયાં કૂણાં બની રહ્યાં છે. ઘણી વાર ઉગ્ર હિંસામાંથી અહિંસા જન્મે છે. દેવી સુભદ્રા તો દિવસોથી પૂરું ખાતી નથી, પૂરું પીતી નથી; આખો દિવસ ભગવાન વૃષભધ્વજને ભજ્યા કરે છે, અને સહુને સન્મતિ મળે એમ ઇચ્છા કર્યા કરે છે. નમિરાજ કહે છે : ‘રે ઘેલી છોકરી ! આ શું લઈને બેઠી છો ? યુદ્ધમાં તો હાથ હલાવવાનું કામ, પગ ચલાવવાનું કામ, જીભ ઊંચી-નીચી કરવાનું કામ, આંખને તીક્ષ્ણ-સુતીક્ષ્ણ રાખવાનું કામ; ત્યારે તું તો હાથ-પગ હલાવ્યા વગર, દિવસો સુધી મૌન રાખી, નેત્ર બંધ કરીને આ શું કર્યા કરે છે ? આથી શત્રુનો પરાજય થશે ખરો ? તારે સાવધ રહેવું જોઈએ; સર્વ પરિસ્થિતિથી વાકેફ રહેવું જોઈએ. કદાચ અમે ભરતની સામે ખપી જઈએ, તો યુદ્ધની આગેવાની તારે લેવાની છે !’ ‘જુગ જુગ જીવો પિતાજી ને કાકાજી ! સંસા૨માં નમિ-વિનમિની જોડીને ખંડિત કરનાર કોઈ માડીજાયો હજી સુધી પાક્યો નથી.’ સુભદ્રાએ કહ્યું. ‘તો શું ભરત હારશે ?” નમિરાજે મુસદ્દીવટથી પ્રશ્ન કર્યો. Page #199 -------------------------------------------------------------------------- ________________ એમ કેમ કહેવાય ?' સુભદ્રા સ્પષ્ટ જવાબ ન આપી શકી. સ્ત્રીહૃદયની માર્દવતા પ્રગટ થઈ ગઈ. જેના ઘોડાને પણ પોતાનો માન્યો એના અનિષ્ટમાં એ કેમ રાચે ? એનાં કમળપત્ર જેવાં નયનો અનેરા ભાવથી ચમકી ઊઠ્યાં. ‘તો એનો બીજો અર્થ એમ કે ભરત ન હારે તો અમે હારશું, કાં ?” ના, ના. હાર-જીત મને ગમતી નથી, વ્યર્થ છે !” ‘પણ ઘેલી છોકરી ! યુદ્ધમાં બેમાંથી એક હારે ને એક જીતે, એમ જ બને ને ?” ના, હું તો બંનેને જિતાડવા માગું છું, જિતાડીને જિવાડવા માગું છું ! ભરતદેવ તમને જીતે, તમે એને જીતો.' ભ્રમિત થઈ ગઈ લાગે છે!” નમિરાજે કહ્યું. કાકાશ્રી, તમે ભગવાનના ચરણ સેવ્યા છે, ને ઇંદ્રિયોની શક્તિમાં શ્રદ્ધા કેળવી છે, પણ ઇંદ્રિયોની શક્તિ જ્યાં થંભી જાય, ત્યાં એક અતીન્દ્રિય શક્તિ જાગે છે, એ તમે ભગવાનની પાસે રહીને પણ જાણ્યું નથી ! હું આંખ, કાન, હાથ, પગ-માત્ર એ ઇંદ્રિયોની શક્તિમાં જ વિશ્વાસ રાખનાર ભગવાન ઋષભદેવના અનુગામીઓનો વિનાશ જોઉં છું. આવે ટાણે જો કોઈ કામ આવે તો તે માત્ર અતીન્દ્રિય શક્તિ જ ! ને એ શક્તિની સાધના માટે હું બેઠી છું !” એથી શું થશે?” ‘તમારો દેહ નહિ, પણ એ દેહની અંદર સૂતેલો આત્મા જાગ્રત થશે. તમારા આત્માને જાગ્રત કરવા માટે અંતરની ભાવનાને, અતીન્દ્રિય શક્તિને આવાહન આપ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. એ અતીન્દ્રિય શક્તિથી તમારા અને તમારા પ્રતિસ્પર્ધીના આત્માને જાગ્રત કરીશ, એની મોહનિદ્રા ઉડાડીશ, પૃથ્વીના કટકા પાછળ આત્માના ટુકડા કરવા તૈયાર થયેલા તમારા મનને વારીશ. મન સમક્યું એટલે તમે સમજ્યા જ છો ! તનની લડાઈ ભયંકર નથી, મનની લડાઈ જ ભયંકર હોય છે.' ‘ભદ્ર ! શસ્ત્ર પકડવાની વેળાએ આ કેવી ચિત્રવિચિત્ર વાતો ! સુભદ્રા ! તું દીવાની બની ગઈ લાગે છે !” ‘આવાં કામ દીવાના બન્યા વિના નથી થતાં, પિતાજી !” ૧૮૪ ચક્રવર્તી ભરતદેવ, Page #200 -------------------------------------------------------------------------- ________________ નમિરાજ તુચ્છકારથી હસી રહ્યા. એમણે કહ્યું : “પહેલાં સ્ત્રી ને પુરુષ એકસાથે ખભેખભો મિલાવી મેદાનમાં ખડાં થતાં. બંને સરખી શક્તિથી યુદ્ધમાં, વિનોદમાં, વિહારમાં, શિકારમાં ભાગ લેતાં. પણ હમણાં હમણાં જોયું છે કે, સ્ત્રીઓ કમજોર ને લાગણીવેડાવાળી બનતી જાય છે. હવે પેટની દીકરીનો પણ ભરોસો ન રાખી શકાય, એવો વખત આવી રહ્યો છે !' “અવશ્ય. કારણ કે તમારી પુરુષસૃષ્ટિમાં સ્પર્ધા જાગી છે, ભેદ જાગ્યો છે, સ્વાર્થ મોટો બન્યો છે. ઈર્ષ્યા તમારી ચિરસંગિની બની છે. સ્ત્રીની સૃષ્ટિમાં પ્રેમ છે, આત્મા છે, અભેદ છે. પુરુષ ધીરે ધીરે પોતાની મહત્ત્વાકાંક્ષાનું કેન્દ્ર પોતે બનતો ચાલ્યો છે. એ પોતાની મહત્ત્વાકાંક્ષા માટે સંહાર, કc, યુદ્ધ અને ગમે તેવા ભયંકર વિનાશથી પણ પાછો હઠવા તૈયાર નથી. સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા પ્રેમની છે, અભેદની છે. એનું કેન્દ્ર પ્રેમ છે. એ પ્રેમવૃક્ષને વીંટાનારી વેલી છે,' સુભદ્રા સહેજ આવેશમાં આવી ગઈ હતી. એટલામાં વિનમિરાજે પ્રવેશ કર્યો. એમના મુખ પર અસામંજસ્ય હતું. એમણે કહ્યું : “હવે તો ભરત પોતે યુદ્ધમાં આવે છે. કદાચ એ એનું ચક્રરત્ન વાપરે !” એ ચક્રરત્ન વાપરે તો આપણું વિદ્યાચક્ર ક્યાં દૂર છે ? એમાં ભીતિ કેવી ? એનો ને આપણો વિનાશ સાથે સાથે; એનું કે આપણું એક માણસ જીવતું નહિ રહે, પછી નિરાંત થશે : ન દેખવું ન દાઝવું. ચાલો, જલદી મેદાન પર જઈ પહોંચીએ. પહેલો મારે એ કદી ન હારે.' નમિરાજના શબ્દોમાં આવેલ હતો. નમિ ને વિનમિ ઉતાવળા ઉતાવળા રણમેદાન તરફ ચાલ્યા ગયા. સુભદ્રાને છેલ્લા સમાચારે વ્યાકુળ કરી નાખી. એ ફરીથી અતીન્દ્રિય શક્તિની સાધનામાં બેસી ગઈ ! ખુદ ભરતદેવ યુદ્ધના મેદાન પર હાજર થયા. નમિરાજ ને વિનમિરાજ પણ મેદાને પડ્યા. એક તરફ ચક્રરત્ન સજ્જ થઈ રહ્યું. બીજી તરફ વિઘાચક્ર તૈયાર કરવામાં આવ્યું. બધે મોતના પડછાયા પથરાઈ રહ્યા, હાહાકાર પ્રવર્તી ગયો. આ વખતે પ્રજાએ પોકાર પાડ્યો : “અરે ! આ રાજાઓને શું સૂક્યું છે? અતીન્દ્રિય બળ ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રજાનું ભલું કરી શકે તે રાજા – પછી એ ભરત હોય કે નમિ–વિનમિ હોય ! વૃક્ષની ગરજ છાયા માટે, ઢાલની ગરજ રક્ષણ માટે. જો એ વસ્તુથી જ છાયા ટળતી હોય ને રક્ષણ વેગળું જતું હોય તો એ શા કામનો ? અરે આથી તો વેરની વેલ વવાય છે કે દ્વેષ, ઈર્ષ્યા ને અસૂયાનાં પ્રેતપિશાચો છૂટા મુકાય છે. યુદ્ધ તો કાલે શમી જશે, પણ એટલામાં માનવી હતો ન હતો થઈ જશે ! કાલે રાજાઓનું ને એમના ગર્વનું નામોનિશાન નહીં રહે, રહી જશે પેલા દ્વેષ, ઈર્ષા, મોહ, મત્સરના ઘૂમતા પ્રેતપિશાચો–લોહી પીતાં ને પિવરાવતાં, અનન્ત કાળ સુધી, પેઢી દર પેઢી !” બધે એ પોકાર પડ્યો : “યુદ્ધ બંધ કરો ! વૃષભધ્વજના અનુગામીઓમાં આ વેર ન શોભે, નાના-મોટાના ઝઘડા ન દીપે ! ભલા થઈને તમારા રાજપદ માટે યુદ્ધ નોતરશો મા નોતરીને પ્રજાને ખરાબ કરશો મા ! ખરાબ પતિને સ્ત્રી કાં તો નભાવી લે છે, કાં તો સુધારી લે છે ! અમે ગમે તેવા રાજાને નભાવી લઈશું, પણ વિધ્વંસ વેરનારું આ યુદ્ધ થોભાવો.” બીજી તરફ આ યુદ્ધનો લાભ વિદ્યાધરોએ લેવા માંડ્યો. તેઓએ માનવસ્ત્રીઓનાં હરણ કરવા માંડ્યાં, નવા નવા ઉપદ્રવો ખડા કરવા માંડ્યા. એમને લાંબા વખતની અંતરની દાઝ વાળવાની આ તક સહેજમાં હાથ લાગી ગઈ હતી ! વિનમિરાજે એક વાર એકાંત જોઈ કહ્યું : ભાઈ ! આ યુદ્ધ તો માણસનો સુખ-વૈભવમાત્ર ખાઈ જાય છે. જે થાય તે. પણ ભરતને આપણે સસ્તો નહીં છોડીએ.” ‘ન એમાં એનું કલ્યાણ હશે, ન આપણું!' ‘તમારી વાતો થાકેલાની છે. તમારા પર સુભદ્રાની અતીન્દ્રિય શક્તિ તો કામ નથી કરી રહી ને ? નિરર્થક થતા આ સંહારનો સંતાપ તો મને પણ છે, પણ આપણે શાન્ત થઈ જઈએ તો આપણું નાક જાય, તેનું શું?’ આ રીતે નાક જાળવવા જઈશું, તો પ્રજા આપણા નાકના નોકને ટાળશે. પ્રજા બધી કંટાળી છે. સંહારક ચક્રોની વાતોથી સૌ વ્યાકુળ બન્યાં છે. તેઓ ગમે તેવા રાજાને નભાવી લેવા તૈયાર છે, પણ આ સંહાર ચલાવી લેવા માગતા ૧૮૬ ચક્રવર્તી ભરતદેવ Page #202 -------------------------------------------------------------------------- ________________ નથી. જનમત એવો છે, કે આ રાજપાટ બધું આખરે તો ભગવાન વૃષભધ્વજની સેવાનું ફળ છે. એ ફળને એના પુત્રને ચરણે ધરતાં વળી શરમ કેવી ?' વિનમિએ સ્પષ્ટ રીતે વાત કહી. પ્રજાની વાત પ્રજા જાણે. એ કદાચ નવો સ્વામી સ્વીકારી લે, પણ શું આપણે બીજો સ્વામી સ્વીકારી લેવો ?’ નમિરાજે પ્રશ્ન કર્યો. ના.” તો શું કરવું ? ભરતને આપણી સંપત્તિની ભૂખ નથી; એને તો આપણું સ્વમાન જોઈએ છે, આપણે સ્વત્વ જોઈએ છે. એની આકાંક્ષા તો નાગને માથેથી મણિ ખેંચી લેવાની છે !' નમિરાજે તિરસ્કારમાં કહ્યું. વીર પુરુષો સ્વમાન તો કોઈ કાળે પણ ન વેચે. હા, પોતાના સ્વમાનથી સંસારને હાનિ પહોંચતી હોય તો સ્વયં દૂર ખસીને ઊભા રહે ખરા!' વિનમિએ સ્પષ્ટ કર્યું. ખસીને દૂર ઊભા રહે એટલે ?' ‘આપણે ભગવાન વૃષભધ્વજના ચરણની સેવામાં પહોંચી જઈએ. પછી ન આપણે નવો સ્વામી કરવો પડશે, ન આપણું સ્વમાન હણાશે. પછી પ્રજા પ્રજાનું ફોડી લેશે.' નમિરાજને પોતાના ભાઈના આ નિર્ણયથી એક વાર તો ધક્કો લાગ્યો, પણ એણેય ઋષભદેવનાં પાસાં સેવ્યાં હતાં. સંપત્તિના તૃણવતું ત્યાગનું ખાનદાની લોહી એની નસેનસમાં વહેતું હતું. પ્રજાનું આ રીતે ભલું થતું હોય તો ભલે થાય. નમિરાજે થોડી વારે વિચારોમાંથી જાગ્રત થતાં કહ્યું : “આપણે તો રાજનો ત્યાગ કરીએ, પણ સુભદ્રાનું શું કરીશું ?” હિમવાન પર્વત પર ભારતના કેટલાક સૈનિકોએ સુભદ્રાને નીરખેલી, ત્યારથી તેઓ તેનાં વખાણ કરતાં થાકતા નથી. આપણા રાજમાં પહેલાં પારેવાના વેપારી તરીકે ને પછી રાજદૂત તરીકે ને પછી મંત્રીરૂપે–આ બધા બહુવિધ વેશ ધરીને આવનાર મંત્રીરાજ સુમતિસાગરે અહીંથી ત્યાં જઈને એના વિષે વાત કરી છે, ત્યારથી સૈનિકો અડધા અડધા થઈ ગયા છે. તેઓ પણ યુદ્ધ થંભાવવાનો આગ્રહ કરી રહ્યા છે. કહે છે કે, ચક્રવર્તીને ચૌદ રત્ન જોઈએ. એમાં તેર રત્નો તો મળ્યાં છે, પણ હજી ચૌદમા સ્ત્રીરત્નની ખામી છે. તેઓ સુભદ્રાને સ્ત્રીરત્ન અતીન્દ્રિય બળ ૧૮૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ તરીકે ઓળખે છે. ભાઈ ! મને શ્રદ્ધા છે કે સુભદ્રા આપણા સહુનું ભદ્ર કરનાર નીવડશે. ‘રણક્ષેત્રમાંથી ભાગનારનું ક્યારેય ભદ્ર થતું નથી !’ ‘આ ભાગવાનું નથી, આ તો જનકલ્યાણ અર્થે ત્યાગ કરવાનો છે. જોજો તો ખરા, ભરતના અહંકારને લોકો કેવો નિંદે છે, ને આપણા ત્યાગને કેવો વખાણે છે !” બંને ભાઈ લાંબો સમય વાર્તાલાપ ને વિચારણા કરતા રહ્યા. એક વાર નગરચર્ચા પણ કરી આવ્યા. બાર બાર વર્ષના યુદ્ધે સર્જેલો વિનાશ એમણે સગી નજરે નિહાળ્યો, ઠેર ઠેર જાગેલાં કલ્પાંતો સાંભળ્યાં. ‘ભાઈ ! ભગવાનની ચરણસેવાથી પણ શું આપણામાં સર્વસ્વ ત્યાગની શક્તિ નથી પ્રગટી ? ભગવાનનો રાજા તરીકેનો સંપર્ક ભરતને મળ્યો છે, તો એ રાજપદ ઊજળું કરી બતાવે ! યોગી તરીકેનો સંપર્ક આપણને મળ્યો છે, તો આપણે યોગી તરીકેના એ મહાન સંપર્કને ઊજળો કરી બતાવીએ ! આ ત્રાસ હવે મારાથી નજરે જોયો જતો નથી ! હું તો ભાઈ, આ ચાલ્યો !’ તો મારે આ રાજપાટને શું કરવું છે ? અરે ! જાઓ, સુલેહનો દૂત મોકલો.’ ભરતની સેનામાં પણ આવા જ પ્રકારની વિચારણા ચાલતી હતી. અંતરના તારની ખૂબી ઔર છે. જેવા તાર નમિ-વિનમિને ત્યાં રણઝણતા હતા, તેવા જ તાર ભરતદેવની સેનામાં ગુંજતા હતા. દિલભર દિલ તે આનું નામ ! સહુ છડેચોક કહેતા કે દયા, દાન ને દૈવતના પ્રચાર માટે ભરતશાસનનો યત્ન છે, ને એવું શાસન તો અહીં પ્રવર્તે છે, પછી યુદ્ધ શા માટે ? સુલેહ કાં નહિ ? અજબ પ્રકારનું આ યુદ્ધ બની રહ્યું : મનમાં પ્રેમ ને બહારથી પ્રહાર ! ભરતદેવ ને સેનાપતિ સુષેણના લક્ષ પર આ વિચારપ્રવાહો આવ્યા. એમાં અજબ સુંદરી સુભદ્રાની વાતે વાતાવરણને વધુ રણઝણતું કર્યું. ચક્રવર્તી યુદ્ધ થોભવવાની આજ્ઞા આપવાની તૈયારીમાં હતા, એવામાં સ્વયં નમિ-વિનમિ તરફથી સુલેહનો દૂત આવ્યાના ખબર મળ્યા. દૂતે તો હજી પૂરો પ્રવેશ પણ નહોતો કર્યો, ત્યાં સહુએ કૂદી કૂદીને એનું સ્વાગત કર્યું. જાણે ૧૮૮ * ચક્રવર્તી ભરતદેવ Page #204 -------------------------------------------------------------------------- ________________ સુલેહની રાહમાં જ આ યુદ્ધરૂપી નાટક ખેલાઈ રહ્યું હતું ! યુદ્ધનાં રણશિંગાં થોડી વારમાં વાગતાં ઠંડા પડી ગયાં. અને સુલેહની શરણાઈઓ મીઠા આલાપ લેવા લાગી. ગગનવલ્લભપુરનું રાજમંડળ ભરતદેવની ભેટે નીકળ્યું હતું. ભરતદેવને આ વર્તમાન મળ્યા એટલે એમણે હર્ષાવેશમાં કહ્યું : “સુખેથી પધારે નમિ-વિનમિ ! હું એમને મોંમાગ્યું આપવા તૈયાર છું !' થોડી વારમાં તો નગરના ધારભાગમાંથી નમિરાજ ને વિનમિરાજ રાજમંડળ સાથે આવતા દૃષ્ટિએ ચડ્યા. પણ સહુને એક અપૂર્વ આશ્ચર્ય જોવા મળ્યું : વિખ્યાત રાજવી, ખેચરના સ્વામી, ચક્રવર્તીને પણ ઈર્ષા થાય એટલી સંપત્તિના માલિક, વીર, ધીર એવા નમિરાજે ને વિનમિરાજે અત્યારે સાવ સાદો વેશ પહેર્યો હતો. સહુએ માન્યું કે સુલેહ માગવા જનાર રાજવીઓને આવો જ પોશાક શોભે ! ભરતદેવ સામે આવ્યા, દોડીને ભેટ્યા. બાર બાર વર્ષથી ગોરંભો જમાવીને પડેલા વેરનાં વાદળો જાણે એક પળમાં સાવ નીતરી ગયાં. બધાએ સાથે બેસીને બાળપણની જૂની વાતો ખૂબ ખૂબ સંભારી. સંભારતાં સંભારતાં એકબીજાની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. સહુને થયું કે આપણે મોટા થયા એ જ ખોટું થયું અથવા ખોટું કરવા જ મોટા થયા ! ફરી એક વાર અયોધ્યાના સરયૂતટે રમતાં નિર્દોષ બાળકો બની શકીએ તો કેવું સારું ! સાચો પ્રેમ બાળપણને ઝંખે છે. - ભરતદેવે ફરીવાર ઊભા થઈને ભેટી પડતાં કહ્યું: “નમિરાજ, વિનમિરાજ ! તમે તો પિતાજીનો આદર્શ ઊજળો કરી બતાવ્યો; વેરનાં વાદળોના ઘટાટોપને સ્વાભાવિક સરળતાથી વિખેરી નાખ્યો. નહિ તો બાર વર્ષ તો વીત્યાં, અને ન જાણે હજી બીજાં કેટલાં વર્ષ વીતી જાત ! વેરની વેલી ન જાણે કેટલાં ઊંડાં મૂળ રોપત, ન જાણે કેટલા બત્રીસાનો ભોગ લેત ! વળી લોક કહેત કે જુઓ, એક બાપના બેટા, એક ગુરુના ચેલા, સ્વાર્થ માટે કેવી ભૂંડી રીતે બાખડે છે !' ‘ભરતદેવ ! આમાં અમારે કે તમારે – એકેએ અભિમાન લેવા જેવું નથી. આપણે બંને ભીંત ભૂલ્યા. ચતુર હંમેશાં, પોતાની જ ચતુરાઈની ખાડમાં પડે છે ! આપણે એ ખાડમાં પડ્યા ! ભગવાનના ક્ષમાધર્મના આદર્શને આ યુદ્ધથી આપણે અતીન્દ્રિય બળ ૧૮૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ બંનેએ કલંકિત કર્યો. ભગવાનના શ્રેષ્ઠ પુત્ર તરીકે તમને ન શોભે તેવું આચરણ તમે કર્યું; ભગવાનના અંતેવાસીઓ તરીકે અમને ન શોભે તેવું કાર્ય અમે કર્યું !” ‘એનું પ્રાયશ્ચિત્ત ?’ ‘પ્રાયશ્ચિત્ત તો કરવું જ પડશે, પણ તમારે નહિ. તમે તો છ ખંડ પૃથ્વી જીતી છે અને હજી ત્યાં વ્યવસ્થા સ્થાપવાની છે, પ્રભુનું શાસન પ્રવર્તાવવાનું છે. જે સૂત્રથી અવિચ્છિન્ન હાર ગૂંથાયો હોય, એ હારમાંથી બે-ચાર ફૂલ ભલે ખરી જાય, પણ એ સૂત્રને તો સુરક્ષિત જ રાખવું જોઈએ. અમારા રાજ સહિત સમસ્ત પૃથ્વીનું રાજ તમે રક્ષો ને ભોગવો ! તમારું ને અમારું – આપણ સર્વનું -- પ્રાયશ્ચિત્ત કરવા અમે સર્વ કંઈ ત્યાગીને ભગવાન વૃષભધ્વજને ચરણે જઈએ છીએ, જઈને પ્રાયશ્ચિત્ત માગીએ છીએ !’ “સર્વ કંઈ ત્યાગીને ? તો પછી આ યુદ્ધ શા કાજે ?’ ‘સંસારમાં અતિ થાય છે, તે અલ્પ માટે જ થાય છે. આપણે ખૂબ મોટો દ્વેષ જગાવ્યો, હવે એટલો જ મોટો પ્રેમ પ્રગટ કરીએ. એ સિવાય પ્રાયશ્ચિત્ત પૂરું નહિ થાય. એ વિના આપણી દુર્ભાવનાઓથી દૂષિત વાયુમંડળ સુરભિત નહિ થાય.’ ‘હું પણ એ માટે તૈયાર છું. આપ આજ્ઞા કરો !' ‘આજ્ઞા માત્ર એક : મારી એક પ્રેમ-ભેટ સ્વીકારો !’ ‘અવશ્ય, જે આજ્ઞા કરો તે સ્વીકારું. મને મારા વર્તનની લજ્જા આવે છે. કોની સામે હું યુદ્ધ કરવા પ્રવૃત્ત થયો ? આ તો એક હસ્તે બીજા હસ્ત સાથે લડવા જેવું થયું ! મૂર્ખતાની તે કેવી પરિસીમા !’ ‘અતિ શોચ ક૨વાની આવશ્યકતા નથી. જેનો અંત સારો એનું બધું સારું. આ યુદ્ધ ન આવ્યું હોત તો આટલો પ્રેમભાવ પણ ન જાગત. પ્રેમભાવની પ્રતિમારૂપ અમારી પુત્રી સુભદ્રા આપના તરફ પ્રીતિવાળી બની છે. વૈભવમાં એ લક્ષ્મીનો અવતાર છે, સદ્ગુણમાં એ સરસ્વતીનો નમૂનો છે. એને આપ સ્વીકારો ! યુદ્ધમાં આ પ્રકારની સુલેહ અમારી સ્વભાવગત વસ્તુ નથી. આટલી નમ્રતા અમે કોઈ વાર અનુભવી નથી કે દાખવી નથી. પણ અમારી એ પ્રેમમૂર્તિ પુત્રીએ આજે અશક્યને શક્ય કર્યું છે. યુદ્ધના પ્રારંભથી શસ્ત્ર હાથમાં પકડવાને ૧૯૦ * ચક્રવર્તી ભરતદેવ Page #206 -------------------------------------------------------------------------- ________________ બદલે એ યુદ્ધ-શાંતિની સાધના લઈને બેઠી છે. એણે કહ્યું હતું કે ઇંદ્રિયબળ નકામું છે, હું તો એવા અતીન્દ્રિય બળને પ્રાપ્ત કરવા માગું છું, જે શત્રુને મિત્ર બનાવે.' ‘મેં એ રત્નની ખૂબ ખ્યાતિ સાંભળી છે. મારી સેના તો એક અવાજે એ માટે તૈયાર છે. તેઓ કહેતા હતા કે સુભદ્રાદેવીનું બળ-સામર્થ્ય અપૂર્વ છે. નમિરાજ-વિનમિરાજ કરતાં પણ એને પહોંચવું મુશ્કેલ છે. એ તો જેમ હવા તણખલાને ઉડાડીને દૂર ફેંકી દે તેમ સામાન્ય સેનાને ફેંકી દે એવી છે. એટલે આપની આવી અમૂલ્ય પ્રેમ-ભેટ હું ન સ્વીકારું તો કદાચ મારી સેના પણ મને ન સ્વીકારે. આપની આ સર્વોત્તમ ભેટ પ્રાપ્ત થવા બદલ હું મારી જાતને ધન્ય માનું છું.' નમિરાજે પાછળ નજર ફેરવી તો દૂરથી સુભદ્રાદેવી મંદ મંદ ગતિએ ચાલી આવતી હતી...જાણે ઉષા પૃથ્વી પર રમવા આવી રહી હતી. હતોત્સાહી વાતાવરણમાં આ રમણીરત્ન પ્રકાશનાં કિરણ પ્રગટાવ્યાં. હજારો નેત્રો એ રૂપરાશિને નીરખી રહ્યાં. રે, આવું રૂપ તો નજર ભરીને ક્યારેય નીરખ્યું નથી. પૃથ્વીનાં ફૂલ આટલાં સુંદર કદી જોયાં નથી–આ તો દેવપુષ્પ ! ભરતદેવનાં નેત્રોમાં પ્રથમ દૃષ્ટિએ જ એ રૂપમાધુરી વસી ગઈ. વિનમિરાજે પોતાની પુત્રીનો હાથ ભરતદેવના હાથમાં સોંપતાં કહ્યું : “ભરતદેવ ! આજની આનંદઘડીનું શ્રેય મારી પુત્રીને જ ઘટે છે. એણે જ આ તલવારો મ્યાન કરાવી છે, અને સંહાર થંભાવ્યો છે. આપણું યુદ્ધ શરૂ થયું ત્યારથી એણે ખાવુંપીવું સાવ અલ્પ કરી નાખ્યું હતું. એ તો આખો દિવસ શાન્તિનું જ ચિંતન કર્યા કરતી હતી. એનો સ્વીકાર કરો !' ‘હું એ દેવીના સુંદર દેહમાં મારી વિજયશ્રી સાકાર થયેલી નિહાળું છું. દૂર રહ્યું જેણે ઇચ્છિત સાધી દીધું. એ સમીપ રહીને શું શું સાધ્ય નહિ કરે ? હું મન, વચન ને કાયાથી એનો સ્વીકાર કરું છું . જલ-મીન જેવી અમારી પ્રીતિ * દિગમ્બર આસ્નાયમાં સુભદ્રાદેવી નમિરાજની બહેન છે; અને ભરતદેવની માતુલદુહિતા – મામાની દીકરી છે. દક્ષિણમાં મામાની દીકરી પર ભાણેજનો પહેલો હક હોય છે. અતીન્દ્રિય બળ ૧૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ હજો,* ભરતદેવે સુભદ્રાદેવીનો સ્વીકાર કરતાં કહ્યું, ને ઉમેર્યું, “મારી એક ઇચ્છા છે. આપ બંને પાછા વળો, અને આપનું રાજ્ય આપ જ શોભાવો.' ભરતદેવ ! એ હવે અશક્ય છે. અમે દઢ નિશ્ચય કરીને જ આવ્યા છીએ.” “કમ્મ શૂરા સો ધમ્મ શૂરા ! આપની વીરતાને અનેકશઃ વંદન છે. જગતને જીતનાર જગન્જતા કરતાં જગતના સામાન્ય ભોગોનો પણ ત્યાગ કરનાર વધુ વિર છે. આપ જાઓ છો, તો ભલે જાઓ. પણ આપના પુત્રો એ સિંહાસન શોભાવે એટલી મારી વિનતિનો સ્વીકાર કરતા જાઓ. ભરત એમનો શિરછત્ર બની રહેશે, એ રીતે પ્રાયશ્ચિત્ત કર્યાનો સંતોષ અનુભવશે. ‘તથાસ્તુ !' નમિરાજે ને વિનમિરાજે ચક્રવર્તીની ઇચ્છાનો સ્વીકાર કરતાં આ બે મહાવીરોના ત્યાગને સહુ અભિનંદી રહ્યા. - ભરતદેવે અંજલિ રચી એમને પ્રણામ કરતાં કહ્યું : “ખરેખર ! ભારતને તમે પરાજિત કર્યો. હું જીતી જીતીને હારી ગયો. હું સર્વ કોઈની સમક્ષ મારી હાર કબૂલ કરું છું. સંસારમાં જે ત્યાગે છે, તે જ મોટો છે – ન કે જે ભોગવે છે તે !' ૧૯૨ ચક્રવર્તી ભરતદેવ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચૌદમું રત્ન યુદ્ધનાં શોણિતભીનાં રંગછાંટણાને સ્થાને હવે લગ્નનાં કંકુકેસરનાં છાંટણાં થવા લાગ્યાં. યુદ્ધનાં વાજિંત્રો તકસાધુ રાજપુરુષોની જેમ વખત જોઈને પોતાનો આલાપ બદલી બેઠાં. એ લગ્નની સૂરાવલિ રચવા લાગ્યાં. સમરભૂમિના સૈનિકો પણ ‘મારો મારો’ના ઉચ્ચારને બદલે ‘જયજય’ના સ્વરોચ્ચાર કરવા લાગ્યા. લોહીતરસી ભૂમિ પર એકાએક પ્રેમનાં ને બંધુત્વનાં તરુ પાંગરવા લાગ્યાં. ભૂમિકા તો તૈયાર જ હતી. સહુ ભગવાન ઋષભદેવના જ અનુયાયીઓ હતા. એક ધર્મના ઉપાસકોમાં વેરભાવ કેવા ? એ તો એક હતા ને એક બની રહ્યા. જનવાદ કહેવા લાગ્યો કે લાકડીએ માર્યાં જળ કદી જુદાં પડ્યાં છે કે આજે પડશે ? મહારાજ ભરતદેવ ને દેવી સુભદ્રાની જોડી જુગતે જોડાઈ હતી. મેઘને જાણે વીજળી મળી હતી. શંકરને જાણે પાર્વતી ભેટી હતી, શોર્યને જાણે શક્તિ વરી હતી. ભરતસેનાના સૈનિકોના હર્ષનો પાર નહોતો. સહુ એ વાતમાં શ્રદ્ધા ધરી રહ્યા હતા કે આ યુદ્ધનો વિજય કોઈ અતદ્રિય શક્તિને આધીન હતો. બાહ્ય દેખાવ ભલે નમિ-વિનમિ નમ્યાનો હોય, પણ એ નમાવનારું બળ ભરતદેવની સેનાના શસ્ત્રોનું નહોતું, એમાં કોઈ અદૃશ્ય બળ કામ કરી ગયું હતું ને એણે માત્ર રાજપલટો જ નહિ, હૃદયપલટો પણ સાધ્ય કર્યો હતો. ખરો વિજય તે આનું નામ, જેમાં માણસ માણસ બને ! Page #209 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રાદેવીના રૂપસૌંદર્યને જોતાં તેઓ તૃપ્ત થતા જ નહિ. એમાં પણ ભરતદેવનું સાંનિધ્ય મળતાં એ રૂપ રસાયનની જેમ ચમકી રહ્યું હતું જાણે સુવર્ણ ને પારદનો અચિંત્ય શક્તિવંત સંયોગ થયો હતો. તેઓ પોતાના સ્વામી અને સ્વામિનીને જોતાં પલકનો પણ વ્યવછેદ સહન કરી શકતા નહોતા. બેમાં વધુ સુંદર કોણ, બેમાં કોણ કોનાથી ચઢે, બેમાં કોણ વધુ ફાવ્યું વગેરે પ્રશ્નો સહુ સ્વયં ચર્ચી રહ્યા હતા ને સ્વયં સમાધાન કરી રહ્યા હતા. જે રાત્રે ભરતદેવનાં સુભદ્રાદેવી સાથે લગ્ન થયાં, એ રાત્રિના પ્રભાતે નમિરાજ અને વિનમિરાજ રાજ્ય છાંડીને તપસ્વીના વેશમાં અરણ્ય ભણી ચાલ્યા ગયા. અષાડનાં પહેલાં વાદળોની જેમ એમણે ખૂબ ઘટાટોપ જમાવ્યો, પૃથ્વી પર પ્રલયંકર પરિસ્થિતિ પ્રગટાવી, એ વરસ્યા પણ ખૂબ ને વરસીને જાણે વિદાય લઈ ગયા. પૃથ્વી આખી સદ્ભાવનાનાં હરિયાળાં તરણાંઓથી શોભી રહી. સવૃત્તિભરી માનવધેનુઓ એ તરણાં ચરી રહી. : ‘સુંદરી ! નખિરાજ ને વિનમિરાજના ત્યાગની સુગંધથી આખી ધરિત્રી કેવી મહેકી રહી છે ! મનને એમ લાગ્યા જ કરે છે, કે કોઈના ત્યાગ પર આપણે આપણો વૈભવ ખડો કરીએ છીએ.' ભરતદેવે આત્મનિમજ્જન કરતાં કહ્યું. સુભદ્રાદેવીનો કમલ૨જ જેવો સુગંધી શ્વાસ એમના મુખને સ્પર્શી રહ્યો. ધરતીનો તો એ ધર્મ જ છે : એકની વેદનામાં અન્યનો જન્મ; એકના દુઃખમાં અન્યનું સુખ ! અને તો જ પૃથ્વી આટલી સુંદર રહે છે. પંકજને જન્માવવા ધરતીને કોઈને દીઠે પણ ન ગમે તેવા પંકસ્વરૂપ બનવું જ પડે છે ને !' આટલું કહેતાં સુભદ્રાદેવી આગળ વધ્યાં, ને એમના સૌંદર્યની ઝાંય ભરતદેવને અજવાળી રહી. ‘સુંદરી ! સંસારમાં કોઈનું બળ મને પરાજિત કરી શક્યું નથી, પણ કોઈના ત્યાગ પાસે મારો સ્વયં પરાજય થઈ જાય છે. આજ હું મારો પરાજય જોઈ રહ્યો છું. કેવા મહાન પિતાનો હું પુત્ર ! પણ કેવી મહાકાય અજગર જેવી મારી ભોગક્ષુધા !' ભરતદેવ સુખની આ ક્ષણોમાં આત્મગર્હામાં ઊતરી પડ્યા. રાજાના અને યોગીના ધર્મ જુદા જુદા હોય છે. રાજા જો કઠોર થઈ દંડનીતિ ન પ્રવર્તાવે, એકસૂત્રે પૃથ્વીને શાસિત ન કરે, તો એ રાજા તરીકે નિરર્થક ઠરે ! યોગીને સૂત્ર બધાં છેદી નાખવાનાં, રાજાને સૂત્ર બધાં સાંધેલા રાખવાનાં.’ ૧૯૪ * ચક્રવર્તી ભરતદેવ Page #210 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રાદેવી લગ્નના પ્રારંભિક દિવસોમાં ભરતદેવને આમ નિરુત્સાહ થતા જોઈ ઉત્તેજન આપવા પ્રયત્ન કરી રહી. પિતાજીનું સૂત્ર છે કે રાજા તે યોગી, યોગી તે રાજા ! સંસાર આખો જીતી આવે, પણ પોતે ન જિતાવો જોઈએ. સંસાર આખો ઘેર લઈ આવે, છતાં પોતે તો નિઃસ્પૃહનો નિઃસ્પૃહ રહે ! વૈભવ સઘળો પાસે હોય, પણ પોતે વૈભવથી વેગળો રહે, એ જ રાજા ! વૈભવી રાજા એટલે વાડ ચીભડાં ગળે એવું; સર્પિણી પોતાનાં સંતાન ખાય એવું : એવો રાજા નરકેશ્વરી !’ સ્વામીનાથ, રણમાં જઈ કોઈ વનમાં જવાની વાત કરે, લગ્નના માહ્યરામાં બેસી કોઈ બ્રહ્મચર્યની વાત કરે એવી તમારી આ વાતો છે ! વખતનાં વાજાં વખતે શોભે. થોડો સમય વીતી જવા દો, કેશ શ્વેત થવા દો, નયનો ઝંખાવાં દો, પછી આ તત્ત્વજ્ઞાન ચર્ચીશું. ચાલો, ગંગાના જળપ્રવાહો આપણને આમંત્રી રહ્યા છે. મારી સખીઓ ત્યાં ઉત્સુકતાથી આપની રાહ જોઈ રહી છે. ચાલો વિહા૨ે !’ હેમની દીવી જેવો પોતાનો હાથ ચક્રવર્તીના કંઠમાં આરોપતાં સુભદ્રાદેવીએ કહ્યું. ‘વીરરસના તપ્ત આકાશમાં સૌંદર્યરસની ભરી વાદળી સમી તું, મને મારા આત્મા જેવી પ્રિય ભાસે છે, સુભદ્રે ! કિન્તુ...' કિન્તુ ને બિન્દુ ! સંશયમાત્ર નિવારી નાખો આ સ્નેહસરિતાને તીરે ! ‘કિન્તુ’નું અહીં કામ નથી. ચાલો, આજે ગંગાના વિહારે ઊપડીએ. ગંગાદેવી નામની મારી સખી ગંગાતટની સ્વામિની છે. એ ગંગાનાં નીલવર્ણાં જળ સમી સુંદર છે. એને મળવા જઈશું. એ તમારા ગુણોની પૂજક છે.’ સુભદ્રાદેવીએ ભરતદેવનો હાથ ગ્રહ્યો. ઉષા જાણે સહસ્રરશ્મિ સૂર્યને ખેંચી રહી. ભરતદેવ એની સાથે ચાલ્યા. થોડુંએક ચાલીને વળી કંઈક યાદ આવતું હોય તેમ એ ઊભા રહ્યા. અંતરમાં ઓળઘોળ થઈ રહેલી આ સ્ત્રી, સ્વામીની આવી શીતલતા જોઈ અકળાઈ ઊઠી. એના મનમાં ઓછું આવી રહ્યું. ભરતદેવ જાણે કંઈ યાદ કરતા હોય તેમ બોલ્યા : સુંદરી ! તારું કમનીય સૌંદર્ય મને કર્તવ્યભ્રષ્ટ કરી રહ્યું છે. ભ્રમરને કમળપુષ્પની કેદ અત્યારથી જ મળી કે શું ? સિંધુ ને ગંગાના શેષ નિકૂટો સાધવા જવાનું તો હજુ બાકી છે. એ માટે શીઘ્રાતિશીઘ્ર સેનાપતિ અને મંત્રીને મળવું આવશ્યક છે. " ‘શીઘ્રાતિશીઘ્ર ?” સુભદ્રાદેવી ભરતદેવના શબ્દોને બે દાંત વચ્ચે ચાવી ચૌદમું રત્ન ♦ ૧૯૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ રહી. પછી એણે ધીરેથી કહ્યું: “ખગના ખેલાડીને પ્રેમના ખેલ શીખવાના હજી બાકી લાગે છે ! શાળામાં પ્રવેશ કરતો નવો વિદ્યાર્થી જેમ છટકી જવાનાં બહાનાં શોધે, એમ ચક્રવર્તી પણ બહાનાં શોધી રહ્યા છે કે શું?” સુંદરી જરા લાડમાં ને કટાક્ષમાં બોલી; અને જેમ નક્ષત્રમાળા રસરાજ ચંદ્રને અનુસરે તેમ મૂંગી મૂંગી તેમને અનુસરી રહી. ચક્રવર્તી પોતાની સેનામાં આવ્યા. સદા એકાકી રહેતા સ્વામીને આજે સજોડે જોઈ આખી સેનાનો આંનદ ઊભરાઈ રહ્યો. આંખોનાં જાણે તોરણ બંધાયાં. અંતરનાં જાણે અમી છંટાયાં. સેનાપતિ અને મંત્રીરાજ આગળ આવીને નમી રહ્યા. હવે સિંધુ અને ગંગાના શેષ પ્રદેશો જીતવા આપણે શીધ્રાતિશીધ્ર નીકળવું રહ્યું. ભરતદેવે તેઓને ઉદ્દેશી કહ્યું. સ્વામી નિશ્ચિત રહે. આપની અનુજ્ઞાની જ રાહ છે. સેનાપતિ જયકુમાર પ્રસ્થાન માટે સજ્જ છે !” મંત્રીરાજે કહ્યું. ‘સેનાપતિ નવા છે !” સ્વામી ! સૂર્ય દૂર રહ્યું રહ્યું પણ દેશદેશાંતરમાં પોતાનો પ્રતાપ પ્રસારે છે. આપના પ્રતાપથી એ દેશોએ આપની સરનશીની સ્વીકારી છે. આ તો ફક્ત રીતનું રાયતું છે; શાસન પ્રચાર માટે જ જવાનું છે,’ સેનાપતિ સુષેણે કહ્યું. “ધન્ય મંત્રીરાજ ! ધન્ય સેનાપતિ ! તમને રત્ન કહ્યા છે, તે તમે સાચેસાચ રત્ન જ છો, સ્વામીનો ભાર સ્વયં વહો છો; સેવકપદને ચરિતાર્થ કરો છો !” મહાદેવી સુભદ્રાએ વચ્ચે પ્રશસ્તિ રચતાં કહ્યું. ‘આજ અમારા આનંદનો પાર નથી, અમારા ઉત્સાહને સીમા નથી. સ્વામિની ! તેર તેર રત્નો ઉપસ્થિત હોવા છતાં, એક સ્ત્રીરત્ન વિના ચક્રવર્તીનું શાસન સદા ઊણું ઊણું લાગતું હતું–અનેક તારકો હોવા છતાં, ચંદ્રરેખ વગર આભ નિસ્તેજ લાગે તેમ. સ્ત્રીરત્ન માટે અમારી અંતરની ઝંખના હતી. આજ આપે એ પૂરી પાડી ! પખંડની વિજયયાત્રામાં અમે સહુએ તો ઘર જેવો આંનદ માણ્યો છે. પણ સ્વામીની હસતી મુખમુદ્રાની નીચે અંતરમાં સદાકાળ ગ્લાનિનું વાદળ રહ્યા કર્યું છે. એ વાદળ હવે આપ વિખેરી નાખશો, એવી અમને આશા છે. મંત્રીરાજે કહ્યું. ૧૯૬ ચક્રવર્તી ભરતદેવ Page #212 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રાદેવીના પૂર્ણ કમળ જેવા મુખ પર લજ્જાની લાલી ઊભરાઈ આવી– જાણે કંકાવટીમાંથી કેસર ઢોળાયું. “સ્વામી ! આશીર્વાદ આપો, એટલે પ્રયાણ કરું, સેનાપતિ જયકુમારે આજ્ઞા માગી. એ પ્રવાસને યોગ્ય પોશાકમાં નખશિખ સજ્જ થઈને આવ્યા હતા. તમારી સ્વામિનીની આજ્ઞા મળી ચૂકી છે. સુખે જાઓ, સફળ થઈને આવો, સુભદ્રાદેવીએ આગળ આવીને કહ્યું. સ્વામિની તરીકેની સત્તાનો એણે પહેલવહેલો પ્રયોગ કર્યો. ભરતદેવે પણ આશિષવચન ઉચ્ચાર્યા. નવા સેનાપતિ જયકુમાર જયજય ધ્વનિને ઝીલતા વિદાય થયા. ભરતદેવને લઈને દેવી સુભદ્રા પણ ગંગા તરફ વળ્યાં. ગંગાવિહારની તૈયારીઓ સંપૂર્ણ હતી. ગંગાનાં ઊંડાં જળ ઘૂમરીઓ ખાતાં ચાલ્યાં જતાં હતાં. કોઈ નવયૌવનાની સુંદર ભ્રકુટી જેવો ચંદ્ર એમાં પડછાયા પાડતો હતો. સ્નાન કરીને હાથીઓ હમણાં જ પાછા ફર્યા હતા. એમનાં મદજળથી ગંગાજળ વધુ સુગંધિત બન્યાં હતાં. તટ પર એક મોટી ચમનૌકા વિધવિધ પ્રકારના શણગાર સાથે તૈયાર હતી. સાહેલીઓનું એક વૃંદ આ દંપતીને રસવિહાર માણવાની પ્રેરણા આપવા ત્યાં ઉપસ્થિત હતું. પ્રત્યેકને પોતાની નૌકા હતી. પ્રત્યેક નૌકાનો પુષ્પશણગાર ભિન્ન ભિન્ન હતો. પ્રત્યેક નૌકાવિહારિણીનો વેશ પણ નૌતમ હતો. દેવી અને દેવના બીજા સ્વરૂપ જેવાં, ઇંદ્ર અને શચિની જોડી જેવાં ભરતદેવ ને સુભદ્રાદેવી ગંગાતટે આવી પહોંચ્યાં. સુંદરીવૃંદે બંનેને વધાવ્યાં; કંઈ કંઈ ઉત્તેજક કટાક્ષો કર્યા. પછી બધા પોતપોતાની નોકામાં કૂદી પડ્યાં. ચક્રવર્તી દંપતી પણ પોતાની નૌકા પર આરૂઢ થયાં ! ગંગા નદી પર્વતતનયા કહેવાતી, આ બધી યૌવનાઓ પણ પર્વતપુત્રીઓ હતી. અનેક તારલિયાથી ભરેલી લીલી-હરિયાળી રંગની સાડી ઓઢી એ નદી ઘડીમાં ઘૂંઘટમાં મોં છુપાવતી, ઘડીમાં ભાલમાં ચંદ્રટીલડીવાળું મોં ખુલ્લું કરતી વહી જતી હતી. આ સુંદરીવૃંદ પણ ઉન્મત્ત સૌંદર્યની બહાર પ્રસારી રહ્યું હતું. દેવીસુભદ્રાનું રૂપ સહુ કોઈને ઝાંખા પાડતું હતું. એનું એક એક અંગ સૌંદર્યમૂછ જગાડે તેવું કે પુરુષના પુરુષત્વનો મદ ઉતારી નાંખે તેવું હતું! ચૌદમું રત્ન ૧૯૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ પણ સુંદરીનો સાહ્યબો હજીય શાંત હતો. અમૃતનો કટોરો હાથમાં લઈને એ જાણે મૂઢ બન્યો હતો ! કોઈ અનેરી મૂંઝવણમાં હાથ હોઠ સુધી પહોંચી શકતા નહોતા. પાસે પાસે છતાં ન જાણે કેટકેટલું વિશાળ અંતર ! ભરતદેવનાં વિષાદભર્યા નેત્રો હજી આકાશના ચંદ્ર ઉપર, જળમાં રમતા તારલિયા પર, તટ પરનાં વૃક્ષો પર સ્થિર થઈ રહ્યાં હતાં. એ હજી ડાહી ડાહી વાતો કરી રહ્યા હતા. એમના કોઈ પણ અંગમાં ચંચળતા પ્રગટેલી દૃષ્ટિગોચર થતી નહોતી ! સૌંદર્યભરી નારીની પુરુષ સામેની એ સ્પષ્ટ હાર હતી. રે સુંદરી ! વ્યર્થ છે આવા પાષાણહૃદયી પુરુષ સમક્ષ આ તારો સૌંદર્યનો ઝબૂકદીવડો લાવવો ! સ્ત્રીના ભર્યા સૌંદર્યમાં કુદરતે એ શક્તિ સંચિત કરી છે, કે પુરુષ વગર શસ્ત્ર હાર કબૂલ કરી લે ! જો પોતાના રૂપમાં સામર્થ્ય હોય તો પુરુષની દેન છે, કે મુખચંદ્ર સિવાય બીજા ચંદ્રની સુંદરતા એ નિહાળે ! અરે, જો સૌંદર્યમાં સાર હોય તો પુરુષત્વ ધરાવનાર કોઈ પણ પુરુષ તારા કે વૃક્ષને જોવા કરતાં સુંદરીના નયનતારાને અને એના મનોરમ રીતે ઊછળતા વક્ષસ્થળને જ ટીકીટીકીને જોઈ રહે ! એ જોવામાં જ જીવનને ધન્ય લેખે ! રે સુભદ્ર ! ભલે તારું સૌંદર્ય જગવિખ્યાત હોય, ભલે તું જગજ્જતા સુંદરી હો, પણ અહીં તારી હાર સ્પષ્ટ છે! સખીઓ મનોમન વિમર્શ કરી રહી; વળી પરસ્પર સંકેત કરતી વાર્તાલાપ કરી રહી : “અરે ! સાંભળ્યું છે કે આ ચક્રવર્તી જેમ તીર ચલાવવામાં કુશળ છે, તેમ નયનનાં તીર પણ કુશળતાથી ચલાવે છે. એના સૈન્યમાં ન જાણે કેટલીય સુંદરીઓ કેવળ એના જ નામ પાછળ દીવાની બનીને બેઠેલી છે! પ્રેમના પ્રસંગમાં સ્ત્રીને માનિની જોઈ છે, ધૃષ્ટ પણ જોઈ છે, આસક્ત પુરુષ પાસે પોતાની ચરણોપાસના કરાવતી પણ નીરખી છે, પણ પુરુષને આવો માની ને ધૃષ્ટ તો આજે જ જાણ્યો !” એક ચતુરાએ મનની વાત કરી. “પૃષ્ટ નહિ પણ શરમાળ હશે. રે દેવી સુભદ્રાના સૌંદર્ય પાસે તો પાષાણ જ સ્થિર ને સ્થિતપ્રજ્ઞ રહી શકે ! ચાલો, હંસ ને હંસીને એકલા મૂકીએ. કદાચ એકાંતમાં એમની વાચા ઊઘડે ને પાંખો પ્રસરે !” સરખી સાહેલીઓએ નિર્ણય કર્યો. ‘ઉચિત જ છે. ચાલો, આજનો ધર્મ–પલાયનમ્” અને આમ કહેતી ૧૯૮૪ ચક્રવર્તી ભરતદેવ Page #214 -------------------------------------------------------------------------- ________________ સાહેલીઓ ધીરે ધીરે પોતાની નોંકાને તારવી રહી. ભરતદેવ સુભદ્રાદેવી સાથે ખભેખભો મિલાવીને બેઠા હતા. સુંવાળા સ્પર્શની આંતરિક શક્તિ બંનેને રોમાંચ કરી રહી હતી. ભરતદેવ કવિ બની રહ્યા હતા. એમણે રમ્ય નિશા, તારાઓથી છલબલતું ગગનાંગણ, એમાં વહેતું સ્વર્ગગંગાનું સુંદર ઝરણ, એના કાંઠે અપ્સરાઓનો સ્વૈરવિહાર, એના ઓઢણામાં ઝળકતા સિતારા જેવા તારાઓ ને એના ભાલમાં મોટી આડ જેવી રહેલી ચંદ્રરેખનાં ગીત જોડ્યાં. ‘રે ! આ કાવ્ય કરનાર પુરુષ કવિ જરૂ૨ છે, પણ કાવ્યનો રસોપભોગ કરનાર પંડિત નથી ! વિઃ રોતિ વ્યાનિરસ નાનન્તિ પંડિતા । સજીવ કાવ્ય સોડમાં બેઠું હોય પછી નિર્જીવ કાવ્ય તરફ રુચિ કેવી !' આવી ટીકા કરતી કરતી સાહેલીઓ પોતાની નૌકાઓને આડે રસ્તે લેતી ગઈ. ગંગાનો પ્રવાહ એક વિશાળ નૌકા અને બે જીવને લઈને વહેતો હતો. એણે પણ આ બે જીવમાં ૨સમસ્તી જગાવવા પોતાના પ્રવાહનું સંગીત છેડ્યું હતું. પુરુષ કવિત્વમાં મગ્ન હતો. ‘જડ ચંદ્રનું કાવ્ય શું કરો છો ? આ જીવંત ચંદ્રમુખ તમને નથી પ્રસન્ન કરતું ?” આખરે સ્ત્રી કંટાળીને બોલી. સામાન્ય રીતે વાતનો પ્રારંભ પુરુષ તરફથી થવો જોઈએ, આજે પ્રારંભ સ્ત્રીને ક૨વો પડ્યો. જડ કરતાં ચૈતન્ય મહાન છે. જીવંત ચંદ્રમુખ કેમ ન ગમે ?' પુરુષે સ્વસ્થતાથી જવાબ આપ્યો. પણ એના હાથ યોગીના હાથ જેવા નિશ્ચેતન હતા. રે, સૌંદર્યમધુથી છલકતો કુંભ મુખ આગળ ધર્યો તોય તને સ્વાદ લેતાં નથી આવડતો ? સ્ત્રી પુરુષની શીતળતાથી જલી ઊઠી. સ્ત્રીના સૌંદર્યના અપમાનમાં ભૂકંપથી પણ ભારે આંચકા સમાયા હોય છે. ‘શું તમારા કાવ્યની અપ્સરાઓથી હું વધુ સુંદર નથી ?” ‘કોણ ના કહી શકે છે ? અપ્સરાઓ તો સુભદ્રાદેવીના નખના સૌંદર્ય પાસે પણ હીણી લાગે છે !' પુરુષે કહ્યું. છતાં હજીય રોમરાજને વિકસ્વર કરનાર ઉષ્મા જાગી નહોતી ! સ્ત્રી છંછેડાણી. એ જરા સરી, કિનારા પરથી મત્સ્ય સરે એમ સરી, અને ઊંડા પાણીમાં ઢળી પડી ! ચૌદમું રત્ન ઃ ૧૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ એ ગઈ....ગઈ....ગઈ ! અરરર! ગંગાના જળ બુડબુડ કરવા લાગ્યાં. બીજી જ પળે પુરુષે પાણીમાં ઝંપલાવ્યું. માછલીની જેમ સરી જતી સ્ત્રીને એણે પકડી પાડી, પણ એ સ્ત્રીય પાક્કી લાગી. એ એવી રીતે છટકી કે પુરુષના હાથમાં માત્ર એનું ઉત્તરીય જ રહ્યું. પુરુષ એની પાછળ ચાલ્યો. નૌકાવિહાર તો એને ઠેકાણે રહ્યો, ને અહીં જલવિહાર આરંભાઈ ગયો ! જાણે બે માનવમનસ્ય એકબીજાંની પાછળ સરી રહ્યાં. પ્રકતિદેવીને આંખો હોત તો, એ અવશ્ય આ દૃશ્ય જોવાને થોભી જાત. ગંગાનો નીલવર્ણો પ્રવાહ, અંદર તારાના પડછાયા, એમાં રમતાં આ બે સુવર્ણનાં માનવમત્સ્ય ! કોને વખાણીએ ને કોને વખોડીએ ? એક દેહને નિહાળીએ એટલે એમ જ લાગે કે સંસારમાં સ્ત્રી-દેહ જ સુંદર ! બીજા દેહને નિહાળીએ તો એમ જ લાગે કે સ્ત્રી-દેહની સુંદરતા વ્યર્થ ! સંસારમાં સૌંદર્યની સાર્થકતા તો પુરુષદેહમાં જ ! આમ, ગંગાનદીમાં સંસારની સર્વોત્તમ સ્ત્રીદેહયષ્ટિ ને પુરુષદેધ્યષ્ટિ ગગનગણના આચ્છાદન નીચે વિહરી રહી. આખરે પુરુષ સ્ત્રીને પકડી લીધી, અથવા સ્ત્રી પકડાયાનો ઢોંગ કરી રહી. પુરુષ સ્ત્રીને બે હાથમાં ગ્રહી લીધી. અરે ! જાણે એક મેરુશિખરને બીજા મેરુશિખરે ઝીલી લીધું ! - સ્ત્રી પુરુષને દઢ રીતે આલિંગી રહી. પુરુષદેહની માદક સોડમને એ પોતાની ધ્રાણેન્દ્રિયથી તૃષાતુરની જેમ પાન કરી રહી. ૨૦૦ ચક્રવર્તી ભરતદેવ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કાક ગંગાવિહાર 1 . ભર્યા પકવાન્નનાં ભાણાંની સુમધુર સોડમથી મનુષ્ય આનંદ અવશ્ય પામે છે, પણ તૃપ્ત થતો નથી. આરોગ્યા વિના આનંદ ક્યાંથી ? એમ જ સુભદ્રાદેવીને થયું. ભરતરાજના પોતાની સાથેના વર્તાવમાં ક્યાંય ક્ષતિ નહોતી, સ્નેહમૂલ ક્યાંય વિપરીત નહોતાં, છતાં પોતાને જોઈતી તૃપ્તિ લાધતી નહોતી. - રોજ સાયંકાળે સ્ત્રીના દિલનો સુધાર્ત પશુ હુંકાર કરી ઊઠતો: આજે તો પ્રતિસ્પર્ધીને હંફાવ્યે જ છૂટકો ! એ દિવસનો ઘટાટોપ ભયંકર રહેતો. કંઈ કેટલા બૃહ, કંઈ કેટલી રચના, કંઈ કેટલા આડાઅવળા યુદ્ધમાર્ગો – અરે ! ચપટીમાં પ્રતિસ્પર્ધી જેર થયો સમજો ! બે હરીફો આ રીતે મળતાં, પરસ્પર ભેટતાં. પ્રારંભ ભારે ઉત્તેજક રહેતો, પણ ધીરે ધીરે ગિરિનદીનાં જળ જાણે સપાટ પ્રદેશ પર વહેવા લાગતાં. માત્ર નેત્રનેત્ર મળતાં ને પ્રેમસમાધિ જામી જતી, ને સમયની રેતી અજાણી રીતે વેગબંધ સરી જતી. સૂર્યોદયે સ્ત્રી એ રસસમાધિમાંથી જાગતી. એમાં એને કંઈક તૃપ્તિ લાગતી, પણ મધ્યાહ થતાં એને પોતાની સ્થિતિ સમજાતી. જાણે પોતે છેતરાઈ હોય એમ એને લાગતું ને ફરી એ પ્રતિસ્પર્ધીને મહાત કરવા સજ્જ થતી. અને ફરી એ જ કહાણી સર્જાતી ! ધીમે ધીમે સુભદ્રાદેવીને પોતાનું દાંપત્ય એક અજબ કોયડા જેવું ભાસવા લાગ્યું. સ્વામી અપ્રીતિવંત હતો, એમ કહેવું એ તો સાવ અસત્ય હતું. પણ સ્વામી પ્રીતિવંત હતો, એમ કહેવું મુશ્કેલ હતું. કંઈ સમજાતું નહોતું. Page #217 -------------------------------------------------------------------------- ________________ એક મધ્યાહ્ન એ પોતાની સખી ગંગાદેવીને મળવા ગઈ. સખીએ સખી મળી. ગંગાદેવી તો ઇચ્છિત વરને વરનારી હતી. પુરુષમાત્રને ભ્રમર બનાવી પોતાની પાછળ ભમાવવામાં પોતાનો વિજય લેખનારી એ સુંદરી હતી. એના નીલવર્ણા અગાધ સૌંદર્યમાં એટલી ખુમારી ભરી હતી, કે પુરુષને એ પગની રજ સમજતી ! વગર શત્રે એ ઘાયલ કરી શકતી, ને ઘાયલ થનારને એ ઘા જીવનના સૌભાગ્ય સમો મધુર લાગતો. આખો ગંગાતટ એને અધીન હતો. એની અધીનતામાં તો જાણે અલકાપુરીનાં સુખ સમાયાં હતાં! સુભદ્રાદેવીએ પોતાના અદ્ભુત પતિની વાત કરતાં કહ્યું: ‘અરે બહેન ! શી વાત કરું તને, દરેક રાત મને છેતરીને ચાલી ગઈ છે. રોજ તૃપ્ત થયેલી હું હજી સાવ અતૃપ્ત છું !” ‘પર્વતકન્યાઓની જાત જ ઘેલી હોય છે ! કોઈ સુંદર નર જોયો કે ઢળી પડી ! અર્પણ થયેલી સુંદરી પોતાનું અર્ધ માહાસ્ય ખોઈ દે; નહિ તે કયો પુરુષ સંસારમાં વહેલોમોડો રૂપવતી સ્ત્રીને ભજ્યા વગર ને નમ્યા વગર રહ્યો છે?” ગંગાદેવીએ પોતાની બંકી ગરદન વાંકી વાળતાં કહ્યું ને આગળ બોલી : “અરે, સ્ત્રી ધૂળના કણા જેવી છે, પણ આંખમાં પડ્યું કશું પહાડ કરતાંય વધુ ભારે લાગે છે. સ્ત્રીને પરાજિત કરવી સામાન્ય વાત નથી, એના એક એક અંગમાં ચક્રવર્તીની સેનાનું બળ રહેલું છે. ભદ્રે ! ભોળી ભદ્રે ! લઈ આવ એને એક વાર ગંગાના વિહારે ! પછી જો, તારી પાછળ ઘેલો કરી મૂકું છું કે નહિ ?' ગંગાદેવીએ આમ બોલતાં બોલતાં સૌંદર્યઝરણ જેવી સુભદ્રાને પોતાની પાસે ખેંચી ને કર્ણફૂલથી શોભતા એના કર્ણમાં ગુપ્ત રહસ્ય કહેતી હોય એમ કહેવા લાગી : “પણ સાંભળ, સૌંદર્યશાસ્ત્રનું એક ગુપ્ત રહસ્ય તને કહું પુરુષ મનાવવા આવે ત્યારે ઝટ હરખઘેલી બની મનાઈ જતી નહિ ! અગ્નિમાં સુવર્ણ તાવે એમ એને તાવજે, અને બરાબર રંગ ચઢે એટલે જ પાણીમાં ઝબોળજે ! વિનયી શિષ્ય ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરે તેમ સુભદ્રાદેવીએ ગંગાદેવીની સલાહ સ્વીકારી. કેટલેક દિવસે પતિ-પત્ની વિહાર કરતાં કરતાં ગંગાના જળપ્રદેશોમાં આવી પહોંચ્યાં. સ્વાગત માટે છેલછબીલો ગંગાદેવી અનેકવિધ ભોગોપભોગની સામગ્રી સાથે સજ્જ હતાં. ૨૦૨ ચક્રવર્તી ભરતદેવ Page #218 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રાદેવીના યૌવનમાં મદ અવશ્ય હતો, પણ એ ગંધહસ્તીનો મસ્ત હતો. પુરુષમાત્રને શુદ્ર લેખનાર ગંગાદેવીના યૌવનમાં સ્વર્ગની સુરાનો મદ હતો. પીનાર તરત જ બેહોશ બની જતો. એણે કમળપુષ્પનો શણગાર રમ હતો. મસ્તક પર કમળની અર્ધનિદ્રિત કળીઓનો મુગટ પહેર્યો હતો. પીઠ પર લટકતા છૂટા કેશ ગંગાના ઊંડા નીલવર્ણા પ્રવાહની ભ્રાન્તિ કરાવતા હતા. ભાલ પર અર્ધ ચંદ્રની આડ કરી હતી. પધારો ! આપ દંપતીનું હું સ્વાગત કરું છું ! ગંગાદેવીએ ચંપક કોરક જેવા પોતાના ઓષ્ઠમાંથી હાસ્યગંધ ફુરાવતાં કહ્યું, અને પક્વતંતુનાલથી ગૂંથેલો હાર દંપતીને પહેરાવ્યો. ભરતદેવ સ્ત્રિયારાજ્યની સ્વામિની ગંગાદેવીના ઉત્કટ રૂપને અને છટાદાર બાનીને નીરખી રહ્યા. કોઈ પણ પુરુષનું અભિમાન ત્યાં અખંડિત રહે તેમ નહોતું. ચાલો સખી, વનવિહારે !” ગંગાએ પતિ-પત્નીને પોતાની સાથે લીધાં. રંગભરી વાદળી ઊડતી હોય એમ ગંગાદેવી આગળ ઊડતી જતી હતી. સમધુર ગીતપંક્તિઓ એના મધુર ઓષ્ઠોમાંથી સરી રહી હતી. ગંગાતટનાં સુંદર ઉપવનોમાં થઈને તેઓ પસાર થઈ રહ્યાં હતાં. બાજુ બાજુમાં સુંદર કુંજનિકુંજો આવેલી હતી. હરિયાળીથી છવાયેલી આ કુંજો સ્વર્ગભુવનોને શરમાવે એવી રમ્ય હતી. ધોળાં ને કાબરચીતરાં કબૂતરો ત્યાં આસોપાલવ નીચે ટોળે વળીને બેઠાં હતાં. કપિવૃંદ ચંપા ને કદંબનાં ફૂલઝાડો પર ઠેકતાં હતાં. સફેદ શિલાઓ પર ઊડતાં ને બેસતાં પોપટનાં ટોળાં જાણે રંગોળીની રમત રમી રહ્યાં હતાં. મૃગ અને મૃગી કુંજના એક ખૂણે લપાઈ તારામૈત્રક સાધી રહ્યાં હતાં. ત્યાં સહુ કોઈ જાણે સંસારને વીસરીને પોતાના સાથીની સાથે સ્નેહ કરવામાં તત્પર હતાં. સ્નેહની નવી સૃષ્ટિ ત્યાં ખીલી રહી હતી. યુદ્ધના દેવતા ભરતદેવને આત્માની શાંતિ જેવું આ સ્થળ ભાવી ગયું. યોગીને યોગસમાધિ ચઢી જાય, ભોગીને ભોગસમાધિ લાધી જાય એવું એ વાતાવરણ હતું. મીઠી મીઠી હવા રસિયાને રસવિહાર માણવા આમંત્રણ આપતી હતી. ગંગાવિહાર + ૨૦૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ આ સ્નેહની સૃષ્ટિમાં કોઈ એકલું નહોતું, પછી આ યુગલ એકાકી કાં રહે? ભરતદેવ દેવી સુભદ્રાની સામે જોઈ રહ્યા. મન જાણે મનને પોકાર પાડી રહ્યું. એવામાં સૂર્ય આથમી ગયો. ગોવાળની વાંસળી છેલ્લા સૂર મૂકીને હવામાં વિલીન થઈ ગઈ, ને કુંજમાં ધીરે ધીરે અંધકાર પ્રસરવા લાગ્યો. એકાએક કુંજનું પશ્ચિમ દિશાનું દ્વાર ખૂલી ગયું ને હવાની શીતલ લહરીઓ વાવા લાગી. દેહમાં ધીરે ધીરે શીત વ્યાપવા લાગી. સુભદ્રાદેવી ધ્રૂજી રહી. ભરતદેવ પણ વસ્ત્રોને દેહ સાથે વેષ્ટિત કરવા લાગ્યા. રાત એવી ઠંડી થતી જતી હતી કે વેલી ને વૃક્ષ બંને થરથર કાંપતાં હતાં. ન જાણે ગંગાતટની ઋતુ કેવી હશે, કે એકાએક હિમરાત્રિનો ઉદય થયો! ઠંડી તે કેવી, વગર શત્રે ગાત્રેગાત્ર ભેદી નાખે તેવી ! ચક્રવર્તીના પગ પાસે રમતું કબૂતર-યુગલ એકદમ ઊડીને માળામાં જઈને લપાઈ ગયું. ચક્રવર્તી યુગલ આ દશ્ય જોઈ રહ્યું. વાનર રમતા હતા. તેઓએ પણ પોતપોતાની જોડી શોધી કાઢી, ને એકાંત શોધવા કૂદ્યાં. એમને હૂંફની જરૂર હતી. કોઈ ગુફામાં પ્રવેશી ગયું, કોઈ ઝાડની ઘટાઓમાં લપાઈ ગયું. ભેદ હતા ત્યાં અભેદનું સામ્રાજ્ય પ્રસરી ગયું. ગંગાદેવી થોડે દૂર વિણા બજાવતી બેઠી હતી. ઠંડી રાત, હિમ જેવો વાયુ, રાત્રિનું એકાંત અને એમાં ધીરા ધીરા વિજોગણના દર્દભર્યા સૂર: ગંગાદેવી ગજબ કરી રહી હતી ! બિચારાં વિયોગીઓને તો એકલાં રાત કાઢવી મુશ્કેલ હતી. ચક્રવર્તી-દંપતી તારામૈત્રક રચી રહ્યાં. હાથ પ્રસારવા જેટલું અંતર હતું. પણ જાણે કાળાન્તરનું છેટું પડ્યું હતું ! સ્ત્રીની આંખમાં અસહાયતા ઊભરાતી હતી; પુરુષની આંખમાં નિરાધારતા ભરી હતી. અચાનક બંનેના પગ પાસેથી એક સર્પયુગલ પોતાના દર તરફ ધસમસતું નીકળ્યું. આમ અસૂરું કરવા બદલ પોતાની નગરી રાણી સર્પિણીને ઠપકો આપતો હોય, એમ સર્પરાજ વારંવાર પોતાની ફેણ એના મોં પર પછાડતો હતો. પુરુષ ઝેરી જીવોમાં પણ વ્યાપેલી સ્નેહવેદના નીરખી રહ્યો. સ્ત્રી પણ હવે સ્વસ્થ ન રહી શકી. એ ગદ્ગદ કંઠે બોલી ઊઠી: “મુજ અભાગણી સિવાય ૨૦૪ ચક્રવર્તી ભરતદેવ Page #220 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં કોઈ એકલું કે એકલવાયું નથી. ! અહા, જીવમાત્રને એક થવાની કેટલી તમન્ના ! પણ રે ! સર્પ કરતાંય માણસ વધુ ઝેરી નીવડ્યો ! મને તો વગર સર્પદંશે વિષ વ્યાપી ગયું છે !’ આમ બોલતી બોલતી સુભદ્રાદેવી એકદમ નીચે ઢળી પડી; એ બેભાન બની ગઈ ! ચક્રવર્તી દોડ્યા. એમણે સુભદ્રાને ઉપાડી લીધી. એની ધ્રૂજતી કાયાને પોતાનું ઉત્તરીય લઈને ઓઢાડી દીધું. ધીરેથી કેશ ૫૨ હાથ પ્રસાર્યા. ઢાલ જેવી પીઠ પર હાથ ફેરવ્યો. પૃથ્વીના જીતનારને આ પદ્મિનીને જીતવી દુષ્કર લાગી. એમણે ગંગાદેવીને મદદે બોલાવવા પ્રયત્ન કર્યો, પણ એ તો ભારે વિચિત્ર નીકળી. દેવી સુભદ્રા બેભાન બની કે તરત જ મોં મલકાવી આછાં વસ્ત્રોનું સોડિયું વાળી, આંખો નચાવતી પોતાનું વાજિંત્ર લઈ અદૃશ્ય બની ગઈ ! સ્વૈરવિહારિણી સ્ત્રીનો ભરોસો શો ? રાત વધતી ગઈ. શીતલતા વૃદ્ધિ પામતી ગઈ. સૃષ્ટિ માત્ર અભેદ સાધી રહી.પણ સંસારના સર્વશ્રેષ્ઠ લેખાતાં આ બે માનવી દિલની દુવિધામાં દુઃખી દુઃખી થઈ રહ્યાં. પાસે પાસે છતાં દૂરનાં દૂર રહ્યાં. ધડકતા હૃદયના ધડકારા પરસ્પર સંભળાતા હતા, છતાં એ જીવલેણ ભેદનું અભેદ સાધી ન શક્યા. ચંદ્રોદય થયો. ગુફાવાટે એ ચંદ્રની સુધા ઉજ્વલ કૌમુદી–સુભદ્રાદેવીના મુખ ૫૨ રેલી રહી. એક તો પ્રકૃતિદત્ત સૌંદર્ય ને એમાં આ ચાંદનીનો પ્રકાશ; ચક્રવર્તી જાણે મહાસાગરમાં ઊગેલી કોઈ કોમળ કળી સમી પોયણીને પેખી રહ્યા ! પણ એ તો પાવક હતો, પેખનારનેય બાળતો હતો. ચક્રવર્તીના અંતરમાં આજ સુધી ન ખેડાયેલું યુદ્ધ જાગી ગયું. ઘડી વા૨માં એ અસહાય બની જતા લાગ્યા, ઘડી વારમાં જીતી જતા લાગ્યા. વખત એમ ને એમ વીતતો ચાલ્યો. એકાએક સુભદ્રાદેવીએ આંખ ઉઘાડીને કહ્યું : ‘ચક્રવર્તી ! શું હું તમારે માટે પરસ્ત્રી છું ?” ‘ના !’ ઉત્તર આપનારના હૃદયમાં પણ જાણે આછા ભૂકંપના આંચકા જાગ્યા હતા. ‘તો પછી ? સંસારમાં થતું આવ્યું છે ને થાય છે. પોતાની પત્ની સાથે આવા વ્યવહારનું કારણ ?’ ગંગાવિહાર ૭ ૨૦૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ કારણ છે, અને તે મહત્ત્વનું કારણ છે, સુંદરી ! ભરતને તું પાષાણ ન સમજતી !” તો શું સમજું ? મારે તો દેવનાં વર્ણન મોટાં ને દર્શન ખોટાં જેવું થયું !” એવું નથી થયું. ભરત પણ માણસ છે. ચક્રવર્તી થવાથી એ કંઈ માણસ મટી ગયો નથી ! માણસના દિલમાં સ્નેહનું ફૂલ હંમેશાં રહે છે ! ભરતદેવ હવે કંઈક સ્પષ્ટ થવા ઇચ્છતા હતા.” સ્નેહનું ફૂલ?' ‘હા, સ્નેહ-શૂલ !” કેવું?' સુભદ્રાને આ પાણી ઊંડાં લાગ્યાં, એને વાતમાં રસ જાગ્યો. જાણે છે કે મને દિગ્વિજય કરવા માટે નીકળ્યાને કેટલાં વર્ષ થયાં ?” ઘણાં.” એટલાં વર્ષથી એક સુંદરી અયોધ્યાના સૂના આવાસોમાં એકાકી જીવન ગાળતી ભારતની રાહ જોતી બેઠી છે !' ‘સુંદરી? મારાથી પણ વિશેષ સુંદર ?? સુભદ્રાદેવીએ પૂછયું. એ શબ્દોમાં સૌંદર્યનો દઈ ગુંજતો હતો. અવશ્ય! દેહથી પણ સુંદર ને આત્માથી તો અનેક ગણી સુંદર સુંદરી એટલે સંસારનું સર્વોત્તમ સોંદર્ય !' “તો પછી એનો સ્વીકાર કેમ ન કર્યો ? એનેય તમે તરસતી રાખી ? વાહ રે રાજા ! તમે શત્રુસંહાર કરીને ચક્રવર્તી પદ તો મેળવ્યું છે, હવે સ્ત્રીસંહાર કરી કયું પદ મેળવવા ઇચ્છો છો ? જે તમને ચાહે અથવા જેને તમે ચાહો એનો સ્વીકાર કરવો એ તો સામાન્ય ગૃહસ્થાઈની ફરજ છે.” સુભદ્રાના શબ્દોમાં ઈર્ષા હતી, ઉપાલંભ હતો. દેવી ! પણ સ્વીકાર કરું કેવી રીતે? દેહથી એ એટલી પવિત્ર છે કે સદા અસ્પૃશ્ય છે આત્માથી એ એટલી સુંદર છે કે એને સ્પર્શ કરવો મારા જેવા માટે અશક્ય છે, કેટલાંક ફૂલ દર્શન કરીને પાવન થવા માટે જ હોય છે. સ્પર્શ કરવા માટે નહિ !' ભરતદેવ કહેતા કહેતા વ્યાકુળ થઈ ગયા. તમારી વાતો ગહન છે, હું સમજી શકતી નથી. તમારો વર્તાવ સ્વમાનભરી ૨૦૬ ચક્રવર્તી ભરતદેવ Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીને વગર અગ્નિએ જલાવનારો છે,’ સુભદ્રાદેવીએ આ વિચિત્ર પુરુષથી કંટાળીને કહ્યું. ‘દેવી ! એમ મારાથી કંટાળીશ મા ! મારો તિરસ્કાર કરીશ મા! મારી દયા ખા. દયા ખાવા જેવી મારી સ્થિતિ છે ! મોટાની હોળી મોટી હોય છે. જીવનના આવા વેરાનમાં તો તારા જેવી મીઠી વીરડીની જરૂર પડશે. ભદ્રે ! મહાદેવી સુંદરી પિતાજીની સાથે જવા ઇચ્છતાં હતાં, પણ મોહનો વેગ પ્રબળ હોય છે. એ મોહને કારણે મહાદેવી સુંદરીને મેં સંસારત્યાગ કરતી રોકી. સહુ ચાલ્યાં ગયાં પિતાજીની સાથે; એ એકલી મારા કાજે રોકાઈ રહી—પણ વગર ઇચ્છાએ રોકાઈ. એ નાનપણમાં મારા પર મોહ રાખતી હતી. એણે જ મને ચક્રવર્તી થવાની પ્રેરણા પાયેલી. એટલે મારી ઇચ્છાનો નિરાદર કરી ચાલ્યા જવાને બદલે એણે કહ્યું કે ભરત, તું જા, પૃથ્વીને જીતી આવ; ત્યાં સુધી હું મહેલને અરણ્ય માની અહીં રહીશ અને મોહની કિંમત ચૂકવીશ. પછી તો હું દિગ્વિજયે નીકળ્યો; સાઠ સાઠ હજાર વર્ષ વીતી ગયાં. મારી કીર્તિ જગતના આકાશમાં કૌમુદીની જેમ પ્રસરી રહી. પણ અયોધ્યાના મહેલના એક ખૂણે એ એકાકી જીવન જીવતી બેઠી રહી હશે—મારી રાહ જોતી !” ‘તો શું તમે મારી સાથે લગ્ન કરીને એ સ્ત્રીના વિશ્વાસનો અને, સાથે સાથે મારો પણ દ્રોહ કર્યો નથી ?' ‘તારી સાથેનું લગ્ન એ દ્રોહ નથી, પણ એ તો સુંદરીના માર્ગને નિષ્ફટક કરવાનું પગલું છે. તારા આવવાથી સુંદરી હવે બંધન-મુક્ત બની.” તો પછી મને સ્વીકારતા કેમ નથી ?' એની સામે સ્વીકારીશ. કૃપા કરીને મને આટલી માનવતા દાખવવા દે ! નહિ તો મારો સમસ્ત વિજય સુંદરીની સમક્ષ ઝાંખો પડી જશે. હું એને મોં બતાવી શકીશ નહિ. મારું અંતર મારા જ ગ્લાનિભારથી તૂટી પડશે. મારો અપરાધ ! મારી શિક્ષા ! એક જ પિતાનાં બે બાળ. એક પૃથ્વીથી પર, એક પૃથ્વીનું મોહી ! દેવી, થોડી વાર વધુ રાહ જોઈ લે. મન તો મારું પોચું થઈ ગયું છે, છતાં મક્કમ રાખી રહ્યો છે. મને ડુબાડી ન દે. મને જીવંત મોત જેવી શરમાંથી ઉગારવો કે ના ઉગારવો, એ તારા હાથમાં છે ! સુંદરીનો ભરત તને જરૂર અર્પણ થશે.” ગંગાવિહાર ૨૦૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ પખંડનો વિજેતા પણ એક ત્યાગ-રાગ ભરી સ્ત્રી સમક્ષ કેટલો દુર્બળ સાબિત થાય છે, એનો સુભદ્રાદેવીને આ વખતે પ્રત્યક્ષ અનુભવ થયો. સાથે સાથે એ કેટલો મહાન છે, એની પણ એને પ્રતીતિ થઈ. સ્વામીની જીત એ સ્ત્રીની જીત છે. આપની ઇચ્છા એ જ મારી ઇચ્છા છે,' સુભદ્રાદેવીએ ઉત્સાહથી કહ્યું. દેવી સુભદ્રાએ આજે પોતાના સ્વામીને અજબ આત્મવીર તરીકે અને પ્રતાપી પિતાના સુયોગ્ય પુત્ર તરીકે ઓળખ્યો. ઘડી પહેલાં જેને પોતાના દુર્ભાગ્યની . કલ્પના થઈ હતી, એ પોતાના સુભાગ્યની કલ્પનાથી મોરની કળાની જેમ ખીલી ઊઠી. સ્નેહોર્મિના આવેગમાં એણે ચક્રવર્તીનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું. ચક્રવર્તી સ્નેહની ઉષ્માભર્યા એ ખોળામાં કેટલીય વાર સુધી આંખો મીંચીને પડ્યા રહ્યા. અને જાણે આત્માનો થાક અલ્પ કરવા લાગ્યા. ગંગાદેવી હર્ષાવેશમાં પુષ્પની છાબ લઈને બંનેને વધાવી રહ્યાં. ધન્ય એ નર, ધન્ય એ નારી! ૨૦૮ ચક્રવર્તી ભરતદેવ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અયોધ્યા યાદ આવે છે भुवि किं नगराणि नो बहवः किं न जनाश्च सन्ति वा । निजजन्मपुरे सजन्मभिः सह : ચાત્ પ્રમવ: સ નાન્યત:0* ઉષાએ પૃથ્વી પર પહેલું ચુંબન ચોડ્યું કે વૈતાલિકોએ ગાન આરંભ્યાં. મીઠાં એ ગાન હતાં. મનને બહેલાવે એ એવા સૂર હતા. પણ રે ! અનેક બંદીજનોની વચ્ચેથી એક બંદીજન આજ આવું કાં ગાતો હતો ? એના સૂર હૈયામાં વેદના કાં જગવતા હતા? માણસના શાંત મનને એ ખોવાયેલા જેવું કાં બનાવતા હતા ? સુંદર પ્રભાતે આવા હણાયેલા સ્વર કાં ? ચક્રવર્તીની ઊંઘ આમેય ઓછી બની હતી, પણ આ બંદીજનના ગીતે તો એ સાવ ઉડાડી દીધી. ઊણા રાજવીને સાવ ઊણા બનાવી દીધા. એમના હૈયાનો મોરલો કોઈની યાદમાં ટહુકા કરી રહ્યો. શત્રુનો એક ઘા પણ જેણે પીઠ પર કદી પડવા દીધો નથી, એના અંતર પર આ સૂરાવલિના ઘા પર ઘા પડવા * પૃથ્વીમાં કંઈ નગરોનો પાર છે ? ને માણસોનો પણ કંઈ તૂટો છે ? પણ પોતાની જન્મભૂમિ અને પોતાની સાથે જન્મેલાના મેળાપનો જે આનંદ છે, તે બીજે ક્યાં છે? Page #225 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. માણસ એક ને મુસીબત સો જેવું થઈ રહ્યું ! ચક્રવર્તી બિછાનામાંથી ઊભા થયા અને આવાસમાં આંટા મારવા લાગ્યા, પણ પેલું ગીત તો એમને હજીય વીંધી જ રહ્યું હતું. એ રહી ન શક્યા; એકાએક બહાર નીકળી આવ્યા ને સ્વરની દિશામાં ચાલ્યા. એક વૃદ્ધ બંદીજન પાષાણના શિલાખંડ પર બેઠો બેઠો ગાતો હતો. એના કેશ શ્વેત થયા હતા, એનાં નેત્ર ઝંખવાયાં હતાં, એની કાયામાં કંપ જાગ્યો હતો; છતાં દૂર દૂર જનમભોમમાં વસનારી માતા અને પ્રિયતમાની યાદનાં ગીતની સાથે એનાં નેત્રોમાંથી આંસુ ટપકતાં હતાં ! પુણ્યપ્રભાવ ! આજે તારા ગીતમાં આ વિલાપ કેવા ? કંઈ દુઃખ, કંઈ અન્યાય, કંઈ અધર્મ !” ચક્રવર્તીએ પ્રેમભાવે પ્રશ્ન કર્યો. ‘સ્વામી, અહીં તો સ્વર્ગનું સુખ છે, સેવકને !” તો પછી રડે છે શા માટે ? સ્વર્ગના સુખ કરતાં જન્મભૂમિનું સુખ વધારે છે, એની યાદમાં રહું . મહારાજ ! એ મારા માટીના કૂબા, એ મારી પીંપળાના વૃક્ષની છાયા, એ મારી ચાંદીના તાર જેવા વાળથી શોભતી પત્ની, એ મારી અંધ માતા, એ મારું બાડિયું કૂતરું, એ મારી વિમળા ગૌ, એ મારા સરયૂનાં રેતીકણ, એ મારા મસ્ત ચાલે ચાલતા મસ્તાન ગોધા–એ બધાં આજ યાદ આવ્યાં છે. હીરા, માણેક ને સુવર્ણમાં તો આપનું આપ્યું કંઈ ઓછું નથી, પણ આ મનની માયા પાસે જાણે એ બધાં માર્ગના પથરા જેવા લાગે છે. સ્વામી! જે માટીમાં જન્મ્યો, અને ખેલ્યો, એ માટીની માયા આજે અંતરમાં જાગી છે.” માટીના માણસને સાચી માયા માટીની જ હોય. સુવર્ણના ને સત્તાના મોહ વ્યર્થ છે. અરે, તારા જેવા સામાન્ય માનવીને માતૃભૂમિની માયા જાગે, તો અમને શું થતું હશે !” મહારાજ ! આપ દિગ્વિજયે નીકળ્યા છો. આપને એવી માયા નિરર્થક !' – આચાર્ય કમલપ્રભપિરિચિત “પુંડરીકચરિત્ર' (વિ. સં. ૧૩૭૨) ૨૧૦ ચક્રવર્તી ભરતદેવ Page #226 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ! વિજયનો મદ એવો જ છે. એનો નશો એ બધું વિસરાવે છે. માટી પણ વીસરાવે, માણસાઈ પણ વિસરાવે, પણ રે ! આજ તો મને પણ મારી અયોધ્યા યાદ આવે છે !” ચક્રવર્તીએ અંતરની આહ પોકારી. “શા માટે યાદ ન આવે ? જે ધૂળમાં ભગવાન ઋષભદેવનાં પાદ ફર્યા હોય, જ્યાં દેવી સુમંગળા, સુનંદા, ને બ્રાહ્મીસુંદરી જેવી દેવીઓ વિચરી હોય, એ ધૂલિ તો સ્વર્ગમાં પણ ક્યાંથી હોય ? અમરાપુરી સમી અયોધ્યા યાદ શા માટે ન આવે, સ્વામી ? અયોધ્યા પાસે તો અલકા પણ સાવ ફિક્કી !' ‘ત્યારે ચાલો, અયોધ્યા જઈએ, ચક્રવર્તીએ કહ્યું.' મારાથી એમ કેમ કહેવાય ? આ સેના, આ વિજયો, આ શાસનપ્રચાર, આ શત્રુસંહાર, આ ગુફાદ્વારઉદ્દઘાટન–ન જાણે કંઈકેટલાં કાર્ય હજી અધૂરાં છે. આદર્યા અધૂરાં હોય ત્યાં ઘેર જઈને નિરાંતે જીવીએ એ દુષ્કર છે. પણ મરતાં પહેલાં એ ભૂમિને ભાળીએ એટલું તો ઝંખીએ ! મહારાજ, અમારી સેવાની કદર કરે તો એટલું તો જરૂર માગીએ કે અમારી છેલ્લી આરામગાહ અયોધ્યામાં બને ! મહારાજ, અપરાધ થતો હોય તો ક્ષમા માગું છું, પણ મા ભોમનું સ્મરણ થયું ત્યારથી ભોજનમાંથી ભાવ ઊઠી ગયો છે, નિદ્રામાંથી ચિત્ત ખસી ગયું છે, વૈભવથી કંટાળો આવી રહ્યો છે, વિજયમાંથી રસ ઊડી ગયો છે ! મહારાજ, જાણે હવે તો એમ જ લાગ્યા કરે છે, કે આ અજગરનો આહાર ક્યારે પૂરો થશે ?' પુણ્યપ્રભાવ સ્પષ્ટવક્તા બંદીજન લાગ્યો. એના ગીતમાં સાચી વાતના સૂર ભર્યા હતા. “સત્ય કહ્યું, પુણ્યપ્રભાવ ! મારી વિજયસુધા અજગરની સુધા જેવી છે. રે, પણ હુંય એ જ માટીનો બનેલો છું. જે માટીના તમે બધા છો. ભલે હું રાજા હઈશ, ચક્રવર્તી હઈશ, પણ એ પડની નીચે માનવી તો હઈશ, હઈશ ને હઈશ. એ માનવીને મહાદેવી સુંદરી યાદ આવ્યાં છે. એ આપણી રાહ જોતાં હશે. ચાલો, આજ મને પણ અયોધ્યા યાદ આવે છે ! રે, છે કોઈ ? જાઓ મહામંત્રીને બોલાવો !' મહામંત્રી હાજર જ છે તેઓ સિંધુ ને ગંગાના નિષ્ફટો સાધ્યાના શુભ સમાચાર આપવા આવાસના દરવાજે આપની પ્રતીક્ષા કરતા ઊભા છે. સેનાપતિ સુષેણ ને સેનાપતિ જયકુમાર પણ સાથે જ છે.” સૈનિકે કહ્યું. અયોધ્યા યાદ આવે છે ૨૧૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી તરત જ એમની પાસે ગયા, ને જતાંની સાથે વિજયની કંઈ પૂછપરછ કરવાને બદલે, સેનાપતિની અને સેનાની કુશળતા પૂછવાને બદલે બોલ્યા: “મંત્રીરાજ ! હું માનવી છું. માનવીને હીરા-માણેક નથી ભાવતાં, માટી ભાવે છે! તમે પૂછશો કે એમ કેમ ? તો હું જવાબ આપીશ કે બાળકને સોનાના પારણા કરતાં માની ગોદ વધુ ભાવે તેમ. વિજય પૂરો થયો, હવે મને અયોધ્યા સાંભરે છે ! ચાલો અયોધ્યા ! “મહારાજ! અમે પણ આપના જેવા જ માનવી છીએ. અમને પણ અયોધ્યા કેમ યાદ ન આવે ?' તો ચાલો અયોધ્યા.” “મહારાજ આજે બાળક જેવી વાતો કેમ કરે ? અયોધ્યા સાંભરે એટલે શેષ કર્તવ્ય કંઈ વિસારે પડાય ? મંત્રીરાજે કહ્યું. એમના શબ્દોમાં કર્તવ્ય. પરાયણતાનો ભાર હતો. પણ તેમને તરત જ યાદ આવ્યું કે મહારાજનાં નવાં લગ્ન થયાં છે. મહારાણી રસિયાં છે. વર્ષોથી મહારાજ રસની રેલમાં નાહ્યા નથી. મહારાજને સ્વાભાવિક રીતે જ હવે શાંત જીવન રુચે. એટલે એમણે પોતાની વાત ફેરવતાં કહ્યું : આપ મહાદેવી સાથે અયોધ્યા પધારો. આપનું પ્રતાપી નામ પણ આપણું બાકીનું કાર્ય સાધ્ય કરવામાં બસ થશે.” ચક્રવર્તીએ પોતાના મંત્રીનો પલટાયેલો ભાવ પારખ્યો. અંતરમાં એમણે એ ભાવ નાણી લીધો. એમણે વિચાર્યું કે મોટાનું નસીબ જ આવું છેવાત કંઈ હોય ને વસ્તુ કંઈ સમજાય ! પણ ભરતદેવે એ તરફ દુર્લક્ષ કરતાં કહ્યું : મંત્રીરાજ ! સેના પણ ઉત્સુક બની છે. તો હવે અયોધ્યા તરફ સત્વર પ્રયાણ કરીએ.’ વાત યથાર્થ છે, પણ હજી ખંડપ્રપાતા ગુહાનાં દ્વાર ખોલવાના બાકી છે, એ સ્વામી કેમ ભૂલે છે ? આખી પૃથ્વીને નિષ્કટક ને નિર્ભય કરનાર ચક્રવર્તી આટલું કામ અધૂરું રાખે એ કેમ શોભે ? ખંડપ્રપાતા ગુફાના દ્વાર ખૂલી જતાં હરકોઈ પ્રવાસી છ ખંડની યાત્રા સુખે કરી શકશે, વાઘ ને બકરી ગમે ત્યાં પણ ૨૧૨ ચક્રવર્તી ભરતદેવ Page #228 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયપણે વિચરી શકશે. અને પછી આપણે ઘડી એકના વિલંબ વિના અયોધ્યા પાછા ફરીશું.' , “કાલે જ ખંડપ્રપાતા તરફ પ્રયાણ કરો. ઘડીનો પણ વિલંબ હવે અસહ્ય છે.” “સ્વામીની ઇચ્છા મુજબ જ થશે, પોતાના સ્વામીનો સ્ત્રીરત્ન પ્રત્યેનો આ મોહ કલ્પી મહામંત્રી ખૂબ આનંદી રહ્યા.' તેઓએ સેનામાં પ્રગટ રીતે જાહેર કર્યું કે “ખંડપ્રપાતા ગુફાનાં દ્વાર ખોલીને સેના દડમજલ કૂચ કરતી અયોધ્યા તરફ રવાના થશે.” સેનાના આનંદને પણ કોઈ સીમા નહોતી. સહુ સોનેરી સ્વપ્નસૃષ્ટિમાં રાચી રહ્યા. ધન્ય નગર! ધન્ય વેળા ૨૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધન્ય નગર ! ધન્ય વેળા ! ખંડપ્રપાતા ગુફા પર ઘણના ઘા પડ્યા, દિશાઓ ગાજી ઊઠી. ગુફાનો અગ્નિ એક વાર આકાશ સુધી જ્વાલાઓ પહોંચાડી આવ્યો. અગ્નિરેલ યોજનો સુધી પ્રસરી રહી. યુદ્ધકાળમાં અનિવાર્ય થોડીએક ધમાલ મચી રહી. થોડાંએક જુનવાણી તત્ત્વો પોતાની પાંખો ફફડાવી રહ્યાં. પણ આખરે તો વજનાં બનેલાં માનવીઓએ વજ્રનાં ગુફાદ્વાર ખોલી નાખ્યાં. શેષ સામનો અહીં ખતમ થયો. છ ખંડના વિજયની અહીં સમાપ્તિ થઈ. ભરતદેવને અહીં નવ નિધાન પ્રાપ્ત થયાં. સંસારમાં એકચક્ર રાજ્ય સ્થપાયું. શત્રુમાત્રનો ઉચ્છેદ થઈ ગયો. પૃથ્વી પર ભરતદેવનો જયનાદ ગાજી ઊઠ્યો. સેના દ્વિગુણ આનંદથી નાચી ઊઠી : એક તો, એકછત્ર ભરતશાસન પ્રસર્યાનો આનંદ; બીજું, હવે અયોધ્યા તરફ પ્રયાણ ! પ્રયાણ પણ કેવું ? ભારે વેગીલું ! આ માટે ચર્મરત્ન, ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્નને માથે ભારે કપરી કામગીરી આવી પડી. પણ સેના માર્ગથી સુપરિચિત હતી, ને વતનમાં પહોંચવાની હોંશમાં એને સગવડ-અગવડની તમા નહોતી. ત્યાં ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્નની મુશ્કેલી ટાળવા ખુદ મહારાજે કહ્યું : અમો, મહામંત્રી ને મહાસેનાપતિ સુષેણ વેગથી અયોધ્યા ભણી જઈશું. સેનાપતિ જયકુમાર શેષ રત્નો સાથે અને સેના સાથે ધીરે ધીરે આવી પહોંચે.ટ Page #230 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યામાં પણ આ વર્તમાન વાયુવેગે પ્રસરી ગયા. લોકોના આનંદનો પાર ન રહ્યો. સહુ ઘર, આંગણાં, શેરી ને માર્ગ શણગારવામાં પડી ગયાં. દિવસો કલ્પનાભર્યા ને રાત્રિઓ સ્વપ્નભરી વીતવા લાગી. સ્ત્રી, બાળક ને વૃદ્ધ એકે નવરું નહોતું. એમને પોતાના સ્વામીના વિસ્વાગતમાં કોઈ ઊણપ રહેવા દેવી નહોતી. મજલ દર મજલ નજીક આવી રહેલા પોતાના ચક્રવર્તી સ્વામીના ખબરો સાંભળવા આખી અયોધ્યા ઇંતેજાર થઈ ગઈ હતી. આખો દિવસ કોઈ એમની ભાળ મેળવવા રવાના થતા હતા, ભાળ કાઢવા ગયેલા કેટલાક પાછા આવતા હતા, ને કંઈ કંઈ વાતો લાવતા હતા. સહુ શ્વાસ અધ્ધર રાખીને, ચાતક જેમ સ્વાતિના જળને ઝીલે એમ, ભાળ લાવનારના શબ્દોને ઝીલી લેતા હતા. છેલ્લે છેલ્લે સમાચાર આવ્યા હતા કે ચક્રરત્નને પણ પાછળ ધીરે ધીરે આવવા દઈને ચક્રવર્તી આગળ વધી ગયા છે. એમનો હસ્તી એકધારો ચાર ચાર દિવસનો પ્રવાસ ખેડે છે, ને ચાર ચાર રાતોનો આરામ એક રાતમાં પૂરો કરે છે. આકાંક્ષા ખૂબ ઉત્તેજક હોય છે. એ હંમેશાં માણસને ઊંચીનીચો કે બેચેન કર્યા કરે છે. ચક્રવર્તી ક્યારે આવી પહોંચશે ? હજી કેટલા દિવસ લાગશે? ક્યાં વિરામ લેવા થોભશે ? આ બધી ચર્ચાઓ અવિરત ચાલ્યા કરતી. એ ચર્ચાઓ ઉત્સુક દિલોને આશ્વાસન આપનાર હતી. ચક્રવર્તીની ખાસ આજ્ઞાથી ખેપિયા એમના નવ્વાણું ભાઈઓને પણ વધામણી આપી આવ્યા હતા. તેઓ એમને કહી આવ્યા હતા : “ભાઈઓ આનંદો ! આનંદો ! જલદી આવી પહોંચજો ! ભરતદેવ દિગ્વિજય સાધીને અને પૃથ્વીને એક આરે કરીને ક્ષેમકુશળ રાજધાનીમાં પધારી રહ્યા છે.' સહુ માનતા હતા કે સમસ્ત પૃથ્વીને શાસિત કરીને આવતા પોતાના મોટાભાઈને ભેટવા નવ્વાણુંએ નવ્વાણું ભાઈ શ્વાસભર્યા હમણાં દોડ્યા આવ્યા સમજો ! અયોધ્યામાં તો એમના ઉતારા પણ યોજાઈ ગયા હતા. આખરે અયોધ્યાના આભમાં સોનાનો સૂરજ ઊગ્યો. મહારાજ ભરતદેવ આજે પ્રવેશ કરવાના હતા. મંત્રી અને સેનાપતિ તથા મહાદેવી સુભદ્રા વિષે નગરજનોની ઇંતેજારી ભારે હતી. વાજિંત્રોના નાદ સાથે ચક્રવર્તીનો ધ્વજ આકાશમાં ફરફરતો નજરે ચડ્યો. ચક્રવર્તીના જયજયકાર શબ્દ આકાશના ઘુમ્મટને ભરી દીધો. ધન્ય નગર ! ધન્ય વેળા! ૨૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ થોડી વારમાં મહાસેનાપતિ સુષેણ દેખાયા. આંખોનો પુલ બંધાઈ રહ્યો. એ પુલ પર થઈને બધા એમને પ્રેમાંજલિ અર્પી આવ્યા. સુષણના દેહ પર અનેક ઘા પડ્યા હતા, એ ઝડપથી વૃદ્ધ થયો દેખાતો હતો, પણ એના મુખ પર એની એ વીરશ્રી ઝળહળી રહી હતી. સહુએ સેનાપતિનો જય પોકાર્યો. એ જય પોકારવામાંથી લોકો નિવૃત્ત થયા, ત્યાં મહામંત્રીનો રથ નજરે પડ્યો. મુખ પર બે-ચાર કરચલીઓ વિશેષ પડી હતી. પણ એમની શાંતિ, એમનું ડહાપણ તો એનાં એ જ હતાં. નગરજનોએ જયજયકારથી એમને વધાવ્યા. મહામંત્રી રથમાંથી ઊંચા થઈ થઈને ચારે તરફ નજર ફેરવી રહ્યા. કોઈ કોઈ વાર એ સૈનિકને પાસે બોલાવી પૃચ્છા પણ કરતા : “શું બાહુબલીજી હજી નથી આવ્યા ? સમાચાર તો સમયસર પહોંચાડ્યા છે. બીજા ભાઈઓ પણ ક્યાં ? જાઓ, જલદી બોલાવી લાવો. મહારાજનું કહેવું છે કે એક વાર અમે બધા ભાઈઓ એકત્ર થઈને બાલપણની નિર્દોષ રમતો નહિ રમીએ ત્યાં સુધી આ રાજમુગટનો કચડી નાખનારો બોજો માથેથી હળવો નહિ થાય.” સૈનિકો ચારે તરફ તપાસ કરીને પાછા ફરતા ને નિરાશાના સૂર સંભળાવતા. મંત્રીરાજ મનમાં વિચારતા કે ભાઈઓ ગમે તે કારણે પણ નહિ આવે તો ચક્રવર્તીના વહાલસોયા હૃદયમાં ભારે આઘાત થશે. ભરતદેવ રાજવી તરીકે ભલે કઠોર હોય, પણ સ્નેહીજન તરીકે તો એ સાવ સુકોમળ છે. એમની એ સુકોમળતા પર આજે ઘા ન થાય તો સારું! પણ હવે કોઈ માર્ગ નહોતો. મંડળ આગળ વધતું ચાલ્યું. આખરે ચક્રવર્તી ભરતદેવ અને મહાદેવી સુભદ્રા – ચંદા-સૂરજની બેલડી સમાં – હાથીના હોદ્દા પર બેસીને આવી રહેલાં દૃષ્ટિગોચર થયાં. દેવી સુભદ્રાનાં રૂપ, ગુણ ને શક્તિ વિષે અનેક પ્રકારની કિવદત્તીઓ ચાલુ થઈ ગઈ હતી. પ્રજાજનો મુખ ફાડી ફાડીને જય જયનો ઉચ્ચાર કરવા લાગ્યા હતા, અને આંખો ફાડી ફાડીને સ્વામી અને સ્વામિનીની અદ્ભુત જોડીને નીરખી રહ્યાં હતાં. શત્રુમાત્રનો સંસારમાંથી છેદ ઉડાડી દેનાર, છ ખંડના પહેલા ચક્રવર્તી, ભગવાન ઋષભદેવના પાટવી પુત્ર, છ ખંડના વિજેતા, આર્ય અને અનાર્ય કુળોમાં શાસન પ્રસારનાર, દેવ, વિદ્યાધર ને વ્યંતરોને વશ કરનાર એવા મહાન સમર્થ, પોતાના સ્વામીને જોઈને કોનું હૈયું પ્રફુલ્લિત ન થાય ? અને ૨૧૬ ચક્રવર્તી ભરતદેવ Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્વામીને જ અનુરૂપ, એમના જેવી જ અનુપમ શક્તિશાલિની, અજોડ સૌંદર્યભરી સ્વામિનીને પેખીને પણ કોને ગર્વ ન થાય ? સવારી આગળ વધતી ગઈ, એમ આનંદનો સાગર લહેરિયાં લઈ રહ્યો. ભરતદેવ ચારે તરફથી એકધારા વરસતા પ્રજા-પ્રેમના વરસાદને અંજલિ જોડીને ઝીલી રહ્યા. વચ્ચે એમણે સહજ પૃચ્છા કરી : “ભાઈઓમાંથી કોઈ નથી આવ્યું ? ના. જવાબ મળ્યો. ‘સમાચાર તો પહોંચી ગયા હશે ને ? જી હા.' દૂરની વાટ છે; વહેલું મોડું થઈ જાય. પણ આ વખતે તેઓ અહીં ઉપસ્થિત હોત તો હૃદયેહૃદય ભેટીને આનંદ પામત, અને શોભાનાં આ છત્ર, ચામર, દંડ, માળા, મુગટ અળગાં કરી અહીં સરિતાતટમાં એમની સાથે નિર્દક ખેલ ખેલત.” ભરતદેવે ફરીવાર પોતાના મનની ઉત્કંઠા પ્રગટ કરી. પણ નવ્વાણું ભાઈઓમાંથી એકે ન દેખાયા; બલ્ક એમના તરફથી મોટો ભાઈ નિર્વિને પાછા ફર્યા એની વધામણી આપવા કોઈ દૂત આવેલા પણ નજરે ન ચડ્યા. રાજમંડળ આગળ વધ્યું. રાજપ્રાસાદ આવી પહોંચ્યો. ચક્રવર્તી ને દેવી સુભદ્રા સિંહાસને બિરાજ્યાં. મંગળ વાજિંત્રો વાગી રહ્યાં. ચોમેર મંગળ નાદો થઈ રહ્યા. સુરપતિ, પાતાલપતિ ને માનવનૃપોએ ચક્રવર્તીને રાજ્યાભિષેકના ઉત્સવની જાહેરાત કરી. બાર બાર વર્ષ ચાલે એટલો એનો કાર્યક્રમ પ્રગટ થયો. બધે નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. એ દિવસે અયોધ્યા ધન્ય બની ગઈ. નગરની સુંદરીઓના ઓષ્ઠ આનંદથી મલકી રહ્યા. એમની આંખો અંતરનો અમીરસ ઢોળી રહી; એમની હૃદય-દીપિકા વાત્સલ્યનો દિવ્ય પ્રકાશ પાથરી રહી. ધન્ય ચક્રવર્તી ભરતદેવ ! ચક્રવર્તી ભરતદેવનો જય ! ધન્ય નગર! ધન્ય વેળા ૨૧૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ આકાશને ભરી દેતા, પાતાલને વીંધી નાખતા, પૃથ્વી પરથી લીલા આ જયધ્વનિએ દિશાઓને બધિર બનાવી દીધી ! પણ આવા ધન્યપ્રસંગે તો માણસ સોળ કળાનો થઈને રહેવો જોઈએ, ત્યારે ભરતદેવ એકાએક શૂન્યમનસ્ક કો બની ગયા ? એ દેહરૂપે ત્યાં રહ્યા પણ એમનો અંતરરામ આખી મેદનીની વચ્ચેથી જાણે ક્યાંક ખોવાઈ ગયો ! ચક્રવર્તી જાણે ગરીબડા બની, ઓશિયાળા થઈને પોકારી રહ્યા : રે આત્મપ્રિય સુંદરી !” સુંદરતાની ખાણ જેવાં મહારાણી સુભદ્રા તો પડખે ઊભાં છે, છતાં આ કોની ખોજ ? – લોકો વિમાસી રહ્યા. ‘રે સુંદરી ! હું – તારો ભરત – છ ખંડનો વિજય કરીને આવ્યો છું. છતાં તું વધામણે કાં ન દેખાય ?’ ભરતદેવ ફરીને પોકારી રહ્યા. પણ એ શબ્દો લોકોની ભીડમાં ને પ્રજાના જયજયકારમાં વિલીન થઈ ગયા ! દૂર દૂર સંતપ્ત આકાશમાં વાદળી દેખાય અને મોર ટહુકાર કરે, ગળાના બબે કટકા કરીને ઊંચે સાદે પોકાર કરે એમ ચક્રવર્તીએ ફરી પોકાર કર્યો : ‘સુંદરી !” પણ અફસોસ ! ફરીથી જાગેલા શબ્દાર્ણવના મહાઘોષમાં ચક્રવર્તીના એ શબ્દો ડૂબી ગયા ! વિજયોત્સવની તૈયારીઓ ખૂબ ધામધૂમથી થઈ રહી ! ૨૧૮ ચક્રવર્તી ભરતદેવ Page #234 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવાન ઋષભદેવ’ પછી આગળ વધતી ‘ચક્રવર્તી ભરતદેવ’ નવલકથામાં લેખકે કલ્પતરુઓનો યુગ આથમી ગયા પછી પૃથ્વી પર આધિપત્ય ધરાવતા કઠિન કર્મભૂમિના યુગની વાત આલેખી છે. ભગવાન ઋષભદેવના સંસારત્યાગ પછી ભરતદેવે સંસ્કૃતિના વિશેષ પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા. એમણે પછાત અને અસંસ્કૃત દેશો પર વિજય મેળવીને એ ધરતી પર ઉદ્યમપરાયણ નાગરિક જીવનની સ્થાપના કરી. વિજયની વિભાવના પલટી નાખી અને પરાજિત રાજાઓને મૈત્રીને તાંતણે બાંધી દીધા. આર્ય અને મ્લેચ્છ રાજાઓ વચ્ચેના વૈમનસ્યને દૂર કરીને એમણે પૃથ્વીને એક સૂત્રે સંકલિત કરી. આવા જગતવિજેતા બનેલા ચક્રવર્તી ભરતદેવ પટરાણી સુભદ્રા સાથે અયોધ્યામાં નગરપ્રવેશ કરે છે અને ચોતરફ આકાશને ભરી દેતો ભરતદેવનો વિજયધ્વનિ સંભળાય છે. આ નવલકથામાં ચક્રવર્તી ભરતનું પાત્ર એની પ્રભાવક રજૂઆતને કારણે આકર્ષક બન્યું છે. આ કૃતિને માટે લેખકને મુંબઈના અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ISBN 978-81-89160-73-9 oll788189lj6 07391. Jain Coon International P ie 2 Personal