SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મારો ખપ ?” હા.' અસત્ય. તને મારો ખપ નથી. તને સુંદરીના દેહસૌંદર્યનો ખપ છે.' સુંદરી ! વ્યર્થ તિરસ્કાર ન કર ! એના કરતાં પિતાજીનું પેલું રહ્યું ધનુષ્ય ! આ રહ્યું અમોધ બાણ ! એ તાકીને ભરતના હૈયાને વીંધી નાખ. ભરતને વાસનાના આવેશવાળો કોઈ પશુ ન માનીશ. હું પણ મહાન પિતાજીનો પુત્ર છું.’ તો તું શું ચાલે છે?” સુંદરીના આત્માનો પ્રેમ, અંતરનો સાથ, હૃદયની ઉષ્મા ! મારા વીરત્વને સૌંદર્ય અવશ્ય આકર્ષે છે, પણ એ વીરત્વ સિંહનું છે, શ્વાનનું નહિ ! ભરતને તારા સુંદર દેહનો મોહ નથી, પણ એમાં વસતા સુંદરતમ આત્માનો છે. જેની દેહમાં આટલું સૌંદર્ય એના આત્મામાં કેટલું સૌંદર્ય ભર્યું હશે ! કાલે સંસાર જીતવા જવું છે. તારા આત્માનો સૌંદર્યદીપ મને સદા પ્રકાશ આપતો રહેશે.” ભરત ! શું તું મને એવી રીતે ભજે છે ?' અવશ્ય, સુંદરી ! હું તારા આત્મસૌંદર્યનો ભોગી છું. પુષ્પમાં સુવાસ રહે, એમ સુંદરી મારામાં રહે એટલું વાંછું છું. મારા મુગટમાં એ કલગી પહેરાવે, મારા વિષયોમાં એ મંગળ તિલક કરે, પરાજયમાં મને હુકસાવે, વિજયમાં મને બિરદાવે ! સંક્ષેપમાં સુંદરી મારા જીવનનો શ્વાસોશ્વાસ બને !” “ધન્ય ભરત ! ખરેખર તું સમર્થ છે ! સાચા સમર્થને સંયમ સુસાધ્ય હોય છે. આ રીતે તો સુંદરી તારી છે. સુંદરીની વેણી પર તારો હક, સુંદરીનો કેશપાશ ગૂંથવાનો તારો હક્ક ! ભરત! ખરેખર ! પિતાજી ભવ્યાતિભવ્ય છે, પણ તેથી તું ઓછો ભવ્ય નથી ! ગિરિથી શિખર ભલે નાનું હોય પણ વામણું તો નથી જ. જા, નિરાંતે વિજય કરીને આવ ! તને ચક્રવર્તીના સિહાસને આરૂઢ થયેલો જોઈને હું જઈશ. તું ગમે ત્યારે આવીશ, તોય તારી રાહ જોતી બેસીશ. તું રજા આપીશ ત્યારે જઈશ !' સુંદરી ! સમજી લે કે ભરત આજે ચક્રવર્તીપદ પામી ગયો. હવે તો સંસારનું ચક્રવર્તીપદ હાંસલ કરવું મારે મન રમતવાત છે. જે ભરત નાના કિશોરની જેમ કૂદકા મારતો હતો. આત્મસૌંદર્યનો ભોગી ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy