________________
આપણે શું નથી ઝૂલ્યાં ? અને એ બધી વખતે તેં બીજાની સાથે રમવાની શું ના
નથી પાડી ?”
‘એ બધુંય સાચું છે,' સુંદરીએ કહ્યું.
‘તો સુંદરી ! સ્પષ્ટ રીતે જાણી લે, કે ભરતના વ્યામોહ માટે ભરત કરતાં સુંદરી વધુ જવાબદાર છે. તેં શા માટે મને પૃથ્વીના ષટ્ખંડ જીતી ભરતખંડનું એકચક્રી શાસન સર્જવા પ્રેરણા આપી ? તેં જાતે આયુધશાળામાં આવી અને ચક્રની ઉપાસના માટે શા માટે સદા સજગ રાખ્યો ? ને ચક્રવર્તી બનવાની પ્રેરણા શા માટે આપી ” ભરત આવેશભેર પૂછી રહ્યો. સુંદરી ચૂપ ખડી હતી. ભરત આવેશમાં લગભગ ચિત્કાર કરતો હોય તેમ બોલ્યો :
ને ભરી સભામાં ભરતને છાંડીને ચાલ્યા જવાની પણ તેં માગણી કરી ને ? એ રીતે સત્યપુત્રી સરસ્વતીનું તેં અપમાન કર્યું, એ સમજી કે નહિ ? ભરી સભામાં તને જતી રોકી રાખી ભરતને તેં નીચાજોણું કરાવ્યું તે પણ તેટલું જ સાચું ને ?”
‘સાચું. પણ સુંદરીને ખબર નહોતી કે ભરત આટલો ઘેલો હશે ! એ દિવસની બે છોકરાંની રમત આજે આવું જીવનશલ્ય બની જશે, એનું એને ભાન નહોતું. ભરત ! પિતાજીનું અનુશાસન તો યાદ કર ! પિતાજીએ કહ્યું હતું કે ભોગ સુંદર છે, પણ એનો ત્યાગ ભવ્ય છે. એ રસ્તે જતા કોઈને ન રોકવા. ભરત ! પિતાનું અનુશાસન યાદ કર !” સુંદરીના દિલમાં ફરી ભરતનો છૂપો પ્યાર હુંકાર કરતો લાગ્યો.
પિતાજીનો વારસદાર હું, પિતાજીનું અનુશાસન ઉથાપવા જેટલો નીચ હઈશ, એવી કલ્પના તેં કેમ કરી ?”
નહિ તો સુંદરીનો તારે કયો ખપ ??
સુંદરીનો મારે ઘણો ખપ છે. એણે મને ચક્રવર્તી થવાની પ્રેરણા આપી છે. આ પૃથ્વીને પરાક્રમ ને પ્રભુતાથી છાવરી દેવાની ને એ દ્વારા આખી પૃથ્વીને ભરતખંડ કે ભારત વર્ષ નામ આપવાની પ્રેરણા પણ એણે આપી છે. પિતાજીના અનુશાસનનો અર્થ હું સમજ્યો છું. પુરુષ પોતાની પ્રે૨ણાને કોઈ કારણે છોડી ન શકે ! સંસારને તજીને જનાર સુખી છે, પણ સંસારમાં રહેનારને ઉપાધિનો પાર નથી. એ ઉપાધિમાં મને તારો ખપ પડશે, સુંદરી !’
૩૦ * ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org