SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર આ રીતે કામ કરી રહ્યું. શબ્દોમાં મંત્રાક્ષર જેવો પ્રભાવ પ્રગટ થતો હતો. “જય વૃષભધ્વજ ! સ્વામી ! પ્રભુના નામમાં અચિંત્ય પ્રભાવ છે, મંત્રાલર જેવી સિદ્ધિ છે. મારા અંતરમાંથી નિરાશામાત્ર ધોવાઈ ગઈ છે. હું સમજ્યો. કુલકર વંશની મહત્તાને મેં આજ સાક્ષાત કરી. યુદ્ધનો તો રંગ છે, બાકી સુલેહનો જંગ છે. આ જંગ દ્વારા કુળના ગઢ રચીશ, લોહીના સંબંધ સાધીશ, મૈત્રીનાં તોરણ બાંધીશ, સાથીપણાનાં બંધન રચીશ. નિશ્ચિંત રહો, સ્વામી ! ભરતના શાસનની સિદ્ધાંત-વેદી પર સુષેણ લોહી લઈને નહિ, લોહી આપીને એને ઉજ્વળ કરશે. નિશ્ચિંત રહો, સ્વામી ! વિજય આપનો જ છે.' ભરતશાસનનો વિજય હો !” પોતાની જાત કરતાં ભરતશાસન મહત્ત્વનું હોય તેમ ભરતદેવે જય પોકારતાં કહ્યું. ઉત્તરાખંડ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy