SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પછી શું કરે? આવી સ્ત્રી પાસે પુરુષત્વનું અભિમાન કોઈ સહજ વાત નહોતી. એણે કંઈક મિષ્ટ રવ કર્યો. ગજબાળ તરત, તેને પિછાનતો હોય તેમ, સૂંઢ ઊંચી કરી કરીને એને અભિવાદન આપવા લાગ્યો ! સુંદરીએ હાથમાં રહેલાં સ્વસ્તિક પૂરવા માટેના મણિને રત્નોનું ચૂર્ણ કરી આ બાજુ વેરી દીધું. એ મણિ-રત્નોના વિધવિધ રંગોએ એક નવું રૂપવાદળ ખડું કર્યું. એ રૂપવાદળની વચ્ચે ઊભેલી સુંદરી અજબ આકર્ષક લાગી. પણ સહુથી વધુ તો વૈતાદ્યવાસી ગજબાળને એનું આકર્ષણ જાગ્યું. એણે એ વાદળમાં ઇંદ્રધનુ જોયું. દર ઇંદ્રધનુએ એનાં વાસસ્થાન સમાં જંગલો લીલી હરિયાળીથી મહેકી રહેતાં એ યાદ આવ્યું, મીઠા મધ જેવા વાંસ ફૂટતા ને પેટપૂર ચારો મળી રહોતો, એ પણ સ્મૃતિપંથે ચડ્યું. એને એણે ઉત્કંઠામાં સૂંઢ લાંબી કરી. સુંદરીએ સામે પોતાનો મૃણાલદંડ શો હસ્ત લંબાવ્યો. એ હસ્ત ગ્રહીને– એના અવલંબને – ગજબાળ ઉપર આવવા યત્ન કરી રહ્યું. સેનિકો ફરી મૂંઝાયા. એમને થયું કે ક્યાંક આ મૂર્ખ ગજબાળ પોતાની સાથે સાથે આ અનુપમ રૂપવતી સુંદરીને પણ ઊંડી હિમખીણમાં મરવા લઈ જશે. રે ! આવા રૂપને તે આમ નિરર્થક રગદોળાવા દેવાય ? એક હાથી અગર ભૂગર્ભમાં ચંપાઈ ગયો તો તેથી શું થયું? આવી ત્રિલોકવિજયી રૂપવતી સુંદરીના ચરણ પાસે તો હજાર હજાર ગજરાજ ન્યોછાવર કરી શકાય. પણ સૈનિકો કંઈ પણ આનાકાની માટે આગળ આવે તે પહેલાં તો સુંદરીએ પોતાના એક હાથના અવલંબન માત્રથી ગજબાળને ઉપર ખેંચી લીધું. સુંદરીની શંખ જેવી સુંદર ડોકમાં પોતાની સૂંઢ નાખી ગજબાળ ભેટી રહ્યું રે, આ તો ગજની શોખીન લાગે છે ! ગજગામિની ! સુંદરી ઉતાવળમાં લાગતી હતી, રમત અધૂરી મૂકીને આવી લાગતી હતી. એને વિલંબ પોસાતો ન હોય તેમ જલદી જલદી એણે ગજબાળને ટેકો આપીને માર્ગ ઉપર લાવી મૂકી દીધું. ગજબાળ ચારે પગે થનગની રહ્યું. સુંદરીએ એક વાર ગજબાળના ગંડસ્થળને પંપાળ્યું, ને એક ઉપેક્ષાભરી નજર સૈનિકો પર નાખી – જાણે એમને કંઈ પણ ન લખતી હોય તેવો ભાવ એમાં ભર્યો હતો. ૧૫૮ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy