SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે વીંધવાની છે. એવા એવા પ્રદેશોમાં થઈને આપણી સેનાઓ પસાર થશે કે જ્યાં ધરતી આગ પર મૂકેલા લોઢાના તવા જેવી તપતી હશે. ઊકળતી વરાળોના ગોટેગોટ ત્યાં ઉષ્ણ જળ વરસાવતા હશે, ભયંકર વાવંટોળો પૃથ્વી ૫૨થી જીવજંતુઓને આકાશે ચડાવી, વાદળરૂપે મત્સ્યના વરસાદ, વીંછીના વરસાદ, સર્પના કણાઓના વરસાદ, કરચલાઓના વરસાદ વરસાવતા હશે. માણસ બે ઘડી ત્યાં ઊભો રહે તો નીચે ને ઉપરથી ઢોકળાં બફાય એમ જીવતો બફાઈ જાય. એ વખતે મસ્તકનું રક્ષણ આ છત્રરત્ન કરશે, પગનું રક્ષણ આ ચર્મરત્ન કરશે. કેટલાક પ્રદેશો પર રાતદિવસ વરસાદ જ વરસ્યા કરતો હશે ? પૃથ્વી ઉપર પણ પાણી ને આકાશમાંય પાણી ! એ વેળા સૈનિકો ચર્મનૌકા પર તરશે ને છત્રથી દેહનું રક્ષણ કરશે.’ સઘળી તૈયા૨ીઓ મારી ઇચ્છાનુકૂલ જ થઈ છે,' ભરતદેવે છેલ્લે છેલ્લે પ્રમાણપત્ર આપતાં કહ્યું, “હવે હું પૃથ્વીને હાથવેંતમાં જિતાયેલી જોઉં છું. કેટલીક વાર યુદ્ધ કરતાં યુદ્ધની હવા વધુ કામ કરે છે. માણસને મોત કરતાં મોતનો વિચાર જેમ પાંગળો બનાવી મૂકે છે, એમ પ્રતિસ્પર્ધીઓને યુદ્ધ કરતાં યુદ્ધનો વિચાર નબળો પાડી દેનાર થાય એવી તૈયા૨ીઓ થવી જોઈએ. ચક્રવર્તીનાં ચૌદ રત્નોના પરિબલ વિષે સઘળે સ્થળે સ્પષ્ટ જાહેરાત કરતા રહો. ચક્રવર્તી કરતાં તેનું સાધનબલ વિશેષ કાર્યસાધક છે.’ ‘સ્વામીનું નામ જ વિજયનો મૂળ મંત્ર છે. સ્વામી ! આટલાં રત્નો તો આપે જોયાં. હવે આ દંડકરત્ન બાકી છે. વજ્રકપાટ ખોલવા માટે, દુર્ગ કે દ્વાર તોડવા માટે એની રચના કરી છે, નાની-મોટી, લઘુ-દીર્ઘ શ્રેણીઓ એમાં રાખેલી છે,’ મહામંત્રીએ તેરમા રત્નનું વર્ણન કરતાં કહ્યું. ‘હવે રહ્યું સ્ત્રીરત્ન જે રત્ન સ્વામીને પ્રવાસમાં સાથ આપે, યુદ્ધમાં સહાય આપે, મંત્રણામાં પરામર્શ આપે ! સ્વામી કદી થાકે તો નેતૃત્વ પણ લે અને સેનાનું સંચાલન પણ કરે. આવા સર્વથી શ્રેષ્ઠ રત્નનું નામ આપે આપવાનું છે.’ સેનાપતિ સુષેણે વાતવાતમાં સ્પષ્ટતા કરી દીધી. એ લશ્કરી સ્વભાવનો નિખાલસ યોદ્ધો હતો, મોં ૫૨ વાત કરવામાં ને સામે મોંએ ઘા કરવામાં માનનારો હતો. ‘એનું નામ હું યોગ્ય સમયે પ્રગટ કરીશ,’ મહારાજ ભરતદેવે વાત વાળી લેતાં કહ્યું, ‘ચાલો, હવે દેશદેશથી એકત્ર થયેલા સામંતો, સેનાનીઓ ને ચક્રવર્તીનાં ચૌદ રત્નો * ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy