________________
સૈનિકોને મળીએ. એમને ઠીક ઠીક રાહ જોવી પડી. મંત્રીરાજ ! ચક્રવર્તીનાં ચૌદ રત્નોનો તેમને પણ પરિચય આપવો જ પડશે.”
‘સ્વામી ! મારે ચૌદ નહિ, તેર રત્નોનો પરિચય આપવાનો રહેશે, મહામંત્રીએ જરા મશ્કરીમાં કહ્યું. સેવક-સ્વામી વચ્ચે આવો મીઠી મશ્કરીનો સંબંધ હતો.
મહારાજ ભરતદેવ સાંભળ્યું - ન સાંભળ્યું કરી આયુધશાળાના પ્રાંગણ તરફ ચાલ્યા.
પ્રાંગણમાં એકત્ર થયેલા સામંતો, સૈનિકો ને સેનાનીઓએ ભગવાન વૃષભધ્વજની જય ને મહારાજ ભરતદેવની જયથી વાતાવરણ ગજવી મૂક્યું.
૪૦ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org