SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ “આનંદો મહાનુભાવો ! હર્ષની ને ગૌરવની બીના એ છે કે ચક્રવર્તી તરીકે મહારાજ ભરતદેવ જ પ્રથમ અહીં પદારોહણ કરી રહ્યા છે', સેનાપતિ જયકુમારે કહ્યું, “આ પથ્થરો પર આપણા એવા અમર લેખ લખો, જેથી યક્ષ, ગંધર્વ, દેવ કે કિન્નર જે કોઈ એ જુએ કે વાંચે તે ભરત-પ્રતાપને પિછાણે.” “તો સ્વર્ગ, પાતાળ કે પૃથ્વી ત્રણે પર ભરતશાસનની પ્રતાપરેખાઓ અંકિત થયેલી જોઉં છું ! સૂર્યના સહસ્ર રશ્મિઓમાં પણ એ જ નિહાળું છું.' ગૃહપતિરને એમાં પોતાનો સાથ આપ્યો. મહારાજ ભરતદેવની મુખ મુદ્રા પર આ પ્રશંસાએ જરા ગર્વની રેખાઓ આણી. એમનો રત્નજડિત મુગટ ઊંચો ઊડ્યો ને એની કલગી ભરતકુલની યશપતાકા સમી ફરકી રહી. બહુ જ ઓછું બોલવા ટેવાયેલા મહારાજ ભરતે મુખ મલકાવ્યું. આ મુખમલકાટને મૌન સંમતિ લેખી રાજમંડળે પોતાની સ્તુતિનો પ્રવાહ વહેતો મૂક્યો. પૃથ્વી પર ભૂત, વર્તમાન કે ભાવિમાં ક્યારેય આવું શાસન પ્રવર્તે નહિ હોય કે પ્રવર્તવાનું નહિ હોય !” એકે કહ્યું. દેવો, વિદ્યાધરો ને વ્યંતરો પાસે માનવશક્તિનો સ્વીકાર કરાવવાનો આ પ્રયોગ ખરેખર અનુપમ ને અજોડ છે. પૃથ્વીને પાટલે ભરતદેવ થયા કે હવે થશે. ભરતયુગમાં જીવનારને ખરેખર ધન્ય છે !” બીજાએ કહ્યું. ‘સ્વર્ગની દેવસેનાને પણ શરમાવે એવી ભરતસેનાના યુદ્ધને જોવા દેવો પણ આકાશમાં પડાપડી કરે છે,' ત્રીજાએ કહ્યું. અરે ! મેં જોયું છે કે મહારાજ ભરતદેવનું શરસંધાન થાય છે, ત્યારે દેવીઓના ગર્ભ ગળવા લાગે છે, રાજમંડળના એક સભ્ય કહ્યું. અરે ! દેવીઓને ગર્ભ રહે તો ગળે ને ! પણ મહારાજ ભરતદેવ સ્વર્ગભૂમિ પર તો હુમલો નહિ લઈ આવે, એ ચિંતામાં બિચારા દેવો અકાળે વૃદ્ધ થઈ ગયા છે !” પ્રશંસાનું પૂર વધતું જ ચાલ્યું. એ પૂરમાં સાચું ને ખોટું બધું એકસરખું વહી નીકળ્યું. પ્રશંસા સાચી કે ખોટી પણ સહુને પ્રિય હોય છે. એ માનવીને પોરસ ચઢાવે છે. એ પોરસમાં ને પોરસમાં ભરતદેવ બોલી ઊઠ્યા : “મહત્તા પાસે મેરુ ૧૪૮ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy